The Murder - 2 books and stories free download online pdf in Gujarati

ધ મર્ડર 2

(આગળ ના ભાગ માં જોયુ કે ઈન્સપેક્ટર અંગદ ના હાથ માં વિજયનગર એરિયા નો એક કેસ આવે છે જેમાં એક છોકરી નુ શંકાશીલ મૃત્યુ થયુ હોય છે. થોડી ઈન્વેસ્ટીગેશન પછી તે બોડી ને પોસ્ટમોર્ટમ માટે મોકલે છે.. હવે આગળ..)

સુનિલ દીપક ને બોલાવી ને અંગદ ને આ કેસ માં મદદ કરવાનુ કહે છે. દીપક બોલકણો છોકરો હતો અને તે જે કંઈપણ જૂએ કે સાંભળે એના વિશે ઘણા બધા વિચારો તેની સાથે લઈ ને ફરતો અને બધુ શીખવા માટે ખૂબ તત્પર રહેતો. એણે આ કેસ ની બરાબર જાણકારી મેળવી હતી પણ તે હજૂ થોડી કન્ફ્યુઝન માં હોય એવુ લાગતુ હતુ. જે ઈન્સપેક્ટર અંગદ ને ધ્યાન માં આવતા તેમણે એની શંકા ઓ દૂર કરવાનુ ચાલુ કર્યુ.

“ કોઈપણ મર્ડર કે સ્યુસાઈડ માં વિક્ટીમ નુ બોડી એક મહત્વ નો પુરાવો બને છે અને તેના જ દ્વારા જાણી શકાય છે કે મોત કેવી રીતે થયુ છે, જેમ કે ગળુ દબાવવા થી, ચાકુ થી કે ગન શૂટ જેવી કોઇપણ રીતે.. જો મોત કઈ રીતે થયુ એ જાણી લઈએ તો એ ઉપર થી જ બીજી ઘણી જીણી જીણી માહિતી ઓ મળી શકે છે. જો આ કામ માં અનુભવ ઓછો હોય તો આવી ઘણી જરૂરી માહિતી ઓ સામે હોવા છતા તમને એ દેખાઈ શકતી નથી અને એ કેસ માં વધુ ગુંચવાડો ઊભો થયા કરે છે. ફોરેન્સિક પેથોલોજીસ્ટ્સ આ ટાઈપ ની ઈન્ફોર્મેશન મેળવવા માટે ખૂબ જ ટ્રેઈન થયેલા હોય છે. તેઓ આ કામ માં એક્સપર્ટ હોય છે.” અંગદ થોડી વાર ઉભો રહ્યો અને તેણે દીપક સામે જોયુ. એ વધારે જાણવા ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યો હતો.

અંગદ ને આ જોઈ ને સારુ લાગ્યુ અને તેણે ફરી થી કહેવાનુ ચાલુ કર્યુ, “ એ લોકો વિક્ટીમ ના મરવાનુ કારણ જાણવા તેના કપડા ચેક કરે છે , બોડી ચેક કરે છે અને તેમાં થી જે પુરાવા ઓ મળે એ ઊપર થી તે મરવાનુ કારણ નક્કી કરે છે. ત્યારબાદ બોડી ના કલર માં ફેરફારો, બોડી નુ ટેમ્પરેચર, બોડી કેટલુ કડક થયુ છે એ બધુ ચેક કરી ને તેઓ મૃત્યુ નો સમય જાણે છે. તો કોઈપણ કેસ હાથ માં આવે ત્યારે સૌથી પહેલા આટલુ કરવામાં આવે છે..ઓકે??”

દીપક આ સાંભળી ને ખૂબ જ ખુશ થયો.

અંગદ એ દીપક ની પીઠ થાપડી અને પછી પોતાની ચેર પર બેસી ને બીજા કેસ પર ધ્યાન આપવા લાગ્યો.

ત્રણ દિવસ પછી અંગદ ને હોસ્પિટલ થી ઓટોપ્સી ની માહિતી આપવા એક કૉલ આવ્યો. રિપોર્ટ પર થી જાણવા મળ્યુ કે ફુડ માં પોઈઝન ને લીધે દિશા નુ મૃત્યુ થયુ હતુ. અંગદ એ દીપક ને હોસ્પિટલ થી રીપોર્ટ લઈ આવવા કહ્યુ.

આખો રીપોર્ટ વાંચ્યા પછી અંગદ શક્યતાઓ વિચારવા લાગ્યો.

“ મૃત્યુ નુ કારણ શુ હતુ સર?” દીપક એ જાણવાની ઊત્સુક્તા બતાવતા પુછ્યુ.

“ ફુડ માં પોઈઝન ને લીધે એનુ મૃત્યુ થયુ.” અંગદ એ કહ્યુ.

દિશા નો કેસ દરેક ન્યુઝપેપર માં છપાઈ ચૂક્યો હતો.અંગદ એક પ્રાઈવેટ કંપની માં પહોંચ્યો જ્યાં દિશા કામ કરી રહી હતી.એ કંપની યંગસ્ટર્સ માટે કામ કરવાની સારી જગ્યા હતી કારણકે ત્યાં જોબ માટે કોઈ સ્પેશિયલ ડીગ્રી ની જરૂર નહોતી પડતી પણ જોબ માટે કોઈ સારૂ ટેલેન્ટ હોવુ જરૂરી હતુ. અને ત્યાં કામ કરનારા લોકો માંથી મોટેભાગે સાથે સાથે તેમના ડીગ્રી કોર્સ પણ કરી રહ્યા હતા અને તેમને સારી સેલેરી પણ મળી રહેતી.

અંગદ ત્યાં પહોંચ્યો ત્યારે પાયલ તેને મળવા આવી, તેણે પોતાનો પરિચય આપ્યો. તે એકદમ મોડર્ન દેખાતી હતી.

“ દિશા વિશે જે સાંભળ્યુ એ ખૂબ જ ડરાવે એવુ છે. મને હજૂ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે એ હવે નથી રહી!” પાયલ એ ભીની આંખે કહ્યુ.

“ હા, હું સમજી શકુ છુ. પ્લીઝ તમે મને જણાવશો કે એ રાત્રે શું થયુ હતુ?” અંગદ એ નમ્રતાપૂર્વક પુછ્યુ.

“ અમે હંમેશા શુક્રવાર ની રાત પબ માં જ વિતાવતા. અને એ દિવસે પણ અમે પબ માં ખૂબ સારો સમય પસાર કર્યો હતો. સાડા અગ્યાર એ અમે ત્યાં થી નીકળી ગયા હતા. અમે ત્યાં કશુ જમ્યા નહોતા એટલે અમે એક જગ્યા એ થી ફૂડ પાર્સલ કરાવ્યુ હતુ. ત્યારબાદ એ મને મારા ઘરે છોડી ને એના પી.જી પર નીકળી ગઇ હતી, તે જ્યારે પહોંચી ગઈ ત્યારે એણે મને કોલ પણ કર્યો હતો.” પાયલ એ કહ્યુ.

“ તમે બન્ને એ આલ્કોહોલ લીધુ હતુ”?

“ ના સર, અમે બન્ને એ ફક્ત પેપ્સી જ લીધી હતી કારણકે અમે પબ માં ફક્ત ડાન્સ કરવા જ ગયેલા હતા”

“હમ્મ..એણે તને કેટલા વાગ્યે કોલ કરેલો”?

“ 1:30AM”

અંગદ એ આ ટાઈમ દીપક ને લખી લેવા કહ્યુ.

“ અને એણે તને ઘરે કેટલા વાગ્યે ડ્રોપ કરેલી?”

“ કદાચ 12:30AM”

“ આ થોડુ અજીબ છે કે તને સમય બહુ સારી રીતે યાદ રહે છે, કેમ?”

“ જ્યારે એણે મને ઘરે છોડી ત્યારે જ મારા બોયફ્રેન્ડ નો કોલ આવેલો એટલે મને યાદ છે” પાયલ એ થોડા અલગ અવાજ માં અંગદ સામે જોઈ ને કહ્યુ.

“ તારા ઘરે થી દિશા ના ઘરે પહોચતા આશરે કેટલો ટાઈમ લાગે છે?”

“ આમ તો વીસ મીનીટ લાગે છે પણ રાત્રે પંદર મીનીટ માં એના ઘરે પહોંચી શકાય”

“એટલે, એ તારા ઘરે થી 12:30 એ નીકળી તો એના પી.જી પર 12:45 આસ પાસ પહોચી હશે અને તે એના રૂમ સુધી પહોંચે ત્યા સુધી વધારે માં વધારે પંદર મીનીટ થાય તો પણ એ 1 વાગ્યે તો પહોંચી જ જાય પણ એણે તો તને 1:30 એ કોલ કરેલો!” અંગદ એ કહ્યુ.

“ તુ શ્યોર છે કે એ જ્યારે પહોંચી ત્યારે જ એણે તને કોલ કર્યો હતો?”

“ ચોક્કસ તો નહિ પણ મને ફોન માં દરવાજો ખુલતો હોય એવો અવાજ સંભળાયો હતો એટલે મને એવુ લાગે છે કે એ ત્યારે પહોંચી હશે.”

“ તુ કોઈ ને ઓળખે છે જે એને નફરત કરતુ હોય કે છેલ્લા થોડા સમય માં એની સાથે ખરાબ વર્તન કર્યુ હોય?”

“ એ કદાચ પેલો છોકરો હોઈ શકે!” પાયલ કંઈક વિચારતી હોય એમ તેણે ધીમા અવાજે કહ્યુ.

“કોણ??”

“ વિકાસ, એ એન્જિનીરીંગ સ્ટુડેન્ટ છે”

“ કોણ વિકાસ? દિશા નુ એની સાથે કોઈ રીલેશન હતુ?” અંગદ એ દીપક ને બધી ડીટેઈલ નોટડાઉન કરવાનુ કહેતા પુછ્યુ.

“ વિકાસ એન્જિનીરીંગ ના છેલ્લા વર્ષ માં છે. એણે એક વખત દિશા ને બસસ્ટોપ પર જોયેલી ત્યાર થી એ એની પાછળ પડી ગયેલો. દિશા એનાથી ત્રાસી ગઈ હતી અને ગુસ્સા માં તેણે તેના ફ્રેન્ડસ ની સામે જ એક વખત થપ્પડ મારી દીધી હતી.ત્યારે વિકાસ ને બહુ ખરાબ લાગ્યુ હતુ. તેણે દિશા ને કહ્યુ હતુ કે જો એ એની સાથે લગ્ન નહિ કરે તો એ એને મારી નાખશે.”પાયલ એ કહ્યુ.

“ કોઈ બીજૂ એવુ શંકાશીલ વ્યક્તિ હતુ એના જીવન માં?”

“ ના, બીજા બધા સાથે તેના સબંધો સારા હતા.”

“ થેંક યુ સો મચ પાયલ, તે અમને ઘણી જાણકારી આપી.” અંગદ એ તેની સાથે હાથ મિલાવ્યો અને ત્યાંથી નીકળી ગયો.

“વાહ, આ તો સાવ સહેલો કેસ હતો.. ખૂની તો મળી ગયો. વિકાસે જ બધુ કર્યુ છે.” દીપક ગાડી ચલાવતી વખતે ખુશ થઈ ને બોલી રહ્યો હતો.

અંગદ કંઈ બોલ્યો નહિ. એ વિચારી રહ્યો હતો કે વિકાસ એ આ મર્ડર નહિ કર્યુ હોય કારણકે એ સારી રીતે જાણતો હતો કે આવા રોડસાઈડ રોમિયો ફક્ત આવી વાતો જ કરતા હોય, પણ કંઈ ક્રાઈમ કરવાની એમના માં હિમ્મત ના હોય અને જો એ કરે તો પણ ચાકુ અથવા એસિડ ફેકે પણ આવુ તૈયારી સાથે મર્ડર ના કરી શકે.

“હવે આપણે ક્યાં જઈશુ સર?” દીપક એ પુછ્યુ.

“ વિકાસ ની કોલેજ તરફ” અંગદ એ કહ્યુ.

કોલેજ માં આવ્યા પછી ઈન્સપેક્ટર અંગદ સીધા પ્રિંસીપાલ ની ઓફિસ તરફ ગયા અને પ્રિંસીપાલ ને વિકાસ ને મળવા નુ કારણ કહ્યુ. પ્રિંસીપાલ એ પ્યુન ને વિકાસ નો ક્લાસરૂમ બતાવવા કહ્યુ.

જ્યારે તેઓ ત્યાં પહોચ્યા ત્યારે વિકાસ ક્લાસરૂમ માં નહોતો. કોઈ એ કેન્ટીન માં ચેક કરવાનુ કહ્યુ. એ કેન્ટીન માં એક ટેબલ પર બેઠો હતો. હેન્ડસમ અને વેલ ડ્રેસ્ડ હતો. અંગદ એ તેની પાસે જઈ ને પોતાની ઓળખાણ આપી.

“ હુ એને ચાહતો હતો. એ મારા જીવન ની એક મહત્વ નો હિસ્સો હતી. એ ઘણી વખત મને બધા ની સામે ઈન્સલ્ટ કરતી તો પણ હુ એને ખૂબ ચાહતો હતો, પણ એણે મને છોડી દીધો” વિકાસ એ ઉદાસ થઈ ને કહ્યુ.

અંગદ એ વિચાર્યુ હતુ કે દિશા ની આવી ખબર મળતા વિકાસ ખુશ થશે પણ અહી તો હાલત તો એના કરતા તદ્દન વિરૂધ્ધ હતી.અંગદ એ થોડીવાર વિકાસ ને જોયા પછી કહ્યુ, “ એના ફૂડ માં કોઈ એ પોઈઝન ભેળવી દીધુ હતુ એ ખાઈ ને એનુ મૃત્યુ થયુ.”

“ શુ?? પોઈઝન??” વિકાસ એ ખૂબ જ શોક થઈ ને કહ્યુ.

“ અમે એના મિત્રો અને એને જાણતા હોય એ લોકો ને મળી રહ્યા છીએ. અમને જાણવા મળ્યુ કે એણે બધા સામે તને ઈન્સલ્ટ કર્યો હતો એટલે તે એને મારી નાખવાની ધમકી આપી હતી, બરાબર ને?” અંગદ એ કહ્યુ.

“ તમે જાણો છો તમે શુ બોલી રહ્યા છો? હું એને મારતા પહેલા ખુદ મરી જઉં. હું શુક્રવારે સાંજે એને મળ્યો હતો અને ત્યારે મેં દિશા ને મારી સાથે લગ્ન કરી લેવા વિનંતી કરી હતી. એણે પાયલ ને એના ઘરે છોડી ત્યાં સુધી મે રાહ જોઈ હતી અને પછી મેં રસ્તા પર એને પ્રપોઝ કરેલુ પણ એ માની નહિ અને પોતાને ભુલી જવાનુ કહેવા લાગી. હુ કંઈ કરી શકુ એમ નહોતો, ખૂબ જ ઉદાસ મને ત્યારે હુ ઘરે જતો રહેલો અને જ્યારે સવાર માં ઉઠ્યો ત્યારે ન્યુઝપેપર માં આ ખબર જોઈ કે એ હવે નથી રહી” કહેતા કહેતા એ રડી પડ્યો.

“ કેટલો સમય તે એની સાથે વાત કરી હતી?”

“ કદાચ વીસ મીનીટ સુધી” વિકાસ એ કહ્યુ.

હમ્મ, એટલે દિશા ઘરે મોડી પહોંચી હશે...અંગદ એ વિચાર્યુ ત્યારબાદ બન્ને ત્યાંથી નીકળી ગયા.

“ સર મને તો આની વાત પર બિલકુલ વિશ્વાસ નથી થતો આપણે આને થર્ડ ડીગ્રી ટ્રીટમેન્ટ આપવી જોઈએ એટલે એ બધુ સાચુ બોલી જશે.” દીપક એ કહ્યુ.

ત્યારે અંગદ કંઇ પણ બોલ્યો નહી. આખી રાત તે એ કેસ વિશે વિચારતો રહ્યો. સવાર થતા જ દીપક નો ફોન આવ્યો ,

“ સર, મારી પાસે એક ગુડ ન્યુઝ છે આપણ ને ખૂની મળી ગયો છે.” દીપકે ઉત્સુકતા થી કહ્યુ.

“ કોણ?”

“ વિકાસ. એ પોલીસ સ્ટેશન આવ્યો છે અને તેણે સરેન્ડર કર્યુ છે કે દિશા નુ ખૂન એણે કર્યુ છે.”

“ શુ??” અંગદ ને વિશ્વાસ નહોતો આવી રહ્યો.

“ તુ શુ બોલી રહ્યો છે, આ વિકાસ એ જ કોલેજ સ્ટુડેન્ટ છે જેને આપણે મળવા ગયા હતા?”

“ હા, સર”

“ કંઈક ખોટુ થઈ રહ્યુ છે, હુ હમણા જ આવુ છુ” અંગદ એ કોલ કટ કર્યો અને પોલીસસ્ટેશન જવા માટે તૈયાર થયો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED