સોલ્યુશન ઑફ ઍવરીથિંગ: સ્ટીફન હોકિંગ Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોલ્યુશન ઑફ ઍવરીથિંગ: સ્ટીફન હોકિંગ

સોલ્યુશન ઑફ ઍવરીથિંગ: સ્ટીફન હોકિંગ

બર્થ-સ્ટ્રીંગ થિયરી:

વર્ષ ૧૯૪૨. ઑક્સફૉર્ડ, ઇંગ્લૅન્ડ. પિતાનું નામ ફ્રૅંક અને માતા ઇઝોબેલ. તેની માતા સ્કૉટિશ હતા. આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં સ્ટીફનનાં પેરેન્ટ્સ યુનિવર્સીટી ઑફ ઑક્સફૉર્ડમાં ભણ્યા હતા. જ્યાં ફ્રૅંક મેડિસિનમાં હતો અને ઇઝોબેલ ફિલોસોફી, પૉલિટિક્સ અને ઇકૉનોમિકસમાં હતા. બંને ટૂંકા ગાળામાં મળ્યા અને તે વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. ફ્રૅંક મેડિકલ રિસર્ચર તરીકે કામ કરતો હતો અને ઇઝોબેલ ત્યાં સેક્રેટરી હતી. તેઓ હાઈગેટમાં રહેતાં હતા પરંતુ લંડનમાં તે વર્ષોમાં બોમ્બબારીને લીધે તેઓ ઑક્સફૉર્ડ આવીને વસ્યા હતા.

લર્નિંગ ફૅઝ:

સ્ટીફને હાઈગેટ, લંડનમાં પ્રાઈમરી સ્કૂલિંગ કર્યું હતું.પરંતુ તેઓ ભણવામાં બહુ હોંશિયાર નહોતા. અને, સપ્ટેમ્બર ૧૯૫૨માં સેન્ટ આલ્બંસ સ્કૂલમાં એડમિશન મેળવ્યું. ૧૩ વર્ષના હોકિંગને સ્કોલરશીપ એક્ઝામ આપવાની ફરજ પડી. ચાન્સ ગ્રેબ કર્યો અને ફિઝીક્સમાં મેદાન માર્યું અને સ્કોલરશીપ મેળવી. કારણ કે, સ્કૂલની ફી તેમનાં માતાપિતા ઍફોર્ડ કરી શકે તેમ નહોતાં. એક સારી વાત એવી બની કે તે નજીકના મિત્રો સાથે રહ્યા. બૉર્ડ ગૅમ્સ, ફટાકડાની બનાવટ, ઍરોપ્લેન અને બોટનાં મોડેલ બનાવતા શીખ્યા. ઘડિયાળના સ્પેરપાર્ટ્સ, જૂના ટેલીફોનનું સ્વિચબૉર્ડ અને રિસાયકલ કરેલ સાધનો સાથે તેમણે ગણિતના શિક્ષક ડાઈક્રેન તાહતાની મદદથી કમ્પ્યૂટર બનાવ્યું.

અંતે, ૧૭ વર્ષની ઉંમરે ૧૯૫૯માં ઑક્સફૉર્ડ યુનિવર્સીટી ખાતે તેમણે અન્ડરગ્રેજ્યુએશન માટે એડમિશન લીધું. શરૂઆતના ૧૮ મહિના ખૂબ જ બોરિંગ અને એકલવાયું જીવન ગાળીને કાઢ્યા.

લવ લાઈફ:

વર્ષ ૧૯૬૩. કૅમ્બ્રિજ, ઇંગ્લેન્ડ.

કૉલેજ કૅમ્પસની બહાર બે મિત્રો સાયકલ પર રેસ લગાવીને કશેક જલ્દી પહોંચવાની ઉતાવળમાં છે. કૉલેજ ગેટમાંથી બહાર નીકળીને બહાર રસ્તા પર વીસ-એકવીસ વર્ષના બે મિત્રો એકબીજાને હરાવી પહેલાં પહોંચવાની કોશિશમાં છે. કોટ અને તંગડું પેન્ટ.

“સ્ટીફન, યૂ કાન્ટ બીટ મિ. આઈ વિલ રીચ ફર્સ્ટ.”

...અંતે, એક પાર્ટી ઑડિટોરિયમની બહાર સાયકલ મૂકીને સ્ટીફન અને તેનો ફ્રૅન્ડ અંદર જાય છે. કૉલેજ પાર્ટીમાં જુવાનીની મહેફિલ જામી છે. તેમાં બે ગર્લ્સ એ જ ઑડિટોરિયમમાં એન્ટ્રી લે છે. સ્ટીફનનો ફ્રૅન્ડ તેને કહે છે, “શી ઇઝ વાઈલ્ડ. જેન વાઈલ્ડ.”

સ્ટીફન તેના બિલોરી ગ્લાસ જેવાં ચશ્માંમાંથી જેન તરફ જુએ છે.

“હેય..!”

“હેલ્લો...”

“સાયન્સ..” સ્ટીફને કહ્યું.

“આર્ટ્સ...”

“ઇંગ્લિશ..”

“ફ્રેંચ & સ્પૅનિશ.”

“સો, વ્હોટ આર યૂ...”

“કૉસ્મોલોજિસ્ટ...”

“વ્હોટ ઇઝ ધેટ...?”

“વન સિંગલ સોલ્યુશન ઑફ ઑલ ક્વેશ્ચન્સ ઓફ ધ વર્લ્ડ.” એટલામાં જેનની ફ્રૅન્ડ આવી અને પાર્ટીમાંથી પાછાં જવા માટે ઇશારો કર્યો. જેન ‘બાય...’ કહીને નીકળી અને એકાદ મિનિટ બાદ પાછી ફરી. તેણે સ્ટીફનને એક રૂમાલ આપ્યો અને દોડતી સ્ટેર્સ ઊતરી ગઈ. તેનાં ગયા બાદ સ્ટીફને રૂમાલમાં જોયું. એક નંબર લખેલો હતો. અને.... બંને એકબીજાના પ્રેમમાં પડ્યા.

રિસર્ચ હિસ્ટ્રી:

એક દિવસ ફિઝિક્સના વર્ગમાં સ્ટીફનને લેટ થયું. તેનો હાથ અચકાયો અને ચાનો કપ તેના વર્કઆઉટ કરેલ પેપર્સ પર પડ્યો. પેપર્સ ખરાબ થયાં. એટલે તે ફરી લખવા બેઠો. વર્ગમાં પહોંચતાની સાથે જ ક્લાસ મેન્ટરે સ્ટીફન પાસે વર્ક માંગ્યું. તેણે ગયા મહિનાની રેલ્વે ડિરેક્ટરી આપી.

“આ શું છે? એક્સ્પાયર્ડ રેલ્વે ડિરેક્ટરી?”

“પ્લીઝ સર. પાછળની તરફ જુઓ.”

ક્લાસ મેન્ટરે કશું જવાબ આપ્યો નહીં અને ક્લાસ પૂરો થયા બાદ સ્ટીફનને બોલાવ્યો.

“સ્ટીફન... તારા પાસે કોઈ સંદર્ભ છે? તે આ કેવી રીતે સોલ્વ કર્યું?”

સ્ટીફને ના પાડી. અને, ક્લાસ મેન્ટર સ્ટીફનને એક પ્રયોગશાળામાં લઈ ગયા.

તેમણે કહ્યું, “સ્ટીફન. આ જે.જે. થોમસન લેબ છે જ્યાં તેમણે ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. અને અણુને સ્પ્લિટ કરવાની પદ્ધતિ શોધી હતી. આવતા અઠવાડિયે હું એક ખૂબ જાણીતા ગણિતશાસ્ત્રીઓ અને ભૌતિકશાસ્ત્રીઓ સાથેની મિટિંગમાં જઈ રહ્યો છું. તું મારી સાથે આવીશ.”

***

ALS (એમીઓટ્રોફિક લેટરલ સ્કલેરોસિસ):

એક દિવસ જેન અને સ્ટીફન બંને એકબીજા સાથે કૉલેજ કૅમ્પસમાં ફરતાં હતા. સ્ટીફન જેનને ટાઈમ સ્પેસ સિન્ગ્યુલારિટી અંગે જણાવતો હતો. તેણે કહ્યું કે જો, આઈનસ્ટાઈનની થિયરી ઑફ રિલેટીવિટી સાચી હોય, તેનું ઇક્વેશન સાચું હોય તો યુનિવર્સ વિસ્તરવું જોઈએ. તેનો મતલબ એવો થાય કે જો આપણે સમયને રિવર્સ કરીએ તો યુનિવર્સ નાનું થતું જાય અને વધુ ને વધુ ડૅન્સ (ઘનતા ધરાવતું) થતું જાય. તેથી જો હું આ સમગ્ર પ્રક્રિયાને રિવર્સ કરું તો શું થાય? સમયની શરૂઆતમાં યુનિવર્સ ખૂબ નાનું, અતિ ઘનતા ધરાવતું અને અત્યંત ગરમ હશે. વે બેક ટુ ક્લોક...” અને જેન સ્ટીફનની આસપાસ ફરે છે, ઘડિયાળની માફક. સ્ટીફનનો પગ અચકાય છે. અને પહેલી વખત ડૉક્ટરને ત્યાં જવાનું થાય છે.

ડૉક્ટર પગથી ધક્કો મારવાનું કહે છે પરંતુ તે કરી શકતો નથી. ડૉક્ટર આંગળીઓ દ્વારા એકથી દસ સુધીની ગણતરી કરવાનું પણ કહે છે પરંતુ તેની આંગળીઓ હાલી ચાલી શકતી નથી. ડૉક્ટર કહે છે કે એવરેજ લાઈફ સ્પાન હવે માત્ર બે વર્ષનો રહ્યો છે અને હવે તે કશું જ કરી શકે તેમ નથી.

સ્ટીફન: “મગજ વિષે આપનું શું કહેવું છે?”

ડૉક્ટર: ‘મગજ અફેક્ટેડ નથી. યૂ કેન થોટ બિયોન્ડ ધિ લિમિટ.”

સ્ટીફન રૂમ પર પહોંચે છે. બ્રાયનને રોગ વિષે જણાવે છે તેને લ્યૂ ગેરીનો રોગ થયો છે કે જે બેઝબોલ પ્લેયર હતો. જે રોગ ન્યૂરોન મોટર ડિસીઝ તરીકે પણ ઓળખાય છે. ઇન બિટવીન, સ્ટીફન અને જેન એકબીજાને ચાહે છે પરંતુ સ્ટીફન હવે તેનાથી દૂરી બનાવે છે. પરંતુ જેનના સમજાવ્યા બાદ બંને એક સ્તાહે જીવન ગાળવાનું નક્કી કરે છે.

છેવટે, જેન સ્ટીફનના પેરેન્ટ્સને કહે છે કે, “આ રોગ સામે અમે બંને સાથે લડીશું.”

***

ડૉ. & ફાધર હોકિંગ: અ બ્રીફ હિસ્ટોરી ઑફ ટાઈમ

બીજી તરફ સ્ટીફનનું ભૌતિકશાસ્ત્રમાં રિસર્ચ વર્ક શરુ હતું. તેમનાં ઍકૅડૅમિક ઍડવાઈઝર & મેન્ટર ડેનિસ વિલિયમ તેના કામથી આકર્ષિત હતા. હજુ સ્ટીફન લાકડીઓના સહારે ચાલી શકતો હતો. બ્લૅક હોલ થિયરી અને તેના એક્સ્ટ્રા ઓર્ડિનરી કામથી સહુ ખુશ હતા. એક સિંગલ ઇક્વેશન દ્વારા બ્લૅક હોલ થિયરી સોલ્વ કરવાનું કઠિન કામ સ્ટીફને કર્યું. હવે તેના નામની આગળ ‘ડૉક્ટર’ લાગ્યું. તેનું પીએચ.ડી. પૂરું થયું.

જ્યાં ડૉક્ટર્સ એવું કહી રહ્યા હતા કે હવે માત્ર બે વર્ષ જ જીવી શકાશે. તેની સામે ૧૯૭૦માં લ્યૂસી, સ્ટીફન અને જેનનું પ્રથમ સંતાન જન્મ્યું. બ્લેક હોલ થિયરી પર તેમનાં સેશન્સ ઍટેન્ડ કરવા માટે દેશ દેશાંતરમાંથી બુદ્ધિજીવી વૈજ્ઞાનિકો આવતા થયાં.

“તારો બ્લેક હોલમાં પરિણમે એટલે એ નાશ પામે અને ત્યાર બાદ બ્લેક હોલ પોતે જ નાશ પામે.” અને તેમનાં રિસર્ચને ‘હોકિંગ રેડિયેશન’ એમ નવું નામ આપવામાં આવ્યું. સમય જતાં સ્ટીફનને બીજાં બે બાળકો થયાં. રોબર્ટ અને ટીમોથી. પરંતુ, ધીરે ધીરે સ્ટીફનનું બોલવાનું બંધ થાય છે. છેવટે, તે પોતાના ગાલના સ્નાયુઓ દ્વારા અને આંખો વડે જોઈને રંગોની પસંદગી અને તેના દ્વારા ઓળખ ઊભી થાય તે માટેના પ્રયત્ત્ન થાય છે. ઇલેઇન નામના લેડી નર્સ તેની ટ્રીટમેન્ટ કરે છે. સ્ટીફન જે વિચારે તે રેકર્ડ થાય અને કમ્પ્યૂટરની સ્ક્રીનમાં ટાઈપ થાય. ત્યારબાદ, તેનું મશીન દ્વારા ઉચ્ચારણ થાય.

તેના હાથમાં એક ક્લિકિંગ ટૂલ આપવામાં આવે છે જેનાથી તે વ્હીલ ચેરની સામેના મોનીટર પર તે જોઈ શકે છે. એક દિવસ જેન તેના પાસે આવે છે અને તે જેનને જણાવે છે,

“જેન, આઈ વિલ રાઈટ એ બુક.”

“અબાઉટ વ્હોટ?”

“ટાઈમ.” અને ‘અ બ્રીફ હિસ્ટોરી ઓફ ટાઈમ’ નામક અતિચર્ચિત અને ખૂબ વખણાયેલ પુસ્તકની પ્રસ્તુતિ થાય છે. અને તે છે વર્ષ ૧૮૮૮.

ત્યારબાદ, તેની નર્સ ઇલેઇન ’૮૦ના સમયગાળા આસપાસથી સ્ટીફનને જાણતી હતી. સ્ટીફનને સ્પીચ સિન્થેસાઈઝર, કે જે હોકિંગે પોતે વિકસાવ્યું હતું તે બનાવવામાં મદદ કરી હતી. હોકિંગ સાથે રહેવા માટે તેણીએ પોતાના પતિ અને બે બાળકોને છોડ્યા. જેન સાથે ‘૯૫માં ડિવોર્સ બાદ સ્ટીફને ઇલેઇન સાથે લગ્ન કર્યા અને ૨૦૦૫ સુધી તેઓ સાથે રહ્યા. ત્યારબાદ, સ્ટીફન અને ઇલેઇને ડિવોર્સ લેવાનું નક્કી કર્યું જેના મૂળમાં શું હતું તે નક્કી થઈ શકે તેમ નથી.

વર્ષ ૨૦૦૭માં ૬૫ વર્ષની વયે તેમણે મોડિફાઈડ બોઇંગ ૭૨૭માં અવકાશની સફર ખેડી. બે કલાક માટે તેઓ વર્જિન ગેલેક્ટિકમાં બેઠાં અને તેમણે કહ્યું કે, “ક્ષણ માટે હું મારી અક્ષમતાથી મુક્ત હોઉં તેવું મને લાગ્યું. ખરી સ્વતંત્રતા અનુભવાઈ.”

***

સોલ્યુશન્સ:

વર્ષ ૨૦૦૭માં TED ટોક્સમાં તેમની ૧૦ મિનિટ કેટકેટલાં પ્રશ્નોના ઉકેલો આપી જાય એવી હતી.

“યુનિવર્સથી જૂનું કે મોટું કશું જ નથી. કેટલાંક પ્રશ્નો છે કે જેના માટે આપણે વિચારવું જોઈએ. એક, આપણે ક્યાંથી આવ્યા છીએ? યુનિવર્સ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું હશે? શું યુનિવર્સમાં આપણે એકલાં જ છીએ? શું બહાર કોઈ એલિયન જીવન છે કે? માનવ પ્રજાતિનું ભવિષ્ય શું હશે?”

આવાં અનેક પ્રશ્નોના ઉકેલો સાથે તેમણે પોતાની જબરજસ્ત સ્પીચ આપી.

તેમણે સાબિત કર્યું, ‘યુનિવર્સ હેઝ નો બાઉન્ડ્રીઝ.’ બિગ બેંગ થિયરીને રિડિફાઇન કરી. બ્લેક હોલ્સ અને આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટીવિટીનું મેથેમેટિકલ પ્રૂફ આપ્યું. આ ઉપરાંત, સ્ટ્રીંગ થિયરીના ડેવલપમેન્ટ માટે વિશ્વભરમાં જાણીતા બન્યા.

ફર્સ્ટ ફેસબુક ફિલિંગ:

વર્ષ ૨૦૧૪માં ફેસબુક પરની તેમની પહેલી પોસ્ટમાં તેમણે પોતાના પ્રસંશકોને ‘જિજ્ઞાસુ’ બનવાની ભલામણ કરી હતી.

હોકિંગે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, “હું હંમેશા સૃષ્ટિની રચના પર હેરાન રહ્યો છું. સમય અને અંતરિક્ષ હંમેશા માટે રહસ્ય બન્યા રહી શકે છે. પરંતુ તે બાબતે મારી કોશિશ સતત રહી છે.

એકબીજા સાથે આપણા સંબંધ અનંત રૂપે વધ્યા છે. હવે મારી પાસે તક છે કે હું આ યાત્રાને આપની સાથે વહેંચવા ઉત્સુક છું. જિજ્ઞાસુ બનો. હું જાણું છું કે હું હંમેશા જિજ્ઞાસુ બન્યો રહીશ.”

પૉલિટિક્સ:

માર્ચ ૧૯૬૮માં, હોકિંગે વિયેતનામ યુદ્ધના વિરોધમાં તારિક અલી અને વેનેસા રેડગ્રેવ સાથે કૂચ કરી. તે લાંબા સમયથી લેબર પાર્ટીના ટેકેદાર હતા. તેમણે ૨૦૦૦ ડેમોક્રેટિક પ્રમુખપદના ઉમેદવાર અલ ગૉરે માટે શ્રદ્ધાંજલિ, ૨૦૦૩ના ઇરાકના "વોર ક્રાઈમ" પર આક્રમણ, ઇઝરાયેલના શૈક્ષણિક બહિષ્કારને ટેકો, ન્યુક્લિયર નિ:શસ્ત્રીકરણ માટે કેમ્પેઈન, સ્ટેમ સેલ રિસર્ચને ટેકો, સાર્વત્રિક સ્વાસ્થ્ય સંભાળ, અને વાતાવરણને બચાવવા માટેની ક્રિયાને ટેકો આપ્યો હતો. ઓગસ્ટ 2014, સપ્ટેમ્બરમાં લોકમત સુધી સ્કોટ્ટીશ સ્વતંત્રતાનો વિરોધ કરતા એક પત્રમાં સહી કરનાર ૨૦૦ પૈકીના હોકિંગ એક હતા. હોકિંગ માનતા હતા કે, યુનાઈટેડ કિંગડમ યુરોપિયન યુનિયન (બ્રેક્સિટ)માંથી પાછું ખેંચાવાથી યુકેના વિજ્ઞાનમાં યોગદાનને નુકસાન પહોંચ્યું છે. કારણ કે, આધુનિક સંશોધનને આંતરરાષ્ટ્રીય સહકારની જરૂર છે, અને તે જ યુરોપમાં લોકોને પોતાના વિચારો મુક્તપણે પ્રસારિત કરવા માટેનું પ્રોત્સાહન આપે છે.

ભગવાન અને એલિયન વિષે હોકિંગ:

હોકિંગે વિજ્ઞાનના ક્ષેત્રમાં દુનિયાભરના કરોડો યુવાનોને વિજ્ઞાન ભણવા માટે પ્રેરિત કર્યા હતા. પરંતુ હોકિંગે વિજ્ઞાનની નજરે ભગવાન, પૃથ્વી પર મનુષ્યોનો અંત અને એલિયનોના અસ્તિત્વ માટે પોતાની વાત પૂરજોશમાં રાખી.

તેમણે પોતાના પુસ્તક ‘ધ ગ્રાંડ ડિઝાઈન’માં ભગવાનના અસ્તિત્વને મૂળથી નકાર્યું છે.

તેમણે એક નવા ગ્રહની શોધ વિષે જણાવતા કહ્યું કે, વર્ષ ૧૯૯૨માં એક ગ્રહની શોધ કરવામાં આવી જે કોઈ અન્ય સૂર્ય ફરતે ચક્કર લગાવી રહ્યો હતો. હોકિંગે તેનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘આ શોધ દર્શાવે છે કે સૂર્યમંડળનો ખગોળીય સંયોગ – એક સૂર્ય, એક પૃથ્વી અને સૂર્ય વચ્ચે ઉચિત અંતર અને સૌર દળ. આના પરથી એવું ન સમજી શકાય કે પૃથ્વીને આટલી સાવધાનીથી તેના પરના મનુષ્યોને ખુશ કરવા માટે બનાવવામાં આવી ન્હોતી.’

હોકિંગ કહે છે કે, ‘ગુરુત્વાકર્ષણ એવો નિયમ છે કે જેના લીધે બ્રહ્માંડ પોતાને શૂન્યથી ફરી એક વાર શરુ કરી શકે છે અને કરશે પણ ખરો. આ અચાનક થનારી ખગોળીય ઘટના આપણા અસ્તિત્વ માટે જવાબદાર છે. તેવામાં બ્રહ્માંડ ચલાવવા માટે ભગવાનની જરૂર નથી.

પોતાના પુસ્તક ‘લાઈફ ઇન ધ યુનિવર્સ’માં તેમણે એલિયનો સાથે મનુષ્યની મુલાકાતની વાતને રદિયો આપ્યો હતો અને ચેતવણી પણ આપી હતી.

ભૌતિકશાસ્ત્રના મહાન વૈજ્ઞાનિકે એવું પણ કહ્યું હતું કે, “જો પૃથ્વી પર જીવન પેદા થવાનો સમય સાચો છે તો એવાં તમામ તારા અન્ય પણ હોવા જોઈએ જ્યાં જીવન છે કે હશે. આમાંથી કેટલાંક તારામંડળ ધરતી બનવાના ૫ બિલિયન વર્ષો પહેલા ઘડાઈ ચૂક્યા છે.”

અંતે, ૧૪ માર્ચ ૨૦૧૮માં આ ભૌતિકશાસ્ત્રી નાસ્તિકો માટે એલિયનને મળવા અને આસ્તિકો માટે ભગવાન પાસે પહોંચ્યો હશે. પણ, એ તો કઈ દુનિયામાં બાકીના રિસર્ચ માટે ગયો હશે.

“હું મૃત્યુથી ડરતો નથી, પરંતુ મને મરવાની ઉતાવળ પણ નથી. મારી પાસે કરવા જેવું કામ ખૂબ છે. સ્ટીફન હોકિંગ