મિત્ર, પ્રેમ અને પ્રતીક્ષા - 2 Mehul Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્ર, પ્રેમ અને પ્રતીક્ષા - 2

મિત્ર, પ્રેમ અને પ્રતીક્ષા.

(ભાગ ૨)

મેહુલ ડોડીયા

મિહિર ઉંડા વિચાર માં હતો, શું કરવું જોઈએ શું નહીં કંઈ જ ખ્યાલ આવતો નહોતો. બ્રિજેશ ધીરે ધીરે લાચાર, તેમજ બિઝનેસમાંથી દૂર થતો જતો હતો. માલમિલ્કત પણ જોખમમાં મૂકાતી જતી હતી. ગમમાં એટલો લાચાર થઈ ગયો કે ખોટ અને નફા માં કોઈ જ ફર્ક પડતો નોહતો, લીધેલા કોન્ટ્રાક્ટ પણ પુરા કરી શકતો નોહતો માટે તેમની માર્કેટ માંથી વેલ્યુ ઓછી થતી જતી હતી. આ તરફ સ્નેહા ની પણ એ જ હાલત હતી. બ્રિજેશને છોડવા નથી માંગતી જયારે ગ્યારા સાથે થયેલા અન્યાય અને પ્રેમના નામે થયેલા શારીરિક શોષણ જાણીને ડરી ગઈ હતી. વિશ્વાસ ની અભાવતા ના કારણે પોતાના સાચા પ્રેમનું બલિદાન દેવા તૈયાર થઇ હતી. કહેવાય છે ને કે, 'प्रेम पियाला जबसे पीया है, ईसक जीता है ये हाल, अंगारो पे नींद आजाये काटो पे आराम ' બંને તડપે છતાં એકબીજા ને કહેવા તથા મળવા તૈયાર થતા નથી. એટલે જ કવીશ્રી એ કહીયું છે કે જ્યારે થી પ્રેમ થયો છે ત્યારથી હાલત કાંઈક આવી જ થાય ન તો કહી શકાય ન તો રહી શકાય.

એક દિવસ, મિહિર ટયુશનમાં લેક્ચર લઈ રહીયો હતો. સ્નેહા અને તેમની મૈત્રી પણ સાથે હતી અને બીજા વિધાર્થીઓ હતા. મિહિર Isabella; the pot of basil જ્હોન મિલ્ટન ની કવિતા પર લેક્ચર આપી રહીયો હતો. લેક્ચર દરમિયાન મિહિર ને બ્રિજેશ ની પ્રેમ કહાની યાદ આવી ગઈ અને સરળતાથી સમજાવવા તેને સ્નેહા બ્રિજેશની વાર્તા અલગ જ દ્રષ્ટિ એ કહી જે ડિરેક્ટ ન કહી શકાય. કેમ કે સ્નેહા ત્યાં ઉપસ્થિત હતી. જયારે આ વાત તેને છંછેડી ત્યારે સ્નેહા ના હાવભાવ બદલાતા હતા. પોતાના વિષયમાંથી ભટકી ન પડે એ માટે મિહિર મુખ્ય કવિતા પર આવિયો. ધીરે ધીરે પ્લોટ વધતો ગયો તેમ તેમ સ્નેહા હાવભાવ અને ધ્યાન વધારે ને વધારે કવિતા અને પોતાની પ્રેમકથા પર ખેંચાનું. જયારે મિહિર દ્વારા કવિતા ના મધ્યમમાં પહોંચીયો અને કહીયું કે Isabella ના ભાઈઓ દ્વારા તેમના પ્રેમી ની હત્યા કરાઈ અને તેમને (પ્રેમી, Lorenzo) દાટી દેવાયો, અને પછી તે (Ghost) Isabella ના સપનામાં આવીને તેને વાત કરે છે આ જયારે વિગતવાર ચર્ચા થતી હતી ત્યારે સ્નેહાની આંખમાંથી આંસુ સરી ગયું. અને મિહિર આ બધી વાતની જોતો હતો. લેક્ચર પૂરો થયો તે પહેલા સ્નેહા અને તેની મૈત્રી ને થોડીવાર રાહ જોવાનું કહીયું કોઈ કારણોસર, અંતે તેમની મૈત્રીને દૂર કરવા કોઈ ઉપાય ગોતીયો અને મિહિરે વાત સ્નેહા પાસે થી જાણવાની કૈશિષ કરી પણ તે કહેવા તૈયાર નોહતી જયારે મિહિર પોતે જ બ્રિજેશની વાત કરી, બે પળ માટે તો સ્નેહા આશચર્યચકિત થઇ પછી મિહિરે તેને મિત્રતાની વાત કરી અને બ્રિજેશ ની પરિસ્થિતિની વાત કરી, સ્નેહા પણ પોતાના પ્રેમને મિહિર સમક્ષ મૂકી દે છે અને તેના જીવન અને પરિવારજન ની સમસ્યાની વાત કરી. બ્રિજેશ પણ સ્નેહાની વાત સાથે સહમત હતો કે જે ભી બનિયુ તે ખુબ જ ખોટું કહેવાય પણ સ્નેહા જે બ્રિજેશ સાથે કરી રહી હતી એ પણ ભૂલ છે એ સ્નેહા ને સમજાવે છે અને વિશ્વાસ ની વાત જણાવે છે. જયારે આ વાતચિત શરુ હતી ત્યારે સ્નેહા ની મૈત્રી ગરોળી મારફક આ બધું સાંભળી રહી હતી.

સ્નેહા ઘરે આવીને વધુ ચિંતિત બની કે બ્રિજેશ કંઈક ઊંધું પગલું ના લે. સ્નેહાને જે મિહિર દ્વારા સમજ આપવામાં આવી એ વિષે વિચારે છે સ્નેહા ને પોતાની ભૂલ સમજાઈ છે અને બ્રિજેશને મળવાનું અને કોલ કરવાનું નક્કી કરીયું. સ્નેહા જ્યાં કોલ કરવા મોબાઈલ ઉઠાવે છે ત્યાં જ તેની મૈત્રી ઘરે આવે છે અને ત્યારે કોલ કરવાનું બંધ રહે છે. અને ઈર્ષા અને બદનામ કરવાના હેતુથી આવેલી સ્નેહાની મૈત્રી સફળ થઈ છે અને તે ગ્યારા અને તેની માતાને બધી વાત કરે છે અને સાથે સાથે મિહિરના ટયુશનમાં થયેલી ઘટનાની વાત કરે છે ધીમે ધીમે આ વાત ગામમાં ફરવા લાગી. જેમ સારી વસ્તુનું પ્રદશન થતા વાર લાગે તેમ ઉતારી પાડવાની વાતુનું પ્રદશન થતા વાર ન લાગે. સ્નેહા ની જીવનમાં વધારે કષ્ટદાયી બાણીયું, કોલેજ અને ટયુશન પણ બંધ થયું ઘરની બહાર પણ જવાનું બંધ થયું પોતાનું ઘર જ જેલ બનિયુ, રાત્રે સુતી વખતે તાળા લાગવા માંડયા અને બહાર જવાનું આવવાનું બંધ થયું એ પણ માત્ર કાન ભાંભરણીના કારણે. અને સાથે સાથે મિહિરની નોકરી તેમજ ટયુશન પણ બંધ થયા અને બ્રિજેશ નો બિઝનેસ પણ બંધ થતો અને ફેક્ટરી બંધ થઈ.

સ્નેહા ઘરમાં બધાથી મોટી હોવાથી તેમના લગ્ન નક્કી કરાવીયા. નાક ને બચવા મંજુર નામંજૂર, જેવું તેવું ગોતી પરણાવી દેવાની તૈયારી થઇ. લગ્નની તારીખ નક્કી થઇ, કંકોત્રી છપાઈ ગઈ. બ્રિજેશે લીધેલી લૉનવાળા ફોર્સ કરવા મંડિયા અંતે બ્રિજેશ મકાન વહેંચવો પડ્યો અને પહેલાની પરિસ્થિતિ કરતા પણ ખરાબ બની પહેલા તો દેશી નળીયાવાળી કાચી એક ઓરડી હતી પણ અત્યારે તો એ પણ નોહતી. બ્રિજેશ પરિવારજન સાથે મિહિરના ઘરે આવિયા અને સાથે રહેવા લાગીયા.

સ્નેહાના હાથમાં મહેંદી લગાવી દીધી હતી, કાલે સવારે તેની જાન આવવાની હતી. બ્રિજેશ હવે તેની વગર જીવી શકે તેમ નોહતો તેને પણ કાલે જાન કાઢવાનું નક્કી કરીયું પણ બ્રિજેશની જાન અલગ હતી જેમાં તે પોતે જ હાજર નહીં હોઈ. મિહીર પાસે પરિવારનું ધ્યાન રાખવાનું સૂચવીયુ, જો કે બ્રિજેશ તેને અવારનવાર આવી વાતો કરતો એટલે તેને એટલો બધી ધ્યાન ન આપીયુ અને તેને કહીયું એમણી હા મેળવતો ગયો. સ્નેહા પણ બ્રિજેશના વિચારો આખી રાત કરિયા અને તેને પણ suiside કરવાનું વિચારીયું પણ ઘરે આવેલા મહેમાનો તેને એકલી છોડતા ન હતા...

સવારના ૫ વાગીયા હતા, બ્રિજેશ કોઈને કશું જ કહિયા વગર ઘરમાંથી બહાર નીકળી ગયો, સ્નેહા આખી રાત સુતી ન હતી, રડી રડીને લાલ કરેલી આખોવાળી, મનમાં માત્ર વિચારો થી ગુંચવાયેલી, જોર જોર થી હસવા લાગી અને

બ્રિજેશ.… બ્રિજશે...

કાળી ચીખ નાખી. સુતેલા મહેમાન જાગી ગયા અને દોડી દોડીને સ્નેહાના રૂમ તરફ દોડિયા, પણ રૂમમાં કોઈને પ્રવેશ માતા પિતા દ્વારા ન અપાયો. આબરૂ સાચવવા માટે પરિવારજન તેને લગ્ન માટે તૈયાર કરવા મોકલી. બ્રિજેશ ઘરથી થોડેક દૂર એક ઝાડ નીચે બેઠો, એની હાલત પણ એવી જ હતી. કહેવાય છે (સંગીત સાહિત્યમાં)

प्रीत की लत मोहे ऐसी लागी, हो गई मैं मतवारी

बल बल जाऊं अपने पिया को, के मैं जाऊं वारी वारी

मोहे सुध बुध ना रही तन मन की, ये तो जाने दुनिया सारी

बेबस और लाचार. फिरू मैं, हारी मैं दिल हारी, हारी मैं... दिल हारी

જાનનું આગમન થઇ ગયું હતું, દુલ્હેરાજા નું સ્વાગત જોરે શોરે થી થયું. સ્નેહા બ્યુટી પાર્લરથી પરત આવી ગઈ હતી. સ્નેહાના મુખમાંથી માત્ર બ્રિજેશનું નામ જ રણકતું હતુ. વિશ્વ ખુબ જ પ્રેમાળ અને દયાવંત છોકરો હતો. ખુબ જ ભણેલો, નોકરિયાત હતો (વરરાજા) જેમને સ્નેહા વિષે કોઈ પણ જાણકારી હતી નહીં. ગોરમહારાજ દ્વારા વિધિ પુરી થઈ અને ગોરમહારાજ દ્વારા કન્યાને મંડપમાં લાવવાની સૂચન મળિયું. આ તરફ બ્રિજેશ ભાન ભૂલી ગયો હતો સ્નેહા ની યાદમાં ને યાદમાં તેની મતિ જતી રહી હતી. તે શું કરે છે કશી જ ખબર નોહતી માત્ર ને માત્ર સ્નેહા સ્નેહા જ થતું હતું, પોતાના માથા પરના વાળને ખેંચીતો, પળ પળ તેની સાથે ગુજારેલા સમય ને યાદ કરી તેના સ્પર્શ જ્યાં જ્યાં હતો તેને નુકશાન પોહચતો હતો, માથા પર લોહી નીકળી રહિયું, જે હાથે સ્નેહા નો હાથ પકડ્યો હતો તે હાથને પથ્થર પર પછાડી રહિયો હતો, પોતાની જ છાતી જે તેમને ગળે મળી હતી તે સ્થાને પણ હાથ પછાડી રહીયો હતો, પોતાને ને પોતાને જાપટ મારતો હતો. થોડી જ વારમા લોકો નો ટોળું વળિયું પણ તેને રોકવાને બદલે તેના વિડીયો ઉતારી રહયા. મિહિરને ઉઠયાની સાથે જ બ્રિજેશને શોધે છે તેની પત્ની ઋતુને પૂછે પણ ઋતુને પણ કશી જ ખબર હોતી નથી મિહિર તેને શોધવા આમથી તેમ દોડાદોડી કરે છે પણ તેમનો અતો પતો લાગતો નથી થોડેક દૂર જઈને કપાળ પર હાથ મૂકીને નિસાસો નાખતા રડતા મુખે સાદ પાડે છે ત્યાં થોડે દૂર એક ઘટ વૃક્ષ પાસે માણસોનું ટોળું જોવે છે અને તે તરફ દોડે છે અને જુઆ માંગે ત્યાં શું ચાલી..! ત્યાં જઈને જુએ છે તો બ્રિજેશ પોતાની જાતને નુકશાન પોહચાડવાની કૌશીષ કરી રહીયો છે, લોહી થી લથપથ હતો છતાં પણ માણસો તેને રોકવાના બદલે તેને વીડિયો ઉતારતા હતા, તેને ઉશ્કેરી રહયા હતા, મન ફાવે તેવા અભદ્ર શબ્દો બોલી રહયા હતા. મિહિર દોડીને તેને પકડે છે પણ બ્રિજેશ તેને પણ ઢોર માર મારવા લાગીયો કારણકે તે તેને નુકશાન પોહચાડવા ન દેતો હતો. અચાનક લોકોના ટોળાં માંથી કોઈકે પથ્થર ફેંકીયો જે સીધો મિહિરના માથા પર આવિયો તેના પણ માથે લોહી વહેવા લાગીયું, છતાં તે બ્રિજેશ ને રોકતો હતો સમજાવતો હતો ઉભો કરવાની કૌશીષ કરતો હતો પણ તે ઉભો થવા માંગતો ન હતો.

સ્નેહા ચાલી શકે તેમ નોહતી, તેમના ભાઈઓ દ્વારા, પાટલા પર બેસાડી પાછળ થી પકડી ને મંડપમાં લવાઈ. ધીમે ધીમે લગ્નની વિધિ આગળ વધતી હતી, ફેરા નો સમય થઇ ગયો હતો, ફેરા ફરવા માટે બંને ઉભા થયા, પહેલો..... બીજો.... ત્રીજો.... અને ચોથો ફેરો ફરીને જ્યાં પાટલા પર જમણો પગના અંગુઠાને અડાડવા જતા , હજુ અડ્યો પણ નોહતો ત્યાં જ સ્નેહા બેભાન થઇ અને અગ્નિ કુંડની પાસે પડી, સ્નેહા નું પાનેતર નો છેડો અગ્નિ કુંડ માં પડ્યો, જોત જોતા માં અગ્નિ આખા મંડપ માં ફરી વળી, વિશ્વ અને ગોર અગ્નિ જોતા જ બહાર ભાગીયા, વિશ્વને ભાન થાય છે કે સ્નેહા હજુ મંડપમાં છે તે ફરી અગ્નિ ભરેલા મંડપમાં ઉતરીયો. સ્નેહાને લઇને બહાર લઇ આવિયો પરંતુ તેમની માથે રહેલો સાફો ત્યાં મંડપમાં પડી ગયો અને અગ્નિમાં ભસ્મ થઇ ગયો. સ્નેહાને બહાર લાવતા જ તેમની માતા દ્વારા સાલ ઓઢાડી અને વિશ્વ પાણી મંગાવવા લાગીયો. બેભાન અવસ્થામાં પણ તે બ્રિજેશ બ્રિજેશ જ કરતી હતી. મહેમાનો આમ થી તેમ પાણી ભરેલી ડોલુથી અગ્નિ બુજાવવાણી કૌશીષ કરવા લાગીયા. વિશ્વ સ્નેહા પર પાણી છાંટીને ભાનમાં લાવે છે અને તેને ખ્યાલ આવે છે બ્રિજેશ તેના પ્રેમીનું નામ છે અને બન્ને ને જોરજબરદસ્તીથી દૂર કરવામાં આવીયા છે. તે સ્નેહાનો હાથ પકડીને, બધાની સામે થી બહાર લઇ જાય છે પહેલા સ્નેહા અને વિશ્વ તેની પાછળ તેની મૈત્રી તેની પાછળ મહેમાન એમ ધીમેં ધીમે બધા બહાર નિકળીયા, તે સ્નેહાને મિહિરના ઘર વિષે પૂછે છે પણ તે બોલી શકે તેમ હતી નહીં તેની પાછળ આવી રહેલી મૈત્રી મિહિરનું ઘર જાણતી હતી એટલે તેને ત્યાં લઇ જાય છે ત્યાં જઈને વિશ્વ બ્રિજેશને સાદ પાડે છે પણ ત્યાં બ્રિજેશ કે મિહિર હોતા નથી વિશ્વ સ્નેહાને ત્યાં છોડીને તે આ બંને ને શોધવા નીકળે છે અને થોડે દૂર જઇ પોહચે છે ત્યાં લોકો એક સુમસામ જગ્યા પર જઈ રહયા હતા વિશ્વ તે લોકોને પૂછે છે કે તમે કેમ ત્યાં જાવ છો તો એ લોકો એવો જવાબ આપે છે કે, ત્યાં રહેલા કોઈક બે જણા એક બીજાની જાન લેવા ત્તપર છે એ જોવા જાય છે વિશ્વને થયું કે બ્રિજેશ ને પછી શોધીશું પહેલા તે બંને ને રોકીયે, સ્નેહા ચુપચાપ બેસે તેમ નોહતી માટે તે પણ તેની મૈત્રી સાથે તેને શોધવા નીકળે છે અને વિશ્વને જુએ છે તો તે કોઈ જગ્યા પર જઈ રહીયો હતો તેને થયું કે બ્રિજેશ મળી ગયો છે માટે એ તરફ પણ જાય છે...

વિશ્વ બંનેને ઓળખતો નહતો માટે પહેલા ત્યાં જઈને શાંતિથી એ બંને ને સાંભળી રાહીયો હતો. સ્નેહા જેમ જેમ ટોળાંની નજદીક પોહચતી હતી ત્યાં લોકોના અવાજો વચ્ચેથી ઝીણો અવાજ આવી રહીયો હતો. સ્નેહા તે અવાજને ઓળખી લે છે કે આ અવાજ બ્રિજેશ અને મિહિર નો છે અને તે બોલી નોહતી શક્તી છતાં પણ તે બ્રિજેશને સાદ પાડે છે, ટોળાનું ધ્યાન સ્નેહા પર પડે છે અને એક સાઈડ થઈ જાય છે. મિહિરના દેહમાં જીવ આવિયો પણ બ્રિજેશ એ તરફ જોતો પણ નથી મિહિર તેના મુખને એ તરફ કરે છે બ્રિજેશ એ તરફ જોતો જ રહી જાય છે પણ મનમાં એવું વિચારે છે આ પણ મારો ભ્રમ છે મિહિર હવે તેને છોડી દે છે પણ ભ્રમ છે એ માટે તે ફરી પોતાના વધેલા વાળને પકડે છે અને ખેંચે છે મિહિર ફરી તેના વાળ છોડાવે છે તો તે મિહિરને ફરી માથા પર જ્યાં વાંગીયું હતું એ જગ્યાએ ફરી પથ્થર મારે છે ફરી મિહિરના માથા પર ફરી લોહીની ધાર થાય છે, સ્નેહા આ બંનેને લોહીથી લથપથ જોઈને ફરી સાદ પાડે છે અને બ્રિજેશને હવે સાચું લાગે છે મિહિર માથું પકડીને ત્યાં ત્યાં સુઈ ગયો. વિશ્વ દોડીને મિહિરને પકડે છે તેના માથા પર રૂમાલ બાંધે છે, સ્નેહા અને બ્રિજેશ લથોડીયા ખાતા ખાતા પાસે આવે છે અને નજદીક પોહચતા જ બ્રિજેશ પડી જાય છે ફરી ઉભો થાય છે બંનેની એક બીજાને ગળે મળીને રડવા લાગે છે ત્યાં જ બ્રિજેશ, મિહિર, વિશ્વ અને સ્નેહાનાં માતા પિતા, મહેમાનો સાથે તે સ્થળ પર પોહચી જાય છે. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા બધા જ માણસોના આંખમાંથી આંસુ આવી જાય છે અને તાળીઓના ગડગડાટ થઇ ઉઠે છે વિશ્વ મિહિરને લઇને ત્યાં આવે છે અને બંને હાથ જોડીને બંને પરિવારજનો ને વિન્નતી કરે છે કે, આ બંનેને સાથે રહેવા દો. વિશ્વ હોસ્પિટલમાં કોલ કરી ઇમરજન્સીમાં આ ત્રણેયને દાખલ કરે છે જ્યાં સુધી ત્રણેય રજા ન મળે ત્યાં સુધી તે હોસ્પિટલમાં જ રોકાય છે અને ૩ કે ૪ દિવસ પછી ડોક્ટર રજા આપે છે અને લગ્ન નક્કી કરી સ્નેહા અને બ્રિજેશના લગ્ન કરાવી દે છે...

વિશ્વ બ્રિજેશને ફરી બિઝનેસમાં સેટ થવા મદદ કરે છે અને વિશ્વ દ્વારા આ બંનેની love story, સ્નેહા, બ્રિજેશ અને મિહિરના (મિત્રતા) નામ સાથે છપાવે છે આ સમાચાર ગામોગામ અને શહેરોમાં લોકપ્રિય બને છે અને મિહિરના કૉલેજના ડાયરેક્ટર મિહિરને ફરી સન્માન સાથે ફરી નોકરી માટે બોલાવે છે.

कहना कितना आसान होता है प्यार क्या होता है,

निभाना कितना मुश्किल होता है साथ देने में,

लाखो कौशीष करके देखलो, दुनिया वालो

सच्चा प्यार कभी ना कभी मिल ही जाता है।

***

(આ વાર્તાના અમુક કિસ્સા સત્યકથા પર આધારિત છે અને થોડું મારી પ્રેમ કહાનીનું પણ addition છે.)

~ એમ.ડી