અંધારી રાતના ઓછાયા-15 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

અંધારી રાતના ઓછાયા-15

કુલદીપ જાણતો હતો કે ગમે તેવી ગંભીર પરિસ્થિતિમાં પણ સુધીર કોમેન્ટ કરવાનું ચૂકતો નહિ.

વળી જ્યારે એ મૂડમાં હોય ત્યારે તો પેટ પકડીને હસાવતો.

સુધીરનો સાથ એને અત્યંત પ્રિય કર લાગતો હતો.

ડોક્ટરના ઘર સુધી આવી ગયા છતાં કુલદીપે બધી વાત સુધીરથી છુપી રાખેલી આખરે એવું તો શું બન્યું હશે કે આમ અડધી રાત્રે સુધા ઠક્કર કુલદીપને પોતાના ઘરે મદદ માટે બોલાવે..?"

સુધીરને આ સવાલ વિંછીના ડંખની જેમ દંશતો હતો.

પ્રેત સૃષ્ટિને જાણવાની અને કાગળમાં ઉતારવા હંમેશા તત્પર રહેતાં સુધીરને આજે સાક્ષાત પ્રેત મુખનાં દર્શન કરાવવા કુલદીપ એને પૂરી વાતની જાણ કર્યા વિના જ અહીં લઈ આવ્યો હતો

ડૉક્ટર ઠક્કરના બંગલાની ફરતે સિમેન્ટની ઉંચી દિવાલ ચણેલી હતી.

મુખ્ય ગેટને મોટું તાળું લાગ્યું હતું.

"ઓ બાપ રે આટલું મોટું તાળું..?" કુલદીપથી બોલાઈ જવાયું.

"ઘર ફાડવાનો તો ઈરાદો નથી ને..?"

સુધીરે આંખો નચાવી.

કુલદીપને હસવું આવી ગયું.

મુખ્ય ગેટ ઉપર રહેલી ટ્યુબલાઈટો ચાલુ થઈ કુલદીપ સમજી ગયો કે પોતાના આગમનની જાણ સુધ્ધા ઠક્કરને થઈ ગઈ હતી.

બાઇકને એક્ સાઇડ કોર્નર પર ઊભું કરી બંને મિત્રો લોખંડની જાળી ઉપર થઈ અંદર કૂદી પડ્યા.

સુધીરને દાળમાં કંઈક કાળું લાગ્યું.

કુલદીપ બંગલાના ઉપરના મજલે લઇ જતી સીડી ચડવા લાગ્યો.

સુધીર હજુ પણ બનાવ અંગે કશું કલ્પી શકતો નહોતો.

બંન્ને એ ઉપર આવી કોલબેલ દબાવતાં સુધાએ દરવાજો ખોલ્યો.

દરવાજાની મધ્યમાં કુલદીપ અને સુધીરને ઉભેલા જોઈ મુખ પર હાથ દાબી બેબસ બની ગયેલી સુધાકર ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી. સુધીરે કમરામાં નજર દોડાવી જગ્યા-જગ્યાએ ખૂનના ડબ્બા દેખાતા હતા. ભીતરનુ દ્રશ્ય જોઈ સુધીર થથરી ગયો.

બંને મિત્રો બેડની નીચે તરફ પડેલા ખૂંખાર બિલાડા જોડે આવ્યા.

કુલદીપ ધારીધારીને બિલાડાને જોતો હતો.

બિલાડો બીજો કોઇ નહીં પણ પોતાનો શેતાન બનેલો મિત્ર જ હતો.

કુલદિપને એ સમજતાં વાર ન લાગી.

પણ એને મહાત કોણે કર્યો..?

એ તેના માટે યક્ષપ્રશ્ન હતો , કેમકે સુધાની તાકાત નહોતી આવા જીવતા શૈતાનને પેટમાં છરો ભૉંકવાની..

કુલદીપ બિલાડાના મુખ તરફ આવ્યો. એની આંખો ફૂટી ગઈ હતી એના મોઢા પરથી તેમજ હાથે પગેથી લોહી વહ્યું હોય એમ લાગતું હતું

પેટમાં ખૂબ પેલી છરાવાળી જગ્યાએ થી નીકળેલું રક્ત ટોયલેટ સુધી લંબાયું હતું. કુલદીપે જોયું કે બિલાડાના પગના નિશાન સાથે માનવ કંકાલના લોહિયાળ પગલાંઓ નિશાન પણ પડ્યાં હતાં.

આટલા મોટા વાઘ જેવા બિલાડાને જોતા જ સુધીર હતપ્રભ બની ગયેલો.

એનું મુખ, લાંબા દાંત, જાણે કે આ બિલાડો હતો જ નહીં. બિલાડા કરતા એ હેવાન વધુ લાગતો હતો.

સુધીરથી ચૂપચાપ જોયું ના ગયું એટલે એ બોલી ઊઠ્યો. "કુલદીપ આતો બિલાડો છે કે વાઘ..? અને આટલું બધું ખૂન..?"

સુધા રડતી-રડતી નજીક આવી.

"મ મારો... મારો મલ્હાર ...!"

ટોયલેટ તરફ હાથ લાંબો કરી સુધાએ પોક મૂકી.

કુલદીપ ઝડપથી ટોયલેટ લગી દોડી આવ્યો. અને એણે દરવાજો ખોલી નાખ્યો. ટોયલેટની અંદરનું દ્રશ્ય જોઈ કુલદીપ અને સુધીર બંને હેબતાઈ ગયા.

આ એજ ચહેરો હતો. જે ચાર દિવસ પહેલા અખબારમાં જે પિશાચિની છબીનો હતો.

કુલદીપને પોતાની શક્તિ પર ભરોસો હતો એનાે દ્વારા એને પોતાની ઉપર હુમલો કરવા ઉઠેલા મલ્હારનો હાથ પકડી લીધો.

પણ.. ઓહ...નો..! કુલદીપ જકડાઈ ગયો.

મલ્હાર ઠક્કરને કશી અસર ના થઈ. મલ્હાર કુલદીપના હાથ પર પોતાના લોહિયાળ મુખ દ્વારા બચકું ભરે એ પહેલાં ચેતી જઈ. કુલદીપે એક જોરદાર મુક્કો ડો.મલ્હારને ઠોકી દીધો .

ક્ષણ માટે ચેતનવંતી થયેલી શક્તિ ક્ષીણ બની પટકાઈ ગઈ.

કુલદીપ એ પોતાની જાતને આબાદ બચાવી હતી.

પરંતુ એને પોતાની મુદ્રા પર અડગ ભરોસો હતો.

એ ખરા સમયે પોકળ સાબિત થયો હતો. આ મુદ્રાના કારણે જ પોતાના શરીરમાં રહેલી દિવ્યશક્તિ આ વખતે દગો કરી ગઈ. મુદ્રા જૂઠી કેમ પડે એનું કારણ તે સમજી શક્યો નહીં.

ટોયલેટમાં પડેલી મલ્હારની લાશ લગી આવી નિશ્વાસ ભરી નિગાહ એનેે તાકી રહ્યો હતો.

એને તો આ માન્યામાં જ નહોતું આવતું. જીવનમાં પહેલી વખતે પિશાચનો અસલી ચહેરો જોવાની તક મળી હતી.

એને મનથી કુલદીપનો આભાર માન્યો. કુલદીપ વાતનો કશો ફોડ પાડ્યા વિના અહીં કેમ લઈ આવેલો એ વાત એને હવે સમજાઇ.

એક બાજુ ખૂણામાં ઊભી ઊભી હીબકાં ભરતી સુધાને આશ્વાસન આપી કુલદીપે કહ્યુ.

"તમે ઈસ્પેકટરને ખબર કરી..?"

"હા પણ...!"

"પણ..શુ..?"

ઈસ્પેકટર સાહેબ ઘરે હાજર નહોતા ભાઈ..! અને એમનાં પત્ની..?"

સહેજ અટકીને એ બોલી મને લાગે છે એમના પત્નીને પણ પિશાચે પકડમાં લીધા છે.

"શુઉઉઉ..?"

ચમકવાનો વારો હવે કુલદીપનો અને સુધીરનો હતો.

"તમને પાકી ખાતરી છે..?"

કુલદીપે ભયભીત બની પૂછ્યું.

અફકોર્સ મેં એમને ફોન કર્યો હતો. ઉત્કંઠા બહેન ખૂબ જ ગભરાયેલા સ્વરે આજીજી કરતાં મને કહેતાં હતાં કે તમે જે પણ હોવ પ્લીઝ મને બચાવો અહીં ભૂત છે અને પછી એક જબરજસ્ત ચીસ સંભળાયેલી. અને તરત ફોન બંધ થઈ ગયો હતો.

ઓહ..નો..! સુધીર ગજબ થઇ ગયો ઝડપી ઇન્સ્પેક્ટર ઇન્દ્રનીલના ઘરે પહોંચવું પડશે. મિસિસ સુધા તમારુ અહીં રહેવું જોખમભર્યું છે.

ચાલો અમારી સાથે સુધા ઠક્કરને કુલદીપની વાત સ્વીકારવી પડી.

ત્રણે જણ ઝડપી દાદર ઉતરી બહાર આવ્યા.

બન્ને મિત્રો દરવાજો કૂદ્યા.

સહારો આપી સુધાઠક્કરને પણ બહાર લઈ લીધાં.

સુધીર રે બાઈક સ્ટાર્ટ કરતા કુલદીપ અને સુધા ઠક્કર એની પાછળ બાઈક પર બેસી ગયાં.

ઈસ્પે.ઇન્દ્રનિલના ઘર તરફ સુધીરે વેગવંતુ બાઇક ભગાવ્યું.

હવામાં બાફ હતી.

તીવ્ર ગતિએ દોડતા બાઈકના કારણે ભીની હવા નો મુલાયમ સ્પર્શ ત્રણેયના રૂક્ષ વેદનાગ્રસ્ત ચહેરાઓને ધ્રુજાવતો હતો.

***

ગલીઓના ઊબડખાબડ અને આડાઅવળા વાંકો વટાવતું બાઈક ઝાંખી અને તે જ થતી હેડલાઈટના ઉજાસમાં વેગથી વાગતું હતું.

ગામની મધ્યે આવેલી વૈષ્ણવોની ગલીમાં ત્રણે પ્રવેશ્યા કે સામે જ ટ્યૂબલાઈટના પ્રકાશમાં ગિરધારી કાકાના ઘર આગળ પોલીસવાન અને પાંચ માણસો ઉભેલા નજરે પડ્યા.

સુધીર ઇશારો કરતાં બોલ્યો કુલદીપ ઇન્સ્પેક્ટર ઇન્દ્રનીલ તો અહીં લાગે છે.

એમને અડધી રાત્રે અહીં ઉભેલા જોઈ કુલદીપનું હૃદય ધબકારો ચૂકી ગયું.

ઈન્દ્ર પોતે અને બે-ચાર કોન્સ્ટેબલોની સાથે ગિરધારી કાકા પણ ફાટી આંખે બાઈક સામે તાકી રહ્યા.

સુધીરે ઇન્સ્પેક્ટર ઈન્દ્રની નજીક બાઇક થોભાવ્યું.

ઈસ્પેક્ટરે કુલદીપ અને પાછળ બેસેલા સુધીર સામે જોતા પૂછ્યું.

આમ અડધી રાત્રે કઈ બાજુ..?

કુલદીપે શોર્ટકટ માં ઘટેલી ઘટનાની વિગત જણાવી.

ઇન્દ્રનીલે પણ કમલની હત્યાની વાત કરીને કુલદીપને એક વધુ આંચકો આપ્યો. ઉતાવળ ઘણી હતી. વળી સાહેબને આ સમયે એમના વાઈફ પર થયેલા હૂમલાની વાત કરાય એમ ના લાગતાં કુલદીપ એટલું જ બોલ્યો.

" સાહેબ તમારી ગાડી ઝડપી સ્ટાર્ટ કરો. તમારા ઘરે જવાનું છે..! લાશોને ઠેકાણે પાડવા કરતાં તમારા ઘરે પહોંચવું અગત્યનું છે. ઇન્સ્પેક્ટર પૂરી વાત સમજે એ પહેલાં કુલદીપ બાઈક પર બેસી ગયો. અને સુધીરે બાઈક ભગાવી મૂકી.

કશુંક અશુભ બનવાની શંકા જતાં ઈન્દ્રનું મન ધ્રૂજી ઉઠ્યુ. તરત જ પોલીસવાન સ્ટાર્ટ કરી પોતાના સ્ટાફ સાથે બાઈક પાછળ જ તેઓ ભાગ્યા ગિરધારી કાકાને હવે વધુ કશું જોવાની હિંમત રહી નહોતી. તેઓ દરવાજો ખોલી પોતાના ઘરમાં ભરાઈ ગયા.

ચંદ્રમા ક્યારનોય નમી ગયો હતો.

કાજળ કાળી રાત હતી.

આકાશમાં તેજસ્વી તારલાઓ મશ્કરી કરતા હોય એમ ટમટમી રહ્યા હતા.

માણસજાતની બેબસી અને લાચારી પર..!

ઇન્દ્રનીલનુ મન અનેક અશુભ આશંકાઓ માં અટવાયું હતું. પોતાની પત્ની ઘરે એકલી હતી.

કુલદીપ કહેતો હતો કે લાશોને ઠેકાણે પાડવા કરતાં વધુ મહત્વનુ તમારા ઘરે પહોંચવું છે. મતલબ જરૂર કંઈક બન્યું હતું. એણે આવી અધકચરી વાત કેમ કરી હશે..? એનું મન રુંધાતુ હતું.

બાઇકની પાછળ જ પોલીસવાન ઇન્દ્રનીલ ચિત્તમાં ગતિ કરતા વિચારો ની જેમ દોડતી હતી. એક લાંબો ટર્ન લઈ બાઇક જ્યોતિ સોસાયટીમાં સૌપ્રથમ આવતા ઇન્સ્પેક્ટર ઇન્દ્રનીલના બંગલા સમક્ષ ઊભું રહ્યું.

સુધીરે નજર કરી દીવાલ પર ઇન્સ્પેકટર ઇન્દ્રના નામની તકતી જડેલી હતી.

સુધીર સહિત કુલદીપ અને સુધા ઠક્કર નીચે ઉતર્યા સુધાનુ મન ભીતર શું બન્યું હશે..?એનો તાળો મેળવવાનો પ્રયાસ કરતુ હતુ.

પાછળ પોલીસવાન આવીને થોભી એમાંથી ઇન્સ્પેક્ટર ઇન્દ્રનીલ અને તેમનો સ્ટાફ નીચે ઊતર્યો તેઓ ઇન્દ્રનીલ ના મકાન ના દરવાજા નજીક આવ્યા ઇન્દ્રનીલ દરવાજો ધ્યાનથી જોયો એમને લાગ્યું. દરવાજો લોક કર્યા વિનાનો જ પડ્યો છે એમણે એક હળવો ધક્કો મારતાં જ બધાના અચરજ વચ્ચે દરવાજો ખૂલી ગયો. અંદરથી ઇન્દ્રનીલનાં પત્ની ઉત્કંઠાની ચીસ સંભળાઈ.

ઇન્દ્રનીલ બેડરૂમમાં દોડી આવ્યા એમણે જોયું તો એમની વાઈફ ઉત્કંઠા બેડ પર પોતાનું માથું બે પગ વચ્ચે છુપાવવી ધ્રુજતી ડુસકા ભરતી હતી કમરામાં દૂધિયો પ્રકાશ ફેલાયો હતો.

"શું થયું પ્રિયા..?"

ઇંદ્રનીલે પત્નીના ખભે હાથ મૂકતાં પ્રેમાળ સ્વરે કહ્યું.

ઉત્કંઠાને ચહેરો ઉચક્યો.

બઉ રડવાને કારણે એની આંખો સૂઝીને પોપટા જેવી થઇ હતી.

હજુ પણ એના ગાલ ભીંજાયેલા હતા. ડરતા ફફડતા પહેલાં તો એણે કમરામાં ચારેબાજુ દ્રષ્ટિ ગુમાવી.

પછી પતિને બાથ ભરી જોરથી રડવા લાગી.

પત્નીને સલામત જોઈ ઇન્દ્રનીલ ને હાશ થઈ.

રિલેક્સ ઉત્કંઠા...રિલેક્સ..! શું થયું..? કહે જોઉ..? કેમ રડે છે તું ?"

ઉત્કંઠાનું રુદન બંધ જ નહોતું થતું.

જાણે ઘણીવારથી દબાવી રખાયેલા આંસુઓનો ધોધ ઠલવાઇ રહ્યો હતો.

દરવાજો લોક કરી કુલદીપ સોફા પર આવી બેઠો.

એની પડખે સુધીર પણ હતો. કુલદીપની દ્રષ્ટિ સહેતુક આખા કમરામાં ફરતી હતી થોડાક વાસણો આડાઅવળા પડ્યા હતા. ક્રેડલ પરથી પડી ગયેલું ફોનનું રિસિવર નીચે લટકતું હતું. ઘરનું વાતાવરણ વધુ અસ્ત-વ્યસ્ત નહોતુ.

પહેલી નજરે કશું નુકસાન થયું હોય એમ લાગતું નહોતું.

ઉત્કંઠાનો ઊભરો શમી ગયો એનો પતિ ઇન્દ્રનીલ વહાલથી એની પીઠ પસવારતો રહ્યો.

પછી પાણીનો ગ્લાસ ઇન્દ્રનીલે ઉત્કંઠા સામે ધર્યો.

વર્ષોથી તરસી હોય એમ ઉત્કંઠા પાણી ગટગટાવી ગઈ, ચારેય કોન્સ્ટેબલ અદબથી એકબાજુ ઉભા બધી ક્રિયાઓ જોતા હતા.

ઉત્કંઠાને શાંત અને સ્વસ્થ જોઈ કુલદીપે કહ્યું.

"ગભરાઓ નહીં ભાભી..! શું થયું હતું અમને કહો..?"

ઉત્કંઠા એ ફરી એકવાર પોતાની માયુસ દ્રષ્ટિ કમળામાં ફેરવી લીધી કુલદીપને મિસિસ ઇન્દ્રનીલ ની હાલત જોતાં ખાતરી થઈ હતી કે તેઓ ડરી ગયા છે ભયભીત છે પરંતુ પિશાચ ના સકંજામાંથી એને બચાવ્યા કોણે એ જ એક મોટો સવાલ હતો કેટલીક પળો સુધી એ સુધીરની જોડમાં સોફા પર બેસેલ સુધા ઠક્કરને તાકી રહ્યો.

"હવે એ નહીં આવેને..?"

એમના હોઠમાંથી કંપતા શબ્દો નીકળ્યા.

"કોણ ઉત્કંઠા..?"

ડરની મારી ડઘાઈ ગયેલી પત્ની બોલી એ જોઈ ઈન્દ્રને રાહત થઇ.

"પેલો હેવાન ઈન્દર..!"

એ ફરી ચૂપ થઈ ગયાં. એમનુ બદન ફફડી ઊઠયું. જાણે થોડા સમય પહેલાં જોયેલું હેવાનનું વિકૃત સ્વરૂપ એમની આંખોમાં ઉતરી આવ્યુ ન હોય..!

ઇન્દ્રનીલને અડધી વાત સમજાઈ ગઈ હતી.

છતાં શૈતાન પોતાના ઘરમાં આવીને ગયો એ વાત જાણી એને ઘેરો આઘાત લાગ્યો. જો કે પોતાની પત્ની હેમખેમ હતી એ જોઈ એને ભગવાનનો લાખલાખ પાડ માન્યો.

"કયો હેવાન જોયો ભાભી..?"

કુલદિપે અજાણ્યા થવાનો અભિનય કર્યો. ગભરાયેલી મૃગલી જેવી દ્રષ્ટી કુલદીપ ઉપર નાખી ઉત્કંઠા એ પતિ સામે નિગાહ માંડી.

ઇન્દ્ર પેલો શૈતાન.!! નંદપુરામાં જે પિશાચે ધમાલ કરેલીને એ જ.. બસ એવો જ ચહેરો.. એવી જ શૈતાની આંખો.. રાક્ષસી દાંત અને પૈશાચિક મુખ હતું.

ઉત્કંઠાને શરૂથી અંત સુધી બનેલી ઘટના કહી સંભળાવી કોઈએ દરવાજો થપથપાવ્યો ત્યાંથી લગાવી પોતાને સતાવતા જીવજંતુઓની વાત વીજળી ગુલ થયા બાદ દરવાજામાં કોઈના પગરવ ની વાત એકાએક ટેલિફોન રણકયો વીજળીના આગમનથી વિશાળ વાઘ જેવા બિલાડાના સાક્ષાત્કારની વાત, કોઈનો ફોન આવતાં પોતાને બચાવી લેવાની કાકલૂદી, બિલાડાનું સ્વરૂપ પરિવર્તન થઈ પોતાના બેહોશ થવા સુધીની વાત કહી સંભળાવી..

ઉત્કંઠાની દ્રષ્ટિ પ્રત્યેક ચહેરાના પ્રતિભાવનુ નિરીક્ષણ કરતી હતી.

એને હજુયે વહેમ હતો કે ,

"આ ચહેરાઓમાં તો ક્યાંક શેતાન નહી હોય ને..?"

ઉત્કંઠા એ વાત આગળ વધારતાં કહ્યું ઇન્દ્ર પેલા શૈતાનનું સ્વરૂપ જોઇ હું બેહોશ થઈ ગઈ હતી. મને એમ જ હતું કે મારું મૃત્યુ હવે નિશ્ચિત છે પરંતુ થોડા સમય પછી કોઈએ મારા પર પાણીનો છંટકાવ કર્યો ત્યારે મને હોશ આવી ગયેલો ને આંખો ખોલી તો મારી સામે એક સ્વરૂપવાન પરિઓની રાણી જેવી શ્વેત વસ્ત્રમાં એક યુવતી નજરે પડી.

ન જાને કેમ એને જોતાં જ મારો ભય ગાયબ થઈ ગયો.

મારા આખા બદન માં ધીમુ દર્દ ઉઠયું હતું.

મારા માટે દેવદૂત સાબિત થયેલી એ પરી જેવી યુવતીએ પ્રેમાળ સ્વરે મને કહ્યું.

"બહેના હવે તારે ડરવાની જરૂર નથી..! હું છું ને તારી સાથે..! એ શૈતાન હવે તારો વાળ પણ વાંકો નહીં કરી શકે..!

લે, આ તાવીજ હાથ પર બાંધી નાખ..!

પછી એની મજાલ નથી કે તારા કમરામાં ફરકી શકે..!"

મેં એના હાથમાંથી તાવીજ લઇ પહેરી લીધુ.

ઉત્કંઠા એ બધાને હાથ પર બાંધેલું તાવીજ બતાવ્યું. તાવીઝ પહેરાવી એ મને કહેતી હતી.

"હવે શાંતિથી બેસ બહેના..! તારા પતિદેવ આવે છે..! હું જાઉં છું..! હવે ડરીશ નહીં..!

એના ગયા પછી પાંચ જ મિનિટમાં દરવાજો ખૂલ્યો.

ફરી પિશાચ આવ્યો હશે એમ જાણી મારાથી ચીસ પડાઈ ગઈ.

ઉત્કંઠા પોતાની વાત પૂર્ણ કરી ઇન્દ્રજીત સામે જોવા લાગી. ઉત્કંઠાની વાત સાંભળી મસિહા બની આવનાર યુવતી માટે ઇન્દ્રનીલ ને માન જન્મ્યુ. એની વાતથી સુધાને પણ બેહદ આશ્ચર્ય થયું તરત જ એ બોલી ઊઠી. " ઉત્કંઠા બહેન મે જ્યારે તમને ફોન કરેલો. તો તમેે તમે મદદ માટે મને વિનંતી કરતા હતા, પણ હું ખુદ જ લાચાર હતી.

હું ખુદ લૂંટાઈ ગઈ. મારું સર્વસ્વ છિન્નભિન્ન થઈ ગયું.

એટલુ બોલતાં-બોલતાં એની આંખોમાં ઝળઝળિયા આવી ગયાં.

સુધાબહેન તમારું દુઃખ લાગણી સમજી શકીએ છીએ..! મલ્હારભાઈને પાછા તો ન લાવી શકીએ પરંતુ મને ભાઈ માનતા હોવ તો હવે દુઃખ ન કરતાં.

ગમે ત્યારે મને યાદ કરજો.

તમારા માટે પ્રાણ દાવ પર લગાવતાં પણ નહિ અચકાવું.

કુલદીપે સુધા ઠક્કરને આશ્વાસન આપ્યું

સુધા આટલો સ્નેહ જીરવી ન શકી. એની આંખમાંથી આંસુ સરી ગયાં.

એને ભાવુક સ્વરે કહ્યું.

"તમારા લોકોનો આવો પ્રેમ જ મારા માટે અમૂલ્ય છે..!"

એ ઝડપી સ્વસ્થ થઈ ગઈ.

ભાઈ પેલી શ્વેત પરી જેવી યુવતી વિશે મારે કંઈક કહેવું છે.

હું ભરનિંદરમાં હતી અને મારી પથારીને કંઈક અથડાયું ને ઝડપી જઈ જાગી જોયું. તો સામે શ્વેત સાડી પરિધાન કરેલી અજાણી સુંદર યુવતી ગુસ્સાથી વિફરેલી નાગણ જેવી લાગતી જાણે સાક્ષાત રણચંડી હોય એમ હાથમાં છરા સાથે ઊભેલી મેં જોઈ.

એ મને મારવા આવી હશે.

એમ જાણી એણે છરા વાળો હાથ જેવો ઉગામ્યો કે તરત મેં મારી આંખો હથેળી વડે દબાવી દીધેલી, પછી 'ખચાક્' કરતો અવાજ મેં સાંભળ્યો.

કેટલીક પળોના શૂન્યવકાશ બાદ મેં આંખો ખોલી, તો ત્યાં કોઈ જ નહોતું.

ઇન્સ્પેક્ટર ઇન્દ્રનીલ કુલદીપ સુધી ઉત્કંઠા અને ચારેય કોન્સ્ટેબલની નજર સુધા પર મંડાઇ ગઇ હતી.

સૌ મૂંગામંતર બની સુધાની વાત સાંભળતા હતાં. સુધાએ આગળ કહ્યું.

"પરંતુ કુલદીપભાઈ.. મને પાછળથી ખયાલ આવ્યો.

પેલો છરો ખૂંખાર બિલાડાના પેટમાં ખૂપી ગયો હતો.

એ યુવતી મારો જીવ બચાવવા જ આવી હશે.

ભગવાન જાણે કોણ હશે એ દયાની દેવી..!"

કુલદીપને મિન્નીનું સ્મરણ થયું. એને ખાતરી ખાઈ ગઈ મારી મિન્ની મારી પાછળ જ છે. પોતાના હૃદયમાં ઉભરાયેલી ખુશીને હાવભાવ સ્વરૂપે એને પ્રકટ થવા દીધી નહીં. અત્યારે એની સામે ઇન્સ્પેક્ટર ઇન્દ્ર સહિત ઉત્કંઠા સુધા ઠક્કર સુધીર અને પેલા કોન્સ્ટેબલો બધા જ બેઠા હતા. બધામાં પોતે એક રહસ્યમય વ્યક્તિ હતો.

બધી જ વ્યક્તિઓ સર્જાયેલી પરિસ્થિતિ વિશે ભિન્નભિન્ન અનેક તર્કો કરતાં હતાં.

પરંતુ સત્ય શું હતું એ તો પોતે જ જાણતો હતો જો એ વાત બધા જાણે જાય તો પોતાને નિર્દોષ પણ સાબિત કરવા સમર્થ નહોતો.

કદાચ એ કપરું કાર્ય હતુ.

ઘર ભર્યું ભર્યું લાગતા ઉત્કંઠા કંઈક અંશે હવે વધુ સ્વસ્થ હતી.

વળી સુધાની વાત સાંભળી એની સહનશક્તિ જોઈ ઉત્કંઠામાં હિંમત આવી.

એ મનોમન વિચારતી હતી.

કેટલી સહિષ્ણુ નારી છે. પતિની લાશ ઘરે પડી છે.

પોતાના ઉપર આભ તૂટી પડ્યું છે.

પોતાનું સર્વસ્વ ઝૂંટવાઈ ગયું છે.

કશું ફરી મળવાનું નથી, એ વાત જાણતી હોવા છતાં એ અડગ સ્વસ્થતા ધરી બેઠી હતી.

ઉત્કંઠાનો ડર ગાયબ હતો.

એણે બધા માટે કોફી બનાવી.

ઇસ્પેક્ટર ઇન્દ્રનીલ પિશાચિક ઘટનાઓના સાક્ષાત્કાર પછી કુલદીપને કસૂરવાર ઠેરવી શકે એમ નહોતાં.

જેથી કશી ગેરસમજ થવાની સંભાવના નહોતી ઊભી થઈ.

આ બધી દોડાદોડમાં રાત્રિના સવા ત્રણ થતા હતા.

અને વધી-ઘટી રાત્રી કુલદીપ અને સુધીરના પ્રેત કિસ્સા સાંભળતા પસાર થઈ ગઈ. વહેલી સવારે જતાં-જતાં કુલદીપે કહેલું. "સાહેબ હું મારા તરફથી પૂરી કોશિશ કરીશ કે જલ્દીથી જલ્દી આ શેતાની પિશાચો વિનાશને વરે..!"

ઇન્સ્પેક્ટર ઇન્દ્રનીલ મુખમાં હસ્યો. કુલદીપની વાત સાંભળી એને લાગ્યું કે એ કીડી-મકોડા ને મારવા હોય એવી જ રીતે વાત કરતો હતો.

કુલદીપે પોતાની વાતમાં વજૂદ છે એવું પુરવાર કરતો હોય એમ બોલ્યા મારા ધ્યાનમાં એક સક્ષમ અધોરી છે, જે ખુબ જ આસાનીથી આપણને આ મુસીબતથી છૂટકારો અપાવી દેશે...!"

સુધીરે બાઈક સ્ટાર્ટ કરતા કુલદીપ અને સુધા ઠક્કર એની પાછળ બેઠાં.

"સાહેબ...! પેલી લાશો ઠેકાણે પાડવાની છે..! એમ્બ્યુલન્સ વગેરે ને ફોન કરી મોકલાવી દે જો..!"

કુલદીપે ઇન્સ્પેક્ટર ઈન્દ્રને યાદ અપાવ્યુ. એક નાનો ટર્ન લઈ ગાડી પાણીના રેલાની જેમ બાઇક દોડી ગયું.

ઇન્સ્પેક્ટર ઇન્દ્રનીલ વહી જતા બાઇકને અદ્રશ્ય થયું ત્યાં લગી જોતાં રહ્યા.

(ક્રમશ:)

-સાબીરખાન