The Infinite and Unconditional Love (part-1) Archi Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Infinite and Unconditional Love (part-1)

THE INFINITE & UNCONDITIONAL LOVE


(PART-1)


*આર્ચી મોદી*







COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti .
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.







12મા ની એકઝામ SUCCESSFULLY પાસ કર્યા બાદ “નર્મદા કોલેજ ઓફ સાઇન્સ & કોમર્સ” માં મે રાધા મોદી એ goverment કોટા માં એડ્મિશન મેળવ્યુ. સૌ કોઈ ખુશ હતા અને ઘર માં બધા ને ગર્વ ની લાગણી હતી કે અમારી દીકરી સારા માર્કસથી પાસ થઈ સારી કોલેજ માં એડ્મિશન મેળવ્યુ.  આમ મારી લાઇફ ની રિયલ journey એ મારી કોલેજ થી જ શરૂ થાય છે. કોલેજમાં શરૂઆતમાં જ મારૂ એક સારું એવું ગ્રુપ બની જાય છે. ધરતી અને અલ્વીના મારા ખૂબ જ સારી બહેનપણી બની જાય છે પણ એમાં હું મારી bestfriend kum પણ sis. Zyada એવી યાચનાને ખૂબ જ miss કરું છું.  વિચાર્યું પણ નહીં હોય કે સ્કૂલ બાદ લાઇફ આટલો મોટો u-turn લઈ લે છે એન્ડ જેમાં આપણે આપની નજીકના મિત્રોથી જ દૂર થવું પડે છે.  પણ સવાલ છે career નો તો સૌ કોઈ આ કદમ લેવો જ પડે છે. 1st સેમિસ્ટર ખૂબ જ ધમાલ મસ્તી સાથે પતવ્યું અને ખબર જ નઇ પડી કે ક્યારે exam માથા પર આવી ઊભી રહી જાય છે. મે મારા લાઇફ નો સૌથી ખરાબ experience ફેસ કર્યો અને જે દરેક ગુજરાતી મીડિયમ નું બાળક કરતું જ હોય છે અને જે છે 1st સેમિસ્ટર ની exam કેટી વગર ક્લિયર કરવી. જેનુ મારા પર ઘણું જ પ્રેશર હતું.
Exam પૂરી થવાની જ વાર જોવાતી હતી coz  મારી માસી ની છોકરી એટલે મારી cousin sister લોમા ના મેરેજ હતા, જેના માટે હું ખૂબ જ excited હતી. ત્યાર પહેલા મને કોઈની વેડિંગ નો આટલો ઉત્સાહ નહી હતો જેટલો લોમા ના મેરેજ નો હતો after all she is my sis. & best friend also. અને એ દિવસ પણ ફાઇનલી આવી જ જાય છે. મે પણ બધી typical girls ની જેમ લગ્ન ની ઘણી તૈયારી કરી હોય છે. ઘરનુ સૌ કોઈ વ્યક્તિ ખુશ હતું. હું તો ડબલ ખુશ હતી coz લોમા ના લવ અરેંજ મેરેજ હતા જેની વિટનેસ્સ હું પોતે પણ હોવ છુ. જે વ્યક્તિ ને લોમા એ દિલથી પસંદ કર્યો હતો આજે એ જ વ્યક્તિ એનો જીવનસાથી બનવા જઇ રહ્યો હતો. ઘર માં સૌ કોઈ મુહૂર્ત ની વિધિ મા વ્યસ્ત હતા.. ખુશ હતા.. જ્યારે હું એકલી જ ખૂણા મા પાણી પીવાના બહાને જઇ રડતી હતી. એ ભલે મારી cousin sister છે પણ અમારી વચ્ચે “ખૂન થી નઇ પણ દિલ થી એક” એવો રિલેસન છે. રસમ પૂરી કર્યા બાદ સૌ કોઈ પોત પોતાની રીતે પ્રસંગ માણવા લાગ્યા. કેટલાક લોકોની પેટ પૂજા શરૂ થઈ તો કેટલાક લોકો મહેમાન સાચવવા મા વ્યસ્ત થયા અને કહેવાય છે ને કે જીજા સાળી નો relation એટલે ખજૂર આમલી જેવો જ જોવા મળે એ જ રીતે મારા જીજાજી પણ મારી ટાંગ ખીંચાઇમાં મજા લેતા હતા. અમારા બંને નો હસી મજાક ચાલી જ રહ્યો હતો.  હું પણ પોતાની જ ધૂન મા લીન હતી, એ વાત થી બિલકુલ અંજાન કે વાવાજોડું તો મારી રાહ જોઈ રહ્યું હતું.!!!
અચાનક જ એક decent personality વાલૂ વ્યક્તિ formal violet એન્ડ jeans માં એન્ટર થાય છે અને અમારા બંનેની નજર એકમેક થાય છે. કઇંક તો ફીલ થયું પણ એ શું હતું એ ખબર નઇ હતી. અને હું તો ફરી મારા હસી મજાકમાં લાગી જાવ છું.
મુહૂર્ત ceremony પણ સારી રીતે પુર્ણ થાય છે.  અને હું મારી લોમા સાથે પાર્લર માં બેઠી હોવ છું કે ત્યાં જ મારા instagram માં મેસેજ પોપ-અપ થાય છે અને એ મેસેજ હોય છે “LOOKING NICE” ફ્રોમ સપન મોદી.  આ એ જ સપન મોદી છે જેને સવારે જોઈ મને મનમાં એક અલગ જ ફીલિંગ આવી હતી, એકદમ strange એન્ડ confusing. મારા સાથે શું થઈ રહ્યું હતું એની જાણ મને ખુદને નહીં હતી. એક અજાણ નહીં પણ જાણીતા વ્યક્તિનો મારા પર મેસેજ આવ્યો છે એ વાત હું લોમાને કહું છું.
“લોમા આ જોને કોઈ સપન મોદી છે એનો મેસેજ આવ્યો છે કે લૂકિંગ નાઇસ”
લોમા  : “કોનો?”
રાધા   : સપન મોદી.
લોમા  : તું ઓડખે છે સપન ને ?
રાધા : ઓડખતી જ હતે તો તને પૂછતે થોડી?
લોમા : એ મારી બેસ્ટફ્રેન્ડ આયુષીનો ભાઈ છે.
રાધા : આયુષીનો ભાઈ ?
લોમા : હમ્મ
રાધા : આયુષીને ભાઈ પણ છે?
લોમા : હાશ તો. પણ વાંધો નહીં (મસ્તી કરતા) હવે મારા પછી તારો જ વારો છે.
રાધા : કઈ પણ... મને તો હજી વાર છે.
લોમા : મેરેજ નો માહોલ છે. એવા તો કેટલાય ના મેસેજીસ આવસે. As A Compliment લે અને ઇગ્નોર કર.
લોમા સાથે વાત થતાં હું પણ એ મેસેજને કોમ્પ્લિમેંટ જ ટ્રીટ કરું છું અને ઇગ્નોર કરું છું ફરી રાતની હલ્દીની રશમ માટે ફુલ ફોર્મમાં તૈયારી શરૂ કરી દઉં છું. ડીજે નાઇટ હતી તો સૌ કોઈ આવનું જ હતું.  આયુષી અને એના મમ્મી પણ આવ્યા હતા પણ નજર તો એમની સાથે આવનારા સપનને શોધતી હતી જેને સવારે જોઈ દિલમાં એક નાની સાઇકલની ઘંટડી વાગી હોય એમ ઘંટડી વાગી હતી. પણ એ ના આવ્યા... “ પણ કોઇની અપને કો ક્યા, અપણ તો ઝૂમને લગે, નાચને લગે” અને જોત જોતામાં ક્યાં લગ્નનો પહેલો દિવસ પતી ગયો એ ખબર પણ ના પડી.
ગૃહશાંતિનો દિવસ હતો. સૌ કોઈ જમવામાં વ્યસ્ત હતા અને આપણે રહ્યા યુવાવર્ગ એટ્લે સીનિયર સિટિજનની સેવા તો કરવી જ પડે ને! એટ્લે હું મારા એક કાકાના હુકમ મુજબ ઊંધિયું લેવા જાવ છું and guess what! મારી બિલકુલ જ પાછળ જ મિ.સપન મોદી.  હું સપનને મારી બિલકુલ જ પાછળ જોઈ ખૂબ જ ગભરાય જાવ છું. અને એ દર ના માર્યે ઊંધિયું લેવાના બદલે ભીંડીની સબ્જી મુકાઇ દઉં છું. કાકાને ડિશ આપવા માટે જાવ છું ત્યારે કાકા કહે છે “ અરે! ભીંડી નઇ ઊંધિયું લાવવાનું હતું.” પણ અહીં હોશ હતા જ કોને ? મનમાં એક ફરી મુંજવન આવે છે કે તું આ શું કરી રહી છે? તને થાય છે શું ? અને એ ગૃહશાંતિ પૂર્ણ થયા બાદ ફરી સપનનો મેસેજ આવે છે “NICE”. પહેલા તો થોડી ગુસ્સે થાવ છુ કે આ શું મેસેજ આવ્યા કરે છે... પણ મનમાં તો નોટિસ થયા નો એક સુકુન થયો હતો.  કહેવાય છેને કે ગર્લ્સ બધુ જાણતી હોય તો છે જ પણ અજાણ બનવાની એની ફુલ try હોય છે  એમાં જ મારો પણ સમાવેશ થઈ રહ્યો હતો. 
દરેક ગર્લ નું એક dream હોય છે કે લાઇફ માં એક વાર એ દુનિયા ની સૌથી સુંદર દુલ્હન બને. આજે મારી લોમા પણ દુલ્હન બનવા જઇ રહી હતી. હું ખુશ હતી પણ મન માં દુખ પણ થતું હતું. નાનપણથી હું અને લોમાં સાથે મોટા થયા અને આજે એ જ લોમા મારી બહેન ની વિદાય થઈ રહી હતી. લોમા ને પાર્લરથી લેવા મૂકવાનું કામ મારૂ હતું તો હું અને અમારો ડ્રાઇવર લોમા ને લેવા પાર્લર જઈએ છે અને સાચે જ એ આજે સૌથી સુંદર દુલ્હન લાગી રહી હતી. એને જોતાંજ દિલ ભરાઈ આવે છે આંખમાં આંસુ આવી જાય છે.  માંડવે પણ સૌ કોઈ પોતાની ધૂનમાં મસ્ત હતા ખાલી હું જ રડી રહી હોવ છું. ત્યાંજ થોડી વાર માં માસીની બૂમ પડે છે કે જીજાજીના  સાળા અને સાળીએ વરઘોડામાં એમને પાન ખવડાવા જવું પડસે , વરઘોડાનું નામ આવતા જ બધા રેડિ થઈ જાય છે અને જીજાજીના વરઘોડામાં શામેલ થવા નિકડી પડે છે. ત્યાં પણ ખૂબ એન્જોય કરી રિટર્ન થઈએ છે અને હું હર્ષઘેલી થઈ લોમા ને દૂરથી જ બૂમ પાડી બેસું છું કે “આજે તો તું જીજાજી ને જોઈ FLATE એકદમ !” અને સામે જાઉં છું તો લોમાં સપન સાથે જ ઊભી રહી વાત કરી રહી હોય છે. મનમાં તો એવું થયું ને હું પોતાની જાતને જ વધુ છું કે “બોસ ! control યોર બ્લડી એમોશન્સ..” અને સપન પણ ત્યાં દૂરથી મને આ રીતે જોઈ મલકાઈ રહ્યો હતો... જીજાજી પણ માંડવે આવી જાય છે અને ત્યાંજ શરૂ થાય છે અસલી રશમો અને રિવાજો. તેમાં અમારી સૌથી ફેવરિટ હતી જૂતાં છુપાઇની રશમ. જેનો હું, લોમા ની ફ્રેન્ડ્સ બિન્ની, વૈષ્ણવી અને સપન ની બહેન આયુષી પ્લાનિંગ કરી રહ્યા હતા. ત્યાં સપન પણ આવીને ત્યાં જ આયુષીની પાછળ ઊભા રહી જાય છે અને અમારી વાતોની  મજા  માનતા હોય છે એવું એમને જોઈ લાગી પણ રહ્યું હતું. થોડો સમય થાય છે અને હું ફરી મેરેજની રશમમાં વ્યાસત થઈ જાવ છું અને થોડી ફ્રી થતાં આમ તેમ નજર કરતાં જોવ છું તો સપન ત્યાં નથી હોતા, પરંતુ રાતે 1 વાગ્યે થોડું ફ્રી થઈ સેલ ઓન કરું છું તો સપનનો ફરી instagram પર મેસેજ હોય છે “beautiful”. ત્યારે એ મેસેજ જોઈ ખબર નહીં શું થઈ જાય છે પણ મારો મારા પર થી જ કંટ્રોલ જતો રહે છે અને હું એ સપનને રિપ્લાઇ કરી બેસું છું “Thank You”. પણ આ થેન્ક યૂ કહ્યું એમાં પણ ઘણી મુંજવન હતી કે કહું કે નહીં કહું. 2 – 3 વાર વિચાર કર્યા બાદ મોકલ્યું તો સહી પણ થોડા જ સમયમાં મારા અંદરની કોંસિયસ રાધા જાગી જાય છે. “ એ શું વિચારશે? હૂઁ તો હજી સપનને બરાબર જાણતી પણ નથી. ! અને મને આ થઈ શું રહ્યું છે? હું કેમ આવું અજીબો ગરીબ વર્તન કરું છું.” આવા વિચારોનું વંટોળ શરૂ થતાંજ મે જે થેન્કયૂ સેન્ડ કર્યું હતું એ તરત જ અન્સેંદ કર દઉં છું. મેરેજ ખૂબજ સારી રીતે પુર્ણ થયા અને મજા પણ ખૂબ જ કરી. મેરેજ પૂર્ણ તો થયા પણ મારી લાઇફ ના એક અજાણ્યા નવા ચેપ્ટરને સ્ટાર્ટ કરી ગઈ.
મગજ તો હજી સપનના જ વિચારોમાં ખોવાયેલું હતું. એની સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ જોયા કરવું એ મારી આદત થઈ ગઈ. દિવસમાં એક વાર તો instagram પર સપનની પ્રોફાઇલ જોવી જ. દિમાગ ના પાડે કે નહીં પણ આ ચંચળ મન આજ સુધી કોઈનું સાંભળ્યુ છે ખરું? એકદમ નોર્મલ થઈ હવે પોતાના રૂટિનમાં હું ફરી busy થઈ જાવ છું. ખબર નહીં એ શું હતું? જે વ્યક્તિને હું મુશ્કિલથી 2-3 દિવસ માટે મળી જે ના મળવા બરાબર જ કહેવાય, તો હું એ NOBODY થી શું કામ આટલી બધી અફેક્ટ થાવ છું? કેમ એ વ્યક્તિની કરેલી 3 કોમ્પ્લિમેંટ્સ મને આટલી બધી affect કરી ગઈ.  મનમાં એક રિગ્રેટ અને પોતાના પર જ ગુસ્સા વાળી ફીલિંગ દિલમાં ઘર કરી ગઈ અને ડિસાઇડ કર્યું કે એક NOBODY ને તું પોતાને આટલું affect નહીં થવા દે અને એ બધી વિચિત્ર લાગણીને એક મન ના બોક્સમાં બંધ કરી દબાવી દીધી. 


[1 મહિના પછી]
કમુહૂરતા પત્યા કે તરતજ અમારા જૂના પાડોશીને ત્યાં એમના બંને છોકરાના સાથે મેરેજ હતા. આ બે છોકરાઓ માં નાનો છોકરો રાહુલએ સપનનો મિત્ર હતો એ વાતથી હું પરિચિત હતી. એટ્લે આ મેરેજ માં હું અને સપન ફરી એકબીજાને મળવાના હતા એ નક્કી જ હતું. પરંતુ મારે કોઈ ખોટી આશા મારા મનમાં કે સપનના મનમાં બાંધવી નઇ હતી એટલે હું સપનને full Ignore કરવાનું વિચારી લઉ છું. મેરેજના પહેલા જ દિવસથી મારુ “ઇગ્નોર સપન મિશન” શરૂ થયું. ત્યારેજ મને મારા પપ્પાએ  એમની જમવાની ડિશ માં ફૂલકા દાળ ભાત લાવવાનો આગ્રહ કર્યો , ત્યાં મને એ ન’તી ખબર કે સપન પણ બીજા છોકરાઓની જેમ પીરસવામાં છે પરંતુ નસીબમાં લખ્યું હોય એ તો થઈને જ રહ્યું. જેવી ત્યાં લેવા જાવ છુ ને સામે જોવ છુ તો સપન કઢી પીરસતા હતા, એ જોતા જ મનના તાર તો ત્યાં જ હલી જાય છે , ગભરાઈ જાવ છું, અને જેમ તેમ કરી ત્યાંથી ધ્રૂજતા હાથે કઢી લઈ સપનને સક્સેસફૂલ્લી ઇગ્નોર કરી ત્યાંથી નીકળું છું. બૌ ઇગ્નોર કરવાની ટ્રાય કરી આ મેરેજ માં . સપન અને મારી નજર એક થાય તો હું મારી નજર તરત જ ફેરવી લઉ.  સપનના ફેસ પર પણ જોતાં લાગી રહ્યું હતું કે “વાય શિ ઇસ ઇગ્નોરિંગ મી?” ઇગ્નોર ભલે કરતી હતી પણ મનમાં સપન ઘર તો કરી જ ગયા હતા. એક દિવસ એમને વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યો હતો અને મે રેડ ઇન્દોવેસ્તેર્ન પહેર્યું હતું.  સૌ કોઈ dj ની ધૂન માની રહ્યા હતા અને હું ખૂણામાં ઊભી ઊભી સપનને ચુપકેચુપકે નિહારી રહી હતી. ખબર નહીં એવું તો શું હતું એમાં કે મારી નજર હટતી જ નઇ હતી એમના પર થી અને એ નજર હટાવું એવું મન પણ નહોતું થતું. સપન ત્યારેજ નાની ભાભી સાથે PIC. પડાઈ રહ્યો હતો ત્યારે એની એ સ્માઇલ હજી એ મારી નજર સામે આવી જાય છે. 
ઇગ્નોર સપન મિશન તો શરૂ જ હતું. મને પણ થયું કે આ શું થઈ રહ્યું છે?  આવી અલગ અને અજીબ ફીલિંગ આજ સુધી કોઈ માટે ફીલ ન’તી કરી. એમ કરતાં કરતાં આ મેરેજ પણ પૂર્ણ થાય છે, અને મેરેજનો થાક ઉતારી આપણે તો પાછા બેક ટૂ પવેલિયન. 
    
*શું સપન રાધાને ફરી મળશે?
*શું આ “સપન ઇગ્નોર મિશન” સપન પ્રેમ મિશનમાં કન્વર્ટ થશે ખરું?


વધુ જાણવા માટે આગળ વાંચતાં રહો.. 

“The Infinite & Unconditional Love”  (part – 2)

આ સ્ટોરીના ફીડબેક આપવાનું ભૂલશો નહીં તથા Like અને Share કરવાનું ભૂલશો નહીં.