ધ મર્ડર 4 Dietitian Snehal Malaviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ મર્ડર 4

( આપણે આગળ ના ભાગ માં જોયુ કે વિકાસ પોતે ખૂન કર્યુ હોવાનુ સ્વીકારે છે પણ અંગદ ને આ વાત માન્યા માં આવતી ન હોવાથી તે વિકાસ ને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ તે સફળ થતો નથી તેથી કેસ ની ડીટેઈલ ચેક કર્યા બાદ તેને એવુ કંઈક મળે છે કે જેનાથી સાબિત થાય કે ખૂન વિકાસ એ કર્યુ નથી.. હવે આગળ)

બીજા દિવસે સવારે અંગદ પોલીસ સ્ટેશન પહોચ્યો અને સીધો વિકાસ પાસે ગયો, “ તે એને કેવી રીતે મારી?”

વિકાસ અંગદ ના આ સવાલ થી ગુસ્સે થયો હોય એવુ એના ચહેરા પર સાફ દેખાય રહ્યુ હતુ.

“ મારે હવે કેટલી વાર કહેવુ પડશે? મેં એના ફૂડ માં રેટ પોઈઝન ઊમેર્યુ હતુ.. પહેલા પણ આ વાત હું કહી ચૂક્યો છુ” વિકાસ એ કહ્યુ.

“ ના, તે એવુ નથી કર્યુ” અંગદ એ મોટા અવાજે કહ્યુ.

“ ઓફિસર, તમે પાગલ છો? હું ખુદ મારી જાત્તે આ વાત કહી રહ્યો છુ તો પણ તમે એવુ કેમ કહી રહ્યા છો કે મેં એવુ નથી કર્યુ? મારે અહીં કોઈ ની સહાનુભુતિ ની જરૂર નથી.” વિકાસ એ કહ્યુ.

“ ઓકે. મારી પાસે સબૂત છે એનુ.. એ રાત્રે દિશા એ પાર્સલ ફૂડ ખાધુ જ નહોતુ. એણે કંઈક બીજૂ ખાધેલુ જેમાં પોઈઝન હતુ. એને કારણે એની મોત થઈ. અમે હજુ એ તો નથી જાણી શક્યા કે એ શું હતુ પણ જલ્દી જ જાણી લઈશુ.” અંગદ એ કહ્યુ.

વિકાસ અંગદ ને અજીબ રીતે જોઈ જ રહ્યો.

“ ના .. ના.. તમે જૂઠૂ બોલી રહ્યા છો. મેં જ મર્ડર કર્યુ છે.. મને બચાવવાની કોશિશ ન કરશો”

“ વિકાસ.. કામ ડાઉન.. આવી રીતે વર્તન કરવાનુ બંધ કર. મારી પાસે ફોટોઝ છે જેમાં મે કાલ જોયુ કે દિશા એ તો પાર્સલ ખોલ્યુ પણ નહોતુ અને આ રહ્યા ઓટોપ્સી રીપોર્ટ જેમાં પાર્સલ માં રહેલા ફૂડ ને સબંધી કોઈ જ વસ્તુ નથી બતાવેલી. દિશા એ કોઈ બીજૂ જ પોઈઝન ફૂડ ખાધુ છે.” અંગદ એ વિકાસ ને સમજાવતા કહ્યુ.

થોડી વાર પછી એણે ફરી થી કહ્યુ – “ તે મર્ડર કર્યુ છે એવુ સાબિત કરાવી ને તુ જે સાચો મર્ડરર છે એનાથી અમને દૂર લઈ જઈ રહ્યો છે અને એને વધારે ક્રાઈમ કરવાનો મોકો આપી રહ્યો છે. જો દિશા જીવતી હોત તો એ આવુ ક્યારેય ઈચ્છતી ન હોત.”

“ વિકાસ ની આંખો ભીની થઈ.. એ નીચે બેસી ને રડવા લાગ્યો અને પછી કહ્યુ “ મેં એને બહુ હેરાન કરી છે અને મારા લીધે એ ઘણી મુશ્કેલી માં પણ પડી છે. હું જાણુ છુ કે કેટલીય ઊંઘ વગર ની રાત પણ એને મારા લીધે કાઢવી પડી છે. એ જીવીત હતી ત્યારે હું આ સમજી શક્યો નહિ હવે મને ખૂબ પછતાવો થઈ રહ્યો છે. મને પણ જીવવાનો કોઈ હક નથી.. મને મારી નાખો”

અંગદ એ એને સમજાવી ને એના માતા પિતા ને ફોન કરી ને એમની સાથે મોકલ્યો. ત્યારબાદ અંગદ એ સી.આઈ ને વિકાસ એ ખૂન ન કર્યુ હોવાનુ જણાવ્યુ.

હવે કેસ જ્યાં થી ચાલુ થયો હતો ત્યાં જ ફરી થી પહોંચી ગયો હતો. ફરી થી મર્ડર કોણે કર્યુ હશે એ વિચાર માં અંગદ પડી ગયો હતો.

“ મને ઘણા સવાલો થઈ રહ્યા છે. દિશા એ પાર્સલ કરાવ્યુ હતુ છતા એ ન ખાધુ અને બીજૂ કંઈક ખાધુ જે પોઈઝન વાળુ હતુ. એનો મતલબ એમ કે એ ફૂડ એના કોઈ વિશ્વાસુ વ્યક્તિ તરફ થી જ મળેલુ હોવુ જોઈએ.” અંગદ એ દીપક સાથે ચર્ચા કરતા કહ્યુ.

“ મે હજૂ એના ભુતકાળ વિશે કોઈ જાણકારી નથી લીધી.. એ જાણવુ પડશે.” અંગદ એ વિચાર્યુ.

“ યાદ છે ? આપણે દિશા ની એક મિત્ર ને મળ્યા હતા એ કહી રહી હતી કે દિશા એ બે વરસ પહેલા આ કંપની જોઈન કરી હતી..એ પહેલા ની દિશા ની કામ કરવાની જગ્યા વિશે જાણી ને ત્યાં તપાસ કરવી જોઈએ.”

“ સર મને એ વિશે જાણકારી શોધવાનો મોકો આપો, હું તમને નિરાશ નહિ કરુ” દીપક એ અંગદ ને પોતાની આવડત બતાવવાનો ચાન્સ માંગતા કહ્યુ.

“ ઓ.કે.. તને કંઈપણ જાણકારી મળે એટલે તરત જ મને ઈન્ફોર્મ કરજે.” અંગદ એ કહ્યુ.

“એના મોત પહેલા ના દસ દિવસ ના ફોન ના કોલ રેકોર્ડ્સ કલેક્ટ કરો.” અંગદ એ બે કોન્સ્ટેબલ ને કહ્યુ.

અને અંગદ દિશા ની બિલ્ડીંગ એ ફરી થી કંઈક શોધ ખોળ કરવા આવી પહોંચ્યો. આજ ત્યાં કોઈ માણસો કે ભીડ નહોતી. તેણે આખી રૂમ લગભગ અડધી કલાક સુધી જોઈ પણ કંઈ જ મળ્યુ નહિ.. અચાનક તેને LCD TV ની ગોઠવણ માં કંઈક અલગ લાગતા એ ત્યાં પહોચ્યો. ત્યાં કંઈક રોલ કરેલુ કાગળ પડ્યુ હતુ એના પર અંગદ ની નજર ગઈ. એ કાગળ માં દિશા નુ નગ્ન ડ્રોઈંગ હતુ અને નીચે “વીથ લવ” એવુ લખ્યુ હતુ. અંગદ એ એ કાગળ પોતાના પોકેટ માં મૂકી દીધુ અને પોતાના ઘરે પહોંચી ને કોઈ ને નજરે ચડે નહિ એમ મૂકી દીધુ. રાત્રે સૂતા પહેલા પણ એ આ વિશે જ વિચારતો રહ્યો.સવારે ઊઠી ને પણ એની આ ગડમથલ ચાલુ રહી.

“ બેટા, કેવુ ચાલી રહ્યુ છે કામ? તારા કેસ વિશે મેં ન્યુઝપેપર માં વાંચ્યુ હતુ.. એ કેસ ક્યાં સુધી પહોંચ્યો? અંગદ ના પિતા એ પુછ્યુ.

“ એમાં હજૂ કોઈ પ્રોગ્રેસ નથી. હજુ અમે જાણકારી મેળવી રહ્યા છીએ.” અંગદ એ કહ્યુ.

“ મર્ડર થયુ એનુ નામ શુ હતુ?”

“ દિશા”

“ આખુ નામ?”

“ દિશા પંડ્યા” આ નામ સાંભળતા અંગદ ના પિતા ના ચહેરા પર ના ભાવ થોડા બદલાયા જે અંગદ ના ધ્યાન માં આવ્યુ.

“ પાપા, તમે ઓળખો છો એને?” અંગદ એ પુછી જ લીધુ.

“ ના, એ તો થોડુ સાંભળેલુ નામ લાગ્યુ એટલે..!”

પિતા નુ આ વર્તન થોડુ અજીબ લાગ્યુ અંગદ ને પણ પોલીસ સ્ટેશન જવાનુ મોડુ થતુ હોવાથી એ ત્યાં થી નીકળી ગયો. દિશા ના ફોન ની કોલ રેકોર્ડ્સ આવી ગઈ હતી એ અંગદ એ ચેક કરવા માંડી.

શુક્રવાર - 10:20 pm – જેમ્સ નો મેસેજ હતો “ હું અહી જ છુ..મને મળજે”.

શુક્રવાર - 11:00 pm – કોઈ અજાણ્યા નંબર સાથે એણે પાંચ મિનીટ વાત કરી હતી.

શુક્રવાર - 11:30 pm- એણે પબ છોડ્યુ.

12 વાગ્યા બાજૂ એણે પાર્સલ લીધુ. 12:30 બાજૂ એણે તેની ફ્રેન્ડ ને ડ્રોપ કરી. 12:40 બાજૂ એ વિકાસ ને મળી. 12:50 એ જેમ્સ નો મેસેજ હતો “ શું કરી રહી છે?”

1:25 એ તેણે પાયલ ને કોલ કરી ને તેની સાથે બે મિનીટ જેટલી વાત કરી.

1:30 એ તેના ઘરે પહોંચી અને 1:35 એ ફરી પેલા નંબર પર દસ મિનીટ વાત કરી.

“ આપણે આ લોકો ને મળી ને એની સાથે દિશા ના સબંધ ની જાણકારી લેવી પડશે.” અંગદ એ કહ્યુ.

“ સર અમે દિશા પહેલા કામ કરતી એ જગ્યા શોધી ને કંઈક જાણકારી મેળવી છે જે કદાચ એનો કેસ સોલ્વ કરવામાં આપણને મદદ કરી શકશે, હુ હમણા જ પોલીસ સ્ટેશન પર આવી ને તમને મળુ છુ” દીપક એ અંગદ ને કોલ કરી ને કહ્યુ.

દીપક ની કામ પ્રત્યે ધગશ જોઈને અંગદ ખૂબ ખુશ થયો.

થોડી વાર માં જ દીપક ખુશ થઈ ને પોલીસસ્ટેશન પહોંચ્યો અને અંગદ ને બધુ કહેવાનુ ચાલુ કર્યુ, ”સર, એ પહેલા ICICI બેંક કસ્ટમર કેર સેન્ટર માં કામ કરતી હતી, અને બધા થી મહત્વ નુ કે એ એની સાથે કામ કરતા એક છોકરા સાથે લીવ-ઈન-રીલેશન માં રહી ચુકી છે.”

અંગદ ચૂપ રહ્યો.. એ વધારે ડીટેઈલ્સ સાંભળવા માંગતો હતો.

“ એ છોકરો ફ્રોડ હતો. એને કસ્ટમર ના અકાઉન્ટ માંથી પૈસા ચોરતો હતો. દિશા એ એને આવુ કરતા જોયો હતો અને ઘણી વખત ચેતવણી આપી હતી પરંતુ તેણે એનુ કામ ચાલુ જ રાખ્યુ હતુ એટલે દિશા એ તેના મેનેજર ને તેની જાણ કરી હતી. મેનેજર એ પોલીસ માં ફરિયાદ કરી અને તેને થોડા મહિના ની જેલ થઈ. આ વસ્તુ એના માટે ખૂબ જ આઘાતજનક હતી એ વિશ્વાસ નહોતો કરી શકતો કે દિશા એ આવુ કર્યુ હતુ અને આવી રીતે એ બન્ને નુ બ્રેકઅપ થઈ ગયુ હતુ. ત્યારપછી, એને કોઈ પણ જગ્યા એ જોબ મળી નહિ. તે દિશા ને નફરત કરવા લાગ્યો હતો કારણકે એની આ હાલત માટે એ જ જવાબદાર હતી તેથી એ દિશા સાથે બદલો લેવાની જ રાહ જોઈ રહ્યો હતો.” દીપક એક સાથે બોલી ને ટેબલ પર પડેલો પાણી નો ગ્લાસ પીવા લાગ્યો.

“ હમ્મ.. તો દિશા ને દુશ્મન હતો” અંગદ એ કહ્યુ.

“ હા સર, મને એવુ જ લાગે છે કે એણે જ દિશા ને મારી છે” દીપક એ કહ્યુ.

“ ગુડ દીપક, યુ ડીડ એન એક્સિલેન્ટ જોબ” અંગદ એ કહ્યુ.

“ એ છોકરા નુ નામ શું છે? અને એ અત્યારે ક્યાં છે?”

“ એનુ નામ આલુષ છે. એ એના અપાર્ટમેન્ટ જે.પી. નગર માં રહે છે. પહેલા દિશા પણ તેની સાથે ત્યાં જ રહેતી. મારી પાસે એડ્રેસ છે.”

“ ચાલો ત્યાં જઈએ અને શું થયુ હતુ એ એની પાસે થી જ જાણીએ” અંગદ એ કહ્યુ.

તે આલુષ ના અપાર્ટમેન્ટ માં પહોચ્યા અને સીધો તેના દરવાજા પર બેલ વગાડી પણ અંદર થી કોઈ જવાબ આવ્યો નહિ. બાજૂ માં રહેતા કોઇ એ બહાર આવી ને કહ્યુ એ છેલ્લા દસ દિવસ થી એના ઘરે આવ્યો નથી.

આજૂ બાજૂ માં પુછતાછ કરી પણ કોઈ તેના વિશે કંઈ જાણતુ નહોતુ છેલ્લે તે અપાર્ટમેન્ટ માંથી બહાર નીકળી ગયા.

“ સર આણે જ દિશા ને મારી છે એટલે જ તો દિશા નુ મોત થયુ ત્યાર થી, દસ દિવસ થી ઘરે નથી આવ્યો” દીપક એ કહ્યુ.

“ દીપક, તેનુ ફુડ માં પોઈઝન ને લીધે મોત થયુ છે નહિ કે રેપ કે એસિડ અટેક જેવી ઘટના ને લીધે એટલે એણે જ ખૂન કર્યુ છે એમ કહી શકાય નહિ.”

“ કદાચ એણે કોઈ દ્વારા દિશા ના ફૂડ માં પોઈઝન ઉમેરાવ્યુ હોય.” દીપક એ કહ્યુ.

“ હા, હોઈ શકે.. તુ અહી નજર રાખજે એ એના અપાર્ટમેન્ટ પર આવે છે કે નહિ”

“ યસ સર”.

સાંજ થઈ ગઈ હતી ત્યારબાદ ત્યાં નજીક માં જ નાસ્તો કરી ને તેઓ છુટા પડ્યા. દીપક આલુષ ના અપાર્ટમેન્ટ તરફ ગયો અને અંગદ ઘરે પહોચ્યો, હજૂ એની આંખ માં ઊંઘ ભરાઈ એ પહેલા જ દીપક નો ફોન આવ્યો,

“ સર, મે આલુષ ના અપાર્ટમેન્ટ માં કોઈ ને જતા જોયુ છે. મને એવુ લાગે છે કે એ આલુષ જ છે. હુ શું કરુ? અંદર જાવ?” દીપક એ પુછ્યુ.

અંગદ એ નહોતુ વિચાર્યુ કે આલુષ એના ઘરે એટલો જલ્દી આવી જશે. “ દીપક તુ એકલો અંદર નહિ જતો, હું હમણા જ ત્યાં પહોચુ છુ” એ બેડ ઊપર થી ઉભો થયો.

અંગદ અને દીપક આલુષ ના અપાર્ટમેન્ટ માં અંદર પહોંચ્યા અને દરવાજા પર બેલ વગાડી.

અંદર થી અવાજ આવ્યો “ કોણ છે?”

અંગદ એ કહ્યુ “ દરવાજો ખોલ આલુષ, હું ઈન્સપેક્ટર અંગદ છુ અને તારી સાથે કંઈક વાત કરવા માંગુ છુ.”

“ ગેટ લોસ્ટ.. યુ સ્ટુપીડ્સ..” એ મોટા અવાજે અંદર થી બોલ્યો.

અંગદ ને તેના આવા રીએક્શન જોઈ ને નવાઈ લાગી. અંદર થી આવતો અજીબ અવાજ સાંભળી ને અંગદ ને લાગ્યુ કે આલુષ ભાગી નીકળવાની કોશિશ કરી રહ્યો છે.. તેથી તે બન્ને એ દરવાજો તોડી નાખ્યો અને અંદર પહોંચ્યા. આલુષ ભાગવાની કોશિશ કરવામાં નીચે કુદવા જઈ રહ્યો હતો. અંગદ ત્યાં પહોચ્યો. અચાનક આલુષ ત્યાંથી નીચે કુદી ગયો અને તેને પકડવાની કોશિશ માં અંગદ પણ તેની પાછળ કુદી પડ્યો છતા ત્યાં સુધી માં કદાચ આલુષ ત્યાંથી નીકળી ગયો હતો. તે ક્યાય મળ્યો નહિ. અંગદ ના પગ માં ફ્રેકચર થવાને લીધે તેને પગ દુખતો હતો. તે આજૂ બાજૂ માં જોઈ રહ્યો હતો ત્યાં જ અચાનક તેને આલુષ તેની બાઈક લઈ ને તેની સામે થી નીકળતો દેખાયો. અંગદ એ તરત જ પોતાની બાઈક ચાલુ કરી અને તેનો પીછો કરવાનુ ચાલુ કર્યુ. એ ખૂબ જ સ્પીડ થી ગાડી ચલાવી રહ્યો હતો. તેને પકડવો મુશ્કેલ લાગતા તેણે આલુષ ની બાઈક ના ટાયર પર ગન ચલાવી પણ એ કોશિશ સફળ થઈ નહિ. આલુષ ને આ વાત નો અંદાજો આવતા જ તેણે બાઈક ની સ્પીડ વધારી દીધી, અચાનક આગળ જઈ ને તેણે બ્રેક મારી.. આ જોઈને પાછળ આવતા અંગદ ને પણ બ્રેક મારવી પડી પણ બાઈક સ્પીડ માં ચાલતી હોવાથી તેનુ બેલેન્સ રહ્યુ નહિ અને તે સ્લીપ થઈ ને દૂર જઈ ને ફેંકાઈ. અંગદ ને ખૂબ જ વાગ્યુ તે બેભાન અવસ્થા માં લગભગ પહોંચી ગયો.

આલુષ નજીક આવ્યો અને બોલ્યો “ મારા થી હવે દૂર જ રહેજે નહિતર આવા જ હાલ થશે”.

ત્યારપછી અંગદ ની આંખ હોસ્પિટલ ના બેડ પર ખુલી. તેના માતા-પિતા અને સબંધી ઓ તેને ઘેરી ને ઊભા હતા.

“ હુ એટલે જ આ કામ કરવાની ના પાડતી હતી. આના થી પણ કંઈક વધારે ખરાબ થયુ હોત તો અમારૂ શું થતે એ વિચાર્યુ છે?” અંગદ ના મમ્મી રડતા રડતા બોલ્યા.

અંગદ શુ થયુ એ બધુ યાદ કરવાની કોશિશ કરી રહ્યો હતો. તેને માથા માં વાગ્યુ હોવાથી તે દુખી રહ્યુ હતુ. બધુ યાદ આવતા જ ગુસ્સા માં તેણે પોતાના હાથ પર જ નખ મારી લીધા.

એ જ સમયે દીપક ને તેના પિતા સુનીલ દ્વારા એક અજીબ વાત ની જાણ થઈ કે અંગદ ના પિતા દિશા ના અંકલ સાથે વાતો કરી રહ્યા હતા. સુનીલ આ વાત અંગદ ને કહેવા માંગતા હતા પણ દીપક એ અંગદ ની તબિયત ખરાબ હોવાથી તેને રોકી લીધા.

લગભગ પંદર-વીસ દિવસ ના આરામ પછી આજ અંગદ પોલીસ સ્ટેશન જવા તૈયાર થયો હતો. સ્ટેશન માં પહોંચતા જ બધા ઓફિસર એ ઊભા થઈ ને તેને સેલ્યુટ કર્યુ.

“ વેલકમ બેક સર” અંગદ એ હસી ને તેમનો આવકાર સ્વીકાર્યો અને ચેર પર બેઠો.

“ સર આલુષ અહી થી બહુ દૂર નીકળી ગયો હોય એવુ લાગે છે અમે ઘણા ખરા પોલીસ સ્ટેશન માં એના વિશે જાણ કરી દીધી છે. દિશા ના ફોન માં નામ વગર નો નંબર આલુષ નો જ હતો અને જેમ્સ એનો બોસ હતો પણ એના ઉપર શંકા કરવા જેવુ કંઈ લાગતુ નથી અને આમ પણ એ દિશા ના મર્ડર પછી થી શહેર માં નથી પણ એ એક સંયોગ પણ હોઈ શકે એને આ મર્ડર સાથે કંઈ સબંધ હોય એવુ નથી લાગતુ.

“ વોટ ધ હેલ? આટલા બધા નામ વધતા જ કેમ જાય છે આ કેસ મા? સોલ્વ થવાને બદલે વધારે ટફ બનતો જાય છે આ કેસ. મર્ડર કોણે કર્યુ છે એ જ સમજ નથી પડતી. આલુષ એ નથી કર્યુ તો એ ભાગે છે કેમ? બોસ એ નથી કર્યુ તો એ ગાયબ કેમ છે? દિશા ના અંકલ એ એના રીલેશનશીપ વિશે કેમ છુપાવ્યુ અને બધી માહિતી કેમ આપી નહિ? અંગદ ના મગજ માં વિચારો ની ગરમી ચડી રહી હતી.

ક્રમશ: