બાળપણ !!!! Rohit Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળપણ !!!!

બાળપણ

બાળપણ !!!! બાળપણ એટલે એક નિખાલસ, નિર્દોષ અને નિર્ભય વ્યક્તિત્વ. કદાચ બાળપણ જ એક એવી અવસ્થા છે કે જે સંસાર ના બધાં સુખ અને દુખ થી પરે છે. આ બાળપણ ની અવસ્થા જીવનમાંથી ક્યારે જતી રહે છે તેનો ખ્યાલ માત્ર ત્યારેજ આવે છે જ્યારે આપણે યુવાવસ્થાના દ્વાર પર આવી અને જવાબદારી ના બોજ હેઠળ દબાયેલા હોય, પરંતુ આ બાળપણ કઇંક અનેરુ જ મહત્વ ધરાવે છે.

બાળપણ ની વ્યાખ્યા કદાચ વર્ણવી ના શકાય પરંતુ ટૂંકમાં કહીએ તો જન્મ થી લઈ અને સમજતા ના થઈએ ત્યાં સુધીની અવસ્થા અથવા તો એક કોમળ અને ઉમંગોથી ભરપૂર જીવન એટલે બાળપણ. બાળપણ એટલે માણસ ના જીવનની એક નિસ્વાર્થ અને નિર્મળ અવસ્થા એટલે બાળપણ . ઘણા બધા વ્યક્તિઓને બાળપણ ના વર્ણનો કરતાં જોયા છે, ઘણા કહે છે કે અમારું બાળપણ એટલે કઈ ઘટે નહીં, ત્યાં બીજો કોઈ વ્યક્તિ બોલી ઊઠે કે અરે !!! અમાર બાળપણ માં તો અમારે જલ્સા જ જલ્સા હતી હો ભાઈ !!!. બાળપણ પણ જાણે કે અલગ અલગ વ્યક્તિએ પોતાનું કઈક અલગજ સ્વરૂપ ધરાવતું હોય તેમ કાઇંક અલગ્જ વ્યાખ્યા ધરાવે છે. નવરાસ ની પળો માં માણસ ક્યારેક એ બાળપણ ની પળો ને યાદ કરી ને હંસી લેતો હોય છે અથવા ક્યારેક કોઈક બાળક ને રમતા જોઈ પોતાના બાળપણ ની પળો ને યાદ કરી લેતો હોય છે. રમતા બાળક ને જોઈ ક્યારેક એવું લાગે કે લાવ આજે થોડી વાર ફરી બાળક બની જઈએ.

વીર પુરુષોના બાળપણ પણ કાઇંક વીરતા અને સાહસ થી ભરપૂર હતા અને કદાચ એના કારણે જ આજે બાળકોને વીરપુરુષોની વાતો કહેવામા આવે છે. એક સમયે બાળ ભગતસિંહ આંગણામાં ધૂળ થી ખેતર બનાવી રમતા હતા. તેના પિતા ત્યાં આવે છે અને બાળક ભગતસિંહ ને પ્રશ્ન કરે છે કે “બેટા તું આ શું કરી રહ્યો છે ?” ત્યારે એક નિસ્વાર્થ અને નિર્ભય બાળક ની જેમ ભગતસિહ જવાબ આપે છે કે “પિતાજી હું આ ખેતર ની અંદર બંદૂક નું વાવેતર કરું છું , જ્યારે આ બંદુકો ઊગશે ત્યારે હું આની મદદ થી આપણાં દેશ ને આજાદી અપાવીશ”. ત્યારે તેના પિતા ને ગર્વ ની લાગણી થાય છે. અંહી કહેવાનું ભાવાર્થ માત્ર એટલો કે બાળપણ ની કેટલીક પ્રવૃતિઓ માણસ ના જીવન નું નિરૂપણ કરતી કોય છે. આજ સ્મૃતિઓ માણસ ના જીવન નો એક અમુલ્ય હિસ્સો બની ને રહી જાય છે.

બાળપણ ના એ અનેરા કિસ્સાઓ નું આજે વર્ણન કરવા માટે કદાચ શબ્દો ટૂંકા પડે. એ નિખાલસ બાળપણ ની એ રમતો આ. હા. હા. હા... !!. એની તો શું વાત જ કરવી. ખરાબ વાહનો અને સાઇકલો માથી કાઢી નાખેલા એ ટાયરો ને એક નાનકડી લાકડી લઈ અને આખા ગામમાથી નીકળવા નો કાઇંક અલગ્જ આનંદ હોય છે. ના ભણવાની ચિંતા કે ના તો કોઈ ને પોતાની ચિંતા. શાળાએ રિસેસ ના સમયે ગામ ની બાજુએ આવેલા ખેતરો માં આવેલા બોરડી ના જાડ પર બોર ખાવા જવા, તથા પેલા ખેત માલિક ના આવતા ત્યાંથી દોડ મૂકી ને ભાગવું આજે પણ તેના તરફ ખેંચી ને લઈ જાય છે. અને એમાં રવિવાર ની તો જાણે કે પહેલાથીજ રાહ જોવાતી હોય તેમ રવિવાર નો દિવસ આવે એટલે બસ, કાઇ ચિંતા કર્યા વગર મિત્રો ની ટિમ બનાવી નીકળી પડવું રખડવા માટે, ક્યારેક બોરડી ના બોર માટે તો ક્યારેક આમલી માટે તો વળી ક્યારેક અન્ય કોઈ ફળ માટે. અને વળી એમાં પણ આ બધી વસ્તુ ખાવા માટે પણ કોઈજ પ્રકાર ની ઈમાનદારી કે કોઈ ની પણ પરવાનગી તો લેવાનીજ નહીં. બસ ખાલી જગ્યા નક્કી કરી રાખવાની અને નીકળી પાડવાનું, અને વળી એમાં હથિયારો પણ કેવા નાના-નાના પથ્થર , નાની મોટી ને લાંબી ટૂંકી લાકડી. એમાં પણ જો આ કઈ ના મળે તો સીધુજ જાદ પર ચડી જવાનું અને જ્યાં હાથ લાગે એ બધુજ નીચે ખંખેરી નાખવાનું. અને એમાં પણ એકાદ બે મિત્રો ને તો ખાસ ધ્યાન રાખવાનુ કે અચાનક કોઈ આવી ના ચઢે. બધુ કામ કાજ પતિ ગયા બાદ છેલ્લો સમય આવે બધી વસ્તુ નો ભાગ પાડવાનો. અને એમાં પણ નિખાલસ અને હાસ્ય ભર્યા જઘડા કરવાના. ફરી પાછા કાઇંક નવા જ પ્લાનિંગ સાથે શાળા શરૂ થતી. એ શાળા ના દિવસો ની પણ કાઇંક અલગ જ અને આગવીજ વાતો હોય છે. ના કોઈ કપડાનો શોખ કે ના કોઈ નિયમોનો ડર, કે ના કોઈ મોંઘી ઘડિયાળ, બુટ-ચપ્પલ કે કોઈજ પ્રકાર ની સૂખા સાહેબી ની લાલચ, બસ રિસેસ પડે એટલે પોતાના નિયમ મુજબ આગળ વધવાનું. શાળા ના દિવસો માં એ નવા પુસ્તકો માટે ની આતુરતા અને એની સુગંધ આજે પણ જીવનને મહેકાવી ઊઠે છે. એમાં પણ અરિક્ષા ની તો કોઈ ચિંતાજ નહીં. બાળપણ ની તો શું વાત જ કરવી. બાળપણ ની એ નટખટ પ્રવૃતિ આજે પણ હાંસ્ય છલકાવી જાય છે. એ લાકડાની અને પાંદડાની બીડીઓ બનાવી અને ધુમાડો ફૂંકવાની તો મજાજ કાઇંક અલગ્જ હતી.

બાળપણ ની અનય તો શું વાત કરવી. અનેક કવિઓ જેના પર પોતાની કવિતાઓ રચી નાખે છે એ કવિતાનો હર એક શબ્દ બાળપણ ના રંગો થી લખાય જાય છે. આ બાળપણ પણ જાણે ઋતુએ ઋતુએ બદલાતું હોય તેમ નિખાલસતા અને નટખટતા પણ વળી બદલાતી જાય. ચોમાસા ની ઋતુમાં ભીની માટી અને તેમાથી બનાવેલા એ રમકડાં કદાચ આજ ના આ કૃત્રિમ રમકડાં કરતાં પણ કાઇંક અનેરું મહત્વ ધરાવતા હતા. એ ચોમાસા ની ઋતુમાં શાળાએ થી ભીંજાતું ભીંજાતું ઘરે આવવું , એ લાકડી ખૂંચાવવાની રમત અને તેમાં પણ દાવ લેનાર ને ચિડાવવા જેવી અનેક નિખાલસ થી હાર કોઈ નું બાળપણ ભિંજાયેલું હોય છે. ઉનાળા ની વાત કરીએ તો વળી ઉનાળા ની ઋતુમાં ગામ ની બાજુ માં આવેલા તળાવ નદી કે વોકલા માં નહાવા જવા જેવો આનંદ આજ ના હાઇ ફાઈ બાથરૂમ માં ક્યાં છે. શિયાળા ની રૂતુ પણ બાળપણ ના અનેક પ્રસંગો ને થિજવી નાખે છે. મિત્રો સાથે મળી અને ગામ ની શેરી માં લાકડા અને કાગળો ભેગા કરી એ તાપણું બનાવી તાપવાની મજા આજના જમાના ના મોંઘા સ્વેટરો આપી શકતા નથી.

આમ, બાળપણ એ વિવિધ ગમ્મતો અને નિખાલસતાઓ થી ભરેલું હોય છે. જે જીવન માં ક્યારેક ને ક્યારેક તો બધાને યાદ આવતું જ હોય છે. કદાચ બાળપણ યાદ આવવાના સંજોગો અલગ અલગ હોય શકે છે. આમ ટૂંકમાં કહીએ તો બાળપણ એટલે વિવિધતા, ગમ્મતો, નટખટતા, હાંસ્યો અને અનેક યાદગાર ઘટનાઓ નો સમન્વય.

- રોહિત. બી. સોલંકી