બને એવું
એવું ના હોઈ કે સાવ કોરો જ મળે ક્યારેક તો ચોપડો મારો ભરચક એય મળે
પગ મુક્વાનીય જગ્યા ના હોઈ એ માનવ મેદની માં ય મને મારી એકલતા મળે
હૃદય થી અમીરી જોયે બાકી કાગળિયા વાળા ગરીબ તો ઠેર ઠેર મળે
સાવ બાળક ની માફક રડ્યા કરું
ત્યારે કારણ પૂછવા વાળું નહિ ગળે લગાડી સાથે રોવા વાળું જોયે
તબકો જિંદગી માં એ પણ આવશે કે હું સાબિત કરી બતાવીશ કે હું કોણ છું
પણ એ ઘડી સુધી તારે સાથે રહેવું પડે
ઝેર ફેલાતું હોઈ ખબર એ ના પડે
ને પછી વાત છેક અંગ કાપવા પર આવે
સામ સામે આવે તો ગળે મળી લ્યે
પણ જો હોઈ બુરખા માં તો કતલ કરવાની તયારી એય બતાવે
એવું નથી કહેતી “હીર”
કે તું છેક સુધી મને ચાહ્યા કર
જ્યાં સુધી વણાંક ના આવે બસ ત્યાં સુધી તો સાથે ચાલ્યા કર
સાવ બંજર જમીન માં હું આસોપાલ્લવ વાવું ને એ પાંગરે ખરા
ને ફળદ્રુપ જમીન માં ઍરંડોય ના ઉગે બને એવું
2) “રાધા”
એવું નથી કે નરી હકીકત લખવી પડે
કોક દી તો મન ની ઈચ્છાય લખવી પડે
આગાહી ના હોઈ વરસાદ ની તોય રાખવી પડે
ભલેને વરસાદ થી બચાવે નહીં પણ લાગણી માં ભીંજાવા ય છત્રી રાખવી પડે
માન્યું કે કોમળ છે કાયા તારી
પણ સાવ ફૂલો માં રહેવાની આદત એ ના સારી
કોક વાર કંટક માં ચાલવા ની આદત રાખવી પડે
તું રિસાયા કરે હું મનાવ્યા કરું ચાલ એમાંય વાંધો નથી
પણ કોકદી તો “રાધા” તારેય મને મનાવો પડે
“હું ઉભો જ છું ને તારી પાસે” કહેવાથી કંઈ સબંધ ના નિભાવાય
કોકદી ચાલી નેય દૂર સુધી આવવું પડે
3) “જીંદગી”
કેમ છો કેમ નહીં જેટલી મિત્રતા રાખું છું આમ તો જીંદગી સાથે
બાકી હિસાબ કરવા બેસું તો ભવ ભવ ની દુશમની થઇ જાય
હું ચલાવ્યા રાખું ને એ બાળક ની જેમ પગ ઘસડી પરાણે પાછળ આવ્યા રાખે
પણ જો સાથે ચાલવાનું થાઈ તો રસ્તા ત્યાંજ પુરા થઇ જાય
ખોટા માણસો ને જીવન માં લાવે ને એ જાય પછી મારા પર કાળો કેર વર્તાવે
છતાંય હું નરમાઇસ થી વર્તી લવ છું , બાકી હિસાબ કરવા બેસું તો ……
ઘણી વાર હું એને માફ કરી દવ છું ક્યારેક એ જતું કરી દયે છે બસ એમાં જ ગાડું ચાલ્યા કરે છે
બાકી સામે સામે ભૂલો ગણવા બેસીયે તો અમારાથી મોટું કોઈ ગુનેગાર નથી
આમતો કેટલાય ઘા ખુલ્લા મૂકી દીધા છે એ જીંદગી તે મારા મન પર
પણ જયારે સુખી પળો ને યાદ કરવા બેસું છું ત્યારે તે ઘણું દીધું છે
ચાલ આ વાત પર હું બધો હિસાબ આજેજ ચૂકતો કરી દવ
4) “ભર ચોમાસે”
ખબર નઈ પ્રાસ નથી મળતા કે અહેસાસ નથી મળતા
ભર ચોમાસે મને ભીના ફૂલ ઝાડ નથી મળતા
શોધવા નીકળો એકદી હું પોતાને જ અરીસામાં
કોણ જાણે કેમ હવે એ જુના સરનામે અમે પોતાને નથી મળતા
સાચું કહેજે હો
માણસે એ માણસે મને કવિતા લખવાનું કારણ મળી જાય
તુંય કોક દી મને મળી તો જો
એક દિવસ માં એક જ માણસ ના સો સ્વરૂપ મળી જાય
તું ખાલી શોધી તો જો
આ હકીકત છે કે લોકો મને પૂછ્યા કરે છે કે
સાચું કહેજે હો કવિતા જાતે લખો છો કે પછી ….
હું ખાલી એ કહી ને વાત પતાવું છું કે કવિ તું પણ બની જઈશ વાલા
ખાલી મારી જગ્યાએ તું એકવાર આવી તો જો
થોડાક અનુભવો મારા ને તમારા
ઘર
ઘર….
બહાર રહેતા લોકો ને આ શબ્દ સ્વર્ગ જેવો પણ લાગશે હા બસ એજ ઘર વિશે મારે લખવું છે.
હું ahmdabad આવી ને ત્યારે મને થતું હાસસસસસ !!!! દરેક ને થાઈ આવું એકલું રેવું મિત્રો સાથે કોઈ રોક ટોક નહિ કોઈ પૂછવા વાળું નહિ મન પડે એ ખાવ મન પડે ત્યાં જાવ આવું બધું સાંભળવામાં ભલે સારું લાગતું પણ actual માં આ એટલું જ રંગીન ને એટલુંજ મોહક નથી હોતું. કેમ ?
કહું જો તમને
સરુવાત માં તમને લાગશે જીતી ગયા મોજ પડી ગઈ હવે આપડે રાજા …. પણ આમ જીત જેવું જાજુ કશું હોતું નથી ભલે તમે તમારા ઘર થી ૫૦૦ km દૂર રહેતા હોવ છતાંય તમારે રાત ના ૮ ના ટકોરે ઘરે આવું પડે શુકામ ? પૂજ્ય પિતાશ્રી નો કોલ આવાનો હોઈ ને..માન્યું એને આપડા કરતા બમણી દિવાળીઓ જોઈ છે પણ આપણે એવું લાગે નહિ ખબર પડે રસ્તા ના ખૂણા માં સાવ શાંત જગ્યા એ જઈ તમે કોલ માં વાત કરો ને અચાનક થી તમારો નાલાયક મિત્ર પાછળ થી આવી ને બૂમ પળે જલ્દી ચાલ બસ ખેલ ખતમ …….રૂમ માં રહેતા તમામ મિત્રો ના ખાનદાન ની inquiry થઈ જાય
પછી આવે બીજો મોહક અનુભવ ઘરે રોટલી શાક જોઈ ને મોં બગાડનાર ઘર ની બાર નીકળે તો એને સામે લઝીઝ પીઝા ને બર્ગર દેખાવા માંડે. જાણે પાંજરા માંથી છૂટેલ ઉંદરડો જેમ આઝાદી નો શ્વાસ લ્યે એમ આવા લોકો આઝાદી થી મહિના સુધી બહાર નું ખાઈ પછી બે સંજોગો બને એકતો ખીચું ખાલી થવા માંડે ને બીજું પેલા રોટલી શાક યાદ આવે જે મોં બગાડી ને દૂર હડસેલ્યા હોઈ
આ આઝાદી ની બધી મોજ મજા છએક મહિના સુધી રહે ને પછી તો બોસ fb ને whats માં “Missing my home” ને “sweet home” ના સ્ટેટ્સ મુકાય પણ હવે કરે શુ ? જોબ અથવા સ્ટડી ના બહાને ભાગી ને (ચાલો પરવાનગી લઇ ને આવેલા બસ) લોકો ઘર અને સ્વતંત્રંત જીવન વચ્ચે દોડતા ભાગતા થઈ જાય છે. એજ અઠવાડિયા ના મેલા કપડાં ધોવડાવા અથાણાં પાપડ ને નાસ્તો ભરી આવા ને મૂળનું કારણ પેલું મોં બગાડી ને દૂર કરેલા mummy ના હાથ ના રોટલી શાક ખાવા
ખાલી એક વસ્તુ યાદ રાખજો જે જગ્યાએ છો જે પરિસ્થિતિ માં છો શ્રેષ્ઠ છે ઘણા લોકો તમારા જેવું જીવન જીવન સપના જોતા હશે
***
થોડા અધૂરા રહી ને છુટા જો પડીયે તો ફરી મળવા ની ઉમીદ રહે
થોડા અધૂરા રહી ને છુટા જો પડીયે તો ફરી મળવા ની ઉમીદ રહે” આવું કંઈક વાક્ય વાંચયુંતું
પણ ખરેખર આ સત્ય છે?
હશે, ના ના નથી પણ મને હંમેશા અધૂરી વસ્તુ થી નફરત કે ચીડ રહેલી છે ભલે એ વાર્તા હોઈ કે coffee mug હોઈ કે કોઈ ગીત હોઈ અધૂરું મને કંઈ ના ગમે. આ મારો સ્વભાવ છે પ્રકૃતિ છે.મને પૂર્ણતા જોઈએ દરેક વસ્તુ માં જે કરો એ વસ્તુ પૂર્ણતઃ કરો. જ્યાં સુધી વાત જળ મૂળ થી ના પુરી થાઈ ત્યાં સુધી મને શાંતિ ના મળે … પણ જીવન માં તમને દરેક વસ્તુ પુરી મળે જ અથવાતો મળેલી વસ્તુ પુરી હોઈ જ ના પણ બને એવું.. તો સ્વાભાવ બદલવો? ના એવું તો થાઈ નહીં… તો ? ખબર છે વાર્તા અધૂરી છે coffee નો mug અધૂરો છે ને એવું તો કેટલીય વસ્તુ અધૂરી રહી જાય છે જિંદગી માં છતાંય આપણે જીવી જઇયે છીએ ખાલી એકજ વિચાર માં “આજ” ના વિચારે આજે જે છે એમાં જીવી લેવાના વિચારે.ને એવું પણ બને કે અધૂરી વસ્તુ,અધૂરી વાર્તા ,અધૂરો coffy નો mag ને અધૂરું ગીત તમને પૂર્ણતઃ શાંતિ આપી જાય.કાલે એક વાર્તા તમેં પુરી વાંચી તમારા સ્વભાવ પ્રમાણે એ તમને સંતોષ આપવો જોઈ પણ ના મળે બને એવું. કેમ? કેમ કે વરસો થી મન જંખતું હોઈ જે વસ્તુ ને એ વસ્તુ પામી ને પણ મન પાછું વળે બને એવું ? …..
***
એક સ્ત્રી
સ્ત્રી ……
ગમે તેટલી modern independent કેમ ના થઇ જાય એક ગુણ એના માં એવો છે જે એ ક્યારેય ના છોડી શકે અમુક સમય સંજોગે એ સમજદાર થાઈ છે પણ basically એ રહી “સંવેદનશીલ (emotional) ” ઘણી બધા લોકો ને કહેતા સાંભળ્યા છે જાજુ emotional નહિ થવાનું practical decision લેવા ના હા એ સાચું પણ હશે અમુક સમયે પણ દરેક વખતે નહિ
અમારો default ગુણધર્મ કહો કે પ્રકૃતિ કહો લાગણીશીલ સંવેદનશીલ અથવા તો ઘણીવાર emotional full પણ કહી શકો હો . આમ કોઈ સ્ત્રી વાદ નથી કે પુરુસ વિરોધ નથી
વાત ખાલી એટલી છે કે અમે લોકો રડી શકીયે છીએ વર્ણવી શકીયે છીએ જયારે પુરુસ રડી નથી શકતો અંદર ને અંદર ગૂંગળાઈ જાય પણ એ વ્યક્ત નહિ કરી શકે
સ્ત્રી સહજ સ્વભાવ છે care કરવી, નાની નાની વાત ની દરકાર લેવી સંવેદના, ઋતુજા એ એની પ્રકૃતિ છે એક છોકરી ને ક્યારેય માં બનતા શીખવું ના પડે એ તો જયારે એના પેટ માં પાંગરતા બાળક ના સંચાર પણ પાકા ના થયા હોઈ ત્યાં માં બની ગઈ હોઈ . અચાનક જ પીઢતા સમજદારી એના સ્વભાવ માં દેખાઈ આવે . પોતાના ઘરે હાથ પાર રહેલી છોકરી નવા ઘરે જઈ ને બધું એડજસ્ટ કરતા શીખી જાય છે શીખવું જ જોઈએ આમ કંઈ નવી વાત નથી હા પણ મોટી વાત જરૂર થી છે
પોતાના જ cabbord માંથી પોતાનો જ શર્ટ ના શોધી શકતો પણ પોતાને એકદમ indpendent ને એટલો જ સમાજદાર સમજતો છોકરો પણ આવું નથી કરી શકતો . ને એજ રીતે ગમે એટલી indpendent woman પણ પોતે સુંદર છે જ એવાત ની dependency પણ એના husband ના complement પર રાખે છે અમને aproval ની હંમેશા જરૂર હોઈ છે પછી એ સુંદરતા હોઈ કે અમારા પોતાના વિચારો જ્યાં સુધી પુરુસ નું acceptance ના મળે ત્યાં સુધી અમે અધૂરા હોઈએ છીએ મતલબ એ નથી કે સ્ત્રી અપૂર્ણ છે મતલબ એ છે કે સ્ત્રી પોતાના થી નહી પુરુસ ના સાનિધ્ય થી પૂર્ણ થાઈ છે
એક સ્ત્રી -PART-II
સ્ત્રી સહજ સ્વભાવ છે આસુંડા ને પુરુસ સહજ સ્વભાવ છે કઠોરતા. સ્ત્રી રડી લ્યે છે મતલબ બિલકુલ એ નથી એ બોવ સંવેદન શીલ છે ને પુરુષ રડતો નથી, દુનિયા સામે મતલબ એ નથી કે એ સંવેદના રહિત છે
ક્યારેક સમય સંજોગો વસાત સ્ત્રી રડી લ્યે છે મન હળવું કરી લ્યે છે જયારે પુરુષ રડી નથી શકતો હળવો નથી શકતો.આખી રાત રડી ને સવારે ઉઠતી સ્ત્રી શાંત સહજ ને ગૂઢ થઇ હોઈ છે .જયારે રાતે રડી ને સવારે ઉઠેલો પુરુષ ચિડચિડો , ગુસા માં ને અતડો અતડો ફરે છે.
સ્ત્રી ને રડવાનું વરદાન આયપુ છે એ એનું દુઃખ સુખ રડીને વર્ણવી શકે છે જયારે પુરુસ આજ વરદાન આગળ બેબસ થઇ ને કેટલુંય કરી જતો હોઈ છે .સ્ત્રી જયારે પ્રેમ માં પડે છે ત્યારે એ પૂર્ણ સ્વીકાર કરે છે . જયારે પુરુષ પ્રેમ માં પડે છે ત્યારે એ પૂર્ણ સમર્પણ કરે છે.આખા ગામ સામે મૂછો ના કડિયા ઉંચા રાખી ને ફરતો પુરુષ એની સ્ત્રી સામે નતમસ્તક થાઈ છે(ભલે ને એ બાહુબલી હોઈ).પોતે અગવડતા ભોગવી ને સ્ત્રી ને સગવડતા કરે છે ને સામે સ્ત્રી એના કુટુંબ ને સહહર્ષ સ્વીકારે છે.પુરુષ ની સામો વાળી થવાની કે કરવાની ઈચ્છા માં ને ઈચ્છા માં સ્ત્રી એક પગથિયું નીચે ઉતરે છે એ છે એના સ્વભાવ નું પગથિયું એની પ્રકૃતિ થી વિરુદ્ધ જય કઠોર સ્થિર ને સ્વચ્છન્દ થઈ જય છે. તરાજૂની બંને બાજુ શ્રેષ્ઠ જ રયચી છે ભગવાને તમે એમાં એક ને શ્રેષ્ઠ સાબિત કરવાની મથામણ ના કરો
એક સ્ત્રી -માં -PART- III
આગળ નો બ્લોગ મારો સ્ત્રી પુરુષ પર હતો આજે ખાલી સ્ત્રી પર છે. એ પણ સ્ત્રીના શ્રેઠ સમય પર એટલે એક ગર્ભવતી સ્ત્રી પર. આમતો આપણે એટલું બધું સ્ત્રી ના ગુણગાન ગાઈ ને ભારો ભાર વખાણ કરેલું વાંચી વાંચી ને ઉપી ગયા છીએ એ મને ખબર છે પણ આજે અમુક વાતો લખવાની ઈચ્છા થાઈ છે ગમે તો બિરદાવજો.
૧૧૦% માન્યું, સ્વીકાર્યું કે પુરુષ વગર સ્ત્રી, ને સ્ત્રી વગર પુરુસ અધૂરા છે પણ તેમ છતાંય સ્ત્રી અધૂરી રહી નેય પૂર્ણ છે. કેમ?
પુરુષ વગર સ્ત્રી ગર્ભ ના ધારણ કરી શકે સ્વીકાર્યું . ગર્ભ એટલે ખાલી બાળક ને જન્મ આપવું એટલું જ નથી સ્ત્રી માટે સ્ત્રી હોવા નું ગૌરવ છે બાળક ને જન્મ આપવો એ. પુરુષ બાળક ને જન્મ આપવા માં પેલું પગથિયું છે બાકી ના દરેક પગથિયાં સ્ત્રીએ ચડવાના છે .જ્યારેક એક સ્ત્રી બાળક ને જન્મ આપે છે ત્યારે સાથે સાથે એક માં ને પણ જન્મ આપે છે આજ સુધી એ એક દીકરી એક વવ, બેન દરેક કિરદાર હતી પણ પોતાના બાળક સાથે માં નો કિરદાર શ્રેષ્ઠ છે, સૌથી પોતાનો ને પોતે જ સાચવાનો સબંધ .
જ્યાંરે એક સ્ત્રી ગર્ભવતી હોઈ એ તબકો એના સ્ત્રિયત્વ ને પૂર્ણ કરતો તબકો કહેવાય. સૌથી નજીક સૌથી હૂંફ એ સમયે એ એને એના બાળક ની લાગે એ જમે ત્યારે ઊંઘે ત્યારે સતત અંદર નું શિશુ એની સાથે સંવાદ કરતું હોઈ.કેટ કેટલીય પીડા વેઠે એ સમયે ના સુઈ શકે ના જામી શકે ના તો જાજુ ચાલી શકે સતત વજન ઉંચકી ને ફરે છતાંય એને ક્યારેય એના બાળક નો ભાર નથી લાગતો ભલે અંતે ૯ માં મહિને બંને ભગવાન ને પ્રાર્થના કરતા હોઈ કે આમાંથી હવે તું મુક્તિ આપ પણ એ નિર્દોસ પ્રાથના છે .
સ્ત્રી ભલે ગમે એટલી ચાલાક થાઈ સ્વચ્છંદ થાઈ કે મોડર્ન થાઈ પણ આ તબકા માં એ સૌથી નિખાલસ નેસહજ સ્વરૂપે મળે છે.જીવ માંથી જીવ ને જન્મ આપવો એટલે દિવસે તારા દેખાઈ એવું કહેવાય છે એ દુખાવૉય એ સહન કરી જાય છે.
***