સમુદ્રી સફર - 2 Megh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમુદ્રી સફર - 2

ખતરા ના મુખમાં

જહાજ હવે માત્ર સમુદ્રી લૂંટારાઓ ના પ્રદેશ થી ત્રણ કિમી જ દૂર રહ્યુ હતું. ધીમે ધીમે જહાજ આગળ વધતું હતુ તેમ તેમ તેમના ધબકારા પણ વધતા જતા હતા. હવે તેમને બીક એ વાત ની ન હતી કે પોતાને કઈંક ઇજા થશે પણ હવે તેમને ચિંતા પોતાના પ્રેમાળ અને જેની સાથે તેઓ હંમેશાં રહેલા છે તેમની થતી હતી. તેઓ એકબીજાની ખુબજ ચિંતા કરતા હતા. તે સાથીઓ દર વખતે દરેક પળે અને દરેક ના ખરાબ સમયે એકબીજા ની સાથે અતૂટ એકતા રાખીને મદદ કરતાં હતા એટલે પોતાના પહેલા તેમના પરિવાર ના સભ્યો જેવા સાથીઓ ની ચિંતા થવી તે સ્વાભાવિક જ હતી. જેમ જેમ હવે તે પ્રદેશનો ભાગ નજીક આવતો હતો તેમ તેમ તેમનું કામ વધુ ઝડપે થતું હતું.

કેવિન હમેશ ની જેમ પોતાના વિચાર માં ખોવાયેલો હતો. પગ તેના તૂતક પર હતા પણ માં તેનું બીજે ક્યાંક જ લાગેલું હતું. કેવિન દૂર દેખાતી માછલીઓ ના ઝુંડ બાજુ નજર કરી કઈંક વિચારો કરી રહ્યો હતો.

બીજી બાજુ જ્યોર્જ ને ખુબ જ ચિંતા થતી હતી કે હવે સમુદ્રી લૂંટારાઓના પ્રદેશ માં શું થશે ? તેમની પાસે ખુબ જ પૈસા હતા. કારણ કે તેમને ક્યાંય પાસેના ગામમાં નહિ પણ એક મોટી સમુદ્રી સફર ખેડી દૂર ટાપુ પર જવાનું હતું. તેમના પૈસા જા આ લૂંટારાઓ ના હાથમાં આવી જાય તો પાછા મેળવવાની કોઈ આશા જ હતી નહિ તથા પૈસા વગર તેઓ કશું કરી શકે તેવા પણ ન હતા.

જ્યોર્જ ને સમુદ્ર લૂંટારા સિવાય બીજી ચિંતા પેલા દરિયાઈ દુશ્મન ની થતી હતી કે જેણે નિકોલસ ની રૂમમાં છેદ કર્યો હતો કે જેથી વહાણ ડુબી જાય. એવું લાગતું હતું કે જ્યોર્જ ને કોઈનાપર શક છે. પણ તે કહી શકતો ન હતો. તેને તેના સાથી મિત્રો પર તો કોઈ શક હતો જ નહિ પરંતુ જહાજ માં રહેલા કેટલાક નોકરો તથા રસોઇયાઓ તેને શક પ્રદ લગતા હતા.

નિકોલસ પોતાના રૂમમાં બેઠો બેઠો પોતાની રાયફલ ને રૂમાલ થી સાફ કરતો હતો. તે કોઈ વિચાર કરતો હોય તેવો લાગતો હતો.

સ્ટીવ હજી સૂતો હતો કારણ કે તે ગઈ કાલે રાત્રે ચિંતા ના કારણે જરા પણ સૂઈ શક્યો ન હતો. તેણે ગઈ કાલ ની રાત પોતાની તથા જહાજ પરની મોટા ભાગની રાઇફલ ને કાળજી પૂર્વક સાફ કરવામાં તથા તેમાં ગોળીઓનો જથ્થો મૂકવામાં કાઢી હતી. તેને એ વાત નું દુઃખ હતુ કે તેની પાસે એ સમયે પોતાની રાયફલ ન હતી. પરંતુ જ્યોર્જ ની પાસે બે રાયફલ હતી તેથી જ્યોર્જ પોતાની રાયફલ સિવાયની બીજી રાયફલ પોતાના બચાવ માટે સ્ટીવ ને આપી હતી.

જહાજ પર આજે ખુબ ઉથલ પાથલ થઈ રહી હતી. કારણ કે તેમની સામે એક ચુનોતી તેમની રાહ જોઈને બેઠી હતી. જહાજ નો દારૂગોળા નો ભંડાર બહાર નીકળતો હતો. તથા ચુનોતી સામે જીવન બચાવ ની તૈયારી થતી હતી. ગઈ કાલે જે ખુબજ આત્મવિશ્વાસ ધરાવતો કેવિન આજે એક શબ્દ પણ બોલતો ન હતો.

આજની સવાર બધાને ચિંતાતુર કરી રહી હતી. સમુદ્રી લૂંટારાઓ ને સમુદ્રી ચાંચિયા પણ કહેવાય છે. લોકો આ પ્રદેશ ના ચાંચિયા ઓથી ખુબજ બીવે છે પણ જહાજ ને જે ટાપુ પર જવાનું હતું તે ટાપુ પર જાવ માટેનો આ એકજ રસ્તો હતો. જહાજ પોતાની ઝડપ ને વધારી ને આગળ ને આગળ જતું હતુ.

"બધી તૈયારી થઈ ગઈ છે ? "

જ્યોર્જ બોલ્યો.

જેકે પોતાનું દૂરબીન પોતાની આંખે થી હટાવી જ્યોર્જ સામે જોઇને બોલ્યો.

"હા બધી તૈયારી થઈ ગઈ છે"

જ્યોર્જ જેક ના હાથમાંથી દૂરબીન લેતા કહ્યું કે" હવે માત્ર આપણે લૂંટારાઓ ન આવે તેવી પ્રાર્થના કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી "

જેક દૂર ક્યાંક નજર નાખતા બોલ્યો

"હવે પ્રાર્થના નો પણ વિકલ્પ આપણી પાસે નથી"ચિંતા ના ભાવ સાથે જેક બોલ્યો

"કેમ જેક તું આવું કેમ કહે છે ? તારી તબિયત તો ઠીક છે ને? " જ્યોર્જ બીજી દિશામાં દૂરબીન ફેરવી બોલ્યો.

" હા મારી તબિયત તો ઠીક છે પણ હવે મને નથી લાગતું કે પ્રાર્થના પણ કશું કરી શકે છે. હું અત્યારે જે જોઈ રહયો છું તે પરથી તો એવો જ તાર નીકળે છે"જેક તટસ્થ નજરે કઈંક જોતા બોલ્યો.

" કેમ તે કોઈ મોટી વહેલ જોઈ છે ? " જ્યોર્જ થોડા મજાકિયા અંદાજ માં બોલ્યો.

" ના, સમુદ્રી લૂંટારાઓની વિશાળ જહાજ "

જેક એક તરફ આંગળી કરીને બોલ્યો.

આ સાંભળી જ્યોર્જ અભો બની ગયો. જ્યોર્જ દૂરબીન બાજુ પર મૂકી નજર કરી અને તેને જોઉં કે

એક વિશાળ કાળા રંગનું જહાજ પોતાના જહાજ તરફ આવી રહ્યુ છે અને આ જ સમુદ્રી લૂંટારાઓ નું જહાજ છે.

જ્યોર્જ અચંભિત થઈ ગયો. દોડતો દોડતો તે કેબિન માં જઈ અખા જહાજ ને ગજવી મૂકે તેવા સ્વરે બધાને ચેતવી દીધા અને બધાને બોલાવવા રૂમ માં ગયો પણ જેક હજી ત્યાંજ તૂતક પર રહીને પેલા જહાજ ને જોઈ જ રહ્યો. જેક મુખ પર ચિંતા ના ભાવ જતા રહ્યા અને તેનામાં એક અલગ જ જુસ્સા ભરેલી ઊર્જાનો સંચાર થયો. બધા દોડતા દોડતા પોતાના વિવિધ પ્રકારના શાસ્ત્રો લઈ બહાર આવ્યા. તેમને તેમની રણનીતિ મુજબ બધા શાસ્ત્રો જહાજ પર એવી રીતે મૂક્યા કે કોઈની નજર પણ ન પડે અને સહેલાઈથી શાસ્ત્રો લઈ શકાય.

સ્ટીવ જુસ્સા માં આવી બોલ્યો " ચાલો જોઈએ કોણ જીતે છે આ જંગ "

જેક હજી દંગ જ રહી ગયો હતો. જ્યોર્જ તેને ઢંઢોળ્યો ત્યારે તે પોતાના ગાઢ વિચારો માંથી પાછો આવ્યો અને પોતાના હથિયારો લાવીને બધાના હથિયારો સાથે મૂકી દીધા . બધા ગભરાયેલા તો હતાજ પણ બધા જોશીલા પણ હતા. તેઓએ પહેલા પણ આવા કેટલાક પ્રવાસો ખેડ્યાં હતા.

હવે સમુદ્રી લૂંટારાઓ નું જહાજ પાસે આવી રહ્યુ હતુ. જોત જોતા તો જહાજ નજીક આવી ગયું. બપોર અને સવારનો મધ્ય નો સમય હતો. લૂંટારાઓ ના જહાજ ના લોકો પાસે વધુ ટેકોલોજીના હથિયારો તથા બંદુકો હતા પણ કેવિન જે હથિયારો બધાના અતમરક્ષન મતેવલાવ્યો હતો તે પણ કંઈ ઓછા ન હતા. કેવિન ને આવી બંદુકો તથા રાયફલ માં વધુ ખબર પડતી હતી. લૂંટારાઓ ના જહાજ પર લગભગ પંદર જેટલા માણસો હતા. તેઓ એકબીજા સાથે કેટલીક વખત વાત કરતા અને પોતાની બંદૂક બતાવતા.

જ્યોર્જ ના જહાજ ના સાથીઓ ને તેટલી વાત તો ખબર પડી ગઈ હતી કે હવે કોઈ ભયંકર યુધ્ધ જરૂર થશે અને જાે નહિ થાય તો તેની પાછળ કદાચ કોઈ ચમત્કારી શક્તિ નો જ હાથ હશે.

લૂંટારાઓ ના જહાજ નો ભયંકર કાળા રંગ નો ઝંડો જોઈ ખબર પડી જાય કે આ જહાજ કોઈ મામૂલી જહાજ નથી.

અચાનક એક જોરદાર ધડાકો થયો અને જ્યોર્જ ના જહાજ ની પાસે એક પાણી નો ફુવારો થયો.

એવું લાગતું હતું કે લૂંટારા ઓના જહાજ લુંટવા માટે હુમલો શરૂ કરી દિધો હતો.

કેવિન આ જોઈ ગુસ્સે થઈ ગયો અને તૂતક પરથી દોડીને જહાજ ના કેબિન માં ગયો અને સ્પીકર પર બોલ્યો કે,

" અમને ખબર છે કે તમે સમુદ્રી લૂંટારાઓ છો. અમારે તમારી સાથે કોઈ યુધ્ધ નથી કરવું તેથી તમે અમને જવા દો, નહિ તો અમે પણ તેનો વાળતો જવાબ આપવા સક્ષમ છે. "

સમુદ્રી લૂંટારાઓ તો આ સંભલી આચંભિત થઈ ગયા. તેમને લાગ્યું કે આ લોકો પાસે તો કોઈ શસ્ત્ર પણ નથી તો પણ એમણે ધમકી આપે છે. લૂંટારાઓ ના સરદારે જવાબ આપ્યો કે" અમે તમારાથી ડરતા નથી અમે આ પ્રદેશ ના રાજા છીએ આ પ્રદેશ માં અમારી મરજી વગર કોઈ આવેલું પાછું જઈ શકતું નથી. એવું કહેતા વેંત જ એક બીજો ધડાકો થયો અને જ્યોર્જ નું આખું જહાજ હાલી ગયું. જેક પડતા પડતાં રહી ગયો.

હવે કેવિન ખુબજ ગુસ્સે થયો હતો. તેની આંખો લાલચોળ થવા લાગી હતી. ગુસ્સાના કારણે તે ધ્રૂજતો હતો. તે જહાજ ના મુખ્ય કેબિન માં ગયો અને એક મોટુ શસ્ત્ર લઈને આવ્યો. શસ્ત્ર પરથી એવું લાગતું હતું કે તે ખુબજ તાકાતવર શસ્ત્ર છે. તેમાં વિવિધ ટેકનલોજી પણ હતી. કેવિન તે શસ્ત્ર હાથમાં લઈ બહાર આવતા આવતા જ પેલાં જહાજ પર નિશાનો લગાવવા લાગ્યો. અચાનક એક વિશાળ અવાજ સાથે એક દારૂગોળો બહાર નીકળ્યો અને લૂંટારાઓ ના જહાજ ના બિલકુલ મધ્ય ભાગ માં લાગ્યો. અવાજ સાથે જ જહાજ પરના માણસો પડી ગયા. કેપ્ટન તો આ જોઈ જ રહ્યો. અચાનક બીજો ધડાકો થયો.

કોણે કર્યો હશે આ ધડાકો ?

ક્રમશ : ...