બે તૂટેલા હૃદય - 4 Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે તૂટેલા હૃદય - 4

બે તૂટેલાં હૃદય

ભાગ – ૪

બે તૂટેલાં હૃદય ભાગ - ૩ ને પ્રકાશિત થયાં ને બે મહિના જેવા થઈ ગયા, ત્યારબાદ ઘણાં વાંચક મિત્રો નાં મારા પર મેસેજો આવ્યાં કે ભાગ - ૪ ક્યારે આવશે. હું મારી જોબ મા વ્યસ્ત હોવાને કારણે ભાગ - ૪ અપલોડ કરી શક્યો નહોતો એ માટે હું મારા પ્રિય વાચકો મિત્રોની માફી ચાહું છું. આ મારી પહેલી નૉવેલ હોવા છતા જેમ તમે મને બિરદાવ્યો અને આગળ લખવા અભીપ્રેરિત કર્યો એ માટે હું મારા વાંચક મિત્રો નો દિલ થિ આભાર માનું છું

- Nik Chauhan

***

તમે આગળ નાં ભાગ મા જોયું કે રિયા અને નિખિલ મુસાફરી દરમિયાન એક બીજાના સંપર્ક મા આવે છે, વાતવાતમાં નિખિલ પોતાની સ્ટોરી જણાવે છે જેમાં માન્યા મા નાં આવે એવી ઘટના નિખિલ વર્ણવે છે જેમાં રિયા ને પણ વિશ્વાસ થતો નથી. નિખિલ અંત મા સસ્પેન્સ નું અંતિમ પત્તું ખેલવાની તૈયારી કરે છે, હવે આગળ...

"કહો ને ? રિયા એ ફરી પૂછ્યું.

નિખિલ કઈ પણ કહે એ પહેલા નિખિલ નાં ફોન ની રિંગ વાગે છે. નિખિલ ખિસ્સા માંથી ફોન કાઢે ની જુવે છે તો રાહુલ ભાઈ નો નામ દેખાય છે, નિખિલ ફોન રિસીવ કરે છે..

"કેટલે પહોંચ્યો ? ક્યારનો હુ તારી રાહ જોવો છું, હજી કેટલી વાર ? રાહુલ ભાઈ એ ફોન રિસીવ કરતાં ની સાથે જ સવાલો નો વરસાદ કરી દીધો.

"બસ સિટી મા દાખલ થઈ ગઇ છે ૧૦ મિનિટ માં બસ ડેપો પર પહોંચી જઈશ." મે જવાબ આપ્યો.

"ઠીક છે તો હું તને બસ ડેપો પર લેવા આવીશ, મારે થોડી શોપિંગ પર કરવાની છે એટલે ત્યાંથી આપણે સિટી માં જઈશું ઓકે ?..રાહુલ ભાઈએ પૂછ્યું.

"ઓકે, એવું કરીએ,ઓકે તો જલ્દી મળીએ ડેપો પર બાય. મે કહ્યું.

ઓકે, બાય. રાહુલ ભાઈએ કહ્યું.

નિખિલે ફોન મુકી દીધો અને બસ માંથી બહાર નજર નાખી, બસ ડેપો આવવાની તૈયારી હતી.

"કોનો ફોન હતો ? રિયા એ પૂછ્યું.

"રાહુલ ભાઈ , મારા કઝીન બ્રો નો , એ મને બસ ડેપો પર પીક અપ કરવા આવે છે." નિખિલે જવાબ આપ્યો.

"તમારી સ્ટોરી નું છેલ્લું પ્રકરણ મારે હજી જાણવાનું બાકી છે, તો કહો ને મને અંત માં શું થયું ?" રિયા એ ફરી સવાલ કર્યો.

"સોરી, બસ સ્ટોપ આવવાની તૈયારી છે, તો બીજી વાર કહીશ હમણાં મારે જવાની ઉતાવળ છે, સોરી." મે કહ્યું.

"પણ હવે આપણે થોડા મળવાના છે ? તો બાકી ની સ્ટોરી જાણીશ કઈ રીતે ? " રિયાએ પૂછ્યું.

"નસીબ મા મળવાનું લખ્યું હસે તો ફરી મળીશું, અને 9624050361 આ મારો નંબર છે, થોડા દિવસ માટે હું બરોડા જ છું, ફ્રી હોવ ત્યારે કોલ કરજો મળીને વિસ્તૃત મા હું તમને જણાવીશ ઓકે ? હવે ખુશ ?" મે કહ્યું.

યા..."રિયા એ એનાં વાળની લત ને કાન પાછળ લેતા માથું હલાવતા કહ્યું.

બસ ડેપો આવી ચૂક્યું હતુ એટલે રિયા અને નિખિલ બસ માંથી ઉતરવાની તૈયારી કરી રહ્યાં હતાં. બસ ઊભી રહી, નિખિલે બહાર નજર નાખી તો રાહુલ ભાઈ બાઇક લઇને ઊભા હતાં. હું અને રિયા નીચે ઉતાર્યા.

"તમને મળીને આનંદ થયો, ફરી મળીશું, બાય.. મે કહ્યું.

હા ઝરૂર,બાય, સી યુ સુન.. રિયા એ કહ્યું.

મે થબ્સ અપ કરીને સ્માઈલ આપી એ પણ સ્માઈલ આપીને જતી રહી.

હું બેગ લઇને રાહુલ ભાઈ પાસે પહોંચ્યો.

"કોણ હતુ એ ? એમણે સીધો જ સવાલ કર્યો.

"એક હારેલ મુસાફિર." મે કહ્યું.

"તારી ગોળ ગોળ વાતો મને સમજમાં નથી આવતી, ચાલ બાઇક પર બેસ મારે શોપિંગ કરવાની હજી બાકી છે, બાકી વાતો ઘરે જઇને કરીશું.." એમણે કહ્યું.

"હા ચાલો, ભગાવો આપડી યુનિકોર્ન”. મે કહ્યું.

ત્યારબાદ હું ને રાહુલ ભાઈ સિટી મા ગયા, ત્યાં એમને કપડાંની અને ફૂટવેર ની શોપિંગ કરી. બાઇક પર અમે દુનિયા ભર ની વાતો કરી લીધી. શોપિંગ કર્યા બાદ હવે અમને બહુ જ ભૂખ લાગી હતી એટલે અમારી મન પસંદ જગ્યા એ નાસ્તો કરવાનું વિચાર્યું , રસા વાળા પૌંઆ ને સેવ ઉસન આ અમારાં ફેવરિટ હતાં. નાસ્તો કર્યા બાદ અમે ઘરે જવા રવાના થયાં, ત્યારબાદ અમે ઘરે પહોંચ્યા ઘરે ફોઈ અને ફૂવા હતાં, મે ફોઈ ને ફૂવા બન્ને નાં ચરણ સ્પર્શ કરી ને જય શ્રી કૃષ્ણ કર્યા. ત્યારબાદ અમે બન્ને શોપિંગ નો સામાન લઇ અમારાં પર્સનલ રૂમ મા જતા રહ્યાં.

રાહુલ ભાઈ ન્યૂ ઝીલેન્ડ થિ ૧૫ દિવસ ની રજા લઇ બરોડા આવ્યાં હતાં, ૩ દિવસ બાદ ફરી ન્યૂ ઝીલેન્ડ માટે રવાના થવાના હતાં માટે જરૂરી વસ્તુઓની શોપિંગ કરવાનું ચાલુ હતું. હવે ત્રીજા નંગ અક્ષય(તેજસ) ની રાહ જોવાઇ રહી જે મારી નાની ફોઈ નો છોકરો હતો.

"અક્ષય ને કોલ કરને એ પણ આવાનું કહેતો હતો પણ હજી આવ્યો નથી પૂછ એને કેટલે આવ્યો એ. “રાહુલ ભાઈ એ મને કહ્યું.

"હા કરું છું." મે કહ્યું.

મે અક્ષયને કોલ કર્યો.

કેટલે પહોંચ્યો ? મે અક્ષય ને પૂછ્યું.

"નીચે ઉતરીને જોય તો તને ખબર પડે ને, નીચેના રૂમમાં બેઠો છું." અક્ષયે કહ્યું.

"તો ઉપર આવ, જલ્દી." મે અક્ષયને કહ્યું.

અક્ષય તરત જ ઉપર આવ્યો, અમે ત્રણેય એકબીજાને ભેટ્યા, પછી ધમાલ ચાલુ કરી એકબીજા પર તકિયા મારો , ટપલીબાજી કરીને થાક્યા બાદ અમે બેડ પર આડા પડ્યાં, થોડી વાર શાંત બેઠા બાદ સિરિયસ ટોપિક પર વાત ચાલુ થઈ.

"જે થયું એ બધું ભૂલી જા, લાઈફ નવી રીતે સ્ટાર્ટ કર ભગવાન જે પણ કરે છે તેં સારું જ કરે છે એમ મન મા રાખી ને ન્યૂ લાઈફ સ્ટાર્ટ કર એવું સમજ કે એ તારા લાયક જ નહોતી. સમજ્યો હું શું કહેવા માંગુ છે ?" રાહુલ ભાઈએ કહ્યું.

"બધું ખબર પડે છે મને પણ, ભૂલવું મારા માટે અશક્ય છે આટલા વર્ષો નો પ્રેમ તરત જ થોડી ભુલાય પણ હુ બને એટલું ટ્રાય કરીશ ભુલવાનું." મે કહ્યું.

"એ કોઇના જોડે હેપી લાઈફ જીવે છે તો શું કામ એનાં માટે પોતાની જાત ને દુઃખ આપે છે, જે કાઈ પણ થયું એને ખરાબ સપનું સમજી ને ભૂલી જા, તારા પાસે એને ભુલ્યા સિવાય છૂટકો નથી ક્યાં સુધી આમ પોતાને દુઃખી કરીશ એટલે એને યાદ કરવાનું બંધ કર. મરવાના બહાના શોધવાનું છોડ અને જીવવાનું કોઈ નવું કારણ શોધ”. રાહુલ ભાઈએ કહ્યું.

"યુ આર રાઈટ, હું એમ જ કરીશ ઓક ". મે કહ્યું.

ત્રણેય વાતો કરી રહ્યાં હતાં એટલામાં નિખિલ નાં WhatsApp પર અજાણ્યા નંબર પર થી મેસેજ આવ્યો.

Hi..."

"વૂ આર યુ ? " મે રીપ્લાય કર્યો.

"કેમ એટલાં જલ્દી ભૂલી પણ ગયાં ?" સામેથી મેસેજ આવ્યો.

"સોરી, પણ ઓળખાણ નાં પડી. કોણ છો તમે ?" મે મેસેજ કર્યો.

"રિયા , યોર બસ પાર્ટનર.." સામેથી મેસેજ આવ્યો.

"ઓહહહ રિયા તુ ? " મે મેસેજ કર્યો.

"હા જ તો હું જ ને ચાલતું ફરતું બક બક કરવા વાળું FM, નંબર આપીને ભૂલી પણ ગયાં આવું કેવું યાર ?" એને મેસેજ કર્યો.

"તને તો ખબર છે મારી પરિસ્થિતિ કેવી છે હમણાં, કોઈ અજાણ્યા નંબર પર થી કોઈનો પણ મેસેજ કે ફોન આવે તો ડર લાગે છે મને હવે." મે મેસેજ કર્યો.

"કેમ ડર લાગે ? એવું તો શું છે જેમાં અજાણ્યા નંબર થિ બીક લાગે તને ?" એને મેસેજ કર્યો.

"એ તો તને મારી સ્ટોરી નું છેલ્લું ચૅપ્ટર કહીશ ને ત્યારે તુ આપોઆપ જાણી જઈશ કે કેમ દરૂ હું અજાણ્યા નંબર થિ." મે મેસેજ કર્યો.

"તો પછી ક્યારે મળીએ લાસ્ટ મિટીંગ માટે ?" એને મેસેજ કર્યો..

"જો તું ફ્રી હોય તો રાત્રે 10 વાગે આપણે રાત્રિ બઝાર પર મળીએ, જો તારા પાસે સમય હોય તો." મે મેસેજ કર્યો.

ઓકે, ફાઇનલ મળીએ રાત્રે 10 વાગે રાત્રિ બઝાર પર. ઓકે.. બાય," એને મેસેજ કર્યો.

"ઓકે, બાય.." મે મેસેજ કર્યો.

"કેમ ભાઈ તુ ચુપ થઈ ગયો ? ને આ કોના જોડે ચેટિંગ કરે છે ?" રાહુલ ભાઈએ પૂછ્યું.

"હારેલ મુસાફિર." મે કહ્યું.

"ઓહો, એક દિવસની મુલાકાત મા મેસેજો પણ આવવા લાગ્યાં જબરું કહેવાય," રાહુલ ભાઈએ કહ્યું.

"નાં એવું કઈ જ નથી, એને ખાલી મારી સ્ટોરીમા રસ છે મારા મા નઈ, એને ખાલી મારી સ્ટોરીનું અંતિમ ભાગ જાણવો છે બીજું કઈ ખાસ નથી," મે કહ્યું.

તો ? રાહુલ ભાઈએ પૂછ્યું.

"આજ રાતની મિટીંગ છે. રાત્રે 10 વાગે રાત્રિ બઝારે મળવા જવાનું છે," મે કહ્યું.

"એટલે આપણાં અડડે, જરુર જઈસુ એ બહાને કેટલા સમય પછી રાત્રિ બઝાર ફરવા મળશે." અક્ષયે કહ્યું.

"યશ, તો હમણાં આરામ કરો રાત્રે જઈસુ." મે બન્ને ને કહ્યું.

અમે બધાં એક જ બેડ પર મસ્તી કરતા કરતા સૂઈ ગયા.

રાત્રે 9:30 વાગ્યે અમે રાત્રિ બઝાર જવા નીકળ્યા, 9:50 વાગ્યા જેવા અમે રાત્રિ બઝાર પહોંચી ગયાં. રિયા ને આજુબાજુ શોધી પણ એ નાં દેખાઈ તો મે એને WhatsApp પર મેસેજ કર્યો "ક્યાં છે ?".

કોઈ જવાબ નાં આવ્યો. અમે ત્રણેય ત્યાં ઊભા હતાં એટલામાં પાછળ થિ મને કોઈએ બૂમ પાડી.

"નિખિલ".. મે પાછળ ફરીને જોયું તો એ રિયા હતી.

"કેટલી વાર યાર હુ ક્યારનો રાહ જોઉ છું તારી," મે કહ્યું.

"સોરી યાર, ટ્રાફિક મા અટવાઈ ગઈ હતી," રિયાએ કહ્યું.

મે રિયા નું મારા ભાઈઓ જોડે intro કરાવ્યું.

તમે બન્ને વાતો કરો હુ અને અક્ષય મારા ફ્રેન્ડ ને મળીને આવીએ છે.

મે માથું હલાવી હામી ભરી, બન્ને ત્યાંથી જતા રહ્યાં.

"જમીને આવી છે તું ?" મે પૂછ્યું.

“હા", એને જવાબ આપ્યો.

આઈસક્રીમ તો ખાશે ને પણ ? આઈસક્રીમ ની સાથે સાથે આપણી વાતો પણ થઈ જશે," મે કહ્યું.

ઓકે," એને કહ્યું.

હું અમારાં બન્ને માટે આઈસક્રીમ લઇને આવ્યો. અમે બન્ને એક ટેબલ પર બેઠા.

"તો ચાલુ કરીએ લાસ્ટ ચૅપ્ટર ?" રિયાએ કહ્યું.

"હા". મે કહ્યું.

શ્રધ્ધા નાં ભાઈ જોડે મારી વાત થયાં બાદ, ૨ દિવસ પછી પાછો એનાં ભાઈનો ફરી મારા પર કોલ આવ્યો હતો, મને તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એ મારી જોડે આવી રીતે વરતશે, એ પણ એની બહેન નાં જેમ રંગ બદલશે એ મે કદી વિચાર્યું હતું.

"એવું તો શું કીધું એને તને કોલ કરીને ?" રિયાએ પૂછ્યું.

(વધું આવતાં અંકે)

શ્રધ્ધા નાં ભાઈનો નિખિલ ઉપર કોલ આવવો, પણ એવું તું શું કીધું એને જેનાં લીધે નિખિલ આટલો તકલીફ માં જણાતો હતો ? શું હશે એ વાત ? શું વાત થઈ હતી એ બે વચ્ચે ? એ જાણવાં વાંચતા રહો " બે તૂટેલાં હૃદય".

કોન્ટેક્ટ:-

FB - Nikhil Chauhan

WhatsApp - 9624050361

Instagram - Mr. Writer

*આગળ ની જેમ "બે તૂટેલાં હૃદય" પર તમારાં અભિપ્રાય આપવાનું ચુકતા નઈ, કેમ કે તમારાં અભિપ્રાય મને વધારે સારું લખવા પ્રેરિત કરે છે. આભાર..