અંધારી રાતના ઓછાયા-23
અંત સમયે બે બોલ લેખકના..
વ્હાલા વાચક મિત્રો
(એક રાત્રે મને ભયાનક સ્વપ્ન આવેલુ.
સવારે જાગ્યો ત્યારે શરીર પરસેવે રેબઝેબ હતું.
શ્વાસોચ્છ્વાસનો વેગ વધી ગયેલો.
અને સ્વપ્નના દ્રશ્યો મારી આંખ સામે ફરતાં હતાં.
હું ઓસરીમાં સૂતો હતો ત્યારે સ્વપ્નમાં મને કોઈ અજાણ્યા પડછાયાએ બાથ ભીડી.
મારા શ્વાસને રૂંધી નાખી મારા પ્રાણ હરી લીધા.
બસ એ સ્વપ્નનો પરિપાક એટલે જ આ મિન્ની..
મિન્ની લખાતી હતી ત્યારે જ મને વિચાર આવેલો કે આ વાર્તા જલ્દી બધાની સામે પોતાનુ ફલક લઈને આવે.
એટલે મેં લખવામાં ઉતાવળ કરી જેથી લખાણમાં કોઈ ક્ષતિ પણ રહી ગઈ હશે. ૯મી એપ્રિલથી આરંભાયેલી મિન્ની સતત 28 હપ્તા સુધી પોતાના ભયાનક સ્વરૂપે હૃદયને કંપાવી દે એ રીતે અટહાસ્ય વેરતી પ્રણયની કૂણી છોળો ઉછાળતી.. દોડતી રહી.
અને એના ઉચિત મોડ પર આવીને થોભી.
ત્યારે મારા સર્જનનું પ્રથમ સ્વપ્ન સાકાર થયું.
આ વાર્તાને વાચકોએ આપેલા સુંદર આવકાર બદલ ઉત્તર ગુજરાત રખેવાળ દૈનિકના વાચકો તથા રખેવાળ પરિવારનો હું આભારી છું.
સર્જકની સફળતા વાચકો પર નિર્ભર છે ત્યારે મારી આ પ્રથમ કૃતિ માટેનો આપનો અભિપ્રાય જરૂર જણાવશો.
સાહિત્યક્ષેત્રે મારું આગમન ઉચિત છે કે અનુચિત એ આપના અભિપ્રાયો જ કહેશે આપનો આવકાર હશે તો હું શબ્દ દેહે આપની સાથે જ છું..
એ જ મિન્ની માતૃભારતીના વાચકો સમક્ષ "અંધારી રાતના ઓછાયા" રૂપે રજૂ કરી એક સર્જક તરીકે નવો જન્મ થયો હોય એવી લાગણી હું અનુભવી રહ્યો છું. વાર્તાનાં કેટલાં પ્રકરણ મિક્સ કરી 23 પ્રકરણમાં કથા પૂરી કરી છે જેથી તમને મારી નવી રચના વાંચવા મળે.
આપે વાર્તાને ઘણો પ્રેમ આપ્યો જેથી મારો જુસ્સો બેવડાઈ ગયો છે.
હવે એક પછી એક નવસર્જન રૂપે તમારી સાથે જ છું.
એજ જય હિન્દ સાથે હું વિરમું છું .)
લિ. સાબીરખાન પઠાણ
***
છેલ્લુ પ્રકરણ...
ઈસપેકટર ઇન્દ્રનીલ બેભાન બની પોતાની પત્નીની નિષ્પ્રાણ બનેલી કાયા પર ઢળી પડ્યો.
સ્કૂટર જોડે આવીને ઊભું રહ્યું પણ ખૂન પીવામાં લીન થયેલો શેતાન પોતાની જગ્યાએથી જરાપણ ડગ્યો નહીં.
મૃણાલ સુધીરના કાનમાં કહેતી હતી.
"તું ગળામાં રહેલો દોરો સાચવજે.. અને અહીં જ ઊભો રહેજે..! હું એ પિશાચની સામે પડુ છું.. આ તો સારું થયું કે મેં શરીર પર વનસ્પતિનો લેપ કર્યો, નહીં તો મારા શરીરની મહેક માત્રથી એ ભાગી ને ચાલ્યો જાત.
હવે તારા શરીરની મહેકથીએ તને પોતાનો શિકાર સમજીને પોતાની જગ્યા પરથી ડગ્યા વિના ખૂન પીવે છે.
તું ઊભો રહે.
હું જાઉં.. એણે મારી બહેન ને છુંદી નાખી છે..!"
કહેતી મૃણાલ એની સામે આવી ગઈ.
પાછળથી એના ભરાવદાર શરીરને પકડીએ શેતાનથી બાથડી પડી.
મિન્નીના મૃત્યુ માટે એનો માસિક ધર્મ અને અશુદ્ધિ જવાબદાર હતાં.
મોહન ચમક્યો.
પોતાનું શરીર કોઈના અડકવાથી બળવા લાગ્યું હતું.
એને ગુસ્સો આવ્યો.
મેરુ પોતાના વિકરાળ પંજાની એક જોરદાર ઝાપટ મૃણાલના મુખ પર મારી. મૃણાલ ગોળ ગોળ ફૂંદરડુ ફરી નીચે પટકાઈ ગઈ.
એની બાજુમાં પૂછડુ પટપટાવતી મહામાયા મિન્ની પ્રકટ થઈ ગઈ.
નજર સામે પિશાચને જીવતો જોઈ સુધીર જીપમાં બેસવા ગયો, પણ ઇન્સ્પેકટર અને એમનાં પત્નીને કઢંગી હાલતમાં એકબીજા પર પડેલાં જોઈ પાછો પોતાના સ્કૂટર પર આવી બેઠો.
મિન્નીએ તરાપ મારી એવો જ મોહન ભાગ્યો હતો.
એનું શરીર મૃણાલે સ્પર્શ્યું હતું ત્યાંથી તેજાબ લાગતાં બળી ઉઠે એમ બળવા લાગ્યુ હતુ.
એણે દોડતાં દોડતાં જ પોતાનું રૂપ બદલી નાખ્યું.
એ ચામાચીડિયું બની અંધકારમાં ઓગળી ગયો.
પણ મિન્ની કંઈ છોડે એમ નહોતી.
બાજ પક્ષીનું રૂપ ધરી મોહનની ઇચ્છાને પહેલાંથી જાણી ગયેલી એ તેની પાછળ પડી.
સુધીર મૃણાલ જોડે આવ્યો.
એણે પોતાની પ્રેમિકાને બેઠી કરી.
મૃણાલને હોશ આવી ગયો.
એ સુધીરના ખોળામાં હતી.
એ ત્વરિત ઊભી થઈ ગઈ.
"સુધીર.. સુધીર... પેલો શૈતાન..!"
કશું ના જ સમજી શકેલો સુધીર કહેતો હતો "મૃણાલ.. તું જેવી નીચે પડી કે તરત તારી બાજુમાં એક કાળી બિલાડી આવીને ઊભી હતી.
એને જ એ પિશાચ પર તરાપ મારી અને પછી પિશાચ થોડો દોડ્યો અને અદૃશ્ય થઈ ગયો સાથે બિલાડી પણ..!"
મૃણાલ સમજી ગઈ.
મહામાયા આવી ગઈ હતી.
મૃણાલે નાની બહેનની લાશને ભીની આંખે જીપમાં નાખી.
કોઈ ગાડી આવવાનો અવાજ થયો.
બન્નેએ પાછળ નજર કરી.
એક કાર આવીને જીપ અને સ્કૂટરની પાછળ ઉભી રહી.
સુધીર અને મૃણાલ જોતાં જ રહ્યાં.
એમાંથી કુમાર શ્રી અને કુલદીપ ઊતર્યાં.
"આ લોકોને કોણે નિમંત્ર્યા હશે..?"
સુધીરનું આશ્ચર્ય શમ્યુ નહોતુ.
પણ મૃણાલ બધું સમજી ગઈ હતી.
કુલદીપ નજીક આવ્યો.
એટલે મૃણાલે અહીં ઘટેલી ઘટનાની વાત કરી.
ઇન્સ્પેક્ટરની ગાડી જોઈ કુલદીપ જીપમાં જોઈ આવ્યો..
ડ્રાઈવર સાઈડે બે શરીર ઉપરાઉપરી પડયાં હતાં.
કુલદીપે ઇન્દ્રનીલની છાતી પર હાથ મૂક્યો હૃદય ધડકતું હતું.
શ્વાસોશ્વાસની ગતિ યથાવત હતી.
ઉત્કંઠા સામે એણે ફક્ત નજર જ નાખી. ઉત્કંઠાનો લોહીથી ખરડાયેલુ મુખ જોઈ એ બધું સમજી ગયો હતો.
કુલદીપ કુમાર અને શ્રી આગળ આવ્યાં.
કોઈ મક્કમ નિર્ધાર સાથે કુલદિપે કહ્યુ.
"કુમાર, ભાભી..! હવે તમારે બધુ જોયા કરવાનું છે..
અને સવાર થતાં જ આ વાત ભૂલી જવાની છે..!
સુધીર તું પણ સાંભળી લે..
તારે કશા પણ આડા અવળા સવાલો કરવાના નથી... બસ આટલું જોઇને તારી જિજ્ઞાસા સંતોષી લેજે..!
ફરી કુલદીપે કુમાર અને શ્રી તરફ જોયું.
"તમે ત્રણે ભડકશો નહીં..! હું તમને ઇજા નહી કરું. અને હા મૃણાલ તમારી આગળ ઉભી છે...!"
કુલદીપ સહેજ આગળ આવ્યો.
પોતાના ગજવામાંથી અગરબત્તી કાઢી. આજે સારા નસીબે શનિવાર હતો.
સમય પણ ૧૨ પછીનો અનુકૂળ હતો.
એ નીચે બેઠો અગરબત્તી સળગાવી.
ભૂમિમાં ખોપી દીધી.
પછી એ મંત્રો બબડવા લાગ્યો.
બે એક મિનિટ સુધી એના બડબડાટને આઠેય આંખો જોતી રહી.
ધીમે-ધીમે પરિવર્તિત થતાં એના શરીરને આછા કંપ સાથે શ્રી કુમાર અને સુધીર તાકી રહ્યાં.
કુલદીપના ગોરા મુખ પર નાની-નાની પોપડીઓ થઈ ફૂટવા લાગી હતી.
એની આંખો વધુને વધુ તેજસ્વી બનતી ગઈ.
એના અંગો પર કાળા વાળ ઉગતા હતાં. એના મુખમાંથી આગળના બે દાંત બહાર આવી ગયા.
સંપૂર્ણ તરડાયેલા ચહેરામાંથી પ્રસ્વેદની જેમ રક્ત ટપકવા લાગ્યું.
સંપૂર્ણ પિશાચ થયેલો કુલદીપ ઉચ્છ્વાસ કાઢતો પોતાના ચહેરાને ડાબી-જમણી દિશાએ ફેરવતો હતો.
પછી ફરી ઉચ્છ્વાસ કાઢી બે હાથ આગળની તરફ લાંબા કરી કોઈને બોલાવતો હોય એમ હાથ હલાવતો હતો.
એના મુખમાંથી કૂતરો રડે એવો અવાજ આવતો હતો.
કુમારને મનોમન થયું ઈસપેકટર ઈંદ્રનિલ જો પોતાની ગાડીમાંથી આ દ્રશ્ય જોતો હોત તો..?"
મૃણાલ કુમારના કાન જોડે ગણગણી.
"ઈસપેકટર સાહેબ બેહોશ પડ્યા છે..!"
કુમારને ખ્યાલ આવી ગયો કે મૃણાલ પોતે પણ મહામાયા મિન્નીની જેમ જ પર મનોમંથનને જાણી લે છે..!
કુલદીપની આ ક્રિયા 15 મિનિટ જેવી ચાલી પછી જાણે સંમોહન થયું હોય એમ ઘણો પક્ષીઓ આવી એની સામે પડતાં ગયાં.
એમ જ એક ચામાચીડિયુ આવીને છે ક એની જોડમાં પડ્યું.
એની સાથે જ એક બાજ પક્ષી પણ આવીને બેઠું.
કુલદીપ હવે ઉભો થયો હતો.
એ પણ સાક્ષાત હેવાન લાગતો હતો.
એણે પોતાના હાથ લાંબા કરી તરત ઊંચા કરી એને ઉઠાવવાનો ઈશારો કર્યો.
થોડી ક્ષણોમાં ચામાચીડિયાની ફરતે ધુમાડો જન્મ્યો.
અને એ ધુંમાડામાં જ નાનો માણસનો આકાર વિસ્તરતો ગયો.
એનું કદ અડધું થયું હતું અને કુલદીપે પોતાનો હાથ એની તરફ લંબાવી એના વાળ પકડ્યા.
પોતાના સ્વરૂપને ખંખેરી ઊભી થયેલી મિન્નીએ મેરૂના પાછળના બે હાથ પકડી લીધા.
ઇલેક્ટ્રિક શોક લાગતો હોય એમ મેરુ થથરતો હતો.
કુલદીપ કોઈ મંત્રોચ્ચાર કરી મોહન પર ફૂંકતો ગયો.
અને મેરુ નું શરીર કાળું પડતું ગયું.
એના મુખમાંથી લાંબી કોઈ રાનીપશુ જેવી ચીસો નીકળતી રહી.
એની જગ્યાએ ઊભો ઊભો જ રાખ થઈ ગયેલો મેરુ ઢગલો થઈ નીચે પડ્યો.
એના શરીરમાં આગ લાગી.
અને વધી-ઘટી ચામડી બળી ગઈ.
એનું શરીર બળતું રહ્યું.
અને બીજી તરફ કુલદીપ પોતાના સ્વરૂપને સંકેલતો હતો.
દસજ મિનિટમાં કુલદીપ પોતાના અસલી સ્વરૂપે આવી ગયો.
શૈતાનનો નાશ થયો હતો.
ત્યારે બધા ને હાશ થઇ .
આકાશમાંથી દૂર દૂરથી આવતા શબ્દો બધાને સંભળાયા.
"તમો સુખી થાઓ..! કલ્યાણ થાઓ તમારું..!"
કુલદીપ સમજી શક્યો ગુરુનો આત્મા મોક્ષ તરફ પ્રયાણ કરી રહ્યો હતો.
મિન્ની અને મૃણાલ પોતાની બહેનના મૃત્યુથી ઉદાસ બની ગયાં હતાં.
કુલદીપે એક આશ્વાસન ભરી દ્રષ્ટિ મિન્ની તરફ નાખી.
કુલદિપ પોલીસ જીપમાં ડ્રાઈવર સીટ પર બેઠો.
એની પાછળ મિન્ની પણ ગોઠવાઈ ગઈ.
સ્મશાનમાંથી બે લાશો લઈ ઘર તરફ જીપ દોડતી હતી.
પાછળ કારમાં એક નવા જ પ્રભાતની કામના સાથે કુમાર અને શ્રીએ ધર તરફ પ્રયાણ આદર્યુ.
સ્કૂટર ઉપર નવા સપનાના વાવેતર કરવા આગેકૂચ કરી રહેલા સુધીર અને મૃણાલ હતાં.
વિચારો ઈસપેકટર સવારે હોશમાં આવશે ત્યારે એટલું જ જાણ છે કે પોતાને બચાવનાર યુવતી પિશાચને મારી પોતે પણ મોતના મુખમાં હોમાઇ ગઇ.
રાત ધમધમતી હતી.
હવે પવન માં-બાપ હતી ચંદ્રમા નમી ગયો હતો.
અને નીરવ રાત્રિમાં નંદપુર અને માલદિવ તરફ દોડતા સાધનોની ઘરઘરાટી પણ દોડતી હતી.
...સંપૂર્ણ..
-સાબીરખાન પઠાણ.
આવતા વીકથી નવી સ્ટોરી સાથે તમારી સાથે હોઈશ...
એક એવા અધોરીની કથા કે જેણે પોતાના પર થયેલા જૂલ્મનો બદલો લેવા.. કસૂરવાર અને બેકસૂર લોકોને ખૂબજ ધાતકી તરીકાથી પોતાની માયાજાળ પાથરી નામોનિશાન ભૂસી નાખે છે..
પ્રથમ પ્રકરણ વાંચ્યા પછી જ્યાં લગી પૂરી ન થાય ત્યાં લગી તમને દરેક પ્રકરણનો બેઈન્તહા ઈન્તજાર રહેશે.. કહાની તમારા દિલો-દિમાગ પર હમેશમાટે અમિટ છાપ મૂકી જશે. જેને તમે ભૂલી શકશો નહી એજ..
તો મળીએ ફરી નવા રૂપરંગ સાથે....