Charitrayvan Paras S. Hemani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Charitrayvan

ચારિત્ર્યવાન

પારસ એસ. હેમાણી

phemani@gmail.com© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.અસમંજસ

૨.ક્ષણભંગુર

૩.ચારિત્ર્યવાન

૪.દેખાવ

૫.ધન્યતા

અસમંજસ

દીકરો કે દીકરી ઉમરલાયક થાય એટલે પરણાવવાની દોડધામ ચાલુ થઈ જાય ..

શ્રીમંત કુટુંબના મયંક માટે એની જ જ્જ્ઞાતિની મધ્યમવર્ગની સલોનીને જોવા જવાનું થયું. આવકારની ઓપચરિકતા બાદ બંનેના પાપા બિઝનેસની વાતોમાં, ભાઈઓ રાજકારણની, મમ્મીઓ રસોડાની અને ભાભીઓ કીટી પાર્ટીની ચર્ચામાં મશગુલ થઈ ગયા... કંટાળાજનક સ્થિતિમાં હડપચી પર હાથ રાખી એકલો બેઠલો મયુર બધી ગતિવિધિ જોઈ રહ્યો હતો...

ત્યાં જ અંદરથી શાંતાબાઈનો અવાજ આવ્યો.. સલોની બેટા આ ચા નાસ્તો લઈને બહાર જાઓ.. સાંભળી મયંકમાં ચેતનાનો સંચાર થયો ને અવાજની દિશામાં નજર પાથરી. પંજાબી ડરેસમાં ઘઉંવર્ણી છતાં નમણી એવી સલોનીએ ધીરે પગલે ચા નાસ્તો ટીપોઈ પર રાખી દીધો. સર્વે વડીલોને પગે લાગીને મયંકની બાજુમાં બેઠી, સલોનીની મમ્મી મનોમન બોલી ઉઠેલા : “કેવી સરસ લાગે છે આ જોડી, આ વખતે ગોઠવાય જાય તો કેવું સારૂં” ત્યાંજ મોટાભાઈ એ કહ્યું, “સલોની, મયંકને તારો રૂમ બતાવ જોઈએ” આ સાંભળી મયંકને હાશકારો થયેલો.... સાદાઈથી સુંદર સજાવેલો રૂમ જોતા જોતા મયંકે સલોની કહ્યું હતું “ જુઓ, તમને ખરાબ લાગશે પણ હું કહી દઉ કે હું રીટાના મનોમન પ્રેમમાં છું, બંનેના ધર્મ અલગ છે એથી મારા ઘરે આ વાત કરી નથી, અને તેને ઁર્િર્જી કરી શક્યો નથી, એટલે ૈં ટ્ઠદ્બ ર્જિિઅ, ખબર નહિ કેમ છતાં તમને આ બધું કહેવાય ગયું.”

સલોની આ સાંભળી હસી પડેલી ... (મયંક તેનું નિર્દોષ હાસ્ય જોતો જ રહી ગયો હતો ) અને કહેલું, “ર્દ્ગ ઁર્િહ્વઙ્મીદ્બ, તમે તમારો અહીં કોઈ પ્રતિભાવ ના આપશો અને ઘરે જઈને જવાબ મોકલી આપજો, જેથી ઘરનાઓને આશા ના બંધાય.

અચાનક મયંકની નજર હારમોનિયમ પર પડેલી અને તે પૂછી બેઠેલો કે વગાડવાનો શોખ છે ? સલોની એ કહેલું, ગીતો ગાતી વખતે વગાડું છું... સાંભળી મયંક બોલ્યો હતો ગીત ગાવાનો તો મને પણ શોખ. ખુશ થઈ સલોનીએ પૂછેલું : કેવા ગીતો ગમે? તો જવાબ મળ્યો કે ર્જીકં ર્જહખ્તજ, જેકૈ, ય્ટ્ઠડટ્ઠઙ્મજ અને ૈંહજિંેદ્બીહંટ્ઠઙ્મ, અને તને ? સલોનીએ આ તુંકારો મનોમન નોંધીને જવાબ આપેલો, મને પણ.

પછી રસ ધરાવનાર વિષયોની થોડી ચર્ચા થયેલી., સલોનીને મયંકનો સ્વભાવ,રમુજવૃતિ, નિખાલસતા અને ભાવિ જીવન વિષયક વાતો ગમી ગયેલી. કદાચ તે આવા જ જીવનસાથીની શોધમાં હતી, જેની સાથે પતિ-પત્નીના સંબંધો કરતા મિત્રભાવ સવિશેષ હોય.

બીજી તરફ મયંકને પણ સલોનીની વાતો અને સાદગી સ્પર્શેલી ને સ્વભાવ ગમેલો રૂમની બહાર નીકળતા નીકળતા મયંક, સલોનીને હાથ મિલાવી દોસ્ત બનવાનું ઈજન આપેલું .. જે સલોનીએ સ્વીકારેલું આ હાથ મિલાવવાની પ્રકિયા ભાભી જોઈ ગયેલા અને ઘરમાં ફરી આશાનું કિરણ ઉગેલું. નક્કી થયા મુજબ, ના આવી ગઈ... બંધાયેલી આશા પર કારમા પૂર ફરી વળેલા.

નવીસવી બંધાયેલી મિત્રતા ક્યારેક સિનેમામાં તો ક્યારેક મોલમાં તો રેસ્ટોરામાં પરિપકવ થતી જતી હતી. નદી કિનારે બેસીને દૂરથી વહી જતી હોડી જોવી, કુદરતનું સાનિધ્ય માણવું, ગીતો, ગઝલો અને કાવ્યો માણવા બધા શોખ એક પછી એક મળતા નીકળતા જતાં હતા. મયંક અને સલોની એકમેકની સાથે નિસંકોચ પોતાની વાત કહી શકતા, લાંબો સમય મોબાઈલ પર વાતો અને જીસ્જી/ ઉરટ્ઠંજટ્ઠ પરની ચર્ચાઓ, સલોની મનોમન મયંકના પ્રેમમાં પડી ગયેલી ... ક્યારેક મયંકની આંખમાં પોતાની સ્વરચિત દુનિયા દેખાતી તો કોઈક વાતે મયંક સલોનીના કાળા ભમ્મર કેશની ઉડતી લટોમાં ખોવાઈ જતો.

પણ મયંક પહેલેથી જ સલોનીને મિત્ર રૂપે જ જોયેલી.. મિત્ર વર્તુળ આ બંનેની ષ્ઠરીદ્બૈજિંઅ જોતા જ રહી જતા અને એમ પણ વિચારતા કે આ જોડું એકમેક માટે જ બનેલું છે, સલોનીને પાછળથી અફસોસ થવા માંડેલો કે આટલા સુંદર વિચારો અને સમજણ એકમેક વચ્ચે હતી છતાં હું તેને ખોઈ રહી છું. મિત્રો અને ખુદ સલોની આ પ્રેમ સામે મજબુર હતા. યુવાનીમાં ઘણીવાર વિચારોની ક્યારેક ષ્ઠઙ્મટ્ઠિૈંઅ નથી હોતી... તેમને કોઈની સલાહ સૂચનની જરૂર હોય, અને કેફમાં એમ જ સમજાય કે પોતે જે કરે છે સાચું છે.

બીજી તરફ ફટ્ઠઙ્મીહૈંહી ડ્ઢટ્ઠઅ ના રીટાએ મયંકના પ્રેમનો સ્વીકારેલો, બંને પોતપોતાના ઘરે વાત કરેલી અને અપેક્ષા મુજબ બંને ઘરોમાં બોમ્બ ફૂટેલા... સ્વાભાવિક રીતે ધર્મ અને અલગ સંસ્કાર પર વાત આવી ગઈ ને સૌના મન ખિન્ન થઈ ગયા... એક પખવાડિયાના માહોલમાં ગરમહાટમાં તૂટતા મયંકને ભારે હૈયે સલોની આશ્વાસન આપીને ખુશ રાખવા પ્રયાસ કરતી રહી સંભાળવા કોશિષ કરતી રહેતી. બંને એકબીજાને વધુ સમજવા લાગેલા.

છેવટે બંને પરિવાર સંતાનોની જીદ સામે ઝુકી જઈને રીટા તથા મયંકના પ્રેમસંબધોને મંજુરી આપેલી. સલોની મન કઠણ રાખી આંસુઓને મહા મહેનતે છુપાવી બંનેને શુભેચ્છાઓ પાઠવી હતી. એને ચિત્રાસિંહની ગાયેલી ગઝલ યાદ આવી ગયેલી

ડ્ઢ;ુપ્ન કંટ્ઠહટર ઙ્ઘર દ્ઘાખ્તીજ ીંષ્ઠુદ્ઘ ખ્તાજ ટ,ૃ

હ્વિેજ ર્ખ્તૂજ ઙ્ઘદ્ઘરષ્ઠ ઙ્ઘર હુદ્ઘ ખ્તાજ ટ, છ

હવે મયંકનો સમય રીટા સાથે વીતતો, તેની સાથેના સંવાદમાં તો ક્યારેક બાલીશ વર્તનમાં, આદતો, શોખ કે ફરતા ફરતા અનાયાસ સલોની સાથે સરખામણી થઈ જતી. ત્યારે ક્યાંક ખૂટતું હોય તેમ લાગ્યા કરતું.

એ પછીથી મયંક સંબંધોને સમજવા કોશિષ કરતો અને ર્ષ્ઠહકેજી થતો કે રીટા કે જેની સાથે તેના લગ્ન નક્કી થયેલા કે પછી સલોની, જેની સાથે મનમેળ હતો અને અંતરથી જાગતો પ્રેમ ???

પારસ એસ. હેમાણી, તા.૧૫/૦૩/૧૫ (૧૩/૦૭/૧૫)

ક્ષણભંગુર

અમૃત અને અમૃતા બંને મિત્રો, ક્યારે પ્રેમમાં પડી ગયા એ બે માંથી કોઈને ખ્યાલ ના આવ્યો, વડીલો એ એમનો પ્રેમ સંબંધ મજુર કરી લગ્ન કરાવી આપ્યા. બંને ખૂબ ખુશ હતા.

લગ્નના ત્રણ - ચાર વરસો ખૂબ હરી ફરી લીધા પછી સંતાન પ્રાપ્તિની ઈચ્છા થઈ પણ પરિણામ શૂન્ય આવે તેથી હતાશામાં ઝગડો કરી બેસતા. એકાદ - બે વર્ષ તો બાધા આખડી રાખી. છેવટે કંટાળીને મિત્ર મંથનની ભલામણથી ડોકટરી તપાસ માટે ગયા.

અમૃતના રીપોર્ટ બરાબર નહોતા. બંનેને બહુ દુઃખ થયું. અમૃત તો ભાંગી પડયો. થોડા દિવસમાં અમૃતા એ અમૃતને ફરી હસતો કરી દીધો હતો.

પણ એક દિવસ એક નબળી ક્ષણે અમૃતા એ મંથન સાથે લગ્ન કરી લીધા.

પારસ એસ. હેમાણી

ચારિત્ર્યવાન

એ દિવસના બધા દૈનિકોમાં સમાચાર હતા .....

“ લંપટ રાહુલે કરેલી આત્મહત્યા , લોકોમાં ફિટકાર. ”

*****

ખૂબ પ્રતિષ્ઠિત જ્ઞાનદીપક શાળામાં ઉતર ગુજરાતના નવયુવાન શુદ્ધ ચારિત્રવાન રાહુલની શિક્ષક તરીકે પસંદગી થયેલી, રાહુલ દેખાવે ખૂબ સુંદર, ભણાવવામાં પણ એટલો જ કાબેલ સાથોસાથ વિદ્યાર્થીઓમાં એટલો જ પ્રખ્યાત... જયારે જુઓ ત્યારે એની આસપાસ ભીડ જોવા મળે.. શાળાના પ્રિન્સીપાલ અને ટ્રસ્ટીમંડળ પણ ખૂશ હતા.

શાળાના બીજા યુવાન શિક્ષક સુરેન્દ્ર પણ એટલો જ હોશિયાર, તેને રાહુલની વિદ્યાર્થીમાં આટલી બધી લોકપ્રિયતા ગમે નહીં, કારણ પોતે પણ રાહુલના આવ્યા પહેલા ભણાવવાની શૈલીથી સર્વમાં પ્રિય હતો. એ હંમેશા રાહુલને નીચું દેખાડવા પ્રયત્નશીલ હોય પણ સંજોગ જ એવા બનતા કે સુરેન્દ્રને જ ઠપકો મળતો અને એ સમસમીને રહી જતો. સુરેન્દ્ર હવે કોઈ પણ રીતે રાહુલને માત આપવા કટિબદ્ધ હતો.

શાળાની જ વિદ્યાર્થીની શીલા અને સુરેન્દ્ર એકબીજા સાથે પ્રેમ હતો... શાળા પછીના સમયમાં બંને સાથે જ હોય, બંનેના પ્રગાઢ સંબંધોથી શીલા પ્રેગ્નન્ટ બની હતી. રાહુલના ભણાવવા પર ફિદા શીલા, સુરેન્દ્રને, તેના જ કટ્ટર હરીફ રાહુલ વિષે વાત કરતી તે તેને ગમતી નહીં અને તેથી એને શીલાને તરછોડી દીધી.

આથી શીલા રાહુલ તરફ ઢળવા લાગી. એને શીલાના પ્રેમને એમ કહી ઠુકરાવ્યા કે ગુરૂ અને શિષ્ય વચ્ચે આવો સંબંધ ના સંભવી શકે. ઉપેક્ષિત થયેલી શીલાએ રાહુલ ઉપર શારીરિક સંબંધો અને પ્રેગ્નન્સીના આરોપ લગાવ્યા... સૌ કોઈ રાહુલ પર ફિટકાર વરસાવવા માંડયા અને તેની કોઈ વાત સાંભળી નહીં ...

બીજી તરફ સુરેન્દ્ર આ બધું જોઈ સંભાળીને ખૂબ ખુશ થઈ ગયો અને રાહુલને બદનામ કરવામાં કંઈ પણ બાકી રાખ્યું નહીં. શાળાની પ્રતિષ્ઠાને ધ્યાને લઈ પ્રિન્સીપાલ અને ટ્રસ્ટીઓએ પોલીસ ફરિયાદ કરી, પોલીસે રાહુલને ચાલુ શાળા એ હાથકડી પહેરાવી દીધી. જે સહન ના થતાં લોકઅપમાં રાહુલે આત્મહત્યા કરી લીધી.

પોલીસ તપાસમાં ભાંગી પડેલા શીલા અને સુરેન્દ્રના કારસ્તાન બહાર આવ્યા....

આજે બધા દૈનિકોમાં સમાચાર એ હતા,

“ ફરી એક વાર સત્યનો વિજય, ચારીત્ર્યવાનની હાર. ”

ત્યારે એક શુદ્ધ પવિત્ર આત્માએ તેના નિર્ધારિત સ્થાને નવો જન્મ લઈ લીધો હતો.

- પારસ એસ. હેમાણી

દેખાવ

કરશનભાઈ માતાજીના બહુ મોટા ભક્ત. રોજ વહેલી સવારે મંદિરે આવી બે કલાક પૂજા કરવાનો વરસોનો નિયમ. મોટા દાનેશ્વરી પણ ખરા, વાર તહેવારે સૌથી મોટું દાન એમનું જ હોય. સંસ્કારી પણ એટલા જ. સૌને કંઈ ને કંઈ મદદ કરી જ હોય એથી સૌ કોઈના આદર પાત્ર. સૌ એમના વખાણ કરતા, દુઆ- આશીર્વાદ આપતા.

ઓફિસે પહોંચતા જ એમનો દેખાવ ફરી જતો, આંખમાં કરડાકી આવી જતી. રાજકારણીઓ, પોલીસ અને સરકારી અધિકારીઓને ખિસ્સામાં રાખી ફ્લેટ્‌સ, શોપિંગ સેન્ટર, મોલના પ્લાનને આખરી ઓપ આપી, વસ્તીના ઝુંપડા ખાલી કરાવી ત્યાં રહેતા લોકોને તગેડી મુકવા ભાડુતી ગુંડાઓ મોકલવાનું કામ પણ એ જ કરતાં.

પારસ એસ. હેમાણી

ધન્યતાઃ

અનિલ, સુહાસી અને તેમનો દીકરો માનવ આજે ત્રણ બી.એચ.કે.ના બંગલામાં રહેવા આવી ગયા. અનિલની બદલી જામનગરથી અમદાવાદમાં થયેલી, થોડા દિવસ કંપનીના ગેસ્ટહાઉસમાં રોકાયેલો, એ વખતે સુહાસી અને માનવ જામનગર રોકાયેલા.

એસ્ટેટ બ્રોકર સુદર્શનભાઈને વાત કરી રાખેલી, તેમને આ બંગલો બતાવેલો, કુંવરજીભાઈના અવસાન બાદ તેમના પુત્ર શ્રેષ્ઠી સુકેશભાઈ અને તેમના પત્ની મોનાલીબહેને, આ બંગલો વેચવાનો નિર્ણય લીધેલો, જોકે તેમની વિદેશમાં રહેતી દીકરી કૃપા, એના પ્રેમાળ દાદાની યાદ સાચવી રાખવા માંગતી હતી પણ માતા- પિતા પાસે કઈ ચાલ્યું નહીં. સુકેશભાઈ તો વરસોથી લકઝુરિયસ ફ્લેટમાં શિફ્ટ થઈ ગયેલા. જયારે પણ કૃપા ભારત આવે ત્યારે મોનાલીબેન અને સુકેશભાઈ, કોઈક ને કોઈક કારણોસર દાદાને મળવા જવા દેતા નહીં.

*****

ઘર પસંદ પડતા જ અનિલે જરૂરી ફોર્માલીટી કરાવી લીધી અને પત્ની અને દીકરાની સાથે આજે અષાઢી બીજના સપરમાં દિવસે પરિવાર સાથે રહેવા આવી ગયો. અમદાવાદમાં, અનિલના ઓફીસ સ્ટાફ સિવાય કોઈ સગા કે મિત્રો ના હતા એથી સ્ટાફને બોલાવી નાની પાર્ટી પણ રાખેલી, સૌએ એક જ વાત ઉચ્ચારેલી, અનિલ તો બહુ નસીબદાર કે આવું સરસ ઘર મળ્યું. મોડી રાતે શુભેચ્છા પાઠવીને સૌ વિદાય થયેલા.

અનિલના પિતા મુળજીભાઈ આંકલાવ ગામના નિવૃત શિક્ષક. તેમના પત્ની શાંતાબેન બંને ખૂબ ભલા તેથી બંને ગામમાં સૌને પ્રિય... તેમનો પુત્ર અનિલ ભણવામાં હોશિયાર ..સારા ટકાથી પાસ થતા કોર્પોરેટ કંપનીમાં જોબ મળી ગયેલી. પરંતુ ટ્રાન્સફરેબલ જોબ હોવાથી ના છૂટકે માતા-પિતાને ગામમાં રહેવા દીધેલા. સુહાસી અને માનવ પણ સાસુ - સસરા અને દાદા - દાદીને મિસ કરતા.

શનિ-રવિની રજામાં ઘરમાં સામાનની ગોઠવણી ચાલુ થઈ... કબાટમાં કપડાં ગોઠવાતા હતા, તેમાં એક કબાટમાંથી જૂની ડાયરી મળી આવી... ખોલવી ના ખોલવી ના અવઢવ વચ્ચે ડાયરી તો ખોલી..

ક્યાંક ક્યાંક છૂટક પાના ભરાયેલા... હા એ ડાયરી કુંવરજીભાઈની હતી... તેમાં તેમની વહાલી પોત્રી કૃપાને પોસ્ટ કરી ના શકાયેલા બે - ચાર પત્રો મળ્યા..

પોત્રી કૃપાને ઉદેશીને લખાયેલું...

મેં સુકેશને બીઝનેસ સોંપી દીધો, બાદમાં કોઈકને કોઈક કારણોસર મારી પાસેના મરણમુડીના નાણાં પણ બીઝનેસ રીક્વાયરમેન્ટના નામે લઈ જતો. નાણાં ખૂટ્‌યા પછીથી સુકેશ અને મોનાલી મારી બરોબર દેખરેખ રાખતા નથી, તેઓ બીઝનેસ અને કીટી પાર્ટીમાં જ વ્યસ્ત રહે છે, ઘરમાં કઈ ધ્યાન આપતા નથી અને મને જમવા પણ એક ટાઈમ આપે છે એ પણ સાવ થોડું, નોકર ચાકર પણ તેમના આજ્ઞાંકિત છે તેથી અપમાન પણ કરે છે,. એટલે એકટાણા જેવું જ થઈ જાય છે બાકીનો દિવસ પાણી પર ગુજારવો પડે છે.... તેમનો ઓશિયાળો બની ગયો છું... જેવા કર્મના ફળ તેમ માની પડી રહું છું.

છેલ્લાં એક પત્રમાં માં ....

તેઓ તેમની એનીવર્સરી ઉજવવા માટે હિલ સ્ટેશન પર ગયા છે... એટલે સ્ટાફ પણ મને ભૂલી ગયો છે અને પાણીથી પેટ ભરાય? ભૂખમરો હવે સહન થતો નથી... શરીર સુકાઈ ગયું છે... હવે કદાચ આપણો ભેટો નહીં થાય. તને ખૂબ આશીર્વાદ.

અનિલ અને સુહાસીના આંખમાંથી અશ્રૂનો વરસાદ વરસતો હતો અને વરસાદ બાદના બફારામાં સુકેશ અને મોનાલી એ.સી.ની મોજ માણતા હતા.

અનિલે બે કામ કર્યા, પેલા પત્રો પોસ્ટ કરવાનું અને અને બીજું માતા - પિતા મુળજીભાઈ અને શાંતાબેન ને તેમની સાથે રહેવા માટે તેડી લાવવાનું.

કૃતિ ભારત આવીને પોતાના માતા-પિતા સુકેશ અને મોનાલીનો જાહેરમાં વિરોધ કરી સાથે છેડો ફાડીને કાયમ માટે ભારે હૈયે વિદેશ ચાલી ગઈ.

અનિલ તેના માતા પિતાના તથા કુંવરજીભાઈના આશીર્વાદ સાથે ખૂબ સુખેથી જીવે છે.

પારસ એસ. હેમાણી