Backfoot Panch - 14 books and stories free download online pdf in Gujarati

બેકફૂટ પંચ ૧૪

બેકફૂટ પંચ

ભાગ ૧૪

(આતંક એ ઇન્ડિયા દ્વારા કિડનેપ થયેલી પોતાની પ્રેમિકા લિસા ને છોડાવવા આદિત્ય ટીમ ઇન્ડિયા ને એમના સુધી લઈને આવે છે-ATF ઓફિસર નિખિલ અને જોઈન્ટ કમિશનર રાઠોર આતંક એ ઇન્ડિયા ના મકસદ થી રવાના થાય છે, પણ અત્યારે એમનો ક્યાંય પત્તો નથી-આતંક એ ઇન્ડિયા નો બોસ અત્યારે બધા ની વચ્ચે હાજર હોય છે-ટીમ ઇન્ડિયા ના પ્લેયર ને લઈને આવેલી લકઝરી ની ફરતે ગોઠવાયેલા આતંકીઓ માં ખુશી નો માહોલ હોય છે. , હવે આગળ... )

"આદિત્ય બધા પ્લેયર ને નીચે ઉતરવાનું કહી દે.. "બોસ કહેવાતા એ વ્યક્તિ એ જોર થી આદિત્ય ને કહ્યું. એ માણસ નો ચેહરો હજુ માસ્ક થી ઢાંકેલો હતો.

આદિત્ય એ સામા પ્રત્યુત્તર માં કહ્યું"હા હું બધા ને નીચે ઉતારું છું પણ એ પહેલાં તમારા બધા માણસો ને કહી દો કે એમને કોઈપણ પ્રકાર નું નુકશાન ના કરે. "

"સારું તું પહેલાં અમારું કહ્યું કર.. પછી ની વાત પછી... "રૂબી એ વચ્ચે બોલતા કહ્યું.

આદિત્ય સૌપ્રથમ લકઝરી માં થી નીચે ઉતર્યો એની પાછળ સોઢી અને કપ્તાન વિકી મલ્હોત્રા પણ આવ્યા. એમને જોઈ આતંકી ઓ ને સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો કે આદિત્ય એમના કીધા પ્રમાણે બધા ને લઈ ને આવી ગયો છે. અને એ બધા માં ખુશી ની લહેર ફરી વળી અને બધા એકબીજા ને ગળે વળગી ને ખુશી નો ઇઝહાર કરવા માંડ્યા. અત્યારે સત્યા, ચીના, સલીમ, કાદિર, રૂબી, મોઇન, બોસ અને એના જોડે આવેલા બીજા ૮ આતંકીઓ મળી કુલ ૧૫ સભ્યો ત્યાં લકઝરી ની ફરતે હાજર હતા.

અચાનક એક ઘટના એ બધા આતંકી ઓ ને જાણે ઝાટકો આપી દીધો. આતંકીઓ જ્યારે એકબીજા ને ગળે મળતા હતા ત્યારે વારાફરતી બે સ્મોગ બૉમ્બ (સ્મોગ બૉમ્બ એવો બૉમ્બ હોય જેમાં થી ધુમાડો નીકળે અને આજુ બાજુ નું વાતાવરણ એકદમ ધૂંધળું થઈ જાય) વિકી અને સોઢી એ પોતાના ખિસ્સા માં થી કાઢી એમના તરફ ફેંક્યા. પળવાર માં તો બુટ ના અવાજ અને પગરવ થી શાંત પ્રદેશ માં ખલબલી મચી ગઇ.

બધા આતંકી ઓ કશું પણ સમજી શકે એ પહેલાં એમની મોત ની કહાની લખાઈ ચુકી હતી. એમના ફુલપ્રૂફ પ્લાન ના જાણે ફોતરાં ઉડી ગયા હતા.

આદિત્ય જ્યારે બધા ક્રિકેટર ને લઈને નીકળ્યો ત્યારે આતંક એ ઇન્ડિયા નો એક માણસ એરપોર્ટ પર હાજર હતો જેને બધા ક્રિકેટરો આદિત્ય સાથે નીકળ્યા એની માહિતી બોસ સુધી મોકલાવી દીધી. વધુ પડતા આત્મ વિશ્વાસ ના લીધે એમના થી એક ભૂલ થઈ કે કોઈએ લકઝરી નો પીછો કરવું મુનાસીબ ના સમજ્યું.

રસ્તા માં જેવી જ લકઝરી એરપોર્ટ ની બહાર નીકળી ત્યારે એરપોર્ટ ના ગેટ પાસે થી જ નિખિલ સાલુંકે અને રાઠોર એમાં સવાર થઈ ગયા. પહેલા તો કોઈ ક્રિકેટર એમને ઓળખતો ના હોવાથી એમને જોઈ ચીંતા માં આવી ગયા પણ પછી એમને પોતાની ઓળખાણ આપી અને અત્યારે આદિત્ય એમને ક્યાં લઈ જઈ રહ્યો છે એ પણ જણાવ્યું.

"ઓહ જીસસ, આદિત્ય અમારા જોડે આટલો મોટો દગો.. "ક્રિકેટર જ્હોન ડિસૂઝા એ કહ્યું.

"આદિત્ય એ તમારા જોડે કોઈ દગો નથી કર્યો, આદિત્ય સાચો દેશભક્ત છે એને આવી પરિસ્થિતિમાં પણ હિંમત થી કામ લીધું. એને પહેલાં તો તમને લઈને એમના સુધી લઈ જવાની ના પાડી પણ પોતાના પ્રેમ આગળ એ લાચાર બની ગયો. આદિત્ય એ અમને જાણ કરી દીધી હતી કે આતંકીઓ એ લિસા ના બદલા માં શું માંગણી કરી છે. ATF દ્વારા જ્યારે એને આતંકીઓ જણાવે એ બધું કરવાનું કહેવામાં આવ્યું ત્યારે જ એ તમને લઈ ને આતંકીઓ સુધી લઈ જવા તૈયાર થયો. " નિખિલે કહ્યું.

નિખિલ ની વાત સાંભળી જ્હોને આદિત્ય ની માફી માંગી. આગળ જતાં એક ટનલ માં જઈને લકઝરી ઉભી રહી. આ લકઝરી અદ્દલ એવી જ લકઝરી હતી જેવી લકઝરી માં અત્યારે ટીમ ઇન્ડિયા ના પ્લેયર જઇ રહ્યા હતા. એ લકઝરી ની વ્યવસ્થા નિખિલે રાઠોર ને કહી ને કરાવી હતી. એ લકઝરી માં પહેલા થી જ ભારતીય ટીમ ની જર્સી માં લંડન પોલીસ ના ૧૦ બાહોશ ઓફિસર, ગુંજન અને ગણેશ હાજર હતા.

"તમને બધા ને લઈને આ લકઝરી હોટલ સુધી જશે અને હું આ બીજી લકઝરી જેમાં ATF અને લંડન પોલીસ ના ઓફિસર છે એમાં આદિત્ય સાથે આતંકીઓ ના અડ્ડા પર જવા પ્રયાણ કરીશું. "નિખિલે ઇન્ડિયન ટીમ ને સંબોધતા કીધું.

"પણ સર આદિત્ય સાથે અમે કેમ ના જઇ શકીએ?"સોઢી એ કહ્યું. જે આદિત્ય નો ખાસમ ખાસ મિત્ર હતો.

"હા સોઢી ની વાત સાચી છે આદિત્ય ની જીંદગી જોખમ માં મુકાય તો અમારી કેમ નહીં. "કપ્તાન વિકી મલ્હોત્રા એ કીધું.

"હા હા.. અમે બધા પણ તમારા સાથે આવીશું"બધા પ્લેયર અને સ્ટાફે વિક્કી ની વાત માં સુર પરોવ્યો.

"હું તમારી બધા ની લાગણી ની કદર કરું છું. અને તમારો મારા પ્રત્યે નો પ્રેમ જોઈ અતિ પ્રસન્ન છું. પણ મિત્રો તમે બધા પોતાની જીંદગી જોખમ માં મુકો એવું હું નથી ઇચ્છતો. "આદિત્ય એ બધા ને સમજાવવા કહ્યું.

"પણ મિત્ર હું તને ત્યાં નહીં જવા દઉં.. અને આમ પણ એ બધા બીજા જોઈ પ્લેયર ને નહીં જોવે તો નક્કી એમની બંદૂકો ખામોશ નહીં જ રહે"સોઢી એ કહ્યું.

"હું અને સોઢી તમારી જોડે આવીએ છીએ સર.. "વિક્કી એ કહ્યું.

"પણ.. તમે બંને... શું કામ પોતાના જીવ ના દુશમન બનવા બેઠા છો?"આદિત્ય એ વિક્કી ના ખભે હાથ મૂકી કહ્યું.

"જો આદિત્ય હું કપ્તાન છું અને તું વાઇસ કપ્તાન તો તારે તારા કપ્તાન ની વાત તો માનવી જ પડશે.. હું અને સોઢી તમારા સાથે જ આવીએ છીએ.. આ અમારું ફૂલ એન્ડ ફાઇનલ ડીસીઝન છે"વિક્કી એ કહ્યું.

"સારું.. આદિત્ય.. સોઢી અને વિક્કી આપણા જોડે આવે એમાં જ આપણો ફાયદો છે.. હું એમને મારા પ્લાન માં સામેલ કરી લઈશ"નિખિલે કહ્યું.

આખરે એક લકઝરી હોટલ તરફ નીકળી અને બીજી ફાર્મહાઉસ તરફ.. જેમાં ATF ના ત્રણ ઓફિસર, આદિત્ય ની સાથે વિક્કી મલ્હોત્રા અને સોઢી, તથા રાઠોર અને એની ટીમ મોજુદ હતી. પ્લાન મુજબ આદિત્ય એ ટોની ને ફાર્મહાઉસ નું લોકેશન સેન્ડ કરી ત્યાં આવી જવા જણાવી દીધું હતું. અત્યારે એ પ્લાન ના ભાગરૂપે જ વિક્કી અને સોઢી જ્યારે લકઝરી માંથી નીચે આવ્યા ત્યારે એમને પીઠ પાછળ સ્મોગ બૉમ્બ છુપાવેલા હતા જેની પીન આતંકીઓ નું ધ્યાન ભટકતા એમને સાચવીને ખોલી નાખી.

અત્યારે ચારે બાજુ ફેલાયેલા ધુમાડા થી થોડું પણ દેખાતું નહોતું. જ્યારે ધુમાડો દુર થયો ત્યારે આતંકીઓએ આજુ બાજુ નજર કરી તો એમના આશ્ચર્ય નો પાર નહોતો અત્યારે લકઝરી માં કે એની આજુબાજુ કોઈ હાજર જ નહોતું.

"શોધો એ બધા ને ક્યાં ભાગી ગયા?"બોસ એ ઘુરકી ને કીધું.

બોસ નો હુકમ સાંભળી ત્યાં હાજર દરેક આતંકવાદી સાવધ થઈ ગયો અને ફાર્મહાઉસ નો ખૂણે ખૂણો શોધવાના પ્રયાસ માં લાગી ગયો. અચાનક બનેલી ઘટના એ બધા આતંકીઓ ને વેરવિખેર કરી દીધા હતા. અત્યારે જુદા જુદા ગ્રૂપ માં વહેંચાયેલા આતંકવાદીઓ ધીરે ધીરે નિખિલ સાલુંકે ના પ્લાન માં ફસાઈ રહ્યા હતા જે એમની જાણ બહાર હતું. મિશન લાસ્ટબોલ અત્યારે એના અંતિમ ચરણ માં પહોંચી ગયું હતું.

થોડીવાર માં ફાર્મહાઉસ ની જમણી તરફ આવેલી ઝાડી માંથી ઉપરાઉપરી ૨૫-૩૦ ગોળીઓ નો જાણે વરસાદ થયો હોય એવું દ્રશ્ય સર્જાયું. અત્યારે એ દિશા માં આગળ વધતા કાદિર અને અન્ય બે આતંકીઓ ના શરીર એ ગોળીઓ ના લીધે પળવારમાં તો લોહીલુહાણ થઈ ગયા. એજન્ટ ઓરેન્જ ગુંજન મલ્હોત્રા ની આગેવાની હેઠળ ના એક ગ્રુપે પોતાનું કામ બખૂબી નિભાવ્યું હતું. ૧૫ માંથી ૩ આતંકીઓ ની લાશો જમીન પર પડી હતી હવે બચ્યા હતા બીજા ૧૨.

"મોઇન કાદિર ભાઈ શહીદ થઈ ગયા.. એ તરફથી કોઈએ છુપાવીને વાર કર્યો છે.. એમની શહીદી એળે નહીં જાય... હું કોઈને પણ જીવતા નહીં છોડું"સલીમે કહ્યું. કાદિર એનો ખાસ મિત્ર હતો એની લાશ જોઈ સલીમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.

થોડીવાર માં ફાર્મહાઉસ ના મુખ્ય બિલ્ડીંગ ની પાછળ ના ભાગ માં ગોળીબાર નો અવાજ થતા બધા આતંકીઓ નું ધ્યાન એ તરફ ગયું.. એમનો બોસ અને રૂબી સમજી ગયા હતા કે આ શત્રુઓ ની ચાલ છે પણ એ ચેતવે એ પેહલા સલીમ અને ચીના બીજા ૩ આતંકીઓ સાથે ત્યાં ભરી બંદૂકે પહોંચી ગયા અને આડેધડ ગોળીબાર ચાલુ કરી દીધો.

AK 47 માંથી સેંકડો રાઉન્ડ ફાયર કર્યા બાદ જ્યારે આતંકીઓ થાકી ને થોડી ક્ષણો માટે અટક્યા ત્યાં તો એમના માથે બેસેલું મોત એમના પર આફત બનીને ત્રાટક્યું. ગણેશ અને લંડન પોલીસ ના ત્રણ ઓફિસર ત્યાં ઉપર ના માળ ની બાલ્કની માં ચોરી છુપી થી બેઠા હતા દરેક ના હાથ માં એક એક સ્નાયપર ગન હતી. જેવા આતંકીઓ સ્થિર થયા એવાજ ચાર અચૂક નિશાના માં સલીમ અને ત્રણ આતંકીઓ નરક યાત્રા એ પહોંચી ગયા હતા.

ચીના હજુ ત્યાં જીવિત અવસ્થામાં મોજુદ હતો એની નજર બાલ્કની માં પડી એટલે એને બધાને મારી નાખવાના ઉદ્દેશ થી પોતાના જોડે રહેલા બૉમ્બ ની પિન કાઢી અને ઉપર ફેંકવા માટે જ જતો હતો ત્યાં એક જોરદાર તીવ્રતા થી ફેંકાયેલા ચાકુ નો ઘા હાથ પર વાગતા બૉમ્બ ત્યાંજ છૂટી ગયો અને જોરદાર ધડાકા સાથે ચીના ના ફુરચેફુરચા ઉડી ગયા.

ગણેશે નજર કરી તો આ ચાકુ ફેંકનાર વ્યક્તિ સોઢી હતો. પેહલા તો સોઢી અને વિક્કી ની જોડે આવવાની વાત થી એ મનોમન નારાજ હતો પણ અત્યારે સોઢી એ ખરા સમયે આવીને બધાને બચાવી લીધા એ જોઈ એને ઉપર થી જ સોઢી ને સલામ કરી. જેને જોઈ સોઢી એ અંગુઠો બતાવી ને ખુશી જાહેર કરી. સોઢી ને પેહલા થી જ સર્કસ ના કરતબ પર હાથ અજમવાનો શોખ હતો એમાં પણ ચાકુ ફેંકવાની આ રમત નો એ મજા અને આનંદ માટે ઘણીવાર અભ્યાસ કરતો જે આજે કામ લાગી ગઈ. !!!

"રૂબી આપણા વિરુદ્ધ કોઈ કાવતરું ઘડાઈ ગયું છે.. અત્યારે આપણો બધા નો જીવ જોખમ માં છે.. હવે આપણે સાત લોકો જ બચ્યા છે.. અત્યારે આપણી ભલાઈ અહીં થી ભાગી નીકળવામાં જ છે"ચેહરા પર માસ્ક વાળા બોસે કીધું.

"હા અત્યારે તો જીવતું રહેવું સૌથી વધુ જરૂરી છે.. "રૂબી એ કહ્યું.

રૂબી અને એમનો બોસ ફાર્મહાઉસ ની પાછળ રાખેલી એમની કાર તરફ જવા આગળ વધ્યા આ તરફ મોઇન, સત્યા અને વધેલા બીજા ત્રણ આતંકીઓ ના જીવ પર બની આવી હતી. એમને મોત આંખો સામે દેખાતું હતું. અત્યારે એ દરેક મરણીયા થયા હતા અને એના જ ફળરૂપ લંડન પોલીસ ના ૨ ઓફિસર ઘવાયા હતા અને એકનું મોત થયું હતું. !!

મોઇન અને સત્યા જોડે હવે ગોળીઓ ખૂટી હતી માટે એમને મેઈન બિલ્ડીંગ ના અંદર ની તરફ દોટ મૂકી... સત્યા અને ચીના ની પાછળ પેલા ત્રણ આતંકીઓ પણ બેકઅપ આપતા આપતા અંદર તરફ દોડ્યાં. હજુ એ ૨-૩ પગલાં જ અંદર આવ્યા હશે એટલા મા એમનો પીછો કરી રહેલ નિખિલ અને રાઠોર માંથી રાઠોર ના અચુક નિશાને એક આતંકી નું માથું વીંધી નાખ્યું. એમને અંદર આવતા રોકવા આતંકીઓ એ દરવાજો બંધ કરી દીધો. !!!

દરવાજો બંધ કરવાથી પવન ને રોકાય આંધી ને નહીં. રાઠોર અને નિખિલ ની સાથે બીજા ૨ પોલીસવાળા એ પોતાના શરીર ના જોરે ર-૩ વાર બારણાં ને ધક્કો મારતાં બારણું ટૂટી ગયું અને એ બધા અંદર ની બાજુ આવી ગયા. બારણું ટૂટી જતા શરીર કન્ટ્રોલ ન થવાથી એ લોકો અત્યારે એ જમીન પર પેટ ના બળે પડ્યા હતા અને આતંકીઓ ની બંદૂક નો નિશાનો એમના પર જ મંડાયેલો હતો, નિખિલે નજર ઊંચી કરી તો મોત સામે જ હતું. અચાનક ઉપરાઉપરી બે ગોળીઓ નો અવાજ સંભળાયો.

નિખિલે અને રાઠોરે જોયું તો એ બંને આતંકીઓ જમીન પર લાશ બની ને પડ્યા હતા અને એમની પાછળ ઉભો હતો સત્યા... હા સત્યા જેની બંદૂકે એ બંને આતંકીઓ ના ઢીમ ઢાળી દીધા હતા.. !!

"સાહેબ, મોઇન ઉપર ની તરફ ગયો છે.. એના હાથ માં વિસ્ફોટક સામગ્રી આવે એ પહેલાં એને રોકી લો.. "સત્યાએ નિખિલ અને રાઠોર ને ઉદ્દેશીને કહ્યું.

"આભાર સત્યા.. હું કોઈને પણ જીવતા નહીં છોડું.. આદિત્ય એ તને સંભલાવેલી ટેપ પરથી તને ખબર તો પડી જ ગઈ હશે કે આ લોકો કોઈના પણ સગા નથી.. આજે તે અમારી મદદ કરી એ સાબિત કરી દીધું છે કે હજુ તું ભારત માં નો સાચો સેવક છે. "નિખિલે ઉભા થઇ સત્યા ને ગળે લગાવી ને કહ્યું અને પછી મોઇન ની પાછળ જવા દોટ મૂકી.

જ્યારે આદિત્ય લકઝરી લઈને આવ્યો ત્યારે સત્યા ગેટ ઉપર હતો... આ જોઈ આદિત્ય એ ખિસ્સા માં રાખેલી પોતાને નિખિલ દ્વારા આપેલી ટેપ જ્યારે સત્યા એનું ચેકીંગ કરતો હતો ત્યારે ઓન કરી. જેમાં રૂબી અને બોસ વચ્ચે ની વાતચીત હતી જેમાં પ્લાન પત્યા પછી સત્યા અને ચીના ને મોત ને ઘાટ ઉતારી દેવાનું કહેવાયું હતું. આ સાંભળી સત્યા ની આંખો ખુલી ગઈ અને એને મનોમન વિચાર્યું કે મેં પોતાના દેશ જોડે ગદ્દારી કરી તો મારા જોડે આ લોકો આજ કરી શકે. હવે હું કોઈ કાળે આ ગદ્દારો નો સાથ નહીં આપું. !!

આ બાજુ મોઇન ની પાછળ પાછળ નિખિલ ઉપર આવેલ એક રૂમ માં આવ્યો તો બીજી તરફ રૂબી અને બોસ ને રોકવા આદિત્ય અને વિક્કી દોડ્યાં. રૂબી અને બોસ ગાડી ચાલુ કરી નીકળવા જ જતા હતા ત્યારે વિક્કી અને આદિત્ય એમની સામે ગન લઈને ઉભા હતા, આ તરફ મોઇન ની ગન રૂમ માં પ્રવેશેલા નિખિલ પર પોઇન્ટ કરેલી હતી... અલગ અલગ જગ્યા એ બાઝી અલગ અલગ લોકો ના હાથ માં હતી જે થોડીવાર માં પલટાઈ જવાની હતી... !!!

આદિત્ય ને સામે ઊભેલો જોઈ રૂબી એ કાર ને બ્રેક કરી દીધી અને પોતાની ગન હાથ માં લઇ આદિત્ય પર ફાયરિંગ કરવા માટે ટ્રિગર દબાવ્યું... અને ગોળી છોડી... આદિત્ય સહેજ પણ ખસ્યો નહીં અને ગોળી એના બાજુ માંથી પસાર થઈ ગઈ..

"રેહાના તું આ બધું મૂકી દે અને પ્રત્યારોપણ કરી દે હું તને કોઈ સજા નહીં થવા દઉં.. આ લોકો તારો એક પ્યાદા ની જેમ ઉપયોગ કરી રહ્યા છે.. કાલે ઉઠી જેમ સત્યા ને મારવાનું તને કીધું એમ તને મારવાનું બીજા ને કહેશે.. મને ખબર હતી કે તું મને ગોળી તો નહીંજ મારી શકે.. અને તને મારા પર ગુસ્સો હોય તો મને મારી નાખ પણ ભારત દેશ પ્રત્યે આમ દગો ના કર.. મુસ્લિમો સૌથી વધુ સુરક્ષિત ભારત માં જ છે.. આ લોકો એ તારા મન માં રાખેલું ઝેર નીકાળી દે.. "આદિત્ય એ રૂબી ઉર્ફે રેહાના ને સમજાવવા માટે કહ્યું.

આદિત્ય ની વાત થી રૂબી એ થોડો સમય કંઇક વિચાર્યું અને પછી કાર માંથી ઉતરી આદિત્ય ની તરફ ગઈ.. અત્યારે એનો ચહેરો શાંત હતો.. આદિત્ય ની વાત એ સમજી ગઈ હતી એટલે જ ગન ગાડી માંજ મૂકી ને નીચે આવી હતી.. રૂબી ના બોસે એને કાર માં થી ઉતરવાની ના પાડી પણ રૂબી ના જ માની.. રૂબી અને આદિત્ય વચ્ચે નું અંતર જ્યારે બે ડગલાં પણ નહોતું ત્યારે ધડાકાભેર અવાજ થયો અને રૂબી ના મોં માંથી ચિત્કાર નીકળી ગયો અને એ આદિત્ય ના ખોળા માં ફસડાઈ પડી. !!

બોસે ગોળી ચલાવી હતી અને હવે એને કાર ને ટર્ન મારી એને ફાર્મહાઉસ ના ગેટ તરફ ભગાવી મૂકી.. રૂબી અત્યારે આદિત્ય ના ખોળા માં અંતિમ શ્વાસ લઈ રહી હતી.. "વિક્કી ગાડી લેતો આવ.. આને લઈને હોસ્પિટલ તરફ જવું પડશે. "

"આદિત્ય.. રહેવા દે બધું... હું હવે થોડા ક્ષણો ની જ મહેમાન છું. ભારત દેશ જોડે ગદ્દારી ની સજા આ જ હોઈ શકે.. અને મારી એક ઈચ્છા હતી કે મારો છેલ્લો શ્વાસ તારા ખોળા માં જ નીકળે.. જીવી તો તારા જોડે ના શકી પણ તારી બાહો માં મરવા મળ્યું એ જ મારા માટે ઘણું છે.. આઈ લવ યુ આદી.. "અટકતા અટકતા રૂબી એ છેલ્લા શબ્દો બોલી આદિત્ય ના ખોળા માં જ જીવ મૂકી દીધો.

મોઇન ની પાછળ ગયેલા નિખિલ ની સામે અત્યારે ગન મંડાયેલી હતી.. મોત સામે લડવું એ તો નિખિલ ની આદત હતી. આવી પરિસ્થિતિ ઘણી વાર નિર્માણ પામી ચુકી હતી જેમાંથી કેમ નીકળવું એ નિખિલ ને સારી રીતે આવડતું હતું.

"વધારે હોંશિયારી કરી છે તો જીવતો નહીં છોડું.. !!"મોઇને ધમકીભર્યા સુર માં કહ્યું.

"જો ભાઈ તું મને મારી નાખીશ પણ અહીં થી જીવતો તો નહીં જ જઇ શકે એના કરતાં એક કામ કર મારા પર ગનપોઇન્ટ રાખી તું બહાર નીકળી જા"નિખિલે કહ્યું.. જેમાં એની ચાલ હતી.

"તારી વાત સાચી છે.. "મોઇને નિખિલ ની વાત પર તરત ભરોસો કરી લીધો જે એની સૌથી મોટી અને છેલ્લી ભૂલ બની જવાની હતી.

મોઇને નિખિલ ના લમણા પર બંદૂક રાખી અને એને આગળ કરી પોતે એની પાછળ પાછળ રૂમ ના બહાર નીકળ્યો. એને નીચે જઈને જોયું તો રાઠોર એના ૨ પોલીસ ઓફિસર સાથે હોલ માં જ મોજુદ હતો.. અત્યારે એને નિખિલ ની વાત માનવા બદલ પોતાની જાત પર ગર્વ થઈ રહ્યો હતો.

"જો કોઈ એ કંઈપણ કર્યું છે તો હું તમારા આ ઓફિસર ની ખોપરી ને વીંધી નાંખીશ"મોઇને રાઠોર ની સામે જોઈ ઊંચા અવાજે કહ્યું. એજ સમયે નિખિલે આંખ મારી રાઠોર ને શાંત રહેવા જણાવી દીધું.

બધું અત્યારે પોતાના કન્ટ્રોલ માં છે એમ માની મોઇને ધીમા પગલે દાદરો ઉતરવાનું ચાલુ કર્યું.. અત્યારે એનું ધ્યાન રાઠોર અને નીચે ઉભેલા બીજા ઓફિસર ઉપર કેન્દ્રિત હતું. આ તક નો નિખિલે ભરપૂર લાભ લીધો. નિખિલે અચાનક પોતાના પગ ના ઘૂંટણ પર નમીને પોતાની હાથ ની બંને કોણી નો આકરો પ્રહાર મોઇન પર કરી દીધો.. મોઇને હલબળાટમાં આવી ૨ ગોળી ઓ પણ ચલાવી પણ બધી ખોટા નિશાનાએ. !!

નિખલે એજ સમયે પોતાના બુટ માં રાખેલા નાનકડા કટર ટાઈપ ચાકુ ને મોઇન ના ગળા ફરતે બળપૂર્વક ફેરવી દીધું અને એની શ્વાસનળી એક જ ઝાટકે કાપી નાખી.. નિખિલ આ ખેલ માં ખૂબ માહેર હતો.. આ ટેક્નિક એને મેજર સૂર્યવીર સિંહ એ શીખવી હતી. મોઇન ના હાથ માં થી ગન પડી ગઈ અને એનો નિઃચેતન દેહ ત્યાં જ દાદરા ની સીડી ઓ પર ફસડાઈ પડ્યો.. !!

રૂબી ની હત્યા કરી ને બોસે ગાડી ને પુરપાટ ઝડપે ફાર્મહાઉસ ના ગેટ તરફ ભગાવી મૂકી હતી. ગાડી એના પુરા વેગે ગેટ તરફ આગળ વધી રહી હતી ત્યારે જ અચાનક લકઝરી કાર ની બિલકુલ સામે આવીને ઉભી રહી. અત્યારે સત્યા એ લકઝરી ચલાવી રહ્યો હતો. સત્યા ને જોઈ બોસે લકઝરી હટાવાની જોર જોર થી બુમો પાડી પણ બધું વ્યર્થ આખરે એને કાર ને પુરી ઝડપે બ્રેક મારવાની કોશિશ કરી પણ વધારે પડતી ગતિ ના લીધે કાર લકઝરી સાથે અથડાઈ.

કાર ના અથડાતા ની સાથે જ બોનેટ માં થી ધુમાડા નીકળી ગયા જે જોઈને બોસે કારમાંથી નીચે ઉતરી ને ભાગવું જરૂરી સમજ્યું.. !!

બોસ બંદુક હાથ માં લઈને ઉતર્યો તો ખરો પણ ક્યાં ભાગવું એ સૂઝે એમ નહોતું. એ જે દિશા માં દોડતો એ તરફ થી કોઈના કોઈ સામે આવતું અને એને દિશા બદલવી પડતી.. છેલ્લે એવું બન્યું કે બોસ ઘેરાઈ ગયો. અત્યારે ઓફિસર નિખિલ, ગુંજન, ગણેશ, રાઠોર, આદિત્ય, વિક્કી, સોઢી અને પોલીસ ના સભ્યો દ્વારા બનાવેલા વર્તુળ ની વચ્ચે બોસ પોતાની જાત ને નિઃસહાય મહેસુસ કરી રહ્યો હતો.. એને પોતાની બંદૂક ને વારાફરતી બધા સામે તાકી પણ કોઈના ચહેરા પર ડર ની કોઈ રેખા ના જોતા એ ભાંગી પડ્યો અને જમીન પર બેસી ગયો.

"આજે તારો ચહેરો દુનિયા સામે ઉઘાડો પડી જશે.. ઇકબાલ સઈદ"નિખિલે દાંત કચકચાવીને કહ્યું.. અને એના ચહેરા પર નું માસ્ક દૂર કર્યું.

"ઓહ માય ગોડ.. વિદેશ પ્રધાન ઇકબાલ સઈદ... જેમના ભરોસે દેશ ચાલે છે એજ લોકો આવું કરે તો સામાન્ય માણસ નું શું?"આદિત્ય બોલ્યો.

"આવા લુખ્ખા રાજકારણી ઓ ના લીધે જ ભારત દેશ આગળ નથી આવતો"રાઠોરે કહ્યું.

"તારા પર અમને શક તો ક્યારનોય હતો.. કાશ્મીર ની આઝાદી ના બદલા માં તારે પાકિસ્તાન નો વડાપ્રધાન બનવું હતું.. હરામ ની ઓલાદ"આટલું બોલી ગણેશે પોતાના બુટ નો જોરદાર ઘા ઇકબાલ સઈદ ના ફેસ પર કરી દીધો જેના લીધે એના હોઠ માં થી લોહી આવી ગયું.

"ગણેશ કન્ટ્રોલ.. આને એની સજા દેશ નું ન્યાય તંત્ર આપશે. ઓફિસર એરેસ્ટ ધીસ બાસ્ટર્ડ. "નિખિલે કહ્યું.

નિખિલ નો આદેશ સાંભળી જેવા બે ઓફિસર ઇકબાલ સઈદ ને હાથકડી પહેરાવા જતા હતા એ સમયે જ ઇકબાલે પોતાની બન્દુક નું ટ્રિગર પોતાના ગળા પર રાખી દબાવી દીધું. કોઈ કંઈ સમજે એ પહેલાં એની લોહી થી ખરડાયેલી લાશ ફાર્મહાઉસ ના લોન માં પડી હતી.. !એના કર્મો ની સજા એને જાતે જ આપી દીધી.. !!

"ઓપરેશન લાસ્ટ બોલ સફળતાપૂર્વક પૂર્ણ "નિખિલે કોલ કરી સૂર્યવીર સિંહ ને જણાવી દીધું.

ઘવાયેલા ઓફિસર ને હોસ્પિટલમાં એડમિટ કરાવી દેવામાં આવ્યા હતા. બધા આતંકીઓ ની લાશો ની પણ એમના ધર્મ પ્રમાણે અંતિમવિધિ કરવામાં આવી. ઇકબાલ સઈદ ના બધા કાળા કામો વિશે મીડિયા માં અહેવાલ આવી ચુક્યા, ઠેર ઠેર એના પૂતળાં બાળવામાં આવ્યા. ATF ના કાર્ય ની બધે પ્રશંષા થઈ. વલીખાન અને યાકુબ પઠાણ ને તાત્કાલિક ફાંસી આપવામાં આવે એવો રાષ્ટ્રપતિ એ હુકમ કર્યો જેથી ફરી થી આવી ઘટના ના બને. સત્યા ને નિર્દોષ જાહેર કરી સરકારી નોકરી આપવામાં આવી.

***

ભારત અને પાકિસ્તાન વચ્ચે ની પ્રથમ મેચ હતી. પાકિસ્તાન નો દાવ પૂર્ણ થઈ ગયો હતો. બ્રેક ટાઈમ હોવાથી આદિત્ય અત્યારે પોતાના દાવ ની રાહ જોઈ ડ્રેસિંગ રૂમ માં બેઠો હતો ત્યારે કોઈએ આવીને આદિત્ય ને કહ્યું"આદિ તને નીચે હોલ માં કોઈક ગુરુજી મળવા આવ્યા છે"

ગુરુજી નું નામ સાંભળી આદિત્ય નીચે હોલ માં આવ્યો, આમ આદિત્ય ને હોલ માં જતો જોઈ લિસા પણ આદિત્ય ની પાછળ પાછળ આવી. ત્યાં જઈને જોયું તો સાચેજ ગુરુજી ત્યાં મોજુદ હતા. આદિત્ય એમને જોઈને આશ્ચર્ય પામ્યો. આદિ એ ગુરુજી ના ચરણ સ્પર્શ કર્યા. આદિત્ય ને અનુસરતા લિસા એ પણ ગુરુજી ના ચરણ સ્પર્શ કર્યા.

"બેટા આ તારા જોડે આ છોકરી કોણ છે?"ગુરુજી એ લિસા સામે જોઈ ને કહ્યું.

"ગુરુજી એ લિસા છે.. મારી પ્રેમિકા.. અમે બંને ટૂંક સમય માં જ લગ્નગ્રંથિથી જોડાવા ના છીએ.. "આદિત્ય એ કહ્યું.

"સદા સુખી થાઓ બેટા"ગુરુજી એ આશીર્વાદ આપતા કહ્યું.

"ગુરુજી તમને અહીં જોઈ ખૂબ ખુશ છું પણ અહીં આમ અચાનક જાણ કર્યા વગર આવવાનું કારણ?"આદિત્ય એ પૂછ્યું..

"બેટા એક નહીં પણ બે કારણ છે.. "ગુરુજી એ પ્રસન્ન ભાવે કહ્યું.

"રીમા બહાર આવ.. "ગુરુજી એ કહ્યુ.

ગુરુજી ની વાત સાંભળી રીમા એમની સામે આવે છે. અત્યારે એની હાલત ઘણી સારી લાગી રહી હોય છે. ચહેરા પર ખુશી ઉભરી રહી હોય છે. પોતાની માં ને આ સ્થિતિ માં જોઈ આદિત્ય આદિત્ય અતી પ્રસન્ન હતો.. એની માં એને જોવા છતાં એ આજે બિલકુલ સ્વસ્થ હતી એ એના માટે બહુ મોટી ખુશી ની બાબત હતી.

"બેટા, પોતાની માં ને ગળે નહીં મળે?"રીમા એ કહ્યું.. અત્યારે એની આંખ માં આંસુ ઉભરી રહ્યા હતા.. પણ આ આંસુ હર્ષ ના હતા.. ખુશી ના હતા!!

આદિત્ય દોડતો જઈને પોતાની માં ને ગળે વળગી ગયો.. અત્યારે માં દીકરા નું આ મિલન જોઈ લિસા પણ ભાવુક થઈ ગઈ હતી.. રીમા એ આદિત્ય ના કપાળ પર ચુંબન કરી ને એના માથા માં પ્રેમ થી હાથ ફેરવ્યો.

લિસા એ આવી ને રીમા ના ચરણ સ્પર્શ કર્યા. આદિત્ય એ લિસા નો પરિચય જ્યારે પોતાની પ્રેમિકા તરીકે આપ્યો ત્યારે રિમા એ એને પણ ગળે વળગાડી ને વ્હાલ કર્યું.

આદિત્ય એ ગુરુજી ને પૂછ્યું"પણ આમ મમ્મી અત્યારે આમ કઈ રીતે એકદમ સાજી સારી થઈ ગઈ?"

"દીકરા એ માટે એક વ્યક્તિ જવાબદાર છે એ છે તારા પિતા"ગુરુજી એ કહ્યું જે સાંભળી આદિત્ય આશ્ચર્ય માં ગરકાવ થઈ ગયો.

"મારા પિતા, કોણ છે?ક્યાં છે એ અત્યારે. ?. આટલા વર્ષો બાદ અમારી જિંદગી માં પાછા આવવાનું કારણ?આદિત્ય એ સવાલો પર સવાલો કરી મુક્યા.

"હું છું તારો ગુનેગાર, તારો બાપ.. સતીશ ઓબેરોય"એક શુટ બુટ માં સજ્જ વ્યક્તિ એ હોલ માં પ્રવેશતા કહ્યું.

"તમે મારા પિતા.. કઈ રીતે?અને ક્યાં હતા આટલા વર્ષો.. ?મારી મા એ કેવી કેવી મુશ્કેલીઓ જોઈ છે એની તમને શું ખબર"આદિત્ય એ ગુસ્સા માં કહ્યું.

"દીકરા એમને ના બોલ.. એમાં એમનો કોઈ વાંક નથી"રિમા એ કહ્યું.

"બોલવા દે રીમા એને.. એનો ગુસ્સો વ્યાજબી છે.. "આદિ ના પિતા એ કહ્યું.

"પણ.. એને કંઈ ખબર નથી.. કે વાંક તમારો નહીં આપણા નસીબ નો હતો"રીમા એ કહ્યું.

"કેવું નસીબ અને કોનું નસીબ?"આદિ બોલ્યો.. હજુ પણ પોતાના પિતા સામે એનો ગુસ્સો ઓછો નહોતો થયો.

"બેટા આદિત્ય સાંભળ... જ્યારે મને ખબર પડી કે રીમા પ્રેગ્નન્ટ છે તો હું ખૂબ ખુશ હતો.. હું એની સાથે લગ્ન પણ કરી લેવાનો હતો પણ કિસ્મત ને એ મંજુર નહોતું. મારા પિતા એટલે કે તારા દાદા નો બિઝનેસ લંડન માં હતો. અહીં એમને હૃદયરોગ નો હુમલો થતા હું તાત્કાલિક લંડન આવ્યો. એ ૧૫-૨૦ દિવસ કોમા માં રહ્યા.. અને પછી અવસાન પામ્યા આ બધી દોડધામ માં મહિનો ક્યાં નીકળી ગયો ખબર જ ના પડી"

એમના અવસાન પછી ધંધા ની બધી જવાબદારી મારા પર આવી ને ઉભી રહી.. જ્યારે અહીં બધું સેટલ કરી હું ઇન્ડિયા રીમા ને લેવા આવ્યો તો એ પોતાના પિતા નું ઘર મૂકી ક્યાંક ચાલી ગઈ હતી. ઘણી કોશિશ પછી પણ રીમા નો ક્યાંય પત્તો ના લાગ્યો. મને એવું લાગ્યું કે રીમા એ જીવન ટૂંકાવી લીધું હશે અને એનું કારણ હું જ છું"આટલું બોલતા બોલતા તો સતીશ નો ડૂમો બાજી ગયો અને એની આંખો માંથી અશ્રુધારા વહેવા લાગી.

"સતીશ ઓબેરોય લંડન ના એક ખ્યાતનામ બિઝનેશ મેન હોવા છતાં આજીવન કુંવારા રહ્યા એનું કારણ હતું તારી મા પ્રત્યે એમનો પ્રેમ"ગુરુજી એ કહ્યું.

"હા બેટા આદિત્ય, તારા પિતા એ લગ્ન નથી કર્યા.. અને એકલા રહી પોતાની જાતને વગર કારણે સજા આપી છે.. જ્યારે એમને તારો ચેહરો જોયો ત્યારે એમને અંદર થી એવી લાગણી થઈ કે તારા અને એમના વચ્ચે કોઈ સેતુ જરૂર છે.. એમાંયે જ્યારે તારી પાછળ મારુ નામ સાંભળ્યું ત્યારે એમને તારા પરિવાર ની માહિતી એકત્રિત કરવાનું ચાલુ કર્યું"રીમા એ કહ્યું.

"હા બેટા, મારા માણસો એ મને માહિતી આપી કે તું વૃંદાવન આશ્રમ ચોરીછુપી થી જાય છે ત્યારે મને ચોક્કસ લાગી આવ્યું કે મારી જીંદગી નો સાચો અર્થ મને ત્યાંજ મળશે.. તું લંડન આવ્યો એ જ દિવસે હું વૃંદાવન આશ્રમ ગયો.. ત્યાં મારો પરિચય મેં આપ્યો અને ગુરુજી ને મળ્યો.. મેં મારી જીંદગી ની બધી હકીકત એમને જણાવી તો એ મને તારી મા સુધી લઈ ગયા.. મને જોઈ એ પહેલાં તો બહુ ગુસ્સે થઈ અને મારા ગાલ પર તમાચા પણ લગાવી દીધા.. મેં એને એનો બધો ગુસ્સો મારા પર ઉતારવા દીધો.. !"

"આખરે મેં રીમા ને બધું જણાવી દીધું એટલે એને મારો સ્વીકાર કરી લીધો. તારા વિશે ની બધી વાત એને મને જણાવી.. તપાસ કરતા ખબર પડી કે તું લંડન ગયો છે તો મેં ગુરુજી અને તારી મા ના લંડન આવવાની વ્યવસ્થા કરી. આ બધા વચ્ચે મારા માણસો જે તારા પાછળ હતા એમને તારી ધરપકડ ની માહિતી આપી તો મારી કમ્પની ના મેનેજર ને કહી તારા જામીન પણ મેં જ કરાવ્યા હતા. "

આદિત્ય પોતાના પિતા ની વાત સાંભળી અને દોડી ને એમને ગળે લગાવી લીધા.. રીમા એ પણ બાપ બેટા નું આ મિલન જોઈ એમની નજીક જઇ એમને ભેટવામાં વાર ના કરી.. અત્યારે એક પરિવાર સંપૂર્ણ બન્યો હતો જેની સાક્ષી બનેલા ગુરુજી અને લિસા ની આંખો માં ખુશી ના આંસુ ઉભરાઈ આવ્યા હતા.

આદિત્ય એ પોતાની આક્રમક ઇનિંગ વડે ભારત ને પાકિસ્તાન વિરુદ્ધ ની મેચ જીતાડી દીધી. મેન ઓફ ધ મેચ નો ખિતાબ આપતી વખતે એની આખી ફેમિલી ત્યાં હાજર હતી જે આદિત્ય માટે દુનિયા ની સર્વોપરી ખુશી હતી. !!!!

આખરે ભારત ચેમ્પિયન ટ્રોફી પણ જીતી ગયું અને આદિત્ય એ ઇન્ડિયા જઇ વૃંદાવન આશ્રમ માં લિસા સાથે ધામધૂમ થી લગ્ન પણ કરી લીધા. દેશ ના શત્રુઓ નો નાશ કરનાર ATF નું રાષ્ટ્રપતિ ના હાથે જાહેર સન્માન કરવામાં આવ્યું. અંતે વિવિધતા માં એકતા ધરાવતા આ દેશ માં અલગ અલગ પ્રાંત ના લોકો એ ભારત દેશ નું સમ્માન એમના માટે પહેલા આવે છે એ વાત ની સાબીતી આપી દીધી.

સમાપ્ત

મિત્રો આ સાથે બેકફૂટ પંચ નોવેલ ને અહીં પૂર્ણ જાહેર કરું છું. અંત સારો તો બધું સારું એ ઉદ્દેશ થી આ નોવેલ નો અંત પણ સારો રાખ્યો. આદિત્ય ની જિંદગી ની સાક્ષી બનેલા સર્વે વાંચકો નો ખુબ ખુબ આભાર. આપ સૌના પ્રેમ થકી આટલું લખી શક્યો. આ નોવેલ પછી ટૂંક સમય માં આવી રહી છે હોરર સસ્પેન્સ નોવેલ ડેવીલ-એક શૈતાની આત્મા. આ નોવેલ અંગે નો આપનો અભિપ્રાય મારા WHATSUP નમ્બર 8733097096 પર જણાવવા વિનંતી.

-જતીન. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED