"આહ ! આ શું થઇ રહ્યું છે મને , આવી તો ના હતી હૂં કદી પણ , હે ભગવાન , આ મને શું થયું છે ? " અકળાયેલા મન થી સૌમ્યા સોફા પર બેસી ગયી . ઉપર જોયું તો પંખો ગોળ ગોળ ફરી રહ્યો હતો, પણ આજે એની હવા કેમ નથી લાગી રહી ? એ સી પણ ચાલુ છે પણ આ શું એટલા પરસેવા ! આ સ્પર્શ , છી છી , કેવો સ્પર્શ , મને મુક્ત થવા દ્યો આ સ્પર્શ થી .અને સૌમ્યા રડવા લાગી .
સામે કાંચ હતો , એમાંથી બીજી સૌમ્યા દેખાણી , જે એને નફરત થી જોઈ રહ્યી થી , માનો એના પાર હંસી રહ્યી હતી ." જોયું ને બહુ ડાયી બનવા ગયી હતી ને , મનીષ ને શું કહીશ , શું કહી શકીશ કે તું અપવિત્ર થઇ ગયી છો ? જો તારા અંગ અંગ પર કેટલાં હાથ ફર્યા છે , આ જો , તારા ગાલ , તારા ગુલાબી હોંઠ જે મનીષ ને ખુબ ગમે છે , એને જો તો ખરી , કેવા પીળા પડી ગયા છે , આ શું , તું રડી રહ્યી છો ? પણ શા માટે , તારીજ ઈચ્છા હતી ને રાત ના વરસાદ મેં એકલા ફરવા જવાની , તને એક એડવેન્ચર કરવું હતું ને ? હાહાહા , લે હવે , તારા પર કેટલી છાયા પડી ગયી છે , મને કહે ને , શું થયું ત્યાં ? કેટલો મસ્ત ડ્રેસ હતો તારો , શું પેહર્યું હતું , ઓ હા યાદ આવ્યું , શોર્ટ સ્કર્ટ પેહરી ને ગયી હતી ને ? ઘોર અંધારા માં , વરસાદ હતો ને , વીજળી પણ , ત્યાં શું જોવા ગયી હતી , માર્કેટ કેવી લાગે ? અંધારા માં વરસાદ ની બૂંદોં કેવી ચમકે ? હૈ સાચું કહે ને મને , તું શું જોવા ગયી હતી ?
સૌમ્યા , પોતાના અંગ અંગ પર હાથ ફેરવી રહી હતી , માનો મેલ હતું જેને એ કાઢવા માંગતી હતી ,કેશ ખુલા હતા , હમણાંજ નહાયી ને આવી હતી , છતાં પરસેવા ની ધાર ! ઉફ્ફ્ફ ! હું હમણાં પણ ગર્દી છું . આ મેલ નથી ગયો , ઓ હા , રસ્તા પર મને કોઈકે ધક્કો માર્યો હતો , કૌણ હતો , કોઈ અજાણ્યો હાથ હતો , કેટલો કડક હાથ , જાણે હતોળો, શું કર્યું હતું એણે , ઓ હા , એણે મારા ખબ્બે હાથ રાખ્યો હતો , હૂં હેબતાયી ગયી હતી , કઈ સમજું એની પેહલા તો બીજા કોઈકે મારા પર હાથ રાખ્યો , કેટલો ભયાનક દૃશ્ય ,, અને હૂં કઇંક સમજું એની પેહલા તો મારા નાક પર એક રૂમાલ આવ્યો અને પછી જે થયું મને યાદ નથી . તો શું એ લોકોએ મને બેભાન કરી દીધી હતી ? હા ચોક્કસ આમજ થયું હશે , જયારે હોશ આવ્યો ત્યારે મારા કપડાં ફાટેલા હતાં , ચપ્પલ આમ તેમ પડ્યા હતાં , વરસાદ તો ત્યારે પણ હતો , પણ ત્યારે તો ધીમી ધીમી લાઈટ નો ઉજાસ હતો , પણ રસ્તા પર માણસ જેવું કોઈ ના હતું , આવું કેમ બને ! રસ્તા પર કોઈજ નહિ . ના ના આ મારો બ્રહ્મ તો નથી ? એ પાછી પોતાના રૂમ માં ગયી , ત્યાં ડબલ બેડ પર એજ શોર્ટ સ્કર્ટ , આ સ્કર્ટ તો મનીષને બિલકુલ પસંદ નથી , એને મારી જીદ્દ રાખી હતી અને મને મૉલ થી અપાવ્યું હતું , હે ભગવાન ન લીધું હોત તો કેટલું સારું થયું હોત , મારી ઈચ્છાઓનું કેટલું ધ્યાન રાખે છે મનીષ અને હૂં , શીટ ! આ શું કરી બૈઠી ? હવે મનીષ ને શું કહીશ ?
ના ના એને કશુંજ નથી કેહવું , જે થયું એ મારે ભૂલવુંજ પડશે , પણ આ હૂં કરી શકીશ ખરી ? એને પાછું કાંચ માં જોયું , સામે બીજી સૌમ્યા એના તરફ હજીયે જોઈને હંસી રહ્યી હતી , અને આ બાજુ ની સૌમ્યા એ પોતાના ચેહરા ને બંને હાથ વચ્ચે રાખી લીધો હતો . પણ એને બેચૈની થયી રહ્યી હતી . એ ત્યાંથી ઉઠી , હોલ માં ગયી , ફ્રિજ ખોલી ને ઠંડુ પાણી પીધું , થોડી વાર પાછી સોફા પર બૈસી ગયી . એના હાથ માં ટી વી નો રિમોટ આવ્યો , એને વિચાર કર્યું , ચાલ થોડી વાર ટી વી જોઈ લઉં, એનું ધ્યાન ઘડિયાળ પર ગયો , રાત ના ૩ વાગ્યા હતા , આટલા બધા વાગી ગયા ? હજી મનીષ આવ્યો નથી , આવું કેમ બને , આવું તો એને કદી કર્યું નથી , પણ હૂં તો રસ્તા પર હતી ને , ઘરે કેમ કરતા આવી ? અરે આનો વિચાર મૈં કેમ ના કર્યો ?
એને આમ તેમ જોયું , બહાર જોયું , આ મૈન ડોર બહાર થી બંદ કેમ છે ? આજે શું થયું છે , આવું તો કોઈ દિવસ નથી થયું , હૂં ઘરે કેવી રીતે આવી ? મને કૌન લયી આવ્યું ? શું થયું મારી સાથે ? હૂં આવી રીતે ફાટેલા કપડાં માં ત્યાંથી કેવી રીતે આવી ? એ લોકો કોણ હતાં? હે ભગવાન , મને મારા વિચારો ના કૈદ થી મુક્તિ આપો કોઈ ,મારુ માથું ફાટી રહ્યું છે , બારી થી બહાર જોયું તો વરસાદ હજી પણ હતો , અંધારું હતું , ટોર્ચ થી એને જોયું તો બહાર એની ગાડી ના હતી , એને કઇંક ધ્યાન આવ્યું , એ અંદર ગયી , એને મનીષ નો ધ્યાન આવ્યો , કેટલો સમજુ છે એ એને ઘર માં ઇન્વર્ટર ની વ્યવસ્થા પહેલેથીજ કરી દીધી હતી , એટલે ઘર માં લાઈટ હતી . ટી વી એટલેજ ઓન ના થયું હશે , ઉફ્ફ્ફ મારુ ભેજું આજે કામ નથી કરી રહ્યું .
ત્યાં ડોર બેલ વાગી . અરે પણ દરવાજો તો બહાર થી લોક છે . આ કોણ આવ્યું હશે ? એ ડરી ગઈ , શું થયું , એનું ધ્યાન પાછું કાંચ તરફ ગયું , સામે સૌમ્યા હતી જે સવાલ પૂછી રહી હતી , " આ લે મનીષ આવી ગયો , હવે તું શું કરીશ , એને શું કહીશ ? તારી પાસે કેહવા માટે શું છે ? હાહાહા , તું તો ગઈ હવે . "
આ બાજુ ની સૌમ્યા ના માથા પાર થી પરસેવા ની ધાર વહી રહી હતી .
અચાનક એને કોઈ નો શ્વાસ નો અવાજ આવ્યો , વળી ને જોયું તો મનીષ સામેજ હતો . એને જોઈને એ કઈ બોલે એની પેહલા મનીષે કહ્યું , " કેમ છો લવ ? તારી ઊંઘ બગાડી ને મૈં ? "
" ના મનીષ મને ઊંઘ નથી આવી રહી , પણ હૂં તો ............. હૂં ઘરે પછી કેવી રીતે આવી ? શું થયું હતું મને , મારા કપડાં પણ ફાટી ગયા , એને એ પાછી રડવા લાગી . "
મનીષે એને ઝાલી એને અઘોષ માં લયી ને બોલ્યો , " સૌમ્યા જે થયું , એ બધું ભૂલી જા , કઈ થયું નથી , હા તું ગયી હતી એકલી વરસાદ માં , પણ હવે થી મને વચન આપ તું મને મૂકી ને ક્યાંય નહિ જાયે ", એણે પોતાના હોંઠ સૌમ્યા ના હોંઠ પર રાખી દીધા .
રાત ગયી બંને ખોવાઈ ગયા , સવાર પડતા એ રોજ મુજબ ઉઠી , એને મનીષ ના કપડાં જોયા , શર્ટ પાર લોઇ હતું , એને વિચાર આવ્યા , કઇંક તો થયું છે , પણ શું ,મને મનીષ કેમ કઈ બોલ્યો નથી .એને મનીષને ઉઠાવ્યો , અને પૂછ્યું , " શું થયું મને કહે ને મનીષ , રાત્રે હૂં મારાજ વિચારોં ના કૈદ માં રહી ,કઇંક ન બનવા જેવું બન્યું છે , નક્કીજ પલીઝ મને કહે ને "
સૌમ્યા નો ચેહરો એને એના હાથ માં લીધો અને કહ્યું , " હા , થયું , સંભાળ જે થયું એ , હૂં પુણે થી આવી રહ્યો હતો ત્યારે મૈં ગલી ની બહાર ની માર્કેટ માં એક બાઈ ને અકેલા જતા જોયા , એ ફરી રહ્યી હતી , વરસાદ હતો એટલે મૈં ધ્યાન ન આપ્યું , પણ કાર આગે વધારી તો મને એ બાઈ નો ચેહરો દેખાયો , હૂં પાછો વળ્યો ત્યારે મૈં જોયું કે ૫ પુરુષે એને પકડી લીધી હતી , એ બાઈ તું હતી ,તને બેભાન કરી દીધા હતા , મને જોઈને એ ભાગી ગયા હતાં , તારા કપડાં કેવી રીતે ફાટ્યા એ ખબર ન પડી , તને ક્યાંય લાગ્યું તો નથી ને ? "
સૌમ્યા એ ધ્યાન આપ્યું તો એના પગ છોલાયી ગયા હતા . લાગે છે હૂં પડી ગયી હોઈશ , મને ખેંચી હશે . હા લાગ્યું છે , પણ આપણા ફોન કેમ બન્દ છે ? આવું તો કોઈ દિવસ નથી થયું . તું ક્યાં ગયો હતો ?
ઓ સૌમ્યા હૂં શું કહું , " કાલે રાતના જે હાલત હતી એ જાણે કોઈ મૂવી હતી એવું લાગ્યું , વરસાદ ના લીધે પાડોસી પણ ઘરથી બહાર ના નીકળ્યા , પણ તું બચી ગયી , ઓ મારી જાન , એ લોકો મારા ઓફિસ ના માણસો હતા . મારો વેર તારા પાર કાઢવાના ઈરાદા થી આવ્યા હતા . પણ તારી પાસે પોલીસ બેસાડી ને ગયો હતો ,તેઓ ક્યાં ગયી ? "
" અહીં તો કોઈ ના દેખાણું ,મનીષ , પણ મને કહે તો શું થયું ? "
" કઈ નથી થયું દિયર , એ લોકો ભાગી ગયા , પોલીસ એમની પાછળ ગયી છે , હૂં ખુશ છૂ કે તને કાંઈજ આંચ નથી આવી . "
" ઓહ સાચે મનીષ , તું ખોટું તો નથી બોલી રહ્યો ને ? "
" અરે ના ગાંડી , હૂં તદ્દન સાચું બોલી રહ્યો છું ."
" ઓહ મનીષ આયી લવ યુ , તે મને મારા વિચારો ના કૈદ થી આઝાદી અપાવી ."