હમ તુમ્હારે હૈ સનમ - 19 Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમ તુમ્હારે હૈ સનમ - 19

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૧૯)

અરમાન આયતના ઘરે થી નીકળીને ચોકમાં આવે છે. લિયાક્તની હાથકળી ખોલે છે.

"ચાલ મને લઇ ચાલ..."

"ક્યાં લઇ જાઉં? તમે મને મારશો તો નહીં ને?"

"ના નહિ મારુ, તારા અબ્બુ જ્યાં નોકરી કરે છે એ પોલીસ સ્ટેશન લઇ લે.."

લિયાક્ત અરમાન ને લઈને પોલીસ સ્ટેશન જાય છે અને પોતાની જાતને સરેન્ડર કરે છે.

સારા આયતના ઘરે આવે છે. બંને એકબીજા ને જોઈને બહુ રડે છે.

"સારા જો નસીબ નું શરીર હોત ને તો એ બિલકુલ મારા અમ્મી જેવી જ હોત.. ના ક્યારેય કિસ્મત બદલે ના મારા અમ્મી..."

"આયત તે પાછા આવી ને બહુ મોટી ભૂલ કરી..."

"પાછા આવીને અહીં, મસ્જિદ માંથી પાછા આવી ને ભૂલ કરી સારા..."

"આયત મેં સાંભળ્યું તું નિકાહ થતો તો મસ્જિદ માં?"

"હા એ જ તો કહું છું બસ કુબુલ હૈ જ કહેવાનું બાકી હતું ને હું દોડી આવી.."

"આયત તારા અમ્મી આવું કેમ કરે છે?"

"એ મરી જશે પણ મને અરમાન ને નહીં જ આપે..."

"ના ના એવું નથી વાત કૈક અલગ છે..."

"શું વાત છે કે મને બેસ મારી પાસે આપ હિંમત મને..."

"તને ભલે ખોટું લાગે પણ આજે હું કહીને જ જઈશ..."

"હા બોલ..."

"જયારે આપણે બંને ઉપર હતા અને તું ભાગી એ પછી મેં દરવાજા બંધ કરી દીધા ને અંદર બેઠી હતી. મને હતું કે કોઈ આવે તો એમ લાગે કે અંદર તૈયાર થાય છે. તારા ગયા પછી તારા અમ્મી આવ્યા હતા. એમને દરવાજો ખખડાવ્યો મેં કહ્યું માસી પઁદર મિનિટ રોકાઈ જાઓ. એ બોલ્યા સેની પઁદર મિનિટ મને ખબર છે એ અંદર નથી. હું તો વિચાર માં પડી ગઈ મેં દરવાજો ખોલ્યો એમને એક ઊંડો શ્વાસ લીધો ને બોલ્યા ભાગી ગઈ એ? મેં કહ્યું હા... એ પછી એ ચહેરા પર ચમક સાથે બોલ્યા જા સારા... તારું કામ પૂરું થયું. હું આ સાંભળી ને અચંબિત થઇ. આયત તને લાગ્યું તું ભાગી ગઈ છે અને મને હતું કે હવે મારે કેટલાય સવાલ જવાબ આપવા પડશે પણ એવું કઈ ન થયું એમને કહ્યું તું જા.. તારું કામ પૂરું થયું. મને આ વાત કાનમાં ગુંજતી જ રહી. પણ મને હવે સમજાયું કે આપણે તારા અમ્મીના પ્લાન મુજબ જ ચાલી રહ્યા હતા. તારા અમ્મી એ જ તને ભાગવાનો પૂરતો સમય આપ્યો..."

"પણ અમ્મી એ આવું કેમ કર્યું હશે સારા...?"

"એતો અલ્લાહ જાણે પણ તારા અમ્મી ના મગજમાં કંઇક અલગ જ ચાલે છે..."

"હા સારા એતો મને પણ લાગ્યું મસ્જિદમાં મૌલવી સાબ જ કુબુલ હૈ બોલવાના જ હતા કે મારી બેન આવી ને જોરથી બોલી અમ્મી એ ફાંસી લગાવી લીધી છે. હું દોડતી આવી અને એ પણ ડરીને મારી પાછળ આવ્યો. આવી ને જોયું તો અમ્મી એ કોઈ ફાંસી નહોતી લગાવી..."

અહીં લિયાક્ત પિતા અને સુલેમાન પોલીસ સ્ટેશન આવ્યા. અરમાન ને લિયાક્તના પિતા એ લોકપમાં ખુબ માર્યો. થોડીવારમાં મૌલવી સાબ પોલીસ સ્ટેશન આવ્યા.

"અરમાન નામમાં છોકરા ને કોઈ પકડી ને લાવ્યું છે?"

"હા અહીં જ છે તમે કોણ?"

"હું ઇમામ છું અહીં ની મસ્જિદ નો, તમે આ ભલા માણસ ને કેમ અહીં પકડી લાવ્યા છો?"

"આ કોઈ ભલો માણસ નથી, એને પોલીસ ને બંધુક બતાવી છે અને છોકરી ને ભગાડી ને લઇ ગયો છે..."

"એને કોઈ છોકરી નથી ભગાડી, એની મંગેતર છે એ..."

"એની મંગેતર નઈ, એ છોકરી ના લગ્ન મારા છોકરા સાથે થવાના હતા આ એને ત્યાંથી ભગાડી ને લઇ ગયો છે..."

"મૌલવી સાબ તમે અમારા મામલામાં ના પડો, મારી દીકરી છે હું જોઇશ..." સુલેમાન બોલ્યો.

"તમારી દીકરી છે એ પણ એ અરમાન ની અમાનત છે તમારી પાસે સુલેમાન... અમાનત પાર હક ન ઝાળો..."

"આ મૌલવી સાબ ને ભાર નીકળો..." લિયાક્ત ના અબ્બુ બોલ્યા.

મૌલવી સાબ ના ગયા પછી અરમાન ને લોકપમાં બંધ કરી ને લિયાક્ત ના અબ્બુ એ સુલેમાન ને વાત કરી.

"જો સુલેમાન ગઈ વખતે ઉપર થી દબાણ આવ્યું તું ને મને જેલમાં બંધ કર્યો હતો. આ વખતે તારે તારી દીકરી ને ગવાહી આપવા માટે તૈયાર કરવી પડશે.. તારી દીકરી એ કાલે અદાલત માં કહેવું પડશે કે અરમાન એને અગવા કરી ને લઇ ગયો હતો..."

"પણ મારી દીકરી નહીં માને તો?"

"મનાવવી પડશે. FIR મુજબ અગવા નો કેસ છે, એને મારી ને માનવ કે કોઈ ઢોંગ કરીને પણ મનાવજે નહિતર કોર્ટમાં બહુ તકલીફ થશે..."

આયત ના અબ્બુ ઘરે આવે છે. ઘરે આવીને રડવાનો ઢોંગ રચાવે છે. આયતના અમ્મી એને લઈને આવે છે.

"જો તારા પિતા ને આમ કોઈ દિવસ રડતા જોયા છે, કેટલા લાચાર થઇ ને એ રડે છે. સમાજમાં મોઢું દેખાળવા જેવા નથી રહ્યા..."

"અબ્બુ પણ હું તો તમારી પાસે આવી ગઈ છું અને અરમાન પણ અમ્મી ને વચન આપી ને ગયો છે કે હવે એ અમ્મી ની મરજી વગર નહિ આવે. એ વચન નો પાક્કો છે તો કેમ રડો છો.."

"વાત એ નથી વાત એ છે કે કાલે કોર્ટ માં અરમાન ને હાજર કરશે પણ એના માટે તારે ગવાહી આપવી પડશે..."

"શું ગવાહી અમ્મી?"

"એ જ કે એ તને અગવા કરી ને લઇ ગયો હતો..."

"કેટલા વર્ષ ની સજા થશે એને?"

"સજા તો એને આમ પણ થશે પોલીસને બંધુક બતાવી ને જવાના ગુનાહ માં પણ તું ગવાહી આપીશ તો તારા અબ્બુ ની ઈજ્જત રહી જશે..."

"અબ્બુ એવો રસ્તો નથી જેમાં તમારી ઈજ્જત એ રહી જાય ને એને સજા પણ ન થાય..."

"બીજી મુદતમાં ફરી જજે, એમ કેજે કે તું તારી મરજી થી ગઈ હતી..."

"ત્યારે અબ્બુ તમારી ઈજ્જત નીચી નઈ થઇ જાય?"

"આયત તું સમજવાની કોશિસ કર તારા અબ્બુ ને ગામ માં મોઢું બતાવવાનું છે..."

"સારું અબ્બુ કાલે સવારે છે ને અદાલત હું વિચારી ને કહું..."

"એટલે? કોને પૂછીસ તું?" રુખશાના બોલી

"અમ્મી કોઈ ને નહિ પોતાની જાત સાથે વાત કરીશ... પણ એતો કહો અબ્બુ કે બોલવું શું છે? હું ગોખી લઉ..."

"જો એમ કહેજે કે તારી જાન આવી ગઈ તી તું ઉપર તૈયાર થતી તી, ટેરો નિકાહ થવાનો જ હતો કે અરમાન એના મિત્રો લઈને આવ્યો તને નીંદ ની શીશી સૂંઘવી ને લઇ ગયો. ત્યાં જઈને જબરજસ્તી નિકાહ નું કહેતો હતો કે પોલીસ પહોંચી ગઈ..."

"અચ્છા અબ્બુ એ ન કહું ને કે નિકાહ થતો જ હતો ને મારી બેન આવી ને બોલી અમ્મી એ ફાંસી લઇ લીધી છે, હું દોડતી આવી એ પણ મારી પાછળ આવ્યો ને અમ્મી એ ફાંસી લીધી નહોતી પણ એમને અમને બંને ને જીવતા ફાંસી આપી હતી..."

"સુલેમાન આ નઈ માને તમારી દીકરી..."

"અમ્મી માનીશ, હું આપીશ ગવાહી પણ અબ્બુ ને હકીકત તો કહી દઉં કે થયું તું શું..."

સવારે કોર્ટના દરવાજે આબિદ અલી એમના દીકરા માટે વકીલ ને લઇ ને ઉભા હતા. અરમાન ને પોલીસ લઇ ને આવી એ એના પિતા ને ગળે મળી ને અંદર ગયો. આયત એના અમ્મી અબ્બુ સાથે આવી, એ નજર નીચે ઝુકાવી ને કોર્ટમાં પ્રવેશી. આયતના નાની , માસી, મામા અને અક્રમ પણ આવ્યા.

"આ ગઈ એ છોકરી વકીલ સાહેબ..."

"આબિદ અલી ખોટું ન લગાડો તો જયારે છોકરી અમ્મી અબ્બુ સાથે આવે ત્યારે એ ગવાહી જ આપવા આવે જો એ ગવાહી આપશે તો અરમાન ને પઁદર દિવસ નો રિમાન્ડ જાહેર થઇ જશે..."

"મને ખબર છે વકીલ સાહેબ પણ જો એ છોકરી ગવાહી આપે તો તમે એક શબ્દ ના બોલતા ..."

"પણ કેમ? આમ તો આપણે કેસ હારી જઈશું..."

"હું મારા દીકરા ને ઓળખું છું, જો એ ગવાહી આપશે તો એ ફાંસી એ પણ ચડી જશે પણ એની સામે નહિ બોલવા દે..."

અંદર કોર્ટમાં જજ, વકીલો અને બીજા લોકો ગોઠવાયા, કેસ ની વિગત દર્શાવાયી, બંને વકીલો એ પરિચય આપ્યો. આયતના પિતાના વકીલ એ જજ ને આજીજી કરતા કહ્યું કે એ છોકરી ની ગવાહી સંભળાવવા માંગે છે. આયત ઉભી થઇ અને કઢહરા માં ઉભી રહી.

"હા તો આયત બોલો શું કહેવું છે તમારે..."

"જજ સાહેબ તમે જેને મુજરીમ કહો છો જો એ અરમાન મારો હાથ પકડી ને આગ ના દરિયામાં કુદવાનું કહે તો પણ હું કૂદી જાઉં, તમારો મુજરીમ બીજો કોઈ નઈ મારો બાળપણ નો મંગેતર છે. પહેલા લાગતું હતું કે હું એને પ્રેમ કરું છું પણ હવે એમ થાય છે કે હું એને પ્રેમ નહીં એની પૂજા કરું છું. અગવા કરી ને એ મને નહોતો લહી ગયો આ પી.એસ.આઈ નો દીકરો જબરદસ્તી મારી સાથે લગ્ન કરવા આવ્યો હતો. "

આયત આમ કરતા બધી જ વાત જજ સાહેબ ને જણાવી. જજ સાહેબ એ કહ્યું.

"આયત તું ઉંમરમાં નાની છે બેટા આ ઉંમર ભણવા ગણવા ની છે..."

"જજ સાહેબ હું તમારી વાત સાથે સહમત છું પણ આ ઉંમર નફરત સહન કરવાની પણ નથી ને..."

જજ સાહેબ એ બધી જ દલિલો સાંભળી કેસ ને રદ કર્યો અને અરમાન ને બા ઈજ્જત બરી કર્યો. જજ સાહેબે લિયાક્ત ના પિતાની ટ્રાન્સફર બીજા શહેરમાં કરવાનો ઓર્ડર પણ આપ્યો અને આયત ને કહ્યું કે તું તારા ઘરે રેહવા જવા માંગે છે કે અદાલત રહેવાની વ્યવસ્થા કરે. આયત એ એની નાની ના ઘરે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. કોર્ટ એ આયત અને અરમાન આવતા ત્રણ વર્ષ સુધી લગ્ન ન કરી શકે અને પોતાનું ભણતર પૂરું કરે એ માટે સમય આપ્યો.

આયત ને લઈને એના નાની, આબિદ અલી અને માસી જેતપુર પહોંચ્યા. અહીં અરમાન અને અક્રમ રાજકોટ ઘરે આવ્યા.

અરમાન ને જોઈ એના અમ્મી ફરીથી રડવા લાગ્યા.

"બેટા આ નિશાન કેવા..."

"અમ્મી એ તો આવતા રહેવાના... તું રડ નહીં..."

"તારા અબ્બુ ક્યાં છે?"

"એ ત્યાં નાની ને ત્યાં ગયા છે. આયત એ કોર્ટ માં નાની ને ત્યાં રહેવાની વાત કરી છે... એટલે માસા માસી આયત ને ત્યાંથી લઇ ન જાય એટલા માટે એ ત્યાં ગયા છે..."

"બેટા રુખશાના નું તો ક્યારેય ભલું નઈ થાય આખા સમાજ માં દીકરી ની આબરૂ ન રહેવા દીધી અને તને પણ કોર્ટ ના પગથિયાં ચડાવ્યા... હવે હું નહિ રોકુ બેટા તને... એ છોકરી થઇ ને આટલી હિંમત કરે છે તો તું પણ એના માટે લડી જજે હવે પાછી પાની ના કરતો... હુંયે જોવું છું એ શું કરી શકે છે..."

"હા અમ્મી પણ તમે પછી એમ ન કેહતા કે આ ઘા ક્યાં વાગ્યા ને રડતા નહિ..."

"બેટા એ તો કહીશ કઇ માં હોય જેને દીકરા ના શરીર પર ઘાવ જોઈ ને જીવ ન બળે..."

આયત એની નાની ની પાસે બેઠી છે. આબિદ અલી એની સામે બેઠા છે.

"બેટા આયત તું સ્મિત સાખ મોઢા પર... તારી હસતા ચહેરા માટે તો અમે આ બધું સહન કરી રહ્યા છીયે..."

થોડી જ વારમાં ત્યાં દરવાજો ખખડે છે.

"જા મહંમદ દરવાજો ખોલ હું બેઠો છું ને..." આબિદ અલી બોલ્યા...

"માસા.. મારા અમ્મી અબ્બુ હશે..." આટલું બોલી ને આયત અંદર ના ઓરડામાં ચાલી ગઈ.

મહંમદ દરવાજો ખોલે છે. સામે આયત ના અમ્મી અબ્બુ હોય છે.

(ક્રમશ:...)