Mitra, Prem ane Pratiksha - 1 books and stories free download online pdf in Gujarati

મિત્ર, પ્રેમ અને પ્રતીક્ષા - 1

મિત્ર, પ્રેમ અને પ્રતીક્ષા

મેહુલ ડોડીયા

પ્રેમકથા વિશે....

આમ તો પ્રેમ શબ્દ સાંભળતા જ હદયમાં લાગણી અને હર્ષ ઊર્મિ ઉભરાયે છે. આપણે મોટા ભાગે એવું વિચારતા હોઈએ છીએ કે પ્રેમ માં આમ હોઈ તેમ હોઈ. તેના વગર જીવન શક્ય જ નથી, અસંખ્ય શબ્દો અને વાક્યો થી તેમને સમજાવવાની કૌશીષ કરીએ છીએ. જે આવા પ્રવચન આપતું હોઈ એ જ એમણા વચનનો ને તોડતા હોઈ છે. એટલે જયારે પ્રેમ સબંધમાં બંધાઈ ત્યારે મારો પ્રેમ મારો પ્રેમ થાય અને જયારે પ્રેમ માં પ્રતીક્ષા નો સમય આવે છે ત્યારે સબંધ ને પૂર્ણ વિરામ આપી દેવાઈ છે. તો ખરી રીતે પ્રેમ શું છે...!

પ્રેમ એ એક દેહ અને બે આત્માનું મિલન છે. વિશ્વાસ તેમનો શ્વાસ છે અને પ્રતીક્ષા પ્રેમ ને જોડનારી અમૂલ્ય કૂંચી છે. જે આપણે કૂંચીને પામીયા પહેલા અને દ્વાર પર પોહચીયા પહેલા જ હાર માની પરત ફરીએ છીએ. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રતીક્ષા છે જ્યાં પ્રતીક્ષા છે ત્યાં વિશ્વાસ છે જ્યાં વિશ્વાસ છે ત્યાં શંકા કુશંકા નામની ધૂળ તેમના પર અસર કરતી નથી.

મૈત્રી અને મિત્ર આ બંને શબ્દો આમ તો સમાનાર્થી છે એકબીજાના પરંતુ મારી દ્રષ્ટિએ આ બંને વચ્ચે ઘણો તફાવત છે. જીવન દરેક તબક્કે કોઈને કોઈ રીતે આ બંનેની મુલાકાત થાય જ છે. આ દુનિયા માં સાહેબ બધા પાસે મલમ હોઈએ જરૂરી નથી બધા પાસે મીઠું (નીમક, Salt) પણ હોઈ જ છે અને સમય આવતા તે પોતાનો રોલ ભજવતા હોઈ છે. આપણે જેને આપણી જાત કરતા પણ વધુ વિશ્વાસ કરતા હોઈએ છીએ એ જ વ્યક્તિ જ્યારે આપણી નબળાઈ જાણી ને તમને ઠેસ પોહચડે છે ત્યારે ખુબ જ લાગી આવે છે. મૈત્રી જે આમતો આપણી સાથે જ રહે છે આપનો વિશ્વાસ જીતે છે અને આપણી નબળાઈ જાણી ને બધીયે સારી થવા માટે આપણી લાગણી સાથે ખેલે છે. મિત્ર જેને આપણે કોઈ ખાસ પ્રકાર નું મહત્વ નથી આપતા કેમ મૈત્રી પહેલી જ આપના જીવન માં આવી ગઈ હોઈ છે છતાં પણ મિત્ર આપણી હર એક મુશ્કેલ ક્ષણમાં તે સાથ આપે છે. તેમની માટે પોતાના વ્યક્તિગત કામ કરતા મિત્ર ની ફિકર વધારે હોઈ છે. સારો મિત્ર હોવો એ સદ્દભાગ્ય ની વાત છે અને એ જીવન માં મળવો એ પણ સૌભાગ્ય ની વાત છે. આ પ્રેમ કથા વાંચશો એટલે ખ્યાલ તો આવી જ જશે કે,

પ્રેમ શું છે..?

પ્રતીક્ષા શું છે..?

વિરહ શું છે..?

મિત્ર શું છે..?

મૈત્રી શું છે..?

આ પ્રેમ કથા આમ તો સત્ય હકીકત પર આધારિત છે, પણ થોડો ઘણો ઉમેરો કરી આપ સમક્ષ મુકું છું. આ માત્ર પ્રેમ કથા જ નથી પરંતુ પ્રેમ નો સાચો અર્થ અને મિત્ર ની સાચી પહેચાન કરાવી છે. આ વાર્તા મારા જાન થી પણ વાહલા મિત્ર, જે બચપણ થી મારી સાથે જ છે અને હંમેશા મારો સાથ દીધો છે તે વ્યક્તિ શ્રી બકુલ ભગવાનભાઈ ગોહિલ ને હું સમર્પિત કરું છું.

~ મેહુલ ડોડીયા (એમ.ડી)

***

બ્રિજેશ આમ તો ભણતરની બાબતે ખુબ જ કાચો પણ તેમણો સ્વભાવ જાણે મીણ ની જેમ સીધું સાદું. તે માણસો ના મન જીતવા માં ખુબ જ માહિર હતો આમ તો તે કોઈ પણ સાથે બે પળ માં મીઠા મારફ ભળી જાય. પોતાના જીવનમાં, મિત્રોના સંગાથમાં અને પરિવારજન ના વ્હાલમાં ખુબ જ ખોવાયેલો રહેતો. પ્રેમ શું છે પ્રતીક્ષા શું છે એમની તો તેમને ખબર જ નોહતી. પોતાના જીવન ને દરેક પહેલ પર મોજ મજાથી માણતો. ઈર્ષા, લોભ, મોહ, થી પર, સુખ દુઃખ બધી જ પરિસ્થિતિ માં હસીને મુકાબલો કરતો. ખુબ જ વાતુડિયો, પણ તેમની આસપાસ રહેતા માણસો પણ તેમની તેમની વાત ને ધ્યાન થી સાંભળતા અને તેમની અલગથી આંનદ લેતા. અને જયારે કોઈ છોકરી સાથે વાત કરવાનું બને ત્યારે મોં માં મગ ભરાઈ જતા.

મેટ્રીક સુધી તો ભણતર ની દોર દોરવાતી રહી, પણ ખરી સમસ્યા હવે સર્જાઈ. રોજગાર મેળવવા અવનવા નસુરખા અપનાવિયા, પાન ની દુકાનથી માંડીને હાઈ પ્રેસર ના મશીન સુધી ના અવનવા ધંધા અપનાવી જોયા, છતાં પણ કોઈ જગ્યાએ ખરી સફળતા મળી નહીં. અંતે હીરા ઉદ્યોગ માં જોડાયો, થોડો સમય માં તો ઘણો ફાયદો થયો પણ એકદિવસ અચાનક ભારે ભરખમ ખોટ આવી જેટલા નું રોકાણ કરીયું હતું તેમના કરતા વધારે તો દેણુ થયું, વ્યાજ માં પણ પૈસા મેળવવા મુશ્કેલ બનિયુ. અંતે સ્થળાંતર કરવા પડીયું. પિતાજીની બધી જ મિલ્કત વહેંચી નુકશાન ભરીયું, અને સ્થળાંતરની સાથે જ તેમના પિતાજીને માંદગી પોંહચી વળી. હજુ સેટલ થાય એ પહેલા જ જે થોડી ઘણી મિલ્કત બચી હતી એ પણ માંદગી આંબી ગઈ, ખુબ જ કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયો. શું, કેમ, ક્યારે, કેવી રીતે ખોટ પુરાશે તેમની ખબર જ નોહતી પડતી. એટલી કપરી પરિસ્થિતિ સર્જાઈ કે પરિવારની ગુજરાન ચાલવું પણ મુશ્કેલ બનિયુ. બ્રિજેશ હવે દરજી કામમાં જોડાયો. અને શરૂઆત માં મજુર પ્રમાણે થોડા પગાર માં નોકરીએ જોડાયો. પિતાની માંદગી ના કારણે રોટી, કપડાં ઔર મકાન બધી જ જવાબદારી બ્રિજેશ પર હતી. હસમુખા ચહેરા પર એક દુઃખ માહોલ સર્જાયો જેથી સમાજ, પરિવાર તેમજ મિત્રો સાથે પણ સંબંધ ઓછો કરીયો. છતાં પણ મુજવાયેલા ચહેરા ને હ્દયમાં ક્ષમાવી, શાંત ચિત્તે નોકરી કરતી રહીયો. આ સમય દરમિયાન તેને સાથ સહકાર આપનારું કોઈ જ નોહ્તું, માત્ર તે એક જ મિત્ર સાથે રહતો, દિલની વાત શેર કરતો, તેનું નામ હતું મિહિર.

પોતાના પરિવારજનો ની સંભાળ રાખવા ખુબ જ ચીવટ ભરીયું કામ શરુ કરિયું, પાર્ટ ટાઈમ ની સાથે ઓવર ટાઈમ પણ આપવા માંડ્યો. એક દિવસ અચાનક તેમના જીવન માં એક મોટો પરિવર્તન આવિયો જે તેમના સંપૂર્ણ જીવન બદલી નાખીયું. રવિવારના રજા ના દિવસે બ્રિજેશ ઓવર ટાઈમ આપી રહીયો હતો. ૪ વાગીને ૩૦ મિનિટ થઇ હતી. બ્રિજેશ ને સાતમ - આઠમ ની કામ આપવાનું હતું. બ્રિજેશ સંપૂર્ણ ઈચ્છા શક્તિ તેમ જ મન એક જગ્યા એક જગ્યા એ એકત્રિત કરી, પોતાના કામ કરતો હતો. શેઠની દુકાને એક ગ્રાહક આવીયું, આમ તો તે શેઠના પરિચિત જ હતા, ડ્રેસ ના માપ દેવા બ્રિજેશ પાસે મોકલીયા. જો કે બ્રિજેશ ની નજર ક્યારેય ખરાબ હોઈ શકે જ નહીં તે નજર નીચે રાખી ડ્રેસ નું માપ લીધું. ત્યાં જ તેમના શેઠે ચા મંગાવી, બ્રિજેશ ઉપર બીજા માળે કામ કરી રાહીયો હતો અને શેઠ ની દુકાન સૌથી નીચે હતી. દુકાન માં બીજું કોઈ ન હોવાથી જે ડ્રેસનું માપ દેવા બ્રિજેશ પાસે આવી હતી તે જ છોકરી ( સ્નેહા ) ચા નો કપ લઇને બ્રિજેશ પાસે આવી. અને બ્રિજેશ ની આખો સ્નેહાની આખો સાથે મળી, અને જોત જોતા માં બને પ્રેમમાં પડયા. ધીમે ધીમે પ્રેમ ની સાચી પહેચાન સારું થઇ. સ્નેહા ધીરે ધીરે તેમની દુકાન પર અવાર નવાર આવતી રહી. બ્રિજેશ પાસે તો શબ્દ જ નોહતા. સ્નેહા એ શરૂઆત કરી એક લેટર લખિયો અને તે બ્રિજેશને પાસ કરિયો અને બંને ની લવની ખરી ભવાઈ શરૂ થઈ. સ્નેહાનું બ્રિજેશના ઘરમાં આવું તે તેમના માટે શુકન બની ગયું. થોડા જ સમય બ્રિજેશે સ્નેહાને પ્રેપોઝ કરીયું. જો કે સ્નેહા પણ તેમને પ્રેમ કરતી જ હતી એટલે બંને એકબીજા ના પ્રેમ ગાઢ સમુદ્રમાં નાનકડી નાવડી લઇને મધ દરિયે પોહચીયા. જેમ જેમ સ્નેહા બ્રિજેશના જીવનમાં આવતી ગઈ તેમ તેમ બ્રિજેશની પરિસ્થિતિ સુધરતી ગઈ. થોડા પૈસાનું સેટિંગ કરી અને દરજી કામ માં પોતાના નો બિઝનેસ શરૂ કારીયો. જે થોડા જ સમયમાં પૈસાની કમી અને રોટલા નમી જતી રહી. જોત જોતમાં તેની પરિસ્થિતિ સુધારવા માંડી.

કહેવાય છે ને સાહેબ, પ્રેમ થવો સહેલો છે જયારે પ્રેમ ને પામવો ને ઘણું મુશ્કેલ છે. સાચો પ્રેમ તો અમુક ને જ મળે છે. અને બ્રિજશે નો પ્રેમ સાચો હતો પણ જેમ વિઘ્ન આવયા વગર પ્રેમ કેમ પ્રેમ કહેવાય...? બ્રિજેશ ની પ્રેમ કહાની પણ એક મહા ટ્વીસ આવિયો જેથી બંને જીવન તહેસ નહેસ થઇ ગયું. સ્નેહા ની મોટી બહેન, ગ્યારા એક ચિરાગના પ્રેમ માં હતી અને તેના પરિવારજન કે સ્નેહાના પરિવાર જન આ બંને ને લગ્ન કરી આપે તેમ નોહતા, અને ગ્યારા તેને જાન થી પણ વધારે પ્રેમ કરતી હતી જયારે ચિરાગ માત્ર શારીરિક જરૂરિયાત માત્ર તેનો ગલત ઇસતમાલ કરતો અંતે ઘરે થી તેમની માગ પુરી કરવામાં ન આવી અને પિતા ના કઠોર શબ્દો થી તેને ગ્યારાને છોડી દીધી અને ગ્યારા તેમના પ્રેમમાં પાગલ બની હાથ નસ તેમજ દવા પણ પીધી, સમયની મહેરબાની એ દુર્ઘટના બની નહીં અને બચ્ચી ગઈ. અને તેમના લગ્ન તત્કાલીન યોજવી તેમને સાસરે મોકલી. જેની અસર તેની નાની બહેન તેમજ પરિવારજન પર પડી અને થોડી ઘર કડક બનયા. સ્નેહા પણ આ વાત ખુબ જ લાગી આવી જેથી તેને બ્રિજેશ સાથે પણ સંબંધ પુરા કરવાના વિચારીયું, તે સીધી રીતે તો બ્રિજેશ ને કહી શકે તેમ નોહ્તું માટે તે ધીમે ધીમે બ્રિજેશ સાથે સંબંધ ઓછા કરિયા પહેલે એકાત્રા પછી અઠવાડિયે અને પછી ૪ કે ૫ મહિને કોલ કરવાનું શરુ કરીયું અને મળવાનું તો સાવ બંધ કરીયું, અને જો સંજોગોવશ મળવાનું બનિયુ હોઈ તો સ્નેહા મોં ફરવી લે. હસવાનું તો એક સાઈડ માં રાહીયું સાહેબ પણ સામું જોઈ ને મોં ફેરવી જવું આ તે કેવી પરીક્ષા. ખરેખર બંનેના પ્રેમમાં વિશ્વાસ ની ખામી સર્જાઈ. જો કે હૃદય થી તો બન્ને એક જ હતા. અલગ થવું એ તો થોડી ગેરસમજ હતી એક પ્રકારની પ્રતીક્ષા હતી એક પ્રકાર ની અગ્નિ પરીક્ષા હતી. આ તરફ મિહિરની પણ એ જ હાલત હતી. ઘરે થી તેમને લગ્ન નો ફોર્સ હતો. છતા પણ એ સ્નેહા ના પ્રેમ પ્રતિયે વફાદાર રહીયો. એટલે લગ્ન ની તો ના જ પાડી એ બ્રિજેશ પોતે જાણતો હતો કર સ્નેહા હવે ધીમે ધીમેં તેમને તરછોડે છે, છતાં પણ સ્વાર્થ વિનાનો પ્રેમ જતાવતો રહિયો. સમય ની સાથે સ્નેહા ના કોલ અને મેસેજ તેમજ મળવા જેવી ના ચીજ વસ્તુ થી દૂર જતા હતા. ખરેખર બ્રિજેશ ને હવે વિચાર આવે છે સ્નેહા હવે સંબંધ ટકાવવા નથી માંગતી અને બીજી જ ક્ષણે તે એમ પણ વિચારે છે કે જો તે સંબંધ ટૂંકાવવા માંગતી હોય તો મને સામે થી કહી દે આવું તો ના જ કરે. આવા વિચારોમાં મઘન થયો અને બિઝનેસમાં ધ્યાન આપતો બંધ થયો.ધીરે ધીરે બિઝનેસ પણ પડતી આવતી હતી છતાં પણ બ્રિજેશ સ્નેહાના ગમ માંથી બહાર નીકળી શકતો નથી.

મિહિર ને જયારે આ વાત જાણ થાય છે ત્યારે બ્રિજેશ ને મળવાનું ગોઠવીયું તેમની પાસે વાત કાઢવવા માટે કૌશીષ કરી પણ બ્રિજેશ કહેવા તૈયાર થતો નથી. અંતે મિહિર દોસ્તી ના સોગન્ધ આપી. અને ત્યારબાદ તે મિહિરને સંપૂર્ણ વાત જણાવે છે ચાના કપ થી માંડીને કોલ સુધીની બધી જ વાત કરી. બે પલ માટે તો મિહિર બ્રિજેશ પર ગુસ્સે થયો અને બીજી પળ માં તેની મદદ કરવા ત્તપર બનીયો જો કે મિહિર તો સ્નેહાને જાણતો પણ નોહતો પણ સાથે રહેલા ફોટોગ્રાફી જોઈ. બ્રિજેશ તો આ મેટરમાં પાડવાની મિહિર ને ચોખ્ખીચટ મનાઈ કરી દે છે થોડા વચન અને તેની ભૂલી જવાની ભલામણ કરીને મિહિર જતો રહે છે. થોડાદિવસ તો મિહિરે બ્રિજેશ ને તેની હાલતમાં છોડી દે છે. અને સ્નેહા મિહિરની ત્યાં જ ટ્યુશન આવતી હોય છે. બ્રિજશની દિવસે ને દિવસે કપરી પરિસ્થિતિમાં મુકતો જતો હતો. મિહિર પણ આ હાલત જોઈ શકતો ન હતો. મિહિર પણ ખુબ મુજયો કારણ કે એક તરફ તેમનો જાન કરતા પણ વધારે વાહલો એવો મિત્ર, બ્રિજેશ અને બીજી તરફ તેની કમાયેલી આબરૂ. કોને ચૂને બીજો કોઈ ઓપ્શન જ નોહતો......

(બીજો ભાગ ટૂંક સમય)

બીજા રસપ્રદ વિકલ્પો