સમયયાત્રાનો વિરોધાભાસ Kuldeep Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમયયાત્રાનો વિરોધાભાસ

     આ કહાની સમયયાત્રાના વિરોધાભાસ પર છે. સમયયાત્રાના વિરોધાભાસમાં સમયયાત્રા કરવાવાળો માણસ સમયના એક એવા જાળમાં ફસાઈ જાય છે કે જેની ના તો કોઈ શરૃઆત છે કે ના તો કોઈ અંત. દરેક ઘટના નવી બનવાવાળી ઘટનાનુ કારણ હોય છે. આવી સમય જાળમાં આપણે એ નથી કહી શકતા કે આ બધી ઘટનાઓ શરૂ ક્યાંથી થઈ. સમયયાત્રાનો વિરોધાભાસ એમ કહેવા માંગે છે કે સમયયાત્રી પોતાનુ ભૂતકાળ બદલવા ગમે તેટલો પ્રયત્ન કરે પરંતુ તે તેને બદલી શકતો નથી. જે ઘટના પહેલા જે ક્રમમાં ઘટી છે તે તે જ ક્રમમાં ઘટશે. જો કોઈ સમય યાત્રી સમયમાં પાછળ જઈ કોઈ ઘટેલી ઘટનાને બદલવાનો કે રોકવાનો પ્રયત્ન કરશે તો પણ તે તેને રોકી શકશે નહીં. અને જો તે પ્રયત્ન કરશે તો અંતે તેને એ જ સમજાશે કે આ પ્રયત્નથી તે બીજું કઈ નહીં પણ આ ઘટનાને ઘટવામાં જ મદદ કરી રહ્યો હતો.
    
       ઉદાહરણ તરીકે તમે કોઈ છોકરીને ખૂબ પ્રેમ કરો છો. એક દિવસ તમે તેને ફોન કરો છો ત્યારે તે પોતાની કાર ચલાવી રહી હોય છે અને ઓચિંતુ તેનું એકસીડન્ટ થાય છે અનેે તે મૃત્યુ પામે છે. તમે તેને ખૂબ પ્રેમ કરતા હોવાથી તેના મૃત્યુ બાદ તમને જિંદગી બેકાર લાગવા માંડે છે. તમે તેનાા મૃત્યુના 15 વર્ષષ પછી એક ટાઇમ મશીન બનાવી લો છો. અને જે દિવસે તમારી પ્રેમિકા મૃત્યુ પામી હતી એ દિવસ માં જાવ છો. તમે તમારી પ્રેમિકાને બચાવવા એક કાર લઇ તે જ રસ્તા પર જાઓ છો જે રસ્તા પર તમારી પ્રેમિકાા આવી રહી હતી. તમારી પ્રેમિકાને બચાવવાની જલ્દી માં તમે ખૂબ ઝડપથી કાાર ચલાવો છો. અને તમારાથી એક અકસ્માત થઈ જાય છે કારમાંથી બહાર આવ્યા પછી તમને ખબર પડે છે કે તમે જે કારને ટક્કર મારી છે તે તમારી પ્રેમિકાની જ હતી.
    
       અહીં એક એજન્સી છે.જેની પાસે ટાઇમ મશીન છે.કે જે તે પોતાના એજન્ટો ને કોઈ ખરાબ ઘટેલી ઘટનાઓ ને બદલવા માટે આપવામાં આવે છે. અહીં કૂપર નામનો એજન્ટ ત્યા થયેલા બોમ્બ વિસ્ફોટને રોકવા ટાઇમ મશીન થી ભૂતકાળમાં જાય છે. તે બોમ્બને ડીફયુઝ કરતો હોય છે ત્યારે તેને ત્યાં કોઈના હોવાનો અહેસાસ થાય છે તેથી તે બોમ્બને છોડી પેલા માણસને શોધવા જાય છે અને સમય જતાં બોમ્બ ફૂટી જાય છે તેને લીધે તે ખૂબ ઘાયલ થાય છે અને તેનો ચહેરો સળગી જાય છે ત્યારે તેના તરફ કોઈ માણસ ટાઈમ મશીન ને ધક્કો મારે છે અને કૂપર જે સમયમાંથી તે આવ્યો હતો તે સમયમાં જાય છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરાવી તેને એક નવો ચહેરો મળે છે. હવે તે ભૂતકાળમાં જાય છે અને હોટલમાં નોકરી કરે છે. અહીં તેનું નામ બારકીપ હોય ‌‌‌છે.
    
       એક દિવસ તેની મુલાકાત તેના ભૂતકાળ ના રૂપ એટલે કે જવાન કૂપર સાથે થાય છે. કુપર તેને પોતાના જીવન વિશે જણાવે છે તે કહે છે કે તેનો જન્મ એક બદનસીબ ‌‌‌છોકરી ના રૂપ માં થયો હતો. જેને તેના માતા પિતા જન્મતાની સાથેએક અનાથ આશ્રમ ની બહાર છોડીને જતા રહ્યા હતા. તયા તેનુ નામ કૂપ રખાય છે. ધીમે ધીમે તેને ખબર પડી કે તેનામાં બીજી છોકરીઓ કરતાં વધુ શક્તિ હતી. તે મોટી થઈ એક સ્પેસ એજન્સી માં નોકરી કરતી હતી પરંતુ તેના શારીરિક રચનામાં ફેરફાર હોવાથી તેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ તે એક શાળામાં નોકરી કરે છે ત્યાં તેને એક છોકરા સાથે પ્રેમ થઈ જાય છે. તે બંને વચ્ચે સમાગમ થાય છે અને થોડા દિવસ પછી તે માણસ આવે છે અને તેને કહે છે કે તેને ખૂબ જરૂરી કામ હોવાથી તે તેને છોડીને જતો રહેશે ત્યારબાદ તે જતો રહે છે. ત્યારબાદ થોડા સમય પછી તે એક છોકરીને જન્મ આપે છે. ત્યાં ડોક્ટર તેને કહે છે કે તેનામાં પુરુષ અને સ્ત્રી બંનેના પ્રજનન અંગો હતા પરંતુ delivery સમય તકલીફ થતા સ્ત્રી પ્રજનન અંગ કાઢી નાખ્યું છે. ત્યારબાદ તે પ્લાસ્ટિક સર્જરી થી પુરુષ બની જાય છે અને પોતાનું નામ કૂપર રાખે છે. ત્યારબાદ તેને ખબર પડે છે કે તેની છોકરી કોઈ ચોરી ગયું છે તેના ખૂબ પ્રયત્નો પછી પણ તેને તે મળતી નથી. અહીં બારકીપ કૂપરને ઓળખી જાય છે કે તે તેનું ભૂતકાળનું જ રૂપ છે અને આ બધું તો તે પહેલેથી જ જાણતો હતો પરંતુ કૂપર ને એમ હતું કે‌ તેની આ કહાની પર કોઈ વિશ્વાસ નહીં કરે. બારકીપ કૂપર ને કહે છે કે તે જાણે છે કે પેલો માણસ કે જેણે તેની જિંદગી બરબાદ કરી છે તે ક્યાં છે તે તેને શોધવામાં તેની મદદ કરશે અને તેને મારવાનો તેને મોકો પણ આપશે. 

      બારકીપ અને કૂપર ટાઇમ મશીન થી જે સમયે કૂપ શાળામાં નોકરી કરતી હતી તે સમયમાં જાય છે ત્યાં કૂપર ની મુલાકાત કૂપ સાથે થાય છે અને  કૂપની તે સમયની પરિસ્થિતિ જોઈ કૂપરને કૂપ સાથે પ્રેમ થઈ જાય છે. આ દરમિયાન બારકીપ ટાઇમ મશીન થી બોમ્બ ડિફ્યુઝ કરવા જાય છે. તે જ્યારે ત્યાં જાય છે ત્યારે તે બોમ્બ લગાવનાર ને જુએ છે બંને વચ્ચે બબાલ થાય છે અને બારકીપ બેહોશ થઈ જાય છે હોશમાં આવ્યા પછી તે કૂપરને જુએ છે જેનો ચહેરો સળગી ગયો છે તે તેના તરફ ટાઈમ મશીન ને ધક્કો મારે છે. ( આ શરૂઆતની ઘટના નો‌ ખુલાસો કરે ) 

      હવે કૂપર તેના ભૂતકાળમાં જાય છે અને બારકીપ જે સમયે કૂપ છોકરીને જન્મ આપે છે તે સમયમાં જાય છે અને તેની છોકરી ને ચોરી ને એક અનાથાશ્રમ માં મૂકી દે છે. ( અહીં ભવિષ્યના કૂપરે  પોતાના‌ ભૂતકાળના રૂપ કૂપ સાથે સમાગમ કર્યું અને‌ જે છોકરી ને જન્મ આપ્યો આ ત્રણેય ‌‌‌કૂપર જ હતો.) આજ કારણ હતું જેને લીધે કુપમા પુરુષ અને સ્ત્રી બંનેના પ્રજનન અંગ હતા આજ છે સમયનો વિરોધાભાસ જેમાં આપણે કહી નહીં શકતા કે આ બધાની શરૂઆત ક્યાંથી થઈ.

      હવે  બારકીપ જે સમયે કૂપ‌ અને કૂપરને પ્રેમ થયો હતો તે સમયમાં જાય છે અને તેને કહે છે કે તેમણે હવે ભવિષ્યમાં જવું પડશે અને તે તેનું જ ભવિષ્યનું રૂપ છે. આજ સમયે કૂપર તેની પ્રેમિકા ને હમેશા માટે છોડીને જતો રહે છે હવે બંને જે સમયે કૂપરની પ્લાસ્ટિક સર્જરી થઈ હતી તે સમયમાં જાય છે અને બારકીપ કૂપર ને હોસ્પિટલમાં છોડી એક પત્રમાં બધું લખી ભૂતકાળમાં જતો રહે છે. અહીં થોડા સમય પછી કુપર એજન્ટ બની બોમ્બ ડિફ્યુઝ કરવા જાય છે. (આ શરૂઆતની ઘટના નો‌ ખુલાસો કરે છે.)
     
     બારકીપ હવે ટાઇમ મશીન ને બંધ કરી ફરીથી ન વાપરી શકાય તેમ કરવા જાય છે પરંતુ તેમાં એરર આવી જાય છે થોડા સમય પછી તેને બોમ્બ મૂકનારને શૉધવા  માટેના સુરાગ મળે છે. જેનાથી તે તેને શોધી કાઢે છે અને જ્યારે તે તેને મળે છે અને જુએ છે તો તેને ખબર પડે છે કે આ તેનું ભવિષ્ય નું રૂપ છે. ( એટલે કે આટલા સમયથી તે તેના જ ભવિષ્ય ના રૂપ ને શોધી રહ્યો હતો.) તે બોમ્બર (બોમ્બ મૂકનાર ) પાગલ માણસ જેવો હતો એટલે કે બારકીપના ઘડીએ વારે સમય યાત્રા કરવાને લીધે તેના મગજ પર અસર થાય છે અને તે પાગલ બની જાય છે. અને બોમ્બર બની જાય છે. હવે બારકીપ બોમ્બરને મારી નાખે છે. પણ તે એજન્સીને નથી કહેતો કે તેની ટાઇમ મશીન બગડી ગઈ છે તે સતત ચાલતી જ રહે છે. એટલે કે અંતે બોમ્બ વિસ્ફોટ તો થશે જ અને ટાઇમ મશીન બગડી જવાથી આગળ જતા બારકીપ જ‌ બોમ્બર બની જશે. આ કહાનીમાં આ બધા ની શરૂઆત ક્યાંથી થઈ અને અંત ક્યાં થશે તે કહી શકાતું નથી આ જ છે સમય યાત્રા નો વિરોધાભાસ.