Backfoot Panch - 1 books and stories free download online pdf in Gujarati

બેકફૂટ પંચ-૧

પ્રસ્તાવના

ભારત એક એવો દેશ છે જ્યાં અલગ અલગ જાતિ, ધર્મ, ભાષા, રહેણી-કરણી ધરાવતા લોકો રહે છે. ઘણા ની બોલી અલગ છે તો ઘણા નો પહેરવેશ, ઘણા નો ખોરાક અલગ છે તો ઘણા ના તહેવાર. પરંતુ એક વસ્તુ છે જે બધા ને જોડે છે એ છે ક્રિકેટ. ભારત માં ક્રિકેટ એ ધર્મ છે, એક પાગલપન છે, એક જૂનૂન છે.. ભારતીય ક્રિકેટ ટીમ ની જીત માં લોકો ખુશ ને હાર માં બધા દુખી. ભારત ની જીત સાથે મીઠાઇ વેચાય, ફટાકડા ફૂટે, એક તહવાર જેવો માહોલ હોય. અને હાર સાથે ઘણા લોકો ભૂખ્યા રહે, કોઈ રડી પડે, રસ્તા પર ભેંકાર પડે, કોઈ વાર તો લોકો ને હાર્ટ અટૈક આવ્યો હોય એવા પણ કિસ્સા છે, એમાં પણ ભારત પાકિસ્તાન સામે હારી જાય તો ક્રિકેટરો ના ઘર ની બારી ના કાચ તૂટે, ગાડી પર પથ્થર ફેંકાય, એમના પૂતળા સળગે. જે મીડિયા વાહ વાહ કરતું હોય એ ગાળો આપે. કેમ કે આપણો દેશ ક્રિકેટ મેનીયાક દેશ છે.

આ મારી પ્રથમ નવલકથા છે, પ્રવીણ પીઠડીયા સાહેબ ના માર્ગદર્શન નીચે મે મારા મગજ માં ચાલતા વિચારો ને અહીં રજૂ કરવાનો એક નાનો પ્રયાસ કરેલો છે, નવલકથાનું નામ જ દર્શાવે છે કે આ નવલકથા એક ક્રિકેટ આધારિત નવલકથા છે. બેકફૂટ પંચ નો અર્થ ક્રિકેટ જોતાં અને જાણતા મોટા ભાગ ના લોકો ને હશે, જ્યારે બોલર કોઈ દડો શોર્ટ નાખે એટલે કે એ દડો બેટ્સમેન ની છાતી સુધી આવતો હોય તો એ ક્રિઝ નો ઉપયોગ કરી થોડા પાછા જઇ પોતાના નીચે ના હાથ ના પાવર વડે દડા ને જોર થી ફટકારે કે પછી દડા ને રક્ષણાત્મક રીતે રોકે તો એને બેકફૂટ પંચ કહેવાય. ભારત માં પેહલા સુનિલ ગાવસ્કર, ગુડમ્પા વિશ્વનાથ, રાહુલ દ્રવિડ કે વીવીએસ લક્ષ્મણ, વર્લ્ડ લેવલ એ જોઈએ તો રિકી પોંટિંગ, બ્રાયન લારા, જેક કાલિસ, કેવિન પીટરસન આ શૉટ બહુ બખૂબી પૂર્વક રમતા હતા. હાલ માં મોટા ભાગ ના બેટ્સમેન આ શૉટ પર ડિફેંસ કરવાની જગ્યા એ અટેક કરે છે જેના થી બોલર ફરી થી આ પ્રકાર ના દડા ના ફેંકે.

પ્રસ્તુત નવલકથા ક્રિકેટ સાથે સંકડાયેલ છે પણ એનો વાસ્તવિક જીવન માં કોઈ સાથે સીધો ક આડકતરી રીતે કોઈ ક્રિકેટર સાથે સંબંધ નથી. આ નવલકથા ના માધ્યમ થી અમે કોઈ ને ખોટા ચીતરવાનો પ્રયાસ કરેલો નથી, છતાં પણ કોઈ ને એવું લાગે તો માફ કરજો.

આ નવલકથા માં ફક્ત ક્રિકેટ નથી, ક્રિકેટ ની સાથે લવ, દોસ્તી, નફરત, મહત્વકાંક્ષા, ક્રિકેટ નું ગંદુ રાજકારણ, ક્રિકેટ માટે નું જૂનૂન, માં-પુત્ર નો સંબંધ, દેશ-પ્રેમ અને બીજું ધણુ બધુ. એક પરફેક્ટ નોવેલ જે તમને રોમાંચિત કરી મૂકશે. આ નોવેલ ક્રિકેટ રસિયા માટે તો સોના માં સુગંધ જેવી છે, પરંતુ એની સાથે જેને ક્રિકેટ નથી ગમતું એવ લોકો ને પણ આ નોવેલ ના બીજા પાસા બહુ જ પસંદ આવસે એવી આશા છે. આ મારો એક નાનકડો પ્રયાસ આપ સર્વ ને ૧૦૦% પસંદ આવસે એવિ ભગવાન ને પ્રાથના.

જતિન આર. પટેલ

***

પ્રકરણ - ૧

૨૧ જાન્યુઆરી, ૨૦૧૪ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને શ્રેણી ની છેલ્લી ટેસ્ટ નો છેલ્લો દિવસ, ભારત ને મેચ જીતવા અને ટેસ્ટ શ્રેણી જીતવા માટે ૩૬૨ રન ની જરૂર. ટેસ્ટ મેચ પર્થ ના પ્રખ્યાત સ્ટેડિયમ ખાતે રમાઈ રહી રહી. ભારત ની ૮ વિકેટ સલામત હતી. ભારત નો સ્કોરે હતો ૧૨/૨ અને મેદાન પર હતા કાર્તિક રાજગુરુ અને નાઇટ વોચમેન સુમન નાથ. આ પેહલા રમાઈ ગયેલી ૩ ટેસ્ટ મેચ બહુ જ રોમાંચક રહી, પણ એક રીતે જોઈએ તો પોતાની હોમ કંડિશન અને અનુભવી બોલિંગ લાઇન-અપ ના લીધે ઓસ્ટ્રેલિયા નો હાથ ઉપર હતો. પ્રથમ ટેસ્ટ મેચ જે હોબર્ટ ખાતે રમાઈ એ મેચ માં સુમન નાથ, કે. શિવદાસ, અને વિજય કુમાર ની જોરદાર બોલિંગ ની મદદ થી ભારતે ઓસ્ટ્રેલિયા ને છેલ્લા દાવ માં ૨૫૩ જેવા નાના લક્ષ્ય નો પીછો કરતાં રોકી અને એક હારેલી મેચ ને જીતી લીધી.

પણ પછી ની મેચ જે મેલબોર્ન ખાતે રમાઈ એમાં ઓસ્ટ્રેલિયા ના જેકોબ, કાર્લોસ, અને મિચલ હેશ ની જોરદાર બૅટિંગ અને ડેવિડ બર્ન, નીલ હેન્રી અને કેટ વેન્ડર ના જોરદાર બોલિંગ પ્રદર્શન ના લીધે ઓસ્ટ્રેલિયા એ ભારત ને ૧ ઈનિંગ અને ૩૮ રન થી પરાજય આપ્યો. આખી મેચ માં ભારત તરફ થી એક માત્ર અડધી સદી વિક્કી મલ્હોત્રા એ નોધાવી, આ મેચ ના લીધે ભારતીય ટીમ પર ફેન અને મીડિયા એ જોરદાર વાક પ્રહાર કર્યા. પબ્લિક ભૂલી ગઈ કે આ એજ ટીમ છે જેને પ્રથમ ટેસ્ટ માં જીત મેળવી છે. આમ પણ ગુજરાતી માં એક કહવાત છે કે લોકો તમારા ૧૦૦ સારા કામ ભૂલી જાય પણ તમારી ૧ ભૂલ જાણે અપરાધ બની જાય.

શ્રેણી ની ૩ જી ટેસ્ટ મેચ સિડની ખાતે રમાઈ. આ મેચ માં પૂંછડિયા બેટ્સમેન ના સહયોગ થી ભારતે ૩૮૦ રન બનાવ્યા પણ સામે ઓસ્ટ્રેલિયા એ કેપ્ટન જેકોબ ની બેવડી સદી અને કાર્લોસ ના ૧૫૦ બૉલ માં ૧૮૫ રન ની મદદ થી ભારત સામે ૭૨૦ રન નો હિમાલય જેવો સ્કોરે કર્યો. ભારત માટે આ ટેસ્ટ માં હાર પાકી હતી. ૩૪૦ રન ના દેવા સાથે ઉતરેલી ભારત ની ટીમ ની ૫ વિકેટ તો ૫૮ રન માં જ પડી ગઈ, પણ વિકેટ કીપર બેટ્સમેન સલિમ પઠાણ ની ૭૫ રન ની ઇનિંગ અને સુમન નાથ ના ૩૫ રન ની મદદ થી ભારત નો સ્કોર ૪થા દિવસ ના અંતે ૧૮૭/૭ હતો, હાર પાકી હતી પણ ઓસ્ટ્રેલિયા ના ઇન્દ્ર દેવ ભારત પર મેહરબાન થયા હોય એમ છેલ્લા દિવસે ભારે વરસાદ ના લીધે છેલ્લા દિવસ ની રમત શક્ય ના થઈ અને ભારત નક્કી લગતી હાર મા થી બચી ગયું.

પણ દોસ્તો મે તમને પેહલા પણ કીધું કે આપણાં દેશ માં ક્રિકેટ રમત કરતાં વધુ છે, એક જૂનૂન છે. અને એના જ લીધે દેશ ના બધા ન્યુઝ પેપર અને ન્યુઝ ચેનલ પણ બસ ભારતીય ખેલાડીઑ પર માછલા ધોવા લાગ્યા, બધેજ કેપ્ટન સુમિત પ્રધાન, રણજીત અગ્રવાલ, તપન દ્દાસ ને પડતાં મૂકવા જોરદાર માગણી ઉઠી, અને એની જ તત્કાળ અસર રૂપે છેલ્લી ટેસ્ટ માં ચાર ફેરફાર કરવા સેલેક્ટર અને ટીમ મેનેજમેંટ એ મજબૂર થવું પડ્યું. કેપ્ટન સુમિત પ્રધાન તો ટીમ માં રહ્યા પણ રણજીત અગ્રવાલ, તપન દાસ ને પડતાં મુકાયા.

હવે આ છેલ્લી ટેસ્ટ ના છેલ્લા દિવસ પર પાછા આવીએ, નાઇટ વોચમેન સુમન નાથ તો હજુ ૨ બોલ જ રમ્યો હતો. છેલ્લા દિવસે ૯૦ ઓવર અને ૩૫૦ રન બાકી અશક્ય તો ન હતું પણ બહુ જ મુશ્કેલ હતું, કેમ કે આ પિચ પર્થ ની હતી પર્થ માટે એવું કહેવાય છે કે આ મેદાન બેટ્સમેન માટે અગ્નિ પથ સમાન છે. એકદમ બાઉન્સ વિકેટ એકદમ લીલી પિચ એમાં પણ આ મેચ માટે ઓસ્ટ્રેલિયા એ સ્પેશિયલ રોલર ફેરવી ને હાર્ડ પિચ તૈયાર કરી હતી. આ મેચ માં ઓસ્ટ્રેલિયા તરફ થી કોઈ સ્પિનર નહોતો, હતા તો ૪ વિશ્વપ્રસિદ્ધ ફાસ્ટ બોલર ડેવિસ બર્ન, નીલ હેનરી, કેટ વેન્ડર અને ફિડલે લેમ્બ. દરેક ના બોલ ની ગતિ ૧૪૫km/કલાક કે તેથી વધુ હતી. ભારત ના બને ઓપનર તો ૧૦ રન માંડ થયા ને આઉટ થઈ ગયા. અને છેલ્લી ઓવેર હોવા થી નાઇટ વોચમેન સુમન નાથ ને મોકલવામાં આવ્યો. (નાઇટ વોચમેન એ ટેસ્ટ મેચ માં વપરાતો શબ્દ છે જેનો અર્થ થાય કે જ્યારે દિવસ ની અંતિમ ઓવેર હોય અને કોઈ બેટ્સમેન આઉટ થઈ જાય તો ટીમ કોઈ એવા બોલર ને મોકલે જે થોડું ઘણું રમી દીવસ પસાર કરી સકે, જેથી કોઈ બેસમાન ને રમવા આવવું ના પડે જે ટીમ ના હિત માં છે. )

કાર્તિક રાજગુરુ એ ભારત નો ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન હતો, ભારત ના કેપ્ટન સુમિત પ્રધાન અને નવા સમાવાયેલા રોબર્ટ ફેર્નંડિસ તો ૧૦ રન થયા એટલા માં તો પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. હવે બધો મદાર કાર્તિક રાજગુરુ અને વાઇસ કેપ્ટન વિક્કી મલ્હોત્રા પર હતો. કેમકે હવે પછી બીજા આવનારા બેટ્સમેન અનુભવી નહોતા.

દિવસ ની પ્રથમ ઓવર અને બોલ કેટ વેન્ડર ના હાથ માં, બેટિંગ માં હતા કાર્તિક રાજગુરુ અને પ્રથમ બોલ સીધો હેલ્મેટ પર. અને કેટ વેન્ડર ના ચેહરા પર અનેરી સ્માઇલ, કેમ કે બધા ને ખબર હતી કે ભારત હોય કે ઉપ મહાદ્વીપ ના બીજા દેશો જેવા શ્રીલંકા, પાકિસ્તાન, કે બાંગ્લા દેશ દરેક ટીમ ના બેટ્સમેન ને માનસિક રીતે ડરાવવા નો સૌથી સરળ રસ્તો છે શોર્ટ પિચ બોલિંગ. એમાં પણ ઓસ્ટ્રેલિયા ને હોમ કંડિશન અને એમાં પણ પર્થ ની પિચ એટલે ત્યાં ના બોલરો ને તો જાણે સ્વર્ગ મળ્યું. પ્રથમ બોલ થી જ સાબિત થઈ ગયું ક આ મેચ જીતવી તો દૂર રહી ભારત ની ટીમ બચાવી જાણે તો પણ ખરું છે. કાર્તિક રાજગુરુ એ પ્રથમ દાવ માં ૮૮ રન ની ઇનિંગ રમી હોવાથી એને પિચ નો અનુભવ હતો છતાં પણ બોલ હેલ્મેટ ને વાગતા એને પણ એકવાર તો તમ્મર આવી ગયા. ૩ જા બોલ પર રાજગુરુ સિંગલ રન લઈ સામે ની બાજુ આવ્યો, અને સુમન નાથ સ્ટ્રાઇક પર. આમ તો સુમન નાથ ઘર આંગણા ની પિચ પર ૧ સદી અને ૪ અડધી સદી ફટકારી ચૂક્યો હતો પણ આ તો પર્થ નું મેદાન. પ્રથમ બોલ ૧૫૨ ની ગતિ એ કાન પાસે થી પસાર થયો ને સુમન નાથ તો અચાનક હેબતાઈ ગયો. આગળનો બોલ પણ એવો આવશે એ આશા એ બેટ ની ગ્રીપ થોડી ઉપર રાખી અને એના પછી નો બોલ ૧૫૦ ની સ્પીડ માં એકદમ પરફેક્ટ યોર્કર અને સુમન નાથ નું મિડ્લ સ્ટંપ વચ્ચે થી ભાગી ગયું. અને વેન્ડર એ પોતાની આગવી મુદ્રા માં સુમન નાથ ને પેવેલિયન જઇ બેગ પેક કરવા કીધું.

આ બધુ જોઈ ઓસ્ટ્રેલિયન ક્રાઉડ બહુ જ ઉત્સાહ માં આવી ગયો. આમ તો ભારત ના સમર્થક બધી જગ્યા એ મોટી માત્ર માં હોય છે પણ ભારતીય ટીમ ના ખરાબ પ્રદર્શન ના લીધે બહુ જ ઓછા લોકો આવ્યા હતા, એમાં પણ ભારત ની ટીમ નો સ્કોર ૧૩/૩ જોઈ એમને પણ બહુ દુખ અને પસ્તાવો થયો કે કેમ અમે મેચ જોવા આયા. સુમન નાથ ની વિકેટ પડી અને મેદાન પર આયો આદિત્ય રીમા વર્મા. આદિત્ય ની પાછળ રીમા કેમ? એ વાત આગળ કરીશું, પણ આદિત્ય કેમ અને શું કામ આ ટીમ માં અત્યારે અને લાસ્ટ મેચ માં સમવાયો એ વાત કરીએ. આમ તો ઓસ્ટ્રેલિયા આવતી ૧૬ સભ્યો ની ભારતીય ટીમ માં આદિત્ય પ્રથમ ટેસ્ટ થી જ હતો પણ એને હજુ સુધી ચાન્સ મળ્યો નહોતો. આતો લોકો ના ગુસ્સા ને લીધે જે ફેરફાર થયા એના લીધે આદિ ને ચાન્સ મળ્યો હતો. આદિત્ય ને ટીમ મેટ આદિ કેહતા.

પોતાના ઘરેલુ સીઝન માં રણજી ટ્રોફી ના એક જ વરસ માં મુંબઈ ના આ યુવા બેટ્સમેન એ બધા ને પોતાની બેટિંગ ટેક્નિક અને શૉટ રમવા ની આગવી અદા થી પોતાના વિશે વિચારવા મજબૂર કરી દીધા. એક જ વરસ માં ૧૨૫૮ રન, એક બેવડી સદી, ૫ સદી અને ૭૮ ની એવરેજ અને સ્ટ્રાઇકરેટ તો વન-ડે જેવી, ૯૧ ની. પોતાના આ જોરદાર દેખાવ ના લીધે સેલેક્ટર એ આદિત્ય નો સમાવેશ ૧૬ સભ્યો ની ટેસ્ટ ટીમ માં કર્યો. પણ નસીબ ની કસોટી કે એને પ્રથમ ૩ મેચ બસ બૅન્ચ પર બેસી વિતાવવી પડ્યા. પણ એના માટે સારી વાત એ હતી કે એ ટીમ માં સૌથીયુવા ને એકદમ ફ્રેશ હતો, ઓસ્ટ્રેલિયા ના બોલરો એના વીશે કઈ ઝાઝું જાણતા ન હતા કે વિચારતા એ નહોતા. એમને એમ હતું કે આ ૨૧ વરસ નો પ્રથમ આંતર રાષ્ટ્રીય મેચ રમતો છોકરો શું કરી લેવાનો હતો?, પણ એમને ક્યાં ખબર હતી કે નિયતિ અને મેહનત આ છોકરા સાથે હતા. ઓસ્ટ્રેલિયા ના બેટિંગ કોચ જેક્સન ટેલર એ પણ આદિત્ય ને નેટ માં પ્રેક્ટિસ કરતો જોઈ ખુશ થઈ ગયા અને એમને પણ મનોમન એવું થયું કે આ છોકરો ભવિષ્ય માં કોઈ કમાલ જરૂર કરશે. પણ એમને ક્યાં ખબર હતી કે આ કમાલ એમની ટીમ ની હાર નું કારણ બનશે.

આ ટેસ્ટ ના પ્રથમ દાવ માં આદિત્ય ને વિકેટ કીપર બેટ્સ્મેન સલિમ પઠાણ ની પાછળ છેક ૭ માં નંબરે મોકલાયો. એ સમયે પણ ભારત ઓસ્ટ્રેલિયા ના સ્કોરે થી ૫૬ રન દૂર હતું. આદિત્ય એ એ દાવ માં એક છેડો સાચવી રાખી ૩૨ બોલ માં ૬ ચોક્કા અને ૧ છક્કા સાથે અણનમ ૩૮ રન કરી ભારત ને ૧૦ રન ની લીડ આપવી. ૧૦ રન ની લીડ મામૂલી હતી પણ એ લીડ ભારતીય ટીમ માટે એક આશા ના કિરણ સમાન હતી. માનસિક રીતે જ્યારે તમે લીડ માં હો ત્યારે સારું લાગે. આદિત્ય ની આ ઇનીંગ ના લીધે એને વીકી મલ્હોત્રા ના પેહલા મોકલવામાં આયો. આદિત્ય ને સવારે જ ખબર પડી કે એને ૪ થા ક્રમે જવાનું છે.

કેટ વેન્ડર ના હાથ માં બોલ જાણે અગન-ગોળા જેવો લાગી રહ્યો હતો, અને ઓવર નો લાસ્ટ બોલ ડાઇરેક્ટ આદિત્ય ના હેલ્મેટ પર, 152 ની ગતિ અને એકદમ અચૂક નિશાન, આદિ ને તો જાણે દિવસ માં તારા દેખાઈ ગયા, એ મેદાન પર પડી ગયો, આતો સારું થયું કે સાઇડ એ બૅલેન્સ ગુમાવવા ની અણી પર હતો ને પોતાની જાત ને સાચવી લીધી, કાર્તિક દોડી એના જોડે આવ્યો અને પૂછ્યું તું ઠીક તો છે ને? આદિ એ કીધું યા, હું ફાઇન છું. પણ હકીકત માં એ થોડા સદમાં માં હતો. ઓવર પૂરી થઈ પણ ઓસ્ટ્રેલિયન ટીમ અને ઓસ્ટ્રેલિયન ક્રાઉડ તો જાણે ગેલ માં આવી ગયા.. આદિ સામે ના છેડે જતો હતો અને રસ્તા માં કેટ એ એને સોરી કીધું. પરંતુ આતો એમની લુચ્ચાઈ હતી, એમનો ગેમ પ્લાન હતો, આ સોરી આદિ ને વાગ્યા પર મીઠા જેવો લાગ્યો. એના પછીની ઓવર ડેવિસ બર્ન ના હાથ માં સ્ટ્રાઇક પર રાજગુરુ હતો, આખી ઓવર માં 5 શોર્ટ બોલ પણ રાજગુરુ એ પોતાની ટેસ્ટ પ્લેયર તરીકે ની પ્રતિભા નો પરિચય આપી આખી ઓવર બહુ જ સરસ રીતે ડિફેન્ડ કરી. ભારત ના લોકો એ આ મેઇડન ઓવર ને પણ ટાળી ઑ થી વધાવી લીધી.

હવે ની ઓવર આદિત્ય સ્ટ્રાઇક પર અને બોલ પાછો વેન્ડર ના હાથ માં, પ્રથમ બોલ શોર્ટ અને આ શું? આદિત્ય એક બેકફૂટ પર જઇ જોરદાર પંચ માર્યો ને બોલ ડાઇરેક્ટ વન બાઉન્સ સીમા રેખા ની બહાર, કોમેન્ટર તો આ શૉટ જોઈ મોમાં આંગળા ઘાલી ગયા, કોમેંટરી માં બેસેલા સર કેવિન રીચર્ડ ને તો પોતાના જમાના ની યાદ આવે ગઈ, એમના મોઢે થી બોલાઈ ગયું, વોટ આ લોવલી શૉટ, ઇ સીન માય સેલ્ફ ઇન ધિસ યંગ બોય, બ્રાવો.. કેટ નો ગુસ્સો આસમાને હતો એ આદિ ના શૉટ થી ધૂંવાપુવા થઈ ગયો, એના પછી નો બોલ આદિ ને ખબર હતી કે 100% બાઉન્સ આવસે પણ એ માટે આદિ તૈયાર હતો અને એને ફરી થી બેકફૂટ પર જઇ બોલ ને પૂલ કરી ને ફાઇન-લેગ ઉપર થી છક્કો મારી દીધો, બધા જ પ્રેક્ષકો અને ટીમ ઓસ્ટ્રેલિયા તો આ શૉટ જોઈ હેરત માં પડી ગઈ, અને ભારત ના ડ્રેસિંગ રૂમ અને પ્રેક્ષકો માં જાણે ઉત્સવ નો માહોલ બની ગયો, અને આ ૨ શૉટ ની અસર ગણો કે તરત જ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એ ફિલ્ડિંગ થોડી ડીફેન્સીવ કરી દીધી અને કેટ એ પણ શોર્ટ બોલ પડતાં મૂકી ગુડ લેન્થ અને ફુલ લેન્થ બોલ પર આવી ગયો, અને આદિ એ આસાની થી સિંગલ લઈ લીધો, આ જોઈ રાજગુરુ એ પણ આદિ ના જોડે જઇ એને કીધું તારો પ્લાન તો જોરદાર હતો તારા બે બેકફૂટ શૉટ એ તો ટીમ ઓસ્ટ્રેલિયા ને બેકફૂટ પર મૂકી દીધી, તો આદિ એ કીધું મને સેહવાગ સર ની એક વાત યાદ છે “અટેક ઇસ બેસ્ટ ડીફેન્સ “ અને મે એ વાત ને જ અનુસરી છે.

આ પછી તો રમત જાણે બદલાઈ ગઈ, આદિ ને રાજગુરુ બંને એ સીંગલ અને ડબલ રન દોડી ને પોતાની ને ટીમ ની સ્થિતિ મજબૂત કરી દીધી, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ કે ઓસ્ટ્રેલિયન બોલર થોડા પણ અટેક ના મૂડ માં આવતા આદિ ૨-૩શૉટ મારી એમની રણનીતિ પર પાણી ફેરવી દેતો હતો, પ્રથમ સેશન ના અંતે ભારત ની ટીમ નો સ્કોર હતો ૧૨૮/૩, આદિ ૫૮ રન પર અણનમ, રાજગુરુ ૫૧ અણનમ.

૨ જા અને સીરિઝ ડીસાઇડર સેસન નો પ્રારંભ થઈ ચૂક્યો હતો, ઓસ્ટ્રેલિયન ટીમ અલગ ગેમ પ્લાન સાથે ઉતરી હતી, ફરી થી એમનો પ્લાન અટેક નો હતો. અને ભારત ની ટીમ હવે આ સેસન કોઈ વિકેટ ગુમાવ્યા વગર પસાર કરવા માગતું હતું, કેમકે બધા ને ખબર હતી કે આ પાર્ટનરશીપ તૂટી તો ટીમ ઓસ્ટ્રેલિયા નું મનોબળ બહુ મક્કમ થઈ જશે. આદિ અને કાર્તિક ને ટીમ કોચ વિક્રમજીત સિંઘ એ પણ આજ સૂચના આપી હતી ક ૧૫-૨૦ ઓવર કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર પસાર કરી લો, પછી જીત માટે વિચારીશું. આદિ અને રાજગુરુ એ પણ આજ કામ કર્યું, ઓસ્ટ્રેલિયન બોલર વધુ ઘાતક અને કાતિલ બોલિંગ કરી રહ્યા હતા, પણ બને બેટ્સમેન પોતાની ધીરજ ગુમાવ્યા વગર ૧૦ ઓવર વિના કોઈ વિકેટ ગુમાવ્યા વગર રમી ગયા, પણ બહુ ડીફેન્સ કરવા ના ચક્કર માં ફક્ત ૨૨ રન જ કરી શક્યા. એનું કારણ એજ કે રાજગુરુ ૪ ઓવર તો મેડન રમ્યો હતો, આદિ તો ફક્ત ૯ બોલ જ રમ્યો હતો ૧૦ ઓવર મા. પણ અચાનક એવી ઘટના બની કે ઓસ્ટ્રેલિયન ટીમ ઉત્સાહ માં આવી ગઈ, લંચ પછી ની ૧૪ મી અને દિવસ ની ૪૪ મી ઓવર ઓવર ભારત નો સ્કોર ૧૫૯/૩, લેમ્બ ની બોલિંગ ઓવર નો ૩જો બોલ આદિ એ જોરદાર સ્ટ્રેટ ડ્રાઇવ અને બોલ લેમ્બ ના હાથ પર અડકી ને સામે ની તરફ ના સ્ટંપ પર, અને રાજગુરુ ક્રીઝ ના બહાર હોવાથી ઓસ્ટ્રેલિયન ટીમ ની જોરદાર અપીલ, અમ્પાયરે ત્રીજા અમ્પાયર ની મદદ માગી, રાજગુરુ ને ખબર હતી કે પોતે ભૂલ કરી બેઠો છે, અને ડીસીઝન આઉટ જ આવશે, એટલે એ આદિ જોડે ગયો અને કીધું કે જો ભાઈ હું ભલે આઉટ થાઉં પણ તારે અંતિમ સમય સુધી લડત આપવાની છે. અને એટલા માં સ્ક્રીન પર લાલ અક્ષરે આઉટ લખેલું આવ્યું, રાજગુરુ આઉટ ઓન ૬૫ ઇન ૧૫૭ બોલ, ધીમી પણ મક્કમ ઇનિંગ ને બધા એ ટાળી ઑ થી વધાવી લીધી. પણ આદિ ને તો રાજગુરુ ના શબ્દો યાદ હતા કે તારે લડત આપવાની છે છેલ્લે સુધી..

ભારત ની ૪ થી વેકેટ પડી જતાં ક્રીઝ પર આવ્યા ભારત ના વાઇસ કેપ્ટન વિક્કી મલ્હોત્રા. વિક્કી એક માત્ર એવો બેટ્સમેન હતો જેને ભારત તરફ થી આ સીરિઝ ની દરેક ઇનીંગ માં લડત આપી હોય. વિક્કી આત્મવિશ્વાસ થી ભરેલો હતો, અને સામે છેડે આદિ પર સારી રીતે રમી રહ્યો હતો, આ જોડી આમ તો લાસ્ટ જોડી હતી જેના પર વિશ્વાસ કરી શકાય.. કેમકે આના પછી બેટ્સમેન માં બાકી હતા કે. અજય અને સલિમ પઠાણ. કે અજય પણ પોતાની ૪ થી જ ટેસ્ટ રમતો હતો અને વિદેશ ની જમીન પર તો પહલી ટેસ્ટ હતી, અને સલિમ પઠાણ ના આંગળી પર ફિલ્ડિંગ સમયે વાગ્યું હતું, અને એના પછી તો બધા પૂંછડિયા બેટ્સમેન એટલે તો બધો આધાર આ જોડી પર જ હતો. વિક્કી આવી ને સીધો આદિ જોડે ગયો અને કહ્યું યૂ પ્લે વેલ, તું સારું રમી રહ્યો છે પણ હવે શૉટ મારવાના નથી, વિકેટ સાચવવાની છે, એગ્રેસિવ થવાનું હશે તો હું થઈશ, તું એક છેડો સાચવી રાખજે, અત્યારે આપણે ગમે તે કરી ટેસ્ટ ડ્રૉ કરી સીરિઝ ડ્રૉ કરવા નું જ વિચારીએ, કેમ કે એ પણ આપના માટે જીત જેવુ જ છે. વાત તો સાચી હતી, કેમ કે ઓસ્ટ્રેલિયા માં સીરિઝ ડ્રૉ એ બહુ મોટી ઉપલબ્ધિ હતી.

ભારત ને જીત માટે ૪૬ ઓવર માં ૨૧૨ રન ની જરૂર અને ઓસ્ટ્રેલિયન ટીમ ને ૬ વિકેટ ની, રોમાંચક તબક્કા માં ટેસ્ટ મેચ આવી ગઈ હતી, કોઈ પણ ૩ રિજલ્ટ પોસિબલ હતા. ઓસ્ટ્રેલિયા ના જીત ના ચાન્સ ઊંચા હતા, જ્યારે ભારત માટે જીત તો બહુ દૂર હતી, પણ ડ્રૉ શક્ય હતી. વિક્કી અને આદિ એ ધીરજ પૂર્વક બેટિંગ કરી અને ૧૫ ઓવર માં ૬૨ રન ની બહુ જ ઉપયોગી સાજેદારી કરી, ફરી ભરત ની ટીમ ને મજબૂત સ્થિતિ માં લાવી દીધી, ટી પેહલા ની છેલ્લી ઓવર હતી બોલિંગ હતી હેનરી ના હાથ માં પ્રથમ બોલ પર વિક્કી એ બાઉન્સ બોલ પર જોરદાર શૉટ મારી ૪ રન પ્રાપ્ત કરી લીધા, પણ એના પછી ના બોલ પર બોલ થોડો નીચે બેસી ગયો અને એક જોરદાર અપીલ howzthat!! વિક્કી એકદમ વચે હતો બોલ અને વિકેટ ના અને અમ્પાયરે તરત જ ડીસીજન લઈ ને આંગળી ઉપર કરી દીધી, અને વિક્કી ને પણ ખબર પડી ગઈ ક બહુ મોટી ભૂલ થઈ ગઈ, હવે હાર માં થી બચવું મુશ્કેલ છે.. જતાં જતાં એને આદિ ને કીધું “આદિ તારે લાસ્ટ ઓવર સુધી રમવાનું છે, દેશ માટે ટીમ માટે અને સ્પેશિયલ તો તારા માટે તારે આ કરવું જ પડશે મારા ભાઈ, એમ કહી આદિ ના ખભે હાથ મૂક્યો. અને આદિ પણ જાણે આંખો થી કહતો હોય “ મૈ હૂ ના” એમ કરી વિક્કી ની આંખો માં જોયું.

હવે ૪ બોલ બાકી હતા અને મેદાન પર રમવા આયો વિકેટ કીપર બેટ્સમેન સલિમ પઠાણ, આદિ ને પણ ખબર હતી કે સલિમ ને ઇજા છે પણ ટીમ માટે સલિમ આ બધુ ભૂલી રમવા આયો, બસ એ આ ૪ બોલ રમી લે પછી હું જ સ્ટ્રાઇક રાખીસ. હેનરી તો જાણે વિક્કી ની વિકેટ લીધા બાદ અતિ ઉત્સાહ માં હતો અને કેમ ના હોય, ટીમ ના સૌથી આધારભૂત બેટ્સમેન ની વિકેટ હતી. પછી તો જાણે રીતસર એને સલિમ પઠાણ પર હુમલો કરી દીધો હોય એમ ૩ બાઉન્સર એક પછી એક ફેંકી દીધા અને એમાં થી એક તો ડીફેન્સ કરતાં સલિમ ની એ આંગળી પર વાગ્યો જ્યાં ઇજા થઈ હતી. સલિમ ના ચેહરા પર પીડા ના ભાવ હતા, બસ આ જોઈ હેનરી ને ખબર પડી ગઈ કે હવે સલિમ બાઉન્સ બોલ ની અપેક્ષા માં જ હસે અને હેન્રી એ ટી (ટેસ્ટ ના એક દીવસ માં ત્રણ સેસન હોય એક લંચ પેહલા નું સેસન જેને પ્રી-લંચ સેસન કહેવાય, બીજું સેસન લંચ પછી અને ટી પહેલા નું જેને પોસ્ટ લંચ સેસન કહેવાય અને છેલ્લું સેસન એટલે પોસ્ટ ટી સેસન) પેહલા નો છેલ્લો બોલ એકદમ સલિમ ના પગ જોડે ફેંક્યો સલિમ બાઉન્સર ની અપેક્ષા માં બેટ ને થોડું ઉપર પકડી બેઠો હતો, એ બેટ નીચે લાવે ત્યાં સુધી હેન્રી નો આ સચોટ યોર્કર સ્ટંપ ની ગિલ્લી ઉડાવાતો ગયો. અને મેદાન માં રીતસર બૂમરાણ મચી ગઈ, ઓસ્ટ્રેલિયન ટીમ તો જાણે એમ જ વિચારી બેઠી હતી કે મેચ જીતી ગયા, અને કેમ ના હોય ભારત નો સ્કોર ૨૧૨/૪ થી સીધો ૨૧૨/૬ થઈ ગયો હતો. બધા એમ માની બેઠા હતા કે ભારત આ મેચ હારી જ જશે પણ એક માણસ હતો જેને કઈક અલગ જ વિચાર્યું હતું, એ હતો નોટ આઉટ બેટ્સમેન આદિ અત્યારે અત્યારે ૮૯ રન ના સ્કોર એ અણનમ હતો. એની મક્કમ ઇનિંગ ને બધા એ તાલી ઓ થી વધાવી લીધી. કોચ પણ એને આવીને કહી ગયા “વેરી ગૂડ વર્ક મી બોય”

ક્રમશઃ

શું આદિ આ ટેસ્ટ મેચ અને શ્રેણી જીતાડી શકશે? આદિ ના નામ ની પાછળ એની માં નું નામ કેમ હતું? ટી પછી આદિ એ કપ્તાન અને કોચ ની વાત અવગણી ઝડપી રમવાનું કેમ ચાલુ કર્યું?આ સવાલ ના જવાબ માટે ટૂંક સમય માં આવશે બેકફૂટ પંચ ભાગ-૨. પ્રથમ નવલકથા અંગે આપ આપનો અભિપ્રાય મારા વ્હોટ્સઅપ નંબર 8733097096 પર મોકલાવી શકો છો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED