જોય ઓફ ગીવીંગ Tarulata Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોય ઓફ ગીવીંગ

જોય ઓફ ગીવીંગ

એક દશ્ય

હજી તો વહેલી સવારના સૂર્યના દર્શન થયા નથી શહેરના રસ્તાઓ પર આછોપાતળો વાહનોનો પ્રવાહ વહે છે ત્યારે બીજી તરફ એક ઉંચા કદનો પાતળો શ્રમજીવી પાછલી રાતના પડછયાને વીંધતો હાથમાં એક પોટકું જેવી બેગ લઈ પોતાની દુકાન તરફ જઈ રહ્યો છે એ કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. એની દુકાનમાં ઘરબાર વગરના રખડતા ભૂખ્યા છોકરા ઘૂસી જતા. તે એને કંઈક ખાવાનું આપતો. સ્ટ્રીટ લાઈટના અજવાળામાં તેના મેલા કપડાં દેખાય છે, પણ ધુળથી ઝાંખા ચહેરા. પર પ્રસન્નતા દેખાય છે. પોતાના અનેરા આનદનું કારણ તેની ભલાઈ છે. એટલામાં એક ધૂળિયો, મોટી સાઈઝનું ભૂરા રંગનું ટી-શર્ટ પહેરેલો નટખટ છોકરો ચીલ ઝડપે તે ના હાથમાંથી બેગ ખૂંચવી ભાગે છે. તે લાચાર બની સૂની સડક પર બૂમો પાડે છે: 'પેલા ટેણીયાને કોઈ પકડો... લુચ્ચો કાલે બપોરે તો મેં તને બિસ્કિટના પેકેટ આપ્યા હતા. 'છોકરાએ સીધી દોટ મૂકી.... એ છોકરો કોણ? એ શું કરતો હતો. 'જોય ઓફ ગીવીંગનો ' ફિલ્મ રીવ્યુ તમને ફિલ્મની વાર્તા અને ખૂબીઓથી રસતરબોળ કરશે.

બીજું દશ્ય

'કોઈ પકડો।.. વો ભગતા હૈ....' દુકાનદાર આજે છોકરાને પકડવાના નિર્ધાર સાથે લોકોથી ઉભરાતાં બજારમાં પેલાની પાછળ દોડ્યે જાય છે. થાકેલું નબળું શરીર પાછું પડે છે. શ્વાસ રૂંધાય છે છેવટે છોકરો જે ઘરની ગલીમાં સંતાયો ત્યાં ડોકિયું કરે છે. એના જેવા શેરીને જ ઘર બનાવી બેઠેલાં છોકરાઓ ભેગા થઈને શું કરે છે? આ ખીલખીલાટ હાસ્ય શેનું?જોનારની આંખમાં આંસુ? તમારે ફિલ્મ જોવી જોઈએ।

***

'જોય ઓફ ગીવીંગ'

ફિલ્મનું નામ જ કેવું સરસ. !

દાનના અવિરત પ્રવાહથી ચાલતી સામાજિક સન્સ્થાઓ, મંદિરો હોસ્પિટલો, સ્કૂલો, ધરડાંઘરો ટેકાની જરૂરિયાત છે તેને માટે આશીર્વાદરૂપ છે. લોકો કમાય, સંપત્તિ ભેગી કરે પણ રાતની શાંતિની ઊંઘ નથી મળતી જયારે જે આપતો રહે છ, વહેંચતો રહે છે તેને હદયમાં ટાઢક મળે છે. કુદરતમાં સાગર, નદી, પર્વતો, વૃક્ષો, ફૂલો, પશુ પખી સર્વ કોઈ પોતાની પાસે જે કઈ હોય તે આપીને 'હાશ ' અનુભવે છે. એક હોટેલમાં કામ કરતો શ્રમજીવી પણ કંઈક બીજા જરૂરિયાતમંદને આપે છે અને લેનાર એના થાકને, ભારને ઓછો કરે તેવું આપે છે

શબ્દોના શણગાર અહીં નથી, ચહેરા પરના ભાવ બધું કહી દે છે.

અનુરાગ કશ્યપની શોર્ટ ફિલ્મને જોતાં પહેલાં આ જ વિષય પરની બીજા પ્રોડુયુસરની ફિલ્મ જોવાની લાલચને હું રોકી ન શકી.

2010માં 'જોય ઓફ ગીવીંગ 'નું સેલીબ્રન કરવામાં આવ્યું હતું. યુ ટ્યુબ ક્લીક એટલે મઝા. ફિલ્મ -નાટક માં પણ, મનોરંજનની

અપેક્ષા રહેતી જ હોય છે. કોઇપણ કલામાં જીવનનું વત્તુંઓછું પ્રતિબિબ પડે છે. પણ કલાકારની દ્રષ્ટીએ સર્જેલી ફિલ્મ એક અલગ, નવીન વાત રસપ્રદ રીતે રજૂ કરે છે. કઠોર વાસ્તવિકા હોય કે દુખદ હોય કે સુખદ ઘટનાનું રૂપાંતર કલાકાર આગવી માવજતથી કરે છે. નાટકની જેમ ફિલ્મ પણ ગાયન, વાદન, અભિનય એમ બધી કલાનું પિયેર છે, એમ કહો કે મિલનસ્થાન છે. ફિલ્મ દ્શ્યમાન છે. તેથી કેમેરાનો સૂઝપૂર્વકનો ઉપયોગ કમાલનું કામ કરે છે. અનુરાગ કશ્યપ આ ફિલ્મમાં ટોર્ચ લાઈટની જેમ ધારદાર પ્રકાશમાં એક લાંબી ફિલ્મ બને તેવા વિષયને શોર્ટ ફિલ્મમાં કંડારે છે.

'ગાગરમાં સાગર સમાવ્યો છે. ' ઉદ્દેશ કે સંદેશ અભિપ્રેત આ ફિલ્મ ફોર સ્ટાર આપવા જેવી કેમ બને છે? આ ફિલ્મ એવી હળવાશથી કઠોર વાસ્તવિકતાને કલાત્મક રૂપ આપે છે કે લાજવાબ।

તે વિશેનું મારું કુતૂહલ મને બે કે ત્રણવાર ફિલ્મ જોવા પ્રેરે છે. મને ફિલ્મ જોવાની ગમી, આનંદ મળ્યો તો તેનું કારણ એ છે તેમાં બીજાને આપીને મળતાં આનંદની માનવતાસૂચક વાત કહી છે ? ના એવો સંદેશો તો ઉપનિષદના જમાનાથી 'ત્યેન ત્યક્તેન ' આપણે સાંભળતા આવ્યા છે. એટલું જ નહિ અનુભવ્યું છે, સારી, બોધપ્રેરક વાતને જયારે તટસ્થ રીતે 'જજમેન્ટ' કર્યા વિના જીવંત રજૂ કરવામાં આવે છે ત્યારે આનંદ મળે છે.

ભારતના મોટા શહેરોમાં ગરીબ બાળકોની દશા જોઈ આપણું હદય ફિલ્મમાં અને વસ્તવિકતામાં દ્રવી ઊઠે છે, ધરબાર વગરનાં આ છોકરાં નથી નિશાળે જતાં કે નથી નીતિના પાઠ શીખતા. ચોરીચપાટી, છેતરર્પીડી, ઉઠાંતરી માટે આ બાળકોની માથાવટી મેલી છે જ, અમદાવાદના સ્ટેશનની બહાર નીકળતાં મારું પર્સ ખેચાયેલું, સૂરતના ચોપાટી વિસ્તારમાં મારી સોનાની ચેન તૂટેલી ત્યારે મેં દોડતા અને સાઈકલ પર ભાગતા છોકરાને જોયેલો મને ગુસ્સો આવેલો અને 'જોય ઓફ ગીવીંગ 'ના અંતિમ દ્રશ્યમાં મોટી વયના પાત્રની જેમ હું હતપ્રભ થઈ ઊભી હતી. 'કોઈ પકડો' જો આ ફિલ્મ અહી પૂરી થઈ હોત ?મારા આનંદમાં એક પ્રકારની નિરાશા આવત. મને એમ થાત કે એ તો

એવું થતું હોય છે. એમાં નવું શું કહ્યું? 'કોઈ પકડો ' ફિલ્મની શરૂઆતથી અંત સુધી પડધાયા કરે છે. મને રાજકપૂરની જાગતે રહો ફિલ્મ યાદ આવે છે. બીજાને આપતા મળતા આનંદને પકડો -જાણો। મોટી ઉમરના પુરુષના પાત્રમાં ઉદિત ચન્દ્ર નો અભિનય મને અસર કરી ગયો, જે બાળકને બપોરે બિસ્કીટ આપ્યાં હતાં કારણકે તે ચોરી કરેલું ખાવાનું બીજાં બાળકોમાં વહેચીને હસતો હતો. તે બાળક પોતાની બેગ ઉપાડીને દોડી ગયો! એના ચહેરા પર રોષ, નિરાશા થીજી જાય છે. માનવતા સાવ મરી પરવારી। મોટી સાઈઝનું

ભૂરા રંગનું ટી શર્ટ પહેરેલો બાળક દોડતો આવી જયારે એને બિસ્કીટ આપનાર વડીલ પાસેથી થેલી લઈને ભાગ્યો, ત્યારે મારો સ્વાસ રોકાઈ ગયો, 'આ ય આવો નીકળ્યો ' એમ કહેવા જતી હતી ત્યાં જ એ ભૂરું શર્ટ દેખ્યું, 'હાશ 'થઈ, પોતાને મદદ કરનારને ઘર -કુટુંબ વગરનો

સ્ટ્રીટ પર રહેતો બાળક શું આપી શકે? જેણે કદી બાપનો વહાલભર્યો હાથ સ્પર્શ્યો નથી તે એટલું તો જાણે છે કે એ વુદ્ધ હાથનો થેલીનો બોજ ઉપાડી એ આનંદનું અમી છાટી શકે. આપણને સૌને અનુભવ છે કે ધેર આવીએ ત્યારે જો દોડીને દીકરો, દીકરી કે પોતા, પોતી હાથમાંથી ગ્રોસરી બેગનો ભાર લઈ લે તો કેવા ખુશ થઈએ 'સો વરસના થજો 'એવા આશીર્વાદ આપી દઈએ, મારા ધારવા મુજબ એ બાળ કલાકાર નમન જેન હશે. કમાલનો અભિનય છે. છેલ્લે ડાન્સ કરતો હોય એમ બિન્દાસ દોડી જાય છે. સંવાદો ઓછા છે. અભિનય સહજ છે , બાળકના હાસ્યને સંગીતમાં વણી લીધું છે. અંતે વડીલ એનું ઘર જે કોઈ ઓરડી હશે તેનું શટર ખોલે છે. ફિલ્મની શરૂઆતમાં દુકાનનું શટર ખૂલે છે. બે શટરમાં જીવાતી શહેરની જીદગીનું જકડી રાખે તેવું નિરૂપણ અહી છે. ફિલ્મના બે ગ્રાઉડમાં મ્યુઝીકની સાથે હોટલના માણસોની વાતચીત, નાયકની એના શેઠ સાથેની વાત, ચા-પાણીના ઓર્ડર પ્યાલા રકાબીનો ખખડાટ વાતાવરણને જીવત કરે છે, બીજાને આપીને આનંદ મેળવનાર માણસ નાત જાત, ગરીબ, તવંગર એવા ભેદભાવોથી પર છે. એ માણસમાંથી મુઠ્ઠીભર ઉચો ઊઠેલો માનવ છે. 'હું માનવી માનવ થાઉં તો ધણું ' અનુરાગ કશ્યપની 'જોય ઓફ ગીવીંગ 'ફિલ્મ પાત્રનું આવું રૂપાંતર કરે છે. વડીલનું પાત્ર અને બાળકનું પાત્ર શોર્ટ ફિલ્મના પહેલા દ્રશ્યથી અંતિમ સુધીમાં વિકાસ કરે છે. આપણે પણ રીવ્યુ લખ્યા પછી આપણી અંદર દટાયેલું કઈક મેળવ્યાનો આનંદ અનુભવીએ છીએ. ફિલ્મ બનાવવાનું, તેને જોવાનું અને મમળાવવાનું કે રીવ્યુ કરવાનું બધું આનન્દમય છે. મને આશા છે કે બિનભારતીય-ફોરેનર પ્રેક્ષકો 'જોય ઓફ ગીવીગ 'ફિલ્મને જોયા પછી ભારતના દીન બાળકોની સ્થિતિ જોશે પણ ત્યાંના માનવોમાં રહેલાં બીજાને આપીને મળતાં આનંદની કદર કરશે .

ફિલ્મકલાને માણશે, સાચી કલાનો પ્રાણ જીવન છે. જેવું છે તેવું સ્વીકારી તેને પોઝીટીવ રીતે જોવાનું અને માણવાનું છે. કોઈ પણ ફિલ્મ કે કળા

જીવનમાં આનંદ પૂરવાનું ભાથું છે.

તમને દિવસનાં કામનો થાક લાગ્યો હોય, સમય પૂરતો નથી, પ્રેમની ચીલાચાલુ ફિલ્મ જોવાનું મન નથી ઓ કે યુ ટ્યૂબ ઉપર સરસ ટૂંકી ફિલ્મનો રસથાળ છે, જોય ઓફ ગીવીંગ ના વિષય ઉપર બીજી ત્રણેક ફિલ્મ છે પણ પાંચ વર્ષના છોકરાની આ રમતિયાળ દશ્યો સાથેના સંદેશની ફિલ્મ યાદગાર છે. આ ફિલ્મ જોઈને નિર્દોષ બાળકોની ગરીબાઈ માટે જવાબદાર કોણ?શું એનો કોઈ ઊકેલ નથી? એવા પ્રશ્નો દિલને ખળભળાવે છે. ફિલ્મનો વડીલ કલાકાર પોતાનું ટિફિન ખોલી ખાવા બેસે છે પણ કોળિયો ગળે ઊતરતો નથી, મને પણ એવું થાય, તમારો કોળિયો મોં સુધી આવી અટ્કી જાય તેવી આ ચોટદાર ફિલ્મ જોય ઓફ ગીવીંગનો પોઝિટિવ અભિગમ આપી જાય છે.

તરુલતા મહેતા