યે રિશ્તા તેરા-મેરા-16 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યે રિશ્તા તેરા-મેરા-16

યે રિશ્તા તેરા-મેરા-16

સાંજ પડી ગઇ.દિવસ આથમી રહ્યો,સુર્યનો પ્રકાશ ઓસરવા લાગ્યોને રાતની છાય બેસવા લાગી,મંદિરની ઝાલર સંભળાવા લાગી,અંશને મહેક આવે .ઘેર કોઇને ખબર નથી.સમય પાણીની જેમ રેલાય રહ્યો.જેટલાને પુછ્યુ બધા એ એક જ જવાબ આપ્યો "જુની હવેલીમા" ભુત-પ્રેત થાય છે,ત્યાથી જ બેન નીકળ્યા હોવા જોઇએ.

એક ડૉ.હારી ગયો.સાઇંસ વાળો હારી ગયો.પોતાના માણસને આમ ખોવાતુ જોય તેને લાગ્યુ આ વાત તે બચપણથી સાંભળતો આવ્યો છે.હવે,તે સાચી સાબિત થઇને તે મહેકને નહી મેળવી શકે!

બીજુ તે ઘરના લોકોને શુ જવાબ આપશે?

તે શુ મો બતાવશે?

એકવાર જીવથી ગયેલી મહેક આવીને પાછી જતી પણ રહી કે શુ?

આમ,અંશની હિંમત પણ "લખોટી" માફક જ વેરાય ગઇ.

"ગગન થાળ તુ શુ ખરેખર જ

મારી મહેકને સિતારો બનાવી ગયો?"

ત્યાજ એક માણસ રીક્ષાનો હોર્ન મારતો આવી રહ્યો.ઘણા હોર્ન માર્યા પછી તે નીચે ઉતર્યોને અંશના બંને બેગ પોતાના હાથમા લઇને બોલ્યો;

’’અંશ,ભાઇજાન!! ટ્રેન તો જતી રહી,હુ ઘેર જ જાવ છુ.તમે બેસી જાવ’’

અંશનું ધ્યાન હવે તેના તરફ ગયું એ આશ્ચર્યથી બોલ્યો સલીમ !!!

જી ભાઇજાન!!!

અંશ ડરતા-ડરતા બોલ્યો ;શુ "જુની હવેલીમા" ખરેખર "ભુતપ્રેત" થાય છે?

સલીમ વાતને ઉડાવતા બોલ્યો ઉપર જોઈને  ભાઇજાન! સાચીવાત તો "અલ્લાહતાલા" જાણે પણ લોકો વાતો જરુર કરે છે.પણ ભાઇજાન, તુ આવુ કેમ પુછે છે?

તુ તો ડૉ.યાર....ચલ...ચલ હવે..

અંશ.સલીમને રોકતા બોલ્યો મહેક 05:07 મિનિટની ગઈ  હજુય આવી નથી.

[સલીમે બેગ નીચે મુક્યા... હેં અલ્લાહ! ! ! ]

[અંશના બંને ખભ્ભા પકડીને બોલ્યો]

શુ વાત કરો છો ભાઇજાન?

અંશની આંખોમાં જળજળીયા આવી ગયા એ બોલ્યો સાચી વાત!!!

સલીમ ગભરાઈ ગયો એ બોલ્યો ભાઇજાન અંધારુ થઇ રહયુ!! હવે?

અંશ થોડીવાર કશુંક વિચારી બોલ્યો "તુ સામાન લઇને ઘેર જા,હુ મહેકને શોધવા જાવ છુ."

ના,ભાઇજાન! એ મારી પણ બેન છે."હુ હમણા જ નવશાદ,હુસેન,આદમને ઇરફાનને બોલાવુ છુ."

અંશ નવાઈ પામ્યો એ બોલ્યો કેમ?

સલીમ બોલ્યો સાથ રહે!!!

[સલીમે આદમને કોલ કરીને આવવા કહ્યુ દોસ્તોને લઇને]

ભાઇજાન,આ "કાલીછાયામા" જવા માટે બીજા જોડે હોય તો સારુ પડે!!

પણ સલીમ...

ભાઇજાન,આપણે "રાજમહેલના" રસ્તા પર જ જઇએ,શાયદ મહેક સામે પણ મળે?.

અંશ મક્કમ થઈ બોલ્યો  ના આવવી હોત તો આવી ગઈ હોત! !  બન્ને વાતો કરવા લાગ્યા...

શુ ખરેખર આ દુનિયામા ભુતપ્રેત છે?

સલીમ બોલ્યો ભાઇજાન,જીન-જીનાત છે કે નહી તે અલ્લાહ જાણે?

અંશ કહે તો સલીમ એ લોકો........

ભાઇજાન,જલ્દબાઝી નહી,ખુદા ખેર કરેગા!!

અંશ બોલ્યો મહેકને કેટલો ડર લાગતો હશે.?

હમમ.એ તો છે.સલીમ બોલ્યો.

અંશ થોડો ધ્રૂજતો ધ્રૂજતો બોલ્યો હવે શુ થશે?

હુ ગયો હોત તો કશુ ન તુ પણ....

સલીમ બોલ્યો ભાઇજાન,લો આવી પણ ગયા, 30મિનિટમા મારા મિત્રો હાજર.

નવશાદ બોલ્યો બોલ ભાઇજાન કોને ટપકાવવાનુ છે? આ મારી શમશેર....

સલીમ હસતા હસતા બોલ્યો આજે જીન છે કે નહી એ પાક્કુ કરવાનુ છે.?

હુસેન બોલ્યો શુ ભાઇજાન આમ ખુલ્લી તલવારે દોડાવો છો?

સલીમ થોડો નર્વસ થઈ  બોલ્યો ......મારી "દીદી" ગાયબ થઇ છે!!

આદમ આશ્ચર્યથી બોલ્યો શુ?

સલીમ બોલ્યો જી મહેક...

હુસેન થોડો નિરાશ થઈ બોલ્યો ઓહ,નો !!!

નવશાદ ગુસ્સે થઈ બોલ્યો ;સલીમ ભાઇજાન આજે તો જોઇ જ લઇએ!!! આ 25 વર્ષથી ચાલે છે એ શુ છે જૂની હવેલીનું રહસ્ય?

ઇરફાન બોલ્યો બે હાથ ઉંચા કરી; "યે મેરે ખુદા અગર હમ સબ અપની બહન કો બચાને વાસ્તે જા રહે હૈ, તો મેરે મૌલા કરમ કર,અગર હમ નેક કામ કર રહે હૈ તો હમારા હર એક કદમ મંઝીલ કી ઓર બઢા.યે મેરે ખુદા હમે તુમ્હારી ગિરફ્ત મે લે તાકી હમ નૈકી કી રાહ કો બુલંદ કર પાયે.હે ખુદા! હમે રાહ દિખા!!!"

અંશ ખુદા સામે મદદ માંગતો હોય તેમ બંન્ને હાથથી બોલ્યો આમીન!!!!!!

બધા એ અંશ સામે જોયુને ઇરફાન,સલીમ,હુસેન,આદમ આમીન!!!!! બોલ્યા.

સુવર્ણનગરનો એક ભાગ ગાઢ જંગલને ડુંગરથી ઘેરાયેલો છે તો વચ્ચે મોટી નદીને એક બાજુ સુવર્ણનગર ગામ.રેલવે સ્ટેશનથી પોણૉ કી.મી દુર "રાજમહેલ" આવે.

આ અમીરવર્ગનો એરીયા,વચ્ચે મધ્યમવર્ગનો એરીયાને છેવાડે ગરીબવર્ગ.આ ગરીબવર્ગના લોકો અમીરવર્ગના ઘરમાને મહેલ કે હવેલીમા કામ કરવા પણ આવે ને પોતાનુ ગુજરાન ચલાવે."રાજમહલથી" જમણી બાજુ ઓરસ-ચોરસ એક કી.મી ગાઢ જંગલ.જ્યાથી મહેક નીકળીતી રેલવે સ્ટેશન જવા માટે.રાજમહેલથી 100ફૂટ દૂર "પુરાણી રાજાશાહી હવેલી".

મોટી હવેલીને મોટુ ફળિયુ.જ્યા એક-એક ફૂટ પાંદડાના થર જામી ગયા છે.ફળિયામા ઉભો "તુલસીક્યારો" છે ને "તુલસીક્યારાની" કોતરણી અવર્ણીય છે.જેમાં ઠાકોરને તુલસીના વિવાહની કોતરણી કરેલી છે.વચ્ચે કુંડને ઠાકોરને તુલસી ફેરા ફરતા હોય તેવી કોતરણી.જેમા તુલસીમા સુકાય ગયા છે ને તુલસીમાનુ સુકુ મૂળિયુ હજુય વિધમાન છે.

આ હવેલીની બહારની  દીવાલો પર કૃષ્ણ જન્મથી લઇને તેના મૃત્યુ સુધીની તમામ કોતરણી કંડારેલી છે.એ કૃષ્ણ જન્મ,યમુનામા સુડલામા લઇને જતા વાસુદેવજી,અઘાસુર,બકાસુર,કાગાસુર,રાધાનો પ્રેમ,રુકમણિને ભાલકાતીર્થ,આ બધા જ સ્થાનના દ્રશ્યો જાણે કૃષ્ણના જીવનને જીવંત કરે છે.

અંદર દરેક ઓરડાને રૂમમા રામ જન્મથી તેના દેહવિલય સુધીની તમામ ધટનાનુ વર્ણન કરવામા આવ્યુ છે.આ બધી જ કોતરણી જાણે રામને કૃષ્ણ હજુ જીવંત હોવાનો પુરાવો પુરે તેવુ લાગે છે.

હાલની પરિસ્થિતિ કંઇક અલગ છે.આ હવેલી નાનકડા જંગલનો એક ભાગ બની ગઇ છે."ભુતપ્રેતને આત્માનુ નિવાસસ્થાન બની ગઇ છે."

બધા જ મિત્રો આ હવેલી સુધી પહોચી જાય છે.તેના દરવાજા પાસે આવીને જોવા લાગે છે.બધા એકબીજાને ચુપ-ચુપ કરે છે.રેલવે સ્ટેશનથી બધાના હાથમા તલવાર છે.એ પણ મ્યાન બહાર છે.જ્યારે અંશના હાથમા માત્ર એક જ ફૂટનુ ધારદાર ચપ્પુ છે.એ પણ સલીમે ‘’તારી રક્ષા માટે’’ કહીને આપ્યુ છે.

આગળ સલીમ બોલ્યો ‘’ડૉ.અંશ,તમારુ કામ ઘાવ પર મરહમ લગાવવાનુ છે,નહી કે ઘાવ આપવાનુ’’

અંશ બોલ્યો જી...તુ સાચુ કહે છે.

હજુ મિત્રો હવેલીની નજીક-નજીક આંટા મારે છે.ત્યા જ કોઇ પાચેક માણસો સફેદ કપડામા રેલવે સ્ટેશન તરફ જતા જોવા મળ્યા.આ મિત્રો એ તેનો પીછો કર્યો પણ થોડીવારમા એ ગાયબ થય ગયા.

પછી મિત્રો તેની શોધખોળ કરવા લાગ્યાને રેલવે સ્ટેશન સુધી પહોચી ગયા.પણ કોઇ જોવા ન મળ્યુ.થાકીને બધા વાતો કરવા લાગ્યાને બેસી ગયા.

નવશાદ બોલ્યો મારા અમ્મી કહે છે એક પાક જીન હોયને એક નાપાક.પાક જીન મનુશ્યને હેલ્પ કરે છે ને નાપાક હેરાન કરે છે.

આદમ બોલ્યો નાપાક તો "જન્નતનશીન" પણ કરી દે!!!

હુસેન તેનું વર્ણન કરતા બોલ્યો તેઓ મોટા કદમાને ઉંચા હોય છે.

ઇરફાન બોલ્યો એ આપણને ખુબ જ ડરાવેને હેરાન કરે [એક્શન સાથે] હૂ...હૂ....હૂ....હૂ ઓ....ઘડીભર બધા ડરી જાય છે.

સલીમ અંશ સામે જોતા પરિસ્થિતિ પામી ગયો એ બોલ્યો છોડો આ ફાલતુ વાતો,જે કરવાનુ છે એ જ કરોને?

ત્યા જ થોડે દૂર કોઇ સફેદ વસ્ત્રમા જતુ દેખાયુ.આ સમયે કોઇ જ ઉભુ ન થયુ.ડરામણી વાતોથી ડરી જઇને એકબીજાને વળગીને લપાઇને બેસી ગયા.એ લોકો પાછા ફરી ગયા.પુરાણી હવેલીના રસ્તે પણ કોઇ પાછળ ન ગયુ એ સફેદ વસ્ત્રધારીની.

અંશ.બોલ્યો હવે,આપણે સવારે રાજાસાહેબને જ મળીશુ.

સલીમ થોડું વિચારીને બોલ્યો જી

બધા એ જી...કહ્યુ.

(આ સમયે રાજાસાહેબ પાસે ન જવાય કેમ કે રાતના 11 વાગી ગયા.રાજમહેલ બંદ થઇ ગયો હોય પણ કેમેય કરી સવાર પડે ને રાજાસાહેબ પાસે જવાય. અંશ માટે આ રાત્રી તેની જિંદગીની સૌથી લાંબી રાત્રી થઈ પડી)

[સુર્યોદય થયોને સુર્યના સોનેરી કિરણો નીકળ્યા.રાજાસાહેબની હવેલીમા થોડી મોડી ચહલ-પહલ થવા લાગી.રાજમહેલનો રજવાડી દરવાજો ખુલ્યો.સેવકો અંદર જતા દેખાવા લાગ્યા.

રાજમહેલની સફાઇ થવા લાગી.આરતીબા આવીને તુલસી પૂજા કરવા લાગ્યા.થોડીવાર પછી સુર્યને નમસ્કાર કરતા રાજાસાહેબ દેખાયા,પછી થોડીવારે રાજકુંવરી કાજલબા તેના ભીના વાળને સરખા કરતા દેખાયા...આ બધુ પેલા મિત્રો દુરથી ટેકરી પરથી આ મિત્રો બધુ જોઇ રહ્યા.]

સલીમ બોલ્યો અંશ,હવે જઇએ.

અંશ એક નિસાસો નાખતા બોલ્યો હમમ.

ઇરફાન કહે લાગે છે રાજમહેલમા સવાર થઇ ગઇ.કળીઓ ફૂલ બની ગઇને આહ......સુગંધ અહીં આવવા લાગી.

[આ સમયે કાજલબા ભીનાવાળને સહેલાવતા સીડી નીચે ઉતરી રહ્યા.ઇરફાન તેને જોય રહ્યો એટલે જ એ બોલ્યો]

સલીમ બોલ્યો ઇરફાન

ઇરફાન બોલ્યો સલામ ભાઇ જાન!!!

[બધા રાજમહેલમા જાય છે ને રાજાસાહેબને મળવા માટે નીચે બોલાવવા અંશ કહે છે.એક સેવક ઉપર જાય છે,રાજાસાહેબ જય શ્રી ક્રિશ્ના!!આપને નીચે અંશને તેના સાથી મિત્ર બોલાવે છે. રાજાસાહેબ, રાણીસાહેબા, કાજલબા, ભગીરથભા બધા નાસ્તો છોડીને નીચે જાય છે.]

અંશને તમામ મિત્રો રાજાસાહેબને પ્રણામ કહે છે.

રાજાસાહેબ બોલ્યા પ્રણામ!! બોલ અંશ શુ થયુ?

આમ સવાર-સવારમા કેમ આવવુ થયુ?

અંશ કાલે 5વાગાથી અત્યાર સુધી જે થયુ એ બધુ જ રાજાસાહેબને રજેરજ સાચે સાચુ કહી દે છે.

રાજા સાહેબ સાંભળીને ડરી જાય છે કાજલબાની આંખો ફાટી જાય છે.

આરતીબા હે ઇશ્વર!!! ન થવાનુ તે શુ કર્યુ હે માતાજી.

 

રાજાસાહેબ ડરી જાય છે ને બોલતા અચાકાય છે.તે કશુક અજુગતુ થઇ ગયુ તેવુ ફીલ કરે છે.રાજાસાહેબ હુકુમ કરે છે.

રાજાસાહેબ; "સેનાસૈનિકો!!! આ બાજુને પેલી બાજુ 8-8 ની ટુકડી તેનાત થય જાવ.હવે પછી આ વિસ્તારમા કોઇ ચક્લુ પણ ન ફરકવુ જોઇએ.

સેનાસેનાપતિ બોલ્યો જી મહારાજા!

અંશ આ બધું જોઈ બોલ્યો પણ?

કાજલબા અંશની સામે જોઈ બોલ્યા ;અંશ...પાપાનો આજ અસૂલ છે.એક જીવ માટે એ તમારા બધાનો જીવ જોખમમા ન મૂકી શકે?

આરતીબા બોલ્યા અંશ,એ આ વિસ્તારના રાજા છે ને તેની પ્રજાનુ રક્ષણ કરવુ એ તેની ફરજ.

ભગીરથભા બોલ્યા અંશભાઇ,લોકશાહીમા પણ ચાર ગામમા રાજાશાહી ચાલે છે તેનુ કારણ રાજાસાહેબનો સ્વભાવ જ છે.

સલીમ બોલ્યો બધુ જ સાચુ પણ,ત્યા ગયા વગર ખબર કેમ પડશે.....?

રજાસાહેબ બોલ્યા મહેકને શોધવાની ને સલામત લાવવાની જવાબદારી મારી છે. તમે નિશ્ચિંત થઇ જાવ,મહેક સહી-સલામત આવી જશે.!!!!!

સલીમ બોલ્યો પણ કેમ? તમે ભુતપ્રેત-આત્માના મિત્ર છો?

કાજલબા બોલ્યા ના,એ મિત્ર નથી!  પણ એ લોકો બાપુનો કોંટેક અવશ્ય કરે છે.

બધા ક આશ્ચર્યથી કાજલબા ને જોઈ રહ્યા.

અંશ બોલ્યો પણ કેમ?

કાજલબા બોલ્યા નિશ્ચિન્ત થઈ પૈસા માટે! ! !  પુરાણી હવેલીનો ટેલિફોનને રાજમહેલનો ટેલીફોન બંન્ને કનેકટ છે.એટલે એ લોકો જ્યારે પણ કોઇ વ્યક્તિ ફસાવે ત્યારે બાપુનો કોંટેક અવશ્ય કરે છે.પૈસા માટે યા સોના માટે.એ લોકોને "કીડનેપ" જ આ બે વસ્તુ માટે કરે છે.

 

રાજાસાહેબ કાજલબાની વાતને ટેકો આપતા બોલ્યા જી...હા...બિલકુલ સાચી વાત.

અંશને આ બધું નવાઈ લાગ્યું.ભૂતપ્રેત? પૈસા અને સોનુ? એ બોલ્યો પણ........?

રાજાસાહેબ બોલ્યા ;જા...અંશ.....હવે બે જ કલાકમા ફોન આવશે.તુ ચિંતા ન કર.કાજલબા તમે આ લોકોની મહેમાનગતિની વ્યવસ્થા કરો.એમને હુકમ આપ્યો.

લોકશાહીમાં પણ 4 ગામમાં રાજાશાહી છે.રાજાસાહેબ એક સારી વ્યક્તિ છે.લોકો તેના વખાણ કરતા થાકતા નથી ને લોકો અહીં લોકશાહી આવે એવું ઇચ્છતાય નથી.

[સલીમ,અંશને તેના મિત્રોના મનમા અનેક પ્રશ્ન ગુંજી રહ્યા ભુતપ્રેત-આત્માને જીન –જીનાતને પૈસા કે સોનાની શુ જરુર છે?આ બધુ શુ ચાલે છે હવેલીમા,?આ કોની સાજીશ છે?શુ રાજાસાહેબને કોઇ દ્વારા ફસાવેલા છે કે પછી બીજુ કશુ છે?]