ગાડી લઇ કુલદીપ અને કુમારને આવેલા જોઈ ઈસ્પેકટર મીત માતરી હળવાં ડગ માંડતા સહેજ આગળ આવ્યા. એમણે કુમાર અને કુલદીપ સાથે શેકહેન્ડ કર્યા. 'થેન્ક્સ મીત, કહેતાં કુમારે પોતાના મિત્ર કુલદિપનો પરિચય કરાવ્યો. કુલદીપને પણ મીતનો પરિચય આપ્યો.
'તું લાશની તસવીરો લઈ લે. તારા ન્યૂઝપેપર માટે ઈમ્પોર્ટન્ટ મેટર છે. લાશને પોસ્ટમોર્ટમ માટે લેવા એમ્બ્યુલન્સ આવી ગઇ છે.
કુમારે ખભે ટેરવેલો કેમેરો હાથમાં લઈ જુદા જુદા એન્ગલથી ઘણી તસવીરો લીધી. જેમાં ઘણી ખરી બહાદુરના ચહેરાને કેન્દ્રમાં રાખીને લેવાઇ હતી.
વિકૃત ચહેરો જોયા પછી કુમારની કેટલીક ગણતરીઓ સાચી પડી હતી. એણે સહેતુક કુલદીપ તરફ જોયું કુલદીપ ગંભીર મુખમુદ્રા સાથે બહાદુરની લાશને તાકી રહ્યો હતો. કુમારે બહાદુરના બિહામણા સ્વરૂપ પર નજર ઠેરવી.
'આ એ જ ચહેરો હતો ,જે શ્રીએ ગાડીના મિરર અને કિચનની ખિડકીમાં જોયો હતો.. એ લોકોની હાજરીમાં આ ઘટના બનેલી. અને પછી તેઓ રાત્રે બહાર ગયેલા. પાછા ફર્યા ત્યારે ઘરે માત્ર કુલદીપ હતો. એને જાણી જોઈને પોતાને વચનબધ્ધ કર્યો હતો. કદાચ આ ભયાનક હત્યા વિશે પહેલેથી જ કુલદીપ જાણતો હોવો જોઈએ..!'
'કુમાર.., ઈસપેકટર મીતે કુમારના ખભે હાથ મૂકતા કુમાર ચમક્યો.
ધીમુ-ધીમુ મરકતા ઇન્સ્પેક્ટર મીત બોલ્યા. 'આ રહસ્યમયી લાગતા કેસની વિગતો ન્યુઝ માટે તારે જોઈશે. ડિટેક્ટિવની જેમ તુ પટેલ દંપતીને પરેશાન કરતો નહિ..! હું તને સંપૂર્ણ માહિતી પૂરી પાડતો રહીશ..!'
'કેસ બહુ અટપટો છે. બહાદુરની લાશના પોસ્ટમોર્ટમ પછી રહસ્ય પરથી પડદો ઉઠશે..!
કુલદિપનું ધ્યાન પેલી લાશ ઉપર જ હતું. એની આંખોમાં કરુણાના ભાવ હતા.
' કુમાર.., ઈસપેકટર મીતમાતરીએ માથુ ખંજવાળતા કહ્યું. એક વાત મને ખટકે છે. 'જો લાશના દેખાવ પ્રમાણે આપણે ધારી લઈએ કે ખૂન કોઈ પ્રેતાત્મા એ કર્યું છે , તો ભેમજીના બયાન પ્રમાણે હત્યારા ગાડી લઈને આવ્યા હતા. મતલબ કે પ્રેતાત્મા ગાડી લઈને ખૂન પીવા આવેલો...!"
'નો નો નો..! વાત ગળે ઉતરતી નથી.!
પરંતુ કુમારના ગળે વાત ઊતરી ગઈ હતી. એની ધારણા સાચી પડી હતી. કુમારની આંખોનો આક્રોશ જોઇ કુલદીપ ચિંતિત બની ગયેલો.
' કુમાર પોતાને અપરાધી ધારી લેશે એવો વહેમ કુલદીપના મનમાં હતો જ એટલે જ કુમારને સાચી વાત પોતે કહે ના ત્યાં લગી ચૂપ રહેવા વચનબદ્ધ કર્યો હતો.
કુમારના મનમાં કુલદીપ માટે અણગમો જન્મ્યો. પોતાનો અપરાધ છૂપાવવા કૂલદિપે એનેે મૂંગો બનાવી દીધો હતો. એમ કુમારને લાગતું હતું. છતાં કુલદીપે હત્યાઓ કરાવી હોય એ વિશે એને સંદેહ હતો.
કુમારે મીત સમક્ષ હમણાં ચૂપ રહેવાનું યોગ્ય લાગ્યું. કેમ કે રેલો પોતાના પગ તળે આવતો હતો.
'સારું થયું પેલા બે જણ ભાગી ગયા. કુલદીપ સ્વગત બબડ્યો. 'નહીં તો ભારે થાત..!'
કુમાર.., પિશાચ ભૂત-પ્રેત એ બધાના અસ્તિત્વની વાત પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી હાલ પુરતું કશું નક્કી ન કહેવાય. આપણ અસમંજસમાં છીએ.
આજના શિક્ષિત વર્ગને પરલોકની વાત હાસ્યાસ્પદ લાગે. છતાં જે નજર સામે છે ,એનો રિપોર્ટ તુ ન્યૂઝપેપર માટે તૈયાર કરી લે..!
દેખતે હૈ આગે આગે હોતા હૈ ક્યા...!
લાશને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી ઈસપેકટર મીતે કહ્યુ.
'ચાલો પટેલ સાહેબ રજા લઈ એ.! જરૂર પડે ફરી મળીશું.
એમણે કુમાર સાથે હાથ લંબાવી કહ્યું.
ઓકે.. કુમાર પછી મળિયે..
કુમારે ઈસપેકટર સાથે શેકહેન્ડ કર્યા.
જરૂર જણાશે તો કોન્ટેક્ટ કરીશ..!'
'સ્યોર..!'
કહેતાં મીતમાતરીએ વિદાય લીધી.
કુમાર અને કુલદિપ ઘરે પાછા ફર્યા.
કુલદીપના મનમાં ભારે ગડમથલ હતી.
કુમારે પોતાને ગુનેગાર ધારી લીધો છે.
પોતે નિર્દોષ છે એ વાત એના ગળે કેવી રીતે ઉતારવી ..?
આ આખી ઘટના એની સામે કયાંથી આરંભવી..? જ્યારે કુમારના મનમાં ભયંકર ઉથલપાથલ હતી.
જરૂર કોઈ ષડયંત્ર રચાયું હતું કે પછી કોઈ રહસ્યમય મેલી માયાવી શક્તિએ ગૃહપ્રવેશ કરી લીધો હતો.
બધી ધારણાઓની ચોખવટનો મદાર કુલદીપના ચાર માસનાં અજ્ઞાતવાસની આપબિતી પર હતો.
કુમાર અને કુલદીપને પાછા ફરેલા જોઈ શ્રી ઉત્સાહમાં આવી ગઈ.
કોઈ ઇન્ટરેસ્ટિંગ કેસ વાળો કોલ આવતા બંને મિત્રો ચાલ્યા ગયા હતા.
કંઈક નવીન એને પણ જાણવાની ઈચ્છા હતી.
બંને બેઠક રૂમમાં આવ્યાં.
'આવો ભયંકર કેસ મેં મારી લાઈફમાં ક્યારેય જોયો નથી..!'
કહેતા કુમારે કુલદીપનું મન જાણવાની કોશિશ કરી.
' આ ખુબજ ધૃણાસ્પદ બનાવ બન્યો છે..!' કુમારે નિર્દોષતાથી ઉત્તર વાળ્યો.
શ્રી કોફી લઈને આવી.
જિજ્ઞાસાવશ એને પૂછી નાખ્યું.
' કેવો ઈન્ટ્રસ્ટિંગ કેસ હતો..? કંઇક કહો તો અમને પણ જાણવા મળે..!'
કુમારે કુલદિપ સામે જોયું.
એનું મન પામી ગયો હોય એમ કુલદીપ બોલ્યો.
' ભાભી વાત સાંભળશે તો રૂંવાડા ઉભાં થઈ જશે..!'
એવી શી વાત છે દેવરજી..? શ્રી ની જિજ્ઞાસાએ જોર કર્યું.
'ભાભી તમે ડરપોક છો..! તમને વાત કહેવા મન માનતું નથી.
શ્રી ને પેલો ભયાનક ચહેરો યાદ આવી ગયો. એ ભીતરથી ધ્રુજી ઉઠી.
'કુમાર ભાભી ને કંઈ કહેવા જેવું નથી તારું શું માનવું છે..!'
'હવે એ નહીં ડરે. તુ ખુલાસાબંધ વાત કર..! કુમારે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
'કહો દેવરજી..! તમારી ભાભી હવે ડરરવાની નથી .
ભીતરના ભયને હિંમતથી હડસેલતાં એણે કહ્યું.
કુમાર શ્રીમાં આવેલા બદલાવથી નવાઈ પામ્યો.
શ્રી આત્મવિશ્વાસ સાથે કોઈ અદ્ભુત શક્તિના પીઠબળથી બોલતી હતી જાણે ..
શ્રીના મનોબળ દૃઢ બનાવનારી શક્તિ કઈ તે કુમાર ન સમજી શક્યો.
કુલદિપે પેલી ભયાનક ઘટનાનું બયાન કરતાં કહ્યું. 'સોમા પટેલના બંગલાના ચોકીદાર બહાદુરની હત્યા થઈ છે ભાભી..
એમાં ડરાવની વાત એ છે કે હત્યા કોઈ અસાધારણ વ્યક્તિ મતલબ કે પ્રેતાત્માઓ કરી હોય એમ લાગે છે..!'
શ્રી સમસમીને રહી ગઇ.
એણે કુલદીપને પૂછ્યું.
'તમે એવું કયા આધારે કહો છો દેવરજી..?'
'ચોક્કસ.. એનો દેખાવ કેવો છે તમને ખબર છે ..?' કુલદીપે મૂળ ભેદ ખોલતા કહ્યું.
બહાદુરનો ચહેરો તરડાઈને બિહામણો બની ગયો હતો.
બે લાંબા કાળા દાંત બહાર ઘસી આવ્યા હતા.
અને આંખો પણ હજાર વોલ્ટના બલ્બની જેમ ચળકતી હતી.
એની ગરદનના પાછળના ભાગે મોટું બાકોરું પડેલું. જેનાથી એનું ખૂન પીવામાં આવ્યું હશે એ વાત નક્કી થઈ જતી હતી.
આવું કામ પિશાચનું જ હોઈ શકે..
'હે ભગવાન..! શ્રી ભીતરેથી થથરી ગઈ. વધુ જાણતો હોવા છતાં કુલદીપ કેવો અજાણ્યો થવાનો ઢાંગ કરતો હતો. ઈશ્વર જાણે શું-શું ભરાયું છે એના મનમાં..? કુમારને એના પર ખીજ ચડી.
કુમારે કુલદીપ પર શાશંક નજર નાખી.
કુમારનું મન પામી ગયો હોય એમ કુલદીપ બોલ્યો.
'આ કેસને લગતી એક ભેદભરી વાત મારે કહેવી છે..!'
જુઓ ..રિપોટર મહાશય અપરાધીઓ તો ભાગી ગયા છે..
આ બધું શા માટે થયું અને હું કેમ મૂંગો છું..? એ વાત મારે તમને કહેવી છે.
એટલે મનમાં મડાગાંઢ વાળી લો.
બધુ એક કાને સાંભળી તમારે બીજા કાને બહાર કાઢવાનું છે..
તમારા વ્યવસાય પર જવાનું નથી.
પોલીસ રિપોર્ટ પ્રમાણે બધુ પ્રકટ કરજો.
એવી મારી નમ્ર અરજ છે...!'
પૂરી વાત જાણવા કુમાર ચૂપ બેસી ગયો.
કુલદીપ બેકસૂર પણ હોઈ શકે એમ એને લાગ્યું.
કુલદીપે એક લાંબો શ્વાસ લઈ વાત આગળ વધારી.
' તમને મારા પર વિશ્વાસ છે ને ભાભી..?"
'હા, તમારા પર તો વિશ્વાસ હોય જ ને..!'
'મને ખાતરી છે .મારું આખું કથાનક સાંભળ્યા પછી પણ તમારો મારા ઉપરનો વિશ્વાસ અડગ રહેશે.
એણે વાતનો તંતુ પકડ્યો.
'કુમાર અમારા ગામમાં એક ભયાનક રોગ ફેલાયો હતો. લોકો ટપોટપ મરવા લાગ્યા હતાં.
એવામાં કોઇ દૈવી ઋષિમુનિએ આવી ગામની રોગમુક્ત કર્યા.
લોકોએ રહસ્યમય મુનિને શ્વેત ગુફાના ધવલગિરિ તરીકે ઓળખવા લાગ્યા.
આ ઘટનાથી પ્રેરાઈને અમે ત્રણે મિત્રોએ આ જિંદગીને વ્યર્થ બસર કરવા કરતાં લોકસેવામાં ગાળવાનું નક્કી કર્યુ.
એ માટે ધવલગિરિના શિષ્ય બની જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી હતું.
ધવલગિરિને મળી અમે એમના શિષ્ય બન્યા.
માત્ર ચાર મહિનામાં સંપૂર્ણ વિદ્યા ગ્રહણ કરી લીધી.
અમારા પુનરાગમન સમયે ગુરુએ પ્રાણત્યાગ કર્યા. ત્યાર પછી મોહન અને મેરુએ બધી જ વિદ્યાઓ એક પછી એક પ્રયોગ દ્વારા અજમાવવાનું નક્કી કર્યું.
અમે જ્યાં વિસામા માટે રોકાયા હતા ત્યાં સરસ ભૂગર્ભ જેવી બખોલ હતી.
એમાં તેઓ જ્ઞાનની સત્યતા તપાસવા તૈયાર થયા. એમને મારો સહયોગ જોઈતો હતો.
જેમાં મારી એક શરત હતી કે કસોટીની એરણ પર ચઢાવ્યા પછી પોતાનો મલિન પ્રભાવ મૂકી જતી 'પિશાચવિધ્યા' સિવાય તમામ પ્રયોગ માટેની મારી તૈયારી છે'.
તેઓ ના માન્યા.
ગુરુની આજ્ઞાનો અનાદર કરી એમણે બધી જ વિદ્યાના સફળ ટેસ્ટ કર્યા.
એમાં પિશાચ વિદ્યાની મલિન અસરનો પ્રભાવ એમનામાં કાયમ રહયો.
અમને એમ હતું કે તત્કાળ તો આ લોકો દુર્વ્યવહાર નહીં કરે. પરંતુ બધું વિપરીત બન્યું.
તમે કદાચ ગાડી ડ્રાઈવ કરતાં મિરરમાં જે ચહેરાની છાયા જોઈ હતી.
તે મલિન આત્માનો જ પ્રભાવ હતો.
કુમાર અને સ્ત્રી કુલદીપની હકીકત સાંભળી ને થથરી ગયાં. કુલદીપને જાણે પહેલીવાર જોતી હોય એમ આશ્ચર્યથી શ્રી જોવા લાગી.
કિચનમાં ચીસ પાડી ત્યારે પણ એ જ ઘટનાનું પુનરાવર્તન થયું હતું. મારાથી કશું અજાણ્યું નથી કુમાર..
પરંતુ જે થનાર છે.. હું એને રોકવા અસમર્થ છું.. મારે નિયતિને આધીન વર્તવાનું છે..! એમ ગુરુનો આદેશ છે..!'
મેરુ અને મોહનની પડતી શરૂ થઈ ગઈ છે.
એમણે કોઈ ઓળખીતાને મળવા જવાની વાત કરી ત્યારે એમની સાથે જવાની મારી અનિચ્છા હોવા છતાં કોઈ અજ્ઞાત આદેશ નું અનુસરણ મારે કરવું પડ્યું.
હું મૂક સાક્ષી બની બધું જોતો રહ્યો.
ને એ લોકોએ બહાદુર નું ખૂન પીધું.
કુલદીપભાઇની વાત સાંભળી સ્ત્રીના તન-બદનમાં ધીમી કંપારી વછૂટી કમકમાં આવી ગયા કુમારને પોતાની શંકા સાચી લાગી.
છતાં મન મૂંઝવણ અનુભવતુ હતું.
કુલદીપ હવે એ લોકો પર સવાર થઈ ગયેલા મલિન પ્રભાવ પર તારાથી કાબૂ થઇ શકે એમ નથી..?'
કુમારે ચિંતા પ્રગટ કરી આ મારી જોડે ગુરુએ આપેલી મુદ્રા છે.
કુલદીપે પોતાની અંગુલી દર્શાવી.
જો એ લોકો અહીં હોત તો એમના શરીર ને મન પર નિયંત્રણ હું રાખી શકતો હતો.
મુદ્રાથી મલિનઆત્મા વેગળો રહે છે.
પણ શું કરુ હું વિવશ છું..!' આ અશુભ તબક્કો પસાર થઈ જાય તો હું લોકોનું અસ્તિત્વ મિટાવી દઈશ. કુલદીપના છેલ્લા શબ્દોમાં આક્રોશ હતો.
મતલબ કે હજુ તેઓ આ પરંપરાને જાળવી રાખશે નહીં..? કુમાર વ્યથિત બની ગયો. '
બહુ ખોટું થયું કુલદીપ, બહુ ખોટું..!'
કુમાર અમે તો સારા આશયથી જ ધવલગિરિને મળેલા.
અમને શી ખબર હતી કે પ્રાણ ત્યાગ કરી રહેલા ગુરુ એક ભયંકર પિશાચી વિધ્યાનુ પ્રદાન કરી જશે..?'
ગુરુના કહેવા પ્રમાણે આ બધું વિધિનિર્મિત છે..!
મેરૂ અને મોહનના મૃત્યુ માટે એમનું પિશાચી જ્ઞાન નિમિત્ત છે.
જે માટે એમનું પાપ તો જન્મ લેવાનું જ હતું.
એ લોકોનો અંત મિન્ની અને મારાથી થવા લખાયેલો છે..!
'આ મિન્ની કોણ છે દેવરજી..? શ્રીને મિન્નીનું નામ સાંભળી નવાઈ લાગી.
'એ બધી વાત સમય આવે હું વિસ્તારથી કહીશ..!'
ભલે પણ તમારા મિત્રો ભાગી કેમ ગયા એ વાત હવે અમને સમજાઈ ગઈ છે..!'
'ભાભી, હવે જ્યારે મલિન શક્તિએ એમના શરીર પર કબજો કરી લીધો છે.
તો એમનો ડર ગાયબ થઈ ગયો છે.
હવે એ લોકો બેફિકર થઇને ગયા છે.
ગુરુનો આદેશ થાય તો એ લોકોને પલક-ઝપકમાં પકડી લઈશ.
'કુલદીપ..! એક તરફ તુ કહે છે ગુરુએ પ્રાણ ત્યાગ કર્યો છે .
અને બીજી બાજુ ગુરુના આદેશની રાહ જુએ છે..?' કુમારને કુલદીપની વાત અસંગત લાગી.
કુલદીપે પ્રશંસા ભરી દ્રષ્ટિએ કુમાર સામે જોયું.
'તારી વાત સાચી છે કુમાર.. કોઈપણ માણસને સંદિગ્ધ લાગે એવી વાત છે.
પરંતુ ગુરુએ પ્રાણત્યાગ પહેલાં જ કહ્યું હતું.
' જ્યાં લગી મલિન આત્માનો વિનાશ નહીં થાય ત્યાં લગી પ્રસંગોપાત હું તને આદેશ કરી રાહ નિર્દિષ્ટ કરીશ..!' ગુરુએ પોતાની વાત પુરવાર કરી છે. બહાદુર નું ખૂન થયું ત્યારે જ એમણે 'દિવ્યવાણી' દ્વારા મને હિંમત આપી.
'બેટા..! તું ડરીશ નહીં.
મલિન આત્માએ પોત પ્રકાશ્યું છે. એમનો વિનાશ તારા હાથ જ છે.
તુ સતર્ક થઈ જા. હું જલ્દી તારો પુનઃ સંપર્ક કરીશ..!'
ત્રણે વાતોમાં મશગુલ હતાં કે એકાએક ડાઇનિંગ હોલમાં વાસણ ખખડ્યાં.
ત્રણે જણ ચમકી ગયાં. પણ તરત જ બિલાડીનો અવાજ સાંભળી શ્રી ખુશ થઇ ગઇ.
એણે ખુલાસો કર્યો.
આ તો તમારી મિન્ની છે દેવરજી..!
'મિન્ની ..?' કુલદીપે શબ્દ પર વજન મુકીને પૂછ્યું.
'મિન્ની એટલે અમારાં બિલ્લી બાઈ..!
પંદરેક દિવસથી મારા ઘરમાં ધામા નાખ્યા છે.
એ મને ખૂબ ગમે છે.! હું ગમે ત્યાં બેઠી હોઉં મારી જોડે આવીને બેસી જાય છે.
અને દેવરજી તમને એક ખાસ વાત કહેવાની તો રહી જ ગઈ. મારી સહેલી 'મિન્ની' આવીને ગઈ.
ઘણી ખુશ લાગતી હતી.
ઘણો ઓછો સમય રોકાઈ. કોઈનાથી જાણે એ છુપાવા માગતી ન હોય..!
તમારો પરિચય કરાવવો હતો. પરંતુ એ ચાલી ગઈ..!'
'અચ્છા , કુલદીપની આંખોમાં શરમના શેરડા લિંપાઈ ગયા.
જમી પરવારી કુમાર પ્રેસનૉટ તૈયાર કરતો હતો. કુલદીપ ઘડીક આંખ મીંચી પથારીમાં આડો થયેલો, અને શ્રી ઘરકામમાં લાગી ગઈ હતી.
-સાબીરખાન 'પ્રીત'
Sabirkhan646@gmail.com
(ક્રમશ:)