ગુર્જર સામ્રાજ્યના સંગ્રામ K Rayka દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુર્જર સામ્રાજ્યના સંગ્રામ

ગુજર્ર સામ્રાજ્ય ના સંગ્રામ

THE RAYKA

યુધ્ધ એજ જીવન સંઘર્ષ ,સંગ્રામ, ઘર્ષણ, ટક્કર, તકરાર, લડાઈ જેવા નામ પડતા જ માનસપટ પર દ્રશ્યો ઉભા થવા પામે. તલવારો ની ખનકાર ભાલા ઢાલ ના રણકાર, રક્ત ના વરસતા મેધ, એ યુવા ખુમારી, રણબંકા ના નાદ યુધ્ધ ભુમિ પર નુ વાતાવરણ કંઇક અલગ હોય. યુધ્ધ એજ જે ધર્મ માટે ખેલાય જે રક્ષા માટે ખેલાય જે ન્યાય માટે થાય યુધ્ધ એ મહાપરિવર્તન નો દ્વાર છે. જેમા પરાક્રમી વિરો નિર્ણય કરે છે. યુધ્ધ હંમેશા નિતી સિધ્ધાંત થી ખેલાય. વર્તમાન સમય મા જે યુધ્ધ થાય તે ઠીક.

ધરતી એ ધણા સારા નરસા પ્રસંગ જોયા છે. અનેકો સામ્રાજ્ય, વંશ ઉદય અને અસ્ત થતા જોયા છે. અનેક સમ્રાટ બદલતા જોયા છે. મધ્યકાલીન ભારત મા સાહસ, વીરતા, પરાક્રમ, રક્ષા, માટે ઇતિહાસ મા ઉચ્ચ રહનાર મહાન સામ્રાજ્ય ગુજર્ર-પ્રતિહાર જેને ઉત્તર મધ્ય ભારત પર મધ્ય કાલ શાસન ચલાવનાર રાજવંશ. જેની સ્થાપના નાગભટ્ટ નામક સામંત રાજા 726 ઇંસવી મા કરી હતી. આ રાજવંશ ના લોકો સ્વંય ને શ્રી રામ ના અનુજ લક્ષ્મણ ના વંશજ માનતા. એક માન્યતા એવી છે કે ગુરુ વશિષ્ડ ના અગ્નિ કુંડ થી ચાર પુરુષો ઉત્પન્ન થયા તેમાંથી એક ગુર્જર પ્રતિહાર. લોકકલ્યાણ અને ધર્મ રક્ષા માટે.

ગુજર્ર-પ્રતિહાર ના યુધ્ધ હંમેશા અરબી આક્રાન્તા ને રોકવા અને પાડોશી રાજ્ય સાથે થતા રાજ્ય વિસ્તાર કરવા પ્રતિહાર રાજવંશે ભારત ને લગભગ 300 વર્ષ સુધી અરબી આક્રમણ થી સુરક્ષિત રાખ્યુ. સામ્રાજ્ય પોતાના સુવર્ણ કાલ મા પશ્ચિમ મા સતલુજ નદી થી ઉત્તર મા હિમાલય ની તરાઇ પુર્વમા બંગાળ થી આસામ દક્ષિણ મા કાઠિયાવાડ થી નર્મદા નદી સુધી હતુ.

6 ઠી શતાબ્દી થી 1036 ઇં. સુધી સામ્રાજ્ય અસ્તિત્વ મા હતુ. જેની રાજધાની કન્નોજ હતી. ભાષા પ્રાકૃત સંસ્કૃત. ધર્મ મુખ્ય હિન્દુ.રાજ તંત્ર રૂપી શાસન. ગુજર્ર-પ્રતિહારો દ્વાર જે સામ્રાજ્ય ભારત મા વિસ્તારવા મા આવ્યુ હતુ. તે વિસ્તાર હર્ષવર્ધન ના રાજ્ય થી મોટો ને વધારે સંગઠિત હતો. દેશ નુ રાજનૈતિક ઐક્યકરણ કરીને શાંત, સમૃદ્ધ, સાંસ્કૃતિક સાહિત્ય, કલા પ્રગતિ નુ વાતાવરણ ઉભુ કરવાનો શ્રેય ગુજર્ર-પ્રતિહાર વંશ ને જાય. તેમના વિર પરાક્રમી શાસકો માં

નાગભટ્ટ પ્રથમ (730 થી 756 ઇ.)

વત્સરાજ (783 થી 795 ઇ.)

નાગભટ્ટ દ્વિતીય (795 થી 833 ઇ. )

મિહીરભોજ પ્રથમ (836 થી 889 ઇ.)

મહેન્દ્રપાલ

મહીપાલ

ભોજ દ્વિતીય

વિનાયક પાલ

મહેન્દ્રપાલ દ્વિતીય

દેવપાલ

મહીપાલ દ્વિતીય

વિજયપાલ

રાજ્યપાલ

યશપાલ

પ્રથમ સમ્રાટ નાગભટ્ટ પ્રથમ ના કાલ મા પશ્ચિમીદેશોની અરબો ના આક્રમક થવા લાગ્યા હિન્દ પર વર્ચસ્વ સ્થાપિત કરવા. સિંન્ધ ને મુલ્તાન પર તો હતો. ત્યારે સિંન્ધ ના રાજ્ય પાલ જુનૈદ ના નેતૃત્વ મા આગળ વધી. માલવા ને જુજ પર હુમલો કરવા લાગી. જુજ વિજય થયો પણ માલવા થી નાગભટ્ટ તેને હંકારી કાઢ્યા. એ સમયે અજય અરબો ને પરાસ્ત કરવા થી નાગભટ્ટ ની કિર્તી ચોમેર ફેલાઈ ગઈ. અરબો ને હરાવ્યા બાદ નાગભટ્ટ એ રાજ્યનો વિસ્તાર વધારતા ગ્વાલિયર, માલવા ગુજરાતના ભરૂચ બંદરગાહ સુધી ઉજ્જૈન ને રાજધાની સ્થાપિત કરી અરબો સાથે યુદ્ધ કરતા તેઓને પશ્ચિમ મા સીમિત કરી દિધા ઇસ્લામિક અરબો સામે યુદ્ધ મા હંમેશા સમ્રાટ નાગભટ્ટ એક સંધ નેતૃત્વ કર્યુ નાગભટ્ટ બાદ નબળા ઉત્તરાધિકારી શાસન પર આવ્યા.

વત્સરાજ દેવરાજ નો પુત્ર. ગાદી પર આવતા ત્રિદલીય સંગ્રામ શરૂ થઈ ગયો કન્નોજ માટે. સમ્રાટ વત્સરાજ ના કાલ મા સ્થાપત્યો ના નિર્માણ થાય. અરબો પર પ્રભાવ સ્થાપિત કર્યો. આક્રમણ પર રોક લગાવી દીધી. બાહ્ય લૂંટારૃ નરભક્ષી બબ્બર જાનવરો થી હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ ની રક્ષા કરી હતી.તે સમય વિશ્વ ની સંસ્કૃતિઓ મા ઉથલપાથલ નો હતો આરબ દેશ થી ઉઠનારી લપટો ધણી ખરી સંસ્કૃતિ ને ભરખી ગય હતી. તે સ્થાનો અને સંસ્કૃતિઓ ઇસ્લામિક રંગ માં રંગાવા લાગી હતી. તે પરિવર્તન બળપ્રયોગ અને શસ્ત્રો થી હતુ. ઇરાન ની વિશ્વ વિખ્યાત સંસ્કૃતિ ને નાશ કરી નાખી. પારસીઓ ત્યાંથી ભાગી ને ભારત આવ્યા. પોતાની સંસ્કૃતિ જીવિત રાખી. જે કામ સદીઓ પુર્વ ઇસાઇઓ યુરોપ માં કર્યુ હતુ તે એશિયા માં અરબો કરતા હતા. ઇરાક ની મહાન સભ્તા ઇસ્લામિક સંસ્કૃતિ નુ કેન્દ્ર બની ગઈ. મિસ્ર ની ની સભ્યતા હવે બદલાઇ ગઈ હતી. લિબિયા કુવૈત, પશ્ચિમી એશિયા માં ઇસ્લામિક ધ્વજ ફરકતા હતા. સર્વ ની ઉત્સુકતા નુ કેન્દ્ર ભારત અને તેને વિજય કરવાની ઇચ્છા એ અરબો આક્રમણ કરતા.

સમ્રાટ મિહિર ભોજ પ્રતિહાર વંશ ના મહાન પરાક્રમી પ્રબલ શાસક હતા. મિહિર ભોજ ને “આદિવરાહ “ પણ માનવામાં આવે છે. 60 વર્ષ સુધી શાસન કર્યુ. તેમણે રાજ્યને ચારે બાજુ વિસ્તરીત કર્યુ. હાલ ના મુલ્તાન થી બંગાળ સુધી. મિહિર ભોજ શીવ ના પરમ ભક્ત હતા. એક અરબી યાત્રી એ ભારત ભ્રમણ દરમિયાન લખેલા પુસ્તક મા સમ્રાટ મિહિર ભોજ ને ઇસ્લામ ના મોટા શત્રુ લેખવા આવ્યા છે. ઉપરાંત તે પુસ્તક મા મિહિર ભોજ ના અને તેના સૈન્ય ના વખાણ પણ કર્યા છે. તે સમયે સામ્રાજ્ય નો સુવર્ણકાળ હતો. તે સમયે મિહિર ભોજ પાસે 36 લાખ પરાક્રમી સૈનિક ની સેના હતી. તેમનુ રાજચિન્હ વરાહ હતુ. મુસ્લિમ રાજઅધિકારીઓ ના મન મા તેના પ્રતિ ભય ને બેહદ નફરત હતી. સમ્રાટ ની સેના મા તમામ વર્ગ, જાતિ ના સૈનિક હતા જેમણે રાષ્ટ્ર ને ધર્મ માટે શસ્ત્ર ઉપાડેલા હતા.

મિહિર ભોજ એ બંગાળના રાજા દેવપાલ ના પુત્ર નારાયણ પાલ ને હરાવી બંગાળ ને સામ્રાજ્ય મા જોડી દીધુ. દક્ષિણ ના રાષ્ટ્રકુટ રાજા અમોઘવર્ષ ને હરાવી તેમના ભુ ભાગ સામ્રાજ્ય હસ્તક આવ્યા. સિંન્ધ ના અરબી શાસક ઇમરાન બિન મુસા ને પરાસ્ત કરી સમસ્ત સિંન્ધ ને ગુજર્ર-પ્રતિહાર સામ્રાજ્ય નુ અભિન્ન અંગ બનાવ્યુ કેવલ મસુરા ને મુલ્તાન માં અરબો સુરક્ષિત હતા તેઓએ ત્યા ગુફાઓ બનાવી હતી. પરાજય નો અંદાજ આવતા તેઓ ગુફાઓ મા છુપાઇ જતા. મિહિર ભોજ ઇચ્છતા ન હતા કે અરબો ત્યા પણ સુરક્ષિત રહે. તેથી ગુફાઓ શોધી ને નષ્ટ કરી નાખી સાથે છુપાયેલા શત્રુ ઓ ને પણ. પોતાના રાજ્ય ની સીમા સિંન્ધ નદી આગળ વધારી જેથી રાષ્ટ્ર આગામી સદીઓ સુધી રક્ષિત રહે. કાન્ધાર (કાબુલ) થી આસામ સુધી હિમાલય થી નર્મદા આંધ્ર સુધી ને કાઠિયાવાડ થી બંગાળ સુધી ની સુદ્રઢ સુરક્ષિત સીમા વિસ્તરી કરી.

સમ્રાટ મિહિર ભોજ ના રાજ્ય મા ચોર લુટારૂ કે ડાકુઓ નો ઉપદ્રવ ન હતો. કન્નોજ તેમની રાજધાની હતી. તે વખત નુ પ્રમુખ નગર. કિલ્લા ની અંદર લગભગ 10 હજાર મંદિર હતા. મિહિર ભોજ જીવન ના લગભગ વર્ષ યુદ્ધ ભૂમિ પર લડતા લડતા જ વીતાવ્યા હતા. તેમણે 4 પ્રમુખ સેના હતી. એક સેના કનકપાલ ના નેતૃત્વ મા ગઢવાલ નેપાલ ના રાજા રાઘવ દેવ ને તિબેટ ના આક્રમણ સામે રક્ષણ આપતા. બીજી સેના અલ્કાનદેવ ના નેતૃત્વ મા પંજાબ કાબુલ ના હિન્દુ રાજા ની રક્ષા કરવા તુર્કીસ્તાન ના આક્રમણકારી ઓ વિરુદ્ધ. ત્રીજી સેના પશ્ચિમ મા મુલ્તાન સિંન્ધ તરફ હતી શત્રુઓ પર નિયંત્રણ કરવા. ચોથી સેના દક્ષિણ મા પડોશી રાજ્ય ને કાબુ કરવા યુદ્ધરત હતી. ચારેય સેના નુ સંચાલન, માર્ગદર્શન સ્વંય સમ્રાટ મિહિર ભોજ કરતા.

પ્રતિહાર વંશ ના લગભગ સમ્રાટ એ રાષ્ટ્ર પ્રત્યે ભક્તિ ન રાખી હોત તો આજે પરિસ્થિતિ કંઇક અલગ હોત. કેટલીક સદીઓ સુધી સામી છાતી એ લોહ લેનારા તમામ વંશ ના પરાક્રમ વખાણવા લાયક છે. હિંન્દ પર હુકુમત સ્થાપિત કરવા ની ઇચ્છા ધરાવતા.રણક્ષેત્ર મા ગુજર્ર વીરો “હર હર મહાદેવ “ “જય ગુજર્રેશ્વર “ “જય મહાકાલ “ના નાદ સાથે શત્રુઓ પર ટુટી પડતા. રણમેદાન મા સૈન્ય જે ગુજર્ર નૃત્ય કરતા તેના શત્રુ સેના ભય ઉભો તેઓ થરથર કાંપી ઉઠતા. દરેક વખતે શત્રુઓ ને ભાગવુ પડતુ. ધણી વખત અરબી આક્રાંન્તાઓ રાત્રીના સમયે સેના પર હુમલો કરતા. અનેક વાર તેઓ બાળકો ,વૃધ્ધો પર સ્ત્રીઓ પર બબ્બરતા થી પ્રહાર કરતા ખચકાતા નહિ.

બીજી તરફ હિંન્દ ના રાજાઓ કે સૈન્ય નિઃશસ્ત્ર પર ભાગતા શત્રુ પર કે ઘાયલ પર કે બાળકો, સ્ત્રી પર પ્રહાર ન કરતા. એજ પ્રકારના ભયંકર યુદ્ધ થતા. કયારેય ભંડોચ, વલ્લભી નગર સુધી આક્રમણકારી આવતા. કંઇક નગર ધ્વંસ થતા પ્રાચીન સ્થાપત્યો નો નાશ થતો ધન જાન નુ મોટા પાયે નુકસાન થતુ. છતાંય ગુજર્ર વીરો શત્રુઓ ને સિંન્ધ થી પાર હંકાલી કાઢતા.

કન્નોજ માટે યુદ્ધ

રાજા રજવાડા મા ખેલાતા આંતરિક યુદ્ધ મોટા ભાગે રાજ્ય ની સીમા વધારવા જ થતા અથવા તો શત્રુતા. વર્તમાન સમય કરતા એ સમય વધારે લોહિયાળ હતો.હર્ષવર્ધન ના મૃત્યુ બાદ કન્નોજ ને શક્તિ નિવાર્ત નો સામનો કરવો પડ્યો. પરિણામે હર્ષવર્ધન ના સામ્રાજ્ય નુ વિઘટન થયુ. એક શતાબ્દી બાદ યશોવર્મન આવ્યો તે નો આધાર લલિતત્દિય મુક્તિપીઠ ના પર હતો. તે નબળા પડતા જ કન્નોજ પર અધિકાર રાખવા ત્રણ રાજ્યો વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય.

ગુજર્ર-પ્રતિહારો સામ્રાજ્ય પુર્વમા થી પાલ સામ્રાજ્ય દક્ષિણ નુ રાષ્ટ્રકુટ સામ્રાજ્ય. વત્સરાજ એ કન્નોજ વિજય મેળવી યુદ્ધ મા ધર્મપાલ અને રાષ્ટ્રકુટ ના દન્તિદુર્ગ ને પરાજિત કર્યા ને. કન્નોજ ને રાજધાની બનાવી. બે વિશાળ સેના ને હરાવી તેના પર અનુમાન લગાવી શકાય છે કે ગુર્જર સેના કેટલી દિવ્ય ને શૌર્યશાળી હશે.

786 ઇં. ની આસપાસ રાષ્ટ્રકુટ ના નવા શાસક ધ્રુવધર વર્ષ એ નર્મદા પાર કરી માલવા કન્નોજ પર વિજય પ્રાપ્ત કર્યો વત્સરાજ ને રાજસ્થાન મા સિમિત કરી દિધો. જેવી ધ્રુવધર વર્ષ ની પડતી થઇ કે પાલ શાસક ધર્મપાલ કન્નોજ પર કબ્જો કરી ચક્રાયુધ ને રાજા બનાવે.

નાગભટ્ટ દ્વિતીય એ ગાદી સંભાળી હતી રાષ્ટ્રકુટ રાજ ગોવિંદ ત્રીજા એ આક્રમણ કરી તેને હરાવ્યા. નાગભટ્ટ દ્વિતીય એ સૈન્ય એકત્રિત કરી રાષ્ટ્રકુટ ને પરાજિત કરી માલવા છીનવી લીધુ. કલિંગ ના રાજા સામે યુદ્ધ જીત્યા કન્નોજ ના ચક્રાયુધ ને હરાવી કન્નોજ ને રાજધાની બનાવી. ગુજરાત મા સોમનાથ મંદિર નુ પુનઃ નિર્માણ કરાવ્યુ ગુર્જર સામ્રાજ્ય ની શક્તિ ચરમોત્કષ નો કાળ (836 -910 )સુધી હતો.

કન્નોજ પર વિજય કરવા અનેકવાર યુદ્ધ થયા. ત્રણ રાજ્યો ના રાજા તેને પોતાની રાજધાની સ્થાપિત કરી સમ્રાટ બનવા ઇચ્છતા. અધિકતર અધિકાર ભોગવનાર ગુર્જર-પ્રતિહાર સામ્રાજ્ય હતુ. મિહિર ભોજ ના શાસનકાળ મા રાષ્ટ્રકુટ રાજા કૃષ્ણ બીજા એ અવંતિ મેળવવા નર્મદા નદી કિનારે યુદ્ધ થાય જેમા રાષ્ટ્રકુટ ની કારમી હાર થાય.

સમ્રાટ મહેન્દ્રપાલ ના મૃત્યુ બાદ ઉત્તરાધિકારી પદ માટે આંતરિક વિવાદ થયો મહિપાલ ને તેના ભાઇ ભોજ બીજા વચ્ચે ( 910-912 ઇ.) ના અલ્પકાળ મા પદ પર રહે રાષ્ટ્રકુટ રાજ્ય ની મદદથી. રાષ્ટ્રકુટ નો સહકાર નહિવત્ થતા મહીપાલે ભોજ બીજા ને હરાવી પદભ્રષ્ટ કર્યો. સામ્રાજ્ય ની અસ્થાયી નિર્બલતા નો લાભ વિશેષ સામંતો એ લીધો. માલવા ના પરમાર, બુંન્દેલખંડ ના ચંન્દેલ, મહાકોશલ ના કલચુરિ, હરિયાણાના તોમર, રાજપુત ના ચૌહાણ, સ્વતંત્ર થવા લાગ્યા.

રાષ્ટ્રકુટ એ ફરી એક વાર કન્નોજ માટે યુદ્ધ કરે રાજા ઇન્દ્ર તૃતીય ને વિજય થાય.પણ મહીપાલે પોતાના પરાક્રમી સૈન્ય લઇ ને રાષ્ટ્રકુટ ને દક્ષિણ તરફ હંકારી દીધા. એ પછી ના સમય મા રાજસ્થાન પર થી નિયંત્રણ ગુમાવ્યુ. ચંન્દેલ એ ગ્વાલિયર ના સામરિક કિલ્લા પર કબ્જો કર્યો.

10 મી સદી ના અંત સુધી મા ગુજર્ર-પ્રતિહાર સામ્રાજ્ય કન્નોજ પર સીમિત નાના રાજ્ય મા પરિવર્તિત થયુ. સામ્રાજ્ય ના પતન ના દિવસો હતા. તો પશ્ચિમ મા નવી શક્તિ કેન્દ્ર બનાવી રહી હતી. મહમ્મદ ગઝનવી નુ સામ્રાજ્ય એ તૂર્ક શાસક ભારત વિરુદ્ધ વિશાળ સેના લઇ ને નીકળે. પ્રથમ કાન્ધાર ના રાજા જયપાલ ગઝનવી સામે યુદ્ધ કરે તુર્કો ની મોટી સેના સામે તે હારી જાય. પરાજય ના અપમાન મા જયપાલ જીવતા ચિત્તા મા બેસી જાય. ગઝનવી સૈન્ય લઇ ને ઓહિન્દ (પંજાબ ) તરફ વધે ત્યા ના રાજા ને હરાવી ને નગરકોટ કાંગડા ના મંદિર લુંટી જાય. ગઝનવી સામ્રાજ્ય નો વિસ્તાર થયો.

1018 ઇ. મા મહમ્મદ ગઝનવી મોટી સેના સાથે ગંગા યમુના પાર કરતો આગળ વધે. માર્ગ મા આવતા નગર ધ્વંસ કરે લૂંટફાટ કરે. તેનો માર્ગ અવરોધે તેવુ કોઈ ન હતુ. ગંગા ના પશ્ચિમી તટ પર સ્થિત કન્નોજ આક્રમણ કરવા તૈયાર હતો. સમ્રાટ પાસે પર્યાપ્ત સેના ન હતી સામંન્તો એ સહાયતા ન કરી.તુર્કીઓ ની વિશાળ સૈન્ય સામે સમ્રાટ ને છોડી દેવા મા આવે. છતાંપણ કન્નોજ નાના નાના સાત કિલ્લા વચ્ચે હતુ. અમુક કારણોસર સમ્રાટ રાજ્યપાલ ને ગંગા પાર વારિ દુર્ગ મા શરણ લેવી પડે. નગર ને પ્રજા નિરાધાર થાય. ગઝનવી એક જ દિવસ મા સાતેય ગઢ જીતી લીધા પ્રજા પર કત્લેઆમ થયો ,લૂંટફાટ થઈ શિલ્પો, સ્થાપત્યો ,મંદિરો નો નાશ થયો.

આ આક્રમણ થી સામ્રાજ્ય ની જડો હચમચી ગય. તક નો લાભ લેતા ચંન્દેલ રાજ સૈન્ય મોકલે રાજ્યપાલ વિરુદ્ધ ને રાજ્યપાલ ની હત્યા કરવામા આવે.

ત્રિલોચન પાલ ના સમય મા પણ ગઝનવી ના આક્રમણ નો સામનો કરવો પડે. યશપાલ ગુજર્ર-પ્રતિહાર સામ્રાજ્ય ના અંતિમ શાસક હતા. તે સમયે બાદ 1036 ઇં. મા લગભગ અંત થયો.

એક સમય જે શાસકો ની કિર્તી ચોમેર હતી “રાજાધિરાજ “ “મહારાજાધિરાજ”ના બિરુદ હતા જેની આંખ લાલ થતા અરબો ને શત્રુઓ કાંપી ઉઠતા. તે સામ્રાજ્ય આંતરિક વિદ્રોહ ના કારણે અપ્રભાવિ શાસકો ના કારણે, યુધ્ધો મા પરાજય ના કારણે, પતન સુધી લઈ ગયા.

એ સમય ના યુદ્ધ એકબીજા ની સભ્યતા સંસ્કૃતિ બદલવા નાશ કરવા અથવા તેના રક્ષણ માટે.અથવા રાજ્ય નો વિસ્તાર કરવા માટે થતા. અથવા વર્ચસ્વ સ્થાપિત કરવા.ગુજર્ર-પ્રતિહારો સામ્રાજ્ય સંગઠિતતા, પ્રભાવશાળી શાસકો, પ્રતિ એક યુદ્ધ જીતવા કારણે જ સદીઓ સુધી અચલ રહ્યુ હતુ. એક વાત યાદ રાખવા જેવી છે આ ઇતિહાસ માંથી કે આંતરિક વિદ્રોહ, ગૃહયુદ્ધ, ખામીપુર્ણ શાસન વ્યવસ્થા, એક આમંત્રણ છે કોઈ પણ વિદેશી સત્તા તે તક નો લાભ ઉઠાવી રાષ્ટ્ર ને ગુલામ બનાવી શાસન કરે.

ગુજર્ર-પ્રતિહારો સામ્રાજ્ય ના ધર્મ રક્ષક, પાલક, પ્રબલ, વિર, શાસકો ના કારણે સદાય શ્રેષ્ઠ રહશે. ગુજર્ર વીરો એ ધર્મ ની રાષ્ટ્ર ની બાહરી આક્રમણ સામે રક્ષા કરી. સંસ્કૃતિ ને સમૃદ્ધિ કરી. રાષ્ટ્ર પ્રત્યે નુ યોગદાન અતૃલ્ય છે.

***