The Infinite Unconditional Love (part -2) Archi Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Infinite Unconditional Love (part -2)

THE INFINITE & UNCONDITIONAL LOVE


(PART-2)


*આર્ચી મોદી*












The Infinite & Unconditional Love (Part-1) માં આપણે જોયું કે આ 2 જુદી જુદી પર્સ્નાલિટી ધરાવતી વ્યક્તિ રાધા અને સપનની છે. રાધા, સિમ્પલ છોકરી જે ફક્ત પહેલા પોતાના અને પેરેંટ્સ ના ડ્રીમ્સ પૂરા કરવા એ એનું ધ્યેય હોય છે. પણ સપન ને જોતાં એ તેના તરફ આકર્ષિત થઈ ગઈ હોય છે. એ હમણાં કોઈ જ લવ શવ ના ચક્કર માં પડવા માંગતી નથી અને એ સપનને ઇગ્નોર કરવાની ફુલ ટ્રાય કરે છે અને સપન ઇગ્નોર મિશન શરૂ કર દે છે.  હવે આગળ....












Now The Real Journey Begins…

કોલેજમાં એક ત્રાસ હોય તો એ છે અસાઇમેંટ નો... હું પણ મારા અસાયમેંટ રેડી કરી રહી હતી, ત્યારે WHAT’s up ના ગ્રુપમાં સૌ કોઈ ગેમ રમી રહ્યા હતા અને મારા પર dare આવે છે. Dare માં એ હતું કે મારે મારી recent activity નો pic. સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો હતો. મારી અસાયમેંટ વાળી એક્ટિવિટી ઓલ ઓવર સોશિયલ મીડિયા પર અપલોડ થઈ જાય છે અને હું ફરી મારું અસાયમેંટ જલ્દી પૂરું કરી શકું એ કામ માં લાગી જાવ છું. થોડા સમય બાદ મારા ફોન માં મેસેજ Pop Up થાય છે. નોટિફિકેશન બાર પર પાયલ મોદી જે મારી કોલેજ ફ્રેન્ડ છે નો મેસેજ હોય છે  “ભણો ... ભણો...” અને મારુ ધ્યાન એક તરફ બૂકમાં પણ હોય છે તો નોટિફિકેશન બાર પર ક્લિક કરી જલ્દી માં રિપ્લાઇ કરી બેસું છું કે, “ મેરેજમાં ફર્યા તો હવે ભણવું તો પડે ને...!” તો જોવ છું તો સામેથી laughing emojis નો રિપ્લાઇ... અને એ રિપ્લાઇ પાયલનો નહીં પણ સપનનો હોય છે અને હું એટલી confused, Surprised અને ડરી જાવ છું કે” સપનનો મેસેજ!!! અને એમને રિપ્લાઇ થયો કઈ રીતે?” જોવ છું તો સપન અને પાયલનો મેસેજ સાથે જ આવ્યો હોય છે અને હું idiot ભૂલથી મારી જ ધૂન માં અને ધૂનમાં જોયા મૂક્યા વિના જ સપનને રિપ્લાઇ કરી બેસું છું. રિપ્લાઇ તો અપાઈ ગયો અને હવે કરવું જ શું? આટલું વિચારું એટલી જ વારમાં તો સામેથી ફરી મેસેજ Pop-up થઈ જાય છે.  
સપન : hi!
રાધા : hi!
સપન : મેરેજ પત્યા ? 
રાધા : હા... હજી 1 બાકી રહ્યા છે.
સપન : હજી 1 બાકી ?
રાધા : હા..
સપન : બધા મેરેજ આ વર્ષમાં જ કરાઇ લેવા છે કે શું ?
રાધા : sent him laughing emojis. 
એક વાત કહેવી છે...
સપન : હા... બોલો ને... 
રાધા : strange but true છે કે મારાથી તમને ભૂલથી રિપ્લાઇ થઈ ગયો છે ... પણ મારે આ વાત clear કરવી હતી. હું મારી ફ્રેન્ડ પાયલને રિપ્લાઇ કરતી હતી પણ એ જ ટાઇમએ તમારો મેસેજ આવ્યો અને ભૂલથી તમને થઈ રિપ્લાઇ થઈ ગયો છે. Plzz don’t get me wrong… મને ખોટી ના સમજતા. 
સપન : hmmm 
રાધા : sorry ( અને રાધા પાયલનો એ જે ટાઇમમાં મેસેજ આવે છે એનો screenshot પણ સપનને સેન્ડ કરે છે, જેથી સપનને કોઈ mis understanding નઇ થાય.)
સપન : કઈ વાંધો નહીં.... આ ભૂલ સુધારવી છે? 
 (“ભૂલ સુધારવી છે ???”આ સવાલનો જવાબ રાધા પાસે હતો કે નઇ હતો એ વાત ની રાધાને પોતે પણ ખબર હોતી નથી. જો રાધા સપનને ના કહી દે તો વાત આગળ વધવાની હતી અને જો એ હા કહી દે તો વાત અહિયાં જ પૂરી થવાની હતી. પણ કહેવાય છે ને કે માણસનો પોતાની ફીલિંગ્સ પર control કરવો એ ખૂબ જ ટફ ટાસ્ક છે અને એ જ ફીલિંગ્સ પરથી રાધા પણ કંટ્રોલ ગુમાવી બેસે છે અને હા કે ના નો જવાબ આપ્યા વગર જ વાત આગળ વધારે છે.)
રાધા : (વાત બદલતા) તમે રાહુલ ના ફ્રેન્ડ થાવ ? 
સપન : એકદમ પાક્કા ...
રાધા : ઓહહ...
સપન : રસ્તામાં મળો તો સ્માઇલ આપજો હવેથી. 
રાધા : sent him laughing emojis.
મને ઘરમાં રાધા નામથી બોલાવે.. 
સપન : હું આ પૂછવાનો જ હતો કે તારું નામ રાધા છે કે આર્ચી ?
રાધા : મારુ બહાર એટ્લે કે સ્કૂલ નામ આર્ચી છે. જ્યારે ઘરના અને નજીકના ઓળખીતા મને રાધા થી જ બોલાવે છે means હુલામણું નામ રાધા છે. 
સપન : બરાબર .
રાધા : હવે હું મારુ કામ કરી લઉં. 
સપન : okk… bbye…
રાધા : bbye.

મે વાત તો કરી પણ... શું કરી? કઈ રીતે કરી? શું વિચારીને કરી?  એ હું પોતે પણ ના સમજી શકી પણ એટલું તો હતું કે હું આ વ્યક્તિથી ખૂબ જ affect થાવ છું. હું સપનના વિચાર કરવા માંગતી નથી તો એ મને એના જ વિચાર આવે છે. ચેટ ને ફરી રીડ કરું છું ત્યારે તો મનમાં એવું થાય છે કે સાવ જ ideotic behave કર્યો હતો. અને ફરી આવું ના થાય એટલા માટે આપણે તો ફરી ઇગ્નોર કરવાનું વિચારી લઈએ છે કે, “ હવે થી હું વાત નહીં કરું.”

એ રાત્રે મને ઊંઘ પણ બરાબર ન’તી આવી. મગજ માં બસ સપન અને સપનના જ વિચારો ચાલી રહ્યા હતા. અને પછીના દિવસે ફરી day today ના કામ માં busy થઈ જાવ છું અથવા તો એમ કહેવું પણ ખોટું નથી કે busy હોવાનો પ્રયત્ન કરી રહી હતી. અને એ જ રાત્રે હું S.R.K. ની Raees મૂવી ચાલી રહી હોય છે થિએટરમાં તો એ જોવા જાવ છું અને Instagram પર સ્ટોરી પણ મૂકી દઉં છું. સ્ટોરી મૂકું છું પણ એક વ્યક્તિના મેસેજ ની વાર પણ જોઈ રહી હોવ છું. પણ મેસેજ નઇ આવતા ફરી મન માં એમ થાય છે કે ,”તું બૌ વધારે વિચારે છે” અને ફરી પોતાના પર જ ગુસ્સો કરી બેસું છું. 

રણવીર સિંઘ મારો favourite actor છે અને હું એની બૌ જ મોટી ફેન છું. Padmavat મૂવી નું શૂટિંગ ચાલી રહ્યું હોય છે અને એક award function માં એ એના એ લૂકને લઈ ચર્ચામાં પણ ઘણો આવ્યો હોય છે અને હું પણ એના એ લૂકની પ્રશંશા કર્યા વિના નથી રહી શકતી અને Instagram પર સ્ટોરી અપલોડ કરી દઉં છું અને કેપ્શન હોય છે “Can’t wait to see him in padmavat.” અને ફરી હું મારા so called એવા લેકચરમાં જાવ છુ અને લેકચર પત્યા પછી જોવ છુ તો સપનનો મેસેજ આવ્યો હોય છે. “mine too”. સપનનો આ મેસેજ જોઈ મનમાં તો એવું જ થાય છે કે બીજા બધા છોકરા ઓ ની જેમ સપન પણ મારા પર impression જમાવાની ટ્રાય કરે છે એટ્લે બસ સારું લગાડવા માટે બોલે છે અને એના એ મેસેજને ઇગ્નોર કરું છું. ઘરે જમ્યા પછી હું મારૂ વર્ક કરવાજ જઈ રહી હતી અને ત્યાં સપનનો મેસેજ આવે છે. 

સપન : તમારો ફેવરિટ ‘singing reality show’ કયો ?
રાધા : ઇંડિયન આઇડોલ
( હું ત્યારે ફરી મારા પરનો કંટ્રોલ ઘુમાવી બેસું છું અને સપનને રિપ્લાઇ કરી બેસું છું કે ઇંડિયન આઇડોલ મારો fav. શો છે.)
સપન : મને તો બધાજ સિંગિંગ શો જોવા ગમે છે પણ મારો fav. શો દિલ હૈ હિંદુસ્તાની છે.
રાધા : મને ડાંસિંગ રિઆલિટી શો જોવા પણ બૌ ગમે છે. 
સપન : મને પણ ગમે છે.
 રાધા : મારો fav. ડાંસિંગ શો Dance છે. 
સપન : મારો પણ. 
રાધા : તમને રણવીર સિંઘ ગમે છે એ વાત સાચી છે?
સપન : અરે મને સાચે રણવીર સિંઘ બૌ ગમે છે. અને હું પણ એનો બૌ મોટો ફેન છું. 
રાધા : બરાબર
સપન : Raees કેવું લાગ્યું?
રાધા : તમને ગમે નૈ ગમે નઇ કહી શકું પણ મને તો ગમ્યું. Dialogues સારા છે. 
સપન : હા...... ઇસ હવા કો કૈસે રોકોગી ??? 
રાધા : હા... બધા જ મસ્ત છે. (with blush on my face)
રાધા : ઓકે... બાય..  મારે થોડું કામ છે. 
સપન : ઓકે બાય.. G.N. 

આ રીતે ફરી મારી સપન સાથે વાત થાય છે. એના સાથે વાત કરી મનમાં કઈક અલગ જ તોફાન શરૂ થઈ જાય છે. એવું તો શું છે સપનમાં એ મને પોતે પણ નઈ ખબર પડતી હતી.. એના સાથે વાત થયા પછી પણ એના સાથે વાત કર્યા જ કરું એમ જ મન થયા કરે છે. 
સવારે ઉઠતાં જ મે સપનની પ્રોફાઇલ ને stalk કરી. આજ ના યુવાનો માટે કોઈનો બાયોડેટા જાણવો હોય તો Social media is the best resource for them. અને પ્રોફાઇલ જોતાં જણાયું કે સપન મિકેનિકલ એંજીનિયર છે. પારૂલ યુનિવર્સિટિ માં સ્ટડિ કર્યું છે અને કરંટ લિવિંગ સ્ટેટસ વડોદરા છે અને સપનની બર્થડેટ 21 મે 1992 છે અને મારી બર્થડેટ સપનની બર્થડેટની એકદમ નજીક 24 મે 1998 છે. આ જોઈ મારુ દિલ તો ગાર્ડન ગાર્ડન થઈ જાય છે ત્યારે ફરી મનમાં થી અવાજ આવે છે “રાધાબેન just chillax” એમ પોતાને જ કહી પોતાનીજ ફિલિંગ્સ પર કંટ્રોલ કરી લઉં છું. 

હવે તો જ્યારે પણ મેસેજ pop-up થતું ત્યારે એવું જ થતું કે સપન નો જ મેસેજ હશે પરંતુ એવું બનવામાં હજી વાર હતી. અને મારી એ ઈછ્છાં પણ પુર્ણ થાય છે અને સાંજે ફરી સપનનો મેસેજ આવે છે. 
સપન : તારા મમ્મી પપ્પા વચ્ચે કેટલા વર્ષ નો ફર્ક છે ?
( આ પ્રશ્ન વાંચતાં જ મરાથી હસાય જાય છે અને મન માં એમ પણ થાય છે કે આ વાત કરવાનું એક બહાનું જ છે. મને ખબર છે કે આ એક બહાનું છે પણ મને પણ સપન સાથે વાત કરવાનું મન થયું હતું. અરે! ખૂબ જ થયું હતું એટ્લે  હું પણ સપનને સામે સવાલ કરી બેસું છું. )
રાધા : કેમ? 
સપન : બસ એમ જ! તારા મમ્મી તારા પપ્પા કરતાં યંગ લાગે છે એટ્લે જસ્ટ પૂછ્યું.
રાધા : 7 years 
સપન : સરસ...એટ્લે આપણને વાંધો નહીં આવે. 
( આ રિપ્લાઇ આવતા જ હું એટલી blush કરું છું અને shock માં પણ હોવ છું.) 
રાધા : તમે પણ flirty જ છો એમ ને!
સપન : ( with winked and smiley emoji) ખોટું લાગ્યું હોય તો સોરી.
રાધા : ના ના ... એવું કઈ નથી. 
સપન : એક વાત કહું? 
રાધા : હા.. કેવ ને. 
સપન : તને જ્યારે first ટાઇમ જોઈ હતી ત્યારે તારા ફેસ પરથી જ જણાતું હતું કે તું કેટલી સિન્સિયર ગર્લ છે. 
રાધા :  laughing ઇમોજી સેન્ડ કરે છે અને કઈ પણ... 
સપન : અરે હું ખોટું નથી બોલતો. સાચું કહું છું. 
રાધા : હા... studious તો છું જ પણ મને મસ્તી કરવી પણ બૌ ગમે. 
સપન : મને પણ બૌ ગમે. 
રાધા : મને ખબર છે. હું એક વાત કહું? 
મને તો લોમાના મેરેજમાં ખબર પડી કે તમે આયુષીના ભાઈ થાવ છો. 
સપન : શું વાત કરે?
રાધા : હા…! સાચે .
સપન : laughing ઇમોજીસ સેન્ડ કરે છે. 
રાધા : તમે ફ્રી ટાઇમ માં શું કરો? 
સપન : ફ્રી ટાઇમમાં તો કઈ નહીં પણ નજીકના મિત્રો સાથે વાત કરી લઉં. 
રાધા : ( blush) હમ્મ.. 
  
એક દિવસ સવારે 10 વાગ્યા જેવુ કોલેજ કેન્ટીન માં હું અને મારા ફ્રેન્ડ્સ સાથે બેસ્યા હોય છે અને અમારી મજાક મસ્તી માં જ busy હતા. ત્યાં થોડી જ વાર માં મારા ફોન માં ફરી મેસેજ pop-up થાય છે અને મેસેજ સપનનો જ હોય છે. મેસેજ માં ઓડિઓ હોય છે હૂઁ મારા ફ્રેન્ડ્સ ની નજરો થી બચી ગ્રુપ થી થોડી અલગ થાવ છું અને હું એ ઓડિઓ સાંભળું છું. એ ઓડિઓ સાંભળી એકદમ શોકમાં આવી જાવ છું. ઓડિઓ માં સોંગ જ હોય છે, “ચાંદ છુપા બાદલ મે “ અને “મેરે રંગ મે રંગને વાલી” પણ એ સોંગ સપનના પોતાના વોઇસ માં હોય છે. હું ત્યારે પોતાને એટલી સ્પેશિયલ ફીલ કરું છું અને રડવા લાગુ છું coz જે વ્યક્તિ મારા માટે nobody છે જેને હું જાણતી પણ નથી તેનાથી હું કેમ આટલી અફેક્ટ થાવ છું એ મને પણ ન’તી ખબર પડતી. હું મારી ફિલિંગ્સ ને કંટ્રોલ જ નથી કરી શકતી અને ખૂબ જ રડું છું. મન માં તો ફરી વિચારોનું વાવાઝોડું શરૂ થઈ જાય છે.

“chillax યાર ... તું બૌ જ ઓવર રીએક્ટ કરે છે. તું શું કામ સપનથી આટલી બધી અફેક્ટ થાય છે? શું ખબર એ તારાથી આટલો અફેક્ટ ના પણ હોય! એને ખાલી એમ જ તને મેસેજ કર્યો છે. ખાલી એમ જ તને આ સોંગ સેન્ડ કર્યું છે... just stop over thinking and try to be normal.” પરંતુ મારુ રડવાનું તો શરૂ જ હોય છે. 

સપનનો ફરી મેસેજ આવે છે. 
સપન : કેવું લાગ્યું?
રાધા : મસ્ત 
સપન : બસ?
રાધા : હમ્મ... 
સપન : ના ગમ્યું ને ?
રાધા : અરે ના! મે એવું ક્યાં કહ્યું તમને? 
સપન : કઈ થયું ?
રાધા : ના... કશું જ નથી થયું.
સપન : હમ્મ...
રાધા : હું તમારી સાથે પછી વાત કરું... હમણાં હું મારા ફ્રેન્ડ્સ સાથે છું. 
સપન : ઓકે... NP..
રાધા : બાય.
સપન : બાય. 

ખબર નહીં એવું તો શું થયું હતું? મારી અંદર એ સમયે સપન સાથે વાત કરવાની એ હિમ્મત નઇ હતી. સપન નો સવાલ “ના ગમ્યું?” નો જવાબ મારા પાસે એવો હતો કે હું જેને જાતે ઇગ્નોર કરવાની ટ્રાય કરી રહી હતી. મારા પાસે એના આ સવાલ ના જવાબ માટે શબ્દ ખૂંટતા હતા. 

મારો મારી ફિલિંગ્સ પર નો કાબૂ છૂટી રહ્યો હતો. બસ સપન... સપન... સપન... અને સપન ના જ વિચારો આવતા હતા. હું કઈ પણ કામ કરું મારૂ મન લાગતું નઇ હતું ... લેકચરમાં પણ મારૂ ધ્યાન નઇ હતું. ચહેરા પર અને અંદર એક બેચેની અને વિચારો નું વંટોળ ઉઠ્યું હતું. મારા મન માં સપન ઘર કરી ગયો હતો, વારંવાર એની insta પ્રોફાઇલ જોયા કરું એવું જ મન થયા કરતું હતું. તો અંતે થાકી હારી મે મારા મેન્ટર કે આયડોલ જે કહો એ ‘સંદીપ મહેશ્વરી’ ને યાદ કર્યા. જ્યારે પણ કઈ મૂંઝવણ થાય ત્યારે સંદીપ મહેશ્વરી ના sessions ખૂબ જ મદદ કરે છે, even હું તો ફ્રી ટાઇમ માં પણ એમના વિડિયો જોવા વધારે પસંદ કરું છું. અને આ વખતે મારો પ્રશ્ન હતો: “ What is the difference between felings vs. true love?” મારી મૂંઝવણતાનો જવાબ હવે અહિયાં જ હતો.

(મે ક્યારેય પણ આવો અનુભવ પહેલા કોઈના માટે કર્યો નઇ હતો જે હું સપન માટે કરી રહી હતી. કોઈ વ્યક્તિ સાથે લવ કરતાં પહેલા હું પોતે ક્લિયર થવા માંગતી હતી. મે પોતાને ખૂબ જ સાચવી હતી, school life માં ઘણા બધા ફાલતુ પ્રપોસલ્સ આવ્યા હતા અને મે ત્યારે ખૂબ જ કંટ્રોલ કર્યો હતો. સપન સારો છોકરો છે એ એની વાતથી જ જણાઈ રહ્યું હતું અને સારી ફૅમિલીથી બિલોંગ કરે છે એતો હું જાણું જ છું. સપનને લઈ મને મારા મન માં કઈ જ પ્રશ્ન હતો નહીં. સવાલ અહિયાં છે મારો.... મારુ પહેલેથી જ સપનું હતું કે મારી લવ સ્ટોરી એક fairytale જેવી હોય means perfect… અને મારી fairytale કંપ્લીટ કરવા માટે હું કોઈ જ રિસ્ક લેવા ન’તી માંગતી. મારા માટે લવ એક TP નઇ હતો, પહેલેથી જ નક્કી કર્યું હતું કે લવ કરીશ તો દિલ ઑ જાન થી કરીશ, નઇ તો મે તો એક ambitious girl ની જેમ વિચારી જ લીધું હતું કે સ્ટડિ કંપ્લીટ કર્યા બાદ મમ્મી પપ્પા જ્યાં કહેશે ત્યાં કોઈ એંજીનિયર સાથે મેરેજ કરી લઇશ. પણ સપનને મળ્યા પછી... અરે નઇ મળી એમ જ કહેવાય... પહેલા જ દિવસે connect તો થઈ જ હતી પણ વાત કર્યા પછી એ કનેક્શન હજી સ્ટ્રોંગ થતું ગયું અને મન માં એક ધારણા પણ બંધાઈ ગઈ કે ના બસ એ જ... અને હું આ બધુ ભૂલી સપનના પ્રેમમાં પડી ગઈ.)

અંતે સંદીપ મહેશ્વરી એ પણ એ જ જવાબ આપ્યો... અને હા… I am in love with sapan modi… મનમાં તો words માં ડિસ્ક્રાઇબ નઇ થાય એવી ફીલિંગ હતી, ખુશી હતી અને આંખ માં આંસુ હતા.  હું તો સોંગ્સ સાંભળવા લાગુ છુ....
“ સૂના હૈ... સૂના હૈ...
   યે રશમે વફા હૈ... 
   જો દિલ પે નશા હૈ... વો પહેલી ડફા હૈ..”
અને હું overflow થઈ રિપીટ મોડ પર આ જ સોંગ સાંભળ્યા કરું છુ. પરંતુ ફરી મારા અંદરની conscious રાધા જાગી જાય છે,અને શરૂ થાય છે વિચારો નું તોફાન....
“તું એને લવ કરે છે... પણ શું એ તને કરે છે?”
જેમ ટીપીકલ વન સાયડેડ લવર્સ વિચારે એમ જ મારૂ પણ વિચારવાનું શરૂ થઈ જાય છે. 
“તું આ શું કરી રહી છે? કંટ્રોલ યોર બ્લડી ઈમોશન્સ યાર.”
અને હું હવે નિર્ણય લઈ બેસું છુ કે સપનનો મેસેજ આવશે એટ્લે કોઈ પણ બહાને વાત કરવાનું ટાળીશ. હું સપનને મને એની માટે ફિલિંગ્સ છે એ વાત તો નહીં જ જાણવા દઉં એવું ડિસાઇડ કરી બેસું છું. 
 રાતે ફરી સપનનો મેસેજ આવે છે. 
સપન : હાય!
રાધા : હેલ્લો!
સપન : શું કરે ?
રાધા : ( ઇગ્નોર કરવાની ટ્રાય કરતાં) કઈ નહીં.. મારુ કામ પતાવી રહી છું.
સપન : કરવું હોય તો કરી લે...
રાધા : ઓકકે!
(ઇગ્નોર કરવાની ઘણી ટ્રાય કરું છું પણ નથી થતો કંટ્રોલ અને છેલ્લે જાતે સામેથી જ સપનને મેસેજ કરી બેસું છું.)
રાધા : હાય!
સપન : હેલ્લો..
રાધા : શું કરો ?
સપન : આમ તો કઈ નહીં .. પણ રિસેંત્લી તારો વૈટ કરું.
રાધા : sent him blushing emojis.
સપન : તારું કામ પત્યુ?
રાધા : હા.. પતી ગયું.
સપન : જમી લીધું ?
રાધા : હા... કેવો રહ્યો તમારો Sunday?
સપન : કઈ નહીં. વર્ક પરથી આવ્યો... જમી લીધું અને હવે એ friend સાથે વાત.... 
રાધા : તમારે Sunday પણ વર્ક હોય? 
સપન : હા... 
રાધા : તમે ક્યાં વર્ક કરો ? 
સપન : “શ્રી હરી એન્ટરપ્રાઈઝ & કન્સ્ટ્રકશન ફર્મ “
રાધા : આવો કેવો બોસ ? 1 દિવસની પણ છુટ્ટી નઇ આપે? 
સપન : sent me laughing emojis.
રાધા : તમારી જોબનો ટાયમિંગ શું છે? 
સપન : અમારે કોઈ ટાયમિંગ નઇ આવે… એ અમારી પોતાની ફર્મ છે. 
રાધા : (એકદમ surprisely) અછછા... એટ્લે તમે business field માં છો... એમ ને? 
સપન : હા... એમ... (with laughing emojis) 
સપન : એક વાત પૂછું? 
રાધા : હા... પુછોને ... 
સપન : તને સવારે સોંગ મોકલ્યું એ નઇ ગમ્યું ને ?
રાધા : અરે ના... ગમ્યું ને ...
કહ્યું તો ખરું તમને મસ્ત....
સપન : બસ ખાલી મસ્ત ??? આટલા માં શું સમજ પડે?
રાધા : sent him laughing emojis… 
( વાત કરતાં કરતાં હું અને સપન બન્ને એવા ફલો માં જતાં રહીએ છે અને વાત કર્યા જ કરીએ છે…. 9 ના 10... અને 10 ના ક્યારે 11.30 થઈ જાય છે અને અચાનક જ ખબર નહીં એવું તો શું થયું કે મારાથી સપનને કહ્યા વગર રહેવાયું જ નહીં અને હું મારા ઇમોશનને કંટ્રોલ જ નઇ કરી શકી... and I blurted out…) 
રાધા : સપન મને ખબર છે કે તમે મને લાઇક કરો છો અને તમને પણ ખબર છે કે હું તમને લાઇક કરું છું. 
( બસ મારુ આજ sentence નઇ પણ conffesion અમને બંનેને હલાઈ મૂકે છે. મને ખબર જ નઇ પડી કે મે આ શું કર્યું? બસ મારો મારા ફિલિંગ્સ પરથી કાબૂ છૂટ્યો અને કઈ પણ વિચાર્યા મૂક્યા વગર સપનને confess કરી બેસું છું.)
સપન : sent me shocking emojis..
રાધા : હું આ વાત જાણું છું that you like me…
સપન : હમ્મ..
રાધા : હમ્મ...
સપન : મને લાઇકનું તો ખબર નહીં પણ હા, મને તારા માટે ફિલિંગ્સ તો છે જ.  પણ હું હજી સ્યોર નથી.
( આ સાંભળી કે “ મને લાઇકનું તો ખબર નહીં પણ હા, મને તારા માટે ફિલિંગ્સ તો છે જ.  પણ હું હજી સ્યોર નથી. “ મારા તો હાલ બેહાલ થઈ જાય છે. મને એક મનમાં guilt આવવા લાગ્યો કે મે આ શું કર્યું? વાત માં ને વાત માં હું શું કરી બેથી? સપન તો મને હજી લાઇક કરે છે કે નહીં એ વાતથી પણ સ્યોર નથી.... તો લવ તો એના માટે બૌ દૂરની વાત છે. આવો વિચાર આવતા જ હું રડવા લાગી... મે આ શું કર્યું? મારે ન’તું કહેવાનું….. આવા વિચારો તરત જ મગજમાં રેસ લગાઈ ડે છે.)
રાધા : sorry! Please don’t get me wrong… મારાથી ઓવેરફ્લો માં બોલાય ગયું છે. 
સપન : અરે કઈ વાંધો નહીં....
રાધા : પ્લીઝ મને ખોટી ના સમજતા. 
સપન : અરે હા... એમાં ખોટું શું સમજવાનો ?
રાધા : પ્લીઝ... પ્લીઝ... સોરી... 
(અને હું રડતી હતી.... 2 3 min. સુધી બંને શું રિપ્લાઇ કરે એ વિચારી રહ્યા હોય છે. કોઈ જ કશું બોલતું નથી.) 
સપન : ક્યાં ગઈ ?
રાધા : અહિયાં જ છું. મે તમને ઇગ્નોર કરવાની ઘણી ટ્રાય કરી છે. રાહુલ ના ત્યાં મને પહેલેથી ખબર હતી કે તમે પણ આવશો એટ્લે હું ત્યારની જ તમને ઇગ્નોર કરવાની ટ્રાય કરું છું. ખબર નહીં મને શું થઈ ગયું છે? પણ હું એવી છોકરી પણ નથી. મારા માટે કઈક અલગ જ ફીલિંગ છે. મે આવું પહેલા ક્યારેય ફીલ નથી કર્યું જે હું તમારા સાથે કરી રહી છું. મે તમને લોમાના મેરેજ માં જોયા ત્યારથી જ તમારા તરફ attract થઈ ગઈ હતી મારાથી ભૂલ થઈ ગઈ છે… પ્લીઝ મને ખોટી ના સમજતા...  પ્લીઝ.... સોરી.... ( રડતાં રડતાં સપનને બધુ જ જણાઈ દઉં છું જે હું એના માટે ફીલ કરતી હતી.) 
સપન : હમ્મ... તું શાંત થા.
રાધા : મારે નઇ બોલવાનું હતું... પ્લીઝ... સોરી.... 
સપન : આટલું બધુ ટેન્શન નઇ લે... કશું નથી થયું… તે તારી ફિલિંગ્સ જ શેર કરી છે. 
રાધા : મારા માટે આ નાની વાત નથી. હું તમારા પહેલા કોઈ છોકરા સાથે આટલું involve થઈ જ નથી..અને આજે મે સામેથી as a girl આટલું મોટું confession એક છોકરા ની સામે જ કરી બેઠી છું. 
સપન : હમ્મ... પહેલા તો તું શાંત થા... આમાં ખોટું સમજવા જેવુ કઈ છે જ નઇ... તું હમણાં ઘભરાઈ ગઈ છે. થોડી શાંત થા... અને પ્લીઝ રડવાનું બંધ કરીશ? કશું નથી થયું રાધા....
રાધા : હમ્મ...
સપન : બૌ વધારે વિચાર વિચાર ના કર … ટેન્શન નઇ લે ...
રાધા : હમ્મ...
સપન : હમ્મ... હમ્મ... નઇ કર… કઈ બોલ...
રાધા :  શું બોલું એ જ સમજ નઇ પડતી... મારે આ નઇ કહેવાનું હતું...
સપન : કેમ નહીં કહેવાનું હતું ? 
રાધા : હમ્મ...
( હું અંદરથી ખૂબ જ ડરી ગઈ હતી અને ખૂબ જ રડતી હતી કે મે આ શું કર્યું ? મારાથી કેમ કેમ બોલાઈ ગયું? હું સપનને શું રિપ્લાઇ કરતી એ વાતની પણ મને ખબર નઇ હતી. અંદરો અંદર  ગુસ્સો આવવા લાગ્યો કે હું આ શું કરી બેસી? મારાથી સહેજ પણ કંટ્રોલ ના થયો અને ધ્રુશકે ધ્રુશકે રડવા લાગુ છું. મારાથી સપનને રિપ્લાઇ પણ થતો નઇ હતો.)

સપન : હેલ્લો! ક્યાં ગઈ ?
રાધા : અહિ જ છું. 
સપન :  બૌ વિચાર નઇ કર. કશું નથી થયું.... સુઈ જા હમણાં શાંતિ થી. હમણાં મને પણ કઈ સમજ નથી પડતી. આપણે કાલે શાંતિથી વાત કરીએ?
રાધા : હા!! સારું. પણ પ્લીઝ મને ખોટી નઈ સમજતા.
સપન : હા... રાધા...  તું બરાબર છેને ? 
રાધા : હમ્મ...
સપન : હમ્મ...  ઓકે... બાય... ગૂડ નાઇટ...
રાધા : બાય.. ગૂડ નાઇટ. 

રાધા એ કરેલ આ confession નો સપન શું response આપે છે?
શું સપન રાધાને ફરી મેસેજ કરશે?
શું રાધાએ જે fairytale tale વિચારી છે એવું કઈક બનશે ખરું? 
વધુ જાણવા માટે આગળ વાંચતાં રહો.. 

“The Infinite & Unconditional Love”  (part – 3)

આ સ્ટોરીના ફીડબેક આપવાનું ભૂલશો નહીં તથા Like અને Share કરવાનું ભૂલશો નહીં. 

Note :“The Infinite & Unconditional Love”  (part – 3) will be published on next Saturday.