Filing - samje je premni bhasha books and stories free download online pdf in Gujarati

ફીલિંગ્સ - સમજે જે પ્રેમની ભાષા.!!!

ફીલિંગ્સ - સમજે જે પ્રેમની ભાષા. !!!

પહેલી વાત મને કોઈ દિવસ પ્રેમની સાચી વ્યાખ્યા આવડી જ નહિ. “પ્રેમ (love હો) કઈ સમજવાની ચીઝ નહિ, તે તો માત્ર ફિલ કરવાની ફીલિંગ્સ છે”…આ વાક્ય સૌએ સાંભળ્યું હશે, મેં પણ સાંભળ્યું છે. આજે આપણે કોઈ લાંબી લવ સ્ટોરીની મુસાફરી નહિ કરીએ, પહેલીવાર ડિબેટ થશે – પ્રેમ પર, ફીલિંગ્સ પર અને હા આ મારા મંતવ્ય છે કોઈએ પર્સનલી ના લઈ લેવું.

“યાદોની વણઝારમાં આપ આવીને વસ્યા,

જાણે વર્તમાનની પળોમાંથી અમે તો ખસ્યા.

અંતર-અંતર વચ્ચે નહિ અંતર,

જાણી જોઈને નયન અમારા હસ્યા.

તમે નજદીક આવતા અમે થોડા ખસ્યા,

નજદીક બેસી તમે પણ થોડું હસ્યાં.

અપેક્ષાના વાદળોમાં ચરણ અમારા ડગ્યા,

ખરેખર અમારા હોવા છતાં તમે અમારા ન થયા.

તમારી શેરીમાં આવતા કૂતરા અમારા પર ભસ્યા,

પતલી ગલી પકડી અમે પણ ત્યાંથી ખસ્યા.

પાછળની શેરીએ આવીને તમે અમને જોયા,

તમને જોઈ આવરણ અમે અમારા ખોયા.

નજદીક આવીને તમે નયનના તીરે કઇક બોલ્યા,

સાંભળી તમારી વાતો સાતમા આસમાને અમે ડોલ્યા.

તિર તમારા નયનના દિલમાં અમારા પણ વાગ્યા,

લોહી નીકળે તે પહેલાં સપનામાંથી અમે જાગ્યા.

અજીબ ખુશી હતી અમારા ચહેરા પર જાણે,

આવું કહી મમ્મી અમારા પર હસ્યાં.

આટલી વેદના સહી પણ કહે હજી ‘મેહુલ’

તમે અને માત્ર તમે જ દિલમાં અમારા વસ્યા. -મેહુલ

આ કવિતા કહો કે મારી ફીલિંગ્સ, બે વર્ષ પહેલાં મેં આની રચના કરી હતી. ત્યારે કદાચ મને સપના આવતા જ નહિ, પૂર્તિમાં એક લેખ વાંચ્યો અને ભૂત ચડી ગયું કવિ બનવાનું. જો કે આઠ દસ પછી એ કવિ જૂનાગઢની પરિક્રમા કરવા ચાલ્યા ગયા અને હજી સુઘી પાછા નહિ આવ્યા.

આ કવિતા મને સૌથી વધુ પસંદ છે અને ‘સફરમાં મળેલ હમસફર’ના સાતમા ભાગમાં આનો ઉલ્લેખ પણ કર્યો છે કારણ કે આ કવિતા, ના તો મેં કોઈને યાદ કરીને લખી હતી અને ના તો કોઈને આપવાના હેતુથી લખી હતી. એટલા માટે જ જ્યારે હું આ કવિતા વાંચું છું ત્યારે મને ન સમજી શકીએ તેવી ફીલિંગ્સ આવે છે.

‘ હું કોઈને પ્રેમ કરું છું’ કહેવું સરળ છે અને ‘તે મને પ્રેમ કરે છે’ કહેવું તેનાથી સરળ છે. હું પણ કોલેજમાં આવું જ કરું હો…જ્યારે કોઈ અજાણ્યો છોકરો મારી સાથે વાતો કરતી છોકરી વિશે પૂછે તો હું એમ જ કહું છું કે અમે બંનેના પ્રેમમાં છીએ, ભલેને પછી એક બુક બદલવા જ તે છોકરીએ મારી સાથે વાતો કરતી હોય. હવે પ્રેમ પર પ્રકાશ ફેંકીએ, સૉરી સાચા પ્રેમ પર પ્રકાશ ફેંકીએ.

મારો એક દોસ્ત, મારા કલાસમાં અભ્યાસ કરતી છોકરીના પ્રેમમાં પડ્યો…મારો સ્વભાવ એવો હતો કે હું છોકરીઓ સાથે પણ છોકરા જેવું જ વર્તન કરતો(મને ખબર ન હતી કે તેઓની સાથે મીઠી વાતો કરવાથી આપણો જ ફાયદો થાય છે!!!) …મને તો બસ વાતો કરવાની મજા આવતી…હવે મારો દોસ્ત, તે છોકરી અને હું એમ ત્રણ લોકોનું ગ્રુપ બની ગયું…. બસમાં સાથે અપ-ડાઉન કરતા તો વાતો પણ વધારે થતી…અને હું ખુશ હતો કારણ કે તે બંને નજીક આવી રહ્યા હતા…ક્યારેક તે છોકરી મારી પાસેની સીટ પર આવીને બેસી હોય તો હું મારા દોસ્ત માટે ખુશી ખુશી પોતાની સિટનું બલિદાન કરતો. હવે આવ્યો ટ્વિસ્ટ…તે છોકરી મારા સાથે ખુલ્લીને વાતો કરવા લાગી પણ મારા દોસ્તે એક દિવસ મને કહ્યું. “યાર મેહુલ તું છોકરીઓ સાથે વાતો કરતા શીખને હવે. ” મેં કારણ પૂછ્યું તો તેણે કહ્યું “તે છોકરી એમ કહે છે કે મેહુલ કેટલી રુડલી વાતો કરે છે. ”પછી ઘણી બધી ચર્ચા થઈ... અને અંતે મેં તે છોકરીને એકાંતમાં પૂછ્યું તો તેણે કહ્યું “ના મેં તો એવું કંઈ કહ્યું જ નહિ!!!. ” વાત એમ હતી કે અમારા ભાઈને હું તે છોકરી સાથે વાતો કરું તે પસંદ ન હતું, …હું વધુ ખુશ થયો કારણ કે મારા દોસ્તને તે છોકરી માટે ફીલિંગ્સ વધી રહી હતી.

પણ વાત એમ છે કે શું તમે જેને પ્રેમ કરો છો તેને બીજા કોઈની સાથે જોઈને જલસ થવું જ પડે?. હું નહિ માનતો…આપણે સામેના પક્ષથી હોનેસ્ટી ઈચ્છીએ પણ આપણે કેટલા પ્રામાણિક છીએ?(હું તો નથી હો!!!) તે આપણે નહિ જોતા…હવે સસ્પેન્સ ખોલીએ…મારા દોસ્ત સાથે કોઈ પણ છોકરી સારી રીતે વાતો કરે તો તેને તે છોકરી સાથે પ્રેમ થઈ જ જાય.. 100%.. હો... અને એટલે જ એક મહિનામાં તે 4-5 GF બદલી લે છે…હસવાની વાત તો એ છે હજી સુધીમાં મારા દોસ્તે એક પણ છોકરીને પ્રપોઝ નહિ માર્યો…સામેનો પક્ષ આપણને પસંદ આવે તેવી જ બધી વાતો કહે તે તો શક્ય નહિ ને?…તેથી જે કોઈ મારા દોસ્ત સાથે સારી રીતે વાતો ન કરે તો… જાતે જ તેને રિજેક્ટ કરી દે.

તો શું સારી સારી વાતો થાય ત્યાં સુધી જ પ્રેમ રહે છે?.. પછી એ પણ જૂનાગઢ ચાલ્યો જાય છે? જવાબ આપો આમ વાંચ્યા શું કરો છો??

***

બીજું ઉદાહરણ,

મારો બીજો દોસ્ત, …. std-12th માં એક છોકરીને પ્રેમ કરતો થયો અને સદનસીબે તે છોકરી પાંચ વર્ષથી મને ઓળખતી... ટૂંકમાં કહું તો તે બંનેનું સેટિંગ કરાવવામાં આપણો જ હાથ હતો(અભિમાન નહિ કરતો હો!!)…અઢી વર્ષ તે બંને વચ્ચે એટલા સારા સંબંધ રહ્યા કે લગ્નની કસમ પણ લઈ લીધી. પછી ઓચિંતા એક દિવસ બંનેએ બ્રેકઅપ…. !!!

મેં પણ છુટા થવાનું કારણ પૂછવાની કોશિશ ન કરી…સમજાવ્યા બંનેને.. પણ તે છોકરી એકની બે ન થયી…. પાછળથી કારણ એવું જાણવા મળ્યું કે છોકરી છોકરાથી કંટાળી ગયી હતી…આતો તેના જેવું જ થયું ને ચાસણીમાં જ કીડા પડે…અતિશયોક્તિને કારણે તે છોકરીએ આવુ કર્યું હતું, જ્યારે છોકરાની ભૂલ જ ન હતી…તો શું સતત સારી વાતો થવાથી પણ કંટાળી જવાય?

આતો બે જ કિસ્સા હતા, અને તમે જોઈ લેજો જ્યાં કોઈ છુટા પડ્યા હોય ત્યાંથી આવા નાના-મોટા કારણો મળી જ રહેશે…તમે સાંભળ્યું કોઈ રોજ રાત્રે લડી-જગડીને કાલે છુટા થઈ જાય છે?, સાથે રહેવુ હોય તો ત્યાં છુટા પડવાની વાત જ નહીં આવે.

હવે ત્રીજો કિસ્સો મારો પોતાનો જ…પહેલા કહી દઉં મને કોઈ દિવસ સાચો પ્રેમ નહિ થયો, હા સાચા પ્રેમને સમજી શકું. એટલે જ આપણે નક્કી કર્યું છે, આપણે પ્રેમ ના કરાય, પ્રેમની વાતો જ કરાય, ટ્રાય કરાય હો. !!!

આમ તો સમય સાથે માણસ બદલાય છે અને તેના બોલાયેલા શબ્દો પણ બદલાય જ છે અને હું તે સ્વીકારું છું.. અને એક રીતે મને ભોળાનાથ તરફથી સારી ભેટ મળી છે.. હું અત્યારે બધું જ સ્વીકારું છું.. કોઈ સારું બોલે તે પણ અને ના બોલે તે પણ અને આવી સમજ મને એક વર્ષથી જ આવી છે, કારણ કે એક વર્ષ પહેલાનો મેહુલ ખૂબ જ બોલતો, ખૂબ જ હસી મજાક કરતો. સૌને હસાવતો અને પોતે રડીને સૌને રડાવતો... પણ કહ્યું ને સમય સાથે બધું બદલાય…અત્યારે હું તટસ્થ છું… ન્યુટ્રલ ગિયરમાં, ન આગળ ચાલે કે ન પાછળ ચાલે…ખૂબ જ તારીફ થઈ ગયી નહિ મારી…હાહાહા.. આવો તો મળીયે પાંચ વર્ષ પહેલાના મેહુલને.

ધોરણ બાર, ઉદાહરણ 2 વાળો દોસ્ત તે છોકરીને પ્રેમ કરતો થયો, નાદાનીમાં આપણે પણ એક છોકરી પસંદ કરી…માત્ર ઓપોઝિટ એટ્રેકશન હો. ના તો પ્રેમ હતો, ના તો સમજણ.. માત્ર દોસ્ત કોઈ છોકરી પટાવે તો આપણે પણ પટાવવાની જ. છ મહિના ઈમ્પ્રેસ કરવાની ઘણી કોશિશ કરી.. …પણ આપણી હરકતો નાદાની ભરી હતી કે સૌ નાનું બાળક જ સમજતા.

દિવાળીના વેકેશન સુધીમાં ત્રણ વાર તે છોકરીને પ્રપોઝ માર્યો…હાહાહા.. (હસવું આવી ગયું). ત્રણ પ્રપોઝમાં કઇ નહિ માત્ર ત્રણ વાક્ય આપણા થી બોલાયા “ફ્રેન્ડશિપ કરવી હોય તો કાલે જવાબ આપજે. ” “તે જવાબ ન આપ્યો. ”.. ત્રીજું વાક્ય પણ આપણે ભૂલી ગયા છીએ પણ ત્રણેય જવાબ હજી યાદ છે “માર ખાવો છે?” “સરને કહી દઈશ” “હવે તો સરને કહી જ દઈશ. ” છેલ્લું વાક્ય સાંભળી પછીના દિવસે કલાસમાં આપણી ગેરહાજરી…હાહાહા…અને જાણવા જેવી વાત તો એ હતી કે તેના જન્મદિવસના આગળના દિવસે જ આપણો છેલ્લો પ્રપોઝ હતો.

દિવાળીના વેકેશન પછી નવો જ મેહુલ અસ્તિત્વમાં આવ્યો-ભણેશ્વરી મેહુલ…એટલું ભણ્યો કે પુરી સ્કૂલમાં પ્રથમ આવ્યો. બોર્ડના છેલ્લા પેપરમાં તે છોકરીએ મેહુલ(મારી) સાથે વાત કરી.. આહ.. હજી કાનમાં ગુંજે છે…. વાત કઈક આમ હતી “મેહુલ રિદ્ધિ (ક્લાસની બીજી છોકરી) તને પ્રેમ કરે છે અને તેણે મને કહ્યું હતું કે તું મેહુલ સાથે ફ્રેન્ડશીપ ના કરતી નહીંતર હું જીવી નહિ શકું. ” લાગ્યુ હું કોઈ ‘પ્યાર તુને ક્યાં કિયા’ નો એપિસોડ જ જોઈ રહ્યો છું. અને અંતે???... અંતે તે છોકરીને કલાસના બીજા છોકરાએ પ્રપોઝ કર્યો અને…. અને તે છોકરીએ હા પાડી દીધી. “અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા” વાળી ફીલિંગ્સ આવવાની જ હતી.. હાહાહા..

જો કે એક મહિના પછી તે છોકરો આપણને ઘરે આવી કહી ગયો કે “ભાઇ, તું ખુશ નસીબ છો, અઠવાડિયે મળવાના બહાને ₹1000-1500 નો ખર્ચો કરાવે છે, એતો મળવા આવે, મળવા તેની બહેનને પણ લાવે અને બહેનની બહેનપણીને પણ લાવે” આપણને “હનુમાન ચાલીસા યાદ આવી ગયી. ” અને હનુમાન દાદાનો દિલથી આભાર માન્યો. રૂપિયા મહત્વના નહી પણ તે છોકરી પોતાના સ્વાર્થ માટે જ ડેટ કરી રહી હતી અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય. બસ ત્યારથી આપણે ભોળાનાથના ભક્ત થઈ ગયા…હાહાહા.

મારુ (અત્યારના મેહુલનું) માનવું એવું છે પ્રેમ માટે રૂપિયા, રૂપ, ભાષા, .. etc.. etc.. જે કઇ છોકરી યા છોકરો પટાવવા માટેના સાધનો છે તે જરૂરી નથી, માત્ર બંને વ્યક્તિ સાચા હોવા જોઈએ…..

હવે પછીની વાતો થોડી ગંભીર છે ધ્યાનમાં ન લેતા,

તો શું થયું તું સૌની સાથે વાતો કરે છો?, તો શું થયું તું મારી સાથે હદ બહારની વાતો કરે છો?તો શું થયું તારો ચહેરો આકર્ષક નહિ?, તો શું થયું તારી પાસે ફાઈવ સ્ટાર હોટેલમાં લઇ જવા રૂપિયા નહિ?, અરે તો શું થયું તું વર્ઝીન નહિ?, પ્રેમ શરીર સાથે થાય યા આત્મા સાથે?, એવો પ્રેમ તો બજારમાં……રહેવા દો યાર મને કહેતા શરમ આવે છે.

હું તારી અને તું મારી બધી જ સારી બાબત, નસારી બાબત…સારી ટેવ…નસારી ટેવ…સ્વીકારીને આગળ વધીએ તેને પ્રેમ કહેવાય. આજે મને વાત કરવાની મજા નહિ આવતી તો કોઈ બાત નહિ કાલે કરશુ, એમાં ઝઘડો કરવાની શુ જરૂર? આપણો મૂડ સારો હોય ત્યારે સૌનો મૂડ સારો જ હોય તે જરૂરી તો નહિ ને? કદાચ તે સમયે તેનો મૂડ ખરાબ પણ હોઈ શકે…ત્યારે આપણે જ સમજી જવામાં શાણપણ કહેવાય.

કોઈને સોંગ સાંભળવાની હૉબી હશે, મારી તો હેબીટ છે…60’ થી 70’ વચ્ચેના સોંગ વધારે સાંભળું…જુના છે પણ ફીલિંગ્સ તો તેમાં જ આવે…મેરી ભીગી ભીગી સી…. લિખે જો ખત તુજે…મેરે સામને વાલી ખિડકી મેં…ઉનસે મિલી નજર…તેરે કારણ મેરે સાજન…જેવા ગીતો સાંભળતો સાંભળતો જ હું સ્ટોરી લખતો હોઉં છું…ક્યારેક ગુસ્સો આવે ત્યારે ઉડતા પંજાબનું ટાઇટલ સોંગ, બાઘીનું એંથમ સોંગ.. નાદાન પરિન્દે ઘર આજા.. જો ભી મેં કહના ચાહું…જેવા પાવરફૂલ સોંગ સાંભળું…

પ્રશ્ન એ છે કે હું આ બધા સોંગની ચર્ચા તમારી સાથે કેમ કરું છું.. તો વાત એમ છે કે સોંગ પરથી કેવો મૂડ છે તે જાણી શકાય છે.. અને મૂડ પરથી કેવા સોંગ સાંભળવા તે પણ જાણી જ શકાય છે અને રમત જ મૂડની છે.. આજે મારો મૂડ સારો તો દિવસ સારો.. બધી જ વ્યક્તિ સારી લાગશે અને મૂડ ખરાબ તો…રેવાદ્યો પતી ગયું.

એક દિવસ રાતના અગિયાર વાગ્યે હું બગીચામાં અમસ્તા જ ટહેલતો હતો…આવા સમયે આવાજ ના આવે પણ હું ખુદની સાથે વાતો કરતો હોઉં છું, ઈયરફોન ફોન લગાવી, જુના ગીતોના મધુર રવનો આલ્હાદક અનુભવ લેતો હોઉં…એક પછી એક વિચાર મગજમાંથી પસાર થાય અને જે વિચારને વધુ સમર્થન મળે તેને અમલમાં મુકવાનો નિયમ…તો બે થી ત્રણ ટોપિક મારા નાના મગજમાં આવ્યા…અભ્યાસ, પ્રેમ અને કેરિયર…. મેં પ્રેમ પર ક્લિક કરી….

પ્રેમ કોની સાથે કરવો?? .. જેને આપણે પસંદ કરીએ તેને કે પછી જે આપણને પસંદ કરતું હોય તેને…ઘણાબધા કિસ્સા યાદ કર્યા…એક તરફી પ્રેમના…લવ મેરેજના…એરેન્જ મેરેજના…ઇન્ટર કાસ્ટ મેરેજના. મેં લવ મૅરેજ પર ક્લિક કરી,

હું શા માટે લવ મૅરેજ વિશે વિચારું મને કોઈ દિવસ લવ થયો જ નહિ તો….. આપણું તો નક્કી છે, જેને હું અને મારા મમ્મી-પપ્પા બંને પસંદ કરીયે તેના જોડે જ લગ્ન કરવાના છે. આપણે ક્યાં હતા, હા મેં લવ મૅરેજ પર ક્લીક કરી તો પાછો એક સવાલ સામે આવ્યો, શું મમ્મી-પપ્પા વિરુદ્ધ જઈ લગ્ન કરવામાં આવે તેને જ લવ મૅરેજ કહેવાય?, ના, હું બધા જ પ્રકારના મેરેજને લવ મૅરેજ જ સમજુ છું, કેમ કે જ્યાં પ્રેમ ના હોય તો અંડરસ્ટેન્ડિંગ ના હોય અને જ્યાં અંડરસ્ટેન્ડિંગ ના હોય ત્યાં સાથે રહેવું મુશ્કેલ છે.

આટલું બધું કોણ વિચારે યાર, જેને કંઈ કામ -ધંધો નહિ બસ નવરા જ બેસી રહેવાનું પસંદ કરે છે તેના મગજમાં આવા ખયાલી પુલાવ પાકે. હવે એક છેલ્લી વાત, મારા બધા દોસ્ત મને કહે છે કે “ભઇ, જ્યાં સિગ્નલ સ્ટોપ નું બોર્ડ લગાવ્યું હોય ત્યાં સિંગલ સ્ટોપ વાંચીને તું ઉભો રહી જા છો અને તું એમ સમજે છો કે તું સિંગલ રહી શકીશ?”

આવો તો કોઈ સવાલ હોતો હશે યાર, સિંકોને સિંગલ રહેવું પસંદ હોય?, અને સિંગલ રહેવું એ કંઈ મોટો તો ગૂનો નહિ કે તેની સજા આપવી જોઈએ. હા મારા દોસ્તો જે આ લેખ વાંચશે તેને એટલું જરૂર કહીશ કે “ભઈ, વિટામિન ‘M’ ની કમી હોય તો ત્યાં વિટામિન ‘SHE’ ન મળે, થોડા થોડા મારા ATM માં જમા કરવો તો આગળ વિચારીએ…હાહાહા. ”

સિમ્પલ વાત છે યાર, ઓગણીસ વર્ષના નાના બાળકો જે હજી માંડ માંડ પ્રેમની દુનિયામાં છબછબિયાં કરતા શીખ્યાં હોય, હવે તેને તમે દસ ફૂટના સ્વિમિંગ પુલમાં નાંખો તો એ દુબવાના જ છે, આપણને તો તરતા આવડી ગયું પણ જેને નહિ આવતડતું તેનું શું?, જેમ પાણીમાં ડૂબકી મારી પાણીની અંદર આંખો ખોલો અને જે ગૂંગળામણ અનુભવાય તેવી ગૂંગળામણ મને પ્રેમમાં પડતા થાય એટલે મેં ડૂબકી મારવાનું જ રહેવા દીધું, માત્ર કાંઠે બેસી છબછબિયાં કરવાના અને જે ડૂબતા હોય તેને જોવાના, બચાવવાના નહિ કારણ કે જો આપણે બચાવવા માટે પાણીમાં પડશું તો આપણા દુબવાના ચાન્સ વધુ છે, અને એક વાર જે ડુબ્યુ હોય ને તેને જ તરતા આવડે.

આતો નવરાશના સમયના વિચાર છે ભઈ, જ્યારે વિચાર બદલાશે ત્યારે મંતવ્ય પણ બદલાશે, હવે ક્યારે બદલાશે તે તો કહી ના શકાય, તમે તમારા મંતવ્યો પ્રમાણે ચાલો, પણ હા જેને મારા વિચારો સમજાયા હોય તે ધીમેથી રિવ્યુમાં હાથ ઊંચો કરી દેજો.

અને હા છેલ્લી વાત મને કોઈ દિવસ પ્રેમની સાચી વ્યાખ્યા આવડી જ નહિ હો. “પ્રેમ (love હો) કઈ સમજવાની ચીઝ નહિ , તે તો માત્ર ફિલ કરવાની ફીલિંગ્સ છે”…આ વાક્ય સૌએ સાંભળ્યું હશે, મેં પણ સાંભળ્યું છે.

(પૂર્ણવિરામ)- પર્સનલ ડાયરીમાંથી.

-Mer Mehul

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED