યે રિશ્તા તેરા મેરા-19 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યે રિશ્તા તેરા મેરા-19

 

બાપૂ લૅંન્ડલાઇનવાળા રૂમમા ગયા ત્યા જવા માટે પે’લા કાજલબાનો રૂમ આવે પછી લાંબી લોબી આવે,પછી એક રૂમ આવેને એ રૂમમાંથી અંદરની રૂમમા જવાનુ.

બાપૂ સારી તાલીમ વાળા છ માણસો મોકલો.

માણસ બોલ્યો કેમ બાપુ?

બાપુ બોલ્યા ભુત-આત્માઓ એ છ માણસોને ઘાયલ કર્યા છે.કશી ખબર નથી પડતી શુ કરવુ? એક બાજુ મહેક એ લોકો પાસે છે ને બીજી બાજુ પૈસા માંગે છે ને મારા છ માણસોને ઘાયલ કર્યા છે.

મારો પરિવાર ખુબ જ ચિંતામા છે ને આત્માઓનો કહેર વધતો જાય છે.અંશની હાલત ખુબ જ ખરાબ છે. કશુ સમજાતુ નથી,બસ ઇશ્વર જે કરશે એ સારુ જ કરશે!! મને વિશ્વાસ છે મારા ઇશ્વરમા પુરો,બસ તમે માણસો મોકલો.

[આ બધુ બહાર પેલા રૂમમા અંશ,કાજલને સલીમ સાંભળી રહ્યા,બાપુ એ રૂમમાથી બહાર આવતા તેમને જોઇને ચોકી ગયા,]

બાપુ બોલ્યા ઓહ,તમે?

સલીમ બોલ્યો જી બાપુ.

બાપુ બોલ્યા કાજલબા,તમને તો ખબર છે આ રૂમ સુધી આવવાની મનાય છે.તેમ છતાય ....

કાજલબા આ લોકો તમારી પાછળ આવ્યા પણ હુ તેના સુધી પહોચુ એ પે’લા અહીં ઉભા રહી ગયા.એટલે તમને ખલેલ ન પહોચે એ માટે હુ કશુ ન બોલીને આપની વાત શરુ હતી તો....!!!

તો બીજી બાજુ...

એક વીઘા એક જમીન પર મંડપ નાખવામા આવ્યા,પંખાને પાણી છોડતા ફુવારા પણ લગાવવામા આવ્યા.કોઇ હોલમા આ સગાઇ નથી.ખુલ્લી જમીન પર મંડપ લગાવીને આખી વ્યવસ્થા ઉભી કરવામા આવી છે.મંડપની દરેક ડીઝાઇનમા દિલ પડેને દિલમા J.N લખેલુ છે. એક બરાબર વચ્ચે બગીચો તૈયાર કરવામા આવ્યો છે.

વચ્ચે રાધાક્રિશ્નાની મુર્તિને તેના ફરતે ફુવારા સિસ્ટમ છે.સર્કલની ચારે બાજુ અજબ-ગજબના ફુલના કુંડા રાખવામા આવ્યા છે ને વચ્ચે બતકની જોડી તરતી મુકી છે.50 થી વધારે સ્ક્રીન પર સ્ટેજ દેખાય છે.ગુજરાત રાજયના દરેક વેપારીને બોલાવવામા આવ્યા છે.એક-એકને આ સગાઇમા આવવા માટે 5થી વધુ તો કોલ કરવામા આવ્યા છે.

આ સગાઇ વેડિંગ કરતા પણ અદભુત છે.થોડા-થોડા અંતરે પીંજરા મુકવામા આવ્યા છે ને તેમા રંગબેરંગી પક્ષીઓ કલરવ કરી રહ્યા છે.

[ કોઇને કેદ કરવા એ મહાપાપ છે ને ગુનો પણ છે]

મોરના મોટા પીંજરા મુકવામા આવ્યા છે. અદભુતને નયનરમ્ય તાદ્ર્શ્ય છે.સ્ટેજને હજારો ગુલાબથી મહેકાવવામા આવ્યુ છે.

નિરવાને જયદીપ એકબીજાનો હાથ પકડીને સ્ટેજ ઉપર આવ્યાને તાળીના ગડગડાટથી આ બંનેને વધાવી લેવામા આવ્યા.ગોર મહારાજે શ્લોક શરુ કર્યાને જયદીપે નિરવાને વીંટી પહેરાવી.નિરવાની આજુબાજુમા ગોરી-ગોરી મધમાખીઓ બણબણે છે તેણે તાળીનો ગડગડાટ કરી મુક્યો,જયદીપની બાજુમા બણબણતા ભમરાઓ એ પણ એ જ કર્યુ.જયદીપે નિરવાના હાથને ચુમ્યો,જુક્યોને પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો.

જયદીપ બોલ્યો હુ તને પ્રેમ કરુ છુ, શુ તુ મારા પ્રેમનો સ્વીકાર કરે છે? શુધ્ધ ગુજરાતીમા જયદીપ બોલ્યો.

નિરવાનું દિલ ખુશીથી ભરાય ગયું એ બોલી જી હા...દિલથી...હસતા હસતા બોલી

5કિલોની કેક જુમ્મરની બાજુમાથી નીચે આવી.આ દ્ર્શ્ય મનમોહક છે.બધા નીહાળી રહ્યા.કેકમા જયદીપને નિરવાની તસ્વીર છે.આ બધુ 50 સ્ક્રીનમા દેખાય રહ્યુ.જયદીપે નિરવાનો હાથ પકડ્યોને કેક કાપી.

પેલા નિરવાને ખવડાવીને પછી પોત-પોતાના ને એકબીજાના મમ્મી-પાપાને અને બીજી લોકોને પણ વહેચી.જયદીપને નિરવાના દોસ્તોએ ફુગ્ગા ફોડ્યાને સગાઇને મોજથી સેલીબ્રેટ કરે છે.

સલીમ વિચારતા, ચિંતા કરતા બોલ્યો અંશ,આજે શુ કરીશુ?

અંશ એમજ બોલ્યો કાજલને પટાવવાનુ!!!

સલીમ આશ્ચર્યથી બોલ્યો શુ?

અંશ હસીને બોલ્યો આપણે બંને કાજલને આપણી વાતોમા પુરી રીતે ફસાવીએ, આ પાર કે પેલે પાર. જે કોઇ રમત રમે છે એ પકડાય જશે.બાપુની આજની વાતો પરથી એ નિર્દોષ સાબિત થાય છે.

જી ભાઇજાન, તે જે રીતે વાતો કરી રહ્યા;પુરો વિશ્વાસ છે.બાપુ સાથે જે કોઇ રમત રમે છે.હવે આપણે તેને મુક્ત કરીશુ જ.

અંશ બોલ્યો જી..આપણે બાપુને મુકત કરવા કાજલબા નો સહારો લઇશુ,જુઠ બોલીશુ,બસ બાપુને મુક્ત કરાવીશુ જ.

***

મહેક ચોરી છુપીથી એ મોટા ઓરડાની [રૂમની] બહાર આવી.તેણે જોયુ તો એક રુમમા 4-5 ભુત વાતો કરી રહ્યા છે.ત્યાથી છુપીને આગળ બીજા રૂમ બાજુ ગઇ તો એક ભુતને એક ભુતની એકબીજાને વળગીને બેડ ઉપર સુતા છે.

ભુત બોલ્યું  હુ તારા શરીર પર તો મરુ છુ.

ભુતની બોલી ને હુ તારા પર.

ભુત બોલ્યું તુમને ક્યારેય એકલો ન મુકતી

[પોતાના તરફ ખેચતા બોલ્યો]

ભુતની બોલી નહી, નહી છોડુ,હુ તને [પોતાના જ શરીર પર હાથ ફેરવાતા એ બોલી] આ દીલ બસ તને જ ચાહે છે ને તારા પર જ મરે છે.

ભુત બોલ્યું તો તો તુ પે’લા પાસે કેમ જાય છે,? મને નથી ગમતુ જ્યારે એ તને છૂએ છે ત્યારે.

ભુતની.બોલી એ મારો પતિ છે,તેનો હક છે મારા પર.

ભુત બોલ્યું  ને હુ,? મારો હક?

ભુતની બોલી બસ, હવે આમ મને તુ છેડતી ન કર, મને આમ કપડામા જ લપેટાયેલી રવાદે,મને તારો સ્પર્શ મદહોશ કરે છે.

ભુત બોલ્યું આજે હુ તને નહી છોડુ.

ભુતની બોલી હુ છૂટવા ચાહતી પણ નથી.

આ બંને એકબીજામા એટલા વ્યસ્ત કે મહેક ત્યા બહાર ઉભી તેનુ ભાન પણ નથી.દારુના નશામાને રતિકામમા નગ્નવસ્થામા વ્યસ્ત બેસુધ્ધ છે.મહેક પોતની આંખ પર હાથ રાખી આગળ નિકળી.3,4 રૂમમા પણ આજ ચાલી રહ્યુ છે.ત્યાથી આગળ નીકળી...

મોટાબાપુ બોલ્યા હુ અહીંથી છૂટીશને તો તને તો નહી જ છોડું.તુ મને જીવિત નહી રાખતો.

રાજીવ બોલ્યો જીવતો બચીશ તો ને બાપૂડિયા?

મોટાબાપુ બોલ્યા મને ખબર છે આ કાવત્રુ કોનુ છે?

રાજીવ બોલ્યો તે શુ કરી લેવાનો કહે? તારો ભાઇ નીરો પણ હેલ્પ માટે નહી આવી શકે? એ પણ ચુપ છે.અમારા કારણે!!!

મોટાબાપુ બોલ્યા હુ રાજા બનાવાનો હતોને ચાર ગામનો ધણી પણ.......તમે લોકો એ બાજી પલટાવી દીધી, મારા ભાઇ ને પણ ફસાવ્યો,નીરાને પણ.

વિરજી બોલ્યો તે બાપુ તમને અહીં કેદમા ક્યા વાંધો છે?

મોજ કરો મોજ !!!!

[બધા હસવા લાગ્યા]

દેવજી વચ્ચે જ બોલ્યો બસ, બાપુ ખજાનાનો પતો આપો એટલે આપણે બધા છુટા.બાપુના વાળ પકડી ખેંચી બોલ્યો.

મોટાબાપુ બોલ્યા મારી નાખો,કાપી નાખો પણ એ નહી બને.

રાજીવ ગળચીથી પકડી બાપુને તો તુ ગયો બાપૂડિયા.

મોટાબાપુ ગુસ્સામાં બોલ્યા મારે જીવવુ પણ નથી.

પૂજાબા વચ્ચે જ બોલ્યા અમે મરી જઇશુ,પણ તમારા જેવા નાલાયકના હાથમા ખજાનો નહી છોડિયે.

સેજલે પાછળથી મોટા લાંબા વાળ મહારાણીના પકડ્યાને બોલી તો..મહારાણી...નહી...નહી...મોટામહારાણી તારી પૂજા થઇ ગઇ.

પૂજાબા એમ હિંમત હારે તેવા નથી એ બોલ્યા મૃત્યુ ગળે લગવીશુ પણ ખજાનો તો નહી જ મળે.ક્યારેય નહી.

ઝરણા પૂજાબા ના ગાલ પકડતા બોલી એ તો અમે જાણીને જ રહિશુ.

સેજલ ફરી બોલી જો...તો......અમારા ભંડાર ભરાય જ છે.કરોડો આવે છે કરોડૉ.એકાદી માછલીને પકડીને લાવીએ તો.!!

ઝરણા સિગારેટ ફૂંકતા બોલી આ વખતે ડૉકટર ફસાવ્યો ડૉકટર.

[મહેકના દિલમા સનસનાટી ઉપડી તે ડરી જ ગઇને હેબતાઇ પણ ગઇ.મોટા મહારાજાને-મહારાણી જીવિત છે.?

પોતાના મનમાં સવાલ થયો?

લોકો કહે એ તો દેવલોકમાં છે?

કેટલાય પ્રશ્ન મહેકને આવવા લાગ્યા.]

સેજલ વાઇનની ઘૂંટ મારતા બોલી 3 કરોડ માંગ્યા છે.તે આપી જશેને મહેકને છોડાવી જશે.

[મહેક ડરી ગઇ,તેના પગ નીચેથી જમીન જાણે સરકી ગઇ.તે કોઇ જુએ પેલા સરસરતી ચાલી ગઇ છેક ઓરડામા જઇને બેસી ગઇ.કોઇને ખબર ન પડે એ રીતે.]

સલીમને અંશ મહેમાનગૃહમા ગયા,તેણે કાજલબાને મળવા બોલાવ્યા.

[એક સેવક ગયોને કાજલબા પોતાના કામમા વ્યસ્ત છે એ સોંગ લિસન કરી રહ્યા છે લેપટૉપ સામે બેસીને ત્યા સેવક તેને અંશ બોલાવે છે તેવા સમાચાર આપે છે.તે આવે છે]

બોલો શુ કામ છે?

અંશ બોલ્યો બાપુ છે.

ના, પાપા તો બહાર ગયા.

સલીમ બોલ્યો ક્યા?

મને કહીને થોડી જાય છે.

અંશ બોલ્યો  શુ સલીમ તુ પણ? સાંભળ કાજલ

કાજલબા બોલ્યા શુ-શુ થયુ કેમ આમ ડરેલા છો?

અંશે કાજલબા ને પોતાની વાતમાં લેવા માટે કહ્યું પહેલા પ્રોમીઝ,પછી વાત.

પણ

અંશ બોલ્યો પ્રોમીઝ,કરો પછી જ વાત. તમે આરતીબાની કસમ લો.અમે જે વાત કરીએ તેમા તમે હેલ્પ કરશો.અમારો સાથ આપશો.રાજાસાહેબને મહારાણીને નહી કહો.માત્ર ચુપચાપ હેલ્પ જ કરશો.

મને કશુ સમજાતુ નથી.

સલીમ કાજલબા ને ઉકસાવવા બોલ્યો અંશ,જવા દે.એ પ્રોમીઝ નહી કરે.નીરાબાપુ ભલે ફસાય આપણે શુ? બસ મહેકદીદી પરત ફરે એટલે આપણે છૂટા પછી કોણ ફરીને પણ અહીં જુએ.

[બંને જવા લાગે છે.]

કાજલબા અકલાયને બોલ્યા ઓકે, ઓકે. પ્રોમીઝ.હુ તમારી વાત સાંભળીશ,કોઇને નહી કહુ,તમને હેલ્પ કરીશ.

અંશ બોલ્યા સાંભળ, કાજલ. મને લાગે છે બાપુ ભુતપ્રેતના સંકજામા યા કોઇ એ તેને પુરા ફસાવેલા છે.

કાજલબ મો પર હાથ રાખીને બોલ્યા શુ?

સલીમ બોલ્યો જી, ભુતપ્રેત.બાપુને ફસાવે છે.હેરાન કરે છે.

અંશ બોલ્યો  શાયદ.એ ભુતપ્રેત બાપુને ફસાવે છે.યા કોઇ માણસો ફસાવે છે.યા મોટા મહારાજા ને મહારાની જીવિત છે.

કાજલ બોલ્યા શુ? બાપુને મમ્મા જીવિત છે.

અંશ બોલ્યો શાયદ!!!! આપણે તો તેને અગ્નિસંસ્કાર નથી કર્યા.માટે એવું વિચારી શકાય.

સલીમ બોલ્યો અગર કોઇ માણસો ફસાવે છે તો એ લોકો જીવિત છે ને...

અંશ બોલ્યો આત્માઓ વળગ્યા તો.....!!! એ જીવિત નથી.

કાજલબા ડરીને ગભરાતા બોલ્યા  નો,નો,નો એવુ કશુ જીવિત નથી. માત્ર ભુતપ્રેત-આત્મા જ ફસાવે છે બાપુને.

અંશ બોલ્યો 25 વર્ષથી ચાલતો આ સિલસિલો બંદ કરવો જ જોઇએ.500 માણસોની બલિ બહુ થઇ ગઇ.બસ હવે.

સલીમ બોલ્યો એ બાપુ આગળ ભુતપ્રેત બનવાનું નાટક કરે છે.

અંશ બોલ્યો બાપુને પુરા ફસાવેલા છે.તારા બાપુને હેરાન કરે છે.ધમકી મારે છે. બાપુને સખત સખત પરેશાન કરે છે.

સલીમ બોલ્યો બાપુ સાચુ બોલે તો શાયદ એ મારી નાખવાની ધમકી પણ બાપુને આપતા હોય એવુ પણ બને?

અંશ બોલ્યો શાયદ,તારા મોટાબાપુને મોંટામહારાણીને...?

અંશેને સલીમે પોતાની વાત એવી રીતે  મૂકી કે કાજલબા ખુદ પરેશાન થઈ ગયા.

કાજલબા બોલ્યા ના,ના, બાપુ ક્યારેય ન ડરે.ક્યારેય નહી.

સલીમ જોરથી બોલ્યો પોતાના લોકોના જીવ બચાવવા માટે માણસ મજબૂર બની જાય છે.જોઇલે તારી નજર સામે એક ડૉકટરને.પોતાના ઘૂંટણિયે આવી ગયો છે.

કાજલબા બોલ્યા હુ હમણા જ બાપુને કહુ છુ,પુછુ છુ.

અંશ કાજલબા ને રોકતા બોલ્યો ઉભા રહો,કાજલબા, તમે પ્રોમીઝ કરી છે.અમને હેલ્પ કરવાની.તમે કસમ પણ લીધી છે.

સલીમ બોલ્યો તમારા રાજા-મહારાજાને લાંછન લાગશે.

અંશ બોલ્યો  એક રાજા ‘’વચન આપે એ પછી ફરે નહી’’ તેના પર કલંક લાગશે.

સલીમ કાજલબાને દઝાવવા બોલ્યો શુ આવા જ વચન આપો છો તમે? શુ આજ પ્રથા છે તમારી? આજ આબરુ છે તમારી?

કાજલ કાન પર હાથ મુકી બોલ્યા બસ-બસ.હુ રાજમહેંલની કસમ ખાવ છુ. આ વાત ત્રણ સિવાય કોઇને ખબર નહી પડે,નહી પડે.

[એ રડવા લાગે છે અંશને સલીમ એકબીજાની સામે જોઇને હસે છે,પોતાના પ્લાનને સફળ થતા જોઇને.અંશ કાજલબાને સાંત્વન આપે છે.]

અંશ પાણી લઈને આવે છે બોલ્યો લે પાણી પી લે.

[કાજલબા પીવે છે]

અંશ બોલ્યો લે પકડ.

કાજલબા ચારે બાજુ ફેરવીને જુએ છે પછી પુછ્યુ આ શુ છે?

સલીમ બોલ્યો રેકોર્ડેર.

કાજલબા આશ્ચર્યથી બોલ્યા તે આનુ શુ કરવુ?

અંશ બોલ્યો તેનાથી.......

(બાપુ આવી જાય છે)

બાપુ બોલ્યા અરે કાજલબા તમે શું કરો છો?

(કાજલબા રેકોર્ડેર પાછળ ધીમેથી રાખીને)

કાજલબા થોડા અચકાતા,અચકાતા, બોલ્યા બા....પુ....બ...સ આ લોકોને મળવા.....

અંશ બોલ્યો અમને દિલાસો આપવા આવ્યા.

[અંશ કાજલબાની વાત કટ કરતા બોલ્યો]

સલીમ અચકાતા બોલ્યો જી...જી....

બાપુ બોલ્યા અરે તમે તો હુ આવ્યો તો ડરી ગયા.તમતમારે વાતો કરો મને પ્રોબ્લેમ નથી.

કાજલબા બોલ્યા નહીં, બાપુ બસ,સમાચાર પુછવા એ રાજધર્મ છે,એ જ નિભાવુ છુ.

બાપુ ગર્વથી બોલતા એ મારી દિકરી છે.રાજકુંવરી.અંશ-સલીમ.....

અંશ બોલ્યો જી બાપુ,સમયે-સમયે કાજલબા અમને પુછી જાય છે કે અમે કેમ છીએ.?

બાપુ બોલ્યા જી વાતો કરો મારે કામ છે.

(બાપુ પાછળ ફરી ફરીને જોતા-જોતા ચાલ્યા જાય છે.)

(સલીમ રેકોર્ડેર કાજલબાને હાથમા આપે છે)

અંશ બોલ્યો કાજલ, આ રેકોર્ડેર તારે બાપુના લૅંન્ડલાઇન ફોન પાસે રાખવાનુ છે,બાપુ જે વાત કરે એ રેકોર્ડ થઇ જાયને આપણંને હકિકતની ખબર પડે.

કાજલબા હિંમતથી બોલ્યા જી....આપણે જાણી શકીએ કે બાપુને આખરે પરેશાન કરનાર કોણ છે? આત્મા કે જીવતો આત્મા?

અંશ હસીને જી

સલીમ પણ બોલ્યો હા

[કાજલબા જતા તહે છે.અંશને સલીમ ખુશ થઇ જાય છે.કાજલબા ટેલિફોનરૂમ સુધી કેમ પહોચવુ એ વિચારતા-વિચરતા જતા રહે છે પોતાના રૂમમા]

એક બાજુ મહેક ખૂબ જ પરેશાન છે તેની આંખોમાંથી આંસુ નીકળે છે.અંશ જોડે વિતાવેલો એ સમય કેમેય કરીને ભૂલતો જ નથી.

ઈશ્વર પણ કેવી પરીક્ષા લે છે.?

એક ક્ષણ હસાવે તો બીજી રડાવે......