બે તૂટેલાં હૃદય
ભાગ – 1
પ્રસ્તાવના
એક લેખક તરીકે આં મારી પહેલી બુક છે તો કોઈ ભુલ થાય તો માફ કરજો.હું એક engineering સ્ટુડન્ટ છું. મને લખવાનો અને અલગ અલગ પ્રકારની બુક વાંચવાનો શોખ છે તો એનાં પરથી અભિપ્રેરીત થઈ ને તમારા સમક્ષ એજ કહાની લાવી રહ્યો છું.
***
મારા પાસે ભરૂચ છોડવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. એમ પણ કોઈ વ્યક્તિએ ત્યાં નાં રહેવું જોઇએ જયાં એનાં જોડે કડવી યાદો જોડાયેલી હોય જે એને અંદર અંદર મારતી હોય, એટલે ભરૂચ છોડવા સિવાય મારા પાસે બીજો કોઈ રસ્તો ન હતો. ભરૂચ છોડવાનું મુખ્ય કારણ હતું શ્રદ્ધા મારા દિલ ની ધડકન,મારી ઝીંદગી,મારો પ્રેમ...
4 વર્ષ નાં સંબંધ પછી જે કઈં પણ મારા જોડે બન્યું એ ભૂલવું મારા માટે અશક્ય હતું એટલે બધું ભૂલવા માટે થોડાં દિવસની જૉબ પર રજા લઇ ભાઈ ના ઘરે બરોડા જવા નીકળ્યો.
બસ ડેપો પર પહોંચી બરોડા જવા વાળી બસ માં ચઢી ગયો બસ માં ખાલી બેની સીટ જ ખાલી હતી જેનાં પર જઈ હું બેસી ગયો.થોડીવારમાં બસ ઊપડી પણ બસ ઉપાડતાની સાથે કોઈ દોડતું દોડતું આવીને દરવાજો ખાખળાવવાં લાગ્યું, 'ઊભાં રાખો' એવો અવાજ બહારથી આવી રહ્યો હતો. કંડક્ટર એ બેલ મારી બસ ઊભી રાખી. દરવાજો ખોલતા ની સાથે એક છોકરી ઉતાવળ માં બસ માં ચઢી ગઇ. દેખાવે સુંદર, ગોરો ચેહરો,કાળાં લાંબા વાળ,એકવારમાં કોઈને પણ ગમી જાઈ એવી હતી. ઉંમર આસરે 24-25 જેવી લાગતી હતી. ઉપર ચઢી બસ માં એને નજર મારી તો બસ ભરેલી હતી પણ મારી બાજુમાં એક જગા ખાલી હતી તો એ મારી બાજુ વાળી સીટ પર આવીને બેસી ગઈ.
થોડી વારમાં કંડક્ટર આવ્યો. ક્યાં જવા નાં ? કનડકટરએ મને પૂછ્યું.
'બરોડા' મે કહ્યું.
તમે ? કનડકટરએ બાજુમાં બેઠેલી છોકરીને પૂછ્યું.
'બરોડા' એણે જવાબ આપ્યો.
ટિકિટ લઇ પાકીટ માં મૂકીને હું headphone નાખીને ગીત શરૂ જ કરવાનો હતો કે એટલા માં તો એને પૂછ્યું.
તમે પણ બરોડા જ જાઓ છો એમ ?
'હા' મે કીધું..
'મને છે ને બોલ્યા વગર ફાવતું નથી તો સાથે કોઈ કંપની આપવા વાળું હોય તો સારું સમય વહેલો પસાર થાય' એને કીધું.
'હમમમ' મે હકારો પૂર્યો..
'મને શાંત રહેવું વધારે પસંદ છે બોલવા નું મને વધારે ફાવતું નથી' મે કહ્યું.
'ઓકે તો વધારે નાં બોલતાં હું બોલું તમે સાંભળજો સારી વાત લાગે તો ખાલી હકારો પુરી આપ જો ઓકે ? એને કહ્યું.
'ઓકે' મે કહ્યું..
તમારું નામ ? એણે પૂછ્યું.
"નિખિલ" મે કહ્યું.
"મસ્ત નામ છે તમારું, બાય ધ વે મારું નામ છે રિયા" એમ કહેતા ની સાથે એને મારાં સામે એનો હાથ લંબાવ્યો.
મે હાથ મિલાવ્યો અને કહ્યું "તમને મળીને આનંદ થયો" મે ખાલી દેખાડો કરતાં કહ્યું કેમ કે મારાં મન મા તો એ ચાલી રહ્યું હતું કે હું ક્યાં આની જોડે ફસાઈ ગયો.
"મને પણ ઘણો આનંદ થયો" એને કહ્યું.
તમે કરો છો શું સ્ટડી કે પછી જોબ ? એને પૂછ્યું.
"હું environment engineer છું. હું સ્વિટઝર્લેન્ડ ની ખાનગી કંપની માં નોકરી કરું છું" મે કહ્યું.
'ઘણું સરસ' એને કહ્યું.
તમે ? મે પૂછ્યું.
'હું એક ખાનગી હોસ્પિટલ માં નર્સ છું' એને જવાબ આપ્યો.
'ડોકટરી ખાતા વાળા લોકો બહુ ઓછું બોલતાં હોય છે પણ તમે તો, મે વાત અડધે અટકાવતાં કહ્યું.
'હા તમારી વાત સાચી છે પણ હું અલગ છું મને તો બહુ બોલવા જોઇએ' એને જવાબ આપ્યો.
ફેમિલી માં કોણ કોણ છે તમારાં ? એને પૂછ્યું.
"પપ્પા, મમ્મી અને એક નાની બહેન" મે જવાબ આપ્યો.
તમારા ? મેં પૂછ્યું.
"પપ્પા, મમ્મી અને હું એમની એક ની એક રાજકુમારી" એને જવાબ આપ્યો.
'બરાબર' મે કહ્યું.
કોલેજ કરી છે તો તો ગર્લફ્રેન્ડ પણ હશે તમારી ?એને પૂછ્યું.
એનાં આમ પૂછતાં ની સાથે મારા ચહેરાનો રંગ બદલાઈ ગયો. એ સમજી ગઇ કે એનાથી કોઈ નાં પૂછવા જેવો સવાલ પુછાય ગયો છે.
મે ઘણું વિચાર્યા બાદ સ્વસ્થ થઈ જવાબ આપ્યો .
"હાં પણ નહીં અને નાં પણ નહીં" મે કહ્યું.
એટલે ? એણે પૂછ્યું.
"મારા માટે એ બધું જ હતી પણ એનાં માટે હું કઇ પણ નહીં" મે જવાબ આપ્યો.
એનું નામ ? એણે પૂછ્યું.
'હવે હું એનું નામ પણ નથી લેવાં માગતો કારણ કે હવે એ બીજાની અમાનત છે' મે જવાબ આપ્યો.
'તમારા વિચાર બીજાં કરતાં બહુ અલગ છે. તમને સમજવા બહુ મુશ્કેલ છે' એને કહ્યું.
'બધાના અલગ અલગ વિચાર' મે કહ્યું.
'સાચી વાત' એણે કહ્યું.
તમે પ્રેમ કર્યો છે કોઈને ? મેં સીધો સવાલ કર્યો.
'કર્યો પણ છે અને એમાં નિષ્ફળતા પણ મેળવી છે' એને જવાબ આપ્યો.
'હું સમજી ગયો' મે કહ્યું.
શું સમજ્યા તમે ? એને પૂછ્યું.
'એ જ કે હું જે રસ્તા પર થિ હાલ મા ગુજર્યો છું તેં રસ્તા પર થિ તમે બહુ પહેલાં ગુજરી ચૂક્યા છો' મે જવાબ આપ્યો.
થોડા આગળ જતા બસ એક હોટેલ પર ઊભી રહી. ડ્રાઈવર કન્દેકટર એને બધાં મુસાફરો ચા નાસ્તો કરવા નીચે ઉતાર્યા.
તમારે કઇ ખાવું નથી ? મે એને પૂછ્યું.
'ભૂખ તો બહુ જ લાગી છે ચાલો ને આપણે પણ કઈ ખાઈ લઇએ' એને જવાબ આપ્યો.
'ચાલો તો' મે કહ્યું.
અમે બંન્ને નીચે ઉતર્યા અને ખાવા લાયક વસ્તું જોવા લાગ્યાં.
શું ખાવું છે ? મે પૂછ્યું.
'ઠંડા પીણાં ની બોટલ લઇ લઇએ અને એનાં જોડે ખાવા વેફર લઇ લઇએ' એણે કહ્યું.
મેં કોલ્ડ ડ્રિન્ક અને વેફર લઇ લીધી. મોબાઇલ મા થોડી શેલ્ફી લઇ હું બસ મા ચઢી ગયો. રિયા થોડી વાર પછી મારી બાજુમાં આવીને બેસી ગઈ.
તમે ક્યાં જતા રહ્યાં હતાં ? મે પૂછ્યું.
'હું ચોકલેટ લેવા ગઇ હતી' એણે જવાબ આપ્યો.
'ઓકે' મે કહ્યું.
એણે કૉડ્રીંક મારાં હાથમાં આપતાં કહ્યું 'તો કરો કંકુ ના'.
'નાં કૉડ્રીંક પીવાની મને ડૉક્ટર એ નાં પાડી છે. મને ઍલર્જી છે એનાથી' મે કહ્યું.
'ઓકે તો વેફર તો ખવાય ને કે એ પણ ડૉક્ટર એ ના પાડી છે' એને કહ્યું.
'નાં' મે કહ્યું..
અમે બન્ને મંદ મંદ હસવા લાગ્યા.
અમે બન્ને એ નાસ્તો કર્યો. ત્યારબાદ એને ચોકલેટ કાઢી.
'કુછ મીઠાં હો જાયે' એણે કહ્યું.
કોઈ ખાસ કારણ ? મે પૂછ્યું.
'તમારા જેવાં દોસ્ત મળવા સૌભાગ્ય ની વાત છે એટલે દોસ્તી ની શરૂઆત કરતાં પહેલા મોં મીઠું કરી લઇએ' એણે જવાબ આપ્યો.
'તો કરો કંકુ ના' મે હસતા હસતા કહ્યું.
મારે થોડો આરામ કરવો હતો પણ એની બકબક મને ઊંઘ વા નહોતી દેતી.
આખરે એણે એ પૂછી જ નાખ્યું જે હું ચાહતો હતો કે એ નાં પૂછે.
તમારી લવસ્ટોરી વિશે અને તમારા બ્રેક અપ વિશે એટલે કે કેવી રીતે થયું બધું એ કહેશો મને ? એને પૂછ્યું.
'એમાં પ્રેમ જેવું કઈ હતું જ નહોતું મારા માટે એ બધું જ હતી પણ એનાં માટે હું ટાઈમપાસ સિવાય કશું નહોતો એ બધું મને અંત માં ખબર પડી બાકી હું એ વ્યક્તિ ને મારા જીવન મા દાખલ જ ના થવા દેત' મે કહ્યું.
( વધુ આવતાં અંકે )
કહાણી તમને સારી કે ખરાબ એ મારા WhatsApp નંબર કે email પર તમે તમારાં મંતવ્યો આપી શકો છો.
Contact :-
WhatsApp - 9624050361
Email – chauhannikhil58@gmail.com