માવતર Arti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માવતર

વકિલની ઓફીસમાં દત્તકવિધીના સઘળા પેપર સાઇન કરી વિનયભાઇએ હાશકારો
અનુભવ્યો.અમીશાને લઇને કારમાં નવસારી રવાના થયા. પોતે આગળની સીટ પર
બેઠાં હતાં. પાછળ અમીશા બેઠી હતી. કોઇ મેગેઝીન વાંચી રહી હતી. વિનયભાઇ શાંત
બેઠાં હતા પણ જાણતા હતા કે આ તોફાન પહેલાંની શાંતિ છે. નવસારી પહોંચી સૌથી પહેલા પોતાની પુત્રીના પ્રતિભાવોનો સામનો કરવાનો છે. ત્યાર પછી બંને પુત્રો અને
બંને પુત્રવધુઓ પણ જોડાવાના છે. પણ છતાંય મન મક્કમ કરી બધાને પોતાની વાત
સમજાવી જોઇશે. "હરિ કૃપા કરજે. મે કોઇને અન્નાયાય નથી કર્યો" એવી મનોમન પ્રભુનને પ્રાથઁના કરતા હતા. અમીશાને પણ આ બધાનો સામનો કરવો પડશે એને
પણ તૈયાર કરવી જોઇશે.આ અનાથ છોકરીને હજી કેટલું જોવાનું છે?
વિનયભાઇ સૂરતની કાપડ બનાવતી જાણીતી કંપનીમા મેનેજીગ ડાયરેક્ટર હતા.જેનું
કામકાજ નવસારીમાં પણ હતું પોતે મૂળ નવસારીનાં હતા. બાપદાદાનો બંઞલો હતો.
સૂરત નવસારી અપડાઉન કરતાં. જ્યારે સૂરત જતાં ત્યારે અમીશાના મંમી નીશાબેન
ઘરેથી ટીફીન મોકલતાં. અમીશાના પપ્પા મનુભાઇ એ જ કંપનીમાં કામગાર હતા.
નિવૃતી પછી વિનયભાઇ કનુભાઇના સંપર્કમાં રહેતાં.તેમના પત્ની હેમલતાબેન દસ વર્ષ
પહેલા ઞુજરી ગયા હતા. સંતાનો પોતાની રીતે જીવતા હતા.છેલ્લા દસ વર્ષથી એકાંકી
જીવન વીતાવતા હતા. પરિવારની હૂંફ  માટે તરસતા હતા.બંને પુત્રોને પોતાની વ્યથા
કહેતા પણ કોઇ એમની તકલીફને સમજતા નહીં. 
મોટો પુત્ર અમદાવાદ રહેતો હતો. મિત્રો સાથે શેરબજારના રોકાણમાં ખૂબ કમાણી કરી.
અમદાવાદમા વૈભવશાળી બંગલો બનાવ્યો.ધીરે ધીરે ધંધામા વળતાપાણી થયા પણ
જહોજલાલીથી રહેવાના મોહમાં રાજેશ અને મોના અમદાવાદ અને બંગલો છોડીને
નવસારી જવા નહોતા માંગતા.તેમના બંને સંતાન રાહુલ અને રોનક મુંબઇમાં નોકરી
કરતા હતા. અને રાજેશને પૈસા મોકલતા બંનેની વહુઓ સાથે મોનાનું બનતુ નહીં એટલે
અમદાવાદ જ રહેતા. નાનો પુત્ર નિલેશ વડોદરામાં દવાની કંપનીમાં ઉચ્ચ અધિકારી હતો. તેની પત્ની રીના પણ નોકરી કરતી હતી. પોતાના બંને બાળકોનું ધ્યાન રાખવા રીનાએ પોતાના માતા પિતાને જોડે રખ્યા હતા.નાની પુત્રી રમા વલસાડ પરણાવી હતી
જે  વિનયભાઇની અવારનવાર ખબર કાઢવા આવતી.ઘરમાં રસોઇ અને બીજા કામાકાજ માટે બેન રાખ્યા હતા.
રમાબેન અને જમાઇ સાથે રહેવા આવ્યા હતા. પણ જમાઇ કીરીટને અવારનવાર 
મિત્રોને ઘરે બોલાવી પાના રમવાની પાર્ટી કરવાની  આદત,સાથે સીગરેટના ધુમાડા
ઘરમાં કરે. વિનયભાઇથી આ સહન થતું નહોતું. એક દિવસ રમા અને કીરીટને ચાલ્યા
જવાનું કહેવું પડ્યું.
થોડા સમય પહેલાં અમીશાના પપ્પા મનુભાઇનુ અવસાન થઇ ગયુ .ત્યારબાદ થોડા
વર્ષો બાદ મંમી નીશાબેન પણ ગુજરી ગયા. અઢાર વર્ષની અમીશા મા બાપ વગરની
થઇ ગયી. તેના મામા પોતાના પરિવારનું ગુજરાન માંડ કરતા ત્યાં અમીશાને કેમ સાચવે. આવી પરિસ્થિતીમાં વિનયભાઇએ અમીશાને દત્તકપુત્રી તરીકે અપનાવી.
અમીશા નાનપણથી વિનયભાઇને ઓળખતી હતી એટલે નવસારી જઇ આગળ પોતનું
ભણતર પૂરુ કરવા તૈયાર થઇ ગયી.
અમીશાને અને વિનયભાઇને પરિવારની હૂંફની જરૂર હતી. પણ વિનયભાઇના ત્રણ
સંતાનો પિતાના આ પગલાનો વિરોધ કરશે એ વિનયભાઇ જાણતા હતા. ત્રણે સંતાન
અવારનવાર પિતાને ઘર વહેંચી નાંખવાનું કહેતા હતા અને પૈસાના ભાગ કરી દેવાનું
કહેતા.ત્રણે સંતાનોને પોતાની જરુરીયાતો પૂરી કરવા પૈસા જોઇતા હતાં. પણ વિનયભાઇ તૈયાર ન થતાં.રાજેશનું ઉડઉપણું જાણતા હતા. નિલેશના પરિવારમાં એમનું સ્થાન વહુના મા બાપ પાસે હતું . ઘર વહેંચી નાખે અને સંતાન સાથ ન આપે તો?
નવસારી આવી ગયું. સાંજ પડવા આવી હતી. અમીશા અને વિનયભાઇનો સામાન ઘર
માં મૂકાઇ ગયો. 
"અમીશા, જા બેટા આખું ઘર જોઇ લે ,તને જે રુમ પસંદ હોય ત્યાં તારો સામાન ગોઠવી દે."
વિનયભાઇ એ અમીશાને ઘરના દરેક રુમ બતાવ્યા. ઉપરના મજલે એક રુમ પસંદ કરી
અમીશાએ પોતાનો સામાન ઞોઠવી દીધો. બીજા દિવસે કોલેજમાં એડમીશન લેવાનું પણ કામ પતાવી દી ધું. 
રસોઇ કરવાવાળા બેનને હવેથી બે જણની રસોઇ કરવાની સૂચના આપી.
"કાકા, હું રસોઇ કરી આપીશ."અમીશાએ કહ્યું
"ના, બેટા તું તારા ભણતર પર ધ્યાન આપ.આ બેન દસ વરસથી મારી રસોઇ કરે છે.
ના પાડશું તો એમની આવક પણ છૂટી જશે. ક્યારેક રજા કરે તો તું બનાવી લેજે. સવાર
નો ચા નાસ્તો તું બનાવજે."વિનયભાઇનું સજેશન અમીશાને ગમ્યું
અમીશાની કોલેજ શરુ થઇ ગયી. વિનયભાઇ રોજ અમીશાના ભણતર બાબત અમીશા
સાથે વાતો કરતા. ઘીરે ઘીરે બધું સામાન્ય થવા લાગ્યું
આસપાસના રહેવાશી હવે અમીશા બાબત પૂછપરછ કરતાં. વિનયભાઇ કહેતા કે મિત્રની
દીકરી છે, દત્તક કરી છે. સૌ પોતાના વિચારો પ્રમાણે તારણ કરતાં. અને કોઇએ રમાને
વાત પહોંચાડી. રમા વિનયભાઇ પાસે આવી. 
"પપ્પા આ બરાબર નથી કર્યું તમે?" રમાના સ્વરમા અણઞમો હતો.
પોતે વિનયભાઇની દીકરી હતી અને હવે અમીશા પણ દીકરી તરીકે આવી.
""મારા સાસરાવાળાને હું શું જવાબ આપીશ"
વિનયભાઇ શાંત રહ્યા. અમીશા કોલેજથી આવી. રમાબેનને પગે લાગી.થોડીવાર પછી
રમા ગયી."અમીશા,જો મુંઝાતી નહિં, હું તને કોઇ તકલીફ નહીં પડવા દઉ.મારા સંતાનો
તારી સાથે બરાબર વ્યવહાર નહીં કરે. મારી સાથે પણ નથી કરતા .પણ હું જતું કરું છું.
શાંત રહેજે અને જે કાઇ વાત હોય તે મને સ્પષ્ટ જણાવજે. તું  મને તારા પિતા મનુભાઇ 
ગણજે." વિનયભાઇએ અમીશાને સમજાવી.તકલીફમાં ઉછરેલી અમીશા ધીર ગંભીર હતી તેમજ કઇંક અંશે લાચારતો ખરીજ. 
રમાબેને બંને ભાઇઓને તરત જ વાત જણાવી . બંને પુત્રો પણ ફોન કરીને વિનયભાઇ
સાથે વાદવિવાદ કરવા લાગ્યા. આખરે એક દીવસ ત્રણે સંતાનોને બોલાવી વિનયભાઇ
એ પોતાની વાત સમજાવી. તમે ત્રણ સંતાન છો એમ અમીશા પણ મારી સંતાન છે, મારી
સાથે જ રહેશે. એના ભણતરની, લગ્નની જવાબદારી મારી છે. મે મારા વીલમા ચાર
સરખા ભાગ કર્યા છે , આનાથી વધુ હું કાઇ જણાવા નથી માંગતો.
"પણ પપ્પા તમે ચાલો અમારી જોડે અમદાવાદ" રાજેશે કહ્યું
"રાજેશ, તું પોતે મારી પાસેથી બે ત્રણ વાર પૈસાની મદદ લઇ ગયો છે. આ ધરબાર 
વહેંચીને હું તારા ભરોસે રહી રખડી પડું"
રમાબેન,"પપ્પા , મારી સાથે ચાલો"
"જો બેટા, આ શોભનીય ન કહેવાય, બે પુત્રો હોવા છતાં બાપ દીકરીને ત્યાં રહે"
નિલેશ અને રીના પણ સાથે આવવાનું કહેતા હતા. ત્રણે સંતાનોને વારસાસંપત્તિમાં
ભાગ પડાવા આવેલી અમીશાથી પિતાને દૂર કરવા હતા. વિનયભાઇ પોતાનું માન
સન્માન જાળવી જીવવા માંગતા હતા. આખરે રાજેશ અને મોના ત્યાં રહેવા તૈયાર થયા.
"વિચારી લેજો બંને, તમારા રહેવાથી અમીશા અહીંથી નહીં જાય"વિનરભાઇ એ ચોખવટ કરી. બંને ત્યાં રહેવા લાગ્યા. રસોઇ કરવાવાળા બેન ને હાલપૂરતી રજા આપી.પણ
મોનાને આ ન ગમ્યું. બધાની રસોઇ સાથે મોનાને અમીશા માટે રાંધવુ ન ગમતું અમીશા
સાથે બોલવું ન ગમતુ જે એના વર્તનમા વિનયભાઇ જોઇ રહયા હતા.
"તારા બંને પુત્રોની નાની બહેન અને દીકરી તરીકે તું એને અપનાવી ન શકે? વિનયભાઇ
ના આ સવાલથી મોના છંછેડાઇ ગયી. 
"હું એની નોકર નથી કે એના ઢસરડા કરું"
"આ જગ્યાએ તારી પુત્રી હોત તો? વિનયભાઇ એ સવાલ પૂછ્યો. આવા કંકાસ થવા લાગ્યા. અમીશા એકાંતમા રડી પડતી. રાજેશ અને મોના જતા રહ્યા. નિલેશ અને રીના
આ બાબતથી હવે દૂર રહેવા લાગ્યા. રમાબેન ક્યારેક આવી જતા પણ અમીશા સાથે તો
અણગમો રાખતા. 
વિનયભાઇને પોતાના મૃત્યુ બાદ આ છોકરીનુ શું થશે એ ચિંતા રહ્યા કરતી. પણ મન
મકકમ કરી અમીશાના ભણતર તરફ ધ્યાન આપવા લાગ્યા.સમાજ અને સંતાનની 
ટીકા ટીપ્ણીની પરવાહ કરવાનું છોડીને શાંતીથી સ્વમાનભેર જીવવા લાગ્યા.
પત્ની સાથે મળીને સંતાનોનો ઉછેર કરવો સરળ હતો પણ એ જ સંતાન સાથ ન આપેતો 
કેમ રહેવું.?  આજે પોતાના પારકાં થઇ ગયા અને પારકાને સંતાન કરવાનુ કઠણ કામ
એકલે હાથે કરવાનું હતું  મા _બાપ કોઇ પણ શરત વગર ત્રણ ચાર સંતાનનો એક 
સાથે ઉછેર કરે છે, એ જ સંતાન વૃધ્ધ માવતરનું જીવન પોતાની શરત પર ગોઠવવા 
માંગે છે.

આપણી આસપાસ પારિવારીક જીવન જીવતા લોકો હોય છે.આનંદથી રહેતા પરિવારને
જોઇને આપણને ખુશી થાય છે અને આવા પરિવાર આપણા મિત્રો પણ હોય છે.સરસ.
પણ એક નજર એકાંકી જીવન જીવતી વ્યકિત તરફ જરુર નાખજો.જો એ વ્યકિત પોતાની
ઇચ્છાથી એકાંકી જીવન જીવી રહી હોય તો એક સાધના સમજવી.પણ જો અનિચ્છાએ
જીવતી હોય તો પીડા દાયક હોય છે.માનવી પરિવારની ઝંખના કરે છે.
ભગવાન પણ પહેલાં એકલો હતો ,તેને રમણ કરવાની ઇચ્છા થઇ, અને સૃષ્ટિની રચના
કરી આપણા સહુ સાથે રહે છે. પરમેશ્ર્વરની આ દશા હોય તો સામાન્ય માનવીની શી
વાવ કરવી? 
જે  લોકો આવું એકાંકી જીવન જવતા હોય તેમના તરફ સહનુભૂતિ રાખવી.