ન કહેવાયેલી વાત
ભાગ - 6
(આ એક એવી પ્રેમકહાની છે, જે બે ધારી તલવારની જેમ બે પેઢીને, બે (ભૂત અને વર્તમાન) કાળને, બે અલગ દેશોની વિભિન્ન સંસ્કૃતિને સ્પર્શ કરીને સમગ્ર કુટુંબને લોહીની ટશરોથી રંગે છે. પ્રેમથી બંધાયેલા એ કુટુંબમાં 'પર્ફેફ્ટ પત્ની અને મોમ ' નો રોલ અદા કરતી નેહા (હું) ના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઊઠ્યું છે. ન કહેવાયેલી વાત ' નવલિકાની શરૂઆત ' દર્દ ન જાને કોઈ ' ભા. 1થી થઈ છે. ડાયરીના પાનામાં મારી(નેહાની ) કિશોરાવસ્થાનો કરુણ પ્રેમપ્રસંગ સૂકાયેલા લોહીના ડાધના સ્વરૂપે હતો પણ મારા હદયના પેટાળમાં ભારેલા અગ્નિરૂપે હતો. જે મારા સોળવર્ષના દીકરાના જીવનમાં પુનરાવર્તન પામતા જાણે આગ બની અમારા કુટુંબને દઝાડી રહ્યો હતો. ત્યારે જ્ઞાતિભેદ હવે રંગદ્વેષ. ' મારા દીકરાને એની શ્યામ ગર્લફ્રેન્ડને કારણે પીટાઈ થઈ, હું એને પડખે રહીશ, કોણે કર્યું ? કેમ કર્યું? તે જાણીને બે કુમળાં દિલની લાગણીનું જતન કરીશ. ' ' ન કહેવાયેલી વાત ભા. 2 માં મેં મારા પ્રેમાળ પતિ નીલના હદયને છિન્ન કરી નાંખે, ક્રોધ ઊપજાવે, અહમને ઠેસ પહોંચાડે તેવી મારા અન્ય સાથેના કિશોરાવસ્થાના પ્રેમની કબૂલાત કરી. હું મારું સુખી કુટુંબજીવન ખેદાનમેદાન થઈ જવાની દહેશતથી પારાવાર વ્યગ્રતામાં છું. 'ન કહેવાયેલી વાત 'ભા. 3માં નીલ પત્ર વાંચી ધરતીકંપથી કડડભૂસ તૂટી પડતા ઘર જેવો વેરવિખેર થઈ ગયો. ભા. 4માં નીલનો ગુસ્સો કાબૂ બહાર જ્વાળામુખી જેવો ફાટી નીકળ્યો ભા. 5માં નીલ પોતાની કારમાં દીકરા સાથે ક્યાંક બહાર જતૉ રહ્યો. ક્યાં ગયો? નિનાદનું શું થયું? વાંચો 'ન કહેવાયેલી વાત ભા. 6 રીવ્યુસ આપજો. આભાર. )
ભાગ - 6
નીલ : નેહા ક્યાં ગઈ? ક્યાં ગઈ? ' બૂમો પાડતો પોતાના જ ક્રોધાગ્નિમાં દાઝેલો તે ભાનસાન ગુમાવી દાદરા આગળ આવીને પડ્યો.
તેની આંખો ચકળવકળ પોતાના ઘરને, દીકરાને જુએ છે પણ પહેચાન કોઈક અણજાણ આંગળીએ ડીલીટ કરી દીધી હતી.
તેનામાં કોઈ બીજો પુરુષ પ્રવેશી ગયો હોય તેમ તેવું તેને લાગ્યું. એક પ્રેમાળ પતિ અને સંતાનો માટે પ્રાણ પાથરતો પિતા નીલ તો હજી બારીના પડદા ખોલી સવારને જોતો હતો. આ અચાનક એનામાંથી વણકલ્પ્યો ગુસ્સો કેમ ઊભરી આવ્યો? એના મનના ખૂણે વર્ષોથી કોઈ પસંગ અંગારા જેવો જલતો હતો જે આજે ભડકી ઊઠ્યો ! નેહાના પત્રમાં તેણે તેમના દીકરા નિનાદને સપોર્ટ આપવાની, તેના જીવનને હસતું રાખવાની વાત કરી હતી. તેની પત્નીએ પોતાના દિલની વાત કરી, પશ્ચાતાપ વ્યક્ત કર્યો હતો. પતિના પ્રેમમાં વિશ્વાસ મૂક્યો હતો, એના પિતાજી કહેતા સંબધમાં પરસ્પર વિશ્વાસ પહેલો જે નેહાના દિલમાં છે. તો હું એને કેમ ન સમજુ ?
તે સ્વસ્થ થઈ રહ્યો. તેણે પાતળી કેડ પર સફેદ ટુવાલ વીંટાળી દોડતો યુવાન જોયો, તે તેના હોઠે પાણીની બોટલ ધરી પીવા માટે આજીજી કરે છે, એના બીજા હાથથી એની તપેલી છાતી પર હાથ ફેરવે છે. પાપાને અસહાય પડેલા જોઈ દીકરો બાપનો રોલ ભજવતો હતો. નિનાદે મમ્મીને 'કમ સુન 'નો મેસેજ મૂક્યો હતો.
પાપાએ નિનાદનો હાથ સાહી લીધો.
'આઈ એમ ઓ કે સન ' નીલે દીકરાની ગઈ કાલ રાતના ઉજાગરાથી લાલ થયેલી આંખોમાં ઝાંકી કહ્યું. નિનાદ માટે પાપાનું પડવું, બોલવું, એની સામે એકીટશે જોઈ રહેવું કોયડારૂપ બની ગયું.
ગઈ કાલ રાતની પીડાને તે મનના ખૂણે સંતાડી દેવા મથ્યો . એ નાનો હતો ત્યારે એને ભેટમાં મળેલો લાલ રંગનો ઠીંગણો રોબોટ એને ખૂબ ગમતો પણ નાની બહેન જીદ કરી લઈ લેતી તેથી તેણે ક્લોઝેટના ઉપરના ખાનામાં સંતાડી દીધેલો. ઘરમાં બધાં ઉંધી જાય ત્યારે રોબોટને ચાવી આપી ચાલુ -બંધ કરી રમીને પાછો છુપાવી દેતો. પણ
મનની પીડાને ચાલુ-બંધ કરવાનું હજુ શીખ્યો નહોતો.
નીલ દીકરાના હિમથી મુરઝાયેલા ફૂલ જેવા ચહેરાને જોઈ નેહાના પત્રને યાદ કરી રહ્યો. 'હું એને પડખે રહીશ, એની લાગણીનું જતન કરીશ ' શબ્દો પડઘાતા હતા.
'અરે, પિતા તરીકે મારી ખાસ જરૂર છે ત્યારે હું તૂટી પડું તે કેમ ચાલે? અમારા પતિ-પત્ની વચ્ચેના સંબધની તાણને કારણે દીકરા પ્રત્યેની ફરજ નહીં ચૂકું.
***
નીલ દીકરાનો હાથ પકડી એનો ટેકો લેતો હોય તેમ ચાલતો હતો. તેઓ તેના અસ્તવ્યસ્ત હાલતમાં દેખાતા બેડરૂમમાં ગયા. નિનાદને એમ કે પાપા બેડમાં આરામ કરશે. પાપાએ બાથરૂમ તરફ લઈ જવા કહ્યું. યુવાનીને ઉંબરે ઊભેલા પુત્રના મનની વાત જાણવા માટે જ તે તેની સમીપ હાથ ઝાલી ચાલતો હતો. તેની નિકટતા સ્પર્શ, હાવભાવ જાણે મૂગી ભાષા હતી, નિનાદની ઉધાડી છાતીના ધબકારા તેના કાનમાં ખૂબ ધીમેથી કહેતા હતા : 'ડેડી આપણે ઇન્ડિયન છીએ તેથી મને પીટાઈ થઈ ? આપણે લડવું પડશે, '
નીલને થયું :'મારો દીકુ મારા ખભા પર માથું મૂકી ભરાઈ રહેલા ડૂમાને હળવો કરે તો સારું ' પણ તેમ થયું નહીં. યુવાનીનો ઉંબરો પિતા-પુત્રની વચ્ચે નડી ગયો.
બાથરૂમમાં સિન્ક પાસે ઊભેલાં પિતાપુત્ર પરસ્પરના પ્રતિબીંબને આશ્ચર્યથી જોઈ રહ્યા ! બન્નેની ઊંચાઈ લગભગ છ ફૂટ, ચહેરે મહોરે મળતાપણું પણ પિતાના આગળથી આછા થતા વાળ અને પેટ પરનો ભરાવો ઉંમરની ચાડી ખાતા હતા.
'બડી, તારો ડેડી બુઢો થયો જો. ' નીલે હસીને કહ્યું.
'હજી તો તમે કુસ્તીમાં મને હરાવો તેવા છો ' નિનાદને પિતાની તાકાતની ખબર હતી.
' ઓ કે, ચાલ તૈયાર થઈ જા, જોઈએ સ્કૂલમાં કુસ્તીમાં જીતીએ છીએ કે નહીં ?' નીલે બાજી પોતાના હાથમાં લીધી. આવનાર પરિસ્થિતિ સામે તે પોતાના દીકરાને રક્ષણ આપવા કટિબદ્ધ થયો.
નિનાદ ચોંકી ગયો : 'ડેડીને કાલની વાતની જાણ છે !' એ થોડીવાર પહેલાં જોયેલી પિતાની હાલતને સમજી શક્યો નહીં.
તેણે કહ્યું : 'મેં મમ્મીને ઘરે આવવા મેસેજ મૂક્યો છે, તે ચિંતા કરશે'
'ડોન્ટ વરી એને જણાવી દઈશું '
સૌથી પહેલાં નીલને દીકરાની સુરક્ષા માટે પગલાં લેવાની જરૂર હતી. શિકાગોમાં છાશવારે શુટીંગ થયા કરે તેમાં નિર્દોષ તેનું કુટુંબ સંડોવાઈ જાય તો રહેવું મુશ્કેલ થઈ જાય. હાલ સાવચેતીથી અને હોશિયારીથી પગલાં લેવાં જોઈએ એમ તેને લાગ્યું.
નીલ તૈયાર થતો હતો . એની નજર નેહાના મસળી નાખેલા કાગળ પર પડી. દબાયેલો ગુસ્સો ઉછળી આવ્યો. કાગળ મરેલો સાપ પડ્યો હો ય તેમ ઉઠાવીને બારી બહાર
ફેંકવા ગયો પણ હાથ જાણે સળગી ગયો. બારીનો પડદો ખેંચાઈને નમી ગયો. હવે તે આ રૂમમાંથી, ઘરમાંથી દૂર દૂર જતા રહેવા દોડ્યો. કેમ જાણે તેની પત્નીના શ્વાસોશ્વાસ તેની પાછળ શિકારી કૂતરાની જેમ દોડતા ન હોય ! નિનાદ ચોંકી ગયો : 'ડેડીને કાલની વાતની જાણ છે !' એ થોડીવાર પહેલાં જોયેલી પિતાની હાલતને સમજી શક્યો નહીં.
તેણે કહ્યું : 'મેં મમ્મીને ઘરે આવવા મેસેજ મૂક્યો છે, તે ચિંતા કરશે'
'ડોન્ટ વરી એને જણાવી દઈશું '
સૌથી પહેલાં નીલને દીકરાની સુરક્ષા માટે પગલાં લેવાની જરૂર હતી. શિકાગોમાં છાશવારે શુટીંગ થયા કરે તેમાં નિર્દોષ તેનું કુટુંબ સંડોવાઈ જાય તો રહેવું મુશ્કેલ થઈ જાય. હાલ સાવચેતીથી અને હોશિયારીથી પગલાં લેવાં જોઈએ એમ તેને લાગ્યું.
નીલ તૈયાર થતો હતો . એની નજર નેહાના મસળી નાખેલા કાગળ પર પડી. દબાયેલો ગુસ્સો ઉછળી આવ્યો. કાગળ મરેલો સાપ પડ્યો હો ય તેમ ઉઠાવીને બારી બહાર ફેંકવા ગયો પણ હાથ જાણે સળગી ગયો. બારીનો પડદો ખેંચાઈને નમી ગયો. હવે તે આ રૂમમાંથી, ઘરમાંથી દૂર દૂર જતા રહેવા દોડ્યો. કેમ જાણે તેની પત્નીના શ્વાસોશ્વાસ તેની પાછળ શિકારી કૂતરાની જેમ દોડતા ન હોય !
નીલમા બે પુરુષો પરસ્પર સામસામે પિસ્તોલ તાકી યુદ્ધ કરતા હતા. તેમાંનો એક હિંસક પુરુષ દગાખોર પત્ની પર ગુસ્સાથી ગોળી છોડવા પર હતો, સામે પ્રેમાળ પિતા અને પત્નીને પ્રેમ કરતો પુરુષ હિંસક નીલને મારવામાં રેડી હતો. એનામાંનો ઝનૂની આવેગ જાણે બધું ખેદાન મેદાન કરવા ફૂંફાડા મારતો હતો. ભૂતકાળમાં કિશોર હતો ત્યારે લાચારીથી તેને પોતાની માની આવી 'ડબલ પરશનાલિટી'ને અનેક વાર જોવી પડી હતી. શું એના જીન્સમાં હશે! નીલે પોતાનામાં આવેલી નબળાઈને સમૂળગી ખખેરી. વર્તમાનમાં તેના કુટુંબ પ્રત્યેના કર્તવ્ય માટે તે સભાન થયો.
એક પણ પળના વિલંબ વિના તે ખિસ્સામાં વોલેટ મૂકી દીકરાને કહે: 'હરિ અપ '
નીલે ગરાજ ડોર ખોલ્યું એટલે નિનાદ દોડતો બહાર આવ્યો :' ડેડી, વેટ ફોર મી '
પાપા તેમના ડરાઇવીગ માટે ગરુર રાખતા, તેમને ભાગ્યે જ ટ્રાફિક ટિકિટ મળી હશે! નિનાદને યાદ નથી કે પાપાની કારને અકસ્માત થયો હોય. પણ આજે 35ની સ્પીડ લિમિટમાં પચાસ સુધી જતા હતા. નિનાદ ડરનો માર્યો પોલીસની સાઇરન માટે ધૂજતો હતો.
' ડેડી, મારે પહેલો પિરિયડ નથી, યુ કેન ગો સ્લો '
'આઈ એમ સોરી ' નીલે કારને ધીરી ચલાવી.
પાપાની કાર સ્કૂલના રોડને છોડી બીજી તરફ ગઈ એટલે નિનાદ બોલી ઊઠ્યો :
'ડેડી, તમે ક્યાં જાવ છો ?'….
તરૂલતા મહેતા
( પ્રતિભાવ આપી વાર્તા લખવાનું પ્રોત્સાહન આપતા રહેશો. આ વાર્તામાં નવા વળાંકો અને ઘટનાઓ વાંચતા રહેશો )