જો કેવી કરી - 4 bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જો કેવી કરી - 4

જો કેવી કરી

ભાગ-4

આગળ આપણે જોયું કે

(આ તરફ હરીયો અને સુરીયો બંને એકલા થયા.સુરીયાએ મોકો જોઇ હરીયાને કહયું “જો હરીયા તુ હળવેથી ઘેટાને હંકારી જા.હું અહીં બેઠો છું.હું સંભાળી લઇશ.” હરીયો થોડો મુંજાતો હતો એટલે સુરીયો ફરી બોલ્યોં “અરે ઉભો થા.આવો મોકો પાછો નહીં આવે.” સુરીયાની વાતથી હરીયાની અંદર હિંમતનો સંચાર થયો.)

છગન હવાલદાર ઇ.સાહેબના ટેબલ પાસે પહોચ્યોં એટલે હરીયાએ મોકો જોઇ ચોર પગલે બહાર તરફ ગતિ કરી.પણ રમલો કસ્ટડીમાં નવરો જ ઉભો હતો.અને પોતે અંદર અને હરીયો બહારની હવા લેવા જાય એ એનાથી સહન ન થયું એટલે એણે બુમ પાડી “ઓ હરેશભાઇ, કયાં જાવ છો?” રમલાની બુમે બધાનું ધ્યાન ખેચ્યું.છગને ચીલઝડપે હરીયા તરફ દોટ મુકી દરવાજા પાસે જ હરીયાને દબોચ્યોં.હરીયો નિસહાય ઉભો રહયોં.ઇ.સાહેબે પણ બુમ પાડી “ઉભો રહે, હજુ વાત અધુરી છે.ભાગીને કયાં જાય છે?” હરીયાને પહેલીવાર સુરીયાની વાત માનવા માટે ભારોભાર અફસોસ થયો.પણ સુરીયો તરત જ પોતાની જગ્યા પર ઉભો થયો.અને પોતાના ઘેટાઓને બુમ પાડે એવી કોઇના નામ કે સંબોધન વિનાની બુમ પાડી.છગન,ઇ.સાહેબ,ભુરો, હરીયો અને રમલો બધાની નજર સુરીયાની એ બુમે ખેંચી.છેવટે સુરીયાએ પોતાના જમણા હાથની માત્ર ટચલી આંગળી ઉચી કરી બતાવી.અને બોલ્યોં “આના માટે તો બહાર જવા દો.” હરીયાને મનમાં હાશકારો થયો પણ ચહેરો તંગ રાખીને એણે છગનને કહયું “હાથ છોડો છગનભાઇ, આવા કામે તો જવા દો.હવે રોકવું અઘરુ છે.અને સુરીયો તો અહીં જ છે.હું આવુ પછી એને પણ જવા દેજો.” હરીયાને પણ નવાઇ લાગી કે પોતે આટલુ બધું બોલી ગયો.છગને હરીયાને છોડયોં.સુરીયો ફરી બાકડે બેઠો.ઇ.સાહેબે છગનને પરત બોલાવી લીધો.હરીયો થોડી વાર દિવાલ પાછળ ઉભો રહયોં.પછી ધીમેથી ઘેટાઓને હંકારી ગયો.સુરીયાએ આ રમણીય દ્રશ્ય પોલીસચોકીની બારીમાંથી નિહાળ્યું.અને જાણે મોટો બોજ માથેથી ઉતરી ગયો હોય એમ ખુશ થયો.પણ સુખ ભાન ભુલાવે એમ સુરીયો પણ ખુશીથી સીટી વગાડવા લાગ્યોં.અને એક દુહો પણ લલકાર્યોં.બધા અવાક થઇ સુરીયા તરફ જોતા રહયાં ત્યાંરે સુરીયાને ભાન થયું એટલે એ ચુપ થયો.પણ ત્યાંજ રમલાએ કસ્ટડીમાંથી બુમ પાડી “વાહ સુરેશભાઇ વાહ.પાછો એકાદ દુહો લલકારો.” સુરીયો પણ બોલી ગયો “તો સાંભળ બીજો દુહો.” પણ સુરીયો એના સુર વહેતા કરે એ પહેલા ભુરાએ એને નાક પર આંગળી બતાવી અટકાવ્યોં.અને સુરીયાને ખખડાવ્યોં “ શાંતિ જાળવો સુરેશભાઇ, ઇ.સાહેબને વાંચવામાં ખલેલ પહોચે છે.” ત્યાં રમલાએ કસ્ટડીમાંથી જ ભાઇ ભુરાને સલાહ આપી “ભુરા આ ઇ.સાહેબ તો બાજુમાં ઉભેલાનું પણ કઇ સાંભળતા નથી તો એક ગાવ છેટેથી સુરીયાનો દુહો શું સાંભળવાના, તુ હેફીકર રહે.” ઇ.સાહેબને કઇક ગણગણાટ થતો હોય એવુ લાગ્યું એટલે એમણે ભુરા તરફ જોયું.તો ભુરો કસ્ટડીની દિશા તરફ માથુ કરી કઇક હોઠ ફફડાવતો દેખાયોં.એટલે ભુરાને પુછયું “કોણ અવાજ કરે છે? પેલો સુરીયો કે આ રમલો?” ત્યાં તો છગન વચ્ચે કુદયો અને ઇ.સાહેબના કાન સુધી પહોચી બોલ્યોં “અરે સાહેબ,ત્રણેય કયારના અવાજ કરે છે.તમને ડિસ્ટર્બ કરે છે.પણ તમે સાંભળતા નથી.” ઇ.સાહેબના હાથમાં ભુરાએ લખેલો કાગળ પકડેલો હતો જે એમણે બે વાર વાંચ્યો અને હજી ત્રીજી વાર વાંચવાની શરૂઆત કરેલી.ત્યાં આ છગનની વાત આવી.એટલે ગુસ્સામાં છગનને ખખડાવ્યોં “જે હોય તે તું મને આ કાગળ શાંતિથી વાંચવા દે.” સામે બેઠેલા ભુરાએ મંદ મંદ મીઠું સ્મિત કર્યું જે છગનને કડવું ઝેર લાગ્યું.આ બધી દ્રશ્યાવલી જાસુસી નજરે જોઇ રહેલા સુરીયાએ મોકો જોયો.એ જમણા હાથની ટચલી આંગળી ઉચી રાખીને જ ઉભો થયો.અને બહાર ચાલતી પકડી.પણ એના સદનસીબે કોઇનું એના તરફ કે એની ઉચી થયેલી ટચલી આંગળી તરફ ધ્યાન ન ગયું.એ ખુલ્લા આકાશ નીચે પહોચ્યોં.તનમાં એક ઉંડો સ્વાસ અને મનમાં થોડા દિવસો ગામમાં ન દેખાવાનો નિર્ણય બંને સાથે લીધા.કોઇપણ નિર્ણય લીધા પછી જ માનવી દોટ મુકે એમ સુરીયાએ પણ દોટ મુકી.પોતાના ઘેટાઓની માનીતી સીમ સુધી ભુખ્યે પેટે ભાગવામાં પણ આજે સુરીયો થાકયોં નહીં.પોતાના તમામ ઘેટા અને જમવાનું કપડામાં પાથરીને બેઠેલા હરીયાને જોઇ હરખાતા સુરીયાનો જીવ નીચે બેઠો.એટલે થોડા સ્વાસો પછી સુરીયો પણ નીચે બેઠો.પાથરેલા કપડામાં જોયું તો અડધુ ભોજન સફાચટ થયેલુ હતુ.પછી ઘેટા સામે જોયુ તો એનુ ભોજન હજી ચાલુ હતુ. “એલા હરીયા,તુ તારા ભાગનું ખાઇ પણ ગયો? મારી રાહ પણ ન જોઇ?” સુરીયાએ પુછયું.હરીયાએ એક લાંબો અને ખુલ્લો ઓડકાર ખાધો.પછી જવાબ આપ્યોં “એલા પણ કેવી જોરદાર ભુખ લાગી હતી આજે.અને તારા ભાગનું તો રાયખુ જ છે.ખાઇ લે છાનોમાનો.” હરીયાના અવાજ સાથે ગુસ્સો ભળેલો હતો જે સુરીયાએ ચાખ્યોં એટલે ચુપચાપ એ પણ ખાવા મંડયોં.

આ બાજુ ચોકીમાં ઇ.સાહેબે ત્રણવાર ભુરાની ચીઠ્ઠી વાંચી લીધી.છતા થોડુ ન સમજાયું એટલે પુછયું “આમાં તે હવાલદારનું નામ તો લખ્યું જ નથી.” ભુરાની ભુરી આંખો જવાબ વિચારવામાં સુકી થઇ.એણે વારે વારે આંખો પટપટાવી પણ કઇ બોલ્યોં નહીં.છગન હવે બે ડગલા પાછળ ખસ્યોં.રમલાને આ રહસ્ય ન સમજાયું એટલે એ પણ બેબાકળો થયો.અને ભુરાને દબાણ કર્યું “ભુરા,ગભરાયા વિના આખી વાત બોલી જા.” ભુરાએ હવાલદાર છગન તરફ નજર કરી.છગને ભુરા સામે ડોળા કાઢયાં.ઇ.સાહેબ હજી કઇક નવું જાણવા મળશે એ વિચારે ફરી ચીઠ્ઠી વાંચવા લાગ્યાં.સાંજના સાડાચાર થયા એટલે ભુખ્યા રમલાએ પોતાની તમામ તાકાત એકઠી કરી બુમ પાડી “મોઢામાંથી ફાટ હવે ભુરા.” ઇ.સાહેબને ફરી અલગ સંભળાયું એટલે રમલાને પુછયું “કોની વાટ હવે?” ભુરાએ ઇ.સાહેબની આંખમાં આંખ પરોવી અને પછી આંખના ડોળા બે વાર છગન તરફ ફેરવી ઇશારો કર્યોં.છગનની આંખે ન ચડવા માટે ભુરાએ આમ આંખથી કામ લીધું.અને આખરે સમજી ગયેલા સાહેબે છગનનું નામ લીધું.અને આગળ બોલ્યાં “છગન,આ વાત સાચી છે?” ત્યાં તો છગન હળવેથી પોતાના ટેબલ પર ગયો અને બુમ પાડી “ના ના સાહેબ, આ ભુરો એક નંબરનો ખોટો માણસ છે.આ બધા જ ખોટા છે.જુઓ સાહેબ આ હરીયો અને સુરીયો બંને ભાગી ગયા.” આટલુ બોલીને છગન તો કઇક લખવા મંડયોં.ઇ.સાહેબને કઇ સંભળાયું નહીં.પણ ભુરાની વાત પર વિસ્વાસ ન આવ્યોં એટલે ભુરાને કહયું “જો ભુરા તને ખાત્રી છે કે એ છગન જ હતો?” ભુરાએ જવાબમાં ફકત માથુ ધુણાવ્યું અને એ પણ હકારમાં.પણ રમલાએ કહયું “સાહેબ,આ કયાંનો ન્યાય? ગુનેગાર ભાગી ગયા અને ફરીયાદી જેલમાં?” ઇ.સાહેબે અવાજની દિશામાં નજર કરી.પણ ભુરાએ રમલાની એ જ વાત પોતાના મોઢે કરી. “ હવે મારે એ બંનેનું કામ નથી.એ ભાગીને કયાં જશે? રોજ સવારે ઢોર ચરાવવા અહીંથી જ પસાર થશેને!!” ઇ.સાહેબ મરક મરક હસ્યાં.ભુરાએ ઉભા થઇ ઇ.સાહેબના કાન પાસે પોતાનું મોઢુ ગોઠવ્યું અને બોલ્યોં “સાહેબ, છગનને શું ખબર કે મે આ ચીઠ્ઠીમાં શું લખ્યું છે? તો એ સીધુ એમ કેમ કહી શકે કે હું ખોટો છું?” ભુરાની વાતથી ઇ.સાહેબને ખાત્રી થઇ હોય એવું ભુરાને ઇ.સાહેબનો તંગ થયેલો ચહેરો જોઇને લાગ્યું.ઇ.સાહેબ કોઇ ‘એકશન’ ઉઠાવે એ પહેલા છગન હાજર થયો.અને એણે ઇ.સાહેબને કઇક લખેલો કાગળ ધર્યો.ઇ.સાહેબે એ વાંચી છગન તરફ જોયું.ભુરાએ પણ જયાંરે છગન તરફ જોયું તો એ બેફીકરાઇથી હસતો હતો.ઇ.સાહેબે કાગળ ટેબલ પર મુકયું અને ઉભા થયા.સીધા જ કસ્ટડી પાસે ગયા.રમલો કસ્ટડીના દરવાજા પાસે જ ઉભેલો.પણ સાહેબને જોઇ એ પાછળ ખસી ગયો.ઇ.સાહેબે દરવાજો ખોલ્યોં અને બોલ્યાં “તો રમલો બીચારો ખોટો હેરાન થઇ ગયો.આવ ભાઇ,બહાર આવ.આ તારુ ટીફીન મારા ટેબલ પર બેસીને ખાઇ લે.પછી તમે બંને જઇ શકો છો.” પણ રમલો બહાર આવવા તૈયાર નહોતો.એને ડર લાગ્યોં, એ કસ્ટડીમાં વધારે અંદર તરફ ગયો.આ જોઇ છગન પણ ત્યાં પહોચ્યોં અને કહેવા લાગ્યોં “એ ભાઇ, ગભરાઇશ નહીં.તારો છુટકારો થયો છે.તને હવે કઇ નહીં થાય.અમારી કસ્ટડી ખાલી કર.” બે પોલીસવાળાને જોઇને રમલો વધુ મુંજાયો.એણે ભુરા સામે પ્રશ્નાર્થ નજરે જોયું.ભુરો પણ છગનની ચીઠ્ઠીથી અજાણ હતો.એણે હાથનો પંજો ખુલ્લી આંગળીઓથી ગોળ ફેરવી ‘મને શું ખબર’ એવો ઇશારો કર્યોં.રમલાને અટકેલો જોઇ છગને હવે ધમકી મારી “અમારી કસ્ટડી ખાલી કર નહિંતર મોટી જેલમાં નાખી દઇશું.” રમલાએ એવી દોટ મુકી કે સીધો બહાર રસ્તે જઇને અટકયોં.ભુરો પણ ચોકીના દરવાજા સુધી એની પાછળ ગયો.પણ ઇ.સાહેબના અવાજે એ અટકયોં. ઇ.સાહેબ ભુરાની નજીક ગયા અને પ્રેમથી બોલ્યાં “જો ભુરા, આજનો દિવસ જ ખરાબ હતો.જે થયુ તે ભુલી જા.રમલાને મારા વતી ‘સોરી’ કહી દેજે.સુરીયા અને હરીયા સાથે સમાધાન કરી લેજો.” ભુરાને નવાઇ લાગી.એ મૌન રહી સાંભળતો રહયોં.થોડીવાર સુધી કઇ બોલી ન શકયોં.તો છગન નજીક આવી ધીમેથી બોલ્યોં “ભુરા તુ પણ સાહેબની જેમ સાંભળતો નથી કે શું?” ભુરો અચાનક વિચારોમાંથી જાગ્યોં અને છગનને પુછયું “હે?શું?” આ બે ટુંકા શબ્દો ઇ.સાહેબ પણ બરાબર સાંભળી ગયા.એમણે ભુરાને સલાહ આપી “ભુરા મે જે ડોકટર પાસે કાન રીપેર કરાવ્યાં એ બહું જ હોશીયાર છે.તારે કાન બતાવવા હોય તો હું સાથે આવું.” “ ના સાહેબ, વાત કાનની નહીં દિલની છે” ભુરાએ તત્વક્ષાન કહયું.પણ ઇ.સાહેબ સુધી પહોચતા એ તો બદલાઇ જ જવાનું હતુ. “અરે ભુરા તુ બીલની ચીંતા ન કરતો.સેવાભાવી ડોકટર છે.મારા પણ રૂપીયા નથી લીધા.” ભુરાને હવે આ ગોટાળા ગમતા ન હતા.એટલે એણે બે હાથ જોડયાં અને બોલ્યોં “તો સાહેબ હું જાવ?” “હા,પણ ભુરા જરૂર પડે તો કહેજે હું સાથે આવીશ” ઇ.સાહેબે સહાનુભુતિ બતાવી.ભુરાએ પણ એ સહાનુભુતિને પકડી લીધી “સાહેબ બહાર સુધી સાથે આવોને કામ છે.” એમ કહી ઇ.સાહેબનો હાથ પકડી ભુરો એમને બહાર લઇ ગયો.બહાર ગયા તો રમલો રસ્તા પર ઉભો હતો જે બંનેએ જોયું.ભુરો કઇ બોલે એ પહેલા ઇ.સાહેબ ખડખડાટ હસવા લાગ્યાં.ભુરાને ગુસ્સો આવ્યોં “સાહેબ તમે છગનને તો કઇ કહયું જ નહીં?” ભુરાએ સાહેબના કાનમાં કહયું.ઇ.સાહેબ ભુરાના કાનની નજીક ગયા અને હળવેથી બોલ્યાં “તે શું કહયું એ તો મે નથી સાંભળ્યું પણ મને હસવું એ વાતનુ આવ્યું કે આ સુરીયો અને હરીયો પોતાના ઘેટાને પણ ચોરની જેમ લઇ ગયા હશેને!! છાનામાના ચોરપગલે.” પછી એટલુ મોટેથી હસયાં કે ભુરાના કાનમાં ધાક પડી.ભુરો સીધો જ ચાલતો થયો.રમલો પણ એની સાથે ચાલતો થયો.થોડું ચાલ્યાં પછી રસ્તામાં એક વળાંક આવ્યોં.પછી રમલાએ પાછળ જોયું જ્યાંરે ચોકી અદ્રશ્ય થઇ ત્યારે એ બોલ્યોં “ભુરા કાઇ સમજાયું નહિં, તારે છેલ્લે શું વાત થઇ સાહેબ સાથે?” ભુરો માત્ર એટલુ જ બોલ્યોં “ હું થાકી ગયો છું.ગલ્લે જઇને વાત કરું.”

આ બાજુ સુરીયાએ જમ્યા પછી ઓડકાર ખાધો.હરીયો એક લોટામાં ઘેટાનું દુધ દોહીને લાવ્યોં.સુરીયાએ કહયું “હવે દુધ નથી પીવું.” “આ દુધ તારા માટે નથી લાવ્યોં, ચા પીવી છે.તને ચા પીવડાવું પણ પહેલા એ આખી વાત કર કે તું શું ફરીયાદ લખાવવા ગયો હતો?” સુરીયાને આખા દિવસનો ઘટનાક્રમ માનસપટલ પર રેલાયો.છતા એ હિંમતથી બોલ્યોં “ સવારે તે છાપામાં સમાચાર વાંચ્યા કે બધી જ રાજકીય પાર્ટીઓ,મોટી મોટી કંપનીઓ ફેસબુકમાંથી સામાન્ય જનતાના ડેટા ચોરી બીજાને વેચે છે.એટલે મને મારા ડેટા-જેમ કે ફોટા મારી પોતાની માહિતી પણ ચોરાઇ જ ગઇ હશે એવી શંકા ગઇ. તો આપણે ફરીયાદ લખાવવા ગયા.ત્યાં ખબર પડી કે સાહેબ બેરા થઇ ગયા.ઉપરથી આપણા ભાગ્ય ફુટેલા તો તુ ચોકીનું છાપુ પાનના ગલ્લેથી પુછયાં વિના ઉપાડી આવ્યોં.આપણી ઉપર લાગેલા લાંછન ને દુર કરવા અને સત્ય જાણવા રમલા પર હુમલો કર્યોં.આપણે જીંદગીમાં પહેલીવાર જેલમાં ગયા.અને અત્યારે આપણે પોલીસચોકીના ભાગેડું જાહેર થયા.” સુરીયો ફરી વિચારોમાં ખોવાયો.હરીયાને આખી વાત સમજાય ગઇ.એટલે એ બબડયોં “અરે સુરીયા, અહીં આખા લોકો જ ચોરાઇ જાય છે અને તને તારા મોબાઇલની પડી છે.અને આપણે તો ઉલટાના ચોર જ સાબીત થયા.આ બધુ તારા લીધે જ થયું.હું તો વિધાતાને કહીશ કે આજનો આ અમારો દિવસ તું ગણતો નહીં.” હરીયો પણ તાડુકયોં “તારે કોઇનું છાપુ પુછયાં વિના ચોરી લેવાની શું જરૂર હતી?કેવા હેરાન થયા!! જો કેવી કરી!!” બંનેનો કારણ વિનાનો ઝગડો ચાલુ રહયોં.ઘેટા પણ વચ્ચે વચ્ચે એ લોકો પર નજર કરી લેતા હતા.બોલાચાલી ઉગ્ર થઇ.લાકડીઓ ઉછળવાની તૈયારીમાં જ હતી ત્યાં રમલો અને ભુરો ત્યાં પહોચી ગયા.ભુરાએ બંનેના હાથમાંથી લાકડી લઇ લીધી......

ક્રમશ: