જો કેવી કરી bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

જો કેવી કરી

જો કેવી કરી?

કટાક્ષકથા

ભાગ - 1

બે પશુપાલક સીમમાં બેઠા બેઠા વાતો કરતા હતા. એમના ગાય, ભેંસ અને મોટી સંખ્યામાં ઘેટા સીમનું લીલુ ઘાસ આરોગતા ઉભા હતા. બંને હંમેસા પોતપોતાના પશુઓ સાથે જ ચરાવવા નીકળે. એકનું નામ સુરેશ તો બીજાનું હરેશ. સુરેશના એક હાથમાં મોબાઇલ અને એક હાથમાં લાકડી એટલે જાણે સુરેશ પ્રાચીન અને અર્વાચીનની ક્ષીતીજ. હરેશના હાથમાં પાનના ગલ્લેથી લીધેલું આજનું જ અખબાર પણ હતું. હરેશને વાંચતા આવડે એટલે એ સુરેશને વાંચી સંભળાવે. હરીયાએ સમાચાર વાચવાનું ચાલુ કર્યુ. પણ સુરીયાની હોશીયાર નજર છાપાના પહેલા પાને પડી તો એ બોલ્યોં “એલા હરીયા આ છાપુ કયાંથી લઇ આવ્યોં?” હરીયાએ છાપુ નીચુ કર્યું અને બોલ્યોં “પાનના ગલ્લેથી, પણ કેમ?” સુરીયાએ પોતાની હોશીયારી બતાવતા કહયું “એલા પણ આ છાપામાં તો સરકારી સીકકો લાગેલો છે. ” હરીયાએ ફરી છાપુ ખોલતા કહયું “તો એમાં મારે શું? સરકારે ધ્યાન રાખવું જોઇએને?” આમ હરીયાએ વાત પુરી કરી. છાપુ વાંચવા લાગ્યોં. હરીયાની એક ટેવ એવી કે છાપાના જે પાના પર રંગીન ફોટા હોય ત્યાંથી વાંચવાનું ચાલુ કરે. પાછો સમાચાર વાંચતા વાંચતા વચ્ચે થોડીવાર અટકી જાય. કોઇ હીરોઇનનો રંગીન ફોટો વચ્ચે આવી જાય તો આવું થાય. એટલે ત્યાંરે સુરીયો પાછો પોતાના મોબાઇલમાં ડુબકી મારે. વળી હરીયાના સમાચાર ચાલુ થાય તો સુરીયો મોબાઇલ બંધ કરીને સાંભળવામાં લીન થાય. આમ અત્યાંર સુધી બધુ શાંતીથી ચાલ્યું. પણ એક સમાચાર સાંભળીને સુરેશ અચાનક પોતાનો મોબાઇલ બંધ કરીને ઉભો થઇ ગયો. એના અમુક ઘેટા પણ માલીકને આમ ઉભો થતા જોઇ નવાઇથી જોવા લાગ્યાં. પછી ઝડપથી ઘાસ ખાવા લાગ્યાં. હરીયાએ પોતાનું પાઘડી પહેરેલું શીશ છાપા બહાર કાઢયું અને સુરીયાના આવા ‘સસ્પેન્સ એકશન’ થી નવાઇ પામી પુછયું

"એલા સુરીયા શું થયુ?આમ કા ઉભો થઇ ગયો?" સુરીયો બોલ્યોં "હાલ હરીયા પોલીસચોકીમાં, એક ફરીયાદ લખાવાની છે. " આમ અચાનક પોલીસની વાત કરી સુરીયાએ રહસ્ય જાળવી રાખ્યું. હરીયાએ ઘેટાઓ સામે નજર કરી. સામે થોડા ઘેટાઓએ હરીયા સામે જોયું. હરીયાને એમના ચહેરે ચીંતા દેખાઇ. એટલે હરીયો છાપાને સંકેલી એનું ભુંગળુ વાળીને બોલ્યોં "પણ આ માલઢોરનું કોણ ધ્યાન રાખશે?" "ઇ બધાયે ખુબ ખાધુ. હવે ઇનેય સાથે લેતા જઇએ" સુરીયો બોલ્યોં. હરીયો હંમેસા સુરીયા પર ભરોસો કરે. સુરીયો હોશીયાર પણ ખરો એટલે એ કહે એમ કરવામાં વાંધો નહીં. બસ પછી તો ઉપડયું કટક થાણે.

પોલીસ સ્ટેશનમાં ઇન્સપેકટર વિજય પણ લાંબી રજા પછી આજે જ હાજર થયેલા. નાની એવી ચોકી એટલે સ્ટાફમાં બીજા બે હવાલદાર સહીત ત્રણ જણ. ઇન્સપેકટર વિજય પોતાના ટેબલ પર પડેલ ફાઇલોના ઠગલા વચ્ચે કશું શોધી રહ્યાં હતા. એટલે હવાલદાર બોલ્યાં “સાહેબ, ફાઇલો બધી જ મે તમારા ટેબલ પર મુકી જ છે. બીજુ શું આપુ?” ઇ. વિજયને કઇ સંભળાયું તો નહીં પણ છતા એ બોલ્યાં “આજનું છાપુ કયાં છે?” “આજે આયવું જ નથી” હવાલદારે કહયું. બસ એજ વખતે સુરીયો એકલો પોલીસ સ્ટેશનમાં પ્રવેશયો. હરીયો બહાર ઘેટાના ટોળાની રખેવાળી કરતો ઉભો. એના હાથમાં છાપાનું ભુંગળુ હજી સલામત હતુ. ચોકીમાં એક ઇન્સ્પેકટરસાહેબ અને બે હવાલદાર આ બધુ જોઇને હસ્યાં. પણ સુરીયાએ જોયુ કે ઇન્સ્પેકટરના બંને કાનમાં રૂ ભરાવેલું હતુ. એટલે સુરીયાએ પહેલા ખબર કાઢતા પુછયું "સાહેબ, કાનમાં શું થયું?" ઇન્સ્પેકટર પણ સુરીયાને ઓળખતા, રોજ સુરીયો અહીથી જ પસાર થાય અને હાથ ઉંચો કરતો જાય. એકવાર સાહેબ બહાર ઉભા હતા ત્યાંરે સુરીયાએ ઇ. વિજય સાથે પરીચય પણ કેળવેલો. પણ આજે સાહેબને સાંભળવામાં તકલીફ હતી એટલે એ બોલ્યાં "સુરીયા તારે દાન દેવુ છે?તો મંદિરે જા. આયા મારી પાસે શું છે?" સુરીયો બરાડા પાડીને બોલ્યોં "દાન નય કાન... કાન. " "તો સુરીયા તારેય કાનની તકલીફ છે?" ઇ. સાહેબ સામો સવાલ કર્યો. સુરીયો પોતાની લાકડી અને ધારીયું લઇને ઉભો થયો. ઇ. સાહેબ તરફ ધસી ગયો. ઇ. સાહેબનો હાથ પોતાની રીવોલ્વર ચેક કરવા કમરે પહોચ્યોં. પણ સુરીયો લાકડાનું નાનુ ટેબલ લઇ જેમ દર્દી ડોકટરની બાજુમાં બેસે એમ ગોઠવાયોં. ઇ. સાહેબનો હાથ હવે ખીસ્સામાં ગયો અને રૂમાલ લઇને બહાર આવ્યોં. એમણે પરસેવો લુછયોં કારણકે સુરીયો છ ફુટ પુરો જણ અને વળી સુરીયાના હાથમાં બાવડ કાપવાનું ધારીયુ પણ સાથે જ.

"ચોરી થઇ છે. ફરીયાદ લખો" સુરીયાએ ઇ. સાહેબના ડાબા કાનથી થોડે જ દુર મોટા સુરમાં શબ્દો વહેતા કર્યાં. ઇ. સાહેબ કઇક વિચારવા લાગ્યાં એટલે સુરીયાને ખાત્રી થઇ કે એમને બરાબર સંભળાઇ ગયુ હશે. હવે સુરીયાએ લાકડી અને ધારીયું નીચે મુકયાં. તો ઇ. સાહેબ પણ બરાડયાં "સુરીયા એને પહેલા બહાર મુકીને આવ. " સુરીયાએ પણ બુમ પાડી. નામ વગરની બુમથી પણ એનો સમજદાર સાથી હરીયો દોડતો અંદર આવ્યોં અને સુરીયાના કહેવા પ્રમાણે હથીયાર બહાર લઇ ગયો. ઇ. સાહેબને સુરીયાનું વર્તન હવે શાંતિ થઇ એટલે સુરીયા પર વિશ્વાસ મુકીને બોલ્યાં "જો સુરીયા, મે બંને કાનમાં ઓપરેશન કરાવ્યું છે. એટલે થોડી સાંભળવામાં તકલીફ છે. તો થોડો સહકાર આપજે ભાઇ. " સુરીયો ધીમેથી ગણગણ્યોં "સહકારની તો મારે જરૂર છે. " ઇ. સાહેબને માત્ર સુરીયાના હોઠ ફફડતા દેખાયા, કઇ સંભળાયું નહીં. એટલે ગુસ્સાથી ટેબલ પર એક જાડી ફાઇલ ઉપાડીને ધમમ્ અવાજ સાથે પછાડી. પછી બોલ્યાં " આજે તારે પોલીસનું શું કામ પડયું? અમારા રક્ષણની તારે શું જરૂર પડી?" સુરીયો થોડીક્ષણ વિચાર કરી પછી ઇ. સાહેબના ડાબા કાનથી એક વહેતના અંતરે જઇ બુમ પાડી "ચોરી થઇ ગઇ. ફરીયાદ લખો. " ઇ. સાહેબે માથાને ઝાટકા સાથે દુર કર્યું. પછી ધીમેથી અને પ્રેમથી સુરીયાને સમજાવ્યોં "જો સુરીયા કાનનો પરદો માંડ સંધાયો છે. ભાઇ તું આમ બુમ પાડીશ તો પાછો ફાટી જશે. થોડુ માપમાં બોલને વહાલા. " હવે સુરીયો મુંજાયો. એણે મનમાં વિચાર કર્યો કે મને તો આ એક જ ભાષા આવડે છે, ઇ. સાહેબને કેમ સમજાવું?. ગભરાઇ ગયો એટલે ગળુ સુકાતું હોય એવું એને લાગ્યું. થોડીવાર ચુપ રહયોં. આમતેમ ચારે તરફ નજર દોડાવી. સામે હવાલદારને જોઇ એને કહયું "સાહેબ, પીવાનું પાણી મળશે?" હવાલદારે કહયું "બહાર મેદાનમાં ડંકી છે ત્યાં જઇને પીય આવો મારા મહેમાન. " સુરીયો બહાર પાણી પીવા ગયો. એના હરીયાએ ડંકી સીચતા જ પુછયું "હવે તો કે શેની ચોરી થઇ?" સુરીયાએ વાત હજી પણ ગુપ્ત જ રાખી. એ મોઢુ લુછતા લુછતા પાછો ટેબલ પર ગોઠવાયો. ઇ. સાહેબ કઇક લખતા હતા. વળી સુરીયાને જોઇ લખવાનું બંધ કર્યું. હવાલદાર સામે જોઇ બોલ્યાં “છાપા વાળાનો નંબર આપો. અથવા એમને કહો કે હમણા જ છાપુ આપી જાય. હવાલદારને ખબર હતી કે સાહેબને ચોકીમાં આવતુ છાપુ જ વધારે ગમે. ઘરે તો એમની પત્નીને ગમતું હોય એવું બીજુ છાપુ આવતુ. હવાલદાર પોતાનો ફોન કાઢી ધીમા અવાજે વાત કરવા લાગ્યોં. સુરીયાને આ વાતચીત સંભળાઇ ગઇ. એણે સાહેબના કાનમાં ધીમેથી કહયું “ સાહેબ, આમણે તો એમના ઘરે ફોન કર્યોં છે. સાંજે બહાર જમવા જવાની વાત કરે છે. ” આ વખતે સુરીયો ટેબલ લઇને સાહેબની જમણી બાજુ ગોઠવાયો હતો. પણ તોયે સાહેબને કઇ સંભળાયું નહીં. એટલે એ બોલ્યાં “થોડું મોટેથી બોલ. ” સુરીયો ફરી મુંજાયો. હવે તો હવાલદાર પણ ફોન મુકી આ તરફ જ તાકી રહયાં હતા. એટલે સુરીયાએ વાત બદલી પુછયું "સાહેબ, હમણા ફરીયાદ લખતા હતા?" ઇ. સાહેબને ખાલી અવાજ સંભળાયો એટલે સુરીયા સામે જોયું અને બોલ્યાં "જો સુરીયા, હવે મારો મગજ ગરમ થાય છે. તુ પહેલા કઇક બીજુ બોલ્યોં પછી વાત ફેરવી. સુરીયા જે હોય તે ચોખવટથી બોલ. " સુરીયાએ બહાર પોતાના ઘેટાઓ સામે જોયું. બધી હિંમત ઘેટાની જેમ ભેગી કરીને બોલ્યોં "ચોરી થઇ છે ચોરી. " ઇ. સાહેબના ચહેરે ગંભીરતા છવાઇ. એ બોલ્યાં "ચોરી?શેની ચોરી. " સુરીયાને ચોર પકડાઇ ગયો હોય એટલી નિરાંત થઇ એટલે સુરીયો ફરી બબડયોં "હવે ગાડી લાઇન પર આવી. " ઇ. સાહેબને કઇ સંભળાયું નહીં એટલે પુછયું “હે? શું? તારી ગાડી ચોરાય ગઇ?” સુરીયો ફરી હતાશ થયો. પોતાના બંને હાથને હલાવી નકારની સંજ્ઞા બનાવી. એટલે ઇ. વિજય ફરી બોલ્યાં "તો ઉચા અવાજે બોલ શું ચોરાઇ ગયું?" સુરીયાએ સામે જોયું તો હવાલદાર હસતા હતા. સુરીયો હવે લાંબી વાતથી કંટાળ્યોં એટલે ટુંકમાં પણ બુમ પાડીને બોલ્યોં “ડેટા”. ઇ. સાહેબને પણ ડેટા જ સંભળાયું પણ એમણે મનમાં વિચાર્યું આ ઘેટા બોલે છે ને મને ડેટા સંભળાય છે. એટલે એમણે બીજો સવાલ કર્યોં "કેટલા?" સુરીયાએ કહયું "બધાય. " ઇ. સાહેબે બહાર જોયું. ઘેટાનું આખુ ટોળુ ધીમે ધીમે આમતેમ ડોલતું હતુ. હરીયો દોડી દોડીને ચારે બાજુથી એને ‘કંટ્રોલ’ કરતો બુમો પાડતો હતો. એમણે થોડુ કડક ભાષામાં પુછયું "તો આ ઘેટા કોના છે?" સુરીયાએ નવાઇથી ઇ. સાહેબ સામે જોયું અને બોલ્યોં "આમાંથી અરધા મારા છે ને અરધા પેલો બહાર ઉભો એ હરીયાના છે. મારા ઘેટાનું ઉન કાઢવાનું બાકી છે. હરીયાએ કાલે જ ઉન કાઢી લીધું. ” આટલું સાંભળી હવાલદાર ઉભા થઇ બહાર ઘેટાની તપાસ કરવા ચાલ્યાં ગયા. થોડી સેકંડમાં પાછા આવ્યાં. અને ઇ. સાહેબની ડાબી બાજુ ઉભા રહયાં કારણકે જમણી બાજુ સુરીયો હતો. હવાલદાર હળવેથી બોલ્યાં “સાહેબ, અરધા ઘેટાનું ઉન કાઢેલું છે. ” ઇ. સાહેબ હજી આઘાતમાંથી બહાર નહોતા નીકળ્યાં ત્યાં સુરીયો ફરી બોલ્યોં "પણ આવું કેમ પુછયું સાહેબ?" ઇ. સાહેબને ખુબ ગુસ્સો આવ્યોં પણ ડોકટરે થોડા દિવસ શાંત રહેવા કહેલુ એ યાદ આવતા ગુસ્સો દબાવ્યોં અને શાંતીથી પુછયું "તારા અડધા ઘેટા તો બહાર ઉભા છે અને તુ મને કહે છે કે બધા જ ઘેટા ચોરાઇ ગયા. તારો ઇરાદો શું છે? તુ અહીં ટાઇમપાસ કરવા આવ્યોં છે કે?" તો પણ છેલ્લા વાકયમાં એમનાથી શાંત ન રહેવાયું. પણ સુરીયાને હસવું આવ્યું. અને એ હસતા હસતા બોલ્યોં "સાહેબ, ઘેટા તો કોણ લઇ જાય?કોની તાકાત છે સુરીયાના ઘેટા ચોરી જાય?એવા મરદ કયાંય પેદા નથી થયા હજી. " હવે ઇ. સાહેબને મનમાં ફાળ પડી તો પુછયું "તો શેની ચોરી થઇ?" "ડેટા... ડેટા" સુરીયાએ ગંભીર થઇ બુમ પાડી. આ વખતે પણ ઇ. સાહેબને ડેટા જ સંભળાયું એટલે એમણે ફરી સવાલ કર્યોં "કયાંથી?" હવે સુરીયો પાછો ધીમેથી બબડયોં "ગાડી ઘડી ઘડી પાટા નીચે ઉતરી જાય છે. " ઇ. સાહેબનું ધ્યાન સામે હસતા હવાલદાર પર હતું. એમણે ચા નો હુકમ કર્યોં. હવાલદારે કહયું "સાહેબ, આ ચા વાળાનો નંબર છે. એમાં મીસ્ડકોલ મારો એટલે ચા આપી જશે. " ઇ. સાહેબે મોબાઇલ ખીસ્સામાંથી બહાર કાઢયોં. ત્યાં તો સુરીયો બોલી પડયોં "મોબાઇલમાંથી. આ મોબાઇલમાંથી મારો ડેટા ચોરી થઇ ગયો છે. " ઇ. સાહેબ ખુરશી પરથી ઉભા થઇ ગયા. સુરીયાનો હાથ પકડીને એને પણ ઉભો કર્યોં. એને બહાર લઇ ગયા અને બોલ્યાં "સુરીયા, તુ રોજ અહીથી પસાર થાય. સવાર સાંજ બે ટાઇમ મને હાથ ઉંચો કરી સાદ કરતો જાય છે. આપણી આ ઓળખાણ છે એનો મતલબ એ નથી કે તુ મારી મશ્કરી કરવા અંદર પહોચી જાય. જા તારા ઘેટા ચરાવ. " ઇ. સાહેબે જેવો સુરીયાનો હાથ છોડયોં કે તરત એણે બંડીમાંથી મોબાઇલ કાઢયોં. એમાં પોતાનું ફેસબુક એકાઉન્ટ ખોલ્યું અને હરીયા પાસેથી છાપાનું ભુંગળુ મંગાવ્યું. બંને વસ્તુ ઇ. સાહેબને બતાવીને બોલ્યોં "જુઓ સાહેબ, આ મારા ફેસબુકમાં આ બધી મારી માહીતી. અને આ સમાચાર વાંચો કે ફેસબુકમાંથી બધાનો ડેટા ચોરાઇ છે. " ઇ. સાહેબનું ધ્યાન છાપાની કરચલીઓ વચ્ચે છાપાના પહેલા પાને ગયું. સીકકો મારેલો જોયો. અને હરીયાને ગુસ્સામાં કહયું “આ છાપુ તો મારી ચોકીનું છે, તુ કયાંરે ચોરી ગયો બોલ?” હરીયો આમ પણ પોલીસથી બહું ડરે અને ઉપરથી આ છાપાને લીધે ચોરની છાપ પડી. એકવાર તો ભાગી જવાનો વિચાર આવ્યોં પણ આટલા માલઢોરને મુકીને જવાય તો નહીં . એટલે હરીયાએ દયામણા ચહેરે સુરીયા પાસે મૌન રહી મદદ માંગી. સુરીયાએ ઇ. સાહેબને કહયું “સાહેબ, હરીયો ચોર નથી. એ તો પાનના ગલ્લે છાપુ પડયુતુ તો લઇ આવ્યોં. તમારુ છાપુ પાનના ગલ્લે કોણ લઇ આયવું એ તપાસ કરો. ” સુરીયાના આવા બીન્દાસ જવાબથી ઇ. વિજયએ હવાલદારની પુછપરછ ચાલુ કરી. પણ બંને હવાલદાર મકકમ રહયાં કે “સાહેબ, અમને કશું ખબર નથી કે આ છાપુ ત્યાં કેમ પહોચ્યું. ” છાપાની ચોરી સામે સુરીયાને પોતાનો પ્રશ્ન દબાઇ જતો લાગ્યોં એટલે એ બોલ્યોં “સાહેબ, મારા ડેટાનું શું થાશે?” ઇ. સાહેબે સુરીયાને સાંત્વંત ભાવે કહયું “ના ના, સુરીયા. તુ ચીંતા ન કર. છાપાની ચોરીમાં તારા ઘેટાને કશું નહીં થાય. ” હવે હરીયાએ સુરીયાને કાનમાં સલાહ આપી “સુરીયા, સાહેબ સાંભળતા નથી. ”

ક્રમશ:

--ભરત મારૂ