પ્રથમ પગરણ, ભાગ-1 Bipin patel વાલુડો દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રથમ પગરણ, ભાગ-1

પ્રથમ પગરણ

ભાગ- 1

બિપીન એન પટેલ

(વાલુડો)

કવિની કલમેથી....

પ્રિય વાચક મિત્રો, 'પ્રણયનું પ્રાગટ્ય' ઓનલાઈન રજુ કર્યા પછી હવે નવા વિષય સાથે આ 'પ્રથમ પગરણ' નામનું પુસ્તકનો પ્રથમ ભાગ રજુ કરી રહ્યો છું.

'પ્રથમ પગરણ'માં અલગ અલગ વિષયવસ્તુ ધરાવતી કવિતાઓનો સમાવેશ કર્યો છે. આ વિવિધ વિષયો ધરધવતી કવિતાઓ વાંચવાનો આનંદ આવશે.

બિપીન એન પટેલ (વાલુડો)

બામરોલી,

તા-દેત્રોજ,

જિ-અમદાવાદ.

મો. નં- 9725650051

અનુક્રમણિકા

  • શ્રૃષ્ટિની શોભા
  • કેમ રીસાવાનું મન થયું
  • ગુજરાતકેરું ઇન્દ્રધનુષ
  • ગુજરાત ગાથા
  • પવિત્રતાથી વહેતું પાણી
  • પ્રવાસ મને ગમે છે
  • ૠતુ બદલાઈ છે
  • ઓનલાઈન ઝાંપો
  • બે પેઢીની મિત્રતા
  • હોસ્ટેલ જીવન
  • શ્રૃષ્ટિની શોભા

    શ્રૃષ્ટિ પર અનેરી શોભા ને અનોખા એના રંગ

    માટીમાં ઉઠે મ્હેક અને છીપલામાં પ્રગટે નંગ

    તારલીયાની ફોજ ગોઠવાઈ જાણે જામી જંગ

    સુરજ ચાંદો સાથે આવી કરતા નિયમનો ભંગ

    નીર ભરી વાદળ આવે ને ધરતી પર છાંટે રંગ

    વનરાજી એવી શોભે કે જોતા રહી જાઓ દંગ

    જળીબુટ્ટીથી પર્વત શોભે ને છતા ના કોઈ ઢંગ

    સરીતામાં અમ્રૃત વહેતું બર્ફલી શિલાઓને સંગ

    મન જીતી મનોહર બનવા જામ્યો છે મીઠો જંગ

    'વાલુડા'એ જંગમાં ઝંપલાવી ચાલ્યો પ્રક્રૃતી સંગ

    ***

    કેમ રીસાવાનું મન થયું

    કેમ તને માઠુ લાગ્યું, કોઇએ કંઈ કહ્યું

    કે પછી એમજ રીસાવાનું મન થયું?

    હર સાલ તો આવી જતો સમયસર,

    આ સાલ કેમ મોડુ પડવાનું મન થયું?

    દરીયાએ તને પાણી ના આપ્યું કે પછી

    ખાલી વાદળો લઇ દોડવાનું મન થયું?

    કેટલાય વાવેતર જુએ છે તારી રાહ,

    છતા પડતર રાખવાનું કેમ મન થયું?

    અન્નદાતા પર જરાયે દયા નથી રહી?

    કે પછી એમને રીબાવવાનું મન થયું?

    બાલુડાઓ ઝંખે છે ઝરમરનો આનંદ,

    એમને નિરાશ કરવાનું કેમ મન થયું?

    કહી દે કે હવે તારે નથી જ આવવું,

    હવે 'વાલુડા'નેય રીસાવાનું મન થયું.

    ***

    ગુજરાતકેરું ઇન્દ્રધનુષ

    ઇન્દ્રધનુષના રંગો જેવુ ગુજરાત મારુ ધામ છે.

    દરેક રંગથી રંગાયેલુ નવરંગી ગુજરાત છે.

    સુખ દુઃખમાં સૌ સાથે મળીને એક વાત લલકારે છે,

    ગુજરાત મારુ ધામ છે, ગુજરાત મારુ ધામ છે.

    ભાતીગળ સંસ્કૃતિ અહિંયા, વિવિધ રંગ છલકાય છે,

    દરેક રાજ્યથી રઢિયારુ, ગુજરાત મારુ ધામ છે

    દરીયાથી ત્રણ કાંઠાવાળુ વેપારનું આ ઠામ છે,

    વેપારીની આણ કેરુ, ગુજરાત મારુ ધામ છે

    દેશ વિદેશના પક્ષીઓથી, નળસરોવર ઉભરાય છે,

    અભ્યારણ્યની વનરાજી કેરુ, ગુજરાત મારુ ધામ છે

    નર્મદાની અનોખી શોભા, ધરોઇ ડેમ છલકાય છે,

    સરદાર સરોવર ડેમ કેરુ, ગુજરાત મારુ ધામ છે

    અક્ષરધામની પવિત્રતાથી ગાંધીનગર હરખાય છે,

    અમદાવાદની રઢિયારી શોભા, ગુજરાત મારુ ધામ છે

    આનંદની અમુલ ડેરી, કબીરવડ અલૌકિક છે,

    સોમનાથના શિવજી કેરુ, ગુજરાત મારુ ધામ છે

    અંબાજીમાં અંબેમાં ને, પાવાગઢમાં મહાકાળી છે,

    ગીરનારે દત્રાત્રેય કેરુ, ગુજરાત મારુ ધામ છે.

    ચોટીલામાં ચામુંડમાં, ને વિરપુરમાં જલારામ છે,

    દ્વારકાના નાથ કેરુ, ગુજરાત મારુ ધામ છે.

    ગાંધીજીની જન્મભૂમી, ને સરદારનું અહીં નામ છે,

    લેખકોને શુરવીર કેરુ, ગુજરાત મારુ ધામ છે.

    રાસ ગરબાના તાલે આજે દુનિયાને ડોલાવે છે,

    નવરાત્રીના ગરબા કેરુ, ગુજરાત મારુ ધામ છે.

    સુખ દુઃખમાં સૌ સાથે મળીને એક વાત લલકારે છે,

    ગુજરાત મારુ ધામ છે, ગુજરાત મારુ ધામ છે.

    ***

    ગુજરાત ગાથા

    નભસમ પૂર્ણ ભૂમી હરીયારી,

    શાંતી તણી સૌને આણ તારી.

    સૂર્ય તણુ તેજ તારુ જોઉ,

    નીત નીત ગુણલા તારા ગાઉ.

    શશી તણુ રુપ તારુ લાગે,

    વણથંભ્યો વિકાશ આંખે આંજે.

    વિદેશીઓ તુજ પર મોહતા,

    ઉધોગના જાણે મેળા જામતા.

    ભ્રષ્ટાચાર તુજથી દૂર ભાગે,

    આતંકવાદ તુને હામ ન લાગે.

    ધર્મ તણી લહેરે પતાકા તારી,

    સૌ પર નજર તવ કલ્યાણકારી

    શ્વેતક્રાન્તી તણી મસાલ તારી,

    અબાલવ્રૃધ્ધ પર તારી બલિહારી.

    અતિત, વર્ત, ભવિષ્યની શાંતી,

    જાણે યુગોની પ્રકાશીત ક્રાંતી.

    મોહીની સમ રુપ જોઇ તારુ,

    લાગે તુજ તણું સઘળુ મારુ.

    સુખ દુઃખમાં તુ સૌની છાતા,

    પામવા તુજને સો ઘેલા થાતા.

    વણથંભી આ ગુજરાત ગાથા,

    સાંભરી સૌ કોઇ મુગ્ધ થાતા.

    ***

    પવિત્રતાથી વહેતું પાણી

    સમુદ્રમાં જઈ ભેટવા દોડતું, ઉછળતુ કુદતું વહેતું પાણી

    જીવનને જીવંત રાખે, ઝીલમીલ ઝીલમીલ વહેતું પાણી

    ભેખડોને ભેદવા મથતું,આ દડદડ દડદડ વહેતું પાણી

    ભોમકાને ભીંજવવા દોડતું, ઝરમર ઝરમર વહેતું પાણી

    સૂરજના કિરણોથી ચમકે, ઝગમગ ઝગમગ વહેતું પાણી

    ચાંદલીયાની શીતળતા પામે, ચકમક ચકમક વહેતું પાણી

    પંખીઓના મધુર ગુંજારવથી, કલરવ કલરવ વહેતું પાણી

    જળચરોના રહેઠાણ તણું, આ શ્વાસે શ્વાસે વહેતું પાણી

    સરીતાની મમતા વહેવડાવે, આ પવિત્રતાથી વહેતું પાણી

    'વાલુડા'નું મન બહેલાવે, ખળખળ ખળખળ વહેતું પાણી

    ***

    પ્રવાસ મને ગમે છે

    લીલીછમ હરીયાળી કે ડુંગરા રળિયામણા,

    સમુદ્રની લહેરો કે સરીતાનો પ્રવાહ,

    કારણ ગમે તે હોય, પ્રવાસ મને ગમે છે.

    મહેફિલની માદકતા કે સંગીતની સુરાવલી,

    હાસ્યનો વરસાદ કે ગુફાઓનો રાઝ,

    કારણ ગમે તે હોય, પ્રવાસ મને ગમે છે.

    મિત્રો સંગ આનંદ કે પ્રકૃતિનું આકર્ષણ,

    શહેરોની રોશની કે મહેલોનો પ્રભાવ,

    કારણ ગમે તે હોય, પ્રવાસ મને ગમે છે.

    કુપમંડુકતાનો ત્યાગ કે નવા વિશ્વનો ખ્યાલ

    'વાલુડા'ની ઇચ્છા કે મસ્તીનો કેફ,

    કારણ ગમે તે હોય, પ્રવાસ મને ગમે છે.

    ***

    ૠતુ બદલાઈ છે

    શું થયુ છે આ ૠતુને ? કેમ અચાનક કરવટ બદલી છે?

    માનવીએ કે પછી, કુદરતે જ આમાં વિષમતા સર્જી છે!

    ઠંડીની બીક શાં માટે? આકાશે વાદળોની ભીડ પડી છે!

    ચોમાસુ કોરુ, શિયાળામાં માવઠાની વણઝાર સર્જી છે!

    શિયાળો જ શાં માટે? ચોમાસામાં પણ ગરમી પડી છે!

    તપવાની વાત દૂર રહી, ઉનાળામા પણ ઠંડી સર્જી છે?

    આંબાનો મૉર જ શાં માટે? લીમ્બોડી પણ મોડી પડી છે,

    શ્રાવણ કોળો, ને ભાદરવામાં વરસાદની હેલી સર્જી છે!

    ગલમાળો શાં માટે? ગુલમહોરની ૠતુ પણ મોડી પડી છે.

    વસંતની પાનખરે છેક ગ્રીષ્મમાં પર્ણોની પતઝડ સર્જી છે!

    ખરેખર ૠતુ બદલાઈ કે પછી માનવીને સ્વાર્થની પડી છે?

    અરે! આ પરીસ્થિતીએ તો મનુષ્યની બેહાલી સર્જી છે!

    પ્રક્રૃતીની કોઈને પડી નથી, સૌને પોતાના સ્વાર્થની પડી છે,

    આધુનીકતાની આંધળી દોટમાં,ભયંંકર બરબાદી સર્જી છે.

    ***

    ઓનલાઈન ઝાંપો

    અરે કેમ સુનો પડ્યો છે આ મારો ઓનલાઈન ઝાંપો,

    હજી તો રજાઓ છે ને છતા કેમ પડી ગયો છે સોંપો!

    રજાઓની મોસમ તો શાળા, કચેરીઓમાં આવે છે,

    મિત્રોની પંચાતમાં વળી આ રજાઓ કોણ લાવે છે?

    ઘર અને કચેરીનાં કામનું ભારણ ભલેને ઘણું રાખીએ,

    અમે તો બસ હર-હંમેશ મિત્રતાનો જ આનંદ ચાખીએ.

    ક્યાં ગયી અડધી રાત સુધી ગપ્પા મારતી મારી ટોળી?

    હજી તો ઘણી ખાલી છે અમારી અનુભવની ઝોળી.

    પ્રિય મિત્રો વિના કોણ કરશે મારા સાહિત્યની વાતો?

    તમારા વગર તો સાવ અધુરો છે આ 'વાલુડા'નો નાતો.

    ઉણપ ઘણી વર્તાય છે, સંગીત, સાહિત્ય અને ચિત્રની,

    અરે, પધારો બધા પાછા એવી આશ છે આ મિત્રની.

    ***

    બે પેઢીની મિત્રતા

    બાલ્યકાળથી આજ સુધી, કંઇક રૂપ જોયા છે.

    કેટલાય સંબંધ કેળવ્યા, ને કેટલાય વિસરાયા છે.

    સુવર્ણકાળના એ સમયમાં કંઇક હ્રદય મળ્યા ને,

    અજાણતા જ એ અસિમ લાગણીથી બંધાયા છે.

    ન આવો કોઇ અંસાર હતો કે આમ અમે મળીશું,

    નશીબની જ બલીહારી છે, કે આમ ભેગા રમીશું.

    અરે,સહ અભ્યાસી કોઇ, જીવનના સહવાશી થયા,

    તો વળી કોઇ સહવાશી, સાથે પરસ્પર ભળતા થયા.

    'વાલુડાઓ'ની મિત્રતા તો લાગણીથી બંધાઈ જ છે,

    ને ભાવિ પેઢી પણ ભાઈબંધીના ભાવથી જોડાઈ છે.

    અરે,આવા ખેલ કંઇ જીવનમાં એમજ નથી સર્જાતા,

    બે પેઢીની મિત્રતા પણ ઇશ્વરની ક્રૃપાથી જ સર્જાઈ છે.

    ***

    હોસ્ટેલ જીવન

    ઘરથી દૂર હોસ્ટેલ ભણી,આવ્યા નવા રહેઠાણ તણી.

    મળી નવા મિત્રોની ટોળી, હર્ષથી ભરી ઉરની ઝોળી.

    લાગણીની અહી મોટી હુંડી, સૌને મન એ કિંમતી મુડી.

    રહેતી ન કોઇ વાત અછાણી, સૌ મનાવે સાથે ઉજાણી.

    રાત્રે જામતી ગપ્પાબાજી, રહેતી ન કોઇ વાણી સાજી.

    સંધાણી સૌ દિલની દોરી, શોધતા મળે ન આવી જોડી.

    સમય સાથે વહાણ વહાવી, રોજ પામતા નવી કહાણી.

    સુખ દુઃખમાં સરખા સાથી, ઘર ભૂલી સૌ રહેતા રાજી.

    ***