મોતનું રહસ્ય - 3 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોતનું રહસ્ય - 3

રામગઢ નામક એક ગામ સુંદર દેખાતા ઊંચા પહાડો, નદીઓ, લીલા ખેતરો અને વાડી ઓ ની વરચે વસેલું છે. ગામ વધારે પુરતો ખેતી અને પશુપાલન પર આધાર રાખે છે. આ બધાય ની વરચે આ ગામમાં ચાર મિત્રો ની મિત્રતા ના ચર્ચા ગામ આખા મા થતા. હરિ, હસમુખ, કાનીયો અને જેન્દ્રો. ગામમાં જુનવણી ના સમય ના રાજા ના મહેલો અસ્તવ્યસ્ત હાલત મા ખંડેર રૂપે હજીય તેમનું અસ્તીત્વ ધરાવે છે. આવા ખંડર પડેલા મહેલો મા જનાવર સીવાય કોઈ રઈ શકે તેમ ન હતું. જેન્દ્રા નો મામા નો છોકરો ભરત જેન્દ્રા ના ઘેર વેકેશન કરવા આવેલો હતો. જેન્દ્રો ભરત ને તેના મિત્રો પાસે લઈ જઈ ને બધાય ની ઓળખાણ કરાવી. આમ ભરત પણ આ ચારેય જેવો જ હોવા થી થોડા જ સમય માં તેમની સાથે હળી-મળી ગયો હતો. ભરત ને ગામ જોવા ની ઇરછા હતી તે થી તે જેન્દ્રા ના મિત્રો સાથે ગામનો સૌન્દર્ય માળવા માટે નીકળી પડ્યો. ભરત ગામ ની નદીઓ, કુવા ઓ સુંદર ખેતરો જોઈ ને ખૂબ હરખાતો હતો. આમ જ્યારે આ પાંચેય મિત્રો ગામ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તા પર જ તે જુનવણી ના મહેલો હતા. આ જોઈ ભરત રાજી-રાજી થઇ ગયો. ભરત ત્યાં જઈ ને તે મહેલ ને ધ્યાન પૂર્વક નિહાળવા માંગતો હતો. આનું કારણ એ હતું કે ભરત ને ઈતિહાસ મા ખૂબ જ રસ હતો. પણ જેન્દ્રા એ ત્યાં જવાના ભરત ના નીર્ણય ને ટાળ્યો. ભરત ને આ મા કંઈ સમજાયું નહીં. જેન્દ્રો'ભરત ખોટુ ના લગાડતો પણ આપડે ત્યાં ન જઈ શકીએ તેનું કારણ ભુત છે'. ભરત આ સાંભળી જોર-જોર થી હસવા લાગ્યો. :'ભુત એમ! હું તો ડરી ગયો' હા... હા... હા... જેન્દ્ર:'આ મજાક ની વાત નથી ભરત ગામ આખાય ને ખબર છે કે અહીં આત્માઓ નો વાશ છે અને રાત્રી ના સમયે તો અજીબોગરીબ અવાજો પણ આવે છે'. ભરત:'તું પણ જેન્દ્રા! તું આવી વાતો મા ક્યાર થી માનતો થઈ ગયો?તેં એ ભુત ને તારી આંખો થી જોયો?'જેન્દ્ર પાસે આનો કોઈ જવાબ ન હતો. ભરત:'તો બસ જેન્દ્રા આ એક અફવા છે એમ સમજી લે અને ચાલ ત્યાં મહેલ પાસે'. જેન્દ્રો અને તેના મીત્રો પેહલા તો ડર્યા પરંતુ તેને થયું ભરત સાચો છે આ એક અફવા છે. પાંચેય મિત્રો મહેલ તરફ વધવા લાગ્યા સમય લઘભગ સાત કે સાડા સાત નો હતો. પાંચેય જ્યારે મહેલ પાસે પહોંરયા ત્યારે અચાનક છમ.... છમ.... છમ... એવો અવાજ થયો. જેન્દ્રો અને તેના ત્રણ મિત્રો ડરી ને બહાર ભાગ્યા અચાનક ભરત હસવા લાગ્યો હા... . હા.... હા.... ડરો નહીં યાર આ અવાજ મેં મારા ફોન માથી વગાડ્યો હતો તમને ડરાવવા. આમ પાંચેય ફરી મહેલ અંદર ગયા. આ વખતે ફરી છમ.... છમ... અવાજ થયો. જેન્દ્રો:'હવે થઇ ગયું હો ભથા બસ કર'. ભરત:'યાર આ વખતે હું નહોતો યાર'. જેન્દ્રો:'તો અવાજ ક્યાં થી આવી રહ્યો હતો?' અચાનક એક લાલ સાળી પહેરેલ સ્ત્રી નજરે ચડી. સ્ત્રી ની આંખો લાલ હતી, દાંત કાળા, વાળ વિખરાયેલા હતા. આ જોઈ પાંચેય ભાગ્યા જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે તે સ્ત્રી પણ તેમની પાછળ હતી. જેન્દ્રો:'અરે યાર આ તો આપણા ગામની ગાંડી ભચી છે'. 'ઓહો!પીને પડી હસે' કાનીયો બોલ્યો. આમ રાત નો અંધારો વધી ગયો હતો તે થી બધાય ઘરે પાછા ફર્યા. પછીના દિવસે વર્ષાઋતુ ની સુંદર અને ઠંડી સવારમાં પાંચેય મિત્રો નદીની પારે બેઠા ગપ્પાં મારી રહ્યા હતા. વાત-વાત મા વાત નીકળી ખંડેર ની. ભરત બોલ્યો:'અરે તમેય યાર સાવ ફાટેલ છો એક ગાંડી થી બી ગયા'? જેન્દ્રો:'ત્યાં થી તું પણ ભાગેલો તો એમ ના વિચાર કે તું પણ બહાદુર છે'. ભરત:'હા ચાલો રાત્રે બાર વાગ્યે એ ખંડેર મા જઈ ને જોઈએ કોણ છે અસલી બહાદુર'. જેન્દ્રો:'ના યાર ત્યાં ન જવાય એ પણ રાત્રે'. ભરત:'કા બે બહાદુર શું થયું હે?'જેન્દ્રો ભરત ની વાતો થી ગુસ્સે થઈ ગયો અને ભરત ના આ ચેલેન્જ ને સ્વીકાર્યો. આમ જેન્દ્રા ની હા એટલે તેના મિત્રો ની પણ હા જ હોય. ભરત:'તો આજ રાત્રે આપણે રામા મંડળ જોવા જઈએ છીએ એવા બહાને ઘરે થી નીકળી જઈશું અને ગામના પાદરે એક સાથે તે ખંડેર માં જશું'. આમ બધાય ની મંજૂરી મળી ગઈ હતી. વાત થઈ હતી તે મુજબ બધાય પાદરે મળ્યા અને ખંડેર જવા નીકળી ગયા. જ્યારે તેઓ ખંડેર માં પહોંરયા ત્યારે ફરી અવાજ થયો છમ.... છમ..... ભચી હશે એમ સમજી બધાય ખંડેર અંદર ફરવા લાગ્યા. અંદર અજીબોગરીબ અવાજ થતા હતા. પણ કંઈ દેખાયું નહીં આમ બધાય ઘરે પાછા ફર્યા. પછી ના દિવસે બધા મિત્રો ભરત ના વખાણ કરી રહ્યા હતા કે ભરત તો નીડર છે હોશિયાર છે. આ બધાય ની વરચે ભરત નો સ્વભાવ બદલાયેલો લાગતો હતો. ભરત કોઈ સાથે વાત-ચીત નહોતો કરતો અને તે નો સ્વભાવ પણ ચીડિયો હતો. ભરત નો આ સ્વભાવ જોઈ જેન્દ્રો બોલ્યો:'કા ભથા શુ થયું છે તને?કેમ કંઈ બોલતો નથી?' ભરત ગુસ્સે થઈ બોલ્યો:'તારે કાંઈ લેવા કે દેવા'. આમ કહી તે ત્યાં થી ચાલ્યો ગયો. આમ જેન્દ્રો ભરત ના આ સ્વભાવ થી ટેન્શનમાં હતો. ભરત નો આવો સ્વભાવ હજુ બરકરાર હતો તે ન કોઈ થી બોલતો કે ના કોઈ સાથે ફરતો બસ એકલો બેઠો રહેતો. અચાનક એક રાત્રે ગામ ના સરપંચ ની હત્યા થઈ ગઈ. ગામમા વાત ફેલાઈ. સરપંચ ની હત્યા થી ગામમા પોલીસે તપાસ હાથ મા લીધી. હત્યા મા પોલીસ ને કોઈ પણ સુરાગ ન મળ્યો. ન કોઈ ફિંગરપ્રિન્ટ મળ્યાં. બસ એક લાલ રંગ નો કપડા નો ટુકડો હત્યા ની જગ્યાએ મળ્યો. ફરી બે -ત્રણ દિવસો પછી ગામમા રહેતા હરિલાલ ભાઈ ની હત્યા થઈ ફરી ત્યાં પણ લાલ કપડા સીવાય કોઈ સુરાગ ન મળ્યો. આવી ઘટનાઓ દિવસે-દિવસે વધી રહી હતી. હત્યા ના સ્થળે લાલ રંગના કાપડ સીવાય બીજો કોઈ સુરાગ નહોતો મળતો. એક રાત્રે જેન્દ્રો અને ભરત જ્યારે અગાસી પર સુતા હતા ત્યારે જેન્દ્રા ને ઊંઘ નહોતી આવતી. ભરત અચાનક ઉભો થઇ નીચેની તરફ ગયો. જેન્દ્રો:'કા ભથા ક્યાં જાશ?' ભરત:'પાણી પીવા જાઉં છું તારે પીવું છે?'જેન્દ્રો:'ના તું પી આવ મારે નથી પીવું'. આમ ભરત નીચે પાણી પીવા માટે ગયો. ભરત ગયો તેને ઘણો સમય થઈ ગયો હતો. જેન્દ્રા ને થયું આ હજી કેમ ન આવ્યો. જેન્દ્રો ઉભો થઇ નીચે તરફ જતો હતો ત્યારે તેણે ભરત ને શાંતી કાકા ના ઘર મા જતા જોયું. જેન્દ્રા ને થયું તેનું વહેમ છે તે થી તે ઘરમાં ગયો તો ભરત ત્યાં જ હતો અને પાણી પી રહ્યો હતો. જેન્દ્રો:'એ ભથા આવડી વાર હોય પાણી પીતા?'. એમ કહી જેન્દ્રો અગાશી પર ચાલ્યો ગયો. બીજા દિવસે શાંતી કાકા ના મોટા દિકરા ની હત્યા ની ખબર મળી. આમ જેન્દ્રા એ તેના મીત્રો સાથે વાત-ચીત કરી. જેન્દ્ર: 'ભરત ને શાંતી કાકા ના ઘેર જતા જોયેલો હતો'. કાનીયો:'તો તને શું ભરત પર સક છે?'જેન્દ્ર:'ના એવું નથી એ તો મારો વહેમ હતો કારણ કે ભરત તો નિચેજ હતો અને પાણી પીવા ગયો હતો. 'કાનીયો:'યાર આ હત્યાઓ થવા નું કારણ શું છે?તેની પોલીસ ને પણ જાણ નથી'. જેન્દ્રો:'આ હત્યાઓ કેમ?અને શા માટે થઈ રહી છે?અને કોણ કરી રહ્યું છે?તે આપણે જાણી ને જ રેહસું. આમ બધાય મીત્રો ને એક વીચાર આવ્યો અને એ વીચાર રાત્રે ગામમા ચોકી કરવાના હતા. ચારેય મિત્રો હવે આ હત્યારાને કોઈ પણ કિંમતે પકડવા માંગતા હતા. શું તેઓ આ મકસદ મા સફળ થશે? શું તેઓ ને હત્યારો કોણ છે તેની જાણ થશે?શું તેઓ ગામમાં થતી હત્યાઓ ને રોકશે?

ક્રમશઃ