Samudri Safar - 4 books and stories free download online pdf in Gujarati

સમુદ્રી સફર - 4

4. જેક ની ચીસ

જેકે પડેલી ચીસ સાંભળી નિકોલસ સ્ટીવ અને જ્યોર્જ સાથે સાથે કેવિન પણ જેક ની રૂમમાં ધસી આવ્યા. તેમને અંદર આવીને જેક ને પલંગ ના એક ખૂણા આગળ જોયો. જેક કંઇજ બોલે તે પહેલાં બાજુમાંથી કઈંક પડવાનો અવાજ આવ્યો. જ્યોર્જ તરતજ બહાર ગયો. તેણે જોયુ કે એક માણસ કે જેણે પોતાના મોઢા પર એક કપડું બાંધી રાખ્યું છે તે જહાજ ના તૂતક પર ચડી કૂદી ભાગી જવાની તૈયારી કરે છે. જ્યોર્જ ને તરત જ ખબર પડી ગઈ કે આ કદાચ એ જ માણસ હશે જેણે નિકોલસ ની રૂમ માં કાણું પાડી જહાજ ને ડુબવા મૂકી ગયો હતો. જ્યોર્જ તરત જ ભાગ્યો અને તૂતક પર ચડી પેલા માણસ નો હાથ પકડી લીધો.

જ્યોર્જ નો હાથ છોડાવવા પેલો માણસ કોશિશ કરવા લાગ્યો. ત્યાં તેણે કઈંક સૂઝ્યું અને તેણે એવી રીતે જ્યોર્જ નો હાથ મરોડ્યો કે જ્યોર્જ ને દુખવા લાગ્યું તેથી જ્યોર્જ પોતાનો હાથ પાછો ખેંચી લીધો. તે જહાજ ના તૂતક પરથી નીચે કૂદી ગયો. તે તરતો તરતો દૂર સુધી નીકળી ગયો. કદાચ તેને ખબર હશે કે આવું કંઇક થવાનું છે તેથી તે પૂરી તૈયારી કરી આવ્યો હતો. તેણે તેનું મોઢું કોઈ કપડા થી બાંધી રાખ્યું હતું કે જેથી કોઈને તેનું મોં ના દેખાય. જ્યોર્જ તરતજ નિકોલસ ને જહાજ પરથી કૂદી પડવા કહ્યું અને તે ક્યાં સુધી જાય છે તે જાણવા તથા તેને પકડવા જણાવ્યું.

નિકોલસ તરતજ કૂદી પડ્યો અને તરતો તરતો દૂર પહોંચી ગયો.

જહાજના એક સ્થાને જ અટક્યું હતું તેથી નિકોલસ સહેલાઈથી પાછો આવી શકે છે. નિકોલસ તરતા તરતા ખૂબ દૂર નીકળી ગયો.

ત્યાં સુધી બધા નિકોલસ ની રૂમ માંથી બહાર આવી ગયા. સ્ટીવે નિકોલસ ના દેખાતા પૂછ્યું

" આ નિકોલસ ક્યાં છે ? દેખાતો નથી. પેલો માણસ કોણ હતો ? તેણે પોતાનું મોઢું કેમ છુપાવ્યું હતું ? તે માણસ ક્યાં ગયો? "

સ્ટીવે એકી શ્વાસે બધું બોલી નાખ્યું. જ્યોર્જ કહ્યું કે

" શાંત રહે બધું ઠીક છે. પેલો માણસ મને કોઈ દુશ્મન લાગે છે કે જે નથી માંગતો કે આપણે પેલા હિરાઓના ખજાના સુધી પહોંચી જઈએ. મને તે કોઈ તથ્ય લાગે છે. મને તેમાં કોઈ તથ્ય લાગે છે. તેની આ બધી ક્રિયાઓ પાછળ કોઈ મર્મ તો હોવો જ જોઈએ"

" હા મને પણ તેવું જ લાગે છે પણ નિકોલસ તથા પેલો દુશ્મન ગયો ક્યાં ? " સ્ટીવે પૂછ્યું.

" મારી અને પેલા દુશ્મન સાથે થોડી કડાકડી થઈ હતી. તે સમય દરમ્યાન તેણે તૂતક ઉપરથી સમુદ્ર માં ડૂબકી મારી અને પછી તરતો તરતો દૂર સુધી જતો રહ્યો. મારે તેની ભેદ વહેલાં થી વહેલાં ખોલવો છે તેથી આ વખત પણ તે બચી ન જાય તે માટે મે નિકોલસ ને તેની પાછળ મોકલ્યો છે. " જ્યોર્જ કહ્યું.

" પણ ના તો નિકોલસ દેખાય છે કે ના તો પેલો ભેદી માણસ. "સ્ટીવે કહ્યું

" શું કહ્યું ? તને કોઈ નથી દેખાતું " જ્યોર્જ પાછળ ફરી નિકોલસ જ્યાં ગયો હતો તે તરફ જોઉં પણ તેને કોઈ દેખાઉં નાઈ.

" હા કપ્તાન જ્યોર્જ જુઓ ત્યાં કોઈ નથી. ". સ્ટીવે કહ્યું.

" હા ત્યાં કોઈ નથી તો નિકોલસ ક્યાં ગયો ?નિકોલસ ને કંઈ થઈ તો નહિ ગયું હોઈ ને ?" જ્યોર્જ ચિંતા ના ભાવ સાથે કહ્યું.

" મને નથી લાગતું કે નિકોલસ ને કંઈ થઈ ગયું હશે. કારણ કે જેક એક ખુબ જ સારો સ્વિમર છે. તે સ્વિમિંગ કરવામાં કાંઈ પાછો પડે તેમ નથી. અને વધારે માં તો તેણે સેફ્ટી જેકેટ પહેર્યું જ હશે ને ?" સ્ટીવે કહ્યું

"હા નિકોલસ ખુબ જ સારો સ્વીમર છે તથા તેણે સેફ્ટી જેકેટ પણ પહેર્યું હતું. પણ હજી સુધી નિકોલસ કેમ ના આવ્યો. મને હવે તેની બહુ ચિંતા થાય છે. મને અફસોસ છે કે નિકોલસ ની જગ્યાએ હું કેમ ત્યાં દુશ્મન નો પીછો કરવા ન ગયો ?"જ્યોર્જ અફસોસ ના ભાવ થી કહ્યું

" પણ જ્યોર્જ એમાં તારી તો કોઈ ભૂલ જ નથી. તારે પોતાને દોશી ના ઠહેરવો જોઈએ. "સ્ટીવે જ્યોર્જ ના ખભા પર હાથ મૂકતા કહ્યું.

" હું નિકોલસ ને શોધવા માટે જાઉં શું. તમે મને રોકશો નહિ. "જ્યોર્જે કહ્યું

" ના જ્યોર્જ તું ના જા . અત્યારે જહાજ પરના બધાની સ્થિતિ ખૂબ ખરાબ છે. " કેવિન નિકોલસ ની રૂમ માંથી આવ્યો અને બોલ્યો.

" હા તે વાત પણ છે તું નિકોલસ ની પાછળ જા મા"સ્ટીવે પણ જ્યોર્જ ને ના કહ્યું.

" અત્યારે હમણાં હું જેક ને સુવાડી ને આવું છું. તે પેલા દુશ્મન થી ખુબ ભયભીત થઈ ગયો છે. તેણે સૂતા પહેલા મને એક વાત કરી ચાલો આપણે કેબિન માં જઈએ પછી હું તમને તે વાત કહીશ. તમે બધા ઠીક સાત વાગે કેબિન માં મળજો. પછીજ હું તમને તે વાત કહીશ. " કેવિન એ બધાને કેબિન તરફ ઈશારો કરી કહ્યુ.

જ્યોર્જ ને ખુબ આશ્ચર્ય થયું કે એવું તો શું જેકે કહ્યું હશે?

" કેમ પણ કેબિન માં તુ અહીંજ વાત કહે ને " સ્ટીવે પૂછ્યું.

" ના તમે મને કેબિન માં મળજો. અને આ વાત જેક ને ના કરતા. તેણે મારી પર વિશ્વાસ કરીને મને આ વાત ગુપ્ત રાખવાની કહી છે. "

કેવિન એકદમ ધીમા અવાજે બધાને કહ્યું.

" પણ કેમ જેકે વાત ગુપ્ત રાખવાની કહી છે ?અને તું અમને આ વાત કેમ કહેવા માંગે છે ?"સ્ટીવે પૂછ્યું

" બધી ખબર પડશે. સાંજે સાત વાગે કેબિન માં"

આવું કહી કેવિન ફટાફટ દોડી નિકોલસ ની રૂમ માં જતો રહ્યો.

બીજી તરફ નિકોલસ ની કોઈ ખબર જ ના હતી . નિકોલસ નો કોઈ જ અતો પતો ના હતો. જ્યોર્જ તથા સ્ટીવ પણ આશ્ચર્ય પામી ગયા હતા કે કેવિન હતી તેમને કઈ વાત કહેશે. જ્યોર્જ પોતાની રૂમ માં આખો દિવસ આ જ વિચારતો રહયો.

હજી કોઈને તે ખબર પડતી ન હતી કે દુશ્મન કોણ હશે ? કોણે જહાજ માં કાણું પડ્યું હતું ? આવા કેટલાક પ્રશ્નો ના વચ્ચે બધાના મનમાં કેવિન તથા જેક ની વાત નો પ્રશ્ન બીજો ઉદભવ્યો. બધા હવે વધારે ચિંતાતુર બની ગયા. હવે નિકોલસ ની શું થશે? કોણ હશે પેલો દુશ્મન ? નિકોલસ હજી કેમ ના આવ્યો ? શું નિકોલસ રસ્તો ભૂલી ગયો હશે ?

જ્યોર્જ ના મનમાં બધા પ્રશ્નો ગેલ કરતાં હતાં. જ્યોર્જ ને પહેલેથી દુશ્મન ની તો ચિંતા હતી પણ હવે તેને નિકોલસ ની પણ ચિંતા થવા લાગી હતી. તે જહાજ નો કેપ્ટન હતો.

તે પોતાની જાતે જ બબડતો હતો કે " આ મારી જ ભૂલ છે. મારા કારણે જ બધા આ હીરાના ખજાના શોધવાં આવ્યા હતા. અને હું તેમનો એક સારો કપ્તાન ન બની શક્યો. "

" અમાં તારી કોઈજ ભૂલ નથી જ્યોર્જ. તું અમારા માટે એક સારો જ કપ્તાન છું પણ કેટલીક વખત કુદરતને જે મંજૂર હોય છે તેજ થાય છે. મને આમ થવા પર કોઈ તથ્ય લાગે છે. જેક ને ગોળી વાગી ગઈ. નિકોલસ ખોવાઈ ગયો. " પાછળથી આવી સ્ટીવ બોલ્યો.

" હા મને પણ એવું જ લાગી રહ્યું છે. શું કુદરત આપણને કયાંક લઈ જવા માંગે છે ? શું કુદરત પેલા ભેદી નો રાઝ ખોલવા માંગે છે ? " જ્યોર્જ કહે છે

" હા મને પણ એવું કંઇક જ લાગે છે. ચાલો કપ્તાન જ્યોર્જ જુઓ સાત વાગવામાં થોડી જ વાર બાકી છે. ચાલો , તને ખબર છે ને કે કેવિન એ આપણને જેક ની વાત કહેવા બોલાવ્યા હતા ? " સ્ટીવ બોલ્યો

" હા મને યાદ છે. હું ક્યારનો સાત વાગવાની જ રાહ જોઉં છું. પણ જેક નું શું ?" જ્યોર્જ બોલ્યો

" હા મને ખબર છે તેથી હું જેકને હમણાં જ સુવાડી ને આવ્યો છું. તેથી આપણને કોઈ મૂશ્કેલી નહિ પડે . ચાલો હવે આપણે જઈએ. " સ્ટીવે કહ્યું.

" હા હા ચાલો જઈએ મારાથી તો હવે રાહ પણ નથી જોવાતી" જ્યોર્જ કહ્યું

બંને હવે જહાજ ના મુખ્ય કેબિન તરફ ચાલવા માંડ્યા. તેમના બંને ના મનમાં એક જ પ્રશ્ન હતો કે કેવિન આજે તેમને શું કહેવાનો હતો?

બંને જહાજ ના કેબિન માં પંહોચી ગયા

કેવિન હજી ત્યાં નહોતો આવ્યો. તેથી તેઓ હવે કેવિન ની રાહ જોવા માંડ્યા.

" કેવિન આપણને બોલાવ્યા પણ કેવિન જ અહી નથી ? "

સ્ટીવ બોલ્યો

" તું ચિંતા ના કર કેવિન થોડી જ વારમાં અહી આવી જશે " જ્યોર્જ બોલ્યો

" થોડી જ વારમાં નહિ લો આવી ગયો. " સ્ટીવે દરવાજા તરફ ઈશારો કર્યો.

" કેવિન હવે તો કહે કે જેકે તને શું કહ્યું હતું? હવે અમારાથી રાહ નથી જોવાતી. " જ્યોર્જ કહ્યું

" વાત જાણે એમ છે કે આજે જ્યારે હું જેક ની રૂમમાં ગયો હતો તો જેક થોડો ચિંતા માં લાગ્યો " કેવિન કહ્યું

" કેમ તે પૂછ્યું નહિ કે તેમ ચિંતા માં છે ? " જ્યોર્જ કહ્યું

" હા મે તેણે પૂછ્યું હતું પણ તેને મને જવાબ આપ્યો નહિ. પરંતુ મે તેની પાસેથી વાત જાણવા તેને વધારે બળ પૂર્વક કહ્યું " કેવિન એ કહ્યું.

" હા હા શું કહ્યું જેકે ? " સ્ટીવ અધ્રાઈ સાથે બોલ્યો

" તેને મને એવું કહ્યું હતું કે જે તેની રૂમમાં પેલો ભેદી માણસ આવ્યો હતો તે ચાકુ થી જેક નેં મારવા માટે આવ્યો હતો. " કેવિન વાક્ય બોલી અચાનક શાંત થઈ ગયો.

બધા અચંભીત થઈ ગયા કે જેક ને મારવા માટે કોઈ કેમ એવું શાડ્યાંત્ર રચે.

" આ તું શું કહે છે. પેલો ભેદી માણસ કે જે દરિયામાં કૂદી ભાગી ગયો અને જેની પાછળ નિકોલસ ગયો તેનો ઈરાદો જેક ને મારવાનો હતો? "જ્યોર્જ ગુસ્સા થી અને અચંભાથી બોલ્યો

સ્ટીવ બોલી શકવાની સ્થિતિમાં ન હતો.

કેવિન પણ કઈ જ ના બોલી શક્યો .

કોણ છે તે ભેદી માણસ જે જેક ને મારવા માંગે છે?

નિકોલસ ક્યાં ગયો હશે ?

શું તેઓ હીરાના વિશિષ્ટ ખજાના સુધી પહોંચી શકશે ?

શું નિકોલસ પાછો આવી શકશે ?

આ બધું જાણવા અવશ્ય વાંચજો સમુદ્રીસફર ભાગ 5.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED