બદનસીબ પ્રેમી Kuldeep Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદનસીબ પ્રેમી

          હું મારા પપ્પાની શાળામાં ભણતો હતો . મારા પપ્પા એ શાળા ના આચાર્ય હતા. હું ૧,૨ ધોરણ ગામડાની ૧ શાળા માં ભણતો હતો ત્યાબાદ હું ૩ ધોરણ થી પાપા ની શાળા માં ભણતો હતો ત્યાં મને એક ૪ ધોરણમાં ભણતી છોકરી ગમી ગઈ  . એ મને બોવ ગમતી હતી . મે નક્કી કર્યું કે હું આની જોડે જ લગ્ન કરીશ પણ એ ગરીબ ગર ની હતી. તેથી થોડું ટેન્શન હતું. અમે એક જ ક્લાસ માં બેસતા હતા ખાલી ફરક એટલો જ કે તે ૪ અને હું ૩ ધોરણ માં ભણતો હતો. પણ અમે બોવ વાતો કરતા હતા. એક વાર તેને આની બેનપણી ને મને જોતા કહું ક આ તો આપણને જોઈને ચમકે છે. હું ખુશ થઇ ગયો. મે નક્કી કર્યું ક હું આની જોડે જ લગ્ન કરીશ. પણ ૧ વર્ષ પછી અમારે ત્યાંથી બોવ દૂર રહેવા જવાનું થયું. એટલે અને ભૂલવી પડી.
       હું અને મારો ભાઈ અમે નવી શાળામાં ભણવા ગયા. હુંંંં ચોથા ધોરણમાં ભણતો હતો. અને મારો ભાઈ પેલા ધોરણમાંં ભણતો હતો. અમનેેેે એ શાળામાં ખૂબ નવુંં નવુ લાગતું હતું. ગામડા માં ભણતોો હતો તેથી શહેરના છોકરાઓ થી થોડી બીક લાગતી હતી . એક વર્ષ પછી હું પાંચમા ધોરણમા આવ્યો. ત્યાં હું મારા ઘરની નજીક એક જગ્યાએ ટુશન જતો હતો. ત્યાં ચોથા ધોરણ પછી પાંચમા ધોરણમાંં આવ્યો ત્યારે ત્યાં એક નવી છોકરી આવી. એ છોકરીને જોઈને જ મને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો મેંં પહેલા દિવસેેેેે તેની સાથે ખૂબ વાતો મેં નક્કી કર્યું કે હું આની સાથે લગ્ન કરીશ.
          પછી દરરોજ અમે ભણવાની અને રમવા ની વાતો કરતા. મને બહુ મજા આવતી એની સાથે વાતો કરવાની. તે શરૂઆતમાં મારાથી ભણવામાં બહુ હોશિયાર હતી. પરંતુ પછી જેમ જેમ હું થોડા પ્રશ્નો નિબંધો એ બધું તૈયાર કરતો થયો તથા ચોપડીમાં જાતે-જાતે પ્રશ્નો શોધતો થયો પછી એ આળસુ થઈ ગઈ એ મારા ઉપર આધાર રાખતી કે આ પ્રશ્નો શોધે અને પછી આપણે જવાબ લખીએ. અમારા ક્લાસના બધા છોકરાઓ ને ગમતી હતી. પરંતુ એ ફક્ત મારા ટ્યુશન માં આવતી હતી અને અમે બંને જોડે ટુસન હતા હતા. આ વસ્તુ જાણી ને અમારા ક્લાસના છોકરાઓ ને બો બળતરા થતી હતી.  પરંતુ મેં એ છોકરી સાથે સેટિંગ કરાવવા માટે ક્યારેય એને પૂછવું ન હતું. અને પછી છ મહિના પછી એ બીજે રહેવા જતી  રહી તેથી એ ટ્યુશનમાં આવતી બંધ થઈ ગઈ. મને બહુ જ દુઃખ થયું. એ અને હુ સ્કૂલના એક જ ક્લાસમાં હતા પરંતુ મને તેની સાથે વાત કરતાં શરમ આવતી હતી. એ પછી એક વર્ષ પછી હું પણ તેના ઘરની નજીકની એક સોસાયટીમાં રહેવા જતો રહ્યો મારા પપ્પાએ ત્યાં નવું ઘર બનાવ્યું હતું . હું વિચારતો કે એ અને હું એક જ રિક્ષા માં જઈએ તો મજા આવી જાય. પરંતુ એવું ન બને એની અને મારા રીક્ષા અલગ અલગ હતી. ત્યાર પછી હું સાતમા ધોરણમાં ત્યાં એક નજીકના ટ્યુશનમાં જતો હતો. ત્યાં એક છોકરી આવી હતી એ મને ગમી ગઈ પરંતુ એ અને હું વાત કરી એ મેડમ ને પસંદ ન હતું મેડમ ને એમ હતું કે જો હું એની સાથે વાત કરીશ તો ભણવામાં ધ્યાન નહી આપો. તેથી તેમણે મને અને એને જ દૂર દૂર બેસાડતાં હતાં. પરંતુ ક્યારેક-ક્યારેક કિસ્મતથી થે બેસતા હતા. તેથી મને તેની સાથે વાત કરવાની બહુ મજા આવતી હતી સાથે સાથે હું બહુ હોશિયાર હતો ભણવામાં. મેં વિચાર્યું કે આની સાથે લગ્ન કરીશ પણ આ પણ ન બની શક્યું.
          એક વર્ષ પછી હું આઠમા ધોરણમાં આવ્યો. હવે બધા સરખા સરખા જતા હતા કારણકે હાઈસ્કૂલના સર બહુ ઓછા હતા. અને ત્યાં પાંચમા ધોરણ વાડી પેલી છોકરી પણ આવતી હતી. હું તને જોઈને બહુ ખુશ થઈ ગયો મેં વિચાર્યું કે હવે બહુ મજા છે ભણવાની. હું બહુ હતો તેથી આખા ટ્યુશનમાં હું સૌથી વધારે મને આવડતું હતું. સર સર મારી બહુ પ્રશંસા કરતા હતા. પેલી છોકરી પણ મને એને કઇ ન આવડે તો પુછતી હતી અને હું તેને તેનો જવાબ કહેતો હતો. પરંતુ દર વખતે મને ટ્યુશનમાં બળતું પરંતુ પરીક્ષામાં મારા એમનાથી બે ત્રણ જણા થી ઓછા માર્ક આવતા હતા. હું વિચારતો કે છોકરી સાથે સેટીંગ કરવા માટે આપણે ખાલી એના વિશે વિચારીએ એની સાથે વાત કરીએ તો થઈ જાય પરંતુ પછી મને ખબર પડી કે એ માટે છોકરી ને પ્રપોઝ કરવી પડે જે હું ન કરી શકતો હતો મને બહુ શરમ આવતી હતી. અને જ્યારે અમે નવમા ધોરણમાં આવ્યા ત્યારે એક છોકરા જોડે તેનું સેટિંગ થઇ ગયું મને બહુ દુઃખ થયું . એ બંને એકબીજા સાથે બહુ વાતો કરતા હતા આ જોઈને મને બહુ બળતરા થતી હતી. તે બંનેએ બહુ મજા કરી હતી. પેલી છોકરી આખા ક્લાસમાં બધા ને કહેતી હતી કે મારું પેલા છોકરા જોડે ચાલે છે અને અમે એકબીજા સાથે ચુંબન કર્યું છે આવી રીતે ફર્યા છે બધું કહેતી હતી આ સાંભળીને મને બહુ દુઃખ થતું હતું આખા ક્લાસમાં એની છાપ બહુ ખરાબ પડી ગઈ હતી પરંતુ એ ભણવામાં હોશિયાર હતી તેથી તેનો પહેલો નંબર આવતો હતો ક્લાસમાં. પરંતુ બધા સામે મારી પણ ઓ સારી છાપ હતી કે મને આવડે છે અને હું ભણવામાં હોશિયાર છું. દસમા ધોરણ સુધી આ બરાબર રહ્યું પરંતુ પછી હું ભણવામાં નબળો પડતો ગયો એમ કરી મારા દસમામાં 70 ટકા આવ્યા હતા. ત્યાર પછી એની અને મારી સ્કૂલ ટ્યુશન બધું અલગ થઈ ગયું.
         ૧૧ માં ધોરણમાં એક નવી સ્કૂલમાં ગયો આ સ્કૂલમાં બતાડો સેટિંગ થઇ જતું હતું તેથી મને પણ હતું કે મારું પણ થઈ જાય તો બહુ સારું પરંતુ એ માટે છોકરી સાથે પુછાવુ પડે જે હું ન કરી શકતો હતો મને છોકરીઓ સામે જોતાં પણ શરમ આવતી હતી તેથી એવું ન બની શક્યો કોઈ છોકરી મારી સાથે વાત પણ કરતી ન હતી. પરંતુ એવામાં મારી પાડોશમાં એક છોકરી રહેતી હતી જે ૮ થી ૧૦ ધોરણ સુધી બીજે રહેવા ગઈ હતી. તે આવી પછી હું તેની સાથે બહુ વાતો કરતો હતો તે મને બહુ ગમી ગઈ હતી મારા ભાઈએ મને કહ્યું કે તને ગમે છે મેં કહ્યું હા અને એણે પેલી સાથે મારું પૂછવી દીધું. અને પેલી એ હા પાડી દીધી હું બહુ ખુશ થઈ ગયો પરંતુ મને તેની સામે જોતા અને વાત કરતા શરમ આવતી હતી અને આ પેલી વાર થયું હતું તેથી ખૂબ શરમાતો હતો હું. તેની સામે જોતા પણ મને શરમ આવતી હતી. થોડા સમય પછી આશ્રમ દૂર થઈ અને અમે થોડી વાતો કરતા થયા. પરંતુ પછી મને ખબર પડી કે મારા ભાઈને તેની સાથે સેટીંગ કરવું હતું આ એને નહિ ગમ્યું એને હતું કે મને ખુબ શરમ આવે છે તેથી હું એની સાથે વાત નહીં કરું અને એવો એની સાથે ચાલુ પડી જશે આ મારો નાનો ભાઈ હતો છતાં પણ તેણે પેલી સાથે સેટીંગ કરવું હતું. મારુ પેલી સાથે થઈ ગયું એ એને ન ગમ્યું અને તેણે પેલી ના ઘેર જઈને મારા અને પેલી ના સેટિંગ વિશે બધું કહી દીધું તેથી હું બહુ ટેન્શનમાં આવી ગયો પેલી છોકરીનો ભાઈ મારો ખૂબ સારો મિત્ર હતો આ ભાઈબંધી પણ તૂટી ગઈ પેલો મારી પર બહુ ગુસ્સે થતો હતો હજુ તો મેં સેટિંગ શરૂ પણ નતુ કર્યુ . પેલી ને અડ્યો પણ ન હતો અને સેટિંગ તૂટી ગયું. મને મારા ભાઈ પર બોવ ગુસ્સો આવતો હતો. પરંતુ તે મારી અને પેલી વચ્ચે જે પણ વાત થાય તે બધી એના ઘરે જઈને કહી દેતો હતો. એમ કરતા કરતા મેં પણ મારા ઘરે કહી દીધું કેસ મારા ભાઈ આવું કર્યું છે મારા બહુ સારા હતા તેથી આ બાબતે ગુસ્સે મારા પર થતા ન હતા. આ બધાને લીધે હું 11 માં બે પરીક્ષામાં નાપાસ થયો પરંતુ ત્રીજી પરીક્ષામાં પાસ થઈ ગયો. 
        આ ૧૧ માં ધોરણ દરમિયાન હું biology na ટ્યુશન માં જતો હતો. પરંતુ એસર ફક્ત હોશિયાર છોકરાઓને ટ્યુશનમાં રાખતા હતા અને પેલી છોકરી ના ચક્કરમાં મારુ ભણવાનું બગડ્યું હતું. તેથી મારા ઓછા માર્ક આવવાથી સાહેબે મને ટુશન માંથી કાઢી મૂક્યો. પછી હું biology ના બીજા ટ્યુશનમાં જતો હતો. ત્યાં મને એક છોકરી ગમતી હતી પરંતુ તેની સામે જોતા મને શરમ આવતી હતી. 11માં ના છ મહિના મેં એ છોકરી ને જોવામાં કાઢી નાખ્યા. પછી જેમ તેમ જેમ તેમ કરીને ૧૧ મુ ધોરણ પાસ કર્યું. અને બારમા ધોરણમાં પેલી પાંચ વારી છોકરી ફરીથી biology tuશનમાં આવી. હું બહુ ખુશ થઈ ગયો. પરંતુ તેની સાથે કોઈ પણ વાત કરી ન શક્યો. અને છ મહિના પછી મારે biology બીજું તું સન બદલવાનું થવું. હું બારમા ધોરણમાં કશું નહોતું ખાલી પીચર જોતો ટીવી જોતો અને સુઈ જતો હતો ખૂબ જ ઓછું વાંચતો હતો તેથી ખૂબ ઓછા વાર કે પાસ થયો અને મેં બારમાં પછી bsc કરવાનું વિચાર્યું.
         મેં વિચાર્યું કે બીએસસી કોલેજ માં બધા ડફોળ વિદ્યાર્થીઓ આવે છે તેથી અને કોલેજમાં તો બધાનું સેટિંગ થઇ જાય છે બધા છોકરા છોકરીઓ ચાલુ હોય છે તેથી મારું પણ સેટિંગ થઇ જશે આ વિચાર્યું હું ખૂબ ખુશ થતો હતો મને કોલેજ માં જવાની ઇચ્છા જાગી હતી. મને હતું કે કોલેજમાં જઈને જલ્દીથી જલ્દી સેટીંગ કરવું છે. મારા ફળિયામાં ગામડે ત્રણ છોકરીઓ ખૂબ સારી હતી આ ત્રણમાંથી મારે કોઈ એક જોડે કરવું હતું પરંતુ આ ત્રણેયનું મારા ત્રણ ભાઈઓ સાથે સેટિંગ થઇ ગયું હતું અને બધા ભાઈઓ એ એ છોકરીઓ સાથે ચુંબન વગેરે કરી ચૂક્યા હતા. તેથી મને ખૂબ દુઃખ થતું હતું કે મારું જ સેટીંગ નથી થતું ક્યારે થશે મારું સેટિંગ અને મારો એક કાકા નો છોકરો હતો એ ન તો બધા સેટિંગ હતા.
        હું અને મારો કાકાનો છોકરો બંને એક જ કોલેજમાં એડમિશન લીધું અને એક જ ક્લાસમાં ભણતા હતા થોડા સમય પછી પ્રેક્ટિકલ શરૂ થયા પ્રેક્ટીકલ બધા છોકરા છોકરીઓ ખૂબ વાતો કરતા હતા તેથી મને કોલેજ મા એક છોકરી ગમતી હતી તેની સાથે મારે સેટિંગ કર્યું હતું થોડી ઘણી વાત આગળ પહોંચી અને પછી ખબર પડી કે તે બીજા કોઇ છોડે સેટિંગ ચાલે છે પરંતુ તે મને પહેલાં ખબર ન હતી તેથી મેં તેની સાથે પૂછાવી દીધું અને તે બહુ ગુસ્સે થઈ ગઈ તે મારી સાથે વાત પણ કરતી ન હતી કે મારી સામે જોતી પણ ન હતી તેના લીધે મારે કોલેજમાં પણ ચાન્સ ખૂબ ઓછા થઈ ગયા કે મારું કોઈ જોડે સેટીંગ થશે.
         વધુ આવતા અંકે.........