Shorties Ninad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Shorties

લોગઆઉટ

નિનાદ પંડયા

ninadpandya30@gmail.com



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.લોગ આઉટ

૨.ફોન બેટરી

૩.શાયર

૪.બ્રેક અપ

૫.અજનબી હસીના

લોગ આઉટ

ઓફિસમાં બપોરે ૧ઃ૩૦ નો સમય એટલે કે જમતા પેહલાનો એ કંટાળાજનક સમય. એ સમય પસાર કરવા નિશાંતે ફેસબૂક ખોલ્યું. જ્યાં ફેસબુક ખોલ્યું ત્યાં જ તેનું ધ્યાન પેહલી જ પોસ્ટ પર પડયું. એની એક સમયની બેસ્ટ ફ્રેન્ડ અને એના હૃદયની રાણી ખુશ્બૂએ પોસ્ટ કરેલી હતી, “ઈન અ રીલેશનશિપ વિથ અમર દેસાઈ”. આ પોસ્ટ જોઈને નિશાંતના હોશ ઉડી ગયા. જમવાની કે કામ કરવાની કોઈ જ ઈચ્છા ના રહી.

આજથી ૨ વર્ષ પેહલાનાં એ દિવસો એને યાદ આવવા લાગ્યા. ખુશ્બુનો એ ચેહરો, જેને જોતાં જ તે દરેક તકલીફોને ભૂલી જતો અને તેના ચેહરા પર એક મસ્ત સ્માઈલ આવી જતી - એ જ ચેહરો આજે તેને તેની નજર સામે દેખાવા લાગ્યો. પણ આજે એ ચેહરાને જોઈને તેના હોઠ પર સ્મિત આવવાને બદલે આંખોમાં આંસુ આવી ગયા. એક વખત જો પ્રેમની કબુલાત કરી લીધી હોત તો એ પોસ્ટ થોડી વેહલી આવી હોત અને ત્યાં અમર દેસાઈ ને બદલે નિશાંત પારેખ લખ્યું હોત. પણ એ દોસ્તને હંમેશને માટે ખોઈ બેસવાનો દર વચ્ચે આવી ગયો અને પ્રેમ ફક્ત દોસ્તીનું નામ પામીને શમી ગયો. થોડા જ સમયમાં ખુશ્બૂને દુરનાં એક મોટા શહેરમાં જોબ મળી ગઈ અને તે ત્યાં જતી રહી. એ પછી બસ બંને વચ્ચે ક્યારેક ક્યારેક હાઈ-હેલ્લો જેવી વાતો થયા કરતી. ખુશ્બૂને પણ કદાચ નિશાંતની હાલત નો અંદાજ હતો જ એટલે જ એ તેનાથી દુર રેહવાનો પ્રયત્ન કરતી અને ક્યારેક જ બવ ઓછી વાતો કરતી. પણ ૨ વરસ પછી આજે ખુશ્બૂનું એ સ્ટેટસ જોઈને નિશાંત ફરી એ જ નિરાશામાં ધકેલાવા લાગ્યો.

કાયમ હસતો અને હસાવતો નિશાંત એકદમ જ ચુપચાપ અને ખોવાયેલો રેહવા લાગ્યો. બે દિવસ સુધી તો આમ ચાલ્યું પણ પછી એની બાજુમાં બેસતી અને સાથે કામ કરતી એની કલીગ અને એની એક ફ્રેન્ડ દ્રષ્ટિ એ એને પૂછી જ લીધું કે શું આમ મરેલા જેવો થઈ ગયો છે. કેમ કઈ બોલતો નથી. નિશાંતે વાત ટાળવાનો પ્રયત્ન તો કર્યો પણ દ્રષ્ટિનીજીદ સામે અંતે તેને ઝૂકવું જ પડયું અને તેને દ્રષ્ટિ ને બધી વાત કરી. બધી જ વાત સાંભળીને દ્રષ્ટિએ નિશાંતને સમજાવ્યો કે તેને બ્લોક કરી દે પછી એની એક પણ પોસ્ટ નહીં દેખાય કે નહીં એ ક્યારેય યાદ આવે.

નિશાંત ને એની વાત સાચી લાગી અને બસ તે ખુશ્બૂને બ્લોક કરવા જતો જ હતો ત્યાં જ તેણે ખુશ્બૂને આપેલું એક વચન યાદ આવ્યું કે તે ક્યારે પણ ખુશ્બૂને દુખી નહીં થવા દે અને કાયમ હસતી જ રાખશે. જો ખુશ્બૂને બ્લોક કરી દે તો પોતે તો આરામથી ખુશ રહી શકે પણ ખુશ્બૂને એક દોસ્ત તરીકે આપેલા એ વચન નું શું? આજે ખુશ્બૂ મારી સાથે નથી પરંતુ જેની સાથે છે તેની સાથે તો તે ખુબ ખુશ છે તેમ વિચારીને તેણે ફેસબુકમાંથી લોગઆઉટ કર્યું અને પ્રેમમાંથી પણ.(થઈ શક્યું કે નહિ ઈ ખબર નથી પડી.)

ફોન બેટરી

ફોન પર વાતો...

ફોનની બેટરી લગભગ ૩ વખત ઈશારો કરી ચૂકી હતી બેટરી લો હોવાનો, પણ આ તો નિખિલ અને સંજનાની વાતો હતી જે પૂરી થવાનું નામ જ નહોતી લેતી. ત્યાં જ નિખીલે પુછ્‌યું, “સંજુ એક વાત પૂછું? તું મને કેટલો પ્રેમ કરે છે?”

સંજના થોડીવાર મૂંઝાઈ અને નિખિલને પુછ્‌યું,”નિક આ તે કેવો સવાલ પૂછે છે તું?”

નિખિલઃ “નહીં સંજુ પ્લીઝ જવાબ આપ ને...”

પછી થોડું વિચારીને સંજનાએ કહ્યું, “ચલ આજે કહી જ દઉ. હું તને તારાથી થોડો વધારે પ્રેમ કરૂં છું. હું તને એટલો પ્રેમ કરૂં છું કે આંખો બંધ હોય ત્યારે પણ તું જ દેખાય છે અને આંખો ખોલું ત્યારે સામે તને જ જોવા માંગુ છું.”

આ સાંભળીને નિખિલ સહેજ હસ્યો.

પછી સંજના એ કહ્યું, “નિક, હું તને એટલો પ્રેમ કરૂં છું કે રાત્રે ૪ વાગ્યા સુધી તારી સાથે વાતો કર્યા પછી પણ જ્યારે હું સવારે ૭ વાગે જાગું ત્યારે પણ હું જરાય કંટાળ્યા વિના હું તારી સાથે વાતો કરી શકું છું.”

નિખિલ હસ્યા વિના ના રહી શક્યો.

આગળ સંજના એ કહ્યું, “નિક, હું તને એટલો પ્રેમ કરૂં છું કે, આખી રાત હું તારી બાજુમાં જ સૂઈ ને આપણાં કોલેજ ટાઈમનાં રોમાન્સની જેમ ફોન પર વાતો કરી શકું છું. હું તને...”

આટલું બોલી ત્યાં જ સંજનાનાં ફોનની બેટરી ડેડ થઈ ગઈ.

અને નિખિલ અને સંજના એક બીજાની સામે જોઈ ને હસવા લાગ્યા.

શાયર

નિરવનાં ઘરે પાર્ટી હતી. એમાં જવાનું જરા પણ મન નાં હતું છતાં પણ રાજ ત્યાં જવા તૈયાર થયો. જવું જ પડે કારણ કે જ્યારે તે એકલો હતો એ વખતે નિરવ જ તેનો સહારો હતો.

સરસ પાર્ટી ચાલી રહી હતી. બધા બેઠા હતા, ધીમું ધીમું સોફ્ટ મ્યુજિક વાગી રહ્યું હતું. ત્યાં જ નિરવએ કહ્યું, “અરે શાયર આપણી વચ્ચે ચ્હે અને મહફિલ આમ સુની રહે એ કેમ ચાલે, ચલ રાજ સંભળાવ તારી કોઈ જોરદાર શાયરી.”

રાજે પોતાનો કોલડરિંકનો ગ્લાસ બાજુમાં મૂક્યો અને બોલ્યો, “ક્યાં હૈ મેરી જિંદગી કી કહાનીપ

કભી ખુશ્ક આંખે તો કભી બહતા પાનીપ”

આટલું બોલ્યો ત્યાં જ નિરવે તેને અટકાવ્યો, “અરે શું યાર રાજ રોજ રોજ તેને યાદ કર્યા કરે છેપ ભૂલી જા ને યાર એનેપ એ તારી કમજોરી બની ગઈ છે”

રાજઃ “હા યાર, વાત તો સાચીપ”

“કુછ હસરતે દિલમે અબ ભી અધૂરી હૈ

મોહબ્બત ચીઝ હી ઐસી હૈ જો ખુદા કી ભી કમઝોરી હૈ”

નિરવની હવે હદ આવી ગઈ હતી, તે કંટાળીને બોલ્યો, “રાજ, બસ બહુ થયું હવે. આવા દેવદાસ વેડા છોડીને ભૂલી જ હવે એને... એ તને પ્રેમ નથી કરતી... એ ભૂલી ચૂકી છે તને.”

રાજઃ “હા દોસ્ત! એ વાત પણ બરાબર છે...”

“ચાહે લાખ શિકાયતે હો ઉનસે...

ચાહે લાખ શિકાયતે હો ઉનસેપલેકિન

વોહ જરા સ હાલ પૂછ લે...

હમ સબ ભૂલ જાતે હૈ...

સબ ભૂલ જાતે હૈ...”

આટલું બોલતા બોલતા તેની આંખો છલકાઈ ગઈ...

બ્રેક અપ

રવિવારની મોડીરાત હતી. વિશાલ અને ટીના એક રૂમમાં બેઠા હતા. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. વિશાલ હાથમાં કોફીનો માગ લઈને લેપટોપ પર કઈક કામ કરી રહ્યો હતો અને ટીના બારી પાસે બેસીને કોફીની ચૂસકીઓ લેતી લેતી ભીની માટીની સુગંધ અને એ વરસતા વરસાદની મીઠી ઠંડક અને તેનો અવાજ માણી રહી હતી અને ક્યારેક પવનના કારણે વાછટ આવીને તેને ભીંજવી રહી હતી. અચાનક કોણ જાણે શું થયું કે તે ચાનો કપ બાજુમાં મૂકીને ઊંભી થઈ અને વિશાલને કહ્યું, “વિશાલ! હું જી રહી છુ.”

વિશાલ સહેજ ચમક્યો. પણ ધ્યાન લેપટોપમાં જ રાખીને તેને ટીનાને પુછ્‌યુંઃ “ટીના! આટલી મોડી રાતે ક્યાં જાય છે? બહુ લેટ થઈ ગયું છેપ”

ટીના એ સહેજ ઊંંચા અવાજે કહ્યું,”વિશાલ, ઈટ્‌સ ઓવર નાવ. હું બ્રેક અપ કરૂં છુ તારી સાથે. હું ઘરે જાવ છુ”

વિશાલ એકદમ જ ઊંભો થઈ ગયો. માંડ માંડ પોતાને સાંભળીને ટીના પાસે ગયો અને પુછ્‌યું, “પણ.. પણ થયું શું? આમ અચાનક બ્રેક અપ કેમ?”

ટીના એ વિશાલનો હાથ પોતાના હાથમાં લીધો અને એક દમ શાંતિથી કહ્યું, ” વિશાલ, આ સવાલ તું તને જ પૂછી જો. વિશાલ, આપણે એક વર્ષથી રિલેશનમાં છીએ, પણ મને લાગે છે કે એ રિલેશનમાં ફક્ત હું જ છુ. વિશાલ, મને ખબર છે કે તું હજી પણ એને ભૂલી નથી શક્યો. તું હજી પણ એની ફેસબુક પ્રોફાઈલ જોયા કરે છે. ઉદાસ થઈ જાય છે, ઈચ્છે છે કે એ પાછી આવી જાય અને પછી મને જોવે છે અને હસી દે છે. તું એનાથી ભાગવાની કોશિશ ના કર. તું હજી પણ એને જ પ્રેમ કરે છે. બસ હવે તું એને પાછી લઈ આવ તારી લાઈફમાં, કારણ કે આ અડધું રિલેશન હું નથી સંભાળી શકતી. તો જ અને તેને પાછી લઈ આવ, બીકોઝ એ જ તારી ઝિંદગી છે. હા, હું તારા પ્રેમ વગર જીવી લઈશ. પણ તું આમ ઉદાસ ના રહ્યા કર.” આટલું કહી ને ટીના એક છેલ્લી વાર પ્રેમ ભરી નજરે વિશાલને ક્ષણભર માટે નીરખી રહી. અને તેને પોતાની આંખોથી દિલમાં કેદ કરીને દૂર ચાલી ગઈ.

અજનબી હસીના

રાતનાં ૩ વાગ્યાનો સમય હતો. એકદમ શાંત વાતાવરણમાં અગાશી પર બેસીને નિકેત એક વાર્તા લખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ક્યારનો નિકેત એ વાર્તાને પૂરી કરવા મથી રહ્યો હતો પણ કઈક હતું જે તેને રોકતું હતું. કઈક અધૂરૂં લાગતું હતું. આવી તો કેટલીયે વાર્તાઓ તે લખી ચૂક્યો હતો પણ આ વખતે કઈક અધૂરૂં હતું આ વાર્તામાં એવું તેને લાગતું હતું. બસ તે વિચારોમાં ખોવાઈને આકાશમાં તારાઓ જોતો બેઠો હતો.

અચાનક જ એ શાંતિને ભંગ કરતી તેના ફોનની મેસેજટોન વાગી અને કોઈક નો મેસેજ આવ્યો. થોડા ખચકાટ સાથે અનિચ્છાએ તેને એ મેસેજ જોયો. કોઈ અજાણયા નંબર પરથી હતો, “હાય!” થોડો ઈરિટેટ થયો અને ફોને બાજુ માં મૂકી પાછો તે વિચારવા લાગ્યો.

ફરી પાછો એ જ નંબર પરથી મેસેજ આવ્યો. “હેય! આઈ એમ બિગ ફેન ઓફ યોર્સ.” નિકેતે થોડા ઈરિટેશન સાથે તે મેસેજ વાંચ્યો અને ફોને બાજુમાં મૂકી ડેટા બબડયો, “અચ્છા, તો આવો અને આ સ્ટોરી ખાતાં કરી દો, લો.” અને ફરી પાછો એ જ વિચારોમાં ખોવાઈ ગયો.

થોડીવાર પછી ફરી મેસેજ આવ્યો. “મને ખબર છે કે તમે બહુ જ બીઝી છો, પણ જો એકવાર રિપ્લાઈ કરશો તો મને બહુ જ ગમશે.” નિકેત ગુસ્સામાં જ ફોન મૂકવા જતો હતો ત્યાં જ એની નજર કાગળ પર લખેલી અધૂરી વાર્તા પર પડી. કંઈક વિચાર્યું અને પછી પેલા અજાણયા નંબર ને રિપ્લાઈ આપવાના શરૂ કર્યા.

સવારે ૬ વાગ્યા સુધી બંને વાતો કરતાં રહ્યા અને પછી નિકેતે વાર્તાનું નવું પાનું શરૂ કર્યું. વાર્તાનું શીર્ષક હતું, “એક અજનબી એક મેસેજ”. પછી તો રોજ વાતો થવા લાગી અને વાર્તા આગળ વધવા લાગી. નિકેતની એ વાર્તા બેસ્ટ સેલ્લરનો ઍવોર્ડ જીતી ચૂકી હતી.

જેના શીર્ષક નીચે તેણે લખ્યું’તું, “ડેડીકેટેડ તો મિસીઝ. નિકેત. ઉર્ફ અજનબી હસીના”.