નીલિમા
લોય એ જે રસ્તો બતાવ્યો જે બહુ જ વિચિત્ર હતો, એ હતો “ લિવે ઈન રિલેશનશિપ”
નીલિમાએ આ માટે બિલકુલ ના પડી, પરંતુ લોય આ માટે દબાણ કરવા લાગ્યો, એને સમજાવા લાગ્યો કે રહીશ ક્યાં તું ? કોઈ નથી તારું આ મુંબઈ નગરી મા એના થી સારું છે આપણે સાથે રહીએ. છેવટે નીલિમા એ લોય ની વાત માની ગઈ, જે એની જીંદગી ની સૌથી મોટી ભૂલ હતી.
નીલિમા એ ઘરે ફોન કર્યો, ચીમનલાલ ને સમજવા લાગી કે હૉસ્ટેલ મા તકલીફ થઈ ગઈ છે, હવે ત્યાં જમવા અને રહેવા માં બહુ તકલીફ થઈ રહી છે તો હવે હું મારી ફ્રેન્ડ ના ઘરે રહેવા જવું છું
ચીમનલાલ ને તેમની એક ની એક છોકરી પર અને એમના સંસ્કાર પર ભરોસો હતો, એટેલે એમને હા પાડી કે તને જે યોગ્ય લાગે એમ કરીશ અને જલ્દી થી ડોક્ટર થઈ ને પાછી આવજે.
નીલિમા એ છેવટે હૉસ્ટેલ છોડી નાખી, અને એક સુંદર મજાના લોય ના ફ્લેટ માં રહેવા આવી ગઈ, જે ફ્લેટ લોય એ ભાડે રાખેલો હતો, લોય એ બધો સામાન ભારાવી નાખ્યો, અને નીલિમા સાથે રહેવા લાગ્યો.
નીલિમા ના ધ્યાન બહાર હતું ત્યારે લોય એ એક સ્ટેમ્પ પેપર પર એની સહી લીધી છે, જે સ્ટેમ્પ પેપર “લીવ ઇન રિલેશનશિપ” નો કોન્ટ્રેક્ટ પેપર હતો, નીલિમા એટલી ભણેલી હોવા છતાં પણ એનું મગજ ના ચાલ્યું એને સહી કરી નાખી, આવા આપણા ભારત માં તથા આપણા ગુજરાત માં અસંખ્ય લોકો છે જે આવી રીતે સાથે રહે છે, જેમાં થી ઘણી છોકરી/છોકરા ઓ પોતાના ઘરે જુઠ્ઠું બોલીને સાથે રહે છે, જેમની જીંદગી જ્યારે છેલ્લે બરબાદ થાય ત્યારે એમની બુદ્ધિ ઠેકાણે આવે છે કે બહુ ખોટું થયું છે, હાલ મુંબઈ મા બહાર થી ભણવા આવેલા બહુ લોકો આવી રીતે સાથે રહે છે, અને અમદાવાદ માં પણ રહે છે.
નીલિમા એને લોય ને આમજ સાથે રહેતા પંદર દિવસ વીતી ગયા, પરંતુ નીલિમા ને અજુ સુધી લોય વિશે કંઈ જ ખબર નહિ પડી હતી, અને એને એના વિશે જાણવા માં જાણે રસ જ નહોતો. એ તો બસ પ્રેમ માં આંધળી થઈ ગઈ હતી, અને તેને અને લોય એ બધી જ હદ હમણાં સુધીમાં વટાવી ચૂકી હતી, એટલો આંધળો વિશ્વાસ એક એવા વ્યક્તિ પર કરી નાખ્યો જેના વિશે વધુ જાણતી પણ નથી.
એક દિવસ ની વાત છે, નીલિમા ને આમ તો ક્યારે સાફ સફાઈ નો સમય મળે નહિ પરંતુ તે દિવસે એને ઈચ્છા થઈ ગઈ અને એણે સફાઈ કરવા ની ચાલુ કર્યું, તે સમયે લોય બહાર ગયેલો હતો, નીલિમા એ લોય નો રૂમ વ્યવસ્થિત કરવા લાગી ત્યારે એને એક નાનો અને કાળો બેગ છુપાયેલી હાલત માં પલંગ ની નીચે થી મળ્યો, પહેલા તો એને ખોલવાનું મન ના થયું પણ પાછું વિચાર્યું કે છુપાવી કેમ હશે એટલે એને એ બેગ ખોલી નાખી અને જોઈ ને ચોંકી ગઈ, એ બેગ માંથી જે નીકળ્યું એ જોઈને એના આંખો પર વિશ્વાસ ના થયો પરંતુ વિશ્વાસ કર્યા વગર કોઈ રસ્તો નહોતો, એ બેગ મા અમેરિકન ગન જે મોડેલ ૪૧ અને ૨૨LR કેલીબેર ની હતી, સાથે સાથે સફેદ રંગ ના પાઉડર ના નાના બહુ બધા પાઉચ હતા. નીલિમા થોડીક વાર તો સૂનમૂન શાંત બેસી રહી, વિચારવા લાગી કે આ બધું શું છે, કોણ છે આ લોય, આ બધું કેમ રાખે છે.
નીલિમા એ એની ફ્રેન્ડ સાક્ષી ને ફોન કર્યો એને બધી વાત કરી, સાક્ષી એની કૉલેજ ફ્રેન્ડ હતી, જેની સાથે તે સુખ દુઃખ ની વાતો કરતી, આજે એ જ સાક્ષી સામે તેને રડી ને જે તેને જોયું તે બધુ કહ્યું.
સાક્ષી એ એક રસ્તો બતાવ્યો, તેને કહ્યું કે તું એ પાઉડર નું એક પાઉચ લઈ લે અને બાકી બધું જેમ પડ્યું હતું તેમ મૂકી ને તું કૉલેજ ની બહાર મળ મને. નીલિમા એ પણ એમજ કર્યું. એને એક પાઉચ નીકળી નાખ્યું અને લોય ને ખબર ના પડે એમ બધું ગોઠવી ને એ કૉલેજ જવા નીકળી ગઈ. સાક્ષી એનો રાહ જોતી ત્યાં પહેલેથી જ ઊભી હતી, નીલિમા પહોંચી ને એ બંને કૉલેજ ના બગીચામાં બેઠા અને નીલિમા એ પાઉડર નું પાઉચ સાક્ષી ના હાથ માં આપી ને પૂછ્યું “ આ છે શું મને કઈ ખબર નથી પડતી”, સાક્ષી એ થોડો પાઉડર હાથ માં લઇ ને સુંઘ્યો, પછી ચાખ્યો, એને એનો ટેસ્ટ ના ગમ્યો.
સાક્ષી એ કહ્યું “ નીલિમા મને તો આ કોકાઈન લાગે છે, એટલે કે ડ્રગ્સ જેનો ભારત માં પ્રતિબંધ છે, જે ગેરકાનૂની વસ્તુ કહેવાય છે, પરંતુ પાક્કી ખાતરી કરવા માટે આપણે આપણા કેમિસ્ટ્રી ના પ્રોફેસર ને મળીયે તો ?
થોડી વાર બંને વિચારવા લાગી, પરંતુ પૂછે નહિ તો ચાલે એમ હતું નહિ, સમય બહુ ઓછો હતો, બંને એ પ્રોફેસર ને મળવા નું નક્કી કર્યું, ને પ્રોફેસર ના બંગલો પર ગયા. “તને આ ક્યાંથી પાઉચ મળ્યું નીલિમા” પ્રોફેસર નો પહેલો સવાલ જ આ થયો, અને નીલિમા એ આખું વૃતાંત પ્રોફેસર ને કહ્યું, વાત પૂરી કરતા છેલ્લે એ રડી પણ ગઈ. પ્રોફેસર એ પાઉડર ને ચેક કરી કહ્યું કે સાક્ષી ની વાત સાચી છે આ ડ્રગ્સ છે, એક પ્રતિબંધિત વસ્તુ, આ વિશે મારા સિવાય હમણાં કોઈને વાત ના કરીશ નહિ તો તું મુશ્કેલી માં મુકાઈ જઈશ. “પણ સર હવે ખબર કેવી રીતે પાડવી કે આ લોય નું છે કે નહિ” નીલિમા આટલું બોલી ને રડવા લાગી.
પ્રોફેસર એ એક સરસ રસ્તો બતાવ્યો, એમને કહ્યું કે લોય વિશે જાણવા માટે હું તમને મદદ કરું છું, એમને એમના એક પોલીસ મિત્રે ને ફોન કર્યો અને કહ્યું કે એક વ્યક્તિ આજ કાલ મારી એક વિદ્યાર્થિની સાથે ફરે છે, મને એના પર વહેમ થાય છે એક એ કંઇક બરાબર નથી લાગતો, હું તમને એનો ફોટો મોકલું છું તમે જરા તમારો રેકોર્ડ ચેક કરી ને કહો કે આ માણસ તમારા રેકોર્ડ માં છે કે નહિ.
પ્રોફેસર એ ફોટો એમના પોલીસ મિત્ર ને મેસેજ કર્યો, અને બધા રાહ જોવા લાગ્યા એમના ફોન ની, નીલિમા તો ત્યારે પણ રડી જ રહી હતી, થોડી વાર પછી પ્રોફેસર નો ફોન રણક્યો, બધા ના મોઢા એક દમ જાણે બદલાઈ ગયા, નીલિમા તો જાણે પ્રાથના કરવા લાગી કે બધું સારું નીકળે.
“પ્રોફેસર આ એક બૂટલેગર છે, ડ્રગ્સ નો સપ્લાય કરે છે, ગોવા નો રહેવાસી છે, એનું નામ રજત કુમાર છે, બસ થોડો દેખાવ એનો વિદેશી જેવો છે તેના કારણે એ આ ડ્રગ્સ ના ધંધા માં ચાલી રહ્યો છે, પોલીસ એની તલાશ માં જ છે આ બહુ ચાલાક છે હાથ માં નથી આવતો, તમારી વિદ્યાર્થિની ને એના થી દુર રહેવા કહેજો” એટલું કહી ને પોલીસ મિત્ર એ ફોન મૂક્યો.
પ્રોફેસર નો ફોન સ્પીકર પર હતો, નીલિમા એ અને સાક્ષી એ બધું સાંભળ્યું, નીલિમા બિલકુલ જાણે તૂટી ગઈ, ચોધાર આંસુ એ રડવા લાગી, જાણે એનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એવું એને થયું. હકીકત માં એનું સર્વસ્વ લૂંટાઈ પણ ગયું હતું.
આ તરફ ના થવાનું થઈ ગયું હતું, લોય ઘરે આવી ગયો હતો, અને આવીને પહેલા તેને એનો બેગ ચેક કરેલો, જેમાં એક પાઉચ ઓછું હતું, એને સફાઈ કરેલી પણ જોઈ, તેને ખબર હતી કે કામવાળી બાઈ તો આજે આવી નથી, તો નક્કી આ કામ નીલિમા નું જ છે, એને ખાતરી થઈ ગઈ કે નીલિમા ને એના વિશે બધી જ ખબર પડી ગઈ છે, એ જ એક પાઉચ લઈ ગઈ હશે. એ થોડીક વાર ટેન્શન મા આવી ગયો, પછી શાંત થઈ ને કંઈક વિચારવા લાગ્યો, અને એણે જે વિચાર્યું એ કંઈક ભયાનક વિચારેલું એવું એના મોઢા પર થી લાગતું હતું.
રડવા થી આંખો સુજી ગઈ હતી નીલિમા ની, એ રડેલી આંખો સાથે ઘરે જવા નીકળી, એ બિલકુલ ડરેલી અને ભયભીત હતી, એણે મનમાં નક્કી કરી લીધું હતું કે જલ્દી થી પોતાનો સામાન પેક કરીને પોતાના ઘરે કુંપા ગામ જવા નીકળી જશે, થોડાક દિવસ પછી પાછી આવશે.
પરંતુ એનું નસીબ એનાથી બે પગલાં આગળ જ ચાલતું હતું, લોય ઘરમાં જ છુપાયેલો બેઠો હતો, નીલિમા એ ફ્લેટ નું લોક ખોલ્યું, ઘર માં નીરવ શાંતિ પથરાયેલી હતી, નીલિમા એ જલ્દી થી બાથરૂમ માં જઈ ને મોઢું ધોયુ, અને એના રૂમ માં આવી ને પોતાનો બેગ કાઢી ને કપડા પેક કરવા લાગી, ત્યારે અચાનક થી લોય એ પાછળ થી આવી ને કલોરોફોમૅ વાળો રૂમાલ એના મોઢા પર દાબી નાખ્યો અને નીલિમા ત્યાં બેહોશ થઈ ગઈ.
લોય એ એને કંઇક ઇંજેક્શન આપ્યું, એને અંધારું થવા ની રાહ જોવા લાગ્યો, એના મનમાં શું ચાલી રહ્યું છે એ કંઇ ખબર પડતી નથી, બસ થોડોક સમય રાહ જોવાની હતી, એ જલ્દી થી તૈયાર થઈ ગયો, એને એનો બધો જ સામાન પેક કરી નાખ્યો એને નીચે એની ગાડી માં મૂકી આવ્યો, એને એની હાજરી નો એક પણ સબૂત ઘરમાં છોડ્યો નહિ. સાથે સાથે નીલિમા નો સામાન પણ પોતાની સાથે પેક કરી નાખ્યો. અને અંધારું થવા ની રાહ જોવા લાગ્યો, નીલિમા બેહોશ થઈ ને પડી હતી અને એ નિર્દય માણસ એને જોઈ ને મલકાઈ રહ્યો હતો.
રાત ના બે વાગ્યા નો સમય થયો, અંધકાર ભર્યા ફ્લેટ માં સળવળાટ થયો, લોય ઊઠી ને નીલિમા ને પોતાના ખભા પર નાખી અને લિફ્ટ થી નીચે પાર્કિંગ માં લઈ આવ્યો અને ગાડી ની ડિક્કી માં સુવડાવી નાખી એને ડીક્કી બંધ કરી અને નાગપુર બાજુ જવા નીકળી ગયો.
એ બહુ સ્પીડ માં પોતાની ગાડી ચલાવી રહ્યો હતો, અને આ બાજુ પ્રોફેસર અને સાક્ષી નીલિમા ને ફોન કરી ને ટેન્શન મા આવી ગયા હતા કેમ કે એનો ફોન બંધ આવતો હતો, એ લોકો એ નક્કી કર્યું ને સવારે એના ઘરે જઈને જોઈશું. આ બાજુ નાગપુર ના રસ્તા પર લોય સડસડાટ ગાડી હંકારી રહ્યો હતો, જાણે એને ક્યાંક જલ્દી જ પહોંચવું હતું, સવાર થતાં તે નાગપુર પહોંચ્યો, અને એક ચાલી માં એની ગાડી થોભી, એ બહુ મોટી ચાલી હતી, જ્યાં જૂના પુરાણા ઘર હતા, ત્યાં બહુ બધી સ્ત્રી જ્યાં ત્યાં ઊભી હતી.
લોય ફટાફટ એક જૂના ઘર માં ઘસી ગયો, “શાંત તાઈ અરી ઓ શાંત તાઈ” આવી બૂમ પાડવા લાગ્યો, ત્યારે એક રૂમ માંથી એક બહુજ કદરૂપી, અને બહુજ ડરાવની એક સ્ત્રી બહાર આવી, “બોલ રજત શું છે ? એટલી રાડો કેમ પાડી રહ્યો છે ? “ આવું એ એની મરાઠી ભાષા માં બોલી, લોય એક સોફા પર બેસી ગયો, એને બોલ્યો “ એક બહુજ મસ્ત ફટકડી લાવ્યો છું, આ વખતે સારા પૈસા જોવે છે મને, મુંબઈ છોડવું છે હવે,”
લોય નીલિમા ને નાગપુર ના એક રેડ લાઈટ એરીયામાં લઈને આવ્યો હતો, નીલિમા નો સોદો કરી રહ્યો હતો, આપણા દેશ માં આ ખૂબ ખરાબ કામ ચાલી રહ્યું છે, એક વ્યક્તિ દ્વારા બીજા નો સદો કરી ને પૈસા કમાવા, નેપાળ નાં ભૂકંપ ના સમયે અસંખ્ય લાચાર છોકરીઓ ને નોકરી ના બહાને ભારત લાવી આવા રેડ લાઈટ એરીયામાં માં વહેંચી નાખી હતી, ગુજરાતી ન્યૂઝ પેપર માં અહેવાલ આવેલો.
“સાજીદ રજત કે ગાડી કી ડિક્કી મે જો સામાન પાડા હૈ વો દો લોગ જાકે લેકે આવો ઇધર” શાંત તાઈ એ બૂમ પાડી, પછી બે લોકો ગયા અને ગાડી માંથી નીલિમા ને બેહોશ હાલત માં લઈને આવ્યા, અને પછી ચાલ્યા ગયા, શાંતા તાઈ એ નીલિમા ને ચારે બાજુ થી જોવા લાગી, એને પછી એના શરીર પર થી બધા જ કપડા નીકાળી નાખ્યાં, “ રજત વસ્તુ તો તારી આ વખતે બહુ સારી છે, પણ આ હેરાન બહુ કરશે, તને આના એક લાખ જ મળશે”, લોય એ હા પાડી અને એક લાખ માં નીલિમા ને વહેંચી નાખી, એક સુંદર અને સુશીલ છોકરી જેને એ બહુ પ્રેમ કરતી હતી, એને એના પ્રેમ ની કદર ન કરી અને એક દુષ્ટ કોઠા ની શાંતા બાઈ જોડે એના દેહ નો સોદો કરી નાખ્યો. નીલિમા ને એક રૂમ માં બંધ કરી નાખી અને એને હોશ આવે એની રાહ જોવા લાગી.
નાગપુર ના આ રેડલાઇટ એરિયા શાંતા નામની આ સ્ત્રી સૌથી મોટો કોઠો ચલાવતી હતી, એના ડર ના કારણે બહુ બધી સ્ત્રી ઓ અહીંયા રહેતી હતી, એના માણસો આખો દિવસ ધ્યાન રાખતા કે ક્યાંય કોઈ ભાગી ના જાય, એના ત્યાં થી પોલીસ સ્ટેશન માં હપ્તો પહોંચી જતો જેથી કોઈ જોવા પણ નહિ આવતું, આવી રીતે આ શાંતા નામ ની સ્ત્રી પોતાના ગંદા કામો ચલાવતી.
નીલિમા ની આંખો ખુલી, એ ચારે તરફ જોવા લાગી, એ એક જરજીત રૂમ માં હતી, જેનામાં કોઈ ખાસ સામાન નહિ પડેલો, બસ એક અરીસો લાગેલો, એક ખખડેલી હાલત વાળો પલંગ, એક પાણી નું મટકું હતું, નીલિમા એ આંખો ચોળી ઊભી થઈ અને ખુદ ને અરીસા માં જોઈ, અને અરીસા માં જોઈ ને ચોંકી ગઈ, એને શરીર પર એક પણ કપડા ન હતા. નીલિમા રૂમ માં પોતાના કપડા શોધવા લાગી, સાથે સાથે એ પણ વિચારવા લાગી કે અહીંયા આવી કેવી રીતે ?
આખો રૂમ નીલિમા એ ખંખોળી નાખ્યો, ક્યાંય એક કપડું પણ ના મળ્યું, એ રડમસ ચહેરે દરવાજા તરફ ગઈ અને ખોલવા માટે પ્રયાસ કર્યો પણ બહાર થી બંધ હતો, એ દરવાજો ખખડાવે એ પહેલા એણે મનમાં વિચાર આવ્યો, છેલ્લે એ લોય સાથે હતી, શું લોય એ એને આ રૂમ માં પૂરી છે ?
એ રૂમ માં જ્યાં ઊભી હતી ત્યાં જ પછડાઈ ગઈ, એને હવે ખબર પડી ગઈ હતી કે એ લોય ના ઝાળ માં ફસાઈ ગઈ છે, એને લાગ્યું કે લોય એ એને ક્યાંક પૂરી નાખી છે, નીલિમા ની આંખો માંથી અશ્રુ વહેવા લાગ્યા, એને જેને એટલો પ્રેમ કર્યો, એક વ્યક્તિ એ એને દગો આપ્યો, એજ વ્યક્તિ એક બુટલેગર નીકળ્યો, આવા બધા વિચાર કરતા એના મોઢા માંથી ચીસ નીકળી ગઈ.
રૂમ ની બહાર શાંતા તાઈ રાહ જોઈને બેઠી હતી કે ક્યારે નીલિમા હોશ માં આવે, અને એ પળ આવી પણ ગઈ, એ નીલિમા ના રૂમ તરફ ઘસી ગઈ, જલ્દી થી દરવાજો ખોલ્યો અને નીલિમા શાંતા તાઈ ને જોઇને ડઘાઈ ગઈ, આ વળી કોણ આવ્યું ? કોની પાસે લોય એને મૂકીને ગયો ? આવા અનેક સવાલો એના મન માં આવ્યા, પણ એ કંઈ પૂછે એ પહેલા જ શાંતા તાઈ એ એને હાથ વડે પકડી ને ઊભી કરી, પછી વહાલ થી માથામાં હાથ ફેરવવા લાગી, એટલો પ્રેમ એના મોઢા પર ઝલક તો હતો જાણે એ નીલિમા ની કોઈ સગી હોય, પણ એના થોડાક જ સવાલ એ શાંતા તાઈ ના બધાજ વહાલ ની પોલ ખોલી નાખી, “કોણ છો તમે ? અને આ જગ્યા કંઈ છે ? મને કેમ અહીંયા આમ નગ્ન હાલત બંધ કેમ કરવામાં આવી છે ?” એટલા સવાલ પૂછતાં જ એ રડવા લાગી. આવા સવાલો સાંભળી શાંતા તાઈ એક રાક્ષસી ની જેમ હસવા લગી.
શાંતા તાઈ હસતા હસતા બોલી “તું એક હવે બિઝનેસ વુમન બની ગઈ છે, અને આ મારી ઓફિસ છે” એટલું બોલીને બહુ જ હસવા લાગી, આ બાજુ નીલિમા કંઈ જ સમજી નહિ, બાઘા ની જેમ શાંતા તાઈ ને જોતી રહી, ત્યાં જ શાંતા તાઈ એ કહ્યું “ જલ્દી થી નાહી ને તૈયાર થઈ જા, પછી ધંધા માં આજ થી તારે જોડાવાનું છે” એટલું કહી ને શાંતા તાઈ રૂમ બંધ કરીને ચાલી ગઈ.
આ બાજુ નીલિમા ના પ્રોફેસર અને સાક્ષી નીલિમા ને શોધવા માટે એના ફ્લેટ પર પહોંચ્યા, ત્યાં જોયું તો લૉક લાગેલું હતું, સાક્ષી એ પ્રોફેસર ને કહ્યું કે લૉક તોડી નાખીએ ક્યાંક નીલિમા ને અંદર પૂરી ને રાખી હોય તો ? થોડીક વાર વિચારી ને પ્રોફેસર એ લૉક તોડવાની વ્યવસ્થા કરી, લૉક તોડી ને એ લોકો અંદર ગયા, આખો ફ્લેટ ખંખોળી નાખ્યો પરંતુ નિરાશા છોડીને ક્યાંય કંઈ નહિ મળ્યું, થાકી ને નીકળવાં લાગ્યા ત્યાં જ પ્રોફેસર ની નજર
સોફા પર પડેલા રૂમાલ પર ગઈ, એમને રૂમાલ ચેક કર્યો અને ચોંકી ગયા. “સાક્ષી આ રૂમાલ તો કલોરોફોમૅ વાળો છે, નક્કી લોય નીલિમા ને બેહોશ કરીને ક્યાંક લઈ ગયો છે” એટલું સાંભળી સાક્ષી ડઘાઈ ગઈ, “ સર હવે આપણે શું કરીશું” ??? પ્રોફેસર કંઈક વિચારવા લાગ્યા અને પછી એમના મન માં એક ખ્યાલ આવ્યો, “સાક્ષી લોય જો લોય નીલિમા ને મુંબઈ મા જ ક્યાંય સંતાડી ને રાખી હશે તો અથવા મુંબઈ બહાર લઈ ગયો હશે તો પણ પકડાઈ જશે, કારણ કે મુંબઈ ના દરેક સિગ્નલ અને મુંબઈ થી બહાર જતા દરેક ચૅકપોસ્ટ પર સી.સી.ટીવી કૅમેરા લાગેલા જ છે પોલીસ ફરિયાદ કરીને પોલીસ ની મદદ લેવી જ પડશે.
પ્રોફેસર અને સાક્ષી એ પોલીસ સ્ટેશન માં અરજી કરી, લોય એને નીલિમા ની તસ્વીર પણ ફોન માંથી પ્રિન્ટ કઢાવી જમા કરવી, પોલીસ ના રેકોર્ડ માં લોય એક રજત નામનો રીઢો ગુનેગાર હતો જ પહેલા થી, અને આ વખતે એના માટેના સારાં એવા સબૂત પોલીસ ને મળ્યા હતા, એટલે પોલીસ એના કામે લાગી ગઈ.
આ બાજુ નીલિમા એ નાહી લીધું, અને વિચારવા લાગી, શું ધંધો હશે ? ક્યાંક મને પણ ડ્રગ્સ વહેંચવા નહિ મોકલે ને ? કદાચ આ લોય ની ડ્રગ્સ ની ઓફિસ હશે, મને ડ્રગ્સ વહેંચવા મોકલશે તો હું ત્યાં થી ભાગી જઈશ, આવા બધા વિચારો નીલિમા ના મન માં આવવા લાગ્યા, અને એ નાશી જવાનો વિચાર કરવા લાગી, ત્યાં જ દરવાજો ખૂલ્યો, એ એમજ નગ્ન અવસ્થા માં ઊભી હતી, શાંતા તાઈ આવી ને એને કપડા આપ્યા, “ લે આ પહેરી નાખ અને સામે ડબ્બા માં પાઉડર, લીપિસ્તિક અને બીજો સામાન પડ્યો છે એ લગાવી ને તૈયાર થઈ જા હું પછી લેવા આવું છું તને” આમ કપડા આપી ને એ કદરૂપી સ્ત્રી ત્યાં થી ચાલી ગઈ, નીલિમા એ કપડા જોયા, બહુ જ ભડકાઉ અને ચમકીલા કપડા હતા, એને અજુ સુધી બુદ્ધિ નહિ ચાલતી હતી કે એ એક ખોટી જગ્યા એ છે, એને લોય એ વહેંચી નાખી છે, એના મનમાં બસ નાશી જવાના સપના સવાઈ રહ્યા હતા.
આ તરફ પોલીસ અધિકારી પાઠક સાહેબ એ શોધખોળ શરૂ કરી નાખી, સૌથી પહેલા એ નીલિમા અને લોય ના ફ્લેટ પર ગયા ત્યાં બધું ચોકસાઈ પૂર્વક જોયું, પછી બિલ્ડીંગ ના કૅમેરા ચેક કરવાનું શરૂ કર્યું, જે દિવસ થી નીલિમા ગાયબ છે એ દિવસ રાત્રે શું થયું એ જોવા પાર્કિંગ અને બિલ્ડીંગ બહાર ના કૅમેરા જોવા લાગ્યા, ત્યાં એમને લોય ને નીલિમા ને ખભા પર ઊંચકી ને ગાડી તરફ લઈ જતા જોયો, પાઠક સાહેબ એ લોય ની ગાડી નો નંબર નોંધી નાખ્યો, અને એજ ગાડી બિલ્ડીંગ ની બહાર જતા પણ જોઈ, હવે પાઠક સાહેબ જલ્દી જ એક્શન માં આવી ગયા, એમને ગાડી નો નંબર દરેક ચૅકપોસ્ટ પર આપી દીધો, એને સાથે તારીખ
તથા ટાઈમ પણ આપ્યા, અને જલ્દી થી તપાસ કરી ફોન કરવા નું સૂચન આપ્યું, હવે મુંબઈ નું આખું પોલીસ તંત્ર નીલિમા અને એક બુટલેગર ની શોધ માં લાગી ગયું હતું.
નીલિમા સુંદર રીતે તૈયાર થઈ ગઈ, ત્યાં જ દરવાજો પાછો વાગ્યો અને શાંતા તાઈ પ્રવેશ્યા, નીલિમા ને આવી સુંદર રીતે શણગારેલી જોઈ એ ખુશ થઈ ગયા, એમને એવો ડર હતો કે એ તૈયાર નહિ થાય અને જબરસ્તીથી તૈયાર કરવી પડશે પણ આ તો બિલકુલ ગભરાયા વિના તૈયાર થઈ પણ ગઈ, શાંતા તાઈ એ બહુ પ્રેમ થી નીલિમા ના માથા માં હાથ ફેરવ્યો, એને રૂમ ની બહાર લઈ જવા નીકળી, રૂમ ની બહાર બહુ જ રોનક હતી, સોફા પર પહેલેથી જ ચાર-પાંચ છોકરીઓ બેઠી હતી, સામે થોડાક પુરુષો પણ બેઠા હતા જે બહુ સારા ઘરના દેખાતા હતા, હોલ ના ખૂણા માં પહેલવાન જેવા કદરૂપા અને ડરાવી નાખે એવા પુરુષ ઊભા હતા.
આ બધું વાતાવરણ નીલિમા એ જોયું, અને પછી એના મગજ માં લાઈટ થઈ, એને ચાલતા ચાલતા બારી બહાર નજર નાખી, એ એક ચાલી માં હતી, નીલિમા ને શાંતા તાઈ એ સોફા પર બેસાડી અને પોતે એક સિંહાસન જેવી ખુરશી પર બેસી, અને પેલા બેઠેલાં પુરુષો સાથે ચર્ચા કરવા લાગી, નીલિમા ને હવે એ લોકો ની વાત તથા ત્યાનું વાતાવરણ જોઈ સમજ પડી ગઈ હતી કે એ એક દેહ વ્યાપાર કરાવનાર સ્ત્રી ના ચુંગલ માં ફસાઈ ગઈ છે, અંદર થી એને બહુ ઈચ્છા થઈ કે રડી દઉં પણ ત્યારે એનું મગજ થોડુંક ચાલ્યું અને આમ રડવા થી વધુ વાત બગડી જશે એમ સમજી ને એને નાટક કરવા નું વિચાર્યું અને ચક્કર ખાઈ ને નીચે પડી ગઈ, ત્યાં બેઠા બધા જ ડરી ગયા, શાંતા તાઈ ને આ થયું એ જોઈ બહુ ગુસ્સો આવ્યો કેમ કે એમના ગ્રાહક બધા ડરીને પાછા જવા નીકળી ગયા, અને શાંતા તાઈ નો ચહેરો ગુસ્સા માં લાલ થઈ ગયો, અને માણસો ને સૂચના આપી અને નીલિમા એક રૂમ માં બંધ કરી નાખી. શાંતા તાઈ ને એમ હતું કે કદાચ પહેલી વાર આમ બધા સામે લઈ ને હું આવી એટલે ડર થી બેહોશ થઈ ગઈ હશે, થોડીક વાર રૂમ માં એકલી પડી રહેશે તો કદાચ હોશ આવી જશે પછી એની વાત, આવી બધી ગડમાંથળો શાંતા તાઈ મન માં કરી રહી હતી.
આ તરફ ઇન્સપેક્ટર પાઠક ને ફોન આવવાનાં શરૂ થઈ ગયા હતા, મુંબઈ ના દરેક સિગ્નલ પરથી ફોન આવી ગયા હતા, લોય ના ફ્લેટ ના નજીક ના એક જ સિગ્નલ પર ગાડી દેખાતી હતી, પછી તો એ ગાડી અલોપ થઈ ગઈ હતી, હવે પાઠક સાહેબ મુંઝવણ માં મુકાઈ ગયા, આ કેસ હવે ઠપ થઈ ગયો એવું લાગ્યું એમને, એટલા માં પાછો ફોન રણક્યો અને ઉપાડતાં જ સામે થી એક સ્ત્રી બોલી “ સર હું થાને ચૅકપોસ્ટ થી બોલું છું, તમે જે ગાડી નંબર ની પૂછપરછ કરી હતી એ ગાડી કાલે રાત્રે અહીંયા થી જ નાગપુર બાજુ નીકળી છે” એટલું સાંભળી ને પાઠક સાહેબ બહુ ખુશ થઈ ગયા, એને નાગપુર તથા નાગપુર જતા રસ્તા પરના દરેક ગામ તથા શહેર ના પોલીસ સ્ટેશન માં ફોટો તથા બધી જ નોંધ મોકલી ને બધા ને એલર્ટ કરી નાખ્યાં, અને દરેક જગ્યા ના સી.સી. ટીવી ફૂટેજ મંગાવ્યા.
રૂમ માં પૂરતા જ નીલિમા એ આંખો ખોલી નાખી, કારણ કે એ તો નાટક કરતી હતી, બેહોશ તો હતી જ નહિ, આંખો ખોલી ને એ ચોધાર આંસુ એ રડવા લાગી, એને હવે એની ભૂલ પર બહુજ પછતાવો થઈ રહ્યો હતો, એને એક એવા વ્યક્તિ ને પ્રેમ કર્યો જે ક્યારે એનો થયો જ નહોતો, એ એક એવો વ્યક્તિ હતો જે સ્ત્રી ને બસ પૈસા કમાવાનું સાધન સમજી ને સ્ત્રીઓ સાથે ખોટું કરી રહ્યો હતો, માસૂમ કૉલેજ ની વિદ્યાર્થિનીઓ ને ફસાવી ને આમ રેડ લાઈટ એરીયામાં વહેંચી નાંખતો, આ બધું વિચારી ને નીલિમા બહુ જ રડી પડી. થોડાક કલાક ની શાંતિ બાદ રૂમ નો દરવાજો પાછો ખખડ્યો, નીલિમા ઝડપ થી આંખો બંધ કરી સૂઈ ગઈ, પણ આ વખતે શાંતા તાઈ એ એને જોઈ લીધી, એને એ બધું જ સમજી ગઈ, શાંતા તાઈ નો ગુસ્સા નો હવે પાર ના રહ્યો, એને સાજીદ ને બોલાવ્યો અને સૂચના આપી “ઇસ લડકી કો મેરી થર્ડ ડિગ્રી વાલી જગહ પે ઊઠા કે લેકે જા” એટલું સાંભળી ને નીલિમા ના હાંજા ગરગડી ગયા, એને સાજીદ પકડે એ પહેલા જ સાજીદ ને લાથ મારી અને ઊભી થઈ એક ખૂણા માં પેસી ગઈ, જોર થી ચીસ પાડવા લાગ એને રડવા લાગી, પણ શાંતા તાઈ એ એની પાસે આવીને બે લાફા જીંક્યા તથા ના મારવાની જગ્યા માર મારવા લાગી, રૂમ માં જ નીલિમા ને ઢોર માર મારીને બેહોશ કરી નાખી, પછી સાજીદ નીલિમા ને ખભા પર ઊંચકી ને એક અલગ જ રૂમ માં લઇ ગયો, જે રૂમ બહુ જ ગંદો હતો, ત્યાં બે ખો - ખો ના મેદાન ની જેમ થાંભલા ઊભા હતા, દીવાલો બહુ ગંદી હતી, ત્યાં ઊભા રહેવાની પણ ઈચ્છા ના થાય એવું બધું પડ્યું હતું, એવી ગંદી જગ્યા માં એક થાંભલા સાથે નીલિમા નિર્વસ્ત્ર કરીને બાંધવા માં આવી, થોડીક વાર માં શાંતા તાઈ ત્યાં આવી અને નીલિમા ને ત્યાં પડેલા એક બેસ બૉલ ના બેટ વડે નીલિમા ના પગ પર મારવા લાગી, અને જોર થી ઉચ્ચાર કરવા લાગી “તારે અહીંયા ધંધો કરવો જ પડશે, તારા જેવી બહુ છોકરીઓ અહીંયા સીધી થઈ ગઈ, તું કયા થી નહિ થાય, લાખ રૂપિયા માં ખરીદી છે તને રજત પાસે થી” આ વાક્ય સાંભળી ને નીલિમા બહુ જ રડવા લાગી, એ સમજી ગઈ કે એ જેને આંધળો પ્રેમ કરતી હતી એ એના પ્રેમ ને લાયક જ ના હતો, એ સમજી ગઈ હતી કે એની જીંદગી હવે બરબાદ થઈ ચૂકી છે, કોઈ રસ્તો રહ્યો નથી.
પાઠક સાહેબ એ નીલિમા ના શોધખોળ નો વેગ બહુ ઝડપી કર્યો, નાગપુર અને ત્યાં રસ્તા માં આવતા દરેક શહેર ના સી.સી. ટીવી ફૂટેજ આવી ગયા હતા, અને લોય ની ગાડી શોધાઈ રહી હતી, કૅમેરા ચેક કરવા વાળા વિશેષજ્ઞો એ લોય ની ગાડી નાગપુર માં પ્રવેશતા જોઈ અને પાઠક સાહેબ ને જાણકારી આપી, પાઠક સાહેબ એ આખા તંત્ર ને એલર્ટ કર્યું એને પોતે પોતાની સત્તા નો ઉપયોગ કરી હેલિકોપ્ટર મંગાવી ને પોતાની ટીમ સાથે નાગપુર રવાના થયા.
શાંતા તાઈ નીલિમા ને મૂઢ માર મારી અને બેહોશ કરીને રૂમ માંથી બહાર આવ્યા, અને સાજીદ ને સૂચના આપી “ આજ રાત્રે સુધી રાહ જોવો આ છોકરી જો પોતાના મન થી તૈયાર થાય તો ઠીક છે નહિ તો તારે એને વાલિદ ને શું કરી એને તૈયાર કરવી એ તો તમે જાણો જ છો” આવી રીતે સાજીદ ને ઈશારો કરી શાંતા તાઈ પોતાના રૂમ માં ચાલી ગઈ, સાજીદ એક લોફર હતો એ એરિયા નો અને આખો દિવસ ગુંડા તત્વો ને સાથે લઈ લુખ્ખા ગિરિ કરતો, એ બસ એક શાંતા તાઈ થી જ ડરતો.
પાઠક સાહેબ અને એમની ટીમ નાગપુર માં ઊતરી, એમને લેવા માટે પહેલેથી જ ત્યાંના પોલીસ અધિકારી આવી ગયા હતા, અને એ લોકો પોલીસ ની ગાડી માં સવાર થઈ નાગપુર ના વડા મથક એ પહોંચ્યા, ત્યાં પહોંચી ને આખી ટીમ ને કામે લગાવી નાખી, નાગપુર ના દરેક સી.સી ટીવી કૅમેરા ના રેકોર્ડ ચેક કરવા દરેક સ્ટાફ ને લગાવી નાખ્યાં, નીલિમા નું અપહરણ થયું એના બીજા દિવસ ની સવાર ના દરેક સિગ્નલ ના કૅમેરા ચેક થવા લાગ્યા, બે – ત્રણ કલાક ચેક કર્યા બાદ એક અધિકારી એ બૂમ પાડી “સર અહીંયા આવો અહીંયા કંઇક ગડબડ છે, લોય ની ગાડી ઇતવારી રેલ્વે પુલ જોડે જે દહીં બજાર સિગ્નલ ના કૅમેરા માં દેખાય છે, પણ સામે છેડે આવેલા બીજા સિગ્નલ પર નીકળી નથી, પણ થોડાક સમય પછી એ ગાડી પાછી દહીં બજાર સિગ્નલ થી શાંતિ નગર બાજુ નીકળી છે,” પાઠક એ ત્યાં ના અધિકારીઓ તરફ જોયું, એમના ચહેરા ઊતરી ગયા હતા, પાઠક એ કડક નજરો એ સવાલ કર્યો “કઈ છુપાવી રહ્યા હોય તો મોઢા ખોલી નાખો પછી મારા થી ખરાબ કોઈ નહિ”. પાઠક સાહેબ ની કડક આંખો એ એક અધિકારી નું મોઢું ખોલી નાખ્યું “ સાહેબ ત્યાં એટલી જગ્યા માં એક ગંગા – જમના કરીને રેડ લાઈટ એરિયા છે, ત્યાં એક ચાલી છે જ્યાં શાંતા તાઈ કરીને ક્રૂર સ્ત્રી છે જે માસૂમ છોકરીઓ ના અપહરણ કરીને એને દેહ વ્યાપાર ના ધંધા માં ધકેલે છે”, પાઠક સાહેબ એ આ વાત સાંભળી ને પોતાના પોતાના મોઢા પર હાથ પટક્યો, પછી પોલીસ અધિકારીઓ સામે આંખો કાઢી ને બોલ્યા “તમને બધાને ખબર છે છતાં પણ આવી ગંદકી તમારા શહેર માં રાખી છે, તમને બધાંને ખબર છે આવા ધંધા થઈ રહ્યા છે, માસૂમ છોકરીઓ ની જીંદગી બરબાદ થઈ રહી છે છતાં પણ તમે આંખો બંધ કરી બેઠાં છો ? શર્મ આવતી નથી તમને પોતાના કામો પર ?” બધા જ અધિકારી મોઢા વિલા કરી ઊભા હતા, એમાં થી એક હવાલદાર થી ના સહેવાયું એટલે એ બોલી પડ્યો “સર થોડાક લોકો મજબૂર છે તો થોડાક એ સ્ત્રી ના ગુલામ છે, એના એરિયા માં કોઈ ખાખી વર્દી વાળો દેખાય તો એને પાળેલા ગુંડા તત્વો પત્થર મારો કરે છે અને આપણા અધિકારીઓ ની વાત કરીએ તો ઘણા એવા હપ્તા ખાય છે એ શાંતા તાઈ ના તો ઘણા મોજ મઝા કરવા જાય છે મફત માં અને ત્યાં તમે હમણાં જો રેડ પાડવા જશો તો એમાં થી જ કોઈક ફોન કરી ત્યાં સમાચાર આપી નાખશે પછી ત્યાં કોઈ ચકલું પણ નહિ જોવા મળે”.
આ તરફ નીલિમા હોશ માં આવી, એ એક રસ્સી સાથે નગ્ન અવસ્થા માં થાંભલા થી બાંધેલી હતી, એના માથા માના વાળ મોઢા પર વીખરાયેલા હતા, શરીર ના કંઇક ભાગો માંથી લોહી વહી રહ્યું હતું તો કોઈ જગ્યા એ માર ના કારણે ચામડી ફૂલી ગઈ હતી, નીલિમા ને જોઈ ને કોઈ પણ કઠોર માણસ ને દયા આવે એવી હાલત થઈ ગઈ હતી, નીલિમા હોશ માં આવતા જ થોડુંક દુઃખાવા ના કારણે ચીસ નીકળી ગઈ અને સાજીદ જલ્દી થી રૂમ માં પ્રવેશ્યો, સાજીદ પ્રવેશ કરતા જ નીલિમા એ આંખ બંધ કરી નાખી પણ સાજીદ એ આમ કરતાં જોઈ લીધી અને ગુસ્સા મા આવીને એને નીલિમા ના માથા ના વાળ ખેંચ્યા અને મોઢું પાસે લાવી ને બોલ્યો “આંખો બંધ કરવા ના નાટક નહિ કર, તાઈ કહે છે એ સીધી રીતે માની જા નહિ તો હવે મારી રીત મારે વાપરવી પડશે અને જો મે મારી
રીત વાપરી તો બહુ તકલીફ થઈ જશે” નીલિમા આ સાંભળી બહુ જ રડવા લાગી, પણ સાજીદ એક દયાહીન અને નિર્દય માણસ હતો, એને નીલિમા ના હાથ અને પગ પર સિગારેટ ના ડામ દીધા, નીલિમા ના આંસુ અને એનું દુઃખ સાંભળવા વાળું કોઈ ત્યાં હતું નહિ, એના રુદન આખા રૂમ માં ગુંજી રહ્યું હતું, એક માસૂમ છોકરી જે ડોક્ટર થવાની હતી, જે કોઈના પ્રેમ ની ઝંખના માં આંધળી થઈ ગઈ હતી એવી આ સ્ત્રી નું રુદન કોઈ સાંભળવા વાળું હતું નહિ, નીલિમા પાછી બેહોશી ની હાલત માં આવી ગઈ, સાજીદ ત્યાં થી બહાર નીકળી રૂમ ની બહાર બેસી ગયો અને રાહ જોવા લાગ્યો કે નીલિમા પાછી હોશ માં આવે.
પાઠક સાહેબ એ પોલીસ સ્ટેશન માં જે પંદર અધિકારી અને હવાલદાર હજાર હતા એમના ફોન લઇ લીધા અને એમને એક સ્ટોર રૂમ માં બંધ કરી દીધા, સત્ય બોલેલા પેલા હવાલદાર ને સાથે રાખીને એમને સી.આર.પી.એફ. ની એક ટુકડી મંગાવી, જે જલ્દી જ હજાર થઈ ગઈ, પાઠક સાહેબ અને એમની ટુકડી એ રેડ
લાઈટ એરીયામાં રેડ પાડવા માટે નીકળી ગઈ, સાથે પૂરતા શસ્ત્રો અને પૂરતી વ્યવસ્થા કરી નાખી.
સાંજ ના ચાર વાગ્યે નો સમય હતો, બધા શાંતિ થી કદાચ ઊંધી રહ્યા હતા, એવામાં પાઠક સાહેબ એ શાંતા તાઈ ની ચાલી પર રેડ પાડી, આખી ચાલી ને ચારે બાજુ થી ઘેરી નાંખી, કોઈ જગ્યા ના બાકી હતી જ્યાં સી.આર.પી.એફ નો જવાન ના ઊભો હોય, આજુ બાજુ ના ધાબા પર હથિયાર સાથે જવાન ગોઠવાઈ ગયા હતા, હવે બસ પાઠક સાહેબ ના ઇશારા ની રાહ જોવાતી હતી.
પાઠક સાહેબ એ એક છોકરા ને પૂછ્યું, “શાંતા તાઈ કોનસે રૂમ મે મીલેગી” એ નાનકડા છોકરા સે આંગળી કરી ને શાંતા તાઈ નો રૂમ બતાવ્યો, પાઠક સાહેબ અને બે સાથી મિત્રો એ રૂમ પાસે જઈ ને દરવાજો ખખડાવ્યો, દરવાજા ને ખુલતા બહુ વાર લાગી, અંદર થી એક બદસૂરત સ્ત્રી નીકળી , “ શું છે ભાઈ ? કોનું કામ છે ? અહીંયા કેવી રીતે ઘુસ્યા ? જે કંઈ કામ હોય તો આગળ રૂમ માં માણસ છે એને મળો”. પાઠક સાહેબ એ માસૂમ થઈ સવાલ પૂછ્યો “શાંતા તાઈ ને મળવું છે થોડુંક કામ છે”. શાંતા તાઈ ને એમ થયું કે કોઈ ખરીદ-વેચાણ કરવા વાળા હશે, “ હા હું જ છું શાંતા તાઈ બોલો શું કામ છે ?” આ વાક્ય પૂરું કરે એ પહેલા જ પાઠક સાહેબ એનું ગળું પકડી ને રૂમ માં ઘસી જાય છે, શાંતા તાઈ ને પહેલા તો ત્રણ ચાર લાફા ઝીંકી નાખે છે, પછી “નીલિમા ક્યાં છે ?” આ સવાલ પૂછ્યો, શાંતા તાઈ ને અજુ સુધી એ ખબર નહોતી કે જેને એ ટોર્ચર કરે છે એનું નામ નીલિમા છે, “કોણ નીલિમા ? અહીંયા કોઈ નીલિમા નથી, તમે લોકો કોણ છો ?” શાંતા તાઈ દબાતા અવાજે એટલું બોલી. “સ્પેશિયલ ફોર્સ ઓફ પોલીસ” પાઠક સાહેબ ના આ શબ્દ સાંભળતા જ શાંતા તાઈ ના હાંજા ગરગડી ગયા, પણ એને હિંમત નહિ હારી “ તમને લોકો ને ખબર નથી તમે અહીંયા થી જીવતા નહિ જાવ આ એક ખરાબ જગ્યા છે, જ્યાંથી ખાખી વર્દીના માણસો જીવતા નથી જતા” પાઠક સાહેબ આ વાત સાંભળી બહુ હસ્યા અને
એક બીજો લાફો ઝીંક્યો, શાંતા તાઈ એ ક્યારે કોઈના લાફા તો નહિ જ ખાધેલ તેથી એના આંખો માંથી પાણી નીકળી ગયા, પાઠક સાહેબ એ પાછો એજ સવાલ કર્યો “નીલિમા ક્યાં છે જેને રજત કુમાર ઉર્ફ લોય અહીંયા છોડીને ગયો છે ?” આ વખતે શાંતા તાઈ સમજી ગઈ અને એણે જોર થી ચીસ પાડી જેના કારણે બધા રૂમ વાળા એલર્ટ થઈ ગયા, પાઠક સાહેબ એ પણ ફોર્સ ને ઈશારો કર્યો અને ફોર્સ એ પણ આક્રમણ કરી નાખ્યું, સાથે સ્ત્રી પોલીસ પણ હતી જે સ્ત્રી દેહ વ્યાપાર ના આ કૃત્ય માં મરજી થી કે દબાણ પૂર્વક જોડાયેલી હતી એ બધી સ્ત્રીઓ ને પોલીસ વેન માં બેસાડી, બીજી તરફ સાજીદ અને વાલીદ એમના ગુંડા તત્વો ને લઈને પત્થર મારો સારું કર્યો, પણ જવાનો ના હાથ માં સુરક્ષા પ્લેટ હતી એટલે કોઈ તકલીફ ના પાડી, જવાનો એ અશ્રુ ગેસ નો ઉપયોગ કરી એ લોકોને પકડ્યા અને એ લોકોને બહુ જ માર મારી ને પોલીસ વેન માં પૂર્યા, આ લોકો એટલા વર્ષો થી જે કરી રહ્યા હતા એના પર પાણી ફરી ગયું.
પાઠક સાહેબ એ શાંતા તાઈ ને એક રૂમ માં બેસાડી “ હવે તારી જોડે કોઈ રસ્તો નથી, બોલ નીલિમા
ક્યાં છે ? કે પછી તારું અહિયાં જ એનકાઉન્ટર કરી નાખું” આ વખતે પાઠક સાહેબ એ એમની સર્વિસ રિવૉલ્વર શાંતા તાઈ ના કપાળે ભરાવી. આ વખતે શાંતા તાઈ નો બધો ઘમંડ તૂટી ગયો, એ ધ્રુજવા લાગી અને માંડ એના મોઢા થી શબ્દો નીકળ્યા “ છેલ્લે ખૂણા માં ખખડેલા દરવાજા વાળી રૂમ” એટલું સાંભળતા જ પાઠક સાહેબ એ બાજુ દોટ મુકી અને એ રૂમ ના દરવાજે લૉક લાગેલું હતું. પાઠક સાહેબ એટલા ગુસ્સા મા હતા કે જેનો કોઈ પાર નહોતો, એમને લાતો મારી ને એ દરવાજો તોડી નાખ્યો, અને બે સ્ત્રી પોલીસ સાથે અંદર ઘુસ્યા. અંદર ગયા તો ખરા પણ ત્યાં નું દ્રશ્ય જોઈ એમનું દિલ દ્રવી ઊઠયું, ત્યાં નીલિમા એક થાંભલા સાથે નગ્ન હાલત માં બાંધેલી હતી, લોહી માં ખરડાયેલી અને જગ્યા જગ્યા પર સિગારેટ ના ડામ દીધેલા હતા, આવું જોઈ ને પાઠક સાહેબ ના રુંવાટા ઊભા થઈ ગયા. એમને જરૂરી ફોટો પાડીને સાથે આવેલી
સ્ત્રી પોલીસ અધિકારી ને નીલિમા ને છોડાવી અને સાચવી ને બહાર લઈ આવા આદેશ આપ્યો, એ નીલિમા ને થાંભલા થી છોડવા હાથ લંબાવે ત્યારે નીલિમા આંખો ખોલે છે, એને લાગે છે કે એ સ્ત્રીઓ શાંતા તાઈ એ મોકલી છે એટલે એ રડવા લાગે છે અને પાગલ ની જેમ બોલવા લાગે છે “મને છોડી દો પ્લીઝ, મને આવા ગંદા કામો કરાવવા નો પ્રયત્ન ના કરો, છોડી દો હું કોઈ કંઈ નહિ કહું આ વિષે” આવું કરુણ રુદન નીલિમા એ સરું કર્યું, ત્યાં ઊભી રહેલી પોલીસ અધિકારી ના પણ મન પીગળી ગયા આ દ્રશ્ય જોઈ ને, એ લોકો નીલિમા ને સમજવા પ્રયત્ન કરે છે અને સત્ય કહે છે જે અને નીલિમા ને વસ્ત્ર પહેરવાની ને બહાર લઈ આવે છે.
બહાર આવતા નીલિમા જોયું કે આખી ચાલ માં પોલીસ અને સુરક્ષા દળ ના જવાન ઊભા હતા, બહુ બધી વસ્તી પણ હતી, ત્યારે એને આંખો માં ચમક આવી, એ સમજી ગઈ કે એને અહીંયા થી મુક્તિ મળી ગઈ છે. નીલિમા ને સ્ટ્રેચર પર સુવડાવી ને એમ્બ્યુલન્સથી એલેક્સિસ હોસ્પિટલ માં દાખલ કરી, જ્યાં પ્રોફેસર અને સાક્ષી પણ થોડીક વાર માં પહોંચી ગયા, નીલિમા ની હાલત એમ સારી હતી પણ ઊંડા માર ના કારણે ચાલવા અને બોલવા માં તકલીફ પડતી હતી, સાક્ષી ને જોઇને એને જાણે નવી તાજગી આવી ગઈ, એ પહેલા તો સાક્ષી ના ખોળા માં માથું રાખી ને મન મૂકીને રડી પણ સાક્ષી ના સમજાવ્યાં પછી એ શાંત થઈ.
નીલિમા થોડાક સમય માં સારી થઈ ગઈ, એને પાઠક સાહેબ ની અને પ્રોફેસર ની મદદ થી મુંબઈ ની એની પહેલા વાળી હોસ્ટેલે પછી રહેવા ચાલી ગઈ અને પોતાની પહેલા જેવી મહેનત થી એને એમ.બી.બી.એસ પૂરું કર્યું. ભણવા નું પૂરું કર્યું પણ એને હવે મુંબઈ માં રહેવા માં કોઈ રસ રહ્યો નહોતો એટલે એને એના ગામ કુંપા માં સંસ્થા ખોલી ને મફત માં ઈલાજ કરવા અને સેવા કરવા નું નક્કી કરીને એ એમ ગમે રહેવા ચાલી ગઈ.
શાંતા તાઈ અને એમના સાગરીતો થોડાક સમય માં જેલ માંથી છૂટી ગયા, એમને પોતાના એજ ધંધા પાછા સરું કરી નાખ્યાં, ત્યાં ની પોલીસ અને ત્યાં નું તંત્ર જ પૈસા નું ગુલામ હતું, આ લોકો માટે ત્યાં પાઠક સાહેબ જેવા અધિકારીઓ ની જરૂર હતી પણ રાજનીતિ અને શાંતા તાઈ એક બીજા સાથે મળેલા હતા એટલે ઈમાનદાર વ્યક્તિ ત્યાં રહેવા જ દેતાં નહિ.
આપણા ભારત દેશમાં આજ મોટી તકલીફ છે,
અહીંયા ના રાજનેતા, સરકારી તંત્ર, અને સુરક્ષા અધિકારી બધા જ ઈમાનદાર નથી હોતા, એટલે જ આવા ધંધા ખુલ્લે આમ ચાલી રહ્યા છે, આવી બહુ બધી નીલિમાઓ પોતાની આઝાદી ની રાહ જોઈ રહી છે, એક એસ.એસ.બી નામ ની સંસ્થા ના અભ્યાસ મુજબ દર વર્ષે નેપાળ બોર્ડર પર આવેલા નાના ગામડાની બાળકીઓ ને દિલ્હી, ગુજરાત, મુંબઈ તરફ વહેંચી નાંખવામાં આવે છે, અને આ બધું બસ વધુ માં વધુ પચાસ હજાર રૂપિયા થી લાખ રૂપિયા જેવી રકમ માટે કોઈ ની જીંદગી ખરાબ કરી નાખે છે, બંગાળ તરફ પણ આ બધું બહુ ચાલી રહ્યું છે, નાના બાળકો અને યુવતીઓ ના અપહરણ કરી આવા કુકર્મ કરવા મજબૂર કરે છે, દેશ ની સરકાર અને બીજી બહુ બધી પ્રાઇવેટ સંસ્થા પણ આ રોકવા માટે આગળ આવી છે પણ જેટલી મદદ મળવી જોઈએ એટલી મળતી નથી કારણ કે આપણી સરકાર અને સરકારી તંત્ર માં હાલના સમય માં ઈમાનદાર લોકો કરતાં બેઈમાન વધુ છે એ લોકોને પૈસા અને લાંચ રિશ્વત વધુ વહાલી છે અને એ ઘણી જગ્યા એ ખુલ્લે આમ આવા કામો કરે છે માટે જ મારા એક મિત્ર વિક્રમસિંહ એક સોશ્યલ વેબસાઇટ પર કહે છે કે
“ ये बंध करवाने आए थे तवायफों के कोठे,
मगर सिक्कों की खनक देख कर खुद ही नाच बैठे”
આ નાની નવલ કથા માં બસ છેલ્લે એજ કહેવા માંગુ છું કે ખુદ જાગૃત વ્યક્તિ થઈ અને ખોટું થઈ રહ્યું છે એને રોકો અને ખોટું રોકવા માં મદદ કરો, તમારો અવાજ મોટો કરશો ત્યારે જ બેઈમાન લોકો ખોટું કરવા ની હિંમત નહિ કરે, જેથી કોઈ કદાચ એક-બે નીલિમાઓ ની જીંદગી સુધરી જશે.
સમાપ્ત