નાની પ્રેમ વાર્તાઓ Krutarth Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

નાની પ્રેમ વાર્તાઓ

સ્મિત

રાહુલ પોતાના લગ્ન માટે છોકરી જોવા જઈ રહ્યો હતો તે થોડો નર્વસ હતો તેથી તેણે ઊંડો શ્વાસ લીધો ઘરની બહાર નીકળતા તેના ખભા પર એક હાથ પડ્યો તે રસિક અંકલ હતા જેમણે તેમને ગુડ ઇવનિંગ વિશ કર્યો. જેનો તેણે નિરસ ઉત્તર આપ્યો જેનાથી તમને ખબર પડી ગઈ કે તે ખૂબ દુઃખી હતો. તે આ છોકરી જોડે લગ્ન કરવા નહોતો માંગતો. તે સામાન્ય દેખાવની એમએ થયેલી છોકરી હતી રસી કકળે તેની પાસે આ બધું જાણીને તેને કહ્યું કે તું ચિંતા ના કર બધું ઠીક થઈ જશે. તે બોલ્યો આ તો નિષ્ફળતાથી એ ખરાબ છે. તેઓ હસ્યા અને બોલ્યા કે સફળતા તો સારું પણ નહીં તો વધુ સારું કારણ કે નિષ્ફળતા એક વધુ મોટી સફળતા આપવા આવી હોય છે. રસી અંકલ પાસેથી મોટીવેશન લઈને તે આગળ નીકળ્યો. તેના મનમાં હવે સારા વિચારો હતા. નિધીને મળતાં તેણે ઉત્સાહથી સ્મિત આપ્યું. પછી તેણે પોતાની સોફ્ટવેર એન્જિનિયરની જોબ વિશે જણાવ્યું જે બોરિંગ નથી પણ તેની હોબી હતી. નિધિ નકલી હસતી રહી પછી કોઇ પ્રત્યુત્તર ના મળતા તેણે પોતાનો ટોપિક બદલ્યો અને નિધીને કંઈ પૂછવા અથવા કહેવા કહ્યું. નિધિ નર્વસ ફીલ કરતી હતી તેથી તેણે કંઈ વધુ ના કીધું કે જે રાહુલ ન હતો જાણતો. છતાં રાહુલે ઉત્સાહ બતાવ્યો થોડા સમયના માઉન્ટ પછી નીતિ એકદમ બદલાઈ ગઈ. હવે તેની બોડી લેંગ્વેજ અલગ જ હતી. તે બોલી કે એ રાહુલ જોડે લગ્ન કરવા નથી માગતી તે બીજાને પ્રેમ કરે છે. તે ગાડીના શો રૂમમાં એક સેલ્સમેન છે જેને નીધિ પ્રેમ કરે છે. ત્યાં જ એક લાલ જેકેટમાં કાળો શર્ટ અને પીળા રંગનું પેન્ટ પહેરેલો એક છોકરો આવ્યો કે જેના વાળ ઘાસ જેવા હતા. તે નીતિનો બોયફ્રેન્ડ હતો ડિક્સ (દિક્શિત)તેણે એને પોતાના બોયફ્રેન્ડ તરીકે ઓળખાવ્યો અને પછી એની જોડે જતી રહી. રાહુલ ફરી દુઃખી થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હું ખુશ થવું કે તે મારી જોડે લગ્ન નથી કરવાની કે પછી દુઃખી થવું કે તેણે મારા બદલે પેલા ચંબુ જેવા છોકરાને પસંદ કર્યો. જો આ પિક્ચર નો સીન હોય તો મજેદાર હોય પરંતુ અસલ જિંદગીમાં આ ઘણો જ અજીબ હતું. આ વિચારતા વિચારતા એ ઘરે ગયો જ્યાં પાડોશીઓ ભેગા થયેલા હતા અને એની રાહ જોઈ રહ્યા હતા. બધાએ તેને સુમિત અંકલના ઘરે જવા કહ્યું. સુમિત અંકલ પુષ્પા અને રમીલા આંટી અને તેના મમ્મી-પપ્પા મેન રૂમમાં બેઠા હતા રાધા (સુમિત અંકલ ની છોકરી) બેડરૂમમાં હતી જ્યાં ડોક્ટર પણ હતા. રાહુલે પૂછવાની કોશિશ કરી કે શું થયું છે. બધાને તેની સામે એ રીતે જરૂર જાણે તેણે કોઈ મોટો ગુનો કર્યો હોય એને કારણે રાહુલ વધારે ચિંતાતુર થઇ ગયો રાહુલની માતાએ કહ્યું કે રાધાએ પોતાના હાથ ની નસ કાપી કાઢી છે. પણ કેમ? રાહુલે પૂછ્યું. તારા કારણે એની મમ્મીએ કહયું. એ તને પ્રેમ કરતી હતી પણ જ્યારે એને ખબર પડી કે તું કોઈ બીજી છોકરી ને જોવા ગયો છે તો તે એ સહન ના કરી શકી અને તેણે આ પગલું ભરી લીધું. સુમિત અંકલ રાહુલ પાસે ગયા અને તેના પગે પડતા હોય તેમ તેને વિનંતી કરી કે તે રાધા જોડે લગ્ન કરી લે રાહુલ પણ રાધાને પ્રેમ કરતો હતો. રાધા પણ તેને પ્રેમ કરતી હોય તેવું તેને લાગતું હતું કારણ કે તે હંમેશા તેને સ્મિત આપતી હતી પણ જ્યારે ગયા મહિને રાધાએ એક છોકરો પસંદ કરી લીધો કરી લીધું કે તે રાધા અને તેની જોડે ના લગ્નની વાત ભૂલી જશે અને તેને હવે રસિક અંકલની સવારે કીધેલી વાત યાદ આવી ગઈ તેણે તેનું જીવંત ઉદાહરણ પણ જોઈ લીધું તે રસિક અંકલના પગે પડ્યો અને કહ્યું મને મંજુર છે અંકલ રસિક અંકલ એને ભેટી પડ્યા અને કહ્યું અંકલ નહીં પપ્પા કે બેટા. બધા એકબીજાને શુભેચ્છા પાઠવવા લાગ્યા રાહુલ બેડરૂમમાં ગયો અને તેને રાધાને આવું કરવા પાછળનું કારણ પૂછ્યું રાધા બોલી જો મેં આ નકલી ડ્રામાના કર્યો હતો તો કેવી રીતે આપણા લગ્ન થાય રાહુલે આશ્ચર્યથી પૂછ્યું નકલી ડ્રામા હા નકલી ડ્રામા રાધાએ કહ્યું હું જાણતી હતી કે મારા પપ્પા ઇન્ટરકાસ્ટ મેરેજ નહીં થવા દે તેમને કોઈ ખાસ આપત્તિ ન હતી પણ તે સમાજ થી ડરતા હતા જેથી મેં નમન જોડે લગ્ન કરવાનું નક્કી કરી લીધું પછી મને ખૂબ પસ્તાવો થયો જેથી જ્યારે હું એકલી રૂમમાં રડતી હતી ત્યારે મમ્મીએ મને જોઈ તમે તેને બધી વાત જણાવી દીધી પછી અમે ભેગા મળીને આ નાટક કરવાનું નક્કી કર્યુ અને ડોક્ટરને પણ તેમાં સામેલ કરી દીધા અને પછી પાડોશીઓ અને ખાસ તારા માતા પિતાની મદદથી મેં પપ્પાને આ લગ્ન માટે તૈયાર કરાવી દીધા. રાહુલ આશ્ચર્ય ચકિત થઇને આ બધું સાંભળી રહ્યો હતો અને પછી તેને રાધા અને તેની મમ્મીને જે દરવાજે ઊભી હતી હસતા જોઈ પછીથી તેને પણ સ્મિત વેર્યું અને ત્રણેય જણા ખાનગીમાં આ નાટક પર હસવા માંડ્યા. ​

***

કોર્ટ મેરેજ

આદિત્ય અને પ્રિતિને પરંપરાગત રીતે લગ્ન નહોતા કરવા માંગતા અને મોર્ડન રીતે પણ નહોતા કરવા માંગતા પરંતુ કોર્ટ મેરેજ કરવા માંગતા હતા. કેમ? કારણ કે તેમને બન્નેને આ પૈસાનો બગાડ લાગતો હતો અને છતા તેમને ખબર હતી કે તેમના માતા-પિતા નહી માને.

"જ્યારે મે લેપટોપની માંગણી કરી હતી તો પપ્પાને એ પૈસાનો બગાડ લાગતો હતો અને હવે 3 દિવસમાં લાખ્ખો રૂપીયા ખર્ચી નાખવા એમને યોગ્ય લાગે છે બોલો અને પાછા મને કહે છે કે થોડો મોટો થા હવે. " આદિ ગુસ્સામાં છતા એના ક્યુટ અંદાજમાં બોલ્યો. પ્રિતિ એની સામે જોઈ થોડી વાર હસી પછી કોઈ ઉપાય વિચારવા માંડી. એ બંન્ને ઘણા સમયથી પ્રયત્ન કરતા હતા અને નસીબથી એમના લગ્નને હજી થોડા ઘણા મહિના બાકી હતા.

આદિએ હવે સીધા જ વાત કરવાનું નક્કી કરી લીધુ, બીજુ કોઈ નાટક કરવાને બદલે. તેણે પ્રિતિની પરવાનગી માંગી. પ્રિતિ પાસે પણ બીજો કોઈ ઉપાય નહોતો એટલે એ માની ગઈ. આદિએ એને પોતાની જોડે આવા કહ્યુ પણ તેણે ના પાડી કારણકે તેને પોતાના પપ્પાનો બહુ ડર લાગતો હતો. "પ્રિતિ તુ ચિંતા ના કર. જો કોઈપણ ગડબડ થઈ તો હું.... તને આગલ કરી દઈશ મારા રક્ષણ માટે. " પ્રિતિ આદિના આ મઝાકથી ચમકી ગઈ અને પછી હસી કારણ કે આદિ હવે પુરી રીતે તૈયાર હતો. પછી બંન્ને આદિના ઘરે ગયા.

ઘરે પહોચ્યા પછી આદિ સહેજ ડરવા લાગ્યો. પ્રિયાએ તેને ચુટલી ખણી જાણે કે પુછતી નાહોય કે જો ડર લાગતો હોય તો ત્યારે કેમ હિંમત બતાવતો હતો. તે સમજી ગયો અને શાંત થવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ઘરમાં આવતા સવિતાબેને પોતાની ભાવિ પુત્રવધુને સ્મિતથી આવકારી.

પછી તેણે આદિને ઇશારાથી તેની ભાવિ પત્નિ જોડે થીયેટર, ગાર્ડન કે મૉલ જવાને બદલે ઘરે આવાનું કારન પુછ્યું. આદિનિ આંખો તેના પપ્પાને ગોતતી હતી ત્યાંજ ભાનુપ્રસાદની ભવ્ય એન્ટ્રી થઈ.

'જેવી આમને અમાર‍ા નિર્ણયની ખબર પડી એવી જ આમની હસી ગાયબ થઈ જશે. ' આદિ મનમાં વિચારતો હતો. આદિએ નક્કી કરી લીધું કે સીધી વાત કરવી છે અને પછી જે પણ સામે જે રીસ્પોન્સ મલશે તેના માટે તૈયાર રહેવુ. "પપ્પા અમારે કોર્ટ મેરેજ કરવા છે. " આદિત્યએ ઝડપથી છતાં સ્પષ્ટ રીતે કીધું. તેના પપ્પા થોડું હસ્યા અને પછી બોલ્યા,"ઉતાવળ ના કર બેટા આપણે તારા લગ્ન ધામધૂમથી કરીશું. " આદિત્યને લાગ્યું કે પપ્પાને ખબર નથી પડી એટલે એ ફરી બોલ્યો, "મેં અને પ્રીતિએ વિચાર્યું છે કે અમે પરંપરાગત રીતે લગ્ન નહીં કરીએ પરંતુ કોર્ટ મેરેજ કરીશું કારણ કે તે પૈસાનો બગાડ છે. " "પૈસાનો બગાડ છે ? હં... "તેની મમ્મીએ પૂછ્યું. આદિના પપ્પા એવી રીતે જોતા હતા જાણે કે તેણે તેમની બધી સંપત્તિ માંગી લીધી હોય લગ્ન કરવાના બદલામાં. થોડીવાર મૌન પછી આદિના પપ્પાએ કહ્યું," ઠીક છે. " ફરી મૌન રહ્યું એટલે પપ્પાએ રિપીટ કર્યો પણ મૌન ના ગયું. તેમણે આદિત્યને લાફો માર્યો ત્યારે આદિત્યને ખબર પડી કે આ સત્ય છે. તે પિતાને ભેટ્યો અને થોડી શંકા સાથે વિચારવા લાગ્યો. પ્રીતિએ કહ્યું ,"તમને વાંધો નથી કે અમે ખાલી કોર્ટ મેરેજ કરીએ છીએ " "ના હું ખુશ છું કે તમને લોકોને પૈસાની કદર છે અને હું વધારે ખુશ છું કે મારા ગાંડા છોકરાને આ વિચાર આવ્યો છે પણ મને લાગે છે ક્યાં તારો જ વિચાર હશે હેં ને પ્રીતિ ?" "ના ના આદિત્ય જ પહેલા મને કહ્યું જે મારા મનમાં હતું પછી અમે બંનેએ નક્કી કર્યું " બંને કોઈ હતાં કારણ કે તેમણે અડધી જંગ જીતી લીધી હતી અને બાકીનો ભાગ હવે સહેલો હતો. કારણ કે છોકરીના મા બાપ હંમેશાં વધારે ખુશ હોય છે જ્યારે એમના પૈસા બચી જાય છે જે તેઓ પોતાના બાળકો માટે વાપરી શકે છે અને થોડા પોતાના રિટાયરમેન્ટ માટે પણ. બંને જણા પ્રીતિના ઘરે ગયા સેમ પ્રોસીજર ફોલો થઈ પણ આ વખતે આદિત્યની જગ્યાએ પ્રીતિ બોલતી હતી. માતાનું રિએક્શન તો સરખું જ હતું પણ પિતાનું રિએક્શન અલગ હતું. તેમણે વધુ સમય માટે મૌન રાખ્યું અને પછી જવાબ આપ્યો ,"ના હું તમારા આવા ગાંડા નિર્ણય માટે હા ના પાડી શકુ. "

'પિતાનો જવાબ બદલાઈ ગયો !'

આદિત્ય ચોંક્યો "શું એ... મારો મતલબ કે આમ કેમ ?" પ્રીતિએ ઝડપથી આદિત્ય તરફ જોયું અને પછી પિતા તરફ અને આનું કારણ પૂછ્યું. જગતભાઇ બોલ્યા,"તમને ખબર નથી પડતી કે જો હું હા પાડું તો સમાજમાં મારી કોઇ ઇજ્જત ન રહે. લોકો વિચારે કે હું પોતાની એકની એક દીકરીના કોર્ટ મેરેજ માટે તૈયાર થઈ ગયો. " પ્રીતિએ તેમને સમજાવવાની કોશિશ કરી અને પોતાની માતાને પણ કહ્યું કે તે તેમને સમજાવી પણ તેની માતા ખુદ તૈયાર નથી તો તેમને કઈ રીતે સમજાવે. આદિત્ય ભૂત બનીને નાટક જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો ક્યાં થઈ શું રહ્યું છે મારા પિતા કે જેમના માનવાના ચાન્સિસ ઘણાં ઓછાં હતાં એ આટલી ઝડપથી માની ગયા અને આ ભોળા જગતભાઇ કે જેમને માટે તો આ ઉત્તમ સ્કીમ છે જેની દરેક છોકરીનો બાપ ઇચ્છા રાખે છે ત્યાં માનવા તૈયાર નથી ?" તેણે પોતાના પિતાને બોલાવ્યા કે જેમને તે પહેલાં ગર્વથી કહી ને આવ્યો હતો કે હું અને પ્રીતિ આ સંભાળી લઇશું અને હવે તે વિચારી રહ્યો હતો કે મને એક પણ મોકો ન મળ્યો મારા પિતાને મારી આવડત બતાવવાનો કેવો ભાગ્યશાળી છું હું અને પછી તેના મમ્મી પપ્પા આવ્યા અને એના પપ્પાએ એને ઇશારાથી પૂછ્યું ,"કોણ સંભાળવાનું હતું બધું ?" તે પહેલા જમીન પર જોઈ રહ્યો અને પછી આંખોના ઇશારાથી તેમને વિનંતી કરીએટલે આ સિચ્યુએશન સંભાળી લે અને પછી નિર્મળાબેન પાસે સવિતાબેન ગયા અને જગતભાઇ પાસે ભાનુપ્રસાદ. બંનેનો અત્યાર સુધી ખુશીથી મળવાનો રેકોર્ડ તૂટી ગયો અને જગતભાઇ સીધું જ પૂછ્યું ,"આ બધું શું છે આદિત્ય કોર્ટ મેરેજ કરવા કેમ માંગ્યા છે ?"

ભાનુપ્રસાદ: કે જેથી પૈસા બચે. જગતભાઇ:પૈસા બચે ?

ભાનુભાઇ :હા પૈસા બચે

જગતભાઇ :તો પછી હું આ વાતનો સ્વીકાર ના કરી શકું

ભાનુભાઈ :પણ કેમ

જગતભાઇ :તમે તો આવું ના પૂછ્યો. એક દીકરીનો બાપ થઈને હું કેવી રીતે આનો સ્વીકાર કરું જ્યારે કે મારી પાસે પૂરતા પૈસા છે. મારી ઇજ્જતનો શું ભાનુભાઇ: તો બધું ઇજ્જત માટે છે? જગતભાઇ :હા હોવું જોઈએ તમે તો આ વાતને સમજો.

ભાનુભાઇ હા હું સમજું છું હું સમજું છું કે તમે તમારી દીકરીને બસ એક ટ્રોફી ગણો છો જેને તમે પ્રદર્શનમાં મૂકવા માંગો છો અને દેખાડો કરવા માંગો છો કે જો હું મારી દીકરીને કેટલો પ્રેમ કરું છું અને એના માટે લાખો રૂપિયા તેના લગ્નમાં વાપરી કાઢું છું જે કમાતા મારે દસથી પંદર વર્ષ લાગ્યા હશે અને તે પણ એવા ત્રણ ચાર દિવસના ગાંડા પ્રસંગોમાં જેમાં બધા બસ ખાવાના પર અને ગિફ્ટ પર ધ્યાન આપે છે અને ડેકોરેશન જેવી બીજી વસ્તુ પર નહીં કે જેની પાછળ પણ ખાસ્સા રૂપિયા લાગ્યા હોય છે.

જગતભાઇ ચોંકી ગયા અને બાકી બધા પર આંખો ફાડીને ભાનુભાઇને જોઈ રહ્યા હતા આદિત્ય તાળી વગાડવાનો હતો જાણે કે એના પપ્પાએ કોઈ ભવ્ય સ્પીચ ના આપી હોય પણ એને એની મુર્ખામી સમજાવતા અધવચ્ચે જ રોકાઇ ગયો.

થોડી વારમાં જગત ભાઇને બધું સમજાઈ ગયું તે ભાનુભાઈ પાસે ગયા અને એમને ભેટી પડ્યા. બંને સ્ત્રીઓ પણ ભેટી પડી. આદિત્ય પણ પ્રીતિને ભેટવાનો હતો પણ તેના પિતાને જોતાં જ એમની તરફ ઝૂકી ગયો. બધા હસી પડ્યા.

જગત ભાઇના મનમાં રહેલો સમાજનો ડર નીકળી ગયો અને તેઓ ખુશ થઈ ગયા કે તેમના બાળકો કેટલા સમજદાર છે અને તેમને પણ ભેટી પડ્યા.

***