અધુરા અરમાનો ૧૨ Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

અધુરા અરમાનો ૧૨

અધુરા અરમાનો-૧૨

પ્રવાસ પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કુદરતની લીલાનો ખરો અણસાર સૃષ્ટિના રમણીય દર્શનથી જ માણી શકાય છે.

થોડીવારે સૂરજે બોક્સમાંથી ચબરખી કાઢી.

એક ચબરખીમાં લખ્યું હતું:"વહાલા સૂરજ! જીવનમાં પહેલીવાર એક યુવક અને એ પણ અજાણ્યા તરફ પ્રેમાળ લાગણી ઉમટી છે. એ યુવક એટલે તું જ! તને દિલ આપી બેઠી છું. આઈ લવ યું!'

મનમાં કોઈ જ અટકળા-બટકળા ભાવ લાવ્યા વિના ભવા ભાલે ચડાવીને એણે ઉતાવળે બીજી ચબરખી ખોલી.

એમાં એણે વાંચ્યું:'સૂરજ, અજાણતાં જ મહારાષ્ટ્રની ભૂમિ પર એક ગુજરાતી યુવતીથી તારા પર મોહિત થવાયું છે. ઘડીક પહેલા તું જે સાવ અજાણ્યો હતો એ અબઘડીથી પોતાનો લાગ્યો છે. જે મારૂ પોતનું જ હતું, જે આજ સુધી જીવની માફક સાચવીને રાખ્યું હતું એ મારું હૈયું તને આપી બેઠી છું. મારી આંખોની નાજુક નમણી કીકીમાં તારું વદન છુપાવી બેઠી છું. તારો પ્યાર મારી જીંદગી છે. આઈ લવ યું જાન!'

સૂરજ ઊભડક બેઠકે ભોંય પર ઢળી પડ્યો. આ ઉપાધી ક્યાંથી ઊતરી આવી! એનું મન ચકરાવે ચડ્યું.

'ક્યાં આવીને ક્યાં ફસાયો? મહારાષ્ટ્રમાં આવીને મહોબ્બતની પળોજણમાં કેવો અટવાયો! એક જ સાથે બે યુવતી મને એકલાને જ પ્રેમ કરે એ શક્ય જ કેમનું બને? અને એ પણ શા માટે? હું શું આમ પ્રેમ કરવા નવરો છુ? કે પછી મને ફસાવવાનું કોઈ છૂપું ષડયંત્ર છે!' એ ગહેરી ગડમથલમાં ફસાયો. રાતભર ઊંઘી શક્યો નહી. પડખા ઘસીને પરોઢે પહોચ્યો. સેજલના સ્મરણથી સવાર પાડી.

મોડી રાત્રે એ સ્વગત બબડ્યો:"મિત્રો પણ સાલા કેવું અસત્ય કહેતા હતાં કે છોકરી પ્રકૃતિએ શરમાળ હોય છે એ ક્યારેય સામે ચાલીને એકરાર કરતી નથી. અહીં તો ઊલટું જ થઈ રહ્યું છે, એક સાથે બે યુવતીઓ પ્રેમનો દસ્તાવેજ લઈને આવી છે. શું સાચું ને શું ખોટું ? મિત્રો સાચા કે આ યુવતીઓ? સાંભળેલું સાચું કે અનુભવેલું?"

ઘડીવાર રહીને એણે ફોન કાઢ્યો. મેસેજ લખવા માંડ્યો,'વહાલા મિત્રો, પ્રપોઝની બાબતમાં તમે ખોટા નીકળ્યા હો! આજે મે જાણ્યું કે યુવતીઓ પણ વિના શરમ સંકોચે પ્રેમનું એકરારનામું સરાજાહેર કરી શકે છે. હાં, એના માટે યુવકની સંસ્કૃતિ અને પ્રકૃતિ એના હૈયા સોંસરવી ઊતરવી જોઈએ.

બેચેનીભરી વહેલી સવારે વિના સ્નાને જ એ ગર્લ્સ રૂમના દરવાજે પહોચ્યો. દરેક યુવતીઓ આગળના પ્રવાસ માટેની તૈયારીમાં રમમાણ હતી. એણે એ જોયું. એ ત્યાંથી ખસ્યો એ સાથે જ એના મનમાં એક વિચાર વસ્યો:'એકનું તો ઠીક છે, પરંતું બીજી ક્યાં કારણે મોહિત થઈ હશે?'

પ્રવાસ હેમખેમ પૂરો થયો. સંસ્કૃતિ, પ્રકૃતિ અને અજાયબભરી અવનવી કૃતિઓનો અણમોલ વૈભવવારસાનો અવર્ણનીય આનંદ માણી દરેકના હૈયા ઉમંગભેર નાચી રહ્યાં હતાં.

પ્રવાસનો થાક ઊતારવા સૌને બે દિવસની રજા આપવામાં આવી.

સૂરજે સેજલનો હાથ પકડ્યો. એ વિચારે ચડી. કારણ કે આવી રીતે એણે પ્રથમવાર હાથ પકડ્યો હતો. એ અચરજભરી નજરે સૂરજને તાકી રહી.

"દિલની દોલત આગળ દુનિયાની બીજી કોઈ દોલતની વિશાત નથી, છતાંય દુનિયાદારીના રિવાજ મુજબ અને મારી મીઠી મહોબ્બતને ખાતીર મારી આ નાનકડી ભેટનો મારી મોહતરમાં સ્વિકાર કર." કહીને મીઠી નજરે સૂરજે એક નાનકડી ભેટ સેજલના હાથમાં ધરી. એ ભેટ હતી:એસેલવર્ડમાં બનેલ કાચનો હાર. જેમાં કાચના અક્ષરોથી સેજલનું નામ લખેલ હતું.

એ ભેટના પ્રતિસાદરૂપે સેજલ સૂરજને બચીઓ આપી બેઠી. ખુશિયોના ઉમંગથી એ ઝુમી ઊઠી.

'મારો સાહ્યબો મને મહારાષ્ટ્રમાં પણ વીસરી શક્યો નથી!' એ મનમાં બબડી.

પછી તો સેજલ સરવા કાને સાંભળતી રહી અને સૂરજ મીઠાસથી એના પ્રવાસનું રસાળ વર્ણન કરતો રહ્યો. પ્રવાસની રજેરજની વિગતો, જાણવા જેવી અને ન જાણવા જેવી સઘળી બાબતો એણે સેજલના દિલદિમાગમાં ભરી દીધી. કિન્તું ન કહી તો પેલી બે યુવતીઓએ એની સાથે ઘટાવેલી ઘટના.

વતનના મીઠા મહાવૈભવમાં આળોટીને તથા વહાલી માશૂકાની આગોશમાં મધુર મુલાકાતથી જે થોડોક હતો એનો એ પ્રવાસનો થાક ઊતર્યો. ને વળતા દિવસે એ પાટણ પહોચવા રવાના થયો.

પેલી બંને યુવતીઓ વતનમાં વિહરતી હતી પરંતું એમનું મન સૂરજના વતનની વાટે, સૂરજના અસ્તિત્વની ફરતે રખડતું હતું. સૂરજ વિનાનો વતનનો વૈભવ એમને ઝાંખો લાગતો હતો.

કોલેજમાં પગ મૂકતાં જ સૂરજ પેલી યુવતીઓને મળ્યો. મનમાં ઘોળાતી વાતોનો તાગ જાણવા અને એ બલાઓથી છુટકારો પામવા એણે સામટો સવાલ કર્યો:"શિવન્યા તથા કિરીશ્મા ! પેલા બોક્સમાં શું હતું? શા માટે હતું?"

"જે તે જોયું અનુંભવ્યું એ. ઊભરતી જવાનીની જહોજલાલીનો મહોત્સવ! અમારો ઊભરતો પ્રેમ! ફ્ક્ત તુજ કાજે જ!"

"તો તમે સાથે મળીને મને સ્નેહ કરવા નીકળી છો, કેમ?"

"ના, હરગિજ નહી. એની તો આજે જ ખબર પડી કે અમે બંને એક જ મારગની મુસાફિર થઈ છીએ."

"ક્યો માર્ગ?" સૂરજે જરા સખ્તાઈ કરી.

"જે મારગેથી તારા દિલમાં ઊતરી શકાય એ, પ્રણયનો માર્ગ!"

"કંઈ હેસિયતથી?"

ઉત્તરમાં એ બંને એકમેકને તાકથી મૌન રહી. ન હોઠ ફરકાવ્યા ન આંખો ઊઠાવી. ન કોઈ પ્રતિક્રિયા આપી.

"હું પૂછું છું કંઈ હેસિયતથી મને પારકાને પ્રેમ કરવા નીકળી છો?"

"મારો જીવ બચાવ્યો એ હેસિયતી!" શિવન્યા લાગણીના પ્રચંડ ઊભરા ઠાલવતી બોલી.હસી પડી.

"હમમમમ....! અને તું?" કરડાકીથી દાંત ભીંસતા કિરીશ્મા તરફ જોઈને સવાલ ફેંક્યો.

"હું! હું....! અન્યો કાજે પોતાના પ્રાણની પણ પરવા ન કરનાર સાહસવીરની હેસિયતથી!" પીગાળીને પાણી કરી દેનારી માદક અદાઓથી એ બોલી.

સૂરજ ગુસ્સે ભરાયો.

"હું અહીં જીંદગી સંવારવા આવ્યો છું. જીવતરનું ઘડતર કરવા આવ્યો છુું. પુસ્તકને-ભણતરને પ્રેમ કરવા આવ્યો છું, નહી કે કોઈ યુવતીનો આશિક બનવા સમજી? તે હાલી નીકળી છો પ્રેમ કરવા! કોઈ યુવાનને પ્રેમ કરવા કરતા ભણતરની ભક્તિ કરો, પુસ્તકને પ્રેમ કરો જેથી ભવ સુધરે. નહી તો આમ જ પ્રેમજાળમાં પ્રેતાત્માં બનીને ભટકશો!" વળી એણે ઉગ્રતાવશ આગળ ઉમેર્યું:"જીવ બચાવનાર શું પતિ કે પ્રેમી જ હોઈ શકે? એ ભાઈ કે પિતા બનવાને લાયક નથી? કે પછી પતિ યા પ્રેમી જ આમ જીવ બચાવી શકે?"

સૂરજની ઉગ્રતા જોઈ એકેય ઉત્તર વાળી શકી નહી. એકમેકની વાટે થઈ.

ઊભરતી જવાનીની મોસમમાં બેશુમાર ખીલતી યુવતીઓનું દિલ દુખાવ્યા બદલ સૂરજને પારાવાર પસ્તાવો થયો. એક વખત પોતાને ચિઠ્ઠી લખ્યા બદલ એ ઊંઘી શક્યો નહોતો જ્યારે આજે એ બેયની મહોબ્બતનો અનાદર કરવા બદલ એની આંખો મળી શકી નહી. બીજા દિવસે કચવાતા મને સૂરજે એકસરખી બે ચિઠ્ઠી લખી. જેમાં શબ્દોના સાથિયા ઉમેર્યા:'સોરી, તમારો પ્રેમ પૂજવાલાયક છે. કિન્તું હું તમારે લાયક ન હોવાથી મે તમારો પ્રેમ ન સ્વિકારવાનો ગુનો કર્યો છે. ખરૂં કહું તો હું અન્ય યુવતીના પાગલ પ્રેમમાં ક્યારનોય પરોવાયેલ છું. તમને માન્યમાં ન આવે તો નીચેના નંબર પર કૉલ કરીને જાણી શકો છો." નીચે સેજલનો નંબર લખીને ચીઠ્ઠી એમની બૂકમાં મૂકીને રવાના થઈ ગયો.

બીજા દિવસે શિવન્યા સૂરજનો માર્ગ રોકીને ઊભી રહી. કહ્યું:"સૂરજ, મારી મહોબ્બતને ઠુકરાવીને તે ઠીક નથી કર્યું! એનો બદલો વખત આવ્યે તને જરૂર આપીશ. માત્ર મને યાદ રાખજે."

સૂરજ:"પણ શિવન્યા! તું કેમ ભૂલી જાય છે કે હું કોઈ અન્યના પ્રેમમાં છું!" શિવન્યા:"તે શું કોઈ એકને જ પ્રેમ કરી શકાય! પ્રેમ તો મળે એટલા સૌને કરવો જોઈએ. સૂરજ તું ગમે એ કર. પરંતું મને તારી મહોબ્બતની ખેરાત આપ."

સૂરજ:"કિન્તું મારાથી મારી સેજલને દગો કેમ દેવાય? એની સાથે બેવફાઈ કરીને ક્યાં ભવે હું સુખી થઈશ! હું આવું નહી કરી શકું શિવન્યા, નહી જ. મને સમજ."

શિવન્યા:"હા, હું પણ એ જ કહું છું કે તું મને અને મારી પ્રેમાળ લાગણીને સમજ. તું તારી સેજલને પણ એટલો જ પ્રેમ કરી શકે જેટલો મને કરે. મને એનાથી કશો વાંધો નથી. પણ મને તારો પ્રેમ આપ."

સૂરજ:"મારાથી એ હરગિજનહી બને."

શિવન્યા:"તો પછી પ્રાણ ત્યજવા તૈયાર રહેજે! કે પછી દર્દ સહેવાની હિંમત રાખજે."

સૂરજ:"જેણે જીવ બચાવી આપ્યો એના જ પ્રાણ હરવાના? આવું ઝેર ઓકતા તને શરમ નથી આવતી?"

શિવન્યા:"આ ઝેર પ્રાણીઓમાંથી હવે મનુષ્યોમાં ઊતરી આવ્યું છે. અને મને મારા પ્રાણ બચાવનારના પ્રાણપંખેરૂ ઊડાડતા કોઈ શેહશરમ નહી આવે."

સૂરજ:"તો તું તારાથી બનતું કરી શકે છે. હું સહન કરી લઈશ. મોતના મુખમાંથી હેમખેમ ઉગરતા મને ક્યાં નથી આવતું!"

શિવન્યા:"તો વખત આવ્યે જોઈ લેજે. આ ઝેર હું દાઢમાં જ રાખું છું. વખતે જરૂર ડંખીશ!"

ને એક રોમાંચક પ્રકરણનો પડદો પડી ગયો.

કોલેજ પૂરી થયાના આખરી દિવસે કિરીશ્મા સૂરજ જોડે આવી. કહ્યું:"સૂરજ, તું ખરેખરનો સાચો અનેે નેકદિલ આશિક છે. તારો પ્રેમ અમર રહે એવી દુઆઓ. તારી સેજલને સંભાળજે." આટલું કહીને એ રફ્તારે વહી ગઈ. સૂરજના આભારના બે બોલ સાંભળવા પણ ઊભી ન રહી.

"વાહ રે દુનિયા વાહ! જેનો જીવ બચાવ્યો એ જીવ લેવાની, જીંદગી ઉજાડવાની ધમકી આપી ગઈ અને જેને કશું જ આપી શકાયું નથી એ અમરપ્રેમની દુવાઓ આપી ગઈ! જોઈએ હવે કોની વાણી સાચી પડે છે!" સૂરજ સ્વગત બબડી ગયો. ને બિસ્તરા પોટલા ઉપાડીને ઘેર જવા નીકળી પડ્યો.

હવે આગળના પ્રકરણમાં જોઈએ કે શિવન્યા સૂરજને કેવા ડંખ મારે છે!

ક્રમશ: