Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 8

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

પ્રકરણ - 8

પ્રશાંત દયાળ

વળતા હુમલાઓ શરૂ થયા હતા

ભાવનગરના પોલીસવડા રાહુલ શર્મા પોતાની ફરજ પ્રમાણિકપણે અદા કરી રહ્યા હતા તે વાત ભાજપ સરકારને પસંદ નહોતી તેમાં બેમત નથી. આ ઘટનાને કારણે મારા મનમાં કેટલાક પેશન ઉભા થયા હતા. તે અંગે વિચાર કર્યા પછી મને લાગે છે કે ગોધરાકાંડ પછીના તોફાનો રાજ્યપ્રેરિત નહીં હોવા છતાં હિંદુઓ જે રીતે આક્રમક બની બદલો લઈ રહ્યા હતા તેને લઈ ભાજપના નેતાઓ તેનું વળતર મેળવવા માગતા હતા. મુસ્લિમો ઉપર ભલે સરકારના ઈશારે હુમલાઓ થતા નહોતા, પરંતુ મુસ્લિમોને બચાવનાર અને ગુનો આચરનાર હિંદુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરનાર પોલીસ અધિકારીઓ પણ સરકારને પસંદ નહોતા. એટલે જ રાહુલ શર્માની ભાવનગરથી તાત્કાલિક બદલી કરી તેમને અમદાવાદ શહેરમાં કંટ્રોલરૂમ ડી. સી. પી. તરીકે મૂકવામાં આવ્યા હતા. આ પોસ્ટિંગ કોઈપણ સારા અધિકારી માટે સજા ગણવામાં આવે છે. જો કે જે કામ કરવા માંગે છે તેમને કોઈ પણ જગ્યા એ મુકો તે કામ કરશે. રાહુલ શર્મા અમદાવાદમાં આવ્યા ત્યારે અમદાવાદમાં તોફાનો ચાલુ હતાં, જેના કારણે રાહતછાવણીઓ ઊભરાવવા લાગી હતી. રાહતછાવણીમાં આવેલા મુસ્લિમોની એક ફરિયાદ હતી કે તે પોતાનું ઘરબાર મુકી છાવણીમાં આવ્યા હતા અને હવે તાત્કાલિક તે પાછા જઈ શકે તેમ નહોતા, ત્યારે તે કઈ રીતે પોતાના નજીકના પોલીસસ્ટેશનમાં ફરિયાદ બાપવા જાય ? આ અંગે જયારે કમિશનર પી. સી. પાંડે સમક્ષ રજૂઆત કરવામાં આવી ત્યારે તેમને પ્રશ્નની ગંભીરતા સમજાઈ હતી. એટલે તેમણે ફરિયાદ લેવાની જવાબદારી ડી. સી. પી. શર્માને સોંપી હતી અને તેમણે કોઈપણ બહાનાં રજૂ કર્યા વગર કમિશનર કચેરીમાં જ તમામ લોકોની ફરિયાદ નોંધવાની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે પાંડેને ક્રાઈમબ્રાન્ચની મદદમાં રહેવાની પણ સૂચના આપી હતી. જો કે આ વાત ઘણા ક્રાઈમબ્રાન્ચના અધિકારીને પસંદ પડે તેમ નહોતી, કારણ કે રાહુલ શર્મા જેવો અધિકારી કોઈને પણ ખટકે તેમ હતો. તેના કારણે તેમની વહેલા-મોડા બદલી થવાની જ હતી. જો કે રાહુલ શર્મા ક્રાઈમબ્રાંચની સાથે કામ કરતા હતા ત્યારે એક મહત્વનું કામ કર્યું હતું. જેમાં તેમણે તમામ મોબાઈલધારકોનો રેકોર્ડ એકત્ર કર્યો હતો, જેના આધારે ક્યા નેતાઓએ ક્યારે અને કોની સાથે વાત કરી હતી તેની ખબર પડતી હતી. જો કે તેમાં શું વાત થઈ તેની ખબર પડતી નથી. રાહુલ શર્માએ એકત્ર કરેલા મોબાઈલ ફોનના પુરાવાની સીડી નાણાવટી તપાસપંચને પણ સુપરત કરી હતી.

હવે પોલીસ પણ તોફાનોને ડામવા માટે પ્રયત્ન કરતી હતી, જેમાં અનેક નિર્દોષોની આહુતિઓ પણ અપાઈ રહી હતી. દરિયાપુરમાં રહેતો હિતેશ પ્રજાપતિ તે દિવસે સવારે પોતાના ઘરે બારિયાવાડની પોળમાંથી નીકળી રાયપુર ગયો હતો, કારણ કે તેની ઓટોમોબાઈલની દુકાન હતી પણ ત્યાં માહોલ સારો ન હોવાથી બપોરના સુમારે દુકાન બંધ કરી હિતેશ પોતાના ઘરે પાછો આવી રહ્યો હતો. તે ઘરે આવતો હતો ત્યારે તેના ઘર પાસે જ હિંદુ-મુસ્લિમનાં ટોળા સામસામે આવી ગયાં હતાં. તે આ પરિસ્થિતિને લઈ અજાણ હતો. તેના કારણે તે ઘર પાસે પહોંચ્યો અને કંઈ સમજે તે પેહલાં સ્થળ ઉપર દોડી આવેલી પોલીસે ટોળાને વિખેરવા માટે કરેલા ગોળીબારને કારણે એક ગોળી સીધી હિતેશના કપાળને વીંધીને આરપાર નીકળી ગઈ હતી. જેના કારણે હિતેશ લોહીના ખાબોચિયામાં ઢળી પડયો હતો. આ દ્રશ્ય જોઈ નજીકમાં ઉભો રહેલો હિતેશનો ભાઈ અશોક તરત દોડયો હતો. તે હિતેશને રિક્ષામાં નાખી વી. એસ. હોસ્પિટલ લઈ ગયો પણ હોસ્પિટલ પહોંચ્યા પેહેલા જ હિતેશનો શ્વાસ બંધ થઈ ગયો હતો. હિતેશ તો જતો રહ્યો પણ તેની પાછળ તેની યુવાન પત્ની પન્ના અને બે બાળકો તેમજ વૃદ્ધ માં-બાપને મૂકી ગયો હતો. આવા અનેક નિર્દોષ માણસો માર્યા ગયા, જેમને રામ કે રહીમ સાથે કોઈ દોસ્તી કે દુશ્મની નહોતી. ગોધરકાંડ પછીનો પેહ્લો તબ્બકો એવો હતો કે મુસ્લિમો પોતે અંદરથી માનતા હતા કે ખોટું થયું છે. તેના કારણે તેમની ઉપર જે હુમલાઓ થયા તે તેમણે સ્વીકારી લીધા હતા. જેમાં તેમની મોટી ખુવારી થઈ હતી પણ પછી તેમને લાગ્યું કે તેમની ઉપર થતા હુમલાઓમાં પોલીસ તેમનું રક્ષણ કરી શકી નથી માટે તેમણે પોતાના બચાવ માટે આક્રમક વલણ અપનાવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં હિન્દુઓની ખુવારી થવા લાગી હતી. તેમાં પણ અમદાવાદની ભૌગોલિક સ્થિતિ એવી છે કે દલિતો અને મુસ્લિમો નજીક નજીક રહેતા હોવાને કારણે સૌથી પહેલા તેમની વચ્ચે અથડામણ થવા લાગી હતી. તેમાં પણ જ્યારે મુસ્લિમો તરફથી વળતો હુમલો થવા લાગ્યો ત્યારે તેમની સામે લડવાની કે જવાબ આપવાની તાકાત કોઈ બ્રાહ્મણ, પટેલ કે વાણીયામાં નહોતી. હિન્દુ દલિતો તેમને જવાબ આપી શકે તેમ હતા. નજીક નજીક રહેતા દલિત મુસ્લિમ અત્યંત ગરીબ હોવાને કારણે તે પોતાના નેતા ના પ્રભાવ માં બહુ જલદી આવી જતા હતા. કદાચ તેના કારણે વખતનાં તોફાનો લાંબા ચાલ્યાં. તોફાનોમાં બહુ મોટી સંખ્યામાં દલિતોના પણ મોત થયાં હતાં. તોફાન દરમિયાન પોલીસને પણ નોંધપાત્ર મૃત્યુ થયા હતા. મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ રામસિંહ યુનિફોર્મમાં મોટરસાઈકલ ઉપર બાપુનગર થી નીકળ્યો હતો. તેને હતું કે ડ્રેસમાં હોવાને કારણે તેની ઉપર કોઈ હાથ નહીં નાખે પણ તેની ધારણા ખોટી પડી. જેવો તે બાપુનગરથી જી રહ્યો હતો કે તેને દૂરથી મુસ્લિમોના ટોળાએ જોઈ લીધો હતો. તેને પણ મુસ્લિમોનું ટોળું જોયું હતું પણ તેને કોઈ શંકા ગઈ નહોતી. જેવો તે ટોળા નજીકથી મોટરસાઈકલ પર પસાર થયો તેની સાથે તેને કોઈએ ધક્કો માર્યો અને તે મોટરસાઈકલ સાથે જમીન ઉપર પછડાયો. હજી કંઈ સમજે અને પાછું વળી જુએ તે પહેલા તેની ઉપર કંઈક પ્રવાહી રેડાયું. વાસ ને કારણે તે તરત સમજી ગયો કે તે કેરોસીન જેવું કંઈક હતું. તે મોટે થી બૂમો પાડી કહેવા લાગ્યો કે હું પોલીસ છું પણ તેની વાત ટોળામાંના કોઈએ સાંભળી નહીં, કારણ કે તેના ડ્રેસ ઉપરથી ખબર હતી કે પોલીસ છે. છતાં ટોળાએ તેને મારી નાખવાની યોજના બનાવી હતી. જો કે તે પોલીસવાળો હતો તે તેનો વાંક નહોતો પણ તે હિન્દુ હતો તે તેનો ગુનો હતો. રામસિંહ પોતાના બચાવમાં કંઈ કરે તે પહેલાં કોઈએ તેની ઉપર સળગતી દીવાસળી ફેંકી અને તે ભડભડ સળગવા લાગ્યો હતો. તેને કોઈ ની મદદ મળે તે પહેલાં તે મૃત્યુ પામ્યો હતો. તેવી રીતે ગોમતીપુર વિસ્તારમાં યુવાન પોલીસ કોન્સ્ટેબલ ચૌહાણ- તેના પિતા પણ પોલીસમાં જમાદાર હતા- તે પણ ડ્રેસમાં મોટરસાઇકલ ઉપર નીકળ્યો અને તેને પણ મુસ્લિમ ટોળાએ પેટ્રોલ છાંટી સળગાવી મુક્યો હતો. બંને કરતા કમનસીબ ત્રીજી ઘટના હતી. ધંધુકા તાલુકા નો ભાનુ ભરવાડ નામનો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસખાતામાં જોડાયા બાદ ટ્રેનિંગ પૂરી કરી હજી નોકરીમાં જોડાયો હતો, તેને પહેલો પગાર પણ લીધો નહોતો. તેની નોકરી વેજલપુર પોલીસસ્ટેશનમાં હોવાથી તેને જુહાપુરા ચોકી ઉપર મુકવામાં આવ્યો હતો. તેના માટે પોલીસ તરીકે ના પહેલાં તોફાનો હતા. તેના કારણે તેને ગંભીરતાની ખબર નહીં હોય, તેમજ તેને જુહાપુરા ના ઈતિહાસ-ભૂગોળ પણ ખબર નહીં હોય, તે ચોકીમાં હતો ત્યારે પથ્થરમારો શરુ થતાં તે ચોકીની બહાર આવ્યો અને એટલામાં ટોળામાંથી કોઈ તેના ઉપર ગોળી છોડી, જે તેની છાતીમાં વાગતાં તે સ્થળ ઉપર ઢળી પડ્યો હતો. આમ પોલીસ પણ સોફ્ટ ટાર્ગેટ હતી. પહેલા તબક્કામાં જે વિસ્તારો શાંત હતા તેમાં શાહપુર પણ હતું, પરંતુ જ્યારે બીજો તબક્કો શરૂ થયો ત્યારે શાહપુરમાં તોફાનોની પરંપરા શરૂ થઈ હતી. તે દિવસે બપોરના સુમારે રંગીલા ચોકી પાસે તોફાન શરૂ થયું હતું. ચોકી ની બાજુમાં મહેસાણીયા વાસ આવેલો છે, જયાં દલિતો રહે છે. તેમાં ગણપત ભાઈ પરમાર તેમના પરિવાર સાથે રહેતા હતા. વ્યક્તિઓના પરિવારનું ગુજરાન એક માણસના પગારમાં ચલાવવું શક્ય નહોતું. ગણપતભાઇ સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી સ્પોર્ટ્સ ક્લબમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. તેમનો નાનો પુત્ર નિતીન પણ તેમની સાથે બારમું ધોરણ પાસ કર્યા બાદ નોકરી જોડાઇ ગયો હતો. અને પિતા-પુત્ર રોજ સ્કુટર ઉપર આવતા-જતા હતા. તોફાન શરૂ થતાં ગણપત ભાઈ નાં પત્ની નર્મદાબહેન ફોન કરી પોતાના પતિને તોફાન અંગે જાણ કરી હતી, કારણ કે તોફાન શરૂ થયા પછી કર્ફ્યુ લાગી જતો હતો અને પછી ઘરે આવવું મુશ્કેલ હતું. પોતાના ઘરની આસપાસ તોફાન થાય છે તેવા સમાચાર મળતાં ગણપતભાઇએ પોતાના ઉપરી અધિકારીની રજા લીધી અમે પોતાનો પુત્ર નીતિન જે પણ સાથે નોકરી કરતો હતો તેને સ્કુટર ઉપર લઈ ઘરે આવવા માટે નીકળ્યા હતા. ઈન્કમટેક્સ ચાર રસ્તાથી ગાંધી બ્રિજ ઉપરથી શાહપુર આવ્યા હતા. તેમના ઘરે મહેસાણીયાવાસ જવા માટે તેમને થોડા મુસ્લિમોના ઘર અને દુકાન પાસેથી પસાર થવું પડતું હતું. જો કે તેમાં ડર જેવું કંઈ નહોતું, કારણકે તે વર્ષોથી રસ્તા ઉપરથી જતા હતા અને તેમને અનેક મુસ્લિમો ઓળખતા પણ હતા. ગણપતભાઇ જ્યારે તે રસ્તા ઉપર આવ્યા ત્યારે મુસ્લિમોના ટોળા રસ્તા ઉપર હતાં, છતાં તેમણે પોતાનું સ્કૂટર ઉભું રાખ્યા વગર આગળ વધાર્યું. ગણપતભાઇ સ્કૂટર ચલાવતાં હતા અને નીતિન પાછળ બેઠો હતો. જેવા તે ટોળાની વચ્ચે આવ્યા તેની સાથે કોઈએ ગણપતભાઇ ઉપર તલવાર ઉગામી. જે તેમને વાગી પણ ખરી છતાં તેમણે બચવા માટે એક્સિલરેટર દબાવ્યું અને ઝડપ વધારી. વખતે તેમને પાછળ બેઠેલાં નીતીન ની ચીસ સંભળાઈ, તેના કારણે તેમણે સ્કૂટરને બ્રેક મારીને પાછળ જોયું તો નીતીનને ટોળાએ ખેંચી લીધો હતો અને તેની ઉપર તલવાર અને ગુપ્તી વડે ટોળું હુમલો કરી રહ્યું હતું. દ્રશ્ય જોઈ ગણપતભાઇ હેબતાઈ ગયા હતા. તે પોતે પણ તલવાર લાગી હોવાને કારણે લોહીમાં લથબથ હતા, છતાં પોતાના પુત્ર નીતીન બચાવવા માટે દોડ્યા એટલે ટોળું નીતીનને મૂકી ભાગી ગયું હતું. નીતીન ઉપર અસંખ્ય હતા. તે લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. ગણપતભાઈએ તેને પોતાના બન્ને હાથોમાં ઊચક્યો અને તેને લઈ નજીકમાં આવેલી પોલીસ ચોકી તરફ ભાગ્યા હતા. ચોકીમાં જે પોલીસવાળા હતા તેની મદદ લઇ તે નીતીનને હોસ્પિટલ લઇ ગયા પણ ત્યારે મોડું થઇ ચુક્યું હતું. નીતીનના મૃત્યુ પછી ગણપત ભાઈ પરમાર તેમના પરિવાર સાથે શાહપુર મહેસાણીયાવાસનું ઘર છોડી બીજે રહેવા જતાં રહ્યા, કારણકે તે ઘરમાં તેમને નીતીન ની યાદ સતાવતી હતી. નીતીન કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલ નો સગો ભત્રીજો થતો હતો.

મુસ્લિમોને હિન્દુ પર હુમલો કરવાની નવી પદ્ધતિ અપનાવી હતી, કારણ કે મોટા ભાગના કિસ્સામાં તેઓ યોજનાબદ્ધ રીતે હિન્દુઓની વસાહત ઉપર હુમલો કરી શકતા નહોતા. તેઓ માનતા હતા કે પોલીસ હિન્દુઓ સાથે છે. આમ પણ તમામ કોમી તોફાનોમાં એવો આક્ષેપ થાય છે કે પોલીસ હિન્દુ તરફી રહે છે. જોકે તોફાની વિસ્તારમાં રહેતા કેટલાક લોકો માને છે કે મોટાભાગે હિન્દુઓ પોલીસની આડકતરી મદદને કારણે મુસ્લિમો ઉપર હાવિ થાય છે. અને મુસ્લિમોએ રસ્તા ઉપરથી, તેમાં પણ ખાસ મુસ્લિમ વસ્તી પાસેથી પસાર થતાં એકલા હિન્દુને પકડી નિશાન બનાવવાની શરૂઆત કરી હતી. જેના કારણે બીજા તબક્કામાં હિન્દુઓની શરૂઆત થઇ હતી. અમદાવાદનું રિલીફરોડ સંવેદનશીલ ગણાતો હોવાના કારણે ત્યાં પોલીસની ચોકી પણ છે, પથ્થરકુવા ચોકી ના નામે ઓળખાતી ચોકી પાસે પણ એસ.આર.પી. નો પોઈન્ટ આવેલો છે, જેથી કરી ત્યાં રહેતા મુસ્લિમો રસ્તે પસાર થતાં કોઈ વાહનચાલકને નિશાન ના બનાવે. to પણ તે દિવસે બપોરના સુમારે કેટલાક તોફાની તત્વોએ કોઈ હિન્દુને મારવાની યોજના બનાવી હતી અને તે યોજના પ્રમાણે સ્કૂટર પર આવી રહેલા એક યુવાનને દોડતા આવી ચાકુ મારી દીધું હતું. નજીકમાં પોલીસચોકી હતી અને સ્કુટરચાલક ને ચાકુ મારી દેવામાં આવ્યું હતું. જ્યાં રહેલો એસ.આર.પી જવાન કંઈ સમજે તે પહેલાં તો મુસ્લિમ યુવાનો હિન્દુ સ્કુટર ચાલક ને ચાકૂ મારવામાં સફળ રહ્યા હતા. એસ.આર.પી જવાને જેવું દ્રશ્ય જોયું કે તરત ઇજાગ્રસ્ત યુવાનની મદદે દોડ્યો પણ કોઈકે તેની ઉપર પણ હુમલો કરી દીધો હતો. જોકે સદનસીબે નજીકમાં આવેલી ચોકીમાંથી બીજા પોલીસવાળા આવી જવાના કારણે વાંધો આવ્યો નહીં. રીલીફ રોડ ઉપર સ્ટેબિંગ ની ઘટના બનતાં ભાગદોડ મચી જવા પામી હતી અને મીનીટોમાં આખો રસ્તો સૂમસામ બની ગયો હતો. અંગે તરત પોલીસ કંટ્રોલરૂમ તેમજ નજીકમાં આવેલા કારંજ પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસના વાહનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. અહિયાં એક ખાસ બાબત તરફ હું તમારું ધ્યાન દોરવા માંગું છું. સેક્ટર- નો હવાલો સંભાળતા એડિશનલ પોલીસ કમિશનર શિવાનંદ ઝાની એક ખાસિયત હતી કે તે તેમના વિસ્તાર ઉપર નજર રાખવા માટે ૨૪ કલાક પોતાની સાથે વોકીટોકી રાખતા હતા અને તેની ઉપર આવતા સંદેશાઓને સતત ધ્યાનથી સાંભળતા હતા. કોઈપણ બનાવ અંગે તેમને ખબર પડે કે તરત તે પોતે પણ ઘટનાસ્થળે દોડી આવતાં હતાં. તેમણે કંટ્રોલરૂમ દ્વારા કાર કારંજ પોલીસને આપવામાં આવી રહેલો સંદેશો સાંભળ્યો અને તે પોતે પણ રીલીફ રોડ ઉપર જવા રવાના થયા હતા, કારણકે શિવાનંદ ઝાને તેમાં બે બાબત ગંભીર લાગી હતી. એકનો રસ્તે પસાર થતાં કોઈપણ વાહન ચાલક ઉપર જો આવી રીતે હુમલાઓ થવા લાગે તો પ્રજાની કોઇ સલામતી નહોતી, તેમજ હિન્દુ યુવક ઉપર હુમલો કરનારે પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો. શિવાનંદ માનતા હતા કે જયારે કોઈપણ ગુંડો પોલીસ ઉપર હુમલો કરે ત્યારે તેમને સમજાય તે રીતે સમજાવી દેવો જોઈએ, કારણ કે પોલીસ ઉપર હુમલો થાય તો કાયદાનો અમલ કોણ કરાવશે? રિલીફ રોડ ઉપર જ્યાં બનાવ બન્યો અને હુમલાખોર જે તરફ ભાગ્યા હતા તેને પટવાશેરી તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં એકલ દોકલ પોલીસનું કામ હોવાથી શિવાનંદ ઝા સ્થળ ઉપર પહોંચ્યા તે પહેલાં પોલીસનો કાફલો તૈયાર હતો. તેમણે સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિની જાણકારી મેળવી. તેમણે નક્કી કર્યું કે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરી ગુંડાઓને શોધી કાઢવા. પોલીસનું આખો કાફલો પુરતી તૈયારી સાથે પટવા શેરીમાં દાખલ થયો અને તેમણે ગુંડાઓને શોધી શોધીને બહાર કાઢ્યા હતા. જોકે પોલીસે ત્યાં તેમની સારી પેઠે ધોલાઈ કરી હતી. પોલીસ જેમને પકડતી હતી તે બધાની એવી દલીલ હતી કે પોલીસ તેમને માત્ર મુસ્લિમ હોવાને કારણે પકડી રહી છે. જોકે શિવાનંદ ઝા હોવાને કારણે પોલીસ માત્ર કોમના આધારે કોઈને પકડે તે વાતમાં માલ નહોતો, કારણકે શિવાનંદ અંગે તો હિન્દુઓ પણ ફરિયાદ કરતા હતા કે તેઓ ખોટી રીતે હિન્દુઓને પકડે છે. સંભવ છે કે કદાચ થોડા નિર્દોષ પણ પકડાતાં હશે. પકડાયેલા તમામને કાયદેસરની કાર્યવાહી માટે કારંજ પોલીસ સ્ટેશને લઇ જવાના હતા પણ અચાનક પોલીસને ખ્યાલ આવ્યો કે પકડાયેલા ની સંખ્યા ૬૦ થી ૭૦ છે. જો તેમને કારંજ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે તો વાત બગડશે, કારણ કે પોલીસ સ્ટેશનની આસપાસ પણ માત્ર મુસ્લિમો રહે છે. જો પકડાયેલા ઓને છોડાવવા માટે તેમના સંબંધીઓ પોલીસ સ્ટેશન ઉપર ઉમટી પડશે તો સ્થિતિ નાજુક બનશે, તેથી તમામ આરોપીઓને સાબરમતી પોલીસ સ્ટેશને લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પોલીસ એક મોટી વાનમાં તમામ આરોપીઓને પૂરતા બંદોબસ્ત હેઠળ સાબરમતી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. બધા આરોપીને સ્ટેશનમાં બેસાડી તેમના કાગળો તૈયાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે કોણ જાણે કેવી રીતે આજુબાજુના વિસ્તારમાં ખબર પડી ગઈ કે પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ આરોપીઓને લાવવામાં આવ્યા છે. સાબરમતી વિસ્તારમાં હિન્દુઓનો હોવાના કારણે સાંજ પડતાં ધીરે-ધીરે પોલીસ સ્ટેશન બહાર હિન્દુઓ એકઠા થવા લાગ્યા હતાં. વાતની શિવાનંદ ઝાને ખબર પડતાં તે તરત ત્યાં આવી પહોંચ્યા હતા પણ ત્યાં સુધી તો મનનો ગરમ થઈ ચૂક્યો હતો. એકઠા થયેલા હિન્દુઓ પોલીસ પાસે તેમની કસ્ટડીમાં રહેલા મુસ્લિમ આરોપીઓને સોંપી દેવા માટે માગણી કરવા લાગ્યા હતા. પોલીસે તેમને સમજાવ્યા હતા કે જે આરોપી તેમની કસ્ટડીમાં છે તેની જવાબદારી પોલીસની છે, તેથી તે કોઈપણ આરોપીને આપી શકે નહીં. પરંતુ ટોળું ગુસ્સે ભરાયું હતું. ટોળાએ એક યોજના બનાવી હતી કે પોલીસ સ્ટેશનમાં ઘૂસી મુસ્લિમ આરોપીને બહાર કાઢી તેમની હત્યા કરી નાખવી. પોલીસ સ્ટેશને આવી પહોંચેલા શિવાનંદ ઝા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ તરત નક્કી કર્યું કે તમામ આરોપીઓને તત્કાલ અહીંયાંથી બહાર લઈ જવા, કારણ કે ગમે તે ક્ષણે પરિસ્થિતિ બગડે તેમ હતી. પોલીસની મોટી વાન અને પૂરતા પોલીસવાળાને બોલાવી પોલીસસ્ટેશનને ચારેતરફથી ઘેરી લેવામાં આવ્યું હતું. સ્ટેશનમાં થયેલા તમામ મુસ્લિમ આરોપીઓ ફફડી ગયા હતા, કારણકે તેમને તો હતું કે હવે ગમે ત્યારે ટોળું તેમને ખતમ કરી નાખશે. તેમને ખસેડતા પહેલાં પોલીસે મુસ્લિમોને ખાતરી આપી હતી કે તમારાથી કોઈને કંઈ પણ થશે નહીં. અમે તમને સલામત રીતે બહાર લઈ જઈએ છીએ પણ તમે કોઈ ચાલાકી કરતા નહીં. મુસ્લિમ આરોપીઓ પોલીસને સહકાર આપવા તૈયાર હતા. પોલીસની વાન સ્ટેશનના દરવાજા સુધી લઇ જવામાં આવી અને બંને તરફથી હથિયારધારી પોલીસની વચ્ચેથી તમામને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. દૂરથી દ્રશ્ય જોઈ રહેલું હિન્દુઓનું ટોળું સમજી ગયું હતું કે પોલીસ હવે મુસ્લિમોને બહાર લઈ જઈ રહી છે. કારણકે તે ઉશ્કેરાયા અને તેમણે જેમાં મુસ્લિમો હતા તે પોલીસ વાન ઉપર સખત પથ્થર મારો શરૂ કરી દઈ પોલીસ વાન બહાર નીકળી શકે નહીં તેવી સ્થિતિ નિર્માણ કરી દીધી. વધુ નાજુક વાત થઇ ગઇ હતી, કારણ કે મુસ્લિમ આરોપીઓ હવે પોલીસ સ્ટેશનની સલામતીમાં નહોતા તે બહાર આવી ગયા હતા અને ઊભી રહેલી પોલીસ વાનમાં હતા. હવે ક્યાં સુધી તેમને પરિસ્થિતિમાં સલામત રાખવા તે પણ એક પ્રશ્ન હતો. આખરે પોલીસ અધિકારીઓ અને જવાનોને મક્કમતાપૂર્વક પોલીસવાનને ઘેરો રાખી પથ્થરમારો કરી રહેલા હિન્દુઓ સામે સેલ મારવાની શરૂઆત કરી હતી, પરંતુ જાણે ટોળા ઉપર તેની કોઈ અસર થતી નહોતી. છેવટે પોલીસે પહેલા હવામાં ગોળીબાર કર્યા પણ ટોળું પાછું હટતાં ટોળા ઉપર ગોળી ચલાવવી પડી, જેમાં યુવકનું મોત નીપજ્યું. જેના કારણે ટોળું પાછું પડતાં તરફ આગળ પાછળ પોલીસના વાહનોની વચ્ચે તમામ મુસ્લિમ આરોપીઓને સલામત રીતે બહાર લઇ જવામાં આવ્યા હતા. ઘટના બતાવતી હતી કે પોલીસે તમામ સ્તરે ખોટું કર્યું છે તે વાત સાચી નહોતી. મારા અધિકારીઓએ સારા કામ પણ કર્યા હતા અને તેમણે ધર્મનો ભેદ જોયા વગર કામ કર્યું હતું.

રીતે પૂર્વ અમદાવાદમાં હિન્દુ હું જાણે દરિયો બની રસ્તા ઉપર આવી ગયા હતા. હાઈવે ઉપરથી પસાર થતી સુમો કારમાં જઈ રહેલા બહારગામના મુસ્લિમ પરિવારને ખબર નહોતી કે અમદાવાદની સ્થિતિ આટલી ખરાબ છે. એટલે તેઓ નરોલ થી હિંમતનગર જતા હાઇવે ઉપરથી થઇ રહ્યા હતા. તેઓ પરંપરાગત મુસ્લિમ વસ્ત્રોમાં હતાં. સુમો કારમાં મુસ્લિમો જઈ રહ્યા હતાં તે સહેલાઈથી જોઈ શકાય તેવી વાત હતી, એટલે ટોળું તેમની પાછળ પડ્યું અને તેમને પકડી લીધા હતા. ટોળું તેમની હાલત નરોડાપાટિયા જેવી કરવાની તૈયારીમાં હતું પણ તેની ખબર નાયબ પોલીસ આર.જે. સવાણીને પડતાં તે તરત ત્યાં પહોચી ગયા હતા અને તેમણે ગોળીબાર કરીને ટોળાને ભગાડી સુમો કારમાં રહેલા મુસ્લિમોને સલામત રીતે બહાર લઈ ગયા હતા. આવી અનેક ઘટનાઓ સારી પણ બની હતી પણ પોલીસે સારું કામ કર્યું છે તેવું કહેવા માટે કોઇ આગળ આવતું નહોતું. કોઈ અખબાર કે ટેલિવિઝનવાળા પણ તેની નોંધ લેવા તૈયાર નહોતા. ચારેતરફથી ગુજરાત પોલીસ ઉપર માછલાં ધોવાઈ રહ્યાં હતાં. કારણ કે પહેલા તબક્કામાં જે બની ગયું તેમાં ગુજરાત પોલીસને માફ કરી શકાય તેમ પણ નહોતી. ભારતમાં કોમી તોફાનો થવા કંઈ નવી કે પહેલી ઘટના નથી પણ પોલીસે વત્તા-ઓછા અંશે પક્ષકાર બની જાય તે વાજબી નહોતું. સારા અધિકારીઓ હતા પણ તેમને ખુદ પોલીસ, પ્રજા અને સરકારમાં બેઠેલા કેટલાક હિન્દુ વિરોધી ગણતા હતા. એવી સ્થિતિ હતી કે કોઈ નિર્દોષ મુસ્લિમ ની હત્યા થવી જોઇએ તેવી વાત કરે એટલે તેની ઉપર બહુમતી લોકો હિન્દુ વિરોધી કહી તૂટી પડતા હતા, છતાં હિન્દુઓ માટે સારી નિશાની હતી કે આટલા વિરોધ વચ્ચે પણ કેટલાક સારા હિન્દુઓ પ્રમાણિકપણે પોતાની વાતને વળગી રહ્યા હતા. તેઓ ખુલ્લેઆમ કહેતા હતા કે મુસ્લિમોને મારવાની વાત વાજબી નથી, પરંતુ અફસોસ કે સારા મુસ્લિમો પણ વખતે હિન્દુઓને મારવા જોઈએ નહીં તેમ જાહેરમાં કહી શકતા નહોતા. કદાચ તેના કારણે મુસ્લિમ ના પક્ષમાં રહેનારા સારા હિન્દુઓ એકલા પડી જતાં હતાં.