THE INFINITE & UNCONDITIONAL LOVE
(PART-3)
The Infinite & Unconditional Love (Part-1 & 2) માં આપણે જોયું કે આ 2 જુદી જુદી પર્સ્નાલિટી ધરાવતી વ્યક્તિ રાધા અને સપનની છે. રાધા, સિમ્પલ છોકરી જે ફક્ત પહેલા પોતાના અને પેરેંટ્સ ના ડ્રીમ્સ પૂરા કરવા એ એનું ધ્યેય હોય છે. પણ સપન ને જોતાં એ તેના તરફ આકર્ષિત થઈ ગઈ હોય છે. એ હમણાં કોઈ જ લવ શવ ના ચક્કર માં પડવા માંગતી નથી અને એ સપનને ઇગ્નોર કરવાની ફુલ ટ્રાય કરે છે અને સપન ઇગ્નોર મિશન શરૂ કર દે છે. પણ રાધાનું એ સપન ઇગ્નોર મિશન પણ ફેઇલ થઈ જાય છે અને અજાણતા જ એ સપનના પ્રેમ માં પડી જાય છે, સપનને લાઇક કરે છે એ વાત રાધા સપનને જણાવી દે છે પણ સપન તરફથી કોઈ પોસિટિવ રિસ્પોન્સ ના મળતા એ ખૂબ જ હતાશ થઈ જાય છે... હવે આગળ....
સપનને હું બાય તો કહેતા કહી દઉં છુ પણ એ રાતે નિદ્રા રાની પણ મારાથી નારાજ થઈ બેસી ગયા હોય એમ લાગી રહ્યું હતું. મનમાં તોફાન ચાલી રહ્યું હતું જે શાંત થવાનું નામ જ નઈ લઈ રહ્યું હતું “મે આ શું કર્યું? કહેવાની જરૂર જ શું હતી? સપનતો હજી તને લાઇક પણ નથી કરતો. એ શું વિચારતા હશે મારા વિશે? તારાથી આટલો પણ કંટ્રોલ નઈ થયો?” આ રીત ના પ્રશ્નો બંધ થવાનું નામ જ નઈ લઈ રહ્યા હતા. કહેવાય છેને કે માણસ એકલો પડે છે ત્યારે ના વિચારવાનું હોય એ પણ એ વિચારવા લાગે છે અને હું ફરી થાકી હારીને એકદમ મક્કમ મન કરી નક્કી કરી લઉં છુ કે હવેથી હું સપન સાથે વાત જ નહીં કરીશ. જે થયું એ બધુ ભૂલી જઈશ. Even હું તો સપનને block કરવાનું પણ ડિસાઇડ કરી બેસું છુ... પરંતુ સપનની insta પ્રોફાઇલ જોતાં જ ફરી હું weak પડું છુ અને ફરી મારા આંખની અશ્રુધારા વહેવા માંદે છે કે મારે નઈ કહેવાનું હતું યાર... મન એકદમ જ બેબાકળું થઈ ગયું હતું... એવો પણ વિચાર આવે છે કે , “સપનનો આમાં વાંક જ શું છે? ફીલ મે કર્યું છે.... તું લાઇક પરથી લવ કરવા માંડી એમાં સપનનો શું વાંક છે.? વાંક પૂરેપૂરો તારો જ છે. બૌ લવ કરવો હતો ... ભોગવો હવે પરિણામ..”
આ રીત ના continuous વિચારો કર્યા કરતાં મારી આંખ પણ લાગી જાય છે.
સવારે જાગું છુ ત્યારે પણ ચહેરા પર કઈ જ નૂર હતો નહીં. આંખો પણ સુઝી ગઈ હતી અને મોબાઇલ ઓન કરું છુ તો સપનની પ્રોફાઇલ જ સામે હોય છે જેને હું જોતાં જોતાં રાતે સૂઈ ગઈ હોવ છુ. જેમ રાતે ડિસાઇડ કરી જ લીધું હોય છે બેક તૂ પવેલિયન જવા માટે એમ જ મારી સવારની શરૂઆત કરું છુ. Normal days ની જેમ જ આજ ના દિવસની પણ શરૂઆત કરું છુ.
સવારે 9 વાગ્યા જેવુ સપનનો મેસેજ આવે છે કે,”Good morning! Have a nice day.” આજથી જ સપનની બહેન આયુષીના મેરેજની શરૂઆત પણ થવાની હતી એટ્લે સપન મને એનો એક selfie pic. પાડીને પણ સેન્ડ કરે છે. હું ખાલી એટલો જ રિપ્લાઇ સપનને કરું છુ કે, “ મસ્ત... and enjoy the wedding.. આપણે ફ્રી થઈ જ વાત કરશું. તમે જ મને ફ્રી થઈ કરજો... કઈ વાંધો નહીં.” સપન ઓકે કહે છે અને બપોરે ફરી એમનો મેસેજ આવે છે “hii!” ત્યારે અમારી થોડી ઘણી નોર્મલ મેરેજને જ લઈ વાત થાય છે . અંતે રાતે ડીજે નાઇટ પતાવ્યા બાદ 11.45 જેવુ ફરી સપનનો મેસેજ આવે છે... અને હું પણ દિમાગ ભલે ના કહેતું હતું પણ દિલ તો સપનના જ મેસેજ નો વેઇટ કરી રહ્યું હતું... એને ખબર હતી કે મેસેજ આવશે જ. એક મિનિટ ગુમાવ્યા વિના તરત જ સપનને રિપ્લાઇ પણ મળી જાય છે.
સપન : શું કરે?
રાધા : કઈ નહીં... બસ મારુ થોડું કામ કરું છુ.
સપન : બરાબર
રાધા : જમી લીધું?
સપન : હા.. જમી લીધું.
રાધા : ( સીધું પોઈન્ટ પર આવતા) મારા કાલના behavior માટે સોરી..
સપન : મારે પણ એ જ વાત કરવી છે તારી સાથે.
રાધા : હમ્મ..
પ્લીઝ મને ખોટીના સમજતા ... મારે એવું નઈ કહેવાનું હતું.
સપન : કેમ નહીં કહેવાનું હતું?
રાધા : એટ્લે ?
સપન : કેમ નહીં કહેવાનું હતું મીન્સ મને પણ તો ખબર પડી ને કે તું પણ એ જ ફીલ કરે છે જે હું તારા માટે કરું છુ.
રાધા : seriously…!!!
સપન : હા... પણ તે આમ અચાનક મને ચાલુ જ વાત માં કહી દીધું એટ્લે મને પણ કઈ સમજ નઈ પડી કે હું શું કરું? તું સાચે મને એમ બોલી that you liked me ? મને પણ પોતે હું શું react કરું એ ખબર ના પડી.
રાધા : હમ્મ... સોરી...
સપન : પણ તું સોરી શું કામ બોલે છે? કહ્યું તો સહી કે હું પણ તને લાઇક કરું છુ.
રાધા : હમ્મ... (રડતાં રડતાં)
સપન : શું થયું?
રાધા : કઈ નહીં...
સપન : અરે બોલ ને...
રાધા : હું કાલની ટેન્શનમાં હતી કે મે આ શું કર્યું? તમે શું વિચારતા હશો મારા માટે? Seriously Sorry yaar…
સપન : જો ફરી સોરી બોલી છે તો... મે તને કહ્યું તો ખરું કે હું પણ તને લાઇક કરું છુ.
રાધા : (રડતાં રડતાં) મે as a girl તમને સામેથી આ વાત કહી હતી. પ્લીઝ મને ખોટી નઈ સમજતા... મારા માટે આ નાની વાત નથી. હું બૌ સિમ્પલ છોકરી છુ. ખબર નહીં ગઈ કાલે કઈ રીતે flow flow માં મારાથી બોલાય જ ગયું.
સપન : sent me feeling blessed emoji.
રાધા : હું આ ફીલિંગ માટે બૌ સિરિયસ છુ.
સપન : હું પણ તારા માટે બૌ સિરિયસ છુ. ખાલી કહેવા માટે આ હું નથી કહી રહ્યો. બૌ genuine ફીલિંગ છે તારા માટે.
રાધા : હમ્મ...
સપન : રાધા એક વાત કહેવી છે.
રાધા : હા... કહો ને...
સપન : મારી એક wish છે કે કોઈ પણ આગળ સ્ટેપ લેતા પહેલા આપણે સૌ પ્રથમ એક બીજાને જાણીએ ... એક બીજાને સમજીએ....
રાધા : મારી પણ એવી જ wish છે કે પહેલા આપણે એકબીજાને સમજીએ... પણ પ્રોબ્લેમ્સ તો પહેલેથી જ દેખાય છે મને.... હું જણાવું તમને....
સપન : હું પણ આ વાત થી વાકેફ છુ.
રાધા : સપન આપણે એક બીજાને લાઇક કરીએ એ બધુ સાચું છે પણ હજી તો હું 18 જ વર્ષની અને સ્ટડિ ના ફર્સ્ટ યર માં જ છુ અને તમે 24 વર્ષના અને well settled છો. મારા સામે મારી સ્ટડીસ અને આખું કેરિયર પડેલું છે. સ્ટડિ કંપ્લીટ કરતાં મને હજી 5 વર્ષ નીકળી જશે. તમારાથી એટલો વેઇટ થશે? મને ખબર છે કે અઘરું છે because already you are 24. કઈ રીતે પોસિબલ થશે?
સપન : રાધા તે મને તારી બર્થડેટ કહી છે ત્યારથી જ મને આ વાત ખબર છે. મને પણ પહેલા age gapping નો વિચાર આવ્યો હતો. પણ જે રીતે મારી માટે તને ફિલિંગ્સ થતી ગઈ એ જ રીતે અહી મને પણ એવું જ ફીલ થતું હતું. તારા માટે મારી ફિલિંગ્સ એટલી સ્ટ્રોંગ બનતી ગઈ છે કે મને પણ વિચાર આવે છે કે કઈ રીતે કરશું?
રાધા : હું વાત માં આગળ વધતાં પહેલા થોડું practically વિચારવા માંગુ છુ. આવેશ માં આવી કોઈ જ એવો ડિસિશન નથી લેવો કે જેથી પાછળ થી આપનાને નુકશાન અને તકલીફ સિવાય કાઈ મળે નહીં.
સપન : મારો way of thinking પણ આ જ છે.... તું ચિંતા નહીં કર... એતો એની જાતે જ બધુ થશે.
રાધા : હમ્મ...
સપન : અને રહી તારા સ્ટડીસની વાત તો એ વાતની તું બિલકુલ ચિંતા નહીં કર. તને મેરેજ પછી પણ આગળ સ્ટડીસ કરવાની જવાબદારી મારી. તારે જે સ્ટડિ કરવું હોય એ... જે જોબ કરવી હોય એ...
રાધા : (with blushing emojis) મેરેજ?
સપન : sent me smiling emojis….. બંને થોડું પ્રેક્ટિકલ વિચારી કરશું તો બધુ થશે. તારું સ્ટડિ કરતાં કરતાં આપણે તારા ઘરે એંગેજમેંટની વાત છેડી લઈશું.
રાધા : હમ્મ...
સપન : સ્ટડિની ચિંતા તો તું મારા પર જ છોડી દે. મારી મમ્મી પોતે ટીચર છે. પપ્પા અને હું સાથે વર્ક પર જઈએ. સિસ્ટર પણ એના લગ્ન જીવનમાં વ્યસ્ત થઈ જશે અને એ પણ well settled છે એટ્લે તારી સ્ટડી તો નહીં જ અટકે અને જોબ પણ થસે તારાથી.
રાધા : હમ્મ...
મારા ઘરે અઘરું પડશે મનાવાનું. મારા પપ્પાને અમે 2 જ છોકરીઑ છે એટ્લે એમનું અમારા તરફ expectation level ઘણું high છે. એમને પણ એમના મારા પ્રત્યે ડ્રીમ્સ છે. અને ઘરમાં રહ્યા બીજા મેમ્બર્સ... જેમાં બા, ફોઇ, મમ્મી અને મારી નાની બહેનનો સમાવેશ થાય છે. ફોઇ unmarried છે અને અમારી સાથે જ રહે છે. મારા માટે મમ્મી પપ્પા કરતાં પણ બા અને ફોઇ વધારે ઇમ્પોર્ટેંટ છે... અને એમને જ મનાવવા લોહા ના દાંત ચબાવવા જેવુ કામ છે. એમની wish અત્યારની જ એવી છે કે વાત આવવાની શરૂઆત થાય તો કોઈ સારા એંજીનિયર સાથે જે out of town જોબ કરતો હોય તેની સાથે મારા મેરેજ કરવવાની છે. અને પપ્પા સ્વભાવ એકદમ confusing છે, કઈ વાત પર ક્યારે શું react કરે એની મને પણ હજી સુધી ખબર નથી પડતી. પણ મારા ઘરે લવ મેરેજની અગેન્સ્ટ પણ નથી... મને મારા ઘરેથી પાર્ટનર ચૂઝ કરવાની પરમીશન છે પણ એમને એ વ્યક્તિ પસંદ પડશે તો જ કરાવી આપશે... ઈવન એક વાર તો પપ્પા એ કહ્યું પણ છે કે છોકરો ભણેલો અને વેલ સેટલ હશે તો બીજી કાસ્ટ માં પણ કરાઇ આપશે.
સપન : sent me smiling faces.
રાધા : મારા પપ્પા એ કેમિસ્ટ્રિમાં P.H.D. કર્યું છે.
સપન : સરસ
રાધા : મારૂ મારા પપ્પા સાથે બૌ નથી બનતું. મને ખબર છે કે એમનું આવું બોલવા છતાં એમને મનાવવું સૌથી અઘરું છે.
સપન : હમમ... કઈ નહીં... કરશું આપણે...
રાધા : એક વાત હજી કરવી છે....
સપન : હા બોલ ને…
રાધા : આપની કાસ્ટમાં જન્માક્ષરનું ઘણું મહત્વ છે એ આપણે બંને જ જાણીએ છે.
સપન : હા...
રાધા : હું તમને કોઈ જ અંધારામાં રાખવા નથી માંગતી. આપનો relation સ્ટાર્ટ થાય એ પહેલાજ hurdles બૌ છે જે હું તમને કહું છુ... પહેલેથી જ આ વાત ક્લિયર થઈ જાય એ બૌ જરૂરી છે.
સપન : શું છે ?
રાધા : મને મંગળ નડે છે મીન્સ હું માંગલિક છુ.
સપન : હમ્મ...
રાધા : મારે ખોટું બોલી કશું જ નથી કરવું. Rude બનું છુ ખબર છે પણ મારે ખોટું બોલી તમને ખોટા આરમાનો નથી બતાવવા.
સપન : આમાં શું rude છે?
રાધા : rude થવાની વાત નથી. મારા ઘરે જો જન્માક્ષર નઇ મળે તો તો નહીં જ થવા દે અને મારા પપ્પા ને જ્યોતિષ વિધ્યા પર બૌ વિશ્વાસ છે.
સપન : હમ્મ...જ્યાં સુધી તું comfortable નઈ હશે ત્યાં સુધી હું તને કઈ જ ફોર્સ નઈ કરું.
આ બધી વાત ક્લિયર થવી જરૂરી છે. તું એ બધી ચિંતા નઈ કર કે હું શું વિચારીશ? કઈ પણ મનમાં આવે તું મને શેર કરી શકે છે. Be comfortable with me.
જન્માક્ષર વાળું તો જોઈ લઈશું. પ્રોબ્લેમ્સ હોય છે પણ એ પ્રોબ્લેમ્સના સોલ્યુશન પણ હશે જ. તને મંગળ છે કે whatever…. એનું સોલ્યુશન પણ હશે જ.
રાધા : (with smiling faces) હા...
સપન : એક વાત શેર કરું?
રાધા : હા કેવ ને... આજ થી જ મારી સિસ્ટરના મેરેજ સ્ટાર્ટ થાય છે અને એ મારા માટે બૌ સ્પેશિયલ છે... અને આજે એના મેરેજના દિવસે જ તું મારી લાઇફ માં આવી.
Love You Radha….
રાધા : ( આ જોઈ હું રડવા લાગુ છુ અને સપનને કઈ જ નથી કહી શકતી.)
સપન : હું તને કઈ જ ફોર્સ નઈ કરું... take your time.. અને મારા વિષે confident થાય ત્યારે જ કઈ ડિસિશન લેજે.
રાધા : હમ્મ... thank you..
સપન : બોલ
રાધા : પણ તમે તો મને ગઈ કાલે જ એમ કહ્યું કે હું હજી સ્યોર નથી અને આજે તમે મને I love you પણ કહી દીધું.
સપન : sent me laughing emojis. તું જેમ મારા માટે ફીલ કરતી હતી એમ હું પણ તારા માટે કરતો હતો રાધા... પણ મને એક doubt એ હતો કે તને હું ગમીશ કે નહીં? તું chubby અને heighted છે, તો તું મને પસંદ કરશે ખરી? તે ગઈ કાલે મને કહ્યું હું પોતે જ એટલો shock માં આવી ગયો હતો. હું તો સૂતા સૂતા તારી સાથે વાત કરતો હતો ... જેવુ તારું આ સેન્ટન્સ આવ્યું હું મારા જ બેડ પર સૂતેલો બેસી જાવ છુ કે આ થયું શું? મને પોતે હું શું react કરું એ ખબર ના પડી... sorry રાધુ...
રાધા : પ્લીઝ મને સોરી નઈ કહો... આપણે કઈ પણ વિચાર્યા વગર આગળ સ્ટેપ નઈ લઈએ... પ્રોમિસ...
સપન : હમ્મ..
રાધા : કાલે અમે કાબિલ મૂવી જોવા જઈશું.
સપન : સરસ.. કાલે તો હું ફ્રી જ છુ. કાલે તો વાત કરશું.
રાધા : હા... સારું... તમે હમણાં થાકી ગયા હશો ને ?
સપન : હા... બૌ જ..
રાધા : તમે પણ થાકી ગયા છો અને ટાઇમ તો જુઓ... રાતના 3 વાગ્યા છે... ખબર જ નઈ પડી...
સપન : હા રાધુ .... હવે સૂઈ જઈએ...
રાધા : બાય... ગૂડ નાઇટ...
સપન : બાય... ગૂડ નાઇટ ... લવ યૂ...
રાધા : sent him 3 kisses emojis.
સપન : sent me laughing emojis.
રાધા : બાય.
મારી લાઇફની ટ્રેઇન શરૂ થઈ હતી કેરિયર નામના ડેસ્ટિનેશન જવા માટે પણ અડધે રસ્તે પહોંચી ખબર નહીં કેવો u-turn લીધો કે ડેસ્ટિનેશન જ બદલાય ગયું. અને આ ડેસ્ટિનેશન પર આગળ વધવા મારામાં excitement આવી ગયું. જાણું છૂ કે આ ડેસ્ટિનેશન પર પહોંચવું ઘણું જ મુશ્કિલ છે... આગ નો એક દરિયો પાર કરવાનો છે... પણ હું એ બધુ ભૂલી જઇ એ u-turn નો હર્ષ સાથે સ્વીકાર કરું છુ.
Practically જોવા જઈએતો આજની generation માં જો કોઈ વ્યક્તિ સામેથી ઇન્ટરેસ્ટ બતાવે તો સામેવાળું વ્યક્તિ એ વ્યક્તિ સાથે એક વાર તો involve થવાનું જ છે પણ મારી સાથે તો કઈ અલગ જ બનાવ બની ગયા. મે સપનને પહેલી વાર જોયો હતો ત્યારે આટલી ભીડ હોવા છતાં એના સાથે કઈક અલગ જ connection મેહસૂસ કર્યું, આટલું બધુ ઇગ્નોર કરવા છતા ભૂલથી એ જ વ્યક્તિ ને રિપ્લાઇ થઈ ગયો અને પોતાના જ દિલથી હારી જઇ flow flow માં કંફેશન પણ થઈ ગયું હતું. હું એને સાચા હૃદયથી પ્રેમ કરું છુ. અને સમય જતાં હું અને સપન officially એક relationship માં દુનિયાનો વિચાર કર્યા વિના જોડાઈ જઈએ છીએ.
પોતાની જાતને સંપૂર્ણપણે ભૂલી જઇ સામેવાળી વ્યક્તિ માં સમાય જવું એટ્લે પ્રેમ... એ વ્યક્તિની ચિંતા... તેનો ગમો અણગમો... તેની ઈચ્છાઓ... તેનું માન – સન્માન...તેનું સુખ- તેનું દુખ.. નો વિચાર કરાવે એ પ્રેમ જ છે. સપન મારા માટે એક no body હતો અને મને પોતાને જ નઈ ખબર પડી કે ક્યારે એ એક no body માથી મારો પહેલા ફ્રેન્ડ બન્યો... ફ્રેન્ડ માથી મારો બોયફ્રેંડ તો નહીં જ કહું હવે એને ... એ મારો would be husband બનવા લાગ્યો હતો. સમય તો કઈ રીતે પસાર થઈ ગયો એ ખબર જ નહીં પડી અને પોતાનું અસ્તિત્વ ભૂલી જઇ એકબીજામાં સમાતા જ ગયા... હું માત્ર એટલું જ જાણું છુ કે I love him and I love him from depth of my heart. જાણે સંપૂર્ણ ચક્ર પલવારમાં જ બની ગયું. Strange લાગશે પણ એક અજાણ્યું વ્યક્તિ મારા માટે મારૂ જીવન બની ગયું. મનમાં એક belief હતો કે ના બસ એ જ ...અમારી વાતો ઘણી વાર તો રાતના 1 વાગ્યા સુધી ચાલતી. હમણાં થોડી security રહે એટ્લે સપનને હું મેસેજ કરું ત્યારેજ અમારી વાત થતી પણ સપન એ એકવાર પણ મને પુછ્યું નથી કે કેમ રાધુ આવું?
હવે આવ્યો valentine week. અમે પણ હજી relationship માં ન્યુ ન્યુ કપલ એટ્લે કઈ ખાસ ઇન્ટરેસ્ટ લીધો નહીં... બસ ખાલી ફોન પર જ એકબીજાને મેસેજ થ્રૂ વિશ કર લઈએ અને મને કોઈ ડે સેલિબ્રેટ કરવામાં રસ હતો પણ નહીં મને એક દર પણ હતો કે સપન શું વિચારશે મારા વિશે? મારે સપનને કોઈ બંધનમાં બંધાઈ ગયો છે એવું ફીલ ન’તું થવા દેવું. સપન અને મારા relationship માં કઈ જ expectations હતી નહીં. હું અને સપન એક બીજા સાથે ફિલિંગ્સથી જ કનેક્ટેડ હતા. અમારા પાસે અમારી ફિલિંગ્સ એક્સપ્રેસ કરવા માટે પણ કઈ જ હતું નહીં. માત્ર શબ્દો જ અમારા સહારા હતા. Propose day હોય છે અને સપન મને એક ઓડિઓ સેન્ડ કરે છે with the background music of tum hi ho from ashiqui 2 and it’s unbelievable for me. Because ઓડિઓમાં એકદમ romantic way માં પ્રોપોસલ હોય છે.
“Tere aane se pahele ye sans chal to rahi thi,
Magar tere ane se maine jeena shuru kiya.
I am in love with you radha…
Totally.. completely…madly…
Flat ho gaya yaar tum pe.
Aur ab jo tumse hua hai to kisi aur se hoga nahi…
Love you soo much radhu.”
આ સાંભડતાની સાથે જ હું પોતાની જાતને રોકી નથી શકતી અને રડ્યા જ કરું છુ. સપનનો આ ફિલ્મી પ્રપોસલ મને એકદમ ઈમોશનલ કરી મૂકે છે. મારી જેવી સિમ્પલ ગર્લ માટે પણ કોઈ આવું કરશે એ મે સપના માં પણ વિચાર્યું નઈ હતું અને આજ બધુ આજે મારી સાથે બની રહ્યું હતું. એવું ફીલ થઈ રહ્યું હતું કે બસ હવે લાઇફ થી કઈ જ જોઈએ નહીં, બસ સપન મારા સાથે છે તો આખી દુનિયા મારી સાથે છે. હું એકદમ speechless હોવ છુ અને હું સપનને માત્ર આટલું જ કહી શકું છુ
“ love you sooo much sapan… bau j badhu… thanks for coming in my life.”
સપન તો ત્યારે એટલો surprised અને shocked માં આવી જાય છે કે રાધા એ મને I love you કહ્યું. એની એ ફીલિંગ એના words થી એક્સપ્રેસ થતી હતી. Because મે સપનને હજી સુધી I love You કહ્યું જ નહીં હતું. સપન મને I Love You કહે ત્યારે હું માત્ર 3 kissing emojis જ સેન્ડ કરતી હતી. મારા મનમાં એક શરમ અને બીક હતી. ત્યારે સપનથી મને કહ્યા વગર રહેવાતું નથી અને ફોર ધ ફર્સ્ટ ટાઇમ સપનથી પણ મને પૂછ્યા વિના રહેવાતું નથી.
સપન : મને ખબર નથી પડતી... એવું તો શું છે તારામાં ? બાકી આવું કઈ હોય means માણસ relationship માં હોય અને એને મળવાનું મન નહીં થાય એવું બને જ નહીં. પણ જ્યારનો તને મળ્યો છું એક વાર પણ મારા માઇંડ માં આપણે મળીએ એવો વિચાર નથી આવ્યો. તારા સાથે વાત કરું તો એમ જ લાગે કે તું અહિયાં મારી પાસે જ છે અને મારા shoulder પર તારું માથું મૂકી ધીમે ધીમે મારી સાથે વાતો કરે છે. હું તને મારી સાથે જ હમેશા અનુભવું છુ. મને તને કહેવાનું મન જ નથી થતું કે ચાલ રાધુ આપણે મળીએ.
રાધા : (એકદમ સરપ્રાયસ્લી) મળવાનું...!
સપન : (sent me laughing emojis) હા....
(મળવાનું નામ સાંભળી જ હું એકદમ ગભરાઈ જાવ છુ અને ધ્રૂજવા માંદુ છુ.)
રાધા : પ્લીઝ હમણાં નહીં....
સપન : આજે ફર્સ્ટ ટાઇમ સ્ટ્રોંગ ફીલિંગ આવી છે કે મળવું છે તને... પણ કઈ નહીં…
રાધા : ના... હમણાં નહીં..
સપન : કેમ ?
રાધા : મને તમારી બૌ બીક લાગે છે.
સપન : મારી બીક ?
રાધા : હા... પ્લીઝ હમણાં નહીં.
સપન : સારું... કઈ વાંધો નહીં. હું તને કઈ જ ફોર્સ નહીં કરું. તું જ્યારે comfortable થશે ત્યારે જ મળીશું ... બસ.
એક વાત કહું?
રાધા : હા. કેવ ને...
સપન : બધાની જેમ હું પણ એવું જ માનતો હતો કે કોઈ પણ relationship મળ્યા વગર તો કઈ રીતે શરૂ થઈ શકે? આ મેસેજ પર થોડી ઘણી વાતો કરી તમે કઈ રીતે એ વ્યક્તિ ને જાણી શકો? પણ તે મને ખોટો સાબિત કર્યો છે. તારી સાથે તો વાત કરીને જ એક અલગ સુકુન મહેસૂસ થાય છે.
રાધા : મને ખબર છે કે તમને મળવું છે મને... પણ મને થોડો ટાઇમ જોઈએ છે બસ.
સપન : અરે હા... કઈ નહી...
Now it’s a valetine day. પણ અમે valentine day જેવુ કઈ celebrate કરી જ નથી શકતા કારણકે હું હજી 1 મેરેજ માં busy થઈ જાવ છુ. એ વાતની ક્યાં ખબર હતી કે બીજા ના મેરેજ કરાવતા કરાવતા પોતાના જ મેરેજના સપના જોવા મંદીશ. છોકરાના મેરેજ હતા એટ્લે ફરી આવ્યો વરઘોડાનો દિવસ. રાસ ગરબા ચાલી રહ્યા હતા અને અચાનક જ મે કોઈને દૂરથી aviator પર જોયા અને મને લાગ્યું કે સપનજ છે પણ મને લાગ્યું કે મારો વહેમ હશે એટ્લે ફરી હું ગરબા કરવા લાગુ છુ. પછી થોડી વાર રહી વરઘોડાથી થોડું છૂટું પડી હું સપનને મેસેજ કરું છુ. ત્યારે વાત કરતાં કરતાં સપન એ જ મને જણાવ્યુ કે જોવાનું બૌ જ મન થયું હતું અને સપન એ હાથ માં આવેલો મોકો જવા દેવા માંગતો નઇ હતો એટ્લે એ ચુપકે ચુપકે કોઈને જ ખબર નહીં પડે એમ roadside romeo ની જેમ મને જોવા બહાને ભૂલથી ત્યાં આવી ગયો હોય છે એવો behave કરે છે અને તરત જોઈ જતો પણ રહે છે.
બીજા દિવસે અમે ચેટ કરી રહ્યા હતા ત્યારે...
સપન : કાલે તને જોયા પછી મને પાછું તને જોવાનું મન થયું છે. તને લાસ્ટ રાહુલના મેરેજ માં જ જોઈ હતી.... To be continued….
*તો હવે રાધા શું કરશે?
*શું રાધા હજી સપનને મળતા hesitate થાય છે?
*શું રાધા ફરી સપનને મળવાનું ના કહેશે?
*સપનને ફરી મળવાની જે ઇચ્છા થઈ છે વધુ જાણવા માટે આગળ વાંચતાં રહો..
“The Infinite & Unconditional Love” (part – 4)
આ સ્ટોરીના ફીડબેક આપવાનું ભૂલશો નહીં તથા Like અને Share કરવાનું ભૂલશો નહીં.