ન જન્મેલી બહેનનું વ્હાલ... Jigar Rajapara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ન જન્મેલી બહેનનું વ્હાલ...

ન જન્મેલી બહેનનું વ્હાલ...

-જીગર રાજપરા..

jigs4609@gmail.com

અનુક્રમ

 • ન જન્મેલી બહેનનું વ્હાલ...
 • દોસ્તી....
 • varta 1

  ☆ન જન્મેલી બહેનનું વ્હાલ...

  હોસ્પિટલની દોડધામથી થાકીને દસેક વાગ્યાની આસપાસ હુ ઘરે પહોંચ્યો.નાહીને લાંબો થયો ઉંઘ ક્યારે આવી ખબર જ ના રહી.

  પવનની એક લહેરકી આવી અને બારીના અથડાવાનો અવાજ સંભળાયો ને મારી આંખ ખુલી. લાઈટ ઑન કરી જોયું તો બારી બંધ હતી.ઘડીયાળમાં બે વાગ્યા હતા...અરે આ હું શું જોઉ છું ..? બેડરૂમમાં ચોતરફ લોહીનાં ધાબા. .. આખોયે રૂમ લોહીથી ખરડાયેલો હતો...હજુ હુ કંઈ વિચારું ત્યા એક ખુણામાં પ્રકાશ થયો વિજળીનાં ચમકારા જેવો અને એક કોમળ ફુલ જેવી બાળકી પ્રગટ થઈ..અને મારી નજીક આવીને ઉભી રહી...

  ક...ક...કોણ છે તુ..? અહ્યા શું કરે છે....? અને આ બધું શું છે..? ગભરામણમાં બધાજ સવાલ એક સાથે પુછી નાખ્યા. ..

  પપ્પા હુ તમારી દિકરી. ..સોરી તમારી ન જન્મેલી દિકરી...

  શું ...?( ગભરામણમાં મારાથી આટલુજ બોલાયું )

  હા પપ્પા હું તમારી દીકરી આજે મમ્મીનું અબોર્શન કરાવી જે દીકરીને મારવી નાખી એ દીકરી.આ લોહી મારું છે.જયારે ડોક્ટર મારા હાથ પગ કાપીને અલગ કરતા હતા ત્યારે જે લોહી ઉડ્યું હતું એ લોહી....

  (મારામાં બોલવાની હિંમત જ નહોતી આ બધું જોયા અને સાંભળ્યા પછી )

  પપ્પા જયારે હું ગર્ભમાં હતી ત્યારે જેમ તમે સપના જોયા હતા એમ મેં પણ સપના જોયા હતા.ફર્ક માત્ર એટલોજ કે તમે એક દીકરાના સપના જોયા હતા અને મેં માતાપિતાના. પણ તમારા માટે તો હું એક માંસનો લોથડોજ સાબિત થઈ.

  પપ્પા હું અહ્યા તમને કોઈ સવાલ પૂછવા નથી આવી કે કેમ મને મારી નાખી.પણ એટલું જરૂર કહીશ કે આમાં મારો કોઈ વાંક નથી.

  પપ્પા. ભઈલો આવે ને ત્યારે એની નાં જન્મેલી બેનનું વ્હાલ આપજો.

  (બસ આટલું કહ્યું અને ફરી એક વીજળીના ચમકારા જેવો પ્રકાશ થયો અને એ અદ્રશ્ય થઇ.)

  પણ હું તો હજુ એના શબ્દો સાંભળતો હતો.મેં મારી ખુશી માટે એક નિર્દોષનો જીવ લઇ લીધો?હજીએ હું પશ્ચાતાપની આગમાં સળગી રહ્યો છું. .....

  -જીગર રાજપરા

  email - jigs4609@gmail.com


  Varta 2

  દોસ્તી....

  ફાટેલા ટુટેલા કપડા છે. વાળ દાઢી વધેલા છે.કેટલા દિવસ પેહલા નાહ્યો હશે કંઈ ખબર ના પડે એવો મેલોઘેલો અને ચુપચાપ સડકના કિનારે બેઠો એક માણસ.....

  હા....એ માણસ હતો અશ્વિન. .... આ એ જ અશ્વિન હતો જે એક સુખી બ્રાહ્મણ કુટુંબમાં જનમ્યો હતો......બાર સુધીનુ ભણતર પુરુ કરી ગોરપદુ ધારણ કર્યું....બાપુજી પણ ગોરપદુ જ કરતા એટલે આ જ્ઞાન તો વારસાગત જ મળેલું. ...

  એકવીસ વર્ષની વયે લગ્ન કરી લીધા.લગ્નના દોઢેક વર્ષ બાદ ઘર એક બાળકના કીલકીલાટથી ગુંજી ઉઠ્યું.

  ગૌરીશંકર (અશ્વિન ના બાપુજી) દાદા બન્યાને એક વર્ષમાં જ એમનુ નિધન થયુ અને ઘરનો કારભાર અશ્વિનની માથે આવ્યો...અશ્વિન ગોરપદામા સારો એવો નિષ્ણાંત અને વારસાઈ મા મળેલી થોડી જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે...

  લગ્નના છ વર્ષના સુખી સંસારમાં અચાનક એક વળાંક આવ્યો...અશ્વિનની પત્ની બીમાર રેહવા લાગી...શહેરમાં સારા ડોક્રટર પાસે રીપોર્ટ કરાવ્યાં...તો...આ શું...? બ્લડ કેન્સર. ...

  અશ્વિનની માથે તો જાણે આભ જ ટુટી પડ્યું. .કોઈપણ હદે એ પત્નીને ખોવા નહોતો માંગતો...એટલે જ સારવારના ખર્ચમા...વારસાઈમા મળેલ જમીન, બધા જ ઘરેણા વેચીને સારવાર કરાવી તો યે પત્નીએ સાથ છોડ્યો...ને અશ્વિન સાવ ભાંગી પડ્યો..

  ચાર વર્ષના દિકરાનો બાપ છે..સુખી સંસાર હતો અને આમ અચાનક આ ઘટના અશ્વિનથી સહનના થઈ. ન તો કોઈ સંભાળવા વાળુ હતુ ન તો કંઈ વધ્યુ હતુ. હતુ એ બધુંજ પત્નીની સારવારમા ખર્ચી નાખ્યુ હતુ.

  દિકરો ગામમાં આમતેમ ભટકી કોઈ ખાવાનુ આપે એ ખાઈને રખડતા રમતા દિવસો પસાર કરવા લાગ્યો અને અશ્વિન દિવસ રાત બસ ગુમસુમ બેસી રહે છે ન તો ખાવાનુ ભાન, ન તો સુવાનું ભાન બસ જ્યા બેસી જાય ત્યાં જ બેસી રહે ચુપચાપ..

  આજ પણ ચુપચાપ સડકના કિનારે બેઠો હતો સાંજ નો સમય હતો.ઝાંખુ ઝાંખુ અંજવાળુ હતુ...ત્યા એક કાર અશ્વિનની બાજુમાં આવી ઉભી રહી.કાર ચલાવનાર વ્યક્તિ અશ્વિનને પુછે છે...ભાઈ..આ ગૌરીશંકર દાદાનુ ઘર ક્યા આવ્યું..?

  અશ્વિન આમતો પત્નીના ગયા પછી કાંઈ બોલતો જ નહોતો પણ બાપુજીનુ નામ આવ્યુ એટલે જવાબ આપ્યો...કેમ તમારે એમનું શું કામ પડ્યુ..?

  ના ના મારે ગૌરીશંકર દાદાનુ કામ નથી.મારે તો એમના દિકરા અશ્વિનને મળવુ છે.અમે શહેરમાં સાથે ભણતા..મારો પાક્કો દોસ્તાર છે અશ્વિન. ..હુ ભણવા માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો.દસ વર્ષે આજ ભારત આવ્યો છું. (મિત્રને મળવા અધીરા થયેલા કમલેશે એક જ શ્વાસમા બધુ કહી દિધુ...)

  (અશ્વિન ઓળખી જાય છે. પેહલા તો હરખમાં આવી જાય છે .પછી પોતાની હાલત પર નજર નાખે છે અને વિચારે છે ક્યાં આ સુટ બુટ કારમાં ફરવા વાળો કમલેશ શેઠ અને ક્યાં હું મેલોઘેલો ગરીબ ...કદાચ એ મારી હાલત જોઈ મારી દોસ્તી ના સ્વીકારે એના કરતા તો મારે એને આ વાત કરવી જ ના જોઈએ મને યાદ તો કરશે એ હુ નહી મળુ તો....)

  અરે ભાઈ એ તો ઘણા સમયથી શહેરમાં રેહવા ચાલ્યા ગયા છે... શહેરમાં ગયા પછી કાંઈ ખબર નથી...

  કમલેશનો હરખાતો ચેહરો તરતજ ઉદાસ થઈ જાય છે આંખોમા ઝળઝળીયા આવી જાય છે....આભાર કહી હજુ કાર સ્ટાર્ટ કરતોજ હોય છે ત્યાં એક શબ્દ કાને અથડાય છે "આવજે જાડીયા..."

  આ એ જ શબ્દો હતા...જે સ્કુલમાંથી છુટ્ટા પડતી વખતે રોજે અશ્વિન કમલેશને કેહતો હતો....કમલેશને હર્ષનો પાર નથી રેહતો..કઈ વિચાર્યા વગર અશ્વિનને ભેટી પડે છે.......

  -જીગર રાજપરા..

  email id- jigs4609@gmail.com