થોડું તમે સમજો અને થોડું અમે સમજીએ - 2 Nirav Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થોડું તમે સમજો અને થોડું અમે સમજીએ - 2

થોડું તમે સમજો અને થોડું અમે સમજીએ

ભાગ – ૨

પાછલા અંક માં આપણે એક નવ પરણિત યુગલ અને એક આચાર્ય અને તેની વિદ્યાર્થીની સાથે ના સંવાદ નું વર્ણન કરેલું હતું.

આ અંકમાં હવે અહી વાત એક સાસુ અને તેના નવ પરણિત વહુ ની વાત કરવા માં આવી છે. આજ ના ડીજીટલ યુગ માં હજી પણ એક સાસુ અને વહુ ની વચ્ચે ના સંબંધ માં દીકરી જેવો નથી હતો. કોઈ વાર પોતાના પતિ સાથે ઝગડો થાય તો હમેશા પત્ની અને સાસુ વહુ વચ્ચે ઝગડો થાય તો વહુ નો વાંક કાઢવા માં આવે છે. સમાજ ની આજ સુધી ની જોવા ની દ્રષ્ટી એક જ રીતે હોય છે કે વહુ અથવા પત્ની નો વાંક હોય. પતિ અને પત્ની ના ઝગડા માં વાંક કોઈ નો પણ હોય તેમ છતાં માર પત્ની ને ખાવો પડે છે.

હમેંશા પતિ કે સાસુ નો વાંક નથી હોતો ઘણી વાર પત્ની ના સ્વભાવ ને લીધે પણ પતિ સાથે ઝગડો થાય છે. પણ એને લીધે પતિ-પત્ની વચ્ચે જે અણસમજ અને તનાવ આવે છે એ હમેશા માટે યાદ રહી જાય છે.

અહી અપના સમાજમાં હજી પણ કપડાની બાબત ને લઇ ને સમસ્યા ઉભી થાય છે. આજ ના ડીજીટલ સમય માં પણ કમર દેખાય એવી સાડી પહેરી શકાય પરંતુ કમર દેખતી ટી-શર્ટ અને જીન્સ પહેરી ના શકાય. તેમની માન્યતા એમ છે કે શરીર ના આંતરિક અંગો દેખાય એવા કપડા એ અપના સંસ્કાર ની વિરુદ્ધ અને પરમ્પરા ને હાની પહોચાડે છે. પરંતુ એ જ સમાજ પોતાની ઘર ની સ્ત્રીને એવા જ અંગ વસ્ત્રો દેખાતી સાડી પહેરવા ની પરવાનગી આપે છે.

શું આવા સમાજને અપણે સ્વીકારીએ છે કે જે એક સ્ત્રીના પેહેરવેશ પર સરખો વિચાર અને નિર્યણ નથી લઇ શકતા. તેમ છતાં હંમેશા એ જ સ્ત્રી અથવા યુવતીનું અપમાન કરવા માં આવે છે. અહી અપના દેશમાં હજી પણ શહેર ની મોર્ડન યુવતી અને ગામડા ની છોકરી ને અલગ નજર થી જોવામાં આવે છે. તથા એમના કપડા ની પહેરવેશ અને દેખાતા અંતરીક અંગો પર ખરાબ ટીપ્પણી કરવા માં આવે છે. તેમ છતાં અપના વડીલો અને સમાજ વાળા તે સ્ત્રી ને દોષી સમજી ને તેનું અપમાન કરે છે.

2011 ના અનુસાર, ભારતના રાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા (સંસદના નીચલા ગૃહ) સ્ત્રીઓ હતા. જો કે તેમ છતાં ભારતમાં મહિલાઓ ગુનાઓ, લિંગ અસમાનતા જેવા અસંખ્ય સમસ્યાઓનો સામનો કરે છે. અપના દેશની સરકાર વિવાહીત યુગલને એક પતિ અને એક પત્ની રાખવા નો નિયમ આપેલો છે,તેમ છતાં ભારતમાં કેટલીક વસતીમાં બહુપતિત્વ અને બહુપત્નીત્વ પરંપરા ધરાવે છે અને સરકાર તેમની સામે કઈ પણ પગલા લઇ શકાતી નથી જે અપના અને સરકાર માટે શરમજનક બાબત છે.

સમાજ ની અમીરી અને ગરીબીની રેખા ની વચ્ચે માનવતા અને વિશ્વાસ નું ખૂન થાય છે. તેમ છતાં અપને એવા સમાજ ને સ્વીકારી લઇ એ છે.

આજના સમયનો યુવક તેના માતા-પિતા માટે પોતાના સપનાઓ અને મોજમસ્તીને ભૂલી ને આખી જિંદગી તેમના સપનાઓને પૂર્ણ કરવા માં લગાવીદે છે. તેમને પોતાનો મંતવ્ય આપવા નો અધિકાર મળતો નથી. દરેક ના ઘરે એક છોકરો એન્જીનીયરીંગ કરતો મળી જશે. છોકરા ને પોતાની વિચારસરણી અને નિર્યણ લેવા નો સમય જ નથી આપતા.

બસ તેમનો છોકરો સરસ ભણીને તેમના માતા-પિતા ને ખુશ રાખે તેમ ઈચ્છે છે પરંતુ એ નથી જોઈ રહ્યા કે એની પાછળ પોતે સપનાઓ નો બોજો અને જાબદારી ઠાલવી રહ્યા છે.આજે દરેક કોઈ પણ મોટી કંપનીથી માંડી ને એક નાના ચાના સ્ટોલ પર ૧૮ કે તેથી નીચી ઉમર ના બાળકો કામ કરતા જોવા મળશે. શું આ પોતાના સપનાઓ અને જવાબદારીનો બોજો નથી ???

બાળક જન્મે અને થોડા વરસ નો થાય પછી તેને સરસ કોચિંગ કલાસ માં મોકલી દેશે.હજી તેની ઉમર રમવા અને મસ્તી કરવાની છે અને તેમાં એને એ જ સમય થી તેના ભવિષ્ય નો બોજો થોપી દેશે. એ વાત માં-બાપની બરાબર કે તેમના બાળક ના ભવિષ્ય ની ચિંતા કરવા નો અધિકાર છે પરંતુ પેહલા એ બાળક ના પોતાના મંતવ્ય લેવા ની જરૂર છે કે જેથી તેને પણ ખબર પડે કે તેને ભવિષ્ય માં એ જે રસ્તાએ જઈ રહ્યો છે એ પોતાના માટે બરાબર છે કે નઈ.

આજ ના સમય માં લગભગ ૯૦% બાળકો તેના ભવિષ્ય ના નિર્યણો નથી લઇ શકતા એની પાછળ ની કારણ એટલું જ છે કે તેના માં-બાપ પોતાના બાળકો અને પોતે બાળકો તેના માં-બાપ સાથે બેસી ને એવી વાતો ની ચર્ચા અને નિર્યણ નથી કરી શકતા.

અહી એક દાદા અને તેના પૌત્ર ના પેઢી ની વાત ની ચર્ચા થશે. સમય પ્રમાણે જેમ એક પેઢી અદૃશ્ય થાય છે ત્યાં બીજી પેઢી ઉદભવે છે. દરેક પેઢીમાં અનન્ય સુવિધાઓ છે સમગ્ર ઇતિહાસમાં, મોટા ભાગની પેઢીઓનું નિર્માણ પેઢીના વર્ણવતા સૌથી વધુ વિશિષ્ટ લક્ષણ અનુસાર કરવામાં આવ્યું છે. પ્રથમ મહત્વપૂર્ણ તફાવત એ શિક્ષણ છે જે તેમના સમય માં ખાલી થોડા જ માણસો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા હતા તેથી તેઓ પોતાની પરંપરા અને રિતી-રીવાજો ને સાંભળી ને રાખતા હતા જયારે આજ ના સમયમાં પોતાનું સરસ અને સફળ ભવિષ્ય બનવા માટે ભણવું ફરજીયાત થઇ ગયું છે.

એમની પેઢી માં ખાલી ખેતી અને બીજા અનેક વ્યવસાય કરી ને પોતાનું ઘર ચલાવી લેતા હતા અને લાંબુ જીવી પણ લેતા હતા.બીજી મહત્વની વાત તેમના લગ્નની છે જેમાં તેઓ માનતા હતા કે સ્ત્રીઓએ તેના પિતરાઈ અથવા તેના સમાજના એક પુરુષ સાથે લગ્ન કરવું ફરજીયાત મનાતું હતું. પણ, તેઓ આ માણસ સાથે લગ્ન કરવા માગે છે કે નહિ તે અંગે તેમને પૂછવાનું જરૂરી સમજતા ન હતા.

ત્યારબાદ તેમની જીવન જીવવા ની રીતો કે જે અત્યાર ના સમય માટે મહત્વ ની વાત છે. તેમની ક્ષમતાઓ અને બજેટ ખૂબ મર્યાદિત હતા. આજે પણ કોઈ ના દાદા કે દાદી સાથે બેસી ને વાત કરી એ તો અપને જાણવા મળશે કે તેઓ ખાલી માર્યાદિત પૈસા ખર્ચતા અને જમવા નું પણ તેમનું માર્યાદિત રહેતું. તેથી જ તેમની જીવન જીવવા ની રીતો અપના આજ ના સમય કરતા અલગ છે. આજ ના સમય માં દરેક વ્યક્તિ પોતાનું સામાન્ય જીવન જીવવા માટે નથી કમાતો પરંતુ સાથે તેના ભવિષ્ય ની ચિંતા કરી ને રાત-દિવસ કામ કરે છે. જે વાત એકદમ સાચી છે કારણકે હાલ નો સમય એવો ચાલી રહ્યો છે કે જેમાં એક વ્યક્તિ સમય કરતા પાછળ રહી ગયો તો એ કોઈ દીવસ આગળ નઈ આવી શકતો.

અહી હું એ બધી સમસ્યા નું વર્ણન કર્યું છે જે દરેક પેઠી , સમાજ ,એક વ્યક્તિ તથા સ્ત્રી તેમનો સમનો કરી રહ્યા છે અને તેનું નિવારણ પણ તેમની પાસે છે બસ ખાલી એક બીજાને બરાબર સમજવા ની જરૂર છે. અહી ખાલી માતા પિતા ને સમજવાની વાત નઈ થઇ રહી. સાથે સાથે તેમના બાળકો ની પણ વાત થઇ રહી છે જેમને પોતાના માતા પિતા ની સમસ્યાઓ અને તેમની જરૂરિયાત ને પણ સમજી શકે. સમસ્યા જૂની પેઠી ની હોય કે નવા પેઠી ને દરેક સમસ્યાનો ઉકેલ ચર્ચા અને વિચાર-વિવશ કરવા થી આવે છે.

પાછલા અંકમાં સ્ત્રીઓ ને જે સમસ્યા નો સામનો કરવો પડે છે તેનો ઉકેલ પણ તેમની પાસે જ છે બસ ખાલી હિંમત અને બહાદુરી દેખાડવા ની જરૂર છે. જો કોઈ પણ સ્ત્રી સાથે કઈ પણ પ્રકારનું ગેર વર્તન થઇ રહ્યું છે તો પેહલા એ સ્ત્રીને જાતે હિંમત દેખાડી ને સામનો કરવો જોઈ એ નહીતર કોઈ પણ બહાર નું વ્યક્તિ તેની મદદ નઈ કરી શકે.

અહિંસા એ અંતિમ ધર્મ છે. તેથી ધર્મની સેવામાં હિંસા પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ

જય શ્રી કૃષ્ણ