દીપક સાંજ ના સમયે તેના ગામ ના રસ્તે તેના કોઈ કામ થી જઇ રહ્યો હતો. રસ્તા પર પડતો ચંદ્ર નો ઉજાસ મન ને ટાઢક આપે તેવો હતો. રાત ડરાવની અને ખોફ દાર માહોલ થી ભરાયેલી લાગી રહી હતી. અને તેમાંય રસ્તા પર એ ભૂતિયા કુવો આવ્યો. ગામના લોકો નું માનવું હતું કે કુવા માં આત્મા નો વાશ છે. અને રાત ના સમયે ત્યાં ગામ નો કોઈ પણ રહેવાસી કુવા ના આજુ-બાજુ પણ ભટકતો નહીં. એટલો ખોફ હતો આ કુવા ભુત નો પણ રમેશ યુવાન, ગરમ ખુન અને ખુબ બહાદુર તે થી તે ભૂત કે પ્રેત માં માનતો નહીં આથી રાત ના સમયે એટલે કે લઘભગ અગીયાર સાડા અગીયાર વાગ્યે અડધી રાત્રી ના ટાઈમે પણ કુવા પાસે થી જવા માટે ડર્યો નહીં. જ્યારે તે કુવા પાસે પહોંરયો ત્યારે તે ને અચાનક આજુબાજુ પક્ષી ઓ નો કિલકીલાટ સંભળાવવા લાગ્યો તેજ હવા ઓ ફૂંકાવા લાગી તેની પાછળ કોઈ ચાલી રહ્યું હોય તેવો અહેસાસ થવા લાગ્યો પણ દીપક ડરી જાય એવા વ્યક્તિ ઓ માથી ન હતો દીપક નો ઈમ્તિહાન હજી બાકી હતો. દીપક ધીરે-ધીરે કુવા પાસે આવી રહ્યો હતો કુવા પાસે એક ઈમ્તિહાન તેનું ઇંતેઝાર કરી રહ્યો હતો. જ્યારે તે કુવા પાસે પહોંરયો ત્યારે પક્ષી ઓ નો કિલકિલાટ વધ્યો અજીબોગરીબ અવાજો ની સંખ્યા વધી હવા માં ડર અને ખોફ નો માહોલ હતો. દીપક કુવા પાસે પહોંરયો ત્યારે અંદર થી તેને કોઈ જોઈ રહ્યો હોય તેવું લાગ્યું. તે કુવા પાસે જોવા માટે વળ્યો ત્યાં અચાનક પાછળ થી કોઈ આવ્યું અને તેણે દીપક ને ત્યાં જવા થી રોકયું. કોણ છે આ?મારા પર હાથ શા માટે મુક્યો? તેવા સવાલો સાથે દીપકે પાછળ વળી ને જોયું તો તે વ્યક્તિ બીજું કોઈ નહીં પાસે ના મંદીર માં જ પૂજા અને પાઠ કરતો પૂજારી હતો. પૂજારી ત્યાં પાસે જ મંદીર માં રહેતો હતો તેણે આ પક્ષીઓ ના કિલકિલાટ અને હવા મા ફેલાયેલા ખોફ ને મહેસૂસ કર્યો હતો. પુજારી ને આવનારી મુસીબત નો આભાસ થઈ ગયો હતો આથી તે કુવા તરફ નીહાળવા માટે વળ્યા. ત્યારે જ તેને કુવા પાસે દીપક ને જોયો દીપક એ સૈતાની કુવા તરફ જઈ રહ્યો હતો. આમ દીપક ને જોઈ ને પુજારી એ દીપક ને કુવા તરફ જવા થી રોક્યો.
પુજારી દીપક ને ઓળખતા હતા. દીપક ના પીતા પૂજારી ના નાનપણ ના મીત્ર હતા. પુજારી:"દીપક તું અહીંયા રાત્રી ના સમયે શું કરી રહ્યો છો"? દીપક નું કહેવું હતું:"તે તેના ઘરે જઈ રહ્યો હતો અને અચાનક તેને એવો આભાસ થયો કે તેને કુવા ની અંદર થી કોઈ જોઈ રહ્યું છે". પુજારી દીપક સાથે તેના ઘરે જઈ અને આ ઘટના વિશે દીપક ના પીતા ને જણાવ્યું. દીપક ના પીતા દીપક ને સમજાવતા કહ્યું કે:"બેટા હું જાણું છું કે તું આ ભૂત અને પ્રેત માં માનતો નથી પણ આજ પછી એ કુવા ના રસ્તે રાત્રી ના સમયે આવતો નહી". દીપકે તેના પીતા ને જવાબ આપતા કહ્યું:"બાપા આ હું તમારી કહાની ઓ માં ઉલજવા વાળો વ્યક્તિ નથી અને હું ભુત કે પ્રેત માં માનતો પણ નથી ભુત છે તો કુવા પર મારી સામે શા માટે ન આવ્યો"?દીપક ના પીતા અને પુજારી એ દીપક ને ઘણું સમજાવ્યું પણ દીપક માનવા વાળા ઓ માંથી ન હતો આથી દીપક ના પીતા ટેન્શનમાં આવી ગયા. દીપક તેના પાછલાં દિવસે પણ કુવા ના રસ્તે થી આ વી રહ્યો હતો. અને આ વખતે સમય લઘભગ બાર-સાડા બાર નો હતો ગામ એક દમ સુમશાન હતો. જીવ-જંતુ સિવાય કોઈ નો પણ અવાજ નહોતો થતો. દીપક ના પીતા ટેન્શનમાં હતા તેનો પુત્ર હજુ ઘરે નહોતો આવ્યો. અને રસ્તા પર એ ભુતીયા કુવો પણ હતો આથી દીપક ના પીતા નો ટેન્શન વધવા લાગ્યો તે થી તેમણે ગામ વાસી ઓ ને આ ઘટના વિષે જણાવ્યું. ગામ વાસી ઓ તેમ ની સાથે કુવા ના રસ્તે જવા તૈયાર થયા. દીપક ના પીતા ગામ વાસીઓ ને લઇ કુવા ના રસ્તે નીકળી ગયા. દીપક કુવા પાસે પહોંરયો ત્યારે કોઈ પુરુષ કુવા પર બેઠો હોય તેવું દીપક ને લાગ્યું. દીપકે પુરુષ ને પૂછ્યું:"કોણ છો તમે?આટલી રાત્રે અહીંયા શું કરો છો"?આજુ-બાજુ ગામ વાળા ઓ નો અવાજ આવી રહ્યો હતો. દીપક.... એ દીપક.... દિપક..... આ બુમો સાંભળી દીપકે ગામ તરફ જોયું અને આમ જ તેણે જ્યારે કુવા તરફ જોયું ત્યારે તે પુરુષ ગાયબ! દિપક આશ્ચર્યચકીત થયો તેને લાગ્યું કે તે થાકેલો છે તે થી તેને વહેમ થયો હશે. ત્યાર બાદ ગામ વાસી ઓ ત્યાં આવી પહોંરયા. દીપક ના પીતા બોલ્યા:"બેટા તને અહીં આવવાની ના પાડેલી તું છતાં પણ અહીં થી જ આવ્યો"?દીપક:"બાપા મને કંઈ નો થાય તમે શા માટે ટેન્શન લ્યો છો"? દીપક સહી સલામત છે આ ની બધાય ને ખુશી હતી. આમ બધાય ગામ વાસી ઓ ગામ તરફ પાછા વળ્યા અને આમ દીપક પણ તેના ઘરે પહોંરયો. દીપક ના પીતા ના મન માં કેટલાક પ્રશ્નો હતા પણ દીપક થાકી ગયેલો લાગતો હતો તે થી દીપક ના પીતાએ તેને કોઈ સવાલ ન કર્યો. દીપક ઘોર નિંદ્રા માં લીન હતો દિપક ને એક સપનો આવ્યો. સપના માં એ જ કુવા પર નો પુરુષ દીપક ને કુવા તરફ બોલાવી રહ્યો હતો દીપક કુવા તરફ વળ્યો અને અચાનક એ પુરુષ દીપક ને કુવા ની અંદર ખેંચી ગયો આમ દીપક ઘોર નિંદ્રા માથી જાગી ગયો. દીપક ના મનમાં કેટલાક સવાલો હતા:'કોણ હશે તે પુરુષ?આટલી રાત્રે તે કુવા પાસે કેમ આવ્યો હશે? તે ગયો ક્યાં'? આ વા સવાલો તેના મનમાં ઘર કરી ગયા હતા. પણ આ સવાલો નો દીપક પાસે એક જ જવાબ હતો આ તે નું વહેમ હશે. બહાર થી દીપક ને એક અવાજ આવ્યો દીપક.... એ દીપક.... દીપક.. આ અવાજ તેના મીત્ર કાનીયા નો હોય તેવું લાગ્યું. દીપક મન માં:'કાનીયો આટલી રાત્રે? કોઈ પ્રોબ્લેમ હશે'. આથી તે જોવા માટે બહાર ની તરફ ગયો. બહાર તેનો મિત્ર કાનીયો દીપક ને તેની સાથે ચાલવા માટે કઈ રહ્યો હતો. દીપકે પૂછ્યું:"પણ કામ શુ છે?" કાનીયો:"ચાલ તો ખરો પછી કૈશ"
આમ તે તેની પાછળ ગયો કાનીયો દીપક ને કુવા તરફ લઈ ગયો. દીપક કાનીયા ને:"એ કાના કા શું કામ છે?મને અહીંયા કેમ બોલાવ્યો"?કાનિયો અચાનક એક ભયાનક અને ડરાવના સૈતાન માં પરિવર્તન થઈ ગયો લાલ આંખો બળેલું શરીર અને આગ ઉગલી રહ્યા હોય તેવા એના હાથ. તેણે દીપક તરફ જોયું દીપક ડર અને ખોફમાં હતો તે ભાગવા ગયો ત્યાં તો અચાનક તેને પાછળ થી એ સૈતાને પકડી લીધો. અને તેને કુવા ની અંદર ખેંચી ગયો દીપક ના ભયંકર રીતે ટુકડા કરી ને કુવા બહાર ફેંકી દીધા. અને જોર-જોર થી હસવા માંડયો. હા.... હા..... હા.....
સવાર પડ્યે દીપક ના પીતા ને દીપક ના ગાયબ હોવા ની જાણ થતાં ગામ વાસીઓ સાથે દીપક ને સોધવા નીકળી ગયા. કોઈ એ કુવા પાસે ભયંકર રીતે ટુકડા થેયેલ કોઈની લાસ જોઈ. આ લાસ દીપક ની છે એ વાત ની ખબર ગામ વાસીઓ ને થતાં ગામ આખુ શોક માં હતુ. અને આ કેસ નું ભૂતિયા કનેકશન છે તે વું ગામ ના રહેવાસી ઓ ને ખબર હતી. આ કેસ બાજુ ની પોલીસ ચોકી માં નોંધાયો. પરંતુ આ કાર્ય તે ચોકી ના પોલીસ ની ક્ષમતા થી પરે હતો. આ થી આ કેસ સ્પેશ્યલ ઓફિસર્સ એટલે કે રવી દલાલ અને નંદીની ચોપરા ને સોપાયો. આ બંને ઓફીસર્સ આવા જ ભૂતિયા અને અજીબ કેસ સોલ્વ કરવા માં એક્સપર્ટસ હતા. બંને દીપક ના ગામ રતનપર પહોંરયા અને કેસ ની જાન્ચ હત્યા ના સ્થળે થી એટલે ત્યાં કુવા પાસે થી સ્ટાર્ટ કરી. પણ તેમને ત્યાં કઈ સબૂત ન મળ્યું. દીપક ની લાસ ના ટુકડા થઈ ગયા હોવા થી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ની વાત જ નહો તી આવી. પણ ગામ વાસી ઓ સાથે પૂછતાછ કરતા જાણ વા મળ્યું કે આ કામ કુવા માં રેહતા સૈતાન નું છે. આમ ઇન્સ્પેક્ટરસ કોણ છે આ સૈતાન? તેની તપાસ કરવા લાગી ગયા. રાત્રી ના સમયે તે ઓ કુવા પાસે ના વૃક્ષ ની પાછળ સંતાઈ ને આ સૈતાન ની રાહ જોઈ રહ્યા હતા. અને અચાનક કુવા ની અંદર થી આગ ના ભળકા થવા લાગ્યા. અને અચાનક કોઈ બહાર નીકળ્યું એ હતો સૈતાન તેની માટે આગ તેનો ખેલ છે એવું ઇન્સ્પેક્ટરસ ને લાગ્યું. સૈતાન કુવા પાસે જોર- જોર થી હસવા માંડ્યો હા.... હા... હા.... હા.... હવે સૈતાન છે એની પૃષ્ટી થઈ ચૂકી હતી પરંતુ હવે આનું શું કરવું? તે એક વીચારવા ની વાત હતી. સવાર પડતા ગામ મા પુછતાછ કરવા નો સમય આવ્યો. પૂછતાછ મા જાણવા મળ્યું કે આ એવો પહેલો કેસ નથી આ ના પેહલા પણ દીપક ના પરીવાર મા જ તે ના કાકા સાથે પણ આવું જ થયું હતું અને આવી અજીબ ઘટના ઓ એટલે કે સૈતાન નું દેખાવું અને જાન લઈ લેવી આવી ઘટના ઓ દીપક ના પરીવાર સાથે જ થતી. આ જાણી ને બંને ઇન્સપેક્ટરસ ને એ વાત તો ધ્યાનમાં આવી ગઈ હતી કે આ સૈતાન નું કનેકશન દીપક ના પરીવાર સાથે જ છે.
તે થી તે ઓ પુછતાછ માટે દીપક ના ઘરે ગયા દીપક ના પરીવાર સાથે વાત- ચિત કરવા છતાં પણ કોઈ સબુત ન મળ્યું. ઇન્સ્પેક્ટર રવી ને રસોઈ ઘર માં કોઈ દેખાયું ઇન્સ્પેક્ટર રવી એ પૂછ્યું:"તે રસોઈ ઘર મા છે એ કોણ છે"? દિપક ના પીતા એ કહ્યું:"તે મારી દીકરી છે દીપક ની બહેન". ઇન્સ્પેક્ટરસ તેમની સાથે વાત-ચીત કરવા માંગતા હતા પરંતુ દીપક ના પીતા આના ખિલાફ હતા. આમાં એક વાત અજીબ હતી કે દીપક ની બહેન સાથે કોઈ બહાર ના વ્યક્તિ ને વાત-ચીત કરવાની અનુમતી ન હતી. આનું કારણ શું?તેનો જવાબ તો ઇન્સ્પેક્ટરસ પાસે ન હતો. આથી ઇન્સ્પેક્ટરસ પાસે દીપક ના ઘરે થી જવા સીવાય કોઈ રસ્તો ન હતો. દીપક ની બહેન તે ના પછી ના દિવસે બજાર માં શાક-ભાજી ખરીદવા જતી હતી. આ જોઈ ને ઇન્સ્પેક્ટરસ એ તે ને પૂછ-તાછ માટે બોલાવી તે પહેલે તો વાત-ચિત માટે તૈયાર ન હતી પરંતુ ઘણું આગ્રહ કર્યા પછી તે વાત-ચીત માટે તૈયાર થઇ. ઇન્સ્પેક્ટર રવી એ પૂછ્યું:" તું આ કેસ વિષય મા કઈ જાણે છે"? દીપક ની બહેન:"સર તમે જે મારા ભાઈ ના કેસ વિષે વાત કરી રહ્યા છો તે ના વિષે હું બધું જાણું છું તેની મોત કેમ અને શા માટે થઈ એ પણ હું જાણું છું મારો એક કોલેજ ફ્રેન્ડ હતો જીગર તે માત્ર મારો ફ્રેન્ડ જ હતો હું તેની સાથે કોલેજ જતી આવતી તે થી મારા પરીવાર ને પ્રોબ્લેમ હતી. તે થી મારા પરીવારે જીગર ને બાળી નાખી ને બેરહમી થી મારી ને તે ને એ જ ગામ ના કુવા માં ફેંકી દીધો. હું આ ના સામે કેસ કરી શકું એવી હાલત માં ન હતી કારણ કે અહીં ની પોલીસ મારા પરીવાર થી બહુ ડરે છે તેથી હું કેસ ન કરી શકી પણ જીગર જ મારા પરીવાર થી બદલો લેવા આવ્યો છે અને હવે તો કોઈ નહીં બચે જે આ સાજીશ માં સામેલ હતા". આમ ઇન્સ્પેક્ટરસ ને એ વાત ની તો જાણ હતી જ કે દીપક ના પરિવાર ને ખતરો છે પણ હવે આગળ શું થવાનું? એ જોવા નું રહેશે. રાત્રી ના સમયે આમ જ જેમ દીપક સાથે થયું હતું. તે રીતે અન્ય પરિવાર ના સભ્યો સાથે પણ થયું કોઈ તેમને રાત્રીના સમયે બહાર બોલાવી અને બેરહમી થી મારી નાખે. હવે જીગર ને મારવા ના કેસ માં બધાને જેલ ની સજા તો થાત પરંતુ આમ એક ની બાદ એક પરિવાર ના સભ્યો ની મોત થવા થી આ કેશ નો એક જ ગુનેહગાર જીવંત હતો એ બીજું કોઈ નહીં પરંતુ દીપક ના પીતા હતા. આમ રાત્રી સમયે દીપક ના પીતા ને પ્રોટેક્ટ કરવા માટે ઇન્સ્પેક્ટર રવી અને ઇન્સ્પેક્ટર નંદીની તેમની સાથે જ હતા. ફરી બહાર થી કોઈ અવાજ આવ્યો આ અવાજ દીપક ના પીતા ને પુકારી રહ્યો હતો. પરંતુ ઇન્સ્પેક્ટર રવી તેમ ની સાથે જ હતા. ઇન્સ્પેક્ટર રવી અને ઇન્સ્પેક્ટર નંદિની તેઓ બહાર જોવા માટે ગયા ત્યારે કોઈ ન દેખાયું જ્યારે ઇન્સ્પેક્ટર રવી અને ઇન્સપેક્ટર નંદીની અંદર આવ્યા ત્યારે એ જ કુવા નો સૈતાન ત્યાં દીપક ના પીતા ને મોત ના ઘાટે ચડાવવા માટે આવી પહોંરયો. ઇન્સ્પેક્ટર રવી બોલ્યા:"જીગર હું જાણું છું તારી સાથે ખોટું થયું પરંતુ તું આને મારી નાખીશ તો તને ન્યાય નહીં મળે". અને અચાનક સૈતાને ઇન્સપેક્ટર ને એક ધક્કો દીધો જે થી ઇન્સપેક્ટર ઘાયલ થયા આ શોર થતો હોવા થી દીપક ની બહેન ત્યાં આવી ગઈ અને જીગર ને આ બધું કરવા ની ના પાળતા કહ્યું:"જીગર મને ખબર છે કે તારી સાથે ખોટું થયું પરંતુ તું જો આમ ને મારી નાખીશ તો તને ન્યાય નહીં મળે પછી બધા ને કઇ રીતે ખબર પડસે કે તારી સાથે આ રાક્ષસો એ કેવા જુલ્મો કર્યા". આ સાંભળી ને એ સૈતાન અલોપ થઇ ગયો. આમ દીપક ની મોત સાથે પણ વર્ષો જૂનો કેસ એટલે કે જીગર નો કેસ પણ સોલ્વ થયો અને તેને ન્યાય પણ મળ્યો. આમ ઇન્સ્પેક્ટર નંદીની ને લાગ્યું કે આવી ઘટના ઓ હવે ગામમાં બંધ થઈ જશે પણ આ સ્ટોરી તો દીપક ના પિતા ના મૃત્યુ સાથે જ પુરી થવા ની હતી. આમ જીગર ને ન્યાય મળ્યા પછી તેની આત્માએ દીપક ના પીતા નો પણ ખાત્મો કર્યો. અને આ કેસ તો હવે અહીં જ સોલ્વ થયો.
***