યે રિશ્તા તેરા મેરા-21 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યે રિશ્તા તેરા મેરા-21

 

મહેકને યાદ આવે છે કે જ્યારે તેને કીડનેપ કરવામા આવી ત્યારે તેની પાસે એક પર્સ હતુ ને એ પર્સમા ક્લોરોફોર્મની એક બોટલ હતી.જો એ શોધીને બધાને બેભાન કરવામા આવે તો એ આ સીડી ચડીને ઉપર જઇ શકે?

પણ એ પર્સ?

ક્યા છે?

કેમ શોધવુ?

વિચારો આવવા લાગ્યા.

તે ઓરડામા એ પર્સ શોધવા લાગે છે.મોટો ઓરડો એમ કેમ મળે.?

દાદીમા બોલ્યા બેટા, શુ શોધે છે.?

મહેક બોલી દાદીમા, મને જ્યારે આ લોકો અહીંયા લાવ્યા ત્યારે મારી જોડે જે પર્સ હતુ એ હુ શોધુ છુ.

દાદીમા બોલ્યા બેટા, એક કશુક છે છેલ્લા ખુણામા.

મહેક નજર ફેરવતા બોલી ક્યા?

દાદીમા બોલ્યા તુ ઉતાવળી ન થા. કોઇ જોઇ જશે તો તારુ બધુ ફેલ જશે.

મહેક નિસાસો નાખી બોલી જી દાદીમા, દાદીમા તેમા મારીને તમારી આઝાદીની ચાવી છે એમા.

દાદીમા ગભરાઈને બોલ્યા તુ કોઇ મુશ્કેલી ઉભી ન કરતી હો!જીવથી જાશું.

મહેક ચપટી વગાડતા ખુશ થતા બોલી તમે જુઓ તો ખરા,એક શરત જ્યારે હુ એ દવાનો છંટકાવ કરુ ત્યારે નાક બિલકુલ બંદ રાખવાનુ.

દાદીમા બોલ્યા તો શ્વાસ ક્યાથી લેવાનો?

મહેક બોલી દાદીમા એમ કહી હસીને બોલી, થોડી વાર નહી લેવાનો.

દાદીમા બોલ્યા  ને પકડાય ગયા તો?

મહેક બોલી ;કશુ નહી થાય.ઇશ્વરની ઇચ્છા હશે તો?

દાદીમાના નાક પર કપડુ બાંધ્યુ પછી દાદીને પહેલાં સીડી  પર ચડાવ્યાને તે નીચે રહી. જ્યારે બધા બપોરના સમયે જમીને નિંદર કરી રહ્યા ક્લોરોફોર્મનો છંટકાવ બિલ્લી પગે કરી આવી દરેક રૂમમા..

મોટા ઓરડામા જ્યા માણસો કેદ છે ત્યા છંટ્કાવ કર્યો.તે ઝડપથી ભાગીને ઉપર ચડી ગઇ.તે અને દાદી જ્યારે ઉપર આવ્યા ત્યારે કબાટનો દરવાજો ખુલ્લો જ છે. મહેકે હળવેથી એ દરવાજો ખોલ્યો ત્યા કાજલબા,અંશને સલીમ છુપાઇ ગયા.

મહેકે જોયુ કોઇ ન દેખાયુ એટલે તે બહાર આવીને પછી દાદીમાને પણ નીકાળ્યા.અંશ મહેકને જોયને ઉભો થઇ ગયોને જોરથી પકડી બોલ્યો તને કશુ થયુ તો નથી ને એ લોકો એ તને.....તે મહેકને બધી બાજુ જોવા લાગ્યો.

જોરથી રૂમનો દરવાજો ખુલ્યો...

લતાબાઇ બોલી આ રૂમમાથી અવાજ આવતો હોય એવુ લાગ્યુ પણ...

શારદાબાઈ બોલી લતાબાઇ તારો વહેમ છે. અહીંયા કોઇ નથી

લતાબાઇ બોલી આ સામાન પાછળ શાયદ કોઇ..

શારદાબાઈ બોલી લતાબાઇ આપણે ઘેર જવાની ઉતાવળ છે,કામ પતી ગયુ.તારા સિવાય કોઇ અહીં આવી શક્તુ નથી.મને કોઇ જોઇ જશે તો તને અને મને બંન્નેને રાજાસાહેબ પાસે લઇ જશે.

લતાબાઇ બોલી તુ સાચુ કહે છે.શાયદ શારદા મારો વહેમ જ છે.

બંને રૂમની  બહારથી લોક કરી જતા રહે છે.

ત્યાર બાદ બધા ધીમેથી ઉભા થાય છે ને એકબીજાને મળે છે.મહેક રડવા લાગે છે ને રડતા-રડતા....

મહેકબોલી અંશ..અંશ...હવે ક્યારેય મને....તારાથી અલગ ન કરતો..એ લોકો એ ખૂબ જ ડરાવી.હું કેટલીયવર બેભાન થઈ ગઈ.

અંશ બોલ્યો હમમ..બસ બ...સ.મહેકના આંસુ લૂછયાં.

મહેકબોલી અંશ,મને ખુબ જ ડર લાગતો પણ દાદીમા ના કારણે હુ જીવિત ..રહી..

અંશ મહેકના મો પર હાથ રાખતા બોલ્યો  બસ..આવુ ન બોલ.મારુ શુ થશે?.....

મહેક બોલી પણ મને દાદીમા એ કહ્યુ કે.....મહેકને દાદીમાની કરેલી વાત યાદ આવે છે જે નીચે છે

[દાદી બોલ્યા ;બેટા હુ 25 વર્ષથી અહીં કેદ છુ.મારી જિંદગીના 25 વર્ષ નીકાળ્યા.

મહેક આશ્ચર્યથી બોલી હે....દાદીમા.

દીદીમા નિરાશ થિબોલ્યાં જી બેટા.

મહેક બોલી દાદીમા, આ ભુતપ્રેતથી તમે ડરી ન ગયાને તમારૂ હદય બેસી ન ગયુ.?

દાદીમા ઉંડો શ્વાસ લઈ બોલ્યા તારી જેમ હુ પણ શરુઆતમા બેભાન થઇ જતી.પછી આદત બનતી ગઇ.

મહેક બોલી ;તેણે 25 વર્ષથી તમને કેમ જીવતા રાખ્યા?

મારી ન નાખ્યા.?

દાદીમા બોલયસ બેટા!!! ભુતપ્રેત હોય તો મારે ને?

મહેક આશ્ચર્યથી બોલી એટલે?

દાદીમા બોલ્યા કોઇ ભુતપ્રેત નથી. આ બધું નીરાબાપુના કારનામા છે.આ હવેલી બહુ મોટી છે.25 વર્ષથી ઘણા રહસ્યોને  રસ્તાઓ જાણુ છુ.આ બધુ નાટક છે.

મહેક બોલી ઓહ!!! એટલે જ પેલો આત્મા મને કહેતો કે તારા છુટા થવાની કિંમત 3 કરોડ છે.

દાદીમા નિરાશ થઈ આગળ બોલ્યાં  હા...પૈસાદારને પકડે છે ને પૈસા પડાવી લે છે.આ ઓરડામા રહેલ વ્યક્તિ છુટા  થઇ શકે પણ કામવાળા નહી કેમ કે એ અહીંની હકીકત જાણી જાય એટલે તેના અંત સુધી અહીં જ રહેવાનુ.

.....તો તમે હકિકત જાણો છતા આ..

દાદીમા બોલ્યા હુ 5 વર્ષથી  મને કશુ યાદ નથી રહેતુ એવુ નાટક કરુ છુ.

ઓહ

દાદીમા બોલ્યા આ તો તુ મને મારી દિકરી જેવી લાગી તો...આંખમા આંસુ સાથે બોલ્યા....તને હકીકત કહી.

હા દાદીમા 25 વર્ષનુ તમારુ બલિદાન વ્યર્થ નહી જાય.

દાદીમા બોલ્યા બેટા!!! શક્ય હોય તો બધાને આ કેદમાંથી આઝાદ કરાવજે.

દાદીમા તમને વચન આપુ છુ.

મહેક બોલી અંશ આવી વાત મને દાદીમા એ કરેલી.

દાદીમા બોલ્યા હા બેટા,મહેક મળી ગઇ પણ નીચે જો....દેખાડ્યો ઓરડો આમા વૃધ્ધ, આધેડ, યુવાન, માતા, બેન, બા બધા છે.તેના સામે નજર કર.આવા કેટલાય કામવાળા છે.આ બધાનો એક પરિવાર છે.તેને પોતાના લોકો છે ને તેનુ દિલ ત્યા જ રહે છે.

માતા કહે મારુ બાળક કેમ હશે?

પિતા કહે મારી પત્નિને મારા બાળકો શુ કરતા હશે?

તો વૃધ્ધો કહે અમારા બાળકો શુ કરતા હશે?

આ બધા માટે ખુશી તુ જ........

કાજલબા હિંમત કરી બોલ્યા હુ લાવીશ દાદીમા.

મહેક બોલી કાજલ...

કાજલબા બોલ્યા મહેક હું બધું જ જાણું છું.

દાદીમા બોલ્યા કુંવરી...

કાજલબા બોલ્યા જી...

અંશ બોલ્યો કાજલ...પણ ....શુ કરીશુ?

કાજલબા બોલ્યા બસ વાત..

સલીમ બોલ્યો પણ...

કાજલબા બોલ્યા  એ માની જશે.

મહેક બોલી; કેમ?

કાજલબા બોલ્યા હુ આ માટે પોલિસની હેલ્પ કે કશુ બીજુ કરવાની  પરવાનગી નથી આપતી.

સલીમ બોલયપ તો રાજાસાહેબ તમારી વાત કેમ માનશે?

કાજલબા બોલ્યા  હુ મારા પાપાની ઇજ્જત પર હાથ ન નાખી શકુ, હુ એક રાજકુવરી છુ.તમને કોઇને મારા પાપાની ઇજજત પર કાળી ટીલી બેસાડવાની ઇજાજત પણ ન આપી શકુ.

સલીમ જોરથી બોલ્યો  તો શુ સીધે-સીધુ મહારાજા માની જશે?

કાજલબા બોલ્યા હુ ગમે તેમ કરીશ પણ હુ પોલિસ પાસે આ કેસ નહી જ જવા દઉ.પેલા મે રાજકુંવરીની ફરજ નિભાવી,હવે હુ દિકરી તરીકેની ફરજ  નિભાવીશને પછી મારા મોટાપાપા-મમ્મીને મુક્ત કરાવીને નિ;સંતાન માતા-પિતાની દિકરી બની એ ફરજ નિભાવીશ.

દાદીમા બોલ્યા  કુંવરી!!! આને કેવાય દિકરી !!! કોણ કહે છે દિકરી સાપનો ભારો છે ને કોણ કહે છે દિકરીના બાપને નીચુ માથુ કરીને ચાલવુ જોઇએ ને કોણ કહે છે દિકરીનો બાપ બધી બાઝી હારી જાય છે.

કાજલબા ધીમા અવાજે બોલ્યા મહેક!!!

મહેક બોલી જી

કાજલબા બોલ્યા મે તારા ગામના પ્રશ્નો ને તે સોલ્વ કરેલી વાતો સાંભળી છે.હુ ચાહુ છુ કે મારો આ પ્રશ્ન તુ સોલ્વ કર.મહેક મને વિશ્વાસ છે કે તુ અવશ્ય કોઇ રસ્તો કરીશ.

મહેક બોલી પહેલા તો થેક્સ. મહારાજા પાસે ચાર ગામનો વહીવટ છે ને અમે તમારી પ્રજા.તમારા બનાવેલા નિયમોનુ પાલન કરવુ એ અમારી ફરજ છે.તેમ છ્તાય તે મને અને અંશને કાજલ કહેવાનો હક આપ્યો.

કાજલબા બોલ્યા દોસ્તો વચ્ચે "તુ"નો જ સંબંધ હોય છે

મહેક બોલી જ્યા "તમે" આવે ત્યા દોસ્તી નથી વડીલ બની જાય છે.હમમ

મહેક આગળ બોલી કાજલ, હુ એવુ વિચારુ છુ કે આ ઘટના અસહ્યને વેદના આપનારી છે. આ બનાવ પછી એવુ બની શકે "કરે કોઇને ભોગવે પણ કોઇ."

અંશ બોલ્યો મહેક તુ કહેવા શુ માંગે છે.?

મહેક બોલી બાપુ એ આવુ કામ કર્યુ એટલે હવે કોઇ ગૂંડ્ડા મવાલી પણ કોઇ નીચ હરકત કરેને જ્યારે પકડાય જાય ત્યારે એ ગુનો બાપુ પર નાખે.બાપુ આ ઘટના પછી ક્રાઇમના ડાયરામા જ રહેશે.પ્રજાને પણ બાપુ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થશે.

સલીમ બોલ્યો પણ આ વાતની કોઇ ને ખબર પડશે તો ને?

દાદીમા સલીમને ટોકતા બોલ્યા બેટા તુ નાદાન છે ને છોકરો છે.તુ દુર દ્રષ્ટીથી ન જોઇ શકે જે એક સ્ત્રી જોઇ શકે.આજે નહી તો કાલે પવન વેગેને પાણી વેગેને ધુમાડાની વેગે જ્યારે 500 ગુલામ છુટા થશે ત્યારે આ વાત ફેલાશે.

કાજલબા બોલ્યા હા સાચી વાત

મહેક બોલી ભલે બાપુની વિરુધ્ધ કોઇ પગલા ન લેવાઇ પણ બાપુ ગુનેગારના ડાયરામા કાયમ રહેશે જ.

કાજલબા નિરાશ થઈ બોલ્યા તો કરવુ શુ?

મહેક બોલી એ જ કહુ છુ. ‘’બા...પુ..ને આ લોકશાહી દેશમા.....રાજાશાહીનો...ત્યા....ગ....ક..રવો જોઇએ.

અંશ આશ્ચર્યથી બોલ્યો વોટ?

કાજલબા બોલ્યા  શુ?

મહેક બોલી જી, આ ચાર ગામનો કારભાર છોડી શાંતિનુ જીવન જીવવુ જોઇએ.

દાદીમા મહેકને સાથ આપટાબોલ્યાં હા,દિકરા.

મહેક બોલી પોતાના ગુનાહમાથી આ રીતે છુટી શકે છે બાપુ.ફરીવાર કોઇ બીજી ઘટના બને ત્યારે બાપુને દોષિત ઠેરાવતા લોકો વિચાર કરવા કોઇએ.

કાજલબા બોલ્યા વાત સાચી પણ બાપુ?

અંશ આશાથી બોલ્યો આપણે તેને સમજાવીશુ.

સલીમ જુસ્સાથી બોલ્યો હા,મનાવીશુ.

દાદીમા.બોલ્યા રાજાસાહેબને એક મોકો આપવો જોઇએ.

કાજલબા બોલ્યા દાદીમા, આ તમારુ વિશાળ દિલ બોલે છે,બાકી આવા ગુનાહની સજા તો આજીવન કેદ જ હોવી જોઇએ.કાજલબા રડતા-રડતા બોલ્યા...

મહેકે તેના આંસુ લુછ્યાને બોલી; કાજલ

બસ...રાજાસાહેબના આ ખરાબ કામ સામે 100 સારા કામ પણ છે.

દાદીમા બોલ્યા  હા, બેટા.તુ હિંમત ન હાર.

કાજલબા હીબકાં ભરતા બોલતા આગળ શુ કરવુ એ જલ્દી કહે,? પેલા લોકો હોશમા આવે એ પહેલા.

મહેક બોલી સૌથી પહેલા આ વાતની જાણ તારા પરિવારને કરવી.ભગીરથને.ભગીરથ એકલો વારસાદાર છે.જો એ બાપુને મુંઝવશે તો આગળ કોઇ પ્રશ્ન જ નહી રહે.આરતીબાને પણ વાત કરવી જોઇએ.એ પણ કોઇ માર્ગ બતાવશે.

કાજલબા બોલ્યા હા, એવુ કરી શકાય.

સલીમ ચિંતા કરતો બોલ્યો અહીંથી નીકળવા માટે.

કાજલબા બોલ્યા પાછળની બારીમાંથી ડાયરેકટ બગીચામાને બગીચામાંથી બહાર.

અંશ ચિંતામાં બોલ્યો બહાર નીકળવાથી તો...

કાજલબા બોલ્યા  હુ ભાઇને જ બગીચામા બોલાવુ છુ.

એ કોલ કરે છે પણ કોલ જતો નથીને કવરેજ પણ નહિવત છે.હવે બારીની બહાર જવા સિવાય કોઇ ઉપાય નથી.સલીમે બારી ખોલીને જોયુ કોઇ ન હતુ એ ત્યાથી બહાર આવ્યાને સંતાય-સંતાયને આગળ બીજી જગ્યા પર ગોઠવાય ગયા.

ત્યાથી અંશે જ ભગીરથને કોલ કર્યોને ભગીરથ બગીચાના પાછળના ભાગમાં આવ્યો.ભગીરથને સલીમ, અંશ, કાજલબા મહેકને દાદીમા દ્વારા બધી વાત કરાયને હવે પછી જે કરવાનુ છે એ પણ કહ્યુ.

★★★★★

રાજાસાહેબ,રાણીસાહીબાને કાજલબા ખુબ જ ઝડપથી હોસ્પિટલ પહોચ્યા.ત્યા જઇને જુએ છે તો રાજાસાહેબને ચક્કર આવી જાય છે ને આરતીબાને કાજલબા તેને પકડી રાખે છે.

રાજાસાહેબ ગભરાતા-ગભરાતા બોલ્યા આ બધુ કેવી રીતે થયુ?

ડૉકટર બોલ્યા રાજાસાહેબ ભગીરથ બાઇક પર આવતો હતોને ગાડી સ્લીપ થઇ ગઇ.તેથી આવી દશા ભગીરથસિંહની થઇ.

આરતીબા ડરીને બોલ્યા તેને સારુ તો થઇ જશેને?

ત્યા જ ડૉ.અંશ આવ્યો.

ડૉ.અંશ બોલ્યો રાજાસાહેબ,હમણા જ તો અમારી સાથે...

કાજલબા વચ્ચે જ બોલ્યા ન થવાનુ થાય ત્યારે સમજી લેવાનુ કોઇ ભુલ થઇ રહી છે ને ઇશ્વર એ ભુલ સુધારવા માટે કહે છે.

ડૉ.અંશ બોલ્યા પણ રાજાસાહેબ તો નેક દિલ ઇંસાન છે તેની ભુલ થાય જ નહી.

ડૉકટર બોલ્યા ડૉ.અંશ.તમે એક ડૉકટર થઇને આવુ બોલો છો?

દરેક ઇંસાનથી બહુ બધી ભુલ થાય છે.પછી એ દેખીતી હોય કે ન દેખાતી.ભુલ ભુલ જ રહે છે.

હુ કોઇ દર્દીને ખબર વગર બધુ સલામત હોવા છતા બોવ બધી દવા લખી દઉ.એ મને ખબર છે,દર્દીને નહી દેખાતી મારી જાણી જોઇને કરેલી ભુલ છે.જેની સજા મને ઇશ્વર અવશ્ય આપે જ.

કાજલબા બોલ્યા કરેક્ટ હા, સાચુ છે.

અંશે કાજલને સાંત્વન આપી તુ ચુપ જ રહે કશુ ન બોલતી.

ડૉકટર બોલ્યા ભગીરથનુ એક્સિડેંટ સુમસામ રોડ પર થયુ.કોઇ ન હતુ છતાય થયુ તો આ શુ? કોઇ ભુલની સજા ઇશ્વરે આપી કહેવાય.

આરતીબા રડતા રડતા બોલ્યા સાચી વાત જાણી જોઇ નહી પણ ખબર વગર થયેલી ભુલનુ આ પરિણામ છે.

આરતીબા પોતાના દિકરાને આમ i.c.u મા જોઇને હેબતાઇ જ ગયા, અણધાર્યુ હદયફાટ રડવા લાગ્યા.કાજલબા તેને દિલાસો આપી રહ્યા.

કાજલબા બોલ્યા અંશભાઇ, તમે જ વિચારો!!! તમે પુરમા લોકોની કેટલી સેવા કરી,હજુય દર્દીને હેલ્પ કરો છો મહેક પણ કેટલી દયાળુ છતાય..મ..હે...ક ભૂત ......રડતા-રડતા બોલી રહી... આ પાપ નહી તો બીજુ શુ?

અંશ ઉંડો શ્વાસ લઈ બોલ્યો હમમ, સાચી વાત કાજલ. મહેક તો મહેક છે.....

[સલીમ અંશને કાજલબા મહેકની વાતો કરવા લાગ્યા.

રાજાસાહેબને 25 વર્ષથી થતી તેની ભુલને કોઇ પણ કારણસર જીવતો-જાગતો પોતાનો  છોકરો આમ અચાનક i.c.u માં જોઇ પોતાની ભુલ સમજાવા લાગી.

તેને પણ લાગ્યું  કે ઇશ્વર લાકડી લઇને નહી પરંતુ આમ જ મારતો હશે?

તેનો મોટાભાઇને મોટાભાભીને કરેલો અન્યાયને બે ભાઇ વચ્ચે રહેલ એક જ સંતાન જીવનને મરણ વચ્ચે ઝોલા ખાય છે.બાપુ એક ખુરશી પર ફસડાયા ને બોલ્યા....]

બાપુ રડતા રડતા જ બોલ્યા સાચી વાત છે. આપણા કરેલા કર્મ આપણે જ ભોગવવા પડે છે.

આરતીબા બાપુની વાતનો વિરોધ કરતા બોલ્યા ; પણ આપણે ક્યારેય પાપ નથી કર્યા.કેટલાય વર્ષથી આઝાદ દેશમા રાજાશાહી ચાલતા 4 ગામના લોકોને હંમેશા મદદ કરી છે.તેની સુવિધા માટે આપણે ખુદ કામ કરેલા છે તો પાપ શા ના?

બાપુ આંખો લૂછતાં બોલ્યા તમે કોઇ સામેલ ન હોવ પણ હુ એકલો જ પાપમા સમેલ હોવ એવુ બની શકે?

ધીમેથી મહેક બાપુ સામે આવીને ઉભી રહીને બોલી...

 

હા બાપુ!! એવુ જ છે.25 વર્ષથી 500 માણસોની "હાયને" તેના પરિવારની "હાય" જ ભગીરથીની આ હાલતનુ કારણ છે.

આરતીબા મહેકને જોયને ચોકી ગયાને મહેકને જીવતી જોય તેની બાથ ભીડી ગયા.મારી દિકરી તુ કેમ છે?

તને કશુ થયુ નથીને?

તને એ આત્માઓ એ પરેશાન તો નથી કરીને બોલ બેટા બોલ?

આ સમયે રાજાસાહેબ એકી ટશે જોઇ રહયાને વિચારી રહ્યા મહેક કઇ રીતે અહીં પહોચી?

શુ એ ત્યાથી ભાગી આવી?

તો એ મારી હકીકત?

મહેક બોલી બાપુ, તમે ડરો નહી.તમારી ઇજજત એ જ અમારી.હુ તમારા કામથી અવગત થઇ છુ ને કાજલ, અંશ, સલીમ, ભગીરથ બધા જ.

આ વાતની ખબર ભગીરથને ખબર પડી તો એ ગુસ્સામા "જુની હવેલી" બાજુ બાઇક લઇને ગયોને બાઇક સ્લીપ થઇ ગઇ.બાપુ તમે તમારી જ આબરુને ધુળમા મેળવી સાથે...

આરતીબા બોલ્યા શુ થયુ?

મને તો કહો?

કેમ આમ ગોળ-ગોળ વાતો કરો છો?

કાજલબા તમામ હકીકત મમ્મીને કહે છે ને રાજાસાહેબને ધિક્કારવા લાગે છે.

આરતીબા બોલ્યા એ તમામ કેદીને મુક્ત કરોને સુવર્ણનગરની સભા બોલાવીને કહો કોઇ ભુતપ્રેત આત્મા નથીને આ રાજાસાહેબનુ જ કાવતરુ છે.મને મારો દીકરો સલામત જોઈએ. તમે તો જીવતા જાગતા માણસો પર હુમલો કરાવીને પણ હાય લીધી છે.રાજાસાહેબ તમને ઈશ્વર પણ માફ નહીં કરે.....આટલું બોલતા રડી પડ્યા....

અંશ બોલ્યો રાણીસાહિબા, બાપુની ઇજજત આમ...નિલામ ન થવી જોઇએ.

કાજલબા બોલ્યા  હા મમ્મી.

(આ સમયે બાપુ એ અંશ સામે જોયું વિચાર્યું જે છોકરાંને મેં આટલો હેરાન કર્યો એ બોલે છે.)

સલીમ બોલ્યો બસ,બધા કેદીને મુક્ત કરોને કેદી પાસે ત્યા જ માફી માંગી ભગીરથના જીવનદાન માટે હદયપુર્વક એ લોકો પાસે જ  દુઆ મંગાવો.

મહેક બોલી હા,એ વાત સાચી.જેમણે હાય આપી એ જ હવે દુઆ આપશે.

રાજાસાહેબને બધા "જુનીહવેલી"મા ગયા.

રાજાસાહેબે તમામને હોલમા ભેગા કર્યાને તેના મોટાભાઇને ભાભીના પહેલા પગે પડી ગયાને માફી માંગીને તમામ હકીકત જણાવી કે ભગીરથની કેવી દશા થઇ.!

પૂજાબા બોલ્યા ભાઇ તમે બે ભાઇ વચ્ચે રહેલા એક વારસદારને પણ ન સાચવી શ્ક્યા?

મોટારાજાસાહેબ બોલ્યા  નીરા,તુ અંધ હતો એ સમયે પૈસાને દોલતની લાલચમા પણ ભગીરથના એક્સિડેંટથી અગર તને સમજાય ગયુ કે પોતાના પરિવાર સિવાય કોઇ મહત્વનુ નથી તો એ જ ઈશ્વરની કૃપા છે.

બાપુ બે હાથ જોડી બોલ્યા તમે મને માફ કર્યું ભાઈ.

મોટાબાપૂ  બોલ્યા હા,  તું મારો ભાઈ છે, માફીને લાયક તું છે જ.કેમ કે તું બધા કેદીને છૂટા કરવાનો છે.

આરતીબા.બોલ્યા પૂજાબા મને...

પૂજાબા બોલ્યા બસ,આરતીબા.....

કાજલબા બોલ્યા મોટામમ્મી...

પૂજાબા બોલ્યા જય માતાજી! સુખી થા દિકરી...આમ રડ નહી, તારા સિવાય અમારુ છેય કોણ?

ભગીરથ જુની હવેલીમા આવ્યોને બોલ્યો; કેમ  મોટા મમ્મી!  હુ તમારો દિકરો નથી?

કાજલ એક જ તમારી?

તો હું કોનો?

બાપુ,મોટા બાપુ,આરતીબા,પૂજાબા બધા ચોકી ગયા કે ભગીરથ સહી સલામત છે?

કોઇ સવાલ કરે એ પહેલા જ ડૉકટર બધી જ હકીકત કહે છે કે અંશ,મહેક,સલીમ,કાજલને ભગીરથ દ્વારા કેવો પ્લાન કરાવામા આવ્યુને કઇ રીતે બાપુને તેની ભુલથી અવગત કરાવ્યા?

એ પણ તેની બદનામી ન થાય એ રીતે.

નીરાબાપુ બધાની માફી માંગે છે પ્રજાની, મોટારાજા સાહેબની. પોલિસને બોલાવીને 4ગામનો વહીવટ સોપે છે ને તેના મોટાભાઇ-ભાભીને સાથે રાખે છે ને મહેકને અંશનો આભાર માને છે

બાપુ બોલ્યા જે થાય એ સારા માટે જ થાય છે મહેક,જો તને કીડનેપ ન કરી હોત તો હુ ક્યારેય સચ્ચાઇ સુધી ન પહોચ્યો હોત.

આરતીબા બોલ્યાને ઇશ્વરે સાચે જ એવુ કશુક કર્યુ હોત કે આપણે આપણા સંતાનને ખોય બેસેત તો? .

આ બધું ઇશ્વર કરે એ પે’લા મહેક તે અંશેને સલીમે અમારી આંખો ખોલી.બે હાથ જોડી આરતીબા એ આભાર માન્યોને સલીમ,મહેકને અંશને પ્રેમથી જમાડીને,વૃંદાવન જવા માટે ફોરવ્હીલ મોકલી.

સલીમ ડ્રાઈવરની બાજુમાં છે.મહેક અંશને ટેકો દઈને બેઠી છે ને અંશનો હાથ પકડેલો છે.અંશનો એક હાથ મહેકના ખભ્ભા પર છે.મહેકનું માથું અંશની છાતી સરસુ  છે.

મહેક પોતે કરેલા તમામ સારા કાર્ય યાદ કરી રહી.ઈશ્વરનો આભાર માની રહી. મનમાં જ બોલી ઈશ્વર આ બધા કાર્ય માટે મને નિમિત્ત બનાવીને સફળતાનો તાજ મને આપ્યો એ બદલ હું આપનો આભાર માનું છું.

મને મુસીબત આપીને સાથે હિંમત પણ આપી.મારો પરિવાર પણ મારી સાથે રહ્યોંને છેલ્લે મારો માનેલો ભાઈ પણ....

બસ,મારીને અંશની જોડી સલામત રાખજો.

બસ,બધા ચુપચાપ બેઠા છે.કોઈની કશું બોલવાની ઈચ્છા નથી. જે કામ કરીને આવ્યા તેનો ગર્વ છે.....

મિત્રો,

આ રચનાનો બીજો ભાગ પણ આવવાનો છે.

યે રિશ્તા તેરા મેરા 2.1

ઘણી બધી ભૂલો સુધારીને મેં ફરીવાર યે રિશ્તા તેરા મેરા  Publish કરી.હવે યે રિશ્તા તેરા મેરા 2.1 પણ એવી જ રીતે publish થઈ ગઈ છે

મિત્રો,મેં આ ભૂતપ્રેતની વાત અહીં એટલે કરી કે લોકો ઘણીવાર કોઈ પણ રોગનો ઉપચાર કરવાના બદલે આવું બધું માને છે.જેને કારણે આપણી વ્યક્તિ કોઈવાર મૃત્યુને પણ ભેટે છે.રોગના મૂળ સુધી જવાને બદલે નિતનવા પ્રયોગ કરે જે વ્યક્તિ માટે જીવલેણ નીવડે છે.

દવા અને દુઆ બંને કરવું જોઈએ. પછી સફળતા ન મળે તો એ જ આપણા નસીબ...

�જય શ્રી કૃષ્ણ�

��જય હિંદ��

��વંદેમાતરમ્��