અસ્તિત્વ..
પ્રિતી જે ભટ્ટ....પ્રીત
આજે અરુણ ઓફિસેથી કલાક વહેલો આવી ગયો. પોતે ખૂબ ખુશ હતો ઘરમાં પ્રેવશતા જ પત્નીના નામની બૂમ પાડતો રસોડામાં જતો રહ્યો. આશા સાંજના ભોજનની પૂર્વ તૈયારી કરતી હતી. અરુણ આશાને ભેટી પડતા; હું ખૂબ ખુશ છું મને પ્રોમશન મળ્યું છે, આજે આપણે બધા બહાર ડીનર કરીશું. ત્યાં જ તેમની પાંચ વર્ષની દિકરી ઈશા આવી. પપ્પાને આવી ગયેલા જોઈ હસતી હસતી પાપા કહીં વળગી પડી. અરુણને પણ દિકરી ખુબ વ્હાલી હતી. ઈશાને ઉંચકીને વ્હાલ કરતાં બોલ્યો, મારી દિકરી મારા માટે લક્કી છે, મારો જીવ છે. સોફા ઉપર ચા નો કપ આપતાં આશા શરમાતા બોલી: મારે પણ તમને ગુડ ન્યૂઝ આપવાના છેકહીં નીચે જોઈ ગઈ. ઈશાને સોફા ઉપર બેસાડી અરુણ આશાનો હાથ પકડતા શું વાત કરે છે! સાચે?, કહીં ભેટી પડ્યો. ઈશા પપ્પા મમ્મીને જોઈ રહીં. બંન્ને ઈશા પાસે આવીને બેઠા. અરુણ દિકરીને રમાડતાં બોલ્યો, દિકુ જલ્દીથી હવે તારી સાથે રમવા માટે ભઇલું આવશે. પછી તું ને ભઇલું ખૂબ મજા કરજો. આ સાંભળી ઇશા ખુશ થતી સામે રહેતી બહેનપણી ને કહેવા દોડતી પહોંચી ગઈ.સુમી, હવે મારો પણ ભાઈ આવવાનો છે તારા ભાઈ જેવો જ, પછી હું એની સાથે રમીશ. સુમી થોડી ઉદાસ બેઠી હતી, ઈશાને કોઈ જવાબ ન આપ્યો. ઈશાએ પૂછ્યું શું થયું, તો રડતા રડતા બોલવા લાગી; હવે મારા પપ્પા મમ્મી મને પ્રેમ નથી કરતા એ લોકોને તો ભાઈ જ વ્હાલો છે હું નહીં. આ સાંભળતા ઈશાને પણ થયું ભાઈ આવતાં મારા પપ્પા મમમ્મી પણ મને પ્રેમ નહિં કરે તો? આ વિચારે ફરી દોડી ને ઘરે ગઈ. મમ્મી ડીનર માટે જવા તૈયાર થઈ રહી હતી. પપ્પા સોફા ઉપર બેઠાં ટી.વી જોતાં, ચાલ દિકુ તૈયાર થઈ જા. તારું રેડ ફ્રોક મમ્મીએ કાઢયું છે કહી પાસે બોલાવી. ઇશા ઉદાસ હતી શું થયું બેટા? તારે પીઝા નથી ખાંવા? કહી લાડ લડાવતા અરૂણે ઈશાને તૈયાર કરવાં પાસે ખેંચી. ઈશા પાસે આવી રડવા લાગી અરૂણ સમજી ન શકયો શું થયું! ધીમેથી ઈશા બોલી પપ્પા મારે ભાઈ નથી જોઈતો. આ સાંભળતા અરુણ ચમકી ગયો. તેને સમજાવવાં ખોળામાં બેસાડી વહાલ કરતાં ભાઈ કેમ નથી જોઈતો! પૂંછવા લાગ્યો. તો ઈશા બાળ સહજ મનમાં ચાલતા વિચારો કહેવા લાગી . ભાઈ આવી જતાં તમે મને પ્રેમ નહી કરો પછી બધું તમે લોકો ભાઈને જ આપી દેશો કહીં રડવા લાગી. અરુણ ખૂબ પ્રેમથી પ્પ્પી કરતાં સમજાવવા લાગ્યો તું મોટી બહેન બનશે એટલે તું કહેશે તેમ ભાઈ કરશે. અને તારું બધું કામ પણ કરશે. અને તું તો મારી લક્કી ગર્લ છો માટે સૌથી વધુ તો અમે લોકો તને જ પ્રેમ કરશું. આ વાત સાંભળી સાચે? કહીં ઈશા પપ્પાને વળગી ગઈ.રોજ નવા સવાલોમાં ને સવાલોમાં ઈશાના ઘરે ભાઈનો જ જન્મ થયો. બધાં જ ખૂબ ખુશ હતાં. ઈશા પણ ભાઈને જોઈ ખૂબ આનંદમાં આવી ગઈ. સમય જતાં ઈશાના મગજમાં હું મોટી છું પપ્પા અને મમ્મી ઉપર મારો હક્ક સૌથી વધું, મને જ પ્રેમ કરવાનો બધું મને જ પહેલા આપવાનું આ બધી વાતો ઘર કરતી ગઈ અને નાની વાતોમાં જીદ્દ કરતી. અરુણ, ઈશા હજી નાની છે સમજી એની બધી જીદ્દ પુરી કરતો રહેતો. આમ ને આમ ઈશા બાર વર્ષની થઈ ગઈ. અને એનો ભાઈ શિવ છ વર્ષનો થયો. હવે ઈશા મોટી થઈ હતી માટે અરુણ-આશા બધી જીદ્ પુરી કરતા નહિં જેથી રિશાય જતી.શિવ નાનો, સમજે નહિં એટલે બેન કહીં પાછળ પાછળ ફરતો રહેતો પણ ઈશા વાત કરતી નહીં આ જોઈ આશા રોજનો ઠપકો આપતી, 'મોટી છે પણ સમજતી નથી'. આ મમ્મીના ગુસ્સાને પોતાના માટેના ઓછા પ્રેમમાં ગણતી રહી અને મનોમન ભાઈ પ્રત્યે ચીંડ વધારતી ગઈ. મમ્મી કોઈકવાર શિવ માટે સારું બોલે તે પણ સહન કરી શકતી નહિં. ભાઈ આવ્યો ત્યારથી પપ્પા મમ્મી બદલાઈ ગયાં. તેમાં પણ મમ્મી પ્રત્યેતો ઘણી ગુસ્સે રહેતી. ભાઈ વહાલો લાગવાને બદલે પોતાનું ઘરમાં અસ્તિત્વ, સ્થાન, મહત્વ છીનવી લેનારો લાગવા લાગ્યો. પપ્પા મમ્મી માટે પોતે શિવ કરતા ઓછી મહત્વની છે એમ સમજતી થઈ ગઈ.શિવ સાથે રોજે ખરાબ વર્તન કરતા અરુણ અને આશા આજે બને જ ગુસ્સામાં ઈશાને ખીજવાયાં.
'હવે મોટી થઈ વાત સમજવી જોઈએ નાના ભાઈને સાચવાને બદલે કાયમ રડાવે છે. કહીં બોલ્યાં', જે ઈશા સહન ના કરી શકી. એ પણ ગુસ્સામાં રડતી જાય ને પોતે હવે કામની નથી શિવ આવ્યો એટલે હું ખરાબ બની ગઈ મમ્મી બધું શિવને જ વધારે આપે પપ્પા પણ શિવનું કહેલું કરે મને જ શિવને કારણે ખીજવાયાં કરે કરીને રુમ માં બારણું બંધ કરીને બેસી ગઈ.
અરુણ અને આશા ઈશાના આ વર્તનથી ચિંતા માં પડી ગયાં. મોટી થતી દિકરીની આવી જીદ્ અને ખોટા વિચારો કેમ બદલવા તે અંગે કોઈક ડોકટરની સલાહ લેવાનું વિચારતા હતાં, પણ કોઇક કારણોસર આજકલ થયા કરતું હતું. કાળને કંઇક અલગ જ મંજુર હતું.થોડા દિવસ વીતી ગયા. ઈશા સ્કૂલેથી ઘરે આવી ત્યારે કંઇક અલગ જ વર્તન તેનું હતું. આજે તેણે સામેથી શિવને બોલાવ્યો પોતાની પાસે ચોકલેટ હતી તે આપી.
ઈશા: મમ્મી મારું ને ભઈલુંનું દૂધ આપ અમે બંને સાથે પી લઈશું.
મમ્મી: આનંદમાં આવી ગઈ ને, વાહ મારી ઢીંગલીકહેતા પપી કરી ને બંનેનું દૂધ આપ્યું.
ઈશા: ભઈલુ!કહીપાસે બોલાવી ટીવી જોતા જોતા બંને દૂધ પીવા લાગ્યા.
હવે ઈશા ભાઈને સમજતી થઈ બંને હવે સાથે રમશે ચિંતા ઓછી થશે વિચારતી રસોઈની તૈયારીમાં લાગી ગઈ. શિવને પણ બેન સાથે રમવાની મજા આવી. મમ્મી હું ભાઈ સાથે રમવા જાઉં કહીં ઈશા શિવને પોતાના બિલ્ડીંગની અગાસી ઉપર લઈ ગઈ. શિવને કોઈ જ સમજ હતી નહિં તે તો બહેન કહે તેમ બોલ રમવા લાગ્યો. જાણી જોઇને ઈશા એ બોલ પાળની ધાર તરફ નાંખ્યો. પાળનો ભાગ તૂટેલો હતો. શિવ દોડીને બોલ તરફ ગયો અને પગ લપસ્તા બહારની તરફ ફેંકાયો આ જોઈ ઈશા મનોમન વિચારવા લાગી ભાઈથી છુંટકરો મળી જશે. અગાસીની પાળનો સળિયો પકળી શિવ ટીંગાય ગયો બેન બેન કહીં રડતા રડતા બુમ પાડવા લાગ્યો. શિવની ચીસ મોટી થતી ગઈ. આ ચીસ સાંભળતા ઈશાના મગજમાં અચાનક ભાઈ માટે પ્રેમ લગાવ જન્મી ગયો અને ભાઈને બચાવવા દોડી. પોતાનો હાથ આપી શિવને ઉપર ખેંચવાનો પ્રયત્ન કરવા લાગી. બાળકોની ચીસ સાંભળતા બિલ્ડિંગમાં લોકો ભેગા થઈ ગયા. બૂમાં બૂમ સાંભળીને આશા પણ બહાર આવી પોતાના બાળકોને ટીંગાયલા જોઈ બુમો પાળવા લાગી. શિવ બહેનનો હાથ પકડીને ઉપર આવી ગયો. શિવને દૂર ખસેડી ઈશા ઉભી થવા ગઈ પરંતુ ઉંચાઈ પરથી નીચે નજર પડતાં પોતાનું બેલન્સ ગુમાવી બેઠી લિફ્ટ બંધ હોવાથી બિલ્ડિંગના સભ્યો ઉપર આવતાં સુધીમાં ઈશા નીચે પટકાઈ. શિવ, બેન કહીં બુમ પાડતો રહ્યો ને ઈશા લોહીના ખાબોચિયાંમાં પટકાઈ ગઈ. આશા દિકરીને નીચે પડતાં જોઈ બેભાન થઈ ગઈ.બંન્નેને હોસ્પિટલમાં લઈ જતા ઈશાએ રસ્તમાં જ પ્રાણ છોડી દીધા, છેલ્લી જે ક્ષણો હતી તેમાં ફક્ત ને ફક્ત તે પોતાના ભાઈનો જ હાથ પકળીને જોતી રહી, ને મારો ભાઈલો ભાઈલો એટલું જ બોલી શકી.
***