અન્ય એક રવિવારે અમે બંને પલંગમાં નગ્ન અવસ્થામાં સૂતા હતાં. અમારાં બંનેના અંગ ઉપર માત્ર એક ચાદરનો આશરો હતો. મેં રિયાના માથાના વાળ માં હાથ ફેરવતા કર્યું.
' આજે તારો ચેહરો કેમ ઉતરેલો ઉતરેલો લાગે છે. આજે રોમાન્સ કરવામાં પણ મઝા નય આવી.' મેં કહ્યું.
' જવા દે, એ વાત છેડી મારે મારું મગજ નથી ખરાબ કરવું.' એણે કહ્યું.
' વાત શું છે ? મને તો કહે. કહેવાથી તારા મનનો બોજ હળવો થઈ જશે.' મેં કહ્યું.
' રાહુલ કાલે મને મળવાં માટે મારી ઓફિસ આવ્યો હતો.' રિયાએ કહ્યું.
" શા માટે ?' મેં પૂછ્યું.
' ભૂતકાળની એની ભૂલો ની માફી માંગવા માટે અને ભૂતકાળની ભૂલો સુધારવા માટે.' એણે કહ્યું.
' ભૂલ સુધારવા માટે..! હું કઈ સમજ્યો નહિ.' મેં કહ્યું.
' રાહુલ મારી પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો હતો.' એણે કહ્યું.
' પણ તે કહ્યું હતું કે એના પરિવાર વાળા રાજી નથી, તો પછી હવે ?' મેં પૂછ્યું.
' એના પિતાજી અમારા લગ્નનાં વિરુદ્ધ હતા. પણ હવે એના પિતાજી આ દુનિયામાં રહ્યા નથી, માટે હવે રાહુલ ને રોકી રોકી શકે એવું કોઈ નથી.' રિયાએ કહ્યું.
' તે શું કહ્યું ?' મેં પૂછ્યું.
' મેં એનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. મેં એને પીછો છોડવવા માટે કહી દીધું કે મારે નિખિલ નામનો બોયફ્રેન્ડ છે, જેની સાથે હું લગ્ન કરવાની છું.' રિયાએ કહ્યું.
' ના પાડવા માટે જૂઠું બોલવાની શું જરૂર હતી. સીધે સીધું ના કહી દેવું જોઈતું હતું તારે. આમ મારું નામ લઈ જૂઠું બોલવું યોગ્ય નથી.' મેં કહ્યું.
' હું જૂઠું નથી બોલી રહી. હું ખરેખર તારા તરફ આકર્ષાઈ છું. હું તને પ્રેમ કરું છું અને બાકીનું જીવન તારી સાથે વિતાવવા માંગુ છે. શું તું મારો જીવનસાથી બનીશ ?' રિયાએ મને પૂછ્યું.
' મને તારા પ્રત્યે પ્રેમ જ નથી તો પછી જીવન ભરના સાથી બનવાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો.' મેં હસતાં હસતાં કહ્યું.
' તો પછી આ બધું શું છે ? આપણાં વચ્ચે જે કંઈ પણ થયું એ પ્રેમ નથી ? શું તું એમને પ્રેમ.નથી કરતો ?' રિયાએ રડમસ અવાજે પૂછ્યું.
' ના, હું તને પ્રેમ બ્રેમ નથી કરતો. તને મેં એક જૂઠી વાર્તા શું સંભળાવી તું તો ઈમોશનલ થઈ ગઈ. તમારી છોકરીઓનો આજ પ્રોબ્લેમ હોય છે. કોઈ તમને ઇમોસનલી બ્લેકમેઇલ કરે છે અને તમે થઈ જઈ છો. અમે તો તારી સાથે બસ શારીરિક સબંધ બનાવવા હતા, મારે તારી જોડે સૂવું હતું.એનાથી વધારે વિશેષ કઈ છે નહિ. એટલે પ્રેમ બ્રેમ્ વિચારતી હોય તો ભૂલી જા.' મારા એટલું કહેતાં ની સાથે રીયા એ ઉપરા છાપરી ત્રણ - ચાર તમાચા મારા ગાલ પર ચોડી દીધા.
' હું તને સારો વ્યક્તિ સમજતી હતી. તું પણ અન્ય પુરુષો ની જેમ લુખ્ખો, સાલો, કુત્તો, કમીનો નીકળ્યો. નીકળી જા મારા ઘરમાંથી અને આજ પછી મને તારું મોઢું ન બતાવતો. મને ફરી મળવાની કોશિશ કરી છે તો તને જેલના સળિયા ગણાવી દઈશ, વાહિયાત માણસ.' એણે કહ્યું અને મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો.
હું હસતો હસતો ઘરની બહાર નીકળી ગયો અને રસ્તો પકડી ચાલવા લાગ્યો . મેં પાછળ ફરીને જોયું નહિ પણ દરવાજાનો જોર થી બંધ થવાનો અવાજ મને સંભળાયો. જેના ઉપરથી રિયાના હૃદયમાં લાગેલી આગના રોદ્ર રૂપ નો અંદાજો આવી રહ્યો હતો.
એના એકાદ મહિના બાદ, સોશિયલ મીડિયા દ્વારા મને મળેલી જાણકારી મુજબ રિયાએ રાહુલ સાથે લગ્ન કરી લીધા હતા. બંન્ને વડોદરા શિફ્ટ થઈ ગયા હતા અને એક જ હોસ્પિટલ માં સાથે જ નોકરી કરી રહ્યા હતાં.
' ખરેખર, હું ખરાબ વ્યક્તિ છું ?' મેં મિત્રા પબ્લિકેશનના ચીફ એડિટર વિશ્વાસ ને મારી વાર્તા ના વચ્ચે પૂછ્યું.
' ઓફ કોર્સ, તમે એક ખરાબ કેરેક્ટર વડા વ્યક્તિ છો. તમે એક છોકરી સાથે રમત રમી. તમને તો એની સજા મળવી જોઈએ, મિસ્ટર નિખિલ.' વિશ્વાસે કહ્યું.
' તમે પણ અન્યની જેમ વાર્તાનો અંત જાણ્યા વિના જ મને કસૂરવાર ઠેરવી દીધો. જીવનમાં કોઈ પણ વાર સચ્ચાઈ જાણ્યા અને સમજ્યાં વિના કોઈપણ નિર્ણયે ન પહોચવું જોઈએ. રિયાએ પણ એમ જ કર્યું હતું.' મેં કહ્યું.
' તો પછી સચ્ચાઈ શું છે ? વાર્તા નો અંત શું કેવો છે ?' વિશ્વાસે પૂછ્યું.
' એ હું તમને બીજી વાર કહીશ. હમણાં મારે અન્ય અગત્યનાં કામ માટે બહાર છે. તમે જ્યારે પણ ફ્રી હોવ ત્યારે મને કોલ કરજો. હું મારી વાર્તાના અંતિમ શબ્દો અને એમ સમજો તો મારી દલીલ આપવા આવી જઈશ.' મેં કહ્યું.
' હું તમારી રાહ જોઈશ.' વિશ્વાસે કહ્યું.
હું એની સાથે હાથ મિલાવી ઘરે આવી ગયો. મારે કોઈ પણ અગત્યનું કામ ન હતું, પણ માટે એને વાર્તા સંભળાવવાની કોઈ ઈચ્છા ન હતી માટે મેં બહાનું કાઢ્યું હતું.
મેં ફ્રીઝ માંથી દારૂની બોટલ કાઢી. એક કાચ નો ગ્લાસ લીધો.એમાં બરફ ના ત્રણ ટુકડા નાખ્યા, એમાં ચોથા ભાગનું દારૂ નામનું પ્રવાહી ભર્યું. જેને પીવાથી કહેવાય છે કે બધા દુઃખ, દર્દ દૂર થઈ જાય છે, પણ મારી સાથે કોઈ દિવસ એવું બન્યું ન હતું. બસ આ તો મારો હવે શોખ બની ગયો હતો.
પ્રવાહીના બે - ત્રણ ઘૂંટડા મળ્યા બાદ હું મારા કપડા ભરેલા પાસે ગયો અને એમાંથી મૃગજળ નામની ચોપડી કાઢી અને એને લઈ હું મારા આસન પર ગોઠવાઈ ગયો.
મેં ચોપડી માંથી એક ફોટો કાઢ્યો અને એણે મારા ચેહરા સામે રાખી પૂછ્યું. ' શું હું ખરેખર ખરાબ માણસ છું શ્રદ્ધા ? શું તું પણ મને અન્યો ની જેમ ખરાબ, વાહિયાત માણસ સમજે છે ? એટલું કહેતાં સાથે મારી આંખ માંથી આસું સરી પડ્યાં.
હું વધારે રડવા માંગતો ન હતો. માટે ફોટો ફરી ચોપડી માં મૂકી દીધી અને એ ચોપડી ફરી કબાટ માં દફનાવી દીધી.ત્યારબાદ બીજા બે પેગ માર્યા બાદ હું જમ્યા વગર સૂઈ ગયો.
ત્રણ દિવસ બાદ ફરી એડિટર નો ફોન આવ્યો ને સાંજે ૬ વાગ્યે મળવાનો સમય નક્કી કરવામાં આવ્યો.