બે તૂટેલા હૃદય - 2 Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે તૂટેલા હૃદય - 2

બે તૂટેલાં હૃદય

ભાગ – 2

હજી બરોડા આપવામાં ઘણો સમય છે, તો જો તમારી ઇચ્છા હોય તો તમે મને જે કઇ પણ એ મને કહી શકો છો. જો તમે ચાહો તો ( તેણે ભાર આપતાં કહ્યું).

મારું મન થોડું મૂંજાઁતૂ હતું કે કહું કે નાં કહું , કારણ કે હું એ બધુ યાદ કરવા માગતો નહોતો, કેમ કે એ બધું વિચારતાં મારા હૃદય નાં ધબકારા ગતિ પકડી લેતા હતાં પણ આખરે મન મક્કમ કરીને મે કહેવાનું શરું કર્યું.

'શ્રધ્ધા' ( મે જરા ટોટળાતૌ બોલ્યો ).

'આરામથી બોલો, વધારે દિમાગ પર ભાર નાં આપો એક વાર્તા કહેતાં હોવ તમે એમ સમજો તો વાંધો નહીં આવે.' એણે કહ્યું.

'ઓકે'. મે કહ્યું.

શ્રધ્ધા મારાં ફોઈ નાં નણંદ ની છોકરી છે અમે બન્ને એક જ કોલેજ માં હતાં, કોલેજ સમયે અમે એકબીજાને એટલું બધુ નજીક ઓળખતા નહોતા. અમે બન્ને ખાલી એટલું જાણતા હતાં કે હું અક્ષય નાં મામા નો છોકરો થાઉ ને એ અક્ષય નાં ફોઈ ની છોકરી. અક્ષય મારા સગાં ફોઈ નો છોકરો હતો. મારા ફૂવાજી નાં દેહાંત બાદ એ લોકો અમારાં ઘરે જ અમારાં સાથે રેહતા હતાં.

મારી અને શ્રધ્ધા ની મુલાકાત અક્ષય દ્વારા અંકલેશ્વર રેલવે સ્ટેશન પાર થઈ હતી, ત્યારે અમારાં વચ્ચે ખાલી હેલો હાઈ, બાય બાય જ થયું હતું.

( મે કહેવાનું ચાલુ રાખ્યું ).

અક્ષય સુરતમાં કોલેજ કરતો અને અવારનવાર તેણી ફોઈ નાં ઘરે અંકલેશ્વર જતો હતો.હુ તેની અભ્યાસ વિશેની માહિતી લેવા રોજ રાતે એને ફોન કરતો. જ્યારે અક્ષય એની ફોઈ નાં ત્યાં જતો ત્યારે હું જ્યારે પણ એને ફોન કરતો ત્યારે એ એની બાજું માં જ હોતી, ત્યારે શ્રધ્ધા ને મારા મા રસ આવતાં અક્ષય પાસેથી મારી બધી માહિતી મેળવી લીધી. અક્ષય ને ફોન કરીને રોજ મારા વિશે પૂછતી એ બધી માહિતી અક્ષય મને આપતો. ધીમે ધીમે મારી પણ એનાં માં જિજ્ઞાસા વધવા લાગી.

પછી ધીમે ધીમે ફોન અક્ષય નાં બદલે મારા પર આવતાં. દુનિયા ભાર ની વાતો આમતેમ , ફલાનું ઢિક્નું બધુ જ ખાલી અમે વાતો કરવાનો ફાલતુ ટોપિક શોધતાં જેથી અમે વાતો શકીએ.

એ મને રોજ કહેતી કે ચાલો લગન કરી લઇએ અથવા તો લિવ ઈન રેલશનશિપ માં રહીએ, મારું સપનું છે કે કોઈના જોડે લિવ ઈન રેલશનશિપ માં થોડાં વર્ષો રહું.

હું નાં કહી દે તો કે મને સારી જોબ મળી જાય પછી વિચારીશું અને ત્યારે જ મમ્મી પાપા જોડે વાત કરીશું.

‌હું એને પૂછતો કે તમે મને પ્રેમ કરો છો તો ઐ કદી મારા i love you નો જવાબ i love you to થી નાં આપતી કહેતી કે i love you કહેવું જરુરી છે ? વાતે વાતે જાનુ જાનુ કહેવું જરુરી છે ?

‌મે ના કીધું કીધું formality ની કોઈ જરૂરત નથી. મને ખબર નહોતી કે મારી આપેલી છૂટ મારા પર જ ભારી પડશે. મારા જ સવાલો અને મારા જ જવાબો નાં ચક્રવ્યૂહ માં હું જ ફસાઈ જઈશ એની મને ખબર નહોતી.

‌રોજ ફોન, મેસેજ એ રોજનો નિત્યક્રમ બની ગયો હતો. મારો અવાજ સાંભળ્યા વગર તો રોજ રાતે એ સૂતી પણ નહીં.

‌અમારાં બન્ને વચ્ચે ઘણાં ઝઘડા પણ થયાં. એકવાર તો ગુસ્સામાં આવીને મે તેને i hate you કહી નાખ્યું હતું ત્યાર બાદ એ મારા પર ગુસ્સે થઈ ગઇ હતી અને મારા પાર અભદ્ર ભાષા પ્રયોગ કર્યો હતો. આ બધી વાત મે મારા મોટા ભાઈને કરતા એમને કહ્યું કે આવી ભાષા નો ઉપયોગ કરનાર છોકરી જોડે સંબંધ નાં રખાય, એનાં જોડે સંબંધ તોડી નાખ નહીં તો આખી જીંદગી તારે પછતાવું પડશે, પણ મારા ભાઈ (રાહુલ ભાઈ) ની વાત માની નહીં.

‌રાહુલ ભાઈ મારી સૌથી મોતી ફોઈ નાં દિકરા. મારુ ,અક્ષય અને રાહુલ ભાઈ નું ખૂબ બનતું. કોઈ જોઈને કહી નાં શકે કે આ ત્રણેય અલગ અલગ માનાં દિકરા છે.

‌ધીમે ધીમે વાત મારા બધાં ઘરવાળા ઓ ને ખબર પડી. બધાએ કહ્યું તારે એનાં જોડે લગ્ન કરવા હોય તો અમને કોઈ વાંધો નથી પણ ઐ તારા લાયક નથી, તારો સ્વભાવ શાંત છે જ્યારે એ હસી મજાક કરવા વાડી છે એનું character સારું નથી પછી તું જાણે. એ છોકરી તને જીવનભર નું દુઃખ આપીને જશે તારે લખી રાખવું હોય તો લખી રાખ. બધાં કુટુંબીજનો એ એમાં હોકારો પુર્યો.

‌એક વાર મે શ્રધ્ધા ને ઘણાબધા મેસેજ કર્યા પણ એનો જવાબ નાં આવ્યો પાછી સાંજે એનો જવાબ આવ્યો કે હું ફોન ઘરે ભૂલી ગઇ હતી અને તમે જે કઇ પણ મેસેજ કર્યા હતાં ને એ મેસેજ મારા ભાઈ એ લીધાં અને મને મારી પણ અને ચેતવણી આપતાં કહ્યું કે માત્ર દોસ્ત તરીકે વાત કરવી હોય તારે એનાં જોડે તો વાંધો નહીં પણ તું નિખિલ જોડે બીજું કઈ વિચારતી હોય તો ભૂલી જજે.

‌મે એને કહ્યું કે તમે કહેતાં હોય તો હું વાત કરું તમારા ભાઈ જોડે કે એને શું પ્રોબ્લેમ છે. એને કહ્યું કે તમે એનાં જોડે વાત નાં કરતા સમય આવતાં બધુ જોયા જશે. મે વાત સાચી માની લીધી પણ મે કોશિશ પણ નાં કરી એ વાત જાણવાની કે આ વાત ખરેખર સાચી છે કે પછી મારા જોડે કોઈ રમત રમાઈ રહી છે. પણ હૃદય માનવા રાજી જ નોઁહતૂ એ કહેતું હતું કે એની વાત સાચી જ હશે એટલે મે પણ ચકાસણી નાં કરી આ વાત ની.

‌ધીમે ધીમે એનાં મારા પ્રત્યે નાં વ્યવહાર મા બદલાવ આવવા લાગ્યો, જે ફોન રોજ આવતાં તેં અઠવાડિયા મા એકવાર આવતાં થયાં, મેસેજ પણ થોડા દિવસ નાં અંતરે આવતાં થયાં. મને કઈ પણ સમજાતું નહોતું કે આ અચાનક થઈ શું રહ્યું છે. બહાના મા ભાઈનું નામ લેવાનું કે ભાઈને ખબર પડશે તો મને મારશે અને ઘણીવાર નોકરી નાં થાક બહાનું કાઢવામાં આવતું હતું. એનાં પ્રત્યે મારો પ્રેમ એટલો ગાંડો હતો કે એની રમતને સમજી નાં શક્યો.

‌'હું કહું છું કે આપણે કોઈને એટલો ગાંડો પ્રેમ પણ નાં કરવો જોઈએ કે એ આપણા પ્રેમ નો ફાયદો ઉઠાવી જાય.' મેં રિયા ને કહ્યું.

‌'સાચી વાત તમારી' . એને જવાબ આપ્યો.

ત્યારબાદ મેસેજ મહિને એકવાર, ફોન છ મહિને એકવાર આવતાં થયાં. આચકોં તો મને જોરદાર ત્યારે લાગ્યો જ્યારે એને મને કહ્યું કે એને મારા જોડે કોઈ લગાવ નથી હું તમને પ્રેમ નથી કરતી. મારે પહેલેથી જ બોયફ્રેન્ડ છે એટલે તમે મારાથી દૂર રહો મે મજાક સમજીને આ વાત ધ્યાનમાં ના લીધી. બીજીવાર મે આ વાત નો જિકર કર્યો તો એને મને કહ્યું કે હું તો મજાક કરતી હતી મારા જીવનમાં તમારા સિવાય કોઈ નથી આતો મારા ભાઈએ ના પાડી છે એટલે નહીં તો હું તમારા જોડે ક્યારના લગન કરી લે તેં.

આ વાતથી મારી લાગણી એનાં પ્રત્યે વધારે વધી કે આ છોકરી પોતાના મા બાપ અને ભાઈનું કેટલું વિચારે છે, પણ મને નહોતી ખબર કે આ એની ચાલ છે કે હું અમારાં સંબંધ વિશે એનાં મા-બાપ કે ભાઈને નાં કહું એટલે.

ત્યારબાદ વાત વધારે કપરી થવા લાગી, ફોન આવતાં બંધ થયાં કોઈક વાર માત્ર WhatsApp પર મેસેજ આવતાં, મારા ફોન નો જવાબ નાં અપાતો એની ઇચ્છા થતી ત્યારે એ મને ફોન કરતી ખાલી ઉપર ઉપર લાગણી બતાવવા માટે એ પણ. આખરે હવે હું પણ કંટાળી ગયો હતો એટલે મે એને આખરી વાર પૂછ્યું 'તમારે મારી જોડે લગ્ન કરવાં છે કે નહીં ?'

એને જવાબ આપ્યો 'નાં'.

મને એમ લાગ્યું કે કામના દબાણ નાં લીધે એ આમ કહેતી હશે સમય આવશે ત્યારે હું એનાં ફેમિલી જોડે વાત કરી લઇશ મે એમ વિચાર્યું. પણ આખરે એ બન્યું જે મે કોઈ દિવસ સ્વપ્નેય નોઁહતૂ વિચાર્યું.( હું લાગણીશીલ થયો, મારી આંખમાં પાણી ગયું ).

શું થયું ? જલ્દી કહો મને." રિયા એ ઘબરાઇને પૂછ્યું.

( વધું આવતાં અંકે ).