થોડું તમે સમજો અને થોડું અમે સમજીએ Nirav Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થોડું તમે સમજો અને થોડું અમે સમજીએ

થોડું તમે સમજો અને થોડું અમે સમજીએ

અપના સમાજ માં હજી પણ કેટલાક લોકો છે જે પોતાના નિર્ણય અને વિચારો ને બીજા પર જબરજસ્તી થી ઠોપવામાં આવે છે. એ ભલે ને આપની પેઢી હોય કે અપના વડીલો ની પેઢીના પણ બધા ની વિચારવા ની ક્ષમતા અને રીત અલગ હોય છે. અહી વાત એક સાસુ અને વહુ ,એક પિતા અને તેના સંતાન વચ્ચે ,એક સમાજના વરિષ્ઠ નાગરિક અને એક યુવાન નાગરિક વચ્ચે ,એક નવ-પરણિત યુગલ , એક સમાજના અને રાજ્યના પ્રતીસ્તીઠ નેતા અને સામાન્ય જનતા, એક સ્કુલ ના આચાર્ય અને તેના વિદ્યાર્થી , એક દાદા અને તેના પૌત્ર વચ્ચેનો હાસ્ય અને વિવાદ નો રજુ છે. એક બાળકી ,છોકરી,માતા ,બહેન તથા સ્ત્રી આજ ના ડીજીટલ ભારતના સમય માં પણ હજુ કેટલીક વાત ને લઈને સમસ્યા નો સામનો કરી રહ્યા છે. અહી કેટલાક શબ્દો નું વર્ણન કરેલું છે જેની માટે સમાજ માં કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા ની મનાઈ છે. અહી એક પેઠી અને વર્તમાન સમયની પેઠીનું વર્ણન છે જેમાં બંને ની વાતો ને સમ્માન અપાયું છે. તેમ છતાં કઈંક જગ્યા એ બબાતે અણસમજ થાય છે. મારો હેતુ કોઈની વાતને હાનિ પહોચાડવાનો કે સમાજ ના નિર્ણયોના વિરુદ્ધનો નથી. તેથી આ વાતોને સમજી અને પુરતો ન્યાય આપોશો મને એવી આશા છે.

- નિરવ ચૌહાણ

પેહલા વાત અહી એક નવ-પરણિત યુગલ ની થાય છે જે પોતાના વડીલો ના સમજુતી અને મંજુરીથી થાય છે. આપના હાલના સમય ના સમાજ માં હજી પણ એક યુવાન બીજી કોઈ યુવતી સાથે પ્રેમના સંબધ બાંધી શકતા નથી. એમનું કારણ એક માત્ર એ જ હોય છે કે સામે વળી વ્યક્તિનો પ્રેમ સંબધ અપને પોતાના વડીલો અને સમાજથી છુપાવી ને રાખી છે અને એમના સમજ મુજબ બંને પોતાના થી નાના હોવા ને લીધે અને સંબધ ની સમજ ના હોવા ને લીધે લગ્ન કરવા ની મંજુરી નથી મળતી.

અહી કેટલાક સમાજ માં હજુ પણ પોતાન સમાજ સિવાય ની બહાર લગ્ન કરવા ની મંજુરી નથી મળતી.છેવટ એક એવી વ્યક્તિ સાથે લગ્ન કરવું પડે છે કે જેને અપને બરાબર ઓળખતા નથી. તેમ છતાં વડીલોનું માન રાખી ને લગ્ન નો સંબંધ બાંધવો પડે છે.પણ અપના ઘણા વડીલો હોય છે જે પોતાના સંતાનો ને સમજી સકે છે અને તેમના નિર્ણય નો આદર કરે છે. આપના વડીલો નો પોતાના સંતાનો નું સારું ભવિષ્ય હોય એટલે નિર્યણ બધા ની મંજુરી થી લેતા હોય છે કારણ કે એમને વર્તમાન અને ભૂતકાળ ના સમાજના પરમ્પરા જાણ હોય છે. અહી હજી પણ એક માંગલિક યુવક કે યુવતી બીજા સામાન્ય વ્યક્તિ સાથે લગન નહિ કરી શકતો. એક નવ-પરણિત યુગલ કે જે લગ્નના થોડા મહિના પેહલા પોતાને ઓળખતા પણ નહિ હોતા અને એ જ આખી જિંદગી એક બીજા સાથે વીતવા ના હોય છે. તેમ છતાં એકબીજા ને સમજવા નો પ્રયત્ન કરતા હોય છે. અપના ભારત ના કેટલાક ગામડા માં હજી પણ એક યુગલ ને પ્રેમ કરવા ના બદલ મૃત્યુ ની સજા આપવા માં આવે છે. એમના મુજબ પ્રેમ કરવો ગુનો માનવા માં આવે છે. એક યુવતી પોતાનું બધું છોડી ને એક યુવક ના હાથ માં પોતાનું આખું જીવન જીવવા ચાલી આવે છે. તેવીજ એક યુવક પોતાનું આખું જીવન એક અજાણ યુવતી સાથે પસાર કરવા તૈયાર થઇ જાય છે. તે બંને વચ્ચે નો પ્રેમ લગ્ન પછી નો હોય કે લગ્ન પેહલા નો એમાં કયા સમાજ ને વાંધો આવે ???

ત્યારબાદ અહી એક આચાર્ય , શિક્ષક અને તેના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીની ની વાત કરવા માં આવી છે. ગુરુ ,આચાર્ય ,શિક્ષકને ભગવાન થી પણ ઉપર નો દરરજો મળે છે. અને એક મજબુત સમાજ બનવા માં મદદ કરે છે. દરેક વ્યક્તિ એક શિક્ષકના મદદ થી પોતાના જીવન માં આગળ વધી સકે છે. આજ ના સમયમાં પણ ખુબ જ દુઃખ વળી ઘટનાઓ ના સમાચાર મળે છે કે એક છોકરી ની પોતાના શિક્ષક દ્વારા શારીરિક શોષણ કરવા માં આવ્યું છે. બીજી બાજુ એવા સારા સમાચાર મળે છે કે એક શિક્ષક પોતાના વિદ્યાર્થી માટે પોતાનું પરણિત જીવન ને ત્યાગી દે છે. ભગવાન શ્રી રામ ને પણ એક ગૃરુ ની જરૂર પડી હતી. દરેક વિધાર્થી માટે પોતાનો શિક્ષક પોતાની બીજી માતા હોય છે કે જે અપના જીવનમાં મહત્વ નો ભાગ હોય છે.

અહી ખાલી એક યુવક વિધાર્થીની ના શોષણ ની વાત નથી થઇ રહી પણ તેના સમ્માન ની વાત થઇ રહી છે. તેમ છતાં પીડિત વિધાર્થીની અથવા તેમના વડીલો આ બધી સમસ્યા ને પોતાના જીવન નો એક ભાગ સમજી ને ચલાવી લે છે. પરંતુ એમ નથી વિચારતા કે ચલાવી લેવા થી સમસ્યા નો અંત નથી આવતો. પરંતુ સામે વાળા ને વધારે પરેશાન કરવા નું પ્રોત્સાહન મળે છે.

કેટલીક સ્કુલ અથવા કોલેજ માં આવા ઉદાહરણ મળતા હોય છે જે પોતાના શિક્ષક થી પીડિત હોય છે તેમ છતાં એને ચલાવી લેતા હોય છે. પણ એ હાલ એ પીડિત ને પરેશાન કરશે પણ પછી બીજી કોઈ વિધાર્થીની ને હેરાન કરશે. અહી કોઈ પણ સમસ્યા નું નિવારણ નથી આવતું. બસ ખાલી એ સમસ્યા ને એક પછી બીજ ને સમસ્યા ખાલી થોડા જ મહિના અથવા થોડા દિવસ માટે હશે એમ સમજી ને પર ઢોળવા માં આવે છે. આ

અહી કેટલાક સારા શિક્ષકો પણ હોય છે જે પોતાના વિધાર્થી ના ભવિષ્ય માટે ખુબજ મદદ કરે છે.પણ ખાલી કેટલાક શિક્ષકો ને લીધે એમને અપમાન થવું પડે છે. સહન કરવા વાળી વિધાર્થીની પેહલા દોષી હોય છે કારણ કે એ પોતાના સમ્માન નું રક્ષણ કરવા સામનો નથી કરી સકતી. પરંતુ એના થી વધારે દોષી એ બધા વ્યક્તિ હોય છે કે જેને સમસ્યાની જાણ પણ હોય છે તેમ છતાં કોઈપણ પ્રકાર નો પ્રયાસ નથી કરી શકતા.

વર્તમાન સમય માં ઘણી બધી જગ્યા એ પોતાના સમ્માન નું રક્ષણ કરવા માટે યુવતીઓ માટે જાગૃતિ ના સેન્ટર આવેલ છે. જ્યાંસુધી સમસ્યા નો સામનો નહિ કરીએ ત્યાં સુધી તેનો ઉકેલ નહિ આવે પરંતુ જે દિવસે જે પીડિત વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની થોડી પણ હિમત કરશેને તો સામે હેરાન કારવા વાળા ની હિમત અપોઆપ ઓછી થઇ જશે. વર્તમાન સમય ના માતા-પિતા પણ પોતાના સમાજ ઈજ્જતના લીધે સમ્સ્યાને કોઈ ને સામે બોલી શકતા નથી. થોડા સમય પેહલા સમાચાર માં આવ્યું હતું કે એક શિક્ષક તેની વિધાર્થીની ને તેના માસિક આવવા ની બાબત ની વાતો કરવા મજબુર કરી રહ્યો હતો. એ છોકરી લાગભગ બાર- તેર વર્ષ ની હતી અને તેને માસિકના વાતોની સમજ નહતી. ત્યાર બાદ એ નિષ્ઠુર શિક્ષક સમજવા માટે તેની સાથે છેડતી કરી રહ્યો હતો. એ વિદ્યાર્થીની ઘરે જઈ ને બધી વાત કરી. આશ્ચર્ય ની વાત એ થઇ કે સમાજમાં અને આડોસ-પડોસ માં પોતાની બદમાની ના બીક ને લીધે તેની માતાએ તેને બીજા કોઈ ટ્યુશન માં ભણવા માટે મોકલી દીધી.

અપને બધા એ સમય માં જીવી રહ્યા છે કે પોતાની સમસ્યા નો સામનો કરવા શક્ષમ છીએ. પણ સમાજમાં માસિક ,સેક્સ , કોન્ડમ જેવા શબ્દોને પાપ ગણી ને તેની અવગણના કરે છે અને તેને અપને બધા સ્વીકારી લઇ છે. તે જ દિવસે એક લેખકે પીડિત છોકરી ના સમાચાર માં સરસ લખ્યું હતું “જ્યાં સુધી એક વ્યક્તિ પોતાની સમસ્યા ને પોતાની સમજશે ત્યાં સુધી તેનો ઉકેલ નહિ આવે પરંતુ જયારે તે સમસ્યા ને સામાજિક- સમસ્યા સમજશે ત્યારે એની પાસે એક નહિ પરંતુ બીજા ઘણા હશે કે જે તમારી મદદ કરવા માટે આવશે.”

દરેક સમાજ અને પોતાના ઘર માં આ બધી બાબત અને વાતની ચર્ચા કરવી જરૂરી છે જેથી અપની સામે એક આવી સમસ્યાનો સામનો કરવા ની સમજ આવે.

બીજી બધી વાતો ની ચર્ચા આવતા અંક માં છે.

જય શ્રી કૃષ્ણ