Chhuteli Jindagi - 1 books and stories free download online pdf in Gujarati

છૂટેલી જિંદગી

છુટેલી જિંદગી

રોહિત સોલંકી

જીવન ની અંદર ઘણું બધુ છૂટી જતું હોય છે. કદાચ જીવન નો નિયમ જ એ છે કે કાઇક પાછળ છોડી અને આગળ વધતું રહેવું. માણસ હંમેશા જ કાઇક મેળવતો રહે છે, તો ક્યારેક એવો પણ મોડ આવે છે કે જ્યારે માણસ નું ઘણું બધુ જીવન જાણે કે પાછળ રહી ગયું હોય. પરંતુ ક્યારેક આ છૂટી ગયેલો પલ એવો લાગે છે કે જાણે એક આખી જિંદગી જ પાછળ રહી ગઈ હોય. આને સમય ની વિડંબના કહેવી કે પછી કિસ્મત નો ખેલ, કે પછી આગળ વધવા માટે ચૂકવેલી કિમત, જે કઈ પણ હોય પરંતુ ક્યારેક આ પાછળ છૂટેલી પલ અને યાદો ને જોઈ એવું લાગે છે કે જાણે એક અડધું જીવન જ પાછળ મુકાઇ ગયું હોય. આ જ સમય માણસ ના જીવન માં અલગ અલગ સંજોગો ની અંદર આવતો હોય છે. આજ સમય કે જ્યારે માણસ જીવન ની અપાર ખુશીઓને બાથ ભીડી ને માણી રહ્યો હોય છે, ત્યારે જ એક એવું ભયંકર વાવજોડું જન્મ લેતું હોય છે કે જે માણસ ના જીવન ને તહેસ-નહેસ કરી નાખે છે, અને આની ભાન પણ માણસ ને હોતી નથી. માણસ ને આખરે ખ્યાલ આવે છે કે બસ, હવે આ ખૌશી અને આ પલ ને વિદાય આપવાનો સમય આવી ગ્યો છે. કદાચ આની કલ્પના માત્ર થી જ માણસ નું રોમ રોમ કંપિત થઈ ઊઠે છે. જીવન ની અંદર બેચેની અને વિરહ ના વાદળો જાણે કે કોઈ દુશ્મની નિભાવી રહ્યા હોય એવું લાગે છે. વિરહ ના એ અપાર સમુદ્ર અને લાગણીઓને જંજોવતું એ તોફાન માણસ ના જીવન માં ક્યારે આવી જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. સમય ના આ ઘાવ ને રૂજવવા કદાચ સમય પણ પોતાની ગતિ ધીમી બનાવી નાખે છે. જીવનની એ યાદો અને સ્મરણો હ્રદય માં સ્થાન જમાવી બેસે છે. માણસ ઈચ્છતો હોવા છતાં પણ આ સ્મરણો અને યાદો ને ભુલાવી શકતો નથી, કારણ કે આજ યાદો અને સ્મરણો માણસ ના જીવન નો એક અમૂલ્ય પલ બનીને જીવન ના કોઈ ખૂણા માં કંડોરાઇ જાઈ છે. આ વિરહ ની વેદના અલગ અલગ સંબધોમાં જુદી જુદી થતી હોય છે. આ જ વેદના માણસ ના હ્રદય ને પિગળાવી અશ્રુ રૂપી બહાર આવે છે.

મિત્રતા ની અંદર પણ કઇંક આવીજ યાદો અને આવાજ સ્મરણો જીવન નો એક યાદગાર હિસ્સો બનીને રહી જાય છે. કદાચ જીવન નું ઉદાહરણ જ મિત્રતા છે. મિત્રો સાથે વિતાવેલી એ પળો, એ યાદગાર કિસ્સાઓ, એ નિસ્વાર્થ હસી –મજાક, કદાચ આનું નામ જ જીવન છે. મિત્રો સાથે વિતાવેલી એ એક એક પળ સોનેરી બનીને રહી જાય છે. અને જીવન માં ક્યાંક કોઈ એક ખૂણા માં કંડારાઈ જાય છે. કદાચ મિત્ર ની વ્યાખ્યા તો ના આપી શકાય પણ સુખ નો સરવાળો અને દુખનો ભંગાકાર તેનું નામ એટલે મિત્ર. એ દરેક પળ જે મિત્રો સાથે વિતાવી, એ જગ્યા જ્યાં વર્ષો સુધી બેસ્યા, આજે એ સમય ફરી યાદ આવે છે, ત્યારે જીવન અશ્રુ થી છ્લકાય જાય છે. અને એજ લાગણી ભર્યા આંશું આજે જીવન ને તરબોળ બનાવી નાખે છે. કદાચ એ સમય જીવન માં પાછો આવી જાય, કદાચ એ પાછળ છૂટેલી એ જિંદગી મને ફરી મળી જાય, પરંતુ નહીં ; આ કિસ્મત ને કાઇંક અલગ જ મંજૂર છે.

મિત્રતા એક એવો સંબંધ છે જ્યાં ના કોઈ જ્ઞાતી ધર્મ ના ભેદ કે ના કોઈ ઊંચ નીચ ની રેખા. મિત્રતા એ એક નિસ્વાર્થ સંબંધ છે. જે જીવન નો એક અમૂલ્ય હિસ્સો બની જાય છે. શાળા કે કોલેજોની અંદર બનતી એ મિત્રતા કઈક અલગ જ આનંદ ની અનુભૂતિ કરાવે છે. એ મસ્તી ભર્યું હસી અને મિત્રો ની મજાક મસ્તી, એ મિત્રો સહે કરેલો નાસ્તો, મિત્રો સાથે કરેલા પ્રવાસો તેમજ મિત્રો સાથે ની એ કામની ધગજ, જે જીવન માં આજે ઘણું બધુ શીખવી જાય છે. ઈશ્વર પણ આવી મિત્રતા નો આનંદ માણવા સ્વર્ગ છોડી ધરતી પર આવી જાય છે. કદાચ મિત્રતા જ એ સંબંધ હતો જેણે એક સાચા જીવન નો અને જીવન ના સાચા સૂખ નો અનુભવ કરાવ્યો. કદાચ પ્રથમ નજર ના એ પ્રેમ નો અનુભવ પણ શાળા કોલેજોમા જ થાય છે. એ મન ની ચુપ્પી અને મિત્રો ની અધિરાય કાઈક અલગ જ અનુભવ કરાવે છે. આજ મિત્રતા જ્યારે પ્રેમ માં પરિણામે છે ત્યારે જાણે એવું લાગે છે કે જાણે જીવન માં બધુજ મળી ગયું. એ પ્રેમ ની અધિરાય અને તેને પામવાની જીગ્નાશા જીવન નો એક મકસદ બની ને ઊભો રહે છે. પ્રથમ નજર નો એ પ્રેમ જાણે એવું લાગે કે જીવન નું એક મોટું લક્ષ મળી ગયું હોય તેમ લાગે છે. એ એક બીજા સાથે જોયેલા જીવન ના સ્વપ્નો અને તેને પૂરા કરવાની અધીરાઇ માણસ ને એક મોટા લક્ષ તરફ લઈ જાય છે. જિયાવાન ના અમૂલ્ય હિસ્સાઓ મિત્રતા અને એ પ્રથમ નજર નો પ્રેમ કદાચ માણસ ને ક્યારેય ભૂલતા નથી.

આ બધાની વચ્ચે એક બીજા થી જુદા થવાનો સમય ક્યારે આવી ને ઊભો રહે છે તેની ભનક પણ માણસ ને લગતી નથી. ત્યારે આવા વિરહ ની કલ્પના પણ કેમ કરવી. કદાચ જીવન નો સૌથી મુશ્કિલ આ જ હોય છે કે જ્યારે એક મિત્ર બીજા મિત્ર થી અને એક પ્રેમિકા એક પ્રેમી થી અલગ થતાં હોય છે. સમય ને થંભાવી દેતી અને ઈશ્વર ને પણ રોવા મજબૂર કરી દેતી એ ઘડી જીવન માં ક્યારે આવી જાય છે તેનો ખ્યાલ પણ રહેતો નથી. શું આટલી જ હતી ખુશી ? જેની સાથે વર્ષો વિત્યા જેણે પ્રેમ ની અનુભૂતિ કરવી એ મિત્ર થી છૂટા પાડવાનો સમય આવી ગયો છે ? આવા વિરહ ની કલ્પના માત્ર માણસ ને તરબોળ અને તહેસ-નહેસ કરી મૂકે છે. ખબર નહીં પછીતો ક્યારે મળીશું ; કોને કહેશું એ સૂખા દુખા ની વાતો ? દુખ માં કોણ ખ્ંભો આપી ને સાથે ઉભસે ? ત્યારે બધીજ લાગણી અને સ્વપ્નો માત્ર આંશું દ્વારા જ વ્યક્ત થતાં હોય છે.

એ પ્રેમિકા કે જેણે આટલા વર્ષો સુધી પ્રેમ કર્યો જેની સાથે જીવન વિતાવવાનો નિર્ણય કર્યો, જેણે જીવન નો હમસફર બનાવવાનો નિર્ણય કર્યો એ દૂર જશે તો આ દિલ ની હાલત શું થશે ? કોણ સહારો આપશે ? કોણ સમજાવશે આ દિલ ને ? એ તારી એક હસી, એ સ્નેહ ભર્યો સ્પર્શ અને એ સુખની ક્ષણો શું આટલી જ હતી ?. એક પ્રેમિકા અને એક પ્રેમી જ્યારે એક બીજા થી વિદાય લેતા હોય ત્યારે કદાચ પવન પણ બે ઘડી થંભી જાય, અને એ સમય પ કદાચ રોકાય જાય. એક બીજાને આપેલા એ વચનો શું એક પળ માં ઢોલાઇ ગયા ? શું માત્ર આટલા સુધી જ સાથ હતો ? વિરહ ની એ વેળા ને જોતાં તો જાણે એમ લાગે કે બસ, જીવન નો આજ પૂર્ણવિરામ છે. ત્યારે તો એવા જીવન ની કલ્પના પણ ના થાય જેમાં એ પ્રેમિકા ની ખામી હોય. કદાચ આવા જીવન ની કલ્પના માત્ર માણસ ને હાસમચાવી નાખે છે. બે પ્રેમીઓ કે જેણે સાથે જીવન વિતાવવાના વચનો લીધા હોય, જેણે સુખ દુખ વહેચવાનો નિર્ણય લીધો હોય અને ત્યારેજ સમય આવી ને ઊભો વિદાય લેવાનો, તો ત્યારે એ બે દિલ ની હાલત શું થતી હશે ?કેમ વિદાય લેવી એક બીજા થી ?કેમ કહેવું કે હવે નહીં મળીએ, ત્યારે સાથે જીવવાના એ સ્વપ્ન માં આ પ્રેમ પણ એક સ્વપ્ન બની ને રહી જાય છે. આવા સમયે જીવન પણ વ્યર્થ લાગવા માંડેછે. એવું લાગે કે જાણે ખુશીઓએ મો ફેરવી લીધું હોય, ત્યારે આવી પરિસ્થિતિઓ માં જાણે કે જીવન નો અંત આવી ગયો હોય અને ત્યારે જીવન નો મકસદ શૂન્ય થતો લાગે છે. આવા સમયે માત્ર એટલોજ વિચાર આવે કે ધરતી ફાટે અને તેમાં સમય જઈએ. એને વિદાય કેમ આપવી સ્વાસ હતો ! એનાથી દૂર કેમ થવું જેને જીવન માન્યુ? શું આવા હશે વિધિના વિધાન?શું આનું નામ જ હાશે જીવન?શું પ્રેમ કરવાનું પરિણામ માત્ર વિરહ અને આશુ છે. ?ત્યારે ઈશ્વર ને કહેવાનું મન થાય કે શા માટે બનાવ્યો પ્રેમ?શા માટે જગાવી લાગણી બે દિલ વચ્ચે ? જો પ્રેમ જ બનાવવો હતો તો પછી પ્રેમ ની આટલી પરીક્ષા શ માટે?આ વિરહ ની વેળા એ જીવન તો જાણે કે પાનખર બની ગયું હોય તેમ લાગે છે. જેમાં સંસાર જાણે કે સૂકા પર્ણ ની જેમ નિસ્ક્રિય બની ને રહી જાય છે. લક્ષ્ય કે જે સામે દેખાતું હતું એ ત્યારે જંખું દેખાવા લાગે છે અને જીવન, બસ માત્ર પૂર્ણતા ખાતર જીવતા હોય તેવું લાગે છે. કેમ દૂર કરવી એની યાદો ! કેમ ભૂલવો એ પ્રેમ ને ? ખુશીઓ તો જાણે કે ક્યાંક ખોવાઇ જ ગઈ હોય!!. હર પલ હર ઘડી એનો ચહેરો અને માત્ર એની જ યાદો. આજે આશું રોકાતા નથી એ પલ ને યાદ કરતાં જ્યારે આપણે સાથે હતા. જીવન ની એ ઘડી ક્યારે પૂરી થઈ ગઈ તેનો તો ખ્યાલ જ ના રહ્યો. કલ્પના પણ નહોતી કરી જેની એ સમય આજે પાસે આવી ને ઉભો રહ્યો છે ત્યારે શું બોલવું અને શું ના બોલવું. કદાચ આ બધાની સાથે જાણે કે શબ્દોએ પણ મૌન ધારણ કર્યું હોય તેમ લાગે છે. આ વિરહ ની વેળા એવું લાગે છે કે જાણે પ્રાણ શરીર છોડી રહ્યા હોય ત્યારે જીવન માત્ર એક મુર્તિ કે પછી પ્રતિબિંબ બની ને રહી જાય છે. જીવન જે માત્ર અવધિ પૂર્ણ કરવા જીવાતું હોય તેમ લાગે છે, જેમાં નથી કોઈ સ્વાસ કે નથી કોઈ લક્ષ્ય. જીવન ની બધી ખુશીઓ માત્ર એક ઘટના બની ને રહી જાય છે અને જીવન ની આવી ઘટનાઓ મનુષ્ય ના જિવન ના કોઈ એક ખૂણા માં હમ્મેશા માટે કંડારાઈ જાય છે.

વિદાય ની આવી ઘડીઓ માણસ ના જીવન માં આવે છે ત્યારે માણસ માત્ર યાદો થકી જ જીવન જીવે છે. કદાચ આવા વિરહ ની ઘડીઑ જ માણસ નાતે સૌથી દુખદાઈ નીવડે છે. એવું લાગે કે જાણે શાંત સમુંદર ની અંદર વિશાળ લહેરો ઉઠી અને બધુ તહેસ નહેસ કરીને જતી રહી. જિંદગી જાણે કે અધવચ્ચે મૂકી ને જતી રહી હીય તેમ લાગે છે. વિદાય ની આવી ઘડીઑ માણસ ને ભાંગી અને ભૂકો કરી નાખે છે, માણસ ને એવો પછાડે છે કે માણસ ઊભા થવાની કલ્પના પણ કરી શકતો નથી. કદાચ આવા સમયે કહેવાનું મન થાય કે જીવન માં જે સમય મળ્યો છે એને ભરપૂર જીવી લેજો, તેને માની લેજો. કારણ કે જીવન ક્યારે અટકી જાય અને સમય કેવી લીલા રચે એનો કશું ખ્યાલ હોતો નથી, અને કદાચ જીવન નો સાચો અર્થ જ આ છે. સૂખ અને દુખ ની અનેક ઘડીઓ મિત્ર અને પ્રેમ ની યાદ આપવાથી રહે છે. કદાચ એ વ્યક્તિ ભાગ્યશાળી હશે જેના જીવન માં પ્રેમ અને મિત્રતા જેવા અમૂલ્ય રત્નો મળ્યા છે. જરૂર વ્ચે માત્ર તેને ઓળખવાની, તેની કદર કરવાની અને તેને જીવન માં સાચવી રાખવાની.

***

બીજા રસપ્રદ વિકલ્પો