સવાર ના દસ થવા આવ્યા. એલાર્મ જોર જોરથી વાગવા લાગ્યું છે. મમ્મી કીચન માં કંઈક બનાવી રહી છે. મમ્મી બુમ મારે છે.. ઓ લોર્ડ સાહેબ...કયારે ઉઠશે..તુ...ઉઠ ને બેટા કોઈ કામ નથી તને....
મમ્મી ઝડપથી રૂમ માં આવે છે અને એલાર્મ બંઘ કરે છે.
અને ઉઠાડે છે.. ઉઠ શુભમ્ ઉઠ ચાલ હવે દસ થવા આવ્યા છે.
હં મમ્મી ઉઠુ છું...આંખ ચોળતા...ચોળતા.....!!
"હે ભગવાન આનું શું થશે" ??
શુભમ્ ફ્રેશ થઈ નાસ્તો કરવા બેઠો.. ત્યાંજ શુભમ્ ના પપ્પા પણ ટીફીન લઈ ઓફીસે જવા નીકળ્યા.. થોડા અટકતાં બોલ્યા..
તુ આમ કયાં સુધી રખડપટ્ટી કરશે... હવે કમાવવા નું ચાલુ કર નઈ તો બધા તારા સાથેના તારા થી આગળ નીકળી જશે..
આજે માણસ ની કિંમત નહી,બેટા પૈસા ની કિંમત છે.
ભલે આજે મારા બોલ તને કડવા લાગતાં હોય પણ કાલે જયારે તને ઠોકર લાગશે ને ત્યારે તું મને યાદ કરશે જોજે.
પપ્પા.. ટેન્શન નોટ.. હુજ બધાંથી મોટો બિઝનેસ મેન બનીશ.
બિઝનેસ મેન વાલિ ચલ હવે,પહેલા બે રુપિયા કમાતા શીખ
પછી કહેજે.... પપ્પા કટાસ કરતાં કરતાં ઓફીસે જવા નીકળ્યા.
હવે શુભમ્ ને લાગ્યું કે કંઈક કરવું પડશે..હવે ઈજજત નો સવાલ છે..
અચાનક સામેથી એના જીગરી જાન મિત્ર ઉમંગ નો ફોન આવ્યો "અબે કયાં છે શુભમ્ જલદી મળ તને એક ન્યુજ આપવી છે. એવી ન્યુજ કે તું ખુશ ખુશ થઈ જાશે."
અરે બકા પણ શું છે. તે તો કે...
દસ મિનિટ માં અડ્ડા પર મલ... ઓકે.. ઉમંગ બોલ્યો.
અને ફોન કટ થઈ ગયો.... શુંભમ્ એ બાઈક કાઢી અને ફટાફટ અડ્ડા પર પહોચ્યો. ઉમંગ ત્યાં જ ચા પી રહ્યો હતો.
"ચાલ ઉમંગ જલદી બેસ " અને ઉમંગ ગાડી પર બેઠો અને ગાડી ભાગવા લાગી. એમના જુના અડ્ડા પર જઈ ગાડી અટકી.
જંગલ માં એક મોટા ઝાડ ના નીચે મોટા મોટા પથ્થરો પડ્યાં હતા. તે તેમની સીક્રેટ મિટિંગ ની જગ્યા..
હં બોલ ભાઈ ઉમંગ શું છે તારી ન્યુંઝ..
આજે છેને અમારા ધર નો પાયો ખોદકામ કરતાં ત્યાં થી એક પેટી મળી આવી.
તો તો તેમાં ખજાનો હશે કેમ?? શુંભમ્ બોલ્યા
ના કેનો ખજાનો એક કાગળ નિકળ્યું અને તે પણ કંઈક જુના જમાના નો નક્શો જેવો લાગે છે. તેમાંથી ત્રણ મુર્તિઓ નીકળી મુર્તિ ના નીચે સંસ્કૃત જેવીજ લીપી માં કંઈક લખ્યું હતું.
હું મારા પેલા આર્કિયોલોજીસ્ટ અંકલ ને મળ્યો. એને આ નકશો અને મુર્તિ ઓ અને પુછ્યુ આ શું છે.??
મારા અંકલે જે જવાબ આપ્યો તે મારા હોશ ઉડાડવા વાલો હતો. કેમ શું બોલ્યા અંકલ ??
અંકલ એ કહયું "આ એક અત્યંત રહસ્યમય અને જાદુઈ દુનિયા ના "ભૈરવ" સામ્રાજ્ય નો ખજાનો છે."
ત્યારના સમય ના માહારાજ ભૈરવ એ આ ખજાનો એકઠો કરવા માટે સેંકડો લોકો ને મોત ને ધાટ ઉતારી દીધેલા કેટલાયે રાજયો નો સર્વનાશ કરેલો.
એક દિવસ ચાલુ સભા એ એક સાધુ ને વન માંથી પકડી લાવ્યા અને તેને સભા માં હાજીર કરવામાં આવ્યો.
એનો ગૂનો એટલો જ કે તે યે એક મરતા માણસ ને પાણી પાયું હતું. તે પણ એ માણસ જેને રાજા એ મુત્યું ની સજા કરી હતી.
રાજા એ કંઈ પણ જાણ્યા વિચારયા વગર તલવાર કાઢી અને સાધુ નુ માથું ધડ થી અલગ કરી નાંખ્યું.
પણ એ કોઈ સામાન્ય સાધુ ન હતો તે તો માયાવી સાધુ હતો.
તેનુ માથું જમીન પરથી બોલ્યું " હે કૂર અને કપટી રાજા તું જેના માટે આટલા પાપ કરે છે તેજ ધન તારી મુત્યું નુ કારણ બનશે.
તારી આત્મા હમેશા આ ધન ની આસપાસ જ ફરશે જા તુ જન્મ અને મરણ ના ચક્ર માંથી કદિ આઝાદ થશે નહીં તારી આત્મા આમજ ભટકશે તારા અને તારા રાજય નો સર્વનાશ થશે. જા તને મારો શ્રાપ છે." અને ત્યાં થી આ સાધુ અને તેનુ માથું ગાયબ થઈ ગયું.
ત્યારથી સેનિકો ની આત્મા આ ખજાના ની રક્ષા કરે છે.
જેટલા પણ લોકો તેની શોધખોળ માં ગયા તે આજ સુધીમાં જીવતા નથી આવ્યાં. આ નકશા ના હીસાબે જો જોઈએ તો આનું દ્વાર પંદરશો કીમી ના અંતરે પુર્વ માં કોઈક ગાઢ જંગલ માં મંદિર ના નીચે છે. હજારો વર્ષો નો ઈતિહાસ તેમની સંસ્કૃતિ તેમની જીવન શૈલી આ બધું જ કેટલાય વર્ષો થી દફન છે. પરંતું શ્રાપિત હોવાને કારણે કોઈ એને શોધી શકયું નહી.
મારો વિચાર છે કે આ ખજાનો આપણે શોધીએ આપણું નામ ઈતિહાસ માં અમર થઈ જશે. ઉમંગ બોલ્યો.
અરે ગાંડા ખજાનો શોધવા જવુ મતલબ મુત્યું ના મુખ મા જવું.
આ કોઈ ફિલ્મ નથી કે તું શોધી લેશે અને જીવતો પણ બચી જશે આ રિયલ લાઈફ છે બકા જો એક વાર ગયા તો કદાચ જ આપણે જીવતા આવશું...??
તને ખબર છે જીંદગી માં તારો "ગોલ" શું છે. તારે જીંદગી માં શું કરવું છે. જો નથી ખબર તો કિસ્મત એ આપણા સામે બોવ મોટી તક મુકી છે. આ તક ને આપણે ઝડપી લેવી જોઈએ.
અને સાથે મારા આર્કિયોલોજીસ્ટ અંકલ પણ આવશે. ટેન્સન નોટ ઉમંગ બોલ્યો.
"ચાલ તું કહે છે તો જઈએ આપણે જે થાય તે જોવાઈ જશે." બોલ કયારે જવું છે આપણે.... શુભમ્ બોલ્યો.
અરે શુભ કામ મે દેરી કેશી... કાલ જ નીકળ્યે
અને તું તારુ બેગ પેક કરી લે.... ઓકે ડન બકા.....!
શુભમ્ અને ઉમંગ એ બધી તૈયારી કરી લીધી અને સાથે ઘરે થી પરમીશન પણ લય લીધી. ઘરે એમ કહયું કે પેલા ઉમંગ ના મણી અંકલ છે ને એમને કંઈક શોધ કરવી છે મધ્યપ્રદેશ ના બાંધવગઢ નેશનલ પાર્ક માં જુની પુરાની મૂર્તિ ઓ મળી છે. અને જુનુ એક મંદિર અને આર્કિયોલોજીકલ સાઈટ મળી આવી છે. ત્યાં તેમને સરકાર એ એપોઈન્ટ કર્યા છે.
એટલે અમે પણ ત્યાં અંકલ સાથે જઈએ અને જંગલ ટ્રેકિંગ, જંગલ સફારી અને કંઈક નવું શીખી પણ આવશું પ્રવાસ પણ થઈ જશે. આમ કહી પરમિશન લઇ લીધી.......!
કામ નું બધું સામાન લઈ બેગ પેક કરી ત્રણે જણ કારમાં ગોઠવાયાં અને કાર પુર ઝડપે દોડવા લાગી....!
પણ એમને શું ખબર કે આ પ્રવાસ એમને શું શું દેખાડશે કયાં કયાં લઈ જશે નવી નવી દુનિયા ઓની શેર કરાવશે. એવી જાદુઈ દુનિયા જયાં કેટલાય મુશ્કેલી ઓ આપતિ ઓ જન્મ અને મુત્યું,માયાવી ચક્રો,વિચિત્ર માણસો, વિચિત્ર માન્યતાઓ કલ્પનાઓ થી પણ પરે એવા પ્રાણીઓ ભયંકર અને ક્રુર આત્મા ઓ દિલ કંપી ઉઠે એવા દ્શયો અને તેમાં થી ઉડતું આશ્ચર્ય અને રોમાંચ એમની રાહ જોતું હશે..!!!
@÷÷÷@÷÷÷÷@÷÷÷÷÷@÷÷÷=@÷÷÷÷÷@÷÷÷
તે ત્રણે બાંધવગઢ નેશનલ પાર્ક ની શરહદ પર પોહોચ્યા ત્યાં જ જંગલ ની બોર્ડર પર નેશનલ પાર્ક ની ઓફિસ હતી ઓફિસમાં કામ કરતા માનસિંહજી ઝાલા સાહેબ મંણી અંકલ ના ખાસ મિત્ર હતા. જયારે થોડા વર્ષો પહેલા મંણી અંકલ અહીં શોધ કરવા આવ્યા હતાં ને ત્યાર ની બન્ને ની પાકી દોસ્તી બંધાઈ ગયેલી. એટલે ઝાલા સાહેબે ત્યાં જ ત્રણેય ને રહેવાની અને ખાવાની સગવડ કરી આપી.
ઓફિસ ના ઉપર થી બાંધવગઢ નેશનલ પાર્ક નો નઝારો રમણીય અને મનમોહક લાગતો હતો. આખા જંગલમાં એક અજીબ પ્રકારની શાંતી છવાઈ હતી. થોડી થોડી વારે પ્રાણીઓ ના અવાજ આવ્યા કરતાં હતાં. પણ કહેવાય છે ને કે જે વસ્તું જેટલું સુંદર હોય એટલુંજ ખતરનાક અને જાન લેવા પણ હોય છે. ત્યાં જ જંગલ તરફથી થોડા માણસો દોડતા આવ્યા અને ઝાલા સાહેબ પાસે આવીને કંઈક કહેવા લાગ્યા.
હું પણ તે જાણવા માટે નીચે ગયો....ત્યાં જ અંકલ ને ઉમંગ પણ આવી ગયા.
એક માણસ કહેવા લાગ્યો "ઝાલા સાહેબ જંગલ મે થોડે અંદર દો ગાંવ વાલો કી અધખાઈ લાશે પડી હે લગતા હે વો કિસિ જંગલી જાનવર કા શિકાર હો ગયે હે એસા લગતા હે. આપ જલદી ચલીયે સાયદ કોઈ જીંદા હો ઓર કીસીકે મદદ કી રાહ દેખ રહા હો. ઘ્રુજતા ઘ્રુજતા બોલ્યો.
ઓ..હો..હો યે કયા હો રહા હે એક મહિને મે યે પાંચમી વારદાત હે. ઝાલા સાહેબ દાંત કટકટાવતા બોલ્યા.
ચલો જલદી જંગલ મે ઓર સબ સાથ મે ઓર ચોકકને રહેના ઝાલા સાહેબે બે બંદુક ધારી શિપાહી ઓને સાથે લીધા. અંકલ હું ને ઉમંગ પણ સાથે જોડાયા. પહોચ્યા ત્યાં જયાં આ બધું થયું હતું. ઓહ આ શું?? ત્યાં બે માણસો પડેલા હતાં એક તો મરી ગયો હતો પણ બીજો હજુ થોડો જીવતો જ હતો પરંતું તેને પ્રાણીઓ એ જીવતો જ ખાવાનો ચાલું કરી દિધો હતો. એટલે તેના પેટ નો ભાગ આખો બહાર આવી ગયો હતો. એના આંતરડાઓ જયાં ત્યાં પડેલા હતા. એનો અરધો પગ ની જાધ પણ અઘ ખાયેલી હતી. એ શરીરો ની આજુબાજુ જાણે લોહી ના ખાબોચિયાં ભરાયા હતાં. આ બધું જોઈ અમે બધા ધ્રુજવા લાગ્યાં હતા પણ આ તો ઝાલા સાહેબ નું રોજનું કામ હતું એટલે એમને એટલો ફરક નહી પડયો પણ હા પણ આ બીજો કેસ હતો કે કોઈ જીવતા માણસ ને પ્રાણીઓ એ ખાધો હોય. એ લાશો ગામવાસીઓ ને શોપી ને અમે પાછા ઓફિસે પોહોચ્યા. રાત થવામાં આવી હતી ધીમે ધીમે રાત નું કાળું અંધારું આખા જંગલ પર પ્રસરવા લાગ્યું હતું. હવે ધીમે ધીમે જંગલ જીવંત થવા લાગ્યું હતું. જંગલમાં થી વિચિત્ર અવાજો સાંભળવા લાગ્યા એવા વિચિત્ર અને ડરાવના આવાજો થી આખું જંગલ ગુંજવા લાગ્યું.
રાત ના બાર થી એક થવા આવ્યો હતો હું કંઈક લેપટોપ માં સર્ચ કરી રહયો હતો. ત્યાં જ બારીની થોડી ખુલ્લી જગ્યા માંથી બાહાર થી થોડો પ્રકાશ રુમ ના અંદર આવી રહયો હતો. અંકલ અને ઉમંગ બન્ને સુઈ ગયાં હતાં. મને કંઈક અજુગતું લાગ્યું એટલે મે બારી ની નાની અમથી જગ્યા માંથી બાહાર જોવા લાગ્યો. બાહાર જોતાજ મારી આંખો આશ્ચર્ય થી ફાટી પડી. આખા જંગલમાં જણે કોઈક અજાણી શકિત નો પ્રકાશ હતો આખું જંગલ જગમગ કરતું હતું. કેટલીક સફેદ પરછાઈ ઓ આમ થી તેમ આંટા મારયા કરતી હતી. કેટલીક નાની નાની સફેદ પરછાઈ ઓ બાળકો જેવી ત્યાં દોડમ દોડી કરી રમતી હતી. કેટલીક કાળી પરછાઈ ત્યાં એક ઝાડ નીચે ચુપચાપ ઉભી રહી હતી કેટલીક કાળી પરછાઈ ત્યાં મળદા ની આજુબાજુ બેસીને કોઈક વિચિત્ર અવાજે રડી રહી હતી. અને તેજ મળદા ને ખાય રહી હતી. તેનો રડવાનો અવાજ એટલો ભયાવહ હતો કે મારા રુમમાં મારા દિલ ના ધબકારા સ્પીડ પકડી રહયા હતા.
આ બાજુ બહાર જંગલ માં પરછાઈ ઓ વધી રહી હતી. અને એ પરછાઈ ઓ વિચિત્ર પ્રકારનો અવાજ કરી રહી હતી જાણે ત્યાં ધણી બધી ચિતાઓ સળગતી હોય તેમ ભળભળ કરતો પ્રકાશ વધવા લાગ્યો હતો.
હવે એ અવાજો ડરવાની ચિસો માં પરિવર્તત થઈ રહી હતી.
એટલી ડરાવની કે મનુષ્ય ની આત્મા કંપી ઉઠે......!!
હું થોડીવાર પછી સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ મને ઊંઘ આવતી જ ન હતી.
સવાર થઈ મે બધી વાત ઉમંગ અને મણી અંકલ ને કરી ને તે જગ્યા બતાવી પણ સવારે ત્યાં કંઈ પણ હતું નહી.
સવારે ફ્રેશ થઈ ને અમે ત્રણે ગામમાં ગયા ગામના માણસો પાસે કંઈક માહિતી માટે.
અમે કાલે ઝાલા સાહેબ ને જે બોલાવવા આવ્યા હતાં ને તેમાંથી એક ને પુછ્યું. તેણે કહયું આ મંદિર વીશે તમને એકજ માણસ જાણકારી આપી શકે છે. જે અહી નો સોથી જુનો અને વડિલ માણસ છે. તમે તેના પાસે જાવ તેજ તમારી કંઈક મદદ કરશે. તેનું નામ વલજી પટેલ છે તે દુર સામે ઝુંપડું દેખાય છે તે તેનું જ છે.
અમે ત્રણે જણ ત્યાં ગયા. ત્યાં જોયું તો એક મોટી ઉંમર નો માણસ ખાટલા માં પડેલો હતો. મેલા ઘેલા કપડા હતા તેના એના મોઢા પર કરચલીઓ પડેલી હતી. આખું શરીર અશકત હતું પણ અવાજ હજુ પણ કડક હતો.
સામેથી અવાજ આવ્યો "શું કામ છે.. ભાઈ.. કોણ છો તમે.??"
"હું આર્કિયોલોજીસ્ટ છું વલજી ભાઈ અને આ બે મારા ભત્રીજા છે. " અંકલ બોલ્યા
"એટલે " થોડું ઓછું સંભળાયું હોય એવી રીતે પુછ્યું
હું જુના મંદિરો,મુર્તિ, શિલ્પો એવું બધું શોધખોળ કરુ છું.
"એટલે તમે પેલા શ્રાપિત મંદિર વિશે જાણવા માંગો છો"
"હા વલજી ભાઈ અમને તેના માટે જાણકારી જોઈએ છે મંદિરમાં છુપાયેલા અદ્રશ્ય ખજાના વિશે " અંકલ બોલ્યા
"હા તે તો છે પણ ખજાના તૈખાના માં જવાનું એક અદ્રશ્ય દ્વાર છે પણ જયાં સુધી તે ખજાનો શ્રાપિત છે ત્યાં જવું અશક્ય છે અને તમે ત્યાં પહોંચી પણ જાવ તો જીવતાં કદિ બાહાર નહી આવો" વલજી ઢોસા દબાયેલા અવાજે બોલ્યા.
"પણ કોઈક તો રસ્તો હશે અંદર જવાનો" ઉમંગ બોલ્યો
રસ્તો તો ખબર નથી પણ હું એક તાંત્રિક ને ઓળખું છું તે તમારી કોઈક મદદ કરી શકશે. તે મારી પાસે દરરોજ સાંજે ગાંજો પીવા આવે છે. તમે સાંજે અહિ આવો હું તમને એના સાથે મળાવી દઉં....!!
સાંજે પાંચ વાગ્યે ફરીથી અમે ટાઈમસર ત્યાં પહોંચી ગયા. ઝુંપડી ની પાછળ બન્ને ચિલમ પી રહયાં હતાં. એ તાંત્રિક થી પણ વધારે કંઈક નાગાબાવા જેવા લાગતાં હતાં પણ તેમણે કાળી લંગોટી વટાળેલી હતી. આખા શરીરે સંપૂર્ણ રાખ લગાવેલી હતી. રુદ્રાક્ષ ની માળા પહેરેલી હતી. ચમકદાર ચહેરો અને તેજ થી પ્રકાશિત નશીલી આંખો એમના આખા વ્યક્તિત્વ ને ઓર ગુઢ બનાવતી હતી.
બોલો કયા કામ કે લીયે આયે હો યહાં.... તાંત્રિક બોલ્યો.
હમ મંદિર કે રહસ્યો ઓર શાપિત ખજાને કે બારે મે જાનને આયે હે.... અંકલ સીધી કામ ની વાત પર આવ્યા.
તાંત્રિક એ જોરમાં કસ ખેચ્યો..અને થોડી વાર પછી હસવા લાગ્યો.. જોર જોર માં હસવા લાગ્યો.
અને પછી મોટી આંખો કરી બોલ્યો.. યે દુનિયા મે કિતને મુર્ખ લોગ રહતે હે જો જાન બુજ કર અપની મોત કે પાસ જાતે હે.
અને પછી જોર જોરથી અટ્ટહાસ્ય કરવા લાગ્યો.
થોડી વાર પછી બોલ્યો "ચલે જાવ યાહાસે વરના બે મોત મારે જાવોગે."
આ જોઈ શુંભમ્ ગુસ્સો થઈ ને બોલ્યો "આપકો હમારી મદદ કરની હો તો કરો વરના હમ ખુદ અપની મદદ કર લેંગે.
શુંભમ્ ની આંખો માં એક ચમક દેખાઈ તાંત્રિક ને એટલે તેણે કહયું "જો મરને વાલા હે ઉસે કોન રોક સકતા હે."
યાહાસે આગે થોડે હી દુર એક નદી પડેગી ઉસ નદી કે ઉસ પાર એક ખંડેર હે ઉસ ખંડેર કે અંદર ગુફાઓ કા જાલ હે વાહા તુમકો એક સિદ્ધ અઘોરી નાગા બાવા મિલેંગે ઉનશે જા કે પુછો વો બહોત જ્ઞાની હે તુમકો વહાં તુમ્હારે જવાબ મિલેંગે. તાંત્રિક અને પેલો વલજી ડોશા પોતાની ધુન માં અને ચિલમ પીવામાં મશગુલ થઈ ગયા.....!!
અંકલ, શુભમ્ અને ઉમંગ નદી ની દિશામાં ચાલવા લાગ્યા ચાલતા ચાલતા થોડે દુર એક નદી દેખાઈ.
નદી માં બધે અર્ધ સળગેલ લાકળા ઓ પડેલા હતા. કોઈક કોઈક જગ્યાએ પથ્થર પર રાખના ઢગલાં દેખાતા હતા. ગરમી ની સિઝન હોવાથી પાણી બધું શુકાય ગયું હતું પણ કયાંક કયાંક થી કયારી ઓ માં થી થોડુંક પાણી વહી રહ્યું હતું. ખળ ખળ કરતું પાણી એક વિચિત્ર પ્રકાર નું સંગીત રેલાય રહ્યુ હતું. નદી ની પેલી પાર ખડકો ના નીચે કોઈક જુનું પુરાણું દ્વાર જેવું દેખાય રહયું હતું એ દ્વાર પર જુના સમય ના કેટલાક શિલ્પો કંડારાયેલા હતાં એ શિલ્પો કંઈક ઈશારો કરી રહયાં હતાં કંઈક અજુગતું સમજાવી રહ્યાં હતા.
થોડેક અંદર જતાં કાળું ધોર અંધારું વધવા લાગ્યું.
અંકલ એ અંદરથી એક મશાલ ઉપાડી અને તે સળગાવી હજુયે તે મશાલ માં સળગવા જેટલું થોડુક ઈંધણ હતું અને તે લઈ ત્રણે આગળ વધવા લાગ્યાં.
અંદર થી તિક્ષ્ણ મંત્રોચ્ચાર નો અવાજ આવવા લાગ્યો તે દિશામાં ગયાં અચાનક જોર માં કયાંક થી પવન નો જોખો આવ્યો અને અમારા સાથે ટકરાયો એટલો જોરમાં આવ્યો હતો કે અમારી મશાલ પણ હોલવાઈ ગઈ. બે મીનીટ તો શરીર ના રૂવાટા ઉભા થઈ ગયાં. તિક્ષ્ણ મંત્રોચ્ચાર થી વાતાવરણ માં કોઈક વિચિત્ર પ્રકાર ની ડરાવની ધ્વની ઉર્જા ફેલાવવા લાગી એ ધ્વની ઉર્જા થી દિમાગ શુન્ન થઈ રહ્યુ હતું.
આ મંત્રોચ્ચાર અઘોરી નાગાબાવા કરી રહ્યાં હતાં.
આખા શરીરે સંપૂર્ણ રીતે રાખ લગાવેલી હતી વાળ જોવ તો એકદમ લાંબા લાંબા હતા. વાળ માં લઠ નો ગઠ્ઠો થઈ ગયેલો હતો દાઢી પણ મોટી થઈ ગયેલી હતી ગળામાં નાની હાડકા ઓની માળા પહેરેલી હતી. સંપુર્ણપણે નગ્ન અવસ્થા માં નાગાબાવા ધ્યાન માં લીન હતાં. સામે બે ત્રણ ખોપરી ઓ પડેલી હતી. તેના આજુબાજુ બે ત્રણ હાડકા ઓ પડેલા હતાં નાની હાડકી ઓના ઢગ હતાં એટલા અંધારા માં પણ નાગાબાવા નો ચહેરો
સ્પષ્ટ અને તેજસ્વી દેખાતો હતો.
"હમે આપકી મદદ કી જરૂર હે" મંણી અંકલ બોલ્યા
પણ અઘોરી નાગાબાવા તેમની સાધના માં લીન હતા.
ફરીથી અંકલ બોલ્યા..અને બાવાજી એ આંખ ખોલી એક ચમકતો પ્રકાશ તેમની આંખો માં દેખાતો હતો.
કયાં કામ હે બેટા...! નાગાબાવા એ પુછ્યું
હમે શાપિત ખજાને ઓર વો શાપિત આત્મા કે બારે મે જાનના હે આપ હમારી મદદ કિજીયે...
અચાનક નાગાબાવા ખુબ ગુસ્સો થઈ ગયો લાલચોળ થઈ ગયો અને પછી થોડીવાર પછી જોર જોરમાં હસવા લાગ્યો.
અને બોલ્યો "ઉસ ખજાને કો વહી પા સકેગા જો લાલચ સે મુકત હો જો દુસરો કા ભલા કરતા હો, જો નીડર હો જો સાહસી હો, જો બુધ્ધિમાન હો "
અને કંઈક વિચારતા વિચારતા આંખો પહોળી કરીને બોલ્યા જો અપની જાન દાવ પર લગા શકે જો અપને આપ કો બચા શકે. થોડીવાર પછી એક યંત્ર હાથમાં મુક્તા બોલ્યા. "યે યંત્ર ઉસકો દિખાના જીસને તુમ્હે યાહા ભેજા હે"
મે સ્વયં વહાં આવુંગા.....!
અને ફરીથી ધ્યાન માં લીન થઈ ગયાં...!
એ કંઈક ધાતુ નું સિક્કા જેવું કંઈક હતું તેના પર કુતરા જેવી આક્રુતિ દેખાતી હતી. તેની ગોળ ફરતે દેવનાગરી લીપી માં કંઈક લખ્યું હતું.
અમે તે લઈને પાછા પેલા ઢોસા અને તાંત્રિક પાસે ગયાં બન્ને ત્યાં જ ગાંજો પી ને પડેલા હતાં. એટલે અમે ત્યાંજ બેસીને એ લોકો થોડા હોશમાં આવે તેની રાહ જોવા લાગ્યા.
ઘડીયાળ માં જોયું તો બપોર ના સાડા ત્રણ થવા આવેલા હતાં.
પવન પણ રહી રહીને વ્હાઈ રહયો હતો. અંકલ ને ઉમંગ કંઈક વાતો કરી રહયાં હતાં..
પેલા તાંત્રિક ને થોડો હોશ આવ્યો પણ વલજી ડોશા એમજ પડયા હતાં. હું તાંત્રિક પાસે ગયો અને બોલ્યો "મહારાજ યે વો નદી વાલે નાગાબાવા ને દિયા હે ઓર ઉન્હોને કહા હૈ યે આપકો દિખા દેના. અને મે હાથમાં આપ્યું
હાથમાં આપતાં જ અધોરા તાંત્રિક આશ્ચર્ય થી જોવા લાગ્યા. એમના મુખ ની રેખાઓ અચાનક બદલાવવા લાગી અને હવે એમની આંખો માંથી ધણો એવો નશો આ જોઈ ગાયબ થઈ ગયો.
બોલ્યા યે મેરે અકેલે કા કામ નહીં હે... ઉન્હોને કહા હે કિ વે ખુદ વહાં હાજીર હો જાયેંગે. શુભમ્ તાંત્રિક ને અટકાવતાં બોલ્યો.
બાવાજી કયાં મે આપશે કુછ પુંછ શકતા હું...??
"હા કયો નહીં બેટા " બીજી ચીલમ સળગાવતાં બોલ્યો
યે યંત્ર કયાં હે ઓર આપ કિસ ચીજ કી બાત કર રહે થે.
યે તારા યંત્ર હે બેટા યે તુમ્હારે શરીર કી ભુત,પ્રેત,ચંડાલ ઓર બુરી આત્મા ઓ સે રક્ષા કરેગા. ઓર યે યંત્ર દેનેકા અર્થ હે કી તુમ્હે માહાઉગ્ર તારા સાધના ઓર મસાણ જાગરણ સાધના કરની હોગી...!
પરંતુ બાબા યે સાધના હે કયાં?? ઓર ઈસસે કયાં હોગા.??
યે દોનો સાધનાયે એક શકિત કે લીયે કી જાતી હે ઓર દુસરી મસાણ કી આત્મા ઓર ભુતો કો જગાને કે લિયે કિ જાતી હે. ઈસસે મરી હુવી શવ કી આત્મા યહાં ખીચી ચલી આયેગી.
તાંરા સાધના સે મનુષ્ય કી આત્મા કો સવ વાહક આત્મા કે સાથ નર્ક લોગ ભેજા જાતા હે. મુઝે લગતાં હે તુમ્હારે પ્રશ્નો કે ઉતર વહી દે શકતાં હે જીસે ખુદ યે શ્રાપ મિલા હે ઈસ લિયે તુમ મે સે કિસી એક કો નર્ક લોગ જાકર અપને પ્રશ્રો કા ઉતર લાના હોગા. પરંતું યે સાધના બહોત હી ભયંકર ઓર જાન લેવા હોતી હે ઈસ સાધના સે મનુષ્ય મર ભી શકતા હે.
ઈસ લિયે તુમ મે સે કિસીકો ઈસ મે બેઠના હે યે તય કરલો.
ત્રણે જણ એક બીજાના ચહેરા ભય થી જોવા લાગ્યાં.
યે સાધના પરશો રાત કો હોગી ઉસ દિન અમાવસ્યા હે ઈસ લિયે તુમ જો સામાન બોલા જાયે ઉસે લેકર પરશો રાત કો આ જાના ઉસ નદી કે પાસ જાહા સે તુમ આયે હો.
પરંતુ એ ખરેખર નદી માં મસાણ હતું જયાં ગામનાં લોકો મળદા ઓ ને સળગાવતાં હતાં અને તેની બાજુમાં જે જંગલ હતું ત્યાં ની માટી માં લોકો ને દાટતા હતાં.
આ બધું પતાવી ને ત્રણે ફોરેસ્ટ રૂમ પર ગયાં અને ચિંતા માં પડી ગયાં કે કોણ જશે નરક માં ત્રણે ના ચહેરા ની રેખાઓ પર વિચિત્ર ભય અને ઘ્રાસકો દેખાતો હતો. પણ આ વાત થી શુભમ્ થોડો ઓછો ચિંતિત હતો. એની આંખોમાં થોડે અંશે ભય અને વધારે અંશે રોમાંચ દેખાતો હતો.
ત્યાં જ શુભમ્ બોલ્યો.. મણી અંકલ મારે જવું છે નર્ક લોક માં મારે પણ જોવું છે કે નર્ક કેવું હોય છે.
હું સમજી શકું છું કે તું બહું હિમ્મત વાલો છે. પણ આ જીંદગી નો સવાલ છે બેટા તને કંઈ થઈ જાય તો હું તારા માં-બાપ ને શું જવાબ આપીશ....... ના હું જઈશ.....!
અરે કાકા મારે જાણવું છે મારે જોવું છે. હુ અનુભવ કરવાં માગું છું કે મુંત્યું શું હોય?? મરવા પછી માણસ કયાં જાય છે. શું કરે છે કંઈ દુનિયા માં જાય છે કંઈ દુનિયા માં ફરે છે મારે બધુંજ જાણવું છે હવે મને પૈસા ની નઈ પણ આવા ગુઢ રહસ્યોને જાણવાની તીવ્ર ઈચ્છા થઈ છે.
અરે બકા પણ આ એટલું સહેલું નહીં કે તું જશે અને તને કંઈ નહી થાય.... ઉમંગ બોલ્યો
આ સહેલું નહી એટલે તો હું જાવ છું.. મરી જઈશ તો તમે તમે આ કામ આગળ વધાવજો નહી તો હું જ ધણા બધાં રહસ્યો ને ઉજાગર કરીશ....!!
હવે તય થઈ ગયું કે હુજ જઈશ.. પણ તમે બંને મને પ્રોમિસ કરો કે હું જયાં સુધી પાછો ના આવું ત્યાં સુધી તમે મારા પાસે જ રહેશો.
અને ત્રણે ભેટી પડયાં. થોડીવાર પછી કોઈક માણસ નો અવાજ આવ્યો બારણું ખટખટાવીયુ.
બારણું ખોલતાં જોયું તો...
સામે જોયું તો એક માણસ કોઈક લીસ્ટ લઈને આવ્યો હતો.
"આ લો પેલા લવજી ભાઈ એ મોકલાવ્યું છે " એમ કહી ત્યાં થી નીકળી ગયો.
આ બાજુ ત્રણે બોવ થાકી ગયા હોવાથી ત્રણે શુઈ ગયાં..!
=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×
અમાસ ના દિવસે......!
સાંજે ચાર વાગ્યા હતા સુર્ય ની લાલ કિરણો આખા જંગલમાં પ્રસરાયેલી હતી. લાગે આજે આખું વાતાવરણ લાલ રંગો થી સોભતું હતું પંખીઓ પણ પોતાના માળામાં આવવાં માંડ્યાં હતા. એમની ચી..ચી..ની કલકલાહઠ આખા વાતાવરણમાં પ્રાણ પુરી રહયાં હતાં. હવે ધીમે ધીમે લાલ રંગો ને કાળી ચાદર પોતાનામાં સમાવવા લાગી હતી. હવે કાળી ચાદર ધીમે ધીમે કાળી ડીબાંગ ભયાવહ રાત નું રુપ લઈ લીધું હતું..!
ફરી એક વાર જંગલ જીવંત થવા લાગ્યું હતું. વિચિત્ર અવાજોથી જંગલ જાગી રહયું હતું.
ઘડીયાળ માં રાતના સાડા દસ થવા આવ્યા હતા.
લીસ્ટ પ્રમાણે નું બધુંજ સામાન તૈયાર હતું. ત્રણે જણ નદી પર જવા નીકળ્યા કાળા અંધારા ને ચીરતા ચીરતા ત્રણે જણ નદી પાસે પોહોચ્યા.
ત્યાં તાંત્રિક, લવજી ભાઈ અને પેલા નાગાબાવા હાજીર જ હતાં. ઉમંગ ના હાથમાં થી સામાન લઈ તાંત્રિક બાવા વિધિ ની તૈયારી કરવા લાગ્યા.
ત્યાંજ નાગાબાવા એ ઈશારો કરી શુભમ્ ને બોલાવ્યો અને કહયું "વો યંત્ર લાયે હો" હા બાવાજી યે રહા....શુભમ્ એ નાગાબાવા ના હાથ માં આપતાં કહ્યું....!!
મેં જો બોલ રહા હું વો ધ્યાન સે સુનો.. તુમ જાહા જા રહે હો વહાં આજ તક કોઈ સામાન્ય ઈન્સાન નહી ગયાં..
વો આત્મા ઓ કા શહેર હે વહાં અચ્છી આત્મા ઓ કે સાથ બુરી ઓર ખતરનાક આત્મા ભી વાશ કરતી હે. તુમ ઉનકે કસી ભી છલાવે મે મત આના,, વો તુમ્હારા ધ્યાન ભંગ કરને કે લીયે રોયેગી, ગીળગીળાયેગી,, ડરાયેગી, તુમ્હે અપની ઓર આકર્ષિત કરેગી,, વિચિત્ર રૂપ ધારણ કરકે તુમ્હે બહેલાયેગી પર તુમ્હે અપને લક્ષ્ય પે ધ્યાન કેન્દ્રિત કરના હોગા ઓર સોચો કિ તુમપે કોઈ મુશીબત આ જાયે તો વો યંત્ર અપની બંધ મુઠ્ઠી સે ખુલા કર દેના,, હમ સમજ જાયેંગે કી તુમ મુશિબત મે હો ઓર તુમ્હે વહાં સે સીધા યહાં બુલા લેંગે...!!
શુભમ્ ધ્યાન થી નાગાબાવા ને શાંભળતો હતો...
"પર બાવા મે ઉસ માયાવી સાધુ કો કેસે ખોજુગા" શુભમ્ બોલ્યો.
યે વો રૂદ્રાક્ષ કી માલા કા મણકા હે જો ઉસ માયાવી સાધુ કા ગલા કાટતે વકત ઉસકે ગલે સે નીચે ગીર ગયાં થા.
યે રૂદ્રાક્ષ તુમ અપને સાથ લે જાના યે વહાં તુમ્હારે સાથ આયેગા વહાં પહોચતે હી,,ઉસ રૂદ્રાક્ષ કો હવા મે ઉછાલના યેહી મણકા તુમ્હે ઉસકે અસલી માલીક તક પહોચાયેગા.
યે જહાં જાયે તુમ ઉસકે પીછે જાના..!!
સામે અંધારા માંથી ત્રણેક પડછાયા અમારી તરફ આવી રહયાં હતાં. જેમ જેમ સામે આવતા ગયાં તેમ તેમ ખબર પડતી ગઈ.
એ ત્રણે નાગાબાવા હતા એ જંગલમાંથી મળદું લાવી રહ્યાં હતાં.
સામે આવીને બાવાઓ એ મળદા ને એક ગોલ કુંડાળા માં મુકયું તેના પરથી ચાદર હટાવી તો મારી આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ ત્યાં એક સત્તર-આઢાર વરસ ની એક નાજુક છોકરી નું નગ્ન મળદુ હતું. હજુ તો એ યે યોવન માં પગ મુક્યો જ હતો.
એના નાજુક શમણાં હોટ,,એનો ગોરો વર્ણ,થોડું લાબું અને ગોળ નાક એક અપ્સરા ને પણ શરમાવે તેવી એ ગામડાં ની છોકરી નું સોદર્ય હતું. જણે હમણાંજ એ છોકરી બોલશે એવી એની મુખાવુતિ હતી.
નાગાબાવા એ એની જગ્યા એ સાધના માં બેસી ગયાં.
તાંત્રિક એ એક ગોળ કુંડાળું પાડયું હતું ત્યાં અંકલ અને ઉમંગ ને ઉભાં રહેવા કહેવામાં આવ્યું. અને કહયું કે જયાં સુધી મે ના કહું ત્યાં સુધી કોઇપણ આ કુંડાળા ના બહાર આવશે નહી.
શુભમ્ ને નગ્ન થવાનું સુચન કરવામાં આવ્યું. શુભમ્ નગ્ન થઈ જયાં કહયું તેમ છોકરી ના મળદા ના જમણી બાજુએ શુઈ ગયો. મનમાં ડર,,રોમાંચ,, અને આશ્ચર્ય ત્રણે ભાવ આવી રહયાં હતાં.....!!
તાંત્રિક ઉઠયો અને શુભમ્ નો હાથ પેલી નગ્ન છોકરી ના હાથમાં મુક્યો બન્ને ની બે... બે આંગળી ઓ તાર સાથે બાંધી.
નીચે પગ પણ છોકરી સાથે અડાડયો બંન્ને ના એક એક અંગુઠા તાર સાથે બાંધ્યો..
હવે એક પાત્રા માં માસ જેવું કંઈક ત્યાં ધરાવ્યું... અને શુભમ્ ના હાથમાં પેલું તારા યંત્ર અને રૂદ્રાક્ષ મુકયું.....!
હવે તાંત્રિક ની વીધી ચાલું થઈ બધાં મસાણ ના દેવો ને આમંત્રિત કરવામાં આવ્યા.
તાંત્રિક અને નાગાબાવા ના ઉગ્ર મંત્રોચ્ચાર થવા લાગ્યાં. એ મંત્રોચ્ચાર એક વિચિત્ર ઉર્જા માં પરિવર્તિત થવાં લાગ્યો. હવે એક ડરાવની અને વિચિત્ર ભાવ પ્રગટ થવાં લાગ્યો.. શુભમ્ ની આંખો બંધ થઈ.. અને અચાનક એ મુર્ત છોકરી માં જીવ આવ્યો હોય તેમ તે છોકરી કંબરે થી ઉઠી પણ તાંત્રિક એ જોરમાં મંત્રોચ્ચાર કર્યો અને એક ગુલાલ ફેકયો છોકરી નું મળદું થોડું શાંત પડયું..છતાં એનામાં ચેતના આવી ગઈ હોય એવું લાગ્યું......!
હવે આંખી મસાણ જાગરણ થઈ રહી હતી. મસાણ ના પરછાયા ઓ વિચિત્ર અવાજ કરી રહયાં હતાં ચિચિયારીઓ આખાં વાતાવરણ ને ભયાવહ અને ભયાનક બનાવી રહયાં હતાં. વાતાવરણ માં થોડો થોડો પ્રકાશ અને ઉર્જા ફેલાઈ રહી હતી.
શુભમ્ ની આંખો બંધ થઈ અને સામેથી એક તીવ્ર પ્રકાશ ની કિરણો દેખાઈ રહી હતી.
એક છોકરી મારો હાથ પકડીને પ્રકાશ ની તીવ્ર કિરણો તરફ વધી રહી હતી.
અમે બન્ને એ પ્રકાશ ના અંદર પ્રવેશી ગયાં હતા. આજુબાજુ ગાઢ અંધારું ફેલાયેલ હતું. ગાઢ અંધારામાં દુર થી એક બોવ મોટું દ્વાર દેખાઈ રહયું હતું. થોડા જ ખુલ્લાં દ્વાર એક અલગ પ્રકાર નો પ્રકાશ બાહાર આવી રહયો હતો.
એ દ્વાર ની સામે ગયાં ત્યાં જોયું તો એ મસાણ જેવું જ લાગ્યું ત્યાં ઠેર ઠેર મનુષ્ય હાડકા ઓના ઢગલાં પડેલાં હતાં બે ત્રણ જગ્યા એ કંઈક મનુષ્ય દેહ જેવી ચીતા ઓ સળગી રહી હતી.
કાળા પડછાયા ઓ ચિચિયારીઓ પાડી રહયાં હતાં.
લાલ શળગતાં પ્રકાશ માં હવે દ્વાર સ્પષ્ટ દેખાય રહયું હતું. હાડકાં ઓ અને ખોપરી ઓના ઢાચા થી બનેલું એ દ્વાર ભયાનક લાગતું હતું વિચિત્ર રાક્ષસો અને પ્રાણીઓ ની આક્રુતિ એ દ્વાર ને ઓર ભયાવહ ડરવાનું બનાવી રહી હતી...!!
mukesh vadile